Tuesday, October 13, 2026
Home Blog Page 327

હવે એક જ નંબર દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોની સમસ્યા ઉકેલાશે: આરોગ્ય પ્રધાનનોં મહત્વનો નિર્ણય.

0

આરોગ્યપ્રધાનનો મહત્વનો નિર્ણય,હવે એક જ નંબર દ્વારા રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોની સમસ્યા ઉકેલાશે..

ગુજરાતની હોસ્પિટલો માટે આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે મહત્વનો નિર્ણય લીધો છે..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૬. ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોની સમસ્યા માટે 108ની જેમ એક જ નંબર જાહેર કરાશે અને આ માટે એક કમાન્ડ કંટ્રોલ સેન્ટર ઉભું કરવામાં આવશે.

આ નંબર પર સરકારી હોસ્પિટલમાં દર્દીને પડતી મુશ્કેલી અને વ્યવસ્થાના અભાવ બાબતે ફરિયાદ કરી શકાશે. કમાન્ડ કંટ્રોલ સેન્ટરની ફરિયાદોનું સીધું મોનિટરીંગ કરવામાં આવશે.

ઉચ્ચ અધિકારીઓ અને આરોગ્ય પ્રધાન આ સમસ્યાઓ અંગે થયેલી રજૂઆત અને તેના અનુસંધાને આપવામાં આવેલા આદેશોનું સીધું મોનિટરીંગ કરશે.

ગુજરાતની તમામ સરકારી હોસ્પિટલોની સમસ્યા માટેના આ નંબરથી સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને પડતી હાલાકીઓ બાબતે સુધારો આવશે. હોસ્પિટલોમા પાણી, ગંદકી, શૌચાલય, લાઇનો, સ્ટાફના અયોગ્ય વર્તન અને હોસ્પિટલમા પડતી કોઇ પણ અગવડો બાબતે ફરિયાદ કરી શકાશે.

જામનગર મેડીકલ કોલેજના હોસ્ટેલમાંથી મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો: નવાગામ ધેડનો શખસ ઝડપાયો.

0

જામનગર મેડીકલ કોલેજના હોસ્ટેલમાંથી મોબાઇલ ચોરીનો ભેદ ઉકેલાયો.

નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ઘેલુભાઈ દેવાભાઈ જોગસને ઝડપી લેવાયો..

બે નંગ ચોરાઉ મોબાઈલ ફોન કબ્જે કરાયા..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૬. જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજના હોસ્ટેલ નંબર-1 ના 8 નંબરના રૂમમાં રહેતા અને અને ભાવનગર જિલ્લાના સિહોર ના વતની રિધેશ દેવજીભાઈ કોશિયા નામના તબીબી વિદ્યાર્થીએ પોતાના રૂમમાં ટેબલ પર રાખેલો મોબાઈલ ફોન કોઈ તસ્કર ચોરી કરી લઇ ગયાની ફરિયાદ નોંધાવાઈ હતી.

જયારે તેના બાજુના રૂમમાં પણ અન્ય તબીબી વિદ્યાર્થી નો મોબાઇલ કે જે રૂમ ખુલ્લો હતો, તેનો દરવાજો ખોલી અંદરથી ચોરી કરી તસ્કરો ઉઠાવી ગયો હતો. જે બંને મોબાઇલ ફોનની ચોરી અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફ દ્વારા ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી અને મેડિકલ હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા ફંફોડ્યા હતા. જેના આધારે તસ્કરને શોધી કાઢ્યો હતો, અને ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.

મેડીકલ કેમ્પસ ના પાછળના ભાગમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા ઘેલુભાઈ દેવાભાઈ જોગસવા નામના એક તસ્કરને પકડી પાડયો હતો, અને તેના કબજામાંથી બે નંગ ચોરાઉ મોબાઈલ ફોન કબ્જે કરી લેવાયા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમ્યાન પોતે અગાઉ એક રીક્ષા ચોરી માં તેમજ એક બાઈક ની ચોરી કરવા અંગેના પ્રકરણમાં પોલીસના હાથે ઝડપાઇ ચૂકયા છે.

દરમિયાન ગત 12મી તારીખે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં ઘૂસ્યો હતો, અને મોબાઈલ ફોનની ચોરી કરીને ભાગી છૂટ્યો હતો. પરંતુ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે.

આમ આદમી પાર્ટીના આગેવાનની ધોરણ-૧૦-૧રની બોગસ માર્કશીટ બનાવામાં ધરપકડ

દેવભૂમિ દ્વારકા જીલ્લા આમ આદમી પાર્ટીના આગેવાનની ધરપકડ

ધો. 10 – 12ના ડુપ્લીકેટ સર્ટીફીકેટ બનાવી આપતા બનાવી પૈસા લુંટતા કાળુ ઉર્ફે કે. જે. ગઢવીની અટકાયત : અન્ય શખ્સોની સંડોવણી મુદ્દે તપાસનો ધમધમાટ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા: ખંભાળિયાના ઉગમણાબારા ગામે રહેતા પ્રવિણસિંહ પથુભા વાઘેલા (ઉ.વ. 43) નામના આધેડે ખંભાળીયા પોલીસમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યુ છે કે તેના પુત્ર વિરમદેવસિંહ વર્ષ 2017માં ધો. 10ની બોર્ડની પરીક્ષા આપી હતી અને તેમા ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી વિષયમાં ફેઈલ થતા તેમનુ આર્મીમાં જવાનું સપનુ ટોળાયુ હતુ.

આ દરમિયાન મારા મિત્ર સુખદેવસિંહ ભીખુભા જાડેજાએ જણાવેલ કે મારા કૌટુંબીક પરિવારમાં એક પુત્ર ધો. 10 માં નાપાસ થયો હતો તેને કજુરડા પાટીયા પાસે માનવ મંદિર સ્કૂલમાં કે.જે. ગઢવી પાસે ધો. 10 પાસ કરાવ્યું હતુ અને તેનો 15 હજાર ખર્ચ થયો હતો.

આથી હું અને મારો મિત્ર કજરૂડા પાટીયા પાસે આવેલી કારૂભાઈ ગઢવીની ઓફિસે ગયા હતા અને વાતચીત કરતા કાળુભાઈએ કહેલ કે તમારા દિકરાને ધો. 10 પાસ કરાવી આપીશ મેં આવા કેટલાક છોકરાને ધો. 10 પાસ કરાવી આપ્યા છે.તમારે પરીક્ષા દિલ્હી બોર્ડમાં આપવાની રહેશે અને તેનો ખર્ચ 27 હજાર થશે પાસ થવાની તમામ જવાબદારી રહેશે અને ભવિષ્યમાં પણ તમારા દિકરાને કોઈ નડતર ન થાય તે પણ મારે જોવાનું રહેશે તમે મારા ઉપર વિશ્વાસ કરો આથી મને કાળુભાઇ ઉપર વિશ્વાસ આવી ગયો હતો અને જરૂરી ડોકયુમેન્ટ સાથે રૂ. 27 હજાર કાળુભાઇને આપ્યા હતાં.

કાળુભાઇએ કહેલ કે પરીક્ષા આવશે એટલે હું તમને જણાવીશ. તમે હવે ચિન્તા ન કરતા તેનું અર્મીમાં જવાનું સપનું પણ પુરૂ થઇ જશે.

જે બાદ દોઢેક મહિના પછી મને ફોન આવેલ કે તમારા દિકરાએ ધો. 10ની દિલ્હી બોર્ડની પરીક્ષા પાસ કરી છે તેનું રીઝલ્ટ તમે લઇ જાવ આથી હું અને મારો મીત્ર સુખેવસિંહ કાળુભાઇને ઓફીસે ગયા હતા અને મેં કાળુભાઇને જણાવેલ કે મારા પુત્રએ તો પરીક્ષા આપી નથી તો કેમ પાસ થઇ ગયો ત્યારે કાળુભાઇએ અમને અવું કહયું કે, દિલ્હી સરકારે ધો. 10 ના તમામ છોકરાઓને પરીક્ષા લીધા ગર પાસ કરી દીધા છે. અને તમે નસીબદાર છો કે તમારા છોકરો પણ પરીક્ષા આપ્યા વગર પાસ થઇ ગયો છે. આથી અમે ખુશ થઇ ત્યાંથી સર્ટી લઇને ઘરે આવી ગયા હતાં.

