Tuesday, October 13, 2026
Home Blog Page 331

દિગ્વિજય પ્લોટમાં બીમારીથી કંટાળી અશોક શાહ નામના વૃદ્ધાએ કરી આત્મહત્યા

0

જામનગરના દિ.પ્લોટ-23માં માનસિક બીમારીથી કંટાળી વૃધ્ધની આત્મહત્યા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૧. જામનગર શહેરના દિ.પ્લોટ 23 માં આવેલા સાંઈ રેસીડેન્સમાં રહેતાં અશોકભાઇ નેમચંદભાઈ શાહ (ઉ.વ.67) નામના વૃદ્ધને છેલ્લાં 20 વર્ષથી માનસિક બીમારી થઈ હતી,

અને આ બીમારીની સારવાર કરાવવા છતાં સુધારો ન થવાથી જિંદગીથી કંટાળીને ગુરૂવારે સવારના સમયે તેના ઘરે પંખામાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતા

જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે રાકેશભાઇ ગોસરાણી દ્વારા હેકો એન.એફ. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

ખૂન કા બદલા ખૂન: જોડિયાના તરાણામાં ભાઈની હત્યાનો બદલો લેવા થયું ફાયરિંગ.

0

જોડિયાના તરાણા ગામે ભાઈની હત્યાનો બદલો લેવા યુવાનની કાર પર ફાયરીંગ

ખૂન કા બદલા ખૂન થયું ફાયરિંગ..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર:૩૦ મોરબીની પીપળીયા ચોકડીથી આમરણ જવાના રસ્તા પર હત્યાનો ખાર રાખી સ્વીફ્ટ ગાડી લઈને જતા યુવાન અને તેની સાથે બેઠેલ વ્યક્તિ ઉપર ફાયરિંગ કરી નુકશાન કર્યું હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ જોડિયા તાલુકાનાં તારાણા ગામે રહેતા વિપુલભાઈ લક્ષ્મણભાઈ પીઠમલ (38)એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના કાકા મેપાભાઈ માંડણભાઈને આરોપી સાંધાભાઈ ભલુંભાઈ સાથે જીઇબીના થાંભલા ખેતરમાં નાખવા બાબતે તારાણા ગામે બોલાચાલી ઝધડો થયેલ અને તે બાબતે મારામારી થતા આરોપી સાધાભાઈ ભલુંભાઈના ભાઈ વાસુરભાઈનું મર્ડર થઇ ગયેલ હોય

જે બાબતનો ખાર રાખી આરોપી સાધાભાઈ ભલુભાઈ, હમીરભાઈ મેપાભાઈ, કાનાભાઈ હમીરભાઈ, ભલુભાઈ મોહનભાઈ( રહે-બધા તરાણા તા.જોડિયા) અને ભરતભાઈ બચુભાઈ કુંભારવાડિયા (રહે-ફદ્સર તા.મોરબી )એ ગેરકાયદેસર મંડળી રચી કળા કલરની ક્રેટા ગાડીમાં આવી આરોપી સાધાભાઈ ભલુભાઈએ પોતાની લાયસન્સ વાળા હથિયાર જોટા વડે ફરિયાદી વિપુલભાઈ પીઠમલ તથા સાહેદ હીરાભાઈ સ્વીફ્ટ ગાડી જીજે 03 કેસી 6967 વાળીમાં જતા હોતા તેમની ગાડી પર જોટા વડે મારી નાખવાના ઈરાદે ત્રણ-ચાર રાઉન્ડ ફાયરીંગ કરી

જેમાં એક રાઉન્ડ સ્વીફ્ટ ગાડીના ડ્રાઈવર સાઈડના કાચમાં ફાયરીંગ કરી કાચ તોડી સાહેદ હીરાભાઈ બેઠેલ ખાલી સાઈડની શીટ પાસેના દરવાજા અંદર રાઉન્ડ ધુસી જઈ બહાર નીકળી જતા નુકશાન કર્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દારૂની પરમીટ-રિવોલ્વર લાયસન્સ બેમાંથી એક રાખવાના પોલીસ કમિશનરના નિયમનો છેદ ઉડાડતા ગૃહ મંત્રી

0

અગાઉ ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવે એડવાઈઝરનું બાળમરણ થયું હતું..?

રાજકોટના પોલીસ કમિશનર અગ્રવાલે હેલ્થપરમિટ અને આર્મ્સના લાઇસન્સમાંથી બેમાંથી એક જમા કરાવવાનો નિયમ બનાવ્યો હતો.. ગૃહમંત્રીએ લગાવી રોક..

ધારાસભ્યની રજૂઆત બાદ ગૃહમંત્રીએ સૂચના આપતા જણાવ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો…?

પોલીસ કમિશનરના નિયમને છેદ ઊડાવતા..ગૃહ મંત્રી..

અત્યાર સુધીમાં જે જે લોકોના બે માંથી એક પરવાના જમા લઈ લેવાયા છે તે લોકોનું શું…

રિવોલ્વર લાઈસન્સ કે હેલ્થ પરમીટ બે માંથી  એક જ પરવાનો રાખવાની ફરજ ન પાડી શકાય.. ધારાસભ્ય ગોવિંદ પટેલ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૩૦. અગાઉ રાજ્ય સરકારની એડવાઇઝના પગલે જે લોકો પાસે રિવોલ્વર લાઈસન્સ હશે તેને હેલ્થ પરમીટ મળી શકશે નહીં અથવા તો બે લાયસન્સ ધારકોને એક જમા કરવવાની સૂચનાનું બાળમરણ થયું હતું.. તેની વચ્ચે રાજકોટમાં નવો વિવાદ સર્જાતાં આશ્ચર્ય..

રાજકોટ શહેર પોલીસે નવો નિયમ બનાવ્યો હતો કે જે કોઇ વ્યક્તિ પાસે હેલ્થ પરમિટ અને આર્મ્સ લાઇસન્સ છે તેમણે બેમાંથી એક જમા કરાવવાનું રહેશે જોકે પોલીસ કમિશનરના આ મનઘડંત નિયમ પર ગૃહમંત્રીએ ધારાસભ્ય ગોવિંદ પટેલની રજૂઆત બાદ રોક લગાવી છે.

ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે , મને કેટલાક લોકોએ મળીને કહ્યું હતું કે, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ હેલ્થ અને હથિયાર બેમાંથી એક લાઇસન્સ જમા કરવા ફરજ પાડી રહ્યા છે આવો કોઇ નિયમનથી.

આ રજૂઆત મળતા મેં તપાસ કરતા જોયું તો આવો કોઇ નિયમ બીજા શહેરોમાં કે જિલ્લાઓમાં ન હતો ફક્ત રાજકોટ શહેરમાં જ હોવાનું સામે આવ્યું હતું.

આથી હું સીધો ગૃહમંત્રીને મળવા ગયો હતો અને વાત મૂકી હતી. તેમણે તુરત જ ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારી ભટ્ટને ફોન કરી આ નિયમ પૂક્યો હતો અને તેમણે પણ ના પાડતા સૂચના આપી કે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને કહો કે કાયદા પ્રમાણે કામ કરે . ત્યારબાદ અમે ત્યાંથી નીકળી ગયા હતા જો હવે પોલીસ કોઇને આ રીતે એક જ પરવાનો રાખવાનું દબાણ કરે તો સીધો મારો જ સંપર્ક કરી શકે છે.

જોકે હવે એવા લોકો પણ સામે આવ્યા છે જેમની પાસેથી ફરજિયાત એક લાઇસન્સ જમા કરાવી લીધું છે તેમની પણ લેખિત રજૂઆત લઈને ગૃહવિભાગમાં રજૂઆત કરીશું.

રાજકોટના ધારાસભ્ય ગૃહમંત્રીને રજૂઆત કરતા એક સમસ્યાનો અંત આવ્યો છે.

જો કે પોલીસબેડામાં ચર્ચાતી વિગત મુજબ પોલીસ કમિશનર અગ્રવાલે આ નિયમ ઘણા સમય પહેલાં બનાવી દીધો હતો.

જામનગરનો નકલી PSI રાજકોટમાં ૩- દિવસના રીમાન્ડ ઉપર મોકલાયો

0

રાજકોટમા ઝડપાયેલ જામનગરનો નકલી PSI ત્રણ દિવસના રીમાન્ડ ઉપર મોકલાયો

રાજકોટથી અમેરિકાનાં નાગરિકોને વોઇસ મેઇલ રેકોર્ડિંગ મોકલી ટેક્સ નહીં ભરો તો વોરન્ટ નીકળશે કહી રૂપિયા પડાવતો

ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, હરિયાણાનાં નાગરિકો સાથે પણ છેતરપિંડી કરી..

એક મોબાઇલ ફોન પરથી ગુજરાતના 10 થી 15 હજાર લોકોને વોઇસ મેઇલથી રેકોર્ડિંગ મોકલતો હતો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : ૨૯.
રાજકોટ ગ્રામ્ય LCBના PSI જયદીપસિંહ પરમાર તરીકેની ઓળખ આપી જેતપુર સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે છેતરપિંડી કરનાર નકલી પીએસઆઇ ધાર્મિક રસીકભાઇ પાબારીની જામનગર રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. આજે કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

ધાર્મિક રાજકોટમાં પિતરાઇના કોલ સેન્ટરમાંથી અમેરિકાનાં નાગરિકોને વોઇસ મેઇલ રેકોર્ડિંગ મોકલી ટેક્સ નહિ ભરો તો વોરન્ટ નીકળશે કહી રૂપિયા પડાવતો હતો.

રીમાન્ડ પર રહેલો ધાર્મિક ગુજરાત સહિત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા તથા અન્ય રાજ્યના નાગરિકો સાથે પણ છેતરપિંડી કરી હોય તે અંગે તેની પૂછપરછ હાથ ધરાઇ છે. તેમજ નકલી PSI તરીકે ધાર્મિકે અમેરિકન નાગરિકો સાથે પણ છેતરપિંડી કર્યાનું ખુલ્યું છે.

જેમાં તેના પિતરાઇ મયંક બદીયાણીના રાજકોટ સ્થિત કોલ સેન્ટર પરથી અમેરિકાના નાગરિકોનાં મોબાઇલ નંબર પર એક મોબાઇલ ફોન પરથી 10 થી 15 હજાર લોકોને વોઇસ મેઇલથી રેકોર્ડિંગ મોકલતો હતો.

તેમાં સામેથી આ વોઇસ મેઇલ સાંભળી જણાવેલા અંકો ડાયલ કરવાથી કોલ ટ્રાન્સફર થઇ કોલ સેન્ટરમાં ફોન આવતો હતો.

અમેરિકાના નાગરિક સાથે આઇઆરએસનાં અધિકારી તરીકે વાત કરી ટેક્સ ભરવાનો બાકી છે, ટેક્સ નહિ ભરો તો એરેસ્ટ વોરન્ટ નીકળશે તેમ ડરાવી તેની પાસેથી બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા.

અમેરિકામાં તેમનો કોઇ માણસ હતો જે ત્યાંના બેંક એકાઉન્ટમાં રૂપિયા મેળવી તેના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરી લેતો હતો.

આ જ રીતે દિલ્હી સ્થિત પિતરાઇ ભાઇ મયંકના કોલ સેન્ટરમાંથી યુનાઇટેડ કિંગડમ (લંડન)નાં નાગરિકોને વોઇસ મેઇલથી રેકોર્ડિંગ મોકલ્યા બાદ સામેથી ફોન આવતા હતા.

તમારા નેશનલ ઇન્સ્યુરન્સ નંબર ઉપર ટેક્સચોરી, મની લોન્ડરિંગ અને ડ્રગ ટ્રાફિકિંગનાં ફ્રોડ થયા છે તેમ જણાવી ઓનલાઇન બેન્ક ટ્રાન્ઝેક્શન કરાવતો અને તે રૂપિયા યુકેના બેંક એકાઉન્ટમાં જમા થતા હતા. તે એકાઉન્ટ મયંકનો એક માણસ યુકેમાં રહીને ત્યાંના બેંક એકાઉન્ટ નંબર આપતો. તેમાં રૂપિયા જમા થતા તે રૂપિયાનું રોકડમાં રૂપાંતર કરી લઇ લેતો હતો.

ધાર્મિક સામે મોરબી એ ડિવીઝન અને અમદાવાદ સાયબર પોલીસ મથકમાં પણ બે ગુના નોંધાયેલા છે. તેમજ તીનપતી ગેઇમની કરોડોની ચીપ્સ મેળવી જેતપુર અને સૌરાષ્ટ્રમાં સંખ્યાબંધ સ્થળે છેતરપિંડી કરી છે. ત્યારે હાલ વધુ તપાસ રૂરલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ અજયસિંહ ગોહિલ ચલાવી રહ્યાં છે.

બેડેશ્વરમાં રહેતી નીલોફરને પતિએ માર મારતા રાજકોટની સિવિલમાં દાખલ: રાજકોટ પોલીસે કરી જામનગરની સીટી-બીને જાણ

0

જામનગરમાં રાજકોટની નવોઢા નિલોફરને પતિએ માર માર્યો

મહિલાને શરીરે મુંઢ ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૯. જામનગર બેડેશ્વરમાં કરબલા ચોકમાં રહેતી નિલોફર ઇરફાન રફાઇ (ઉ.વ.22)ને ગઇકાલે તેના પતિએ ઢીકાપાટુનો માર મારતાં પેટ શરીરે મુંઢ ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના વાલજીભાઇ નિનામાએ જામનગર બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી.

નિલોફરના સગાના કહેવા મુજબ તેણીના માવતર રાજકોટ દૂધ સાગર રોડ પરના મનહરપરામાં રહે છે.

તેણીની શાદી ચાર મહિના પહેલા જ ઇરફાન સાથે થઇ છે. ઇરફાન વેલ્ડીંગ કામ કરે છે. લગ્નના બે મહિના બાદ નિલોફરને ખબર પડી હતી કે પતિ મોબાઇલમાં કોઇ બીજા સાથે વાતો કરે છે.

આ બાબતે માથાકુટ થતાં તેણીને માવતરે લાવવામાં આવી હતી. થોડા દિવસ પહેલા જ સમાધાન કરીને તેડી જવાઇ હતી. ત્યાં ગઇકાલે પતિએ મારકુટ કરી હતી. તેમ જણાવાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બેડની નદીમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ સાંપડ્યો: પોલીસ પહોંચી

0

બેડની નદીમાં યુવાનનો મૃતદેહ સાંપડ્યો

નદીના વહેણમાં તણાઈ ને આવ્યો હોય તેવી આશંકા: સિક્કા પોલીસ સ્ટેશનને કબજો સંભાળી ઓળખ માટેની કાર્યવાહી હાથ ધરેલ છે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૨૯. જામનગર તાલુકાના બેડ ગામમાં આવેલી નદીમાંથી આજે સવારે કોઇ યુવાનનો મૃતદેહ નજરે પડતા આ અંગેની જાણ થતા સ્થાનિક લોકોએ પોલીસમાં જાણ કરી હતી.

જેના આધારે સીક્કા પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ હાથ ધરતા મૃતક 25 થી 35 વર્ષનો હોવાની અને પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યાના પ્રાથમિક તારણને આધારે મૃતદેહને પીએમ માટે મોકલવા તેમજ મૃતકની ઓળખ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.

ભાણવડ નજીક વિચીત્ર અકસ્માત : યુવાન બાઇક સાથે નદીમાં ખાબક્તા મોત.

0

ભાણવડ નજીક અકસ્માતે બાઈક સાથે નદીમાં ખાબકેલા યુવાનું મોત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક: જામનગર ખંભાળિયા: ભાણવડથી આશરે 16 કિલોમીટર દૂર ખંભાળિયા હાઈ-વે પર સાજડીયારી ગામ નજીકથી પસાર થતી એક નદીના પુલ પરથી મોટરસાયકલ પર જઈ રહેલા જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના કુડિયાગામ સાથે રહેતો રવિ સુરેશભાઈ મકવાણા નામનો 23 વર્ષનો યુવાન સાંજના સમયે અકસ્માતે પુલ ઉપરથી પોતાની મોટરસાયકલ સાથે નદીના પાણીમાં ખાબક્યો હતો. જેના કારણે તેમનું કરુણ મૃત્યુ નીપજયું હતું.

આ બનાવની જાણ મૃતકના પિતા સુરેશભાઈ બેસરભાઈ મકવાણા (ઉ.વ. 45, રહે. કુડિયાગામ)એ ભાણવડ પોલીસને કરતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

જામનગર સહિત સૌરાષ્ટ્રની 110 શાળા અને 16 હોસ્પિટલને લાગશે સીલ.

