Tuesday, October 13, 2026
Home Blog Page 326

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડો.વી.એચ.પોપલિયા ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

0

જામનગરની સમર્પણ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડો.વી.એચ.પોપલિયા ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર.ર૧: જામનગર શહેરમાં ખંભાળિયા રોડ પર આવેલી સમર્પણ હોસ્પિટલમાં ફરજ બજાવતાં ડો.વી.એચ.પોપલિયા નામના યુવાન તબિબ બુધવારે રાત્રીના 10 વાગ્યે તેની ફરજ પુરી કરી ઘર તરફ જતાં હતાં તે દરમ્યાન ખોડિયાર કોