Tuesday, October 13, 2026
Home Blog Page 328

પ્રેમસંબંધનો આક્ષેપ કરી યુવાનને ચાર શખસોએ ઢીંબી નાખ્યો.

0

ભાણવડ પંથકના મોરઝરમા કથિત પ્રેમસંબંધનો આક્ષેપ કરી યુવાન ઉપર હુમલો: ચાર સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૪. ખંભાળિયા : ભાણવડ તાલુકાના મોરઝર ગામે રહેતા જીગરભાઇ ભીખુભાઇ કદાવલા નામના 27 વર્ષના સગર યુવાન ગત તારીખ 1રના રોજ રાત્રીના અગિયાર વાગ્યે આ ગામની ગરબીમાં ગયા હતા. ત્યારે આ જ વિસ્તારના રહીશ વિમલ ઉર્ફે ગુગો જેમૈયાભાઇ પરમાર, કમલેશભાઇ ઉર્ફે કલો બુધાભાઇ રાઠોડ, હિરેન પરમાર અને કૌશિકભાઇ બગડા નામના ચાર શખ્સોએ આ વિસ્તારના રહીશ એવા એક આસામીની પુત્રી સાથે પ્રેમસંબંધ રાખવા અંગેનું પુછતા ફરીયાદી જીગરભાઇએ ના કહી હતી.

જે બાબતે બોલાચાલી કરી, આરોપીઓએ જીગરભાઇને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત તેમને ફેકચર સહિતની ઇજાઓ પહોંચાડી હતી.

આ બનાવ અંગે ભાણવડ પોલીસે ચારેય શખ્સો સામે આઇ.પી.સી. કલમ 325, 323, 504, 506(2), 114 તથા જી.પી.એકટની કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મેલીવિધાના ચકકરમાં પરણીતાને બેફામ માર મારતા હત્યા: ભૂવા સહિત પાંચ શખ્સની સંડોવણી.

મેલીવિધાના ચકકરમાં અમાનુષી માર મારતા ભોગગ્રસ્તે દમ તોડ્યો.

મૃતકને જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે પેનલ પોસ્ટમોર્ટમ માટેનીની કાર્યવાહી..

દ્વારકાના ઓખામઢીમાં મેલુ કાઢવા બેફામ માર મારી પરિણીતાની હત્યા પરિજન , ભૂવા સહિત પાંચેક શખસોની સંડોવણી.

વહેલી સવારે આચર્યુનિર્દયી કૃત્ય : અંધશ્રદ્ધા માં ૨૫ વર્ષીય મહિલાએ જીવ ગુમાવ્યો..

મેલુ કાંડમાં રમીલાબેન વાલાભાઇ સોલંકી નામની મહિલાને સળીયા ગરમ કરી ડાંમ દીધા હોવાનું જાણવા મળેલ છે.

ત્રણ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી.. અરેરાટી..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક : ૧૪. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામઢી ગામે મેલી વિધાના ચકકરમાં પરોઢીયે પરિણીતાને સાંકળ અને ધોકા વડે બેફામ મારી ડામ દઈ અમાનુષી હત્યા નિપજાવવામાં આવી હોવાનો બનાવ સામે આવતા હાલારભરમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.મૃતકના પરીવારજન સહિત પાંચેક વ્યકિતની સંડોવણી ખુલતા પોલીસે વિધિવત હત્યાનો ગુનો નોંધવા તજવિજ હાથ ધરીછે.

દેવભૂમિ દ્વારકા સહિત હાલારભરમાં ભારે અરેરાટીપ્રસરાવનારા બનાવની જાણવા મળતી વિગત અનુસાર દ્વારકાના ઓખા મઢી ગામે એક ધર્મસ્થાન પાસે વહેલી સવારે રમીલાબેન વાલાભાઈ સોલંકી ( ઉ.વ. 25 ) નામની પરિણિતાને મેલુ કાઢવા માટે તેના પરીવારજન અને ભૂવાઓ સહિતના સાંકળ અને ઘોકા વડે માર મારી શરીરે ડામ દેતા શરીરે ગંભીર ઇજાઓ થતા રમીલાબેનએ દમ તોડયો હતો . આથી આ બનાવ હત્યામાં પલટાયો હતો . આ બનાવની જાણૢ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબજો સંભાળી તેને પોષ્ટમોર્ટમ અર્થે સ્થાનિક હોસ્પીટલમાં ખસેડયો હતો.

બીજી બાજુ પ્રાથમિક પોલીસ તપાસમાં હત્યાના બનાવમાં અમુક પરીવારજનોની પણ સંડોવણી સામે આવતા પોલીસે પાંચેક લોકો સામે હત્યાનો ગુનો નોંધવા માટે તજવિજ હાથ ધરી છે.

બીજી બાજુ મેલી વિધાના ચકકરમાં એક પરિણિતાની અમાનુષી હત્યાના બનાવના પગલે દ્વારા સહિત હાલારભરમાં ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે.

ક્રૂર હત્યાના આ બનાવમાં મૃતકના પરીવારના ભૂવાઓની સંડોવણી હોવાનુ જાણવા મળ્યુ છે.રાત્રે પાંચેક લોકો સામે નામજોગ ફરીયાદ નોંધાઇ રહી છે .

રેલવે કર્મચારીની સગર્ભા પત્નીનો પુત્ર સાથે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત.

0

જામજોધપુરમા રેલવે કર્મચારીની સગર્ભા પત્ની નો પુત્ર સાથે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૩. જામનગર: જામનગર જિલ્લાનાજામજોધપુરમા રેલવે કર્મચારીની સગર્ભા પત્ની એ એક પુત્ર સાથે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધાનુ જાણવા મળ્યુ છે જે અંગે પોરબંદર રાજકોટ રૂટની ટ્રેન ના યાર્ડ પાસેના ટ્રેક ઉપર જીંદગી ટુકાવતા અરેરાટી અને કરૂણતા સભર રહસ્ય સર્જાયુ છે.

જામ-જોધપુર માર્કેટિંગ પાર્ડ સામેથી પસાર થયેલ ટ્રેનમાં માતા પુત્રએ છલાંગ લગાવી મોતની સોડ તાણી લીધી છે અને બંનેના કમકમાટીભર્યા મૃત્યુ થયા છે આ મરણ જનારના પતિ રેલ્વે કર્મચારી છે સસરા પણ નિવૃત રેલકર્મચારી છે

સોનલબેન યોગેશભાઈ ભેડા ઉ.વ.30નામની પરણીતા એ પાંચ વર્ષીય પુત્ર મયંક યોગેશભાઈ ભેડા. ઉ.વ.5 સાથે આપઘાત કરી લીધો છે આ મહિલા સર્ગભા હતી તેવું સુત્રો જણાવે છે.

તેમજ છ વર્ષના લગ્નજીવનમા સામાન્ય રીતે કોઇ ગંભીર બાબતો નુ કારણ હોય કે બિમારી કે કંકાસ કે બીજુ કઇ આક્ષેપ જન્ય હોય કે ગમે કારણ થી જીંદગી ટુકાવા જેવુ તે પણ એક બાળક પેટમા બીજુ આંગળીએ લઇ એ બાબત પણ આ ગામ મા તેમજ પરિવાર સ્વજનો સૌમાટે ખુબજ દુખદાયક બની રહી છે.

જામનગરમાં જલાનીજારમાં 330 માં વર્ષે ઇશ્વર વિવાહ સંપન્ન..

0

જામનગરમાં જલાનીજારમાં 330 માં વર્ષે ઇશ્વર વિવાહ સંપન્ન..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૩.જામનગર: જામનગરમાં પરંપરાગત યોજાતી 330 વર્ષોથી જૂની અને પ્રાચીન જલાની જારની ગરબીમાં નવરાત્રીના સાતમા નોરતે ભગવાન શિવ અને પાર્વતીના ઈશ્વર વિવાહ યોજી પરંપરા યથાવત જાળવી રાખવામા આવી છે. જામનગરમાં જલાની જારના ચોકમાં 330 વર્ષથી યોજાતી પુરૂષોની ગરબીમાં રમતા ઈશ્વર વિવાહમાં ઘૂમતા પુરૂષોએ પરંપરા છંદોથી ઈશ્વરવિવાહ યોજાયા હતા. જામનગરમાં જલાની જારના ચોકમાં 330 વર્ષથી પુરૂષોની ગરબી યોજાય છે

સંગીતના કોઇ આધુનિક સાધનનો ઉપયોગ થતો નથી કે પ્રોફેશનલ મ્યુઝીશ્યન, સીંગર રખાતા નથી. રમનારા જ છંદો થી ગરબા ગાય છે. આ ગરબીમાં કોઇ પણ જ્ઞાતિ ભેદ વગર નાના બાળકથી લઇને વયોવૃધ્ધ સામેલ થઇ શકે છે. શર્ત માત્ર એટલી છે કે તેણે ધોતી, અબોટીયુ પહેર્યું હોવું જોઇએ અને લલાટે  (કપાળમાં) ચંદન લગાડેલ હોવું જોઇએ. જલાની જારના ચોકથી 150 મીટર દૂર આવેલ બાજરીયાફળીમાં રહેતા ચતા બાજરીયા નામના સદગ્રહસ્થને માતા સપનામાં આવેલા અને તેની પૂણ્ય પ્રેરણાથી તેમને લત્ત્માવાસીઓની મદદથી ગરબીની શરૂઆત કરાવી હતી. તેવી લોકવાયકા છે. આ ગરબી માટે માતાજીની મૂર્તિ પણ બળદગાડા મારફત છેક રાજસ્થાનથી લાવવામાં આવી હતી.

ગરબીમાં પણ આ વખતે પરંપરાગત રીતે ઉભા ગરબા જ યોજાયા છે અને તેથી જ ઈશ્વરવિવાહ પ્રસંગ પણ તે રીતે જ યોજાયો હતો. ઈશ્વરવિવાહ રમવા નાના મોટા સૌ કોઈ ધોતી-અબોટિયા, પીતાંબરી જેવા વસ્ત્રોમાં સજ્જ થઈને પરંપરાગત ઈશ્વર વિવાહમાં જોડાયા હતા.

દર નવરાત્રીએ સાતમા નોરતાની રાત્રે 12 વાગ્યા બાદ સંત દેવિદાસ રચિત ઈશ્વર વિવાહનો પ્રસંગ યોજાય છે. નગારા-નોબતના તાલે છંદો દ્વારા પુરૂષો ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહના પ્રસંગને ગાયન કરી ઈશ્વર વિવાહ તરીકે મનાવાય છે. જેઙ્ગ પરોઢીયે સંપન્ન થતો હોય છે.

પરંતુ આ વર્ષે ખાસ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ સાથે એક જઙ્ગ જગયાએ ઊભા રહીને આ ઈશ્વર વિવાહની પરંપરા જાળવવામાં આવી છે.

બાળકો માટેની કોરોનાની રસીને મંજૂરી મળી ગઇ છે : 2 થી 18 વર્ષના બાળકોને કોવેક્સિનના ડોઝ આપવામાં આવશે.

0

બાળકો માટે Covaxin રસીને મળી મંજૂરી, 2 થી 18 વર્ષના બાળકોને અપાશે રસી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૨.Vaccination For Children : બાળકો માટેની કોરોનાની રસીને મંજૂરી મળી ગઇ છે. 2 થી 18 વર્ષના બાળકોને કોવેક્સિનના ડોઝ આપવામાં આવશે. સરકાર દ્વારા આ અંગે ટુંક સમયમાં માર્ગદર્શીકા જાહેર કરવામાં આવશે.

કોરોનાની રસી અંગે બાળકો માટે રાહતના સમાચાર છે. 2 વર્ષથી 18 વર્ષના બાળકો માટે કોરોનાની રસીને મંજૂરી આપી છે.

મળતી માહિતી મુજબ, ભારત બાયોટેકની (Bharat Biotech) કોવેક્સિનનને (Covaxin) આ માટે મંજૂરી આપવામાં આવી છે. રસીકરણ દરમિયાન બાળકોને કોવેક્સિનના બે ડોઝ પણ આપવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા ટૂંક સમયમાં આ અંગે માર્ગદર્શિકા પણ જારી કરવામાં આવશે. હાલમાં 18 વર્ષથી મોટી ઉમરના લોકોને કોરોના વિરુધ્ધની રસી આપવામાં આવી રહી છે.

નિર્મળ જીગ્નેશ (AMC -Tex) અને ગોવિંદ નંદાણીયા ( હાઉસ ટેકસ-વ્યવસાય વેરા) પાસેથી ચાર્જ લઈ લેતા ખડભળાટ : આંતરિક વિવાદ કારણભૂત..!

0

નિર્મલ જીગ્નેશ અને ગોવિંદ નંદાણીયા વચ્ચે ચાલતો આંતરિક વિવાદનો અંત…જામનગર મહાનગર પાલિકાના નવનિયુકત કમિશનરે ચિફ એકાઉન્ટ નિર્મલ જીગ્નેશ પાસેથી એમસી ટેકસનો ચાર્જ લઈ લેતા ખડખળાટ.

મનપામાં ટેક્સ ઓફિસર તરીકે ફરજ બજાવતા ગોવિંદભાઈ નંદાણીયા પાસેથી હાઉસ ટેક્સ અને વ્યવસાય વેરા ટેકસની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવતા ચર્ચાએ જોર પકડયું છે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧ર. જામનગર મહાનગર પાલિકામાં છેલ્લા ઘણા સમયથી ચીફ એકાઉન્ટન્ટ નિર્મલ જીગ્નેશ અને ટેક્સ ઓફિસર ગોવિંદભાઈ નંદાણીયા વચ્ચે આંતરિક વિવાદ ચરમસીમાએ હોય જેમાં નિર્મળ જીગ્નેશે ગોવિંદ નંદાણીયા વિરુદ્ધ બે વાર કમિશનરને ખાનગી રિપોર્ટ કર્યો હોય જેની તપાસ પણ ચાલતી હોય જેની આંતરિક વિખવાદની લડાઈ જગ જાહેર હોય તેવામાં મ્યુનિસિપલ કમિશનરે બંને પાસેથી ચાર્જ લઇ બંને ચાર્જ મુક્ત કર્યા હતા જેથી મનપામાં હડકંપ મંચી ગઈ હતી.હાલ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ ટેક્ષનો ચાર્જ  ડો. ભાર્ગવ ડાંગરને (AMC)ને આપવામાં આવેલ છે. જ્યારે હાઉસ ટેકસ અને વ્યવસાય વેરા ટેકસનો ચાર્જ નાયબ ઇજનેર મુકેશ બી. ચાવડા આપવામાં આવતા મનપામાં સોપો પડી ગયો હતો અને કર્મચારીમાં અંદરો-અંદર ખુશ -કુસ શરૂ થઈ જતાં જેને લઇ  મનપામાં સારી એવી ચર્ચાં જાગી છે.

 

ગાયત્રીનગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં દીકરી- માતા અને સાસુએ સજોડે આપઘાત કરતા સનસનાટી

ભાણવડમાં મુસ્લિમ માતા-પુત્રી-સાસુની સામૂહિક આત્મહત્યાગાયત્રીનગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં દીકરી, માતા અને સાસુએ સજોડે આપઘાત કરતા સનસનાટીમૃતક:
સાહિસ્તા ઉર્ફે સોનુ નૂરમામદ શેખ (ઉ.વ. 18)
જેનમબાનું કાસમ ખાન સરવણીયા પઠાણ (ઉ.વ.63)
નૂરજાબાનું નૂરમામદ શેખ, (ઉ.વ 42)દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૧. જામનગર: દેવભૂમિ દ્વારકાના ભાણવડ ગામમાં 3 લોકોએ સામુહિક ઝેરી દવા પી લેતા 3 ના મોત નિપજયા છે. ગાયત્રીનગર કબ્રસ્તાન પાસેના વિસ્તારમાં દીકરી, માતા અને સાસુએ સજોડે આપઘાત કરતા સનસનાટી મચી ગઈ છે.

મૂળ જામનગરના રહેવાસી ભાણવડ આવ્યા હતા અને ભાણવડમાં જ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા ધોની ના મૃત્યુ નીપજયા છે ત્યારે આ અંગે પોલીસ પણ જાણ થતાં દોડી આવી છે. ભાણવડ પંથકમાં એક જ પરિવારના દાદી થી લઇ પુત્રવધુ અને દીકરી સુધી 3 લોકોએ સાથે વખ ઘોળી સામૂહિક આપઘાત કરતા અરેરાટી વ્યાપી ગઈ છે.

હાલ ભાણવડ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે. સામૂહિક આપઘાત કરનાર માં જામનગરના સાહિસ્તા ઉર્ફે સોનુ નૂરમામદ શેખ (ઉ.વ. 18), જેનમબાનું કાસમ ખાન સરવણીયા પઠાણ (ઉ.વ.63) અને નૂરજાબાનું નૂરમામદ શેખ, (ઉ.વ 42) હોવાનું જાણવા મળ્યું છે.

હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે. અને માતા-પુત્રી અને સાસુના મૃતદેહને પીએમ માટે ખસેડી કયા કારણોસર સામૂહિક આપઘાતની આ ઘટના બની છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પાંચ પોલીસકર્મી સસ્પેન્ડ – PI- PSI સહિત 18 ની બદલી: આખા સ્ટાફનું વિસર્જન પોલીસ બેડામાં ખળભળાટ

0

મોરબી પોલીસ બેડામાં ખળભળાટ : હળવદમાં પાંચ પોલીસકર્મી સસ્પેન્ડ, PI-PSI સહિત 18ની બદલી.

ડી સ્ટાફના ચાર પોલીસ જવાન સહિત અન્ય એક ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચર્ચાએ જોર પકડ્યું જોર.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક મોરબી : ૧૦. રાજકોટ રેંન્જ આઈજી સંદિપ સિંધેની મુલાકાત બાદ હળવદ પોલીસ સ્ટેશનમાં ધરખમ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં પાંચ પોલીસ કર્મચારીઓને એક ઝાટકે સસ્પેન્ડ કરી દેવતા પોલીસ બેડામાં ચર્ચા જાગી છે. આ ઉપરાંત મોરબી એસપી દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા 18 પોલીસ કર્મીઓની બદલીનો ગંજીફો ચાંપવામાં આવ્યો છે.

મોરબી પોલીસ બેડામાં ફરજ બજાવતા કર્મચારીઓનો બદલીનો ઘણવો કાઢવાનું યથાવત રહ્યું છે ગઈકાલે ત્રણ પીઆઇ અને ત્રણ પીએસઆઈની આંતરિક બદલી બાદ આજે મોરબી એ ડીવીઝન પી.આઈ., એસઓજી પીઆઇ, હળવદ પીઆઇ, પીએસઆઇ સહિતનાઓની બદલીઓ કરવામાં આવી છે.

આ ઉપરાંત એલસીબી, એ ડીવીઝન, બી ડીવીઝન, મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા અન્ય 10 પોલીસ કર્મીઓની બદલીનો ઘણવો કાઢયો છે. એટલું જ નહીં હળવદના ડી-સ્ટાફના ચાર પોલીસ જવાન, અન્ય એક સહિત પાંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને આઠની બદલીઓ કરી દેવામાં આવતા ચર્ચાએ જોર પકડ્યું છે.

૧૦૭ ગામોના સરપંચઓ દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો અભિવાદન સમારોહ યોજાયો

0

જામનગર તાલુકાના ૧૦૭ ગામોના સરપંચઓ દ્વારા કૃષિમંત્રી  રાઘવજીભાઈ પટેલનો અભિવાદન સમારોહ યોજાયો અંતરાયો-અવરોધોનો સામનો કરી તાલુકાનો વધુમાં વધુ વિકાસ થાય તે બાબત દરેકના લક્ષ્યમાં હોવી જરૂરી – મંત્રી રાઘવજીભાઈ પટેલ…

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર તા.૧૦ ઓક્ટોબર, જામનગર તાલુકા સરપંચ મંડળ દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલનો ઠેબા ગામ ખાતે અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.જ્યાં તાલુકાના ૧૦૭ ગામોના સરપંચશ્રીઓએ ઉપસ્થિત રહી મંત્રીશ્રીને સન્માનિત કર્યા હતા.

આ પ્રસંગે મંત્રી એ જણાવ્યું હતું કે અંતરાયો તથા અવરોધોનો સામનો કરી તાલુકાનો કઈ રીતે વિકાસ થાય એ બાબત દરેક સરપંચના લક્ષ્યમાં હોવી જરૂરી છે. જામનગર તાલુકો ૧૯૮૫ની સાલથી મારી કર્મભૂમિ રહી છે ત્યારે આ તાલુકાની વહીવટી, સામાજિક કે વ્યક્તિગત બાબતે શક્ય તેટલી તમામ મદદ કરવા હું હંમેશા તત્પર રહીશ અને વધુમાં વધુ આપ સૌને મદદરૂપ થવા પ્રયત્ન કરતો રહીશ.

મારી સતા, અનુભવ અને સમજનો લાભ સતત આ વિસ્તારને મળતો રહે તે માટે કાર્ય કરતો રહીશ. મંત્રીશ્રીએ આ પ્રસંગે કુદરતી આફતમાં મદદરૂપ થવા તથા વિકાસ કાર્યોની બાબતે જામનગર તાલુકા સંગઠન દ્વારા હાથ ધરવામાં આવેલ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી તેમજ સરપંચો દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો સાંભળી તે પરત્વે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ  ધરમશીભાઈ ચનીયારા, તાલુકા પંચાયત પ્રમુખ  હસમુખભાઈ, તાલુકા પંચાયત ઉપપ્રમુખ  વિઠ્ઠલભાઈ માંડવીયા, તાલુકા ભાજપ પ્રમુખ  મુકુંદભાઈ સભાયા, મંત્રી શ્રી કુમારપાલસિંહ રાણા, મહામંત્રી  મહેન્દ્રસિંહ જાડેજા, મહિલા મોરચાના પ્રમુખ  કાજલબેન સંચાણી, આગેવાન બકુલસિંહ જાડેજા, સરપંચ સર્વશ્રી મહેશભાઈ, ભગવાનજીભાઈ વસોયા, બાબુભાઇ વાગડીયા તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગરની આરામ હોટલમાં કામ કરતી વેળાએ કડીયાવાડના યુવાનનું ગળું કપાઇ જતાં મોત.

0

જામનગરની આરામ હોટલમાં અકસ્માતે ગળું કપાઇ જતાં યુવકનું મોત

દેવ ન્યુઝ નેટવર્ક જામનગર: ૧૦. જામનગરની આરામ હોટલમાં કડિયાકામ કરતા યુવાનનું મોત નિપજતા ભારે ચકચાર સાથે અરેરાટી પ્રસરી છે. જીમરૂમમાં રીનોવેશન કામગીરી કરતો હતો ત્યારે ગ્રાઇન્ડર મશીન છટકતા ગળાની નસ કપાઇ જતાં યુવાનનું મૃત્યુ નિપજયું હતું.

બનાવ અંગે પોલીસે અકસ્માત મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. મૃતક યુવાનની બહેનના એક મહિના પછી લગ્ન હોવાનું જાણવા મળ્યું છે.

જામનગરમાં કડીયાવાડ વિસ્તારમાં રહેતો અને કડિયાકામ કરતો સંજય રાજુભાઇ ખેતાણી નામનો(ઉ.વ.33) યુવાન શનિવારે શહેરની આરામ હોટલમાં જીમરૂમમાં કડિયાકામ કરતો હતો. કડિયાકામ દરમ્યાન સાંજે 7 વાગ્યા આસપાસ સંજય દિવાલમાં ગ્રાઇન્ડર મશીનથી ઝરી પાડી રહ્યો હતો.

આ સમયે અચાનક સંજયના હાથમાંથી ગ્રાઇન્ડર મશીન છટકયું હતું અને ગળાની ભાગે લાગતા ગળાની નસ કપાઇ ગઇ હતી. આથી લોહીના ફુવારા ઉડયા હતાં. લોહીલુહાણ હાલતમાં તે બહાર દોડયો હતો અને ઢળી પડયો હતો. આથી ઘાયલ યુવાનને હોટલના સ્ટાફે તાકીદે જી.જી.હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ માર્ગમાં જ તેનું મૃત્યુ નિપજયું હતું. બનાવની જાણ થતાં સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

મૃતક યુવાનના પિતા પણ આરામ હોટલમાં કડિયાકામ કરતા હતાં. મૃતક યુવાનની બહેનના એક મહિના પછી લગ્ન હોય આ બનાવથી ભારે અરેરાટી પ્રસરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.