0

જામનગર સહિત સૌરાષ્ટ્રની 110 શાળા અને 16 હોસ્પિટલને લાગશે સીલ.

હાઇકોર્ટના કડક વલણથી સરકારી તંત્રમાં દોડધામ…

બાળકોની સેફટીના મુદે હાઈકોર્ટ ખફા છે.! કોઈ બાંધછોડ કરવા માંગતી નથી: સાથે સરકાર પણ ચિંતિત છે.ગુજરાત રાજ્યના ચીફ ફાયર ડાયરેક્ટર કે.કે બિશ્નોઇએની સુચના પગલે રિજિયનલ ફાયર ઓફિસર અનિલ મારુ આવ્યા એકશનમાં..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : ૨૯. જામનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્ર – કચ્છની 19 નગરપાલિકાની 110 ખાનગી શાળા અને 16 ખાનગી હોસ્પિટલને સીલ મારવા અંગેની કાર્યવાહી કરવા રાજ્યના ફાયર ડાયરેક્ટ કે.કે બિશ્નોઇ દ્વારા રિજનલ ફાયર ઓફિસ રાજકોટને સુચના આપતા સીલ મારવાનો હુકમ કરવામાં આવ્યો છે.

આ તમામ શાળાઓ અને હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો તો નથી જ આ ઉપરાંત જે – તે સમયે શાળા- હોસ્પિટલ શરૂ કરવા માટે લેવામાં આવતી પરવાનગી પણ લીધી નથી . 19. નગરપાલિકાની ખાનગી શાળા અને 16 ખાનગી હોસ્પિટલને અવાર – નવાર નોટિસ આપવામાં આવી હતી.

આ તમામ શાળા – હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો જ નથી તેમજ શાળા- હોસ્પિટલ કોઈપણ જાતની NOC વગર શરૂ કરી દેવામાં આવી છે.

અંતે રાજકોટ રિજનલ ફાયર ઓફિસ દ્વારા સીલ મારવાનો હુકમ કરાયો છે. રાજકોટ ઝોનની દ્વારકા ગાંધીધામ ,ગોંડલ , જામજોધપુર જસદણ , જેતપુર , કાલાવડ , કુતિયાણા , મોરબી , ઓખા , પોરબંદર , રાણાવાવ , રાપર , ઉપલેટા , ભચાઉ , ભુજ , ધોરાજી , ધ્રોલ અને સિક્કા નગરપાલિકાની 110 ખાનગી શાળા અને 16 ખાનગી હોસ્પિટલમાં આજે સીલ કરાશે.

રિજિયનલ ફાયર ઓફિસર અનિલ મારુએ જણાવ્યું હતું કે , 110 ખાનગી શાળા અને 16 ખાનગી હોસ્પિટલને ફાયર સેફ્ટીના અભાવે તેમજ NOC વગર ધમધમતી શાળા – હોસ્પિટલને સીલ કરાશે.

હાલ હાઇકોર્ટના કડક વલણ ને લઇ રાજ્યની ફાયર શાખાઓ એક્શનમાં આવી રહી છે જેના પગલે સ્કૂલ/ હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

લાખોટા મ્યુઝિયમ પર વીજળી પડતા 22 લાખથી વધુનું નુકસાન : સ્ટ્રક્ચર-લાઇટ સહિતના ઉપકરણો થયા ડેમેજ

0

લાખોટા મ્યુઝિયમ પર વીજળી પડતા 22 લાખથી વધુનું નુકસાન નોં અંદાજ..

શનિવારે બપોરે 2:58 કલાકે વિજડી પડ્યાનો બનાવ.

ઈલેક્ટ્રીક લાઈટ,કેબલ અને સાઉન્ડને રૂપિયા ૧૭ લાખ જેવું નુકસાનનો તેમજ સ્ટ્રક્ચર પણ ધાણું ડેમેજ થયું છે.

સાઉન્ડ છના એમ્પ્લીફાયર, CCTV  કેમેરા થયા જમીન દોષ.

લાખોટા મ્યુઝિયમના સ્ટ્રક્ચર ડેમેજ થતા પ લાખ જેવું નુકસાન થયું છે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : ૨૭. જામનગરમાં શહેરમાં શનિવારે બપોરે વીજળીના કડાકા-ભડાકા સાથે અતિ વરસાદ પડતા શહેરની શાન સમા લાખોટા મ્યુઝિયમ પર બપોરે ત્રણ વાગ્યાના અરસામાં વીજળી પડતાં ભારે નુકસાન થવા પામ્યું છે.

જામનગર શહેરમાં વીજળી પડવાના ઘણા બનાવો સામે આવે છે તેમાં ખાસ કરીને ટીવી, ફ્રીજ, ઘરઘંટી કૅમેરા જેવી અનેક ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઉડી જવાની ફરિયાદ લોકોમાં ઉઠતી હોય છે. પરંતુ શનિવારે ગાજવીજ સાથે પડતાં વરસાદને કારણે જામનગરના લાખોટા મ્યુઝિયમ પર વીજળી પડતા ઘણું નુકસાન થવા પામ્યું છે સાથોસાથ મ્યુઝિયમમાં લાગેલ એમ્પ્લીફાયર ,સીસીટીવી કેમેરા, લાઈટ તથા ઘણું ખરું સ્ટ્રક્ચર ડેમેજ થવા પામ્યું છે લાખોટા મ્યુઝિયમને 22 લાખ વધુ નુકસાન થયું હોવાનું અંદાજે મનાઈ રહ્યું છે.

દેશ દેવી ન્યુઝે જામનગર મહાનગર પાલિકાના પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ ઓફિસર ભાવેશભાઈ જાનીનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે મ્યુઝિયમને વીજળીથી બચાવા માટે બંને બાજુ ત્રાંબાના એરીસ્ટર હોવાના કારણે નુકસાની ઓછી થઈ બાકી લાખોટા મ્યુઝિયમની આખી સિસ્ટમ બળીને ખાખ થઈ જાત.

હાલ તો લાખોટા મ્યુઝિયમનું પરથી ખાટ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

સસ્પેન્ડેડ પોલીસ દ્વારા ચાલતા જુગાર પર પોલીસ ત્રાટકી : ૨ મહિલાઓ સહિત ૭ ની ધરપકડ

0

ખંભાળિયામાં સસ્પેન્ડેડ પોલીસ દ્વારા ચાલતા જુગાર પર પોલીસ ત્રાટકી : બે મહિલાઓ સહિત સાતની ધરપકડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૨૭.ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા રાત્રિના અઢી વાગ્યે ચોક્કસ બાતમીના આધારે અહીંના શ્રીજીસાનિઘ્ય સોસાયટીની પાછળના ભાગે પિયુષ રસિકલાલ બગડાઈ નામના એક આસમીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો.

ઉપરોકત શખ્સ દ્વારા પોતાના કબજા- ભોગવટાના રહેણાંક મકાનમાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે જુગાર રમવાના સાધનો પૂરા પાડી, તેના બદલામાં ચોક્કસ રકમ ઉઘરાવી અને ગંજીપત્ત્મા વડે રમતા જુગારમાં પોલીસે માંઝા ગામના સુરા રાજા કારીયા, દેવા ખીમા જામ, કરણસિંહ અજીતસિંહ વાઘેલા, પ્રવીણ સવજીભાઈ નકુમ, મેમુનાબેન મહંમદ ઉમરભાઈ રૃંજા અને રંજનબા અજીતસિંહ વાઘજીભીને ઝડપી લીધા હતા.

પકડાયેલા આ પતાપ્રેમીઓ પાસેથી પોલીસે કુલ 53,700 ની રોકડ રકમ તથા રૂપિયા 11 હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન તથા રૂપિયા 1.10 લાખની કિંમતની ત્રણ મોટરસાયકલ મળી કુલ રૂપિયા 1,74,700 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ 4-5 મુજબ ધોરણસર કાર્યવાહી કરી હતી.

વધુમાં જાણવા મળતી વિગત મુજબ જેના મકાનમાં જુગાર દરોડો પાડવામાં આવ્યો હતો, તે પિયુષ બગડાઈ અહીં ઍ.ઍસ.આઈ. તરીકે અગાઉ ફરજ બજાવતા હતા અને થોડા સમય પૂર્વે ચોક્કસ કારણોસર જિલ્લા પોલીસ વડા દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.