Tuesday, October 13, 2026
Home Blog Page 330

ધાર્મિક સ્થાનકમાં આગ લગાડવાનું કૃત્ય આચરનાર કૌટુંબિક કાકા સામે નોંધાયો ગુનો.

ખંભાળિયાના ધાર્મિક સ્થાનકમાં આગ લગાડવાનું કૃત્ય આચરનાર સામે ગુનો.

કૌટુંબિક કાકા નું કૃત્ય.. તહેવાર ટાણેજ ઘટના બનતા લોકોમાં રોષ..

વહેલી સવારે તાળુ તોડી આગચંપીનો સમગ્ર બનાવ સીસીટીવીમાં થયો હતો કેદદેશ દેવી ન્યુઝ નેટવર્ક o૬.ખંભાળીયાના રાવલ ચોક ખાતે આવેલા કછટીયા પરિવારના કુળદેવી સિંધવી સિકોતેર માતા તથા વડેચી માતાનું મંદિરમાં કથિત વિકૃત શખ્સ મંદિરનો દરવાજાનો તાળું તોડી પ્રવેશ કરીને આગ ચંપીના બનાવમાં પોલીસે શખ્સ સામે ગુનો નોંધ્યો છે.

આ બનાવે શહેર માં ભારે ચકચાર જગાવી છે.

જાણવા મળતી વિગત અનુસાર ખંભાળિયામાં રહેતા જેન્તીભાઈ કછટીયાએ પોલીસમાં જેઠાભાઇ દામાભાઇ કછેટીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે , તા .5 ના સવારે તેઓ ઘરે હોય ત્યારે કૌટુંબિક કાકા ગોપાલભાઈ કછટીયાએ ઘરે આવીને જણાવ્યુ હતુ કે સતવારાના ચોરા પાસે કુળદેવીના મંદિરમાં આગ લાગેલ છે.

તેમ જણાવતા ફરિયાદી જેન્તીભાઈએ તુર્તજ આગેવાનો જતીન હરિભાઈ કછટીયા , શૈલેષભાઈ , દિલીપભાઈ વિગેરે દોડી ગયા હતા , ત્યાં પહોંચી જોતા મંદિરમાં ફણાને કેરોસીન છાંટી સળગાવ્યા હોવાનુ જણાઇ આવ્યુ હતું.

આથી પોલીસે સીસીટીવી ચેક કરાતા તેમાં ધરમપુર ખાતે રહેતા કૌટુંબિક આરોપી કેદ થયા હતા.

આથી પોલીસે ફરીયાદના આધારે જેઠા દામાભાઈ કછટીયા સામે આગ લગાડીને ધાર્મિક લાગણી દુભાય તેવુ કૃત્ય આચરવા અંગે તેમજ નુકશાન મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે .

નાના થાવરિયામાં જુગારની મહેફીલ ઉપર LCB ત્રાટકતી : બે મહિલા સહિત નવ શખ્સો ઝડપાયા.

0

નાના થાવરિયામાં જુગારની મહેફીલ ઉપર ત્રાટકતી એલસીબી: બે મહિલા સહિત નવ શખ્સો ઝડપાયા.

રૂા.1,36,250 ની રોકડ અને ત્રણ વાહનો સહિતનો રૂા.9,36,250 નો મુદ્દામાલ કબ્જે.દેશ દેવી ન્યુઝ નેટવર્ક oપ.જામનગર: જામનગર તાલુકાના નાના થાવરિયા ગામની સીમમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન નવ શખ્સોને રૂા.1,36,250ની રોકડ રકમ અને 8 લાખની કિંમતના 3 વાહનો સહિત રૂા.9,36,250 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર તાલુકાના નાના થાવરિયા ગામની સીમમાં ખાચરિયાના પાટીયા પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાડાતો હોવાની એલસીબીના યશપાલસિંહ જાડેજા અને હરદીપ ધાંધલને મળેલી બાતમીના આધારે સ્ટાફે રેઈડ દરમિયાન નવલસિંહ ભીખુભા જાડેજા, જીજ્ઞેશ મનસુખ દેવમુરારી, રમેશ બચુભાઈ કરંગીયા, હરીશ જસમત ભેંસદડીયા, ખોડુ વીરજી ગજેરા, રમેશ બચુ મારકણા, પરજીતસિંહ ઉમેદસિંહ કંચવા અને બે મહિલા સહિતના નવ શખ્સોને ઝડપી લીધા હતાં.

