Tuesday, October 13, 2026
Home Blog Page 332

IPL ક્રિકેટ મેચ પર જુગાર રમતો નાસ્તા- લારીનો ફેરિયો ઝડપાયો : સેતાવાડનો હાર્દિક સોની ફરાર

0

જામનગરમાં વધુ એક શખસ આઇપીએલ પર જુગાર રમતા ઝડપાયો…એક ફરાર..

જામનગર શહેરમાં આઈપીએલ મેચ પર જુગારની મોસમ ખીલી નાસ્તાની ફેરી કરતો શખ્સ બન્યો સોદાગર.. સેતાવાડનો હાર્દિક સોની થયો બુકી…

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : ૨૭. જામનગર: જામનગરના કાલાવડ નાકા બહાર ગોલારાણા ડેલામાં રહેતા અને નાસ્તાની ફેરી કરતો મયુર ઉર્ફે ગલી નરસી બોરસરા ને ગઈકાલે કાલાવડ નાકા બહાર આઈસ્ક્રીમ પાસે રોડ પર જાહેરમાં મોબાઇલ એપ્લિકેશન મારફત દુબઈમાં ચાલતી આઈપીએલની ક્રિકેટ ટુર્નામેન્ટના બેંગલોર અને મુંબઈ વચ્ચે રમાતા 20 – 20 ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ નિહાળીને રન ફેર તથા હારજીતના સોદાનો જુગાર રમતો હતો.

જેના આધારે સીટી એ ડીવીઝન પોલીસે દરોડો પાડીને મયુરને રોકડ રૂપિયા 1800 તથા મોબાઇલ સાથે પકડી લીધો હતો, રેડ દરમિયાન પૂછપરછમાં સેત્તાવાડમાં રહેતા હાર્દિક સોની પાસે કપાત કરાવતો હોવાનું ખુલ્યું હતું જેને ફરાર જાહેર કરી બંનેની સામે જુગારધારા મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

નવાગામ ઘેડના માતૃ આશિષ સો.ની સસ્તા અનાજની દુકાનમાં ચાલતાં અનાજ કૌભાંડનો પર્દાફાસ: વિડિયો વાઇરલ થતાં ખળભળાટ

0

અનાજ સસ્તુ કૌભાંડ મોટા.. માતૃ આશિષ સોસાયટીમાં સસ્તા અનાજની દુકાનમાં ચાલતા મોંઘા કૌભાંડ.!ગરીબોને હક પર નિમિશ ધનજી વાઢેરની તરાપ..

ગરીબોના હકનો માલ રાતોરાત ખાનગી પ્રોવિઝન સ્ટોરમાં વેચી મરાતા ખળભળાટ.

વિડિયો ઉતારનાર નાગરીકને ૧૦૦ તોપોની સલામી..

સરકાર દ્વારા ગરીબોને આપવામાં આવતું સસ્તા અનાજ-તેલ ને બારોબાર વેચી મારવાનું કૌભાંડનો પર્દાફાશ.? વિડિયો થયા વાયરલ : જામનગર નવાગામ ઘેડ માતૃ આશિષ સોસાયટીમાં ચાલતી સસ્તા અનાજ દુકાનનું કારસ્તાન.?

તપાસનીસ અધિકારીની તપાસમાં સાબિત થાય તો સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ રદ્, સીલ તેમજ પાસા સુધીની જોગવાઈ છે. હવે જોવાનું એ રહ્યું કે તંત્ર શું તીર મારે છે.!

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : ૨૬.  રાજય સરકારો દ્વારા ગરીબ અને નબળા વર્ગના લોકો માટે સસ્તા અનાજની દુકાનમાંથી અત્યંત રાહત ભાવે  તેમજ મફત્તમાં રાશન તેમજ કઠોળ, તેલ વગેરે આપવામાં આવે છે.

પરંતુ જેમ હંમેશા થતું આવે છે તેમ આવી બધી વસ્તુઓ બારોબાર પગ કરી જાય છે અને ગરીબોને મળવાપાત્ર અનાજ બજારમાં ખુલ્લેઆમ કાળાબજાર થાય છે. એવી અનેક ફરિયાદો ઊઠે છે અને કાર્યવાહી માત્ર કાગળ પર જ કરવામાં આવે છે.

કાળા બજારનો આવો જ એક વિડીયો સામે આવ્યો છે જેમાં સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ બારોબાર લઈ જઈ વેંચી મારવામાં આવે છે.

નવાઇની વાત એ છે કે , સરાજાહેર ચાલતી આ પ્રવૃતિથી પુરવઠા ખાતું સદતર અજાણ છે.?

જામનગર શહેર – જિલ્લામાં સસ્તા અનાજની દુકાનમાંથી થતી કાળાબજારી કોઇ નવી વાત નથી,

અવાર – નવાર આવી ફરિયાદો થતી જાય છે, પરંતુ અધિકારીઓને મલાઈ મળતી હોવાથી તેમજ રાજકીય ઓથના કારણે આવા દુકાનદારો પર કોઇ પગલા ભરવામાં આવતા નથી અને સરકારની યોજના કાગળ પર જ સાબીત થઇ રહી છે.

આવો જ એક કિસ્સો જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં બહાર આવ્યો છે, વોર્ડ નં . ૩ નવાગામ માતૃ આશિષ સોસાયટીમાં સસ્તા અનાજની દુકાન જે નિમિષ ધનજીભાઇ વાઢેર ના નામે છે, તેમાંથી છકડા રીક્ષા ભરી ભરીને ઘઉ, ચોખા, તેલના ડબા  બારોબાર ખાનગી પ્રોવિઝન દુકાનમાં વેંચવામાં આવી રહ્યા છે.

સુત્રોમાંથી જાણવા મળતી માહિતી મુજબ વિડીયો વાયરલ થયા બાદ ઉપરોક્ત દુકાનનો માલ સીલ કરી તપાસ ચાલતી હોય અને આવનારા દિવસોમાં કડાકા-ભડાકા ના એંધાણ વર્તાઇ રહ્યા છે.!

સરાજાહેર ચાલતી કાળા બજારની પ્રવૃતિમાં પુરવઠા દ્વારા કાર્યવાહી થશે કે પછી અધિકારીઓ નિમિષ ધનજીભાઇ વાઢેર સામે શરણાગતિ સ્વીકારી લેશે.?

હાલ સસ્તા અનાજના મોટા કૌભાંડે શહેરભરમાં તેમજ નવાગામ ઘેડ માતૃ આશિષ સહિત આજુબાજુ વિસ્તારમાં સારી એવી ચર્ચા જગાડી છે.

જામનગરના જાણીતા મોબાઇલ શો રૂમના માલીકની કાર ધુસી ઘરમાં: કારચાલક નંબર પ્લેટ કાઢી ફરાર

0

જામનગરના સરુ સેક્શન રોડ પર કાર ધુસી ઘરમાં..કારચાલક થયો નંબર પ્લેટ સાથે ફરાર..!

જાણીતી મોબાઇલ શો રૂમના માલિકના પુત્ર હોવાની ચર્ચા..!

કારની સ્પીડ જોતા જે રીતે કાર ઘરમાં ધૂસી તેમા રોડ પરથી પસાર થતાં બાઈકચાલક નો આકસ્મિક બચાવ થયો હતો તે CCTV ફૂટેજ પરથી જોઈ શકાય છે.

અકસ્માતના CCTV ફૂટેજ સામે આવતા જામનગર શહેરમાં ખળભળાટ મચી જવા પામેલ છે જે રીતે અકસ્માત થયો તે જોતા લાખેણી કારની ગતી કેટલી ભંયકર છે તે વિડિયો ઉપરથી ફલિત થાય છે.!  સ્થળ પરથી ગાડીની નંબર પ્લેટ થઈ ગાયબ..!

નબીરાને બચાવવા ભલામણનો દોર શરૂ..?દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૨૬. જામનગર શહેરના શરૂ શેકશન રોડ પર માહિ ડેરી સામેના રહેણાક મકાનમાં નવી નકોર કાર દિવાલ તોડી ઘરમાં ઘૂસી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો સદ્ નસીબે કાર દિવાલ તોડી ઝાડ સાથે ટકરાતા જાનહાની ટળી..

જામનગર શહેરના શરૂશેકશન રોડ પર આજે સાંજે એક લાખેણી કાર બેકાબુ બનતા મકાનની દિવાલ તોડી અંદર ઘુસી જતા લોકોના ટોળા એકઠા થયા હતા તેવામાં કારચાલક નીચે ઉતરી ગાડીની નંબર પ્લેટ સાથે ફરાર થઈ ગયો હતો.?

નવીનક્કોર હુંન્ડાઇ વરના કાર જામનગરની જાણીતી મોબાઇલ શો રૂમના માલિકની હોવાના પગલે શહેર ભરમાં સારી એવી ચર્ચા જગાડી છે.?

જ્યારે મોબાઇલ શો રૂમના માલિક કે આ બનાવ જાહેર ન કરવા તેમજ પોલીસ ફરિયાદ ટાળવા માટે મકાન માલિકના ઘરે પહોંચી લોભામણી સ્કીમ હેઠળ ભલામણ નો દોર શરૂ કર્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.?

થોડા સમય પહેલા જામનગરના વાલ્કેશ્વરી નગરીમાં બનેલ હિટ એન્ડ રનનોં બનાવ તાજો છે ત્યાં ફરી મોબાઈલ શોરૂમના માલિકની કાર ઘરમાં ઘૂસી જવાનો બનાવ સામે આવતા આ મુદ્દો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે.

જામનગર શહેરના અન્નપૂર્ણા ચોકથી વિક્ટોરિયા પુલ સુધીનો રસ્તો બન્યો ધોબીઘાટ :તંત્ર નિંદ્રામાં

0

જામનગર શહેરના અન્નપૂર્ણા ચોકથી વિક્ટોરિયા પુલ સુધીનો રસ્તો બન્યો ધોબીઘાટ :તંત્ર નિંદ્રામાં

જામનગર મહાનગર પાલિકા દ્વારા કરવામાં આવેલ બ્યુટીફીકેશનના લીરા..!

અન્નપૂર્ણા ચોકથી વિક્ટોરિયા પુલ સુધી ડિવાઈડર ધોબી ઘાટ થઈ જતા આશ્ચર્ય.

અગાઉ એસ્ટેટના દબાણ નિરીક્ષક (રામ લખન)ની કામ કરવાની કાર્યશૈલીથી શહેરના દબાળખોરો પર જબરી પકડ હતી પરંતુ હાલની પરિસ્થિતિ મરણ પથારી હોય તેવું લાગી રહ્યું છે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક :જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરની શોભામાં ચાર ચાંદ લગાડવા માટે લાખો-કરોડોના ખર્ચે સુશોભનીય કામગીરી કરવામાં આવી રહી છે અને શહેરમાં બાગ-બગીચા, દિવાલો પર ચિત્રો તેમજ શહેરની શોભા વધારવા માટે અનેક કામગીરી કરવામાં આવી છે.

આથી જામનગરમાં દર વર્ષે આવતા હજારો પ્રવાસીઓ જામનગર શહેરની સારી છાપ કેમેરામાં કેદ કરીને સંભારણા રૂપે લઈ જાય.

પરંતુ જામનગરની સુશોભનીયમાં કાળી ટીલી લાગી હોય તેમ શહેરના મુખ્ય પ્રવેશદ્વાર એવા અન્નપૂર્ણા ચોકથી વિક્ટોરિયા પુલ સુધીના રસ્તા પર કોઈ વ્યક્તિઓએ લાંબી દોરી બાંધીને કપડાં સુકવેલા જોવા મળતા આ રોડ ધોબીઘાટ જેવો બની ગયો હતો.

રસ્તે ચાલતા રાહદારીઓ અને વાહનચાલકો માટે જાહેર માર્ગ પરના ડિવાઈડર વચ્ચે સુકવેલ તોરણીયા કપડા ટીકા સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા હોય તેવું લાગી રહ્યું છે.!

જામનગરના શખસે રાજકોટમાં લખણ ઝળકાવ્યા : નકલી PSI બની કર્યો લાખોનો તોડ

0

ગુજરાત ભરમાં નકલી PSI બની તોડ કરનાર જામનગરનો શખ્સ પકડાયો

નકલી પીએસઆઇ બની તોડ કરતો હોવાની અનેક ફરિયાદો ઉઠતા રૂરલ LCB એ તપાસમાં ઝંપલાવતા અસલી PSI પાસે નકલી PSI બન્યો પોપટ.

જામનગરના શખ્સોનું કારસ્તાન નકલી પીએસઆઇ બની કર્યો લાખોનો તોડ..

રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ અજયસિંહ ગોહિલ તથા પીએસઆઇ એસ.જે.રાણાની ટીમે ધાર્મિક પાબારી ને ઝડપી લીધો :

ગુજરાત ભરમાંથી ૨૦ થી ૩૦ સ્થળે તોડ કર્યાનું પોલીસ સમક્ષ ખુલ્યું..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર તા .૨૫ : રાજકોટ શહેર અને જિલ્લા સહિત ગુજરાતભરના નકલી પીએસઆઇ બની લાખોની રકમની તોડ કરનાર જામનગરના લોહાણા શખ્સની રૂરલ ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો છે

રાજકોટ શહેર અને જિલ્લામાં રાજકોટ ગ્રામ્ય LCB ના PSI જયદીપસિંહ પરમાર બોલતો હોવાનું કહી અનેક શખ્સો પાસેથી તોડ કરતો હોવાની ફરીયાદો ઉઠતા રૂરલ ક્રાઇમ બ્રાંચને તપાસ સોંપતા રૂરલ ક્રાઇમ બ્રાંચના PI અજયસિંહ ગોહિલ તથા PSI એસ.જે.રાણાની ટીમે નકલી પીએસઆઇનું પગેરૂ દબાવ્યું હતું અને નકલી પીએસઆઇ ધાર્મિક પાબારી ( રહે .જામનગર) વાળાને દબોચી લીધો હતો.

નકલી PSI ધાર્મિક પાબારી રાજકોટ શહેર જિલ્લા સહિત ગુજરાતભરમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી પીએસઆઇ જયદીપસિંહ પરમાર તરીકેની ઓળખ આપી લાખોની રકમની તોડ કરતો હતો તેમજ અમદાવાદ પંથકમાં સાઇબર ક્રાઇમનો પીએસઆઇ તરીકેની ઓળખ આપી તોડ કરતો હતો.

રાજકોટ જિલ્લાના જેતપુરના વેપારી અભય ગીરીશભાઇ વડાલીયાના પિતાને પણ નકલી પીએસઆઇ ધાર્મિક પાબારીએ ફોન કરી પોતે રાજકોટ એલસીબીના પીએસઆઇ જયદિપસિંહ પરમાર બોલતા હોવાનું ખોટુ નામ અને હોદ્દો ધારણ કરી વેપારી અભયભાઇ તથા તેના પિતાને વિશ્વાસમાં લઇ વેપારી અભયભાઇ પોતાના ફેસબુક એકાઉન્ટ દ્વારા મહિલાને બિભત્સ ફોટા મોકલવાની ફરિયાદ થયેલ હોવાનું જણાવી પૂછપરછ કરી ફરિયાદી અભયભાઇ પાસેથી તેનું ફેસબુક આઇડી લીંક અને પાસવર્ડ મેળવી તીનપત્તી ગેમમાં લોગ ઇન થઇ સાડા ચારસો કરોડ ચીસ ટ્રાન્સફર કરી લઇ વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હતી.

જેતપુરના આ છેતરપીંડીના બનાવ અંગે વેપારી અભયભાઇની ફરિયાદ પરથી જેતપુર પોલીસે નકલી પીએસઆઇ સામે ગુન્હો દાખલ કર્યો છે.

દરમિયાન પકડાયેલ નકલી PSI ધાર્મિક પાબારીની રૂરલ ક્રાઈમ બ્રાંચના પીઆઇ અજયસિંહ ગોહિલ તથા ટીમે પૂછપરછ કરતા ધાર્મિક પાબારીએ નકલી પીએસઆઇ તરીકે ગુજરાતમાં ૨૫ થી ૩૦ સ્થળે લાખોની મત્તાનું તોડ કર્યાનું કબૂલ્યું છે.

જામનગરમાં ધોધમાર વરસાદના કારણે સામાન પલળી જતાં મુસ્લિમ વેપારીનો આપઘાત: અરેરાટી

0

જામનગરમાં ધોધમાર વરસાદના કારણે સામાન પલળી જતાં મુસ્લિમ વેપારીનો આપઘાત

મુસ્લિમ સમાજમાં અરેરાટી…

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : અહીં કાલાવડ નાકા બહાર, સનમ સોસાયટી શેરી નં.- 2, જામનગરમાં રહેતા રૂકસાનાબેન ગુલામ રસુલભાઈ ગુલાન હુશેનભાઈ કાદરી, ઉ.વ.38 એ સીટી એ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, ગુલામ રસુલભાઈ ગુલાન હુશેનભાઈ કાદરી, ઉ.વ.43, રે. કાલાવડ નાકા બહાર, સનમ સોસાયટી શેરી નં.-2, જામનગરવાળા 2011ની સાલથી માનસીક બિમાર હોય અને તેની દવા ચાલુ હોય અને વાત વાતમાં માનસીક ટેન્શનમાં રહેતા હોય અને થોડા સમય પહેલા વરસાદના કારણે દુકાનનો માલસામાન પલળી ગયેલ જે બાબતે સતત ચીંતામાં રહેતા હોય જેનું મનમા લાગી આવતા આપઘાત કર્યો છે.

જામનગરના ભીમવાસ નજીકથી મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ

0

જામનગરના ભીમવાસ નજીકથી મહિલાના ગળામાંથી સોનાના ચેઈનની ચીલઝડપ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: જામનગરના નાગનાથ ગેટ પાસે મહેશ્વરી નગર ચોક વિસ્તારમાં રહેતી મીનાબેન કિશોરભાઇ પરમાર ઉમર વર્ષ 52 નામના મહિલા ગત તારીખ 23 ના રોજ ભીમવાસ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે મહેશ્વરી નગર રેલવે બી સાઈડિંગ પાસેથી પોતાના ઘર તરફ ચાલીને જતા હતા.

એ દરમિયાન બાઇકમાં આવેલા બે અજાણ્યા શખ્સો ફરિયાદીના ગળામાંથી રૂપિયા 8500 ની કિંમતનો સોનાનો ચેન ચીલઝડપ કરીને નાસી છૂટયા હતા આ અંગે વિનાબેન દ્વારા સીટી બી ડિવિઝનમાં બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચેક કરવા સહિતની તપાસ ચલાવવામાં આવી રહી છે.

શહેરમાં થોડો સમય શાંત રહ્યા બાદ ફરી બાઈક સમડીએ દેખા દીધી છે.

જામનગરના મોરકંડા ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર પંચ-બી ત્રાટકી: ૯ ઝડપાયા : પાનાપ્રેમી સ્નેહીને જોવા લોકો ઉમટી પડયા.

0

જામનગરના મોરકંડા ગામની વાડીમાં ચાલતા જુગારધામ પર પંચ-બી ના દરોડા : ૯ પાના પ્રેમી પકડાયા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક:  જામનગર તાલુકાના મોરકંડા ગામ વાડી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા નવ ઇસમોને રોકડા રૂપિયા ૪૨,૫૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડતી પંચકોશી બી ડીવીઝન પોલીસ

જામનગરના મોરકંડા ગામની વાડી વિસ્તારમાં જુગારધામ ચાલી રહ્યું હોવાની બાતમીને આધારે રેઈડ કરતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અચાનક પોલીસ ત્રાટકતા જુગાર રસિયાઓએ ભાગવા માટે ની દોટ મૂકી હતી.