એ પછી આર્મીની તૈયારી માટે મારા પુત્રને ધો. 11 અને ધો. 1ર પાસ કરી ખંભાળીયા ગોરીયા કોલેજ ખાતે એડમીશન મેળવી કોલેજના બે વર્ષ પાસ કરી હાલ ત્રિજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. હાલમાં આર્મીની ભરતી ચાલુ હોવાથી પુત્રએ ઓનલાઇન ફોર્મ ભરી ધો. 10 માં જણાવેલ વિગત લખી આર્મીની દ્વારકા ખાતે દોડની પરીક્ષા પણ પાસ કરી લીધી હતી. અને આર્મી ઓફીસરને ધો. 10 માં પાસ થયાનું સર્ટી તેમજ લીવીંગ સર્ટી સહિતના ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે જમા કરાવ્યા હતાં.

આ દરમિયાન 1પ દિવસ પછી અમને સલાયા પોલીસ મથકમાંથી ફોન આવ્યો હતો આથી મારો પુત્ર અને ભાઇ કિરીટસિંહ બન્ને પોલીસ મથકે ગયા હતા ત્યાં અમને જણાવેલ કે, ધો. 10નું દિલ્હી બોર્ડનું સર્ટી આપેલ તે આર્મીની ભરતીમાં બોગસ અને બનાવટી સર્ટી છે. આથી મેં કાળુભાઇ ગઢવીને ફોન કરતા તેમણે કહેલું કે મેં આપેલું સર્ટી. ઓરીજનલ છે. આ સર્ટી. ઓનલાઇન થયેલ નહીં હોય એટલે લોચો થયો હશે હું રાજકોટવાળા અશોકભાઇ લાખાણીને વાત કરૃં છું અને સર્ટી ઓનલાઇન કરાવી દઉં છું એવું હોય તો તમે રાજકોટ સાથે આવજો હું તમને તેમની સાથે મળાવી દઇશ આથી હું તથા મારો પુત્ર, મીત્ર સહિતના કાળુભાઇ અને તેમની સાથે દાવાભાઇ ગઢવી સાથે રાજકોટ ખોડીયારનગર-ર માં સીનીયર સેક્ધડરી સ્કુલ જઇ અશોકભાઇ લાખાણી વિશે પુછતા જાણવા મળ્યું કે અશોકભાઇનું તો અવસાન થઇ ગયું છે.

એ પછી અમેં આવતા રહ્યાં હતા અને અવાર-નવાર કાળુભાઇને ફોન કરતા તો તે ફોન ઉપાડતા ન હતા અને મહિલાઓને ફોન આપી દેતાં હતાં આથી અમને વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ભોગ બન્યાનું લાગતાં અને મારા પુત્રની જીંદગી બગડી નાખતાં આ અંગે ફરીયાદ નોંધાવી છે.

પોલીસે આઘેડની ફરીયાદ પરથી કાળુ ગઢવી વિરૂધ્ધ આઇપીસી 406, 4ર0, 46પ, 467, 468, 471, 474 ની કલમ હેઠળ ગુનો નોંધી કાળુ ઉર્ફે કે. જે. ગઢવીની ખંભાળીયા પોલીસે અટકાયત કરી આ બોગસ સર્ટી. કૌભાંડમાં તેમની સાથે કોણ કોણ સામેલ છે અને આ સર્ટી કયાં બનાવ્યું સહિતની બાબતે પોલીસે વધુ પુછપરછ હાથ ધરી છે.

કલેકટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી

0

કલેકટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર તા. ૧૬ ઓકટોબર, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને મળી હતી.બેઠકમાં કાલાવડના ધારાસભ્ય  પ્રવિણભાઇ મૂસડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ  ધરમશી ચનીયારા દ્વારા રજુ કરાયેલ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા કલેકટર ડો.સૌરભ પારઘીએ સૂચના આપી હતી. જામનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની કલેક્ટરએ સમીક્ષા કરી હતી અને જનપ્રતિનિધિઓ તેમજ લોકોના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લાની વિવિધ કચેરીઓના વડાઓ દ્વારા રજૂ કરાયેલ રજૂઆતો તેમજ પ્રશ્નો કલેકટરે સાંભળ્યા હતાં અને તે પરત્વે યોગ્ય સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર એમ.પી.પંડ્યા, એ.એસ.પી. શ્રી પાંડે, સર્વે પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જામનગર ST ડેપોમાં ધંધાનો ખાર રાખી વજીર યુવાન ઉપર હિચકારો હુમલો: ફ્રેકચર કર્યાંની 3 સામે રાવ

0

જામનગરમાં ધંધાનો ખાર રાખી યુવાન ઉપર હિચકારો હુમલો: 3 સામે ફરિયાદ

ઋષિરાજસિંહ ગોહિલ એસ.ટી ડેપોમાં મંજુર થયેલ ટેન્ડરમાં જણાવેલ શરતો અને વેચાણ ધારા મુજબ કેન્ટીંગ ચલાવતા હોય અને ફરીયાદી વિજય રાઠોડ ટેન્ડર વિરુદ્ધ નો માલ રાખી વેચાણ કરતો હોય તે વાતનું મનદુખ કારણભૂત..? અગાઉ આ મુજબની ફરિયાદ પણ થયેલ..ફેક્ચર કર્યાની ત્રણ શખસ વિરૂદ્ધ રાવ…

એસ.ટી ડેપોમાં કેન્ટિંગ ચલાવતા વિજય દેવુભાઇ રાઠોડ નામના વજીર સંચાલક ઉપર ત્રણ શખસોનોં હુમલો.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૬.: જામનગર શહેરમાં એસ ટી ડેપો સામે ગલીમાં વૈભવ એપાર્ટમેન્ટ બ્લોક નંબર -૪ માં રહેતા વિજય દેવુભાઈ રાઠોડ નામના વજીર યુવાનની એસ.ટી ડેપોમાં દુકાન ધરાવતા હોય તેમા વજીર યુવાન વિજય દેવુભાઈ રાઠોડની દુકાન સારી ચાલતી હતી અને રૂષિરાજસિંહની દુકાનમાં સારી “ન” ચાલતી હોવાથી આ બાબતે ખાર રાખી ગુરૂવારે રાત્રિના સમયે રૂષિરાજસિંહ હેમંતસિંહ ગોહિલ, અભિરાજસિંહ હેમંતસિંહ ગોહિલ અને એક અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ વિજય દેવુંભાઇ રાઠોડ આંતરીને લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો તેમજ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી પણ આપી હતી.

હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા PSI આર.કે. ગુસાઈ તથા સ્ટાફે હોસ્પિટલમાં પહોંચી જઈ યુવાનનું નિવેદન નોંધી ત્રણ હુમલાખોરો સામે પરથી IPC કલમ- ૩૨૫, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) તથા જીપી એક્ટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબની ફરીયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. હાલ તો આ મુદ્દે જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

પાન મસાલાનું ખાતુ ચડી જતા 8 શખસોએ આપી મારી નાખવાની ધમંકી

0

લાલપુરના ગોદાવરી ગામે પાન-મસાલાના બાકી નિકળતા રૂા.10 હજારની ઉઘારાણી કરતા જાનથી મારી નાખવાની ધમકી : 8 શખસ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૫. લાલપુર પોલીસ સ્ટેશનમાં રમેશ પુંજાભાઈ વાઘ, ઉ.વ.36, રે. ગોદાવરી ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે.

કે, તા.12-10-21 ના ગોદાવરી ગામે આ કામના આરોપી ભાવેશ દેવાયત કનારા ની પાન-મસાલાની દુકાન હોય ત્યાં ફરીયાદી રમેશ ઉઘારમાં પાન-મસાલા લેતા હોય અને ફરીયાદી રમેશનું બે માસનું ખાતુ આશરે દશ હજાર રૂપિયા થયેલ હોય જે બાબતે આરોપી ભાવેશ દેવાયત કનારા એ ફરીયાદી રમેશ પાસે ખાતાની બાકી રહેતા રૂપિયાની ઉઘરાણી કરતા ફરીયાદી રમેશ પાસે રૂપિયાની સગવડ ન હોય જેથી રૂપિયા આપી ન શકતા આરોપીઓ ભાવેશ દેવાયત કનારા, રઘાભાઈ દેવાયતભાઈ કનારા, નિલેશ અરશીભાઈ કનારા, રાજુભાઈ મંડાભાઈ કનારા, ગોવિંદ મંડાભાઈ કનારા, રાજુ રણમલભાઈ બૈડીયાવદરા તથા વિજયભાઈ મંડાભાઈ બૈડીયાવદરા, નયન કરશનભાઈ ગાગીયા, રે. ગોદાવરી ગામ વાળા ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી રમેશની માલિકીની વાડીએ ગુન્હાહીત અપ્રવેશ કરી ફરીયાદી રમેશ તથા સાહેદને ભુંડા ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતી પ્રત્યે અપમાનીત શબ્દો બોલી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

લાંચ લેતા ઝડપાયેલા નાયબ કલેકટર નિહાર ભેટારીયાને સંપૂર્ણ ફરજમુકત કરાશે

દ્વારકામાં લાંચ લેતા ઝડપાયેલા નાયબ કલેકટર નિહાર ભેટારીયાને સંપૂર્ણ ફરજમુકત કરાશે

નિમણૂકને 5 વર્ષ પૂર્ણ થતા ન હોય સરકારના કાયદાકીય નિયમ અનુસારની નીતિ મુજબ સંપૂર્ણ ફરજ મુકત કરાશે

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૫. દ્વારકા  દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે છેલ્લા આશરે બે વર્ષથી પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા વર્ગ-1ના અધિકારી એન.ડી. ભેટારીયા (નિહાર દુધાભાઈ ભેટારીયા) પાસે એક આસામી તથા તેમના બે મિત્રોને જરૂરિયાત હોવાથી પાક રક્ષણ માટે હથિયાર રાખવા અંગેનો પરવાનો મેળવવા માટેની નિયમ મુજબ દરખાસ્ત થોડા સમય પૂર્વે કરવામાં આવી હતી.

દ્વારકાની પ્રાંત કચેરીમાં કરવામાં આવેલી આ દરખાસ્ત મંજુર કરવાની સત્તા ધરાવતા પ્રાંત અધિકારી એન.ડી. ભેટારીયાએ ઉપરોક્ત અરજદારોને વ્યક્તિ દીઠ રૂપિયા એક લાખ મળી ત્રણ પરવાના માટે કુલ રૂપિયા ત્રણ લાખની રકમની માગણી કરી હતી. આથી અરજદાર દ્વારા જાગૃતિ કેળવી અને એ.સી.બી. કચેરીનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેના અનુસંધાને ગઈકાલે સવારે ગાંધીનગરથી ખાસ આવેલા એ.સી.બી. અધિકારી તથા તેમની ટીમે દ્વારકાની પ્રાંત કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેમાં લાંચની રકમ રૂપિયા ત્રણ લાખ સ્વીકારતા પ્રાંત અધિકારી ભેટારીયા રંગે હાથે ઝડપાઇ ગયા હતા.

આ કાર્યવાહી બાદ ઉપરોક્ત અધિકારીને એ.સી.બી. દ્વારા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા સ્ધિત એ.સી.બી. કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. જયાં તેમની પૂછપરછ સહિતની ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ ટ્રેપ બાદ ઝડપાયેલા અધિકારી ભેટારીયાના દ્વારકા સ્થિત નિવાસસ્થાને એ.સી.બી.ના અધિકારીઓ દ્વારા ચેકિંગ કાર્યવાહી પણ કરવામાં આવી હતી. આજરોજ શુક્રવારે કોરોના રિપોર્ટ બાદ તેમને અહીંના મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી અને રિમાન્ડની માંગણી સહિતની કાર્યવાહી કરવામાં આવનાર છે.

ઓટલા ઉપર બેસવા બાબતે યુવાન ઉપર હિચકારો હુમલો: ત્રણ દરબાર સામે ફરિયાદ

0

લાલપુર પંથકના આરબલુસમાં ઓટલા ઉપર બેસવાની બાબતે યુવાન ઉપર હિચકારો હુમલો: ત્રણ શખસ સામે ફરિયાદ.

લાલપુરના આરબલુસ નો બનાવ..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૧૪.લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહેતા હિતેશપરી નટુપરી ગોસાઈ (ઉ.વ.29) નામના મજૂરી કામ કરતા બાવાજી યુવાનને એક માસ પૂર્વે ઓટલા ઉપર બેસવા બાબતે બોલાચાલી થઈ હતી.

આ બોલાચાલીનો ખાર રાખી બુધવારે રાત્રિના સમયે રવિરાજસિંહ કાળુભા, વિરભદ્રસિંહ જામસિંહ અને અજીતસિંહ બનેસંગ નામના આરબલુસના ત્રણ શખ્સોએ હિતેશપરીને આંતરીને ઢીકાપાટુનો અને લાકડી તથા લોખંડના પાઈપ વડે માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી.

હુમલાના બનાવમાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણ થતા હેકો ટી.બી.જાડેજા તથા સ્ટાફે ઈજાગ્રસ્ત યુવાનના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરુધ્ધ હુમલાનો ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

ડેપ્યૂટી કલેક્ટર 3 લાખની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા: નિહાર દુધાભાઇ ભેટારીયાને થયો ACBનો ભેટો.

દેવભૂમિ દ્વારકાના ડેપ્યૂટી કલેક્ટર 3 લાખની લાંચ લેતા ઝડપાયા, એસીબી છટકુ ગોઠવી રંગેહાથ ઝડપી પાડતા ખળભળાટ..

નિહાર દુધાભાઇ ભેટારીયા, વર્ગ-1, ડેપ્યુટી કલેક્ટર (પ્રાંત અધિકારી), દેવભુમિ દ્વારકાને રૂ.3,00,000/- ની લાંચ લેતા ઝડપી લેતી ACB.

પાક રક્ષણ હથીયાર પરવાનો આપવા માંગી હતી 300000 ની લાંચ..

દ્વારકાના ઈતિહાસમાં બીજા એસડીએમ લાંચ લેતાં ઝડપાયા..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક દેવભૂમિ દ્વારકા ૧૪. દ્વારકાના પ્રાંત અધિકારી નિહાર ભેટરિયા લાંચ લેતો ઝડપાયો છે. ગાંધીનગર એસીબીએ છટકુ ગોઠવી ત્રણ લાખની લાંચ લેતા લાંચિયા અધિકારીને રંગેહાથે ઝડપી પાડ્યો છે. એક જાગૃત નાગરિકની સમજદારીથી અધિકારી ઝડપાયો હતો. લાંચિયો અધિકારીએ પાક રક્ષણ હથિયાર પરવાનો આપવા લાંચ માંગી હતી.

ફરીયાદી તથા ફરીયાદીના બે મિત્રોએ પાક રક્ષણ માટે હથિયાર પરવાનો મેળવવા સારૂ પ્રાંત કચેરી, દેવભુમિ દ્વારકા ખાતે દરખાસ્ત મુકેલ હતી.

જે દરખાસ્ત મંજુર કરવા સારૂ દેવભુમિ દ્વારકાના ડેપ્યુટી કલેક્ટર (પ્રાંત અધિકારી) નાઓએ વ્યક્તિ દીઠ એક લાખ રૂપિયા, એમ કુલ ત્રણ પરવાના મંજુર કરવા સારૂ રૂ.3,00,000(ત્રણ લાખ રૂપિયા)ની લાંચના નાણાંની માંગણી કરેલ.

પરંતુ ફરીયાદી તથા અન્ય સાહેદનાઓ લાંચના નાણાં આપવા માંગતા ન હોય, ફરીયાદી તથા અન્ય સાહેદ નાઓએ એ.સી.બી.નો સંપર્ક કરેલ.

જેથી ફરીયાદીની ફરીયાદને આધારે એ.સી.બી. દ્વારા લાંચના છટકાનુ આયોજન કરવામાં આવેલ, તે લાંચના છટકા દરમ્યાન, ફરીયાદી તથા સાહેદ સાથે આરોપી નિહાર દુધાભાઇ ભેટારીયા, વર્ગ-1, ડેપ્યુટી કલેક્ટર (પ્રાંત અધિકારી) નાઓએ હેતુલક્ષી વાતચીત કરી, રૂ.3,00,000/- લાંચની માંગણી કરી, સ્વીકારી, પકડાઇ ગયેલ હોય આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ચાલુમાં છે. ડેપ્યુટી કલેકટર એસીબીના છટકામાં આવી ગયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા લાંચિયા બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.

દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લેતા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ.

0

દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શુભેચ્છા મુલાકાત લેતા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર તા.૧૪ ઓકટોબર, રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન ખાતાના કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની શુભેચ્છા મુલાકાત લઇને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાઈ રહેલ કામગીરી અને આગામી આયોજનો અંગે સવિસ્તૃત માહિતી આપી હતી.

લગભગ ૧૫ મિનીટ સુધી વડાપ્રધાનશ્રી સાથેની આ શુભેચ્છા મુલાકાત વખતે  નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ તથા રાજ્યના ખેડૂતોની સમસ્યાઓ અંગેની ચર્ચા શ્રી રાઘવજી પટેલ સાથે કરી હતી અને રાઘવજી પટેલને તેઓની કામગીરીમાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.