તેમજ એલસીબીની ટીમે રેઈડ દરમિયાન રૂા.1,36,250 ની રોકડ રકમ અને 8 લાખની કિંમતના ત્રણ વાહન સહિત કુલ રૂા.9,36,250 નો મુદ્દામાલ કબ્જે કરી નવ શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ માટે પંચ એ પોલીસ સ્ટેશનને સોંપી આપ્યા હતાં.

જામનગરના પુનીતનગરમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણત્રીના દિવસોમાં ઉકેલી નાખતી સીટી બી-સર્વેલન્સ સ્ક્વોડ

0

જામનગરમાં ઘરફોડ ચોરી કરનાર ઇસમને ગણત્રીના દિવસોમાં ઝડપી લેતી ‘સીટી બી-સર્વેલન્સ સ્ક્વોડ’

આરોપી શખસ રાકેશ કારાભાઈ મેરની ધરપકડ : રૂા.2.31 લાખ રોકડા પણ જપ્ત કર્યા.તા.02/10/2021ના પુનીતનગર, મહેશ્વરીવાસ, ખીમજીભાઈના મકાનમાંથી ચોરેલ હોવાની કબુલાત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૦પ. જામનગરના ગાંધીનગર મોમાંઈ નગર શેરી નંબર 3 ના છેડે પુનિત નગર ખાતે મહેશ્વરી વાસમાં રહેતા ખીમજી જેઠાભાઇ આયડીના રહેણાંક મકાને ગત તારીખ 1 ના રાત્રીના કોઈ પણ સુમારે ઘરનો દરવાજો કોઇ અજાણ્યા શખ્સોએ ખોલી અંદર પ્રવેશીને અભેરાઈ પર ડબ્બામાં રાખેલા રોકડ રૂપિયા બે લાખ છત્રીસ હજાર પાંચસો ચોરી કરીને લઇ ગયા હતા.

ખીમજીભાઇ દ્વારા અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા સીટી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. ફેઝલભાઇ ચાવડા તથા ક્રિપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. કિશોરભાઇ પરમાર ને ચોકકસ સયુંક્ત બાતમી રાહે હકીકત મળેલ કે,

જે હકીકત આધારે વોચ ગોઠવી આરોપી રાકેશ કારાભાઈ મેર જાતે કોળી ઉવ.20 ધધો કડીયાકામ રહે. માતૃ આષીશ સોસાયટી, ટી.બી.હોસ્પીટલ પાછળ, ખોડીયાર પાન વાળી ગલી, શેરી નં 5, જામનગર વાળો પોતાના હાથમા થેલી લઇને નીકળતા જેમાં જોતા રોકડા રુપીયા ગણી જોતા 2,31,000 હોય જે રોકડા રૂપીયા બાબતે પુછતા પ્રથમ આડી અવળી વાતો કરી બાદમાં યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ગત તારીખ 02/10/2021 ના પુનીતનગર, મહેશ્વરીવાસ ખીમજીભાઈના મકાનમાંથી ચોરેલ હોવાનુ કબુલાત આપતા મજકુર આરોપી પાસેથી ચોરીમાં ગયેલ રોકડા રૂપીયા 2,31,000/- રીકવર કરેલ છે.

સદરહું ગુન્હાના કામે કોવીડ-19 ના કામે કોરોના ટેસ્ટ કરાવી આ ગુન્હાના કામે અટક કરવા પર બાકી રાખેલ છે.

આ કામગીરીમાં પો.ઈન્સ.શ્રી કે.જે,ભોયે તથા પો.હેડ કોન્સ. શોભરાજસિંહ જાડેજા, રવીરાજસિંહ જાડેજા, રાજેશભાઈ વેગડ, ક્રિપાલસિહ જાડેજા તથા રવીન્દ્રસિંહ જાડેજા, ફૈેઝલભાઇ ચાવડા તથા પો.કોન્સ શિવભદ્રસિહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા. હરદીપભાઇ બારડ, કિશોરભાઈ પરમાર, દેવેનભાઇ ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ છે.

ગાંધીનગરમાં ગે.કાયદેસર દિવાલ તોડી પાડવા પ્રકરણમાં દંપતી પહોંચ્યું એસ્ટેટ ઓફિસરના ઘરે : થઈ દોડધામ..

0

જામનગરના ગાંધીનગરમાં દબાણ દૂર કરવા ગયેલા એસ્ટેટ અધિકારી પર હુમલાનો પ્રયાસ પ્રકરણમાં નવો વણાંક : દંપતી પહોંચ્યું એસ્ટેટ ઓફિસરના ઘરે.. એસ્ટેટ ઓફિસર નિલેશ દીક્ષિત દ્વારા પોતાના મકાનમાં કરેલ ગેરકાયદે દબાણ દૂર કરો.. દંપતીનો આક્ષેપ..

એસ્ટેટ ઓફિસરના ઘરે દંપતી પહોચતા મનપાના કર્મચારીની ફોજ દોડી..પરિવારમાં દોડધામ મચી ગઇ..

ઘટનાસ્થળે પોલીસ પહોંચી જતા દંપતીને પોલીસ સ્ટેશન લઈ જવાયું : પોલીસની સમજાવટ બાદ હાલ મામલો થાળે.

જામનગરમાં ગાંધીનગર પાછળ આવેલા મેહુલ પાર્ક વિસ્તારમાં જાહેરમાર્ગ બનાવેલ દિવાલ બની કારણભૂત..નવાજૂનીના એંધાણ

દેશી ન્યુઝ નેટવર્ક o૪. જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલા મનપાના એસ્ટેટ અધિકારી પર એકસ આર્મીમેન દ્વારા હુમલાનો પ્રયાસ કરાયો હતો તે સંદર્ભ દંપતી વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલ હતી

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જામનગરના ગાંધીનગર વિસ્તારના મેહુલ પાર્કમાં જાહેર માર્ગ પર બનાવેલ દિવાલ એસ્ટેટ વિભાગે ત્રણ મહિના પૂર્વે દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી .

આ સમયે આસામીએ 15 દિવસમાં દિવાલ સ્વેચ્છાએ દૂર કરવાની ખાતરી આપી હતી . જેને ત્રણ મહિના થવા છતાં આસામીએ દિવાલ દૂર કરી ન હતી . આથી મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી નિલેશ આર. દિક્ષીત સ્ટાફ સાથે મંગળવારે સાંજે દિવાલ દૂર કરવા સ્થળ પર ગયા હતાં.

દિવાલ તોડવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે દિવાલ બનાવનાર એકસ આર્મીમેન ધસી આવ્યા હતાં અને અધિકારી પર હુમલાનો પ્રયાસ કર્યો આટલું ન જ નહીં પથ્થરમારો કરતા દબાણદૂર કરનાર એસ્ટેટ વિભાગના કર્મચારીઓમાં ભારે દોડધામ મચી ગઇ હતી આ બનાવ અંગે એસ્ટેટ અધિકારી ફરિયાદ કરવા સીટી બી ડીવીઝન દોડી ગયા હતાં

આ બનાવે શહેરભરમાં ભારે સારી એવી ચર્ચા જગાડી હતી પરંતુ આજરોજ દંપત્તિ એસ્ટેટ ઓફિસર નિલેશ દીક્ષિતના ઘરે પહોંચતા દોડધામ મચી જવા પામી છે. આ બનાવથી મ્યુ. કોર્પો.માં ભારે ચર્ચા જાગી છે. હાલ દંપતી વિરુદ્ધ અટકાયતી પગલા લીધા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળેલ છે.