જુગારધામ પકડાયું હોવાની વાત ગામમાં વાયુવેગે પ્રસરી જતા જુગારીસ્નેહીઓ  ને જોવા માટે લોકોની ભીડ જામી હતી. અને મોડી રાત સુધી ગામ ભરમાં ચર્ચાઓ ચાલી હતી

પંચ બીના PSI સી.એમ. કાંટેલીયા સહિત પોલીસ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ASI કે.પી.જાડેજા તથા પો.કોન્સ હરપાલસિંહ જાડેજા તથા હિતેન્દ્રસિંહ જાડેજા ને ખાનગી રાહે બાતમી મળેલ કે મોરકંડાગામ વાડી વિસ્તાર અરજણભાઈ પરસોતમભાઇ નકુમની વાડીની સામે આવેલ ખુલી જગ્યામાં જાહેરમાં અમુક ઇસમો ગોળ કુંડાળું વળી ગંજીપતાના પાના પૈસા વડે રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરતા હોય તેવી હકીકત મળતા જુગાર અંગે રેઇડ કરી કુલ ૯  ઇસમોને પકડી પાડી તેના વિરૂધ્ધ  હિતેન્દ્રસિંહ જાડેજા અનાર્ડ પો.કોન્સ . ની ફરીયાદ આધારે એ.એસ.આઇ કરણસિંહ જાડેજા નાઆએ નીચે મુજબના આરોપીઓ ને અટક કરી ધોરણસર કાર્યવાહી કરી કરેલ છે.

પકડાયેલ આરોપીઓ (૧) રણવીર દીલીપભાઇ ગોહીલ રહે.મોરકંડાગામ ચામુંડા માતાજીના મંદીર પાસે તા.જી. જામનગર ( ૨ ) દિનેશભાઇ વાલજીભાઇ નકુમ રહે . મોરકંડાગામ ચામુંડા માતાજીના મંદીર પાસે તા.જી. જામનગર (3) જયેશભાઇ અરજણભાઇ નકુમ રહે . મોરકંડાગામે હનુમાનજીના મંદીર પાસે તા જી . જામનગર ( ૪ ) જીગ્નેશ જેશાભાઇ પ્રાગળા રહે- ઠેબાગામ ગૌશાળાની બાજુમાં તા.જી. જામનગર ( ૫ ) સંજયભાઇ મનજીભાઇ નકુમ રહે . મોરકંડાગામ ચકાભાઇની દુકાનની બાજુમાં તા.જી જામનગર (૬)  દિપકભાઇ વશરામભાઈ મુંગરા રહે . ઠેબાગામ મુંગરા ફરી તા.જી. જામનગર ( ૭ ) ભાવેશભાઇ ચનાભાઇ પ્રાગળા રહે . ઠેબાગાર્મ બેંકની બાજુમાં તા.જી. જામનગર ( ૮ ) હિતેશભાઇ ભાણજીભાઇ નકુમ રહે.મોરકંડાગામ મહાદેવપાર્ક ની બાજુમાં તા.જી. જામનગર ( ૯ ) અરજણભાઇ પરસોતમભાઇ નકુમ રહે.મોરકંડાગામ પટેલ શેરી તા.જી.જામનગર ઉપરોક્ત પકડાયેલ આરોપીઓ પાસેથી ગંજીપતાના પાના નંગ – પર તથા રોકડા રુપીયા ૪૨,૫૦૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

આ કાર્યવાહીમાં પો.સ.ઇ. શ્રી સી.એમ. કાંટેલીયા તથા પોલીસ હેડ કોન્સ . કે.જી.જાડેજા તથા પદુભા.કે.જાડેજા તથા પોલીસ કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા સુમિતભાઇ શિયાર તથા મયુરસિંહ જાડેજા તથા હિતેન્દ્રસિંહ જાડેજા તથા રધુવીરસિંહ જાડેજા નાઓ સાથે હતા

ગુજરાતીઓ માટે સારા સમાચાર : 400 લોકો સાથે ગરબાને શરતી મંજુરી આપતી રાજય સરકાર

0

ગુજરાતીઓ માટે સારા સમાચાર : ગરબાને શરતી મંજુરી આપતી રાજય સરકાર

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : શેરી ગરબીઓને મંજુરી મળતા આયોજક અને બાળાઓમાં ખુશીનો માહોલ…

400 લોકોની મંજુરી સાથે શેરી ગરબીઓને પણ મંજુરી

હવે કર્ફ્યૂ રાત્રે 12 વાગ્યાથી લાગુ પડશે જે સવારે 6 વાગ્યા સુધી લાગુ રહેશે

આ વર્ષે સ્થિતિ થોડી હળવી થતા સોસાયટી અને ફાર્મ હાઉસોમાં તથા શેરી ગરબાને નિશ્ચિત નિયમો સાથે મંજુરી આપવામાં આવી

પાર્ટી પ્લોટ કે અન્ય કોઇ પણ બહારના સ્થળે ગરબાના આયોજનને મંજુરી આપવામાં આવી નથી 12 વાગ્યે ગરબા પુર્ણ થયા બાદ કોઇ પ્રકારની અવર જવરને મંજુરી આપવામાં નહી આવે.

ભાજપના કોર્પોરેટરની વેદના વોર્ડ-૨ માં કેનાલ-નદી ઉપર ખડકેલા દબાણો દૂર કરો: નકર થશે આંદોલન

0

ભાજપના કોર્પોરેટરની વેદના વોર્ડ-૨ માં નદી- કેનાલ ઉપર ખડકેલા દબાણો દૂર કરો: કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા-જયરાજસિહ જાડેજામ્યું.કમિશનર,કલેકટર અને એસપીને લેટરબોંબથી રજુઆત કરતા ખળભળાટ

આવનારા દિવસોમાં નવાજૂનીનાં એંધાણ….નદી -કેનાલ ઉપર થયેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં નહી આવે તો સ્થાનિકોની સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા કોર્પોરેટરો.દેશ દેવી ન્યુઝ નેટવર્ક: જામનગર
વોર્ડ નંબર-ર ના ભાજપી કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલા અને જયરાજસિંહ જાડેજાએ કેનાલ ઉપર ખળકાયેલ બાંધકામના મુદ્દે જામનગર મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા પોલીસ વડા સહિતનાને રજૂઆત કરતા દબાળ કારોમાં ફફડાટ મચી જવા પામ્યો છે. 

આ સમસ્યા સમગ્ર જામનગરની છે અગાઉ જામનગર મહાનગર પાલિકાના કમિશનર, કલેકટર, એસ.પી સહિતના કાફલાએ રંગમતી નાગમતી નદીમાં થયેલ ગેરકાયદેસર દબાણનો તાગ મેળવ્યો હતો પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

જામનગર શહેરના વોર્ડ નંબર 2 માં નિકળતી વરસાદી કેનાલ- નદી ઉપર દબાણકારો દ્વારા આડેધડ મકાનો બનાવી વેચી મારવામાં આવ્યા હોવાને કારણે તારાજી સર્જાય હતી.

તાજેતરમાં જ પડેલ અતી ભારે વરસાદને કારણે આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો અને સ્થાનીકોને ગંભીર નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો સાથે દબાળકારોના દબાણને લીધે કુદરતી પાણીનો નિકાલ અટકી જવા પામેલ.

ભાજપના  કોર્પોરેટરોની અંતર આત્મા જાગતા નદી કેનાલ ઉપર થયેલા ગેરકાયદેસર દબાણના મુદ્દે રજૂઆત કરી સ્થાનિકોને સાથે રાખી આંદોલન કરવાની ચીમકી આપતા અધિકારીઓ માં દોડધામ મચી જવા પામી છે.

હવે જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં નદી કેનાલ ઉપર થયેલ દબાણ દૂર થશે કે ઘીના ઠામમાં ઘી પડી જશે.?

જામનગર શહેરના અનેક વિસ્તારોમાં દબાણો થયા છે જે અન્ય સ્થાનિક કોર્પોરેટરોને પોતાના વિસ્તારના દબાણો કેમ દેખાતા નથી.?તે ચર્ચાનો વિષય છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.