જાહેર રજાના દિવસે ચાલતી મોદી સ્કૂલને ABVP ના કાર્યકરોએ બંધ કરાવતા સર્જાય બબાલ: મામલો પહોંચ્યો પોલીસ મથક

0

જાહેર રજાના દિવસે સ્કુલ ચાલતી હતી ત્યારે ABVP દ્વારા હંગામો મચાવવામાં આવ્યો

વિવાદીત મોદી સ્કુલ બંધ કરાવવાના પ્રકરણમાં ABVP ના 6 કાર્યકરોની અટક કરાઇ..

સ્કુલ સંચાલકોએ જેના વિરુદ્ધ અરજી આપી તે પણ વિદ્યાર્થી હોય… ભારે રાજકીય દબાણ હેઠળ ગુનો “ન” નોંધાયો..?

શાળા સંચાલક દ્વારા પોલીસમાં અરજી કરાઈ હતી. દેશ દેવી ન્યુઝ નેટવર્ક O4.જામનગર શહેરની મોદી સ્કુલમાં 2 ઓકટોમ્બરના રજાના દિવસે શૈક્ષણિક કાર્ય ચાલુ હોય ત્યારે એબીવીપીના કાર્યકરોએ સ્કુલમાં હંગામો મચાવીને વિદ્યાર્થીઓને છોડી મુકી એક કલાક સુધી ભયનો માહોલ પેદા કર્યો હતો તેવી સ્કુલ સંચાલકોએ આપી અરજી. આ ચકચારી પ્રકરણમાં ધૂંધવાયેલા શાળા સંચાલકોએ પોલીસમાં એબીવીપીના કાર્યકરોની ગુંડાગર્દી વિરૂધ્ધ પોલીસમાં અરજી આપી પગલા લેવા વિનંતી કરતા પોલીસે પણ મામલાની ગંભીરતાને ધ્યાને લઇ એબીવીપીના કહેવાતા ૬ કાર્યકરોની અટક કરતા રાજકીય મામલો ગરમાયો છે.

શહેરના શરૂસેકશન રોડ પર આવેલી મોદી સ્કુલમાં ધો .10 અને 12 ના છાત્રોનું શૈક્ષણિક કાર્ય તા . 2 ઓકટોમ્બર ગાંધી જયંતિના દિવસે ચાલુ હતું ત્યારે બપોરના 12.45 ની આસપાસ મુકવામાં એબીવીપીના કાર્યકરો ત્યાં પહોચી ગયા હતાં અને ગેઇટ બંધ કરી હંગામો મચાવી દીધો હતો . જેના કારણે સ્કુલમાં વિદ્યાર્થીઓ અત્યંત ડરી ગયા હતાં.એક કલાક સુધી ચાલેલી માથાકૂટ બાદ સ્કુલમાંથી વિદ્યાર્થીઓને છોડી આવ્યા હતાં, પરંતુ સ્કુલમાં જે રીતે હંગામો થયો અને છાત્રો ડરી ગયા બાદ શાળા સંચાલકોએ કહેવાતા કાર્યકરો વિરૂધ્ધ પોલીસમાં અરજી આપી પગલા લેવાની માંગણી કરી હતી.

જે અનુસંધાને ભારે રાજકીય દબાણ આવ્યું હતું , છતાં પણ પોલીસે ગુનો ન નોંધી તમામ કહેવાતા એબીવીપીના કાર્યકરો દિવ્યરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા આશીષ હુકમસિંહ પાટીદાર , કુશાલ પ્રકાશભાઇ , રૂત્વિક યોગેશભાઇ જયદેવસિંહ વિકમસિંહ અને હર્ષવધન મોહનભાઇ સામે કલમ 151 મુજબ અટકાયતી પગલા લેવામાં આવ્યા હતાં.
બનાવે સારી એવી ચકચાર જગાવી છે .

જામનગરમાં પોલીસ કોન્સટેબલ પર ગુલાબનગરના ૪ શખસોનો સરાજાહેર હુમલો: ચકચાર

0

જામનગરમાં પોલીસ કોન્સટેબલ પર ચાર શખસોનો સરાજાહેર હુમલો..

કેમ નોકરી કરો છો જોઇ લઇશ.. તેમ કહી ફરજમાં રૂકાવટ કરી..

એસ.ટી રોડ પર પાર્કીંગમાં અડચણરૂપ વાહન દૂર કરતી વેળાએ સર્જાય બબાલ.. પોલીસ બેડામાં ચકચાર

દેશ દેવી ન્યુઝ નેટવર્ક o૪ શહેરમાં પોલીસ ઉપર વધતા જતા હુમલાના બનાવો હવે આમ વાત થઈ ગઈ છે તેવામાં વધું એક બનાવ સામે આવ્યો છે.

જામનગરમાં પોલીસ કોન્સટેબલ પર ચાર શખસોએ સરાજાહેર હુમલો કરતા ચકચાર જાગી છે. એસ.ટી રોડ પર પાર્કીંગમાં અડચણરૂપ વાહન દૂર કરતા કેમ નોકરી કરો છો જોઇ લઇશ તેમ કહી ચારેય શખસોએ હુમલો કર્યો હતો.

બનાવ અંગે પોલીસે ચારેય શખસો સામે હુમલો , ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ટ્રાફીક શાખામાં અનાર્મ પોલીસ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા નીતીન મોહનદાસ ટીલાવત તા .2 ના પોતાની માર્ગોમાં પાર્કીંગમાં અડચણરૂપ થ્રી વ્હીલ વાહનો દૂર કરવાની ફરજ પર હતાં ત્યારે રાત્રીના 8 વાગ્યાની આસપાસ એસ.ટી રોડ પર ,દિગ્ઝામ શોરૂમ પાસે વાહનો દૂર કરવાની કામગીરી કરી રહ્યા હતાં .

આ દરમ્યાન ગુલાબનગરમાં રહેતા નદીમશા મિલાલશા શાહમદાર , અકબરશા મિલાલશા શાહમદાર , અહદશા શબ્બીરભાઇ શાહમદાર , હનીફ શબ્બીરભાઈ શાહમદારે પોલીસ કોન્સટેબલબનેલો બનાવ નીતીનભાઈને તમે કેવી રીતે નોકરી કરો છો તે જોઇ લઇશું તેમ કહી ધમકી આપી ગાળો ભાંડી નીતીનભાઇ પર હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો.

બનાવ અંગી નીતીનભાઇએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય શખસો સામે હુમલો , ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પોલીસ ઉપર થયેલા હુમલાનાં પગલે પોલીસ બેડામાં  સારી એવી ચર્ચા જગાડી છે

ભારતના ૭૫ વર્ષ પુરા થયા તે નિમીતે ૭૮ વિધાનસભામાં મહા-રક્તદાન કેમ્પ યોજાયો.

0

વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમીતે ૧૭ સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર સેવાકીય કાર્યો..

ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા હી સંગઠનના કાર્યક્રમનું સંચાલન આજનો રક્તદાન કેમ્પ રાખેલો છે. દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૦૩. આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત ભારતના ૭૫ વર્ષ પુરા થયા તેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા 78 વિધાનસભામાં મહારક્તદાન કેમ્પ નું આયોજન કરેલ જેમાં પૂર્વ મંત્રી ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અધ્યક્ષ વિમલભાઈ કગથરા મેયર બીનાબેન કોઠારી શહેર મંત્રી વિજય સિંહ જેઠવા યુવા મોરચાના વિરલ બારડ, કિશન વઢવાણા, સુરપાલસિંહ વાળા, વિપુલ ધવડ સંગઠનના હોદ્દેદારો વિવિધ મોરચાના પ્રમુખ મહામંત્રી કોર્પોરેટર સુભાષભાઈ જોશી પરાગભાઈ પટેલ પૃથ્વીરાજસિંહ ઝાલા આશિષભાઈ જોશી મુકેશભાઈ માતંગ પાર્થ ભાઈ જેઠવા પન્નાબેન મારફતિયા અલકાબા જાડેજા ઉપસ્થિત રહ્યા.

જામનગરના ઠેબા પાસેથી ગાંજાની હેરાફેરી કરતી મહિલાને ઝડપી લેતી SOG

0

જામનગરના ઠેબા પાસેથી ગાંજાની હેરાફેરી કરતી મહિલાને ઝડપી લેતી એસ.ઓ. જી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૦૩.જામનગરના ઠેબા નજીકથી પોલીસે ગાંજાની હેરાફેરી કરતી સિક્કાની મહિલાને એક કિલો ગાંજા સાથે ઝડપી લીધી છે.

જામનગર એસઓજીને મળેલી બાતમીના આધારે જામનગર નજીકના ઠેબા ગામ પાસે વોચ ગોઠવવામાં આવી હતી.

જે દરમિયાન કબ્રસ્તાન સામેના રોડ પર એક મહિલાની શંકાસ્પદ હિલચાલ જણાતા પોલીસે મહિલાને અટકાવી તેની તલાશી લેતા તેણીના કબજામાંથી રૂા.71,350ની કિંમતનો 6 કિલો 100 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.

આથી પોલીસે એનડીપીએસ એકટ હેઠળ મહિલા સામે ગુન્હો નોંધયો હતો. પુછપરછ દરમિયાન આ મહિલા સિક્કાની હોવાનું બહાર આવ્યું છે.

આ કાર્યવાહી એસઓજી પીઆઇ એસ.એસ.નિનામા પીએસઆઇ આર.વી.વિંછી તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

કાલાવડના ટોડા ગામે ‘મીથુને’ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા

0

કાલાવડના ટોડા ગામે ‘મીથુને’ ગળેફાંસો ખાઇ કરી આત્મહત્યા

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: oર. કાલાવડ તાલુકાના ટોડા ગામમાં રહેતા ખેડૂત હેમતસિંહ નટુભા જાડેજા ની વાડી માં રહીને ખેત મજૂરી કામ કરતા મૂળ દાહોદના વતની મિથુન આદિવાસી નામના 35 વર્ષના એક યુવાને ગઈકાલે વાડીમાં આવેલા આંબલીના ઝાડ ની ડાળી માં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.

આ બનાવ અંગે વાડી માલિક હેમતસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને મૃતદેહને નીચે ઉતારી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.

મૃતક શ્રમિક યુવાન માત્ર દોઢ મહિના પહેલાં જ પોતાના વતનથી ટોડા ગામે આવ્યો હતો, અને ખેત મજૂરી કામ કરતો હતો. તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના નાગર ચકલામાં બાલ્કનીમાંથી અકસ્માતે નીચે પટકાના વૃઘ્ધનું મોત

0

જામનગરના નાગરચકલામાં બાલ્કનીમાંથી અકસ્માતે નીચે પટકાના વૃઘ્ધનું મોત

દેશ દેવી ન્યૂઝ નેટવર્ક જામનગર oર. જામનગરમાં હવાઈ ચોક નજીક નાગર ચકલા વિસ્તારમાં જોઈશર ટાવર એપાર્ટમેન્ટના બીજા માળે રહેતા પ્રદીપભાઈ બાલાભાઇ વીસાણી નામના 60 વર્ષના બુઝુર્ગ ગઈકાલે રાત્રે નવેક વાગ્યાના અરસામાં પોતાના ફ્લેટની બાલ્કનીમાં ઉભા હતા

જે દરમિયાન અકસ્માતે બાલ્કનીમાંથી નીચે પટકાઈ પડતાં તેઓને ગંભીર હાલતમાં સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.

જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નિપજયું છે. આ બનાવ અંગે મૃતકના પુત્ર મોહિત પ્રદીપભાઇ વિસાણી એ પોલીસને જાણ કરતાં સીટી-એ ડિવિઝનના મહિલા પીએસઆઇ વી.કે રાતિયા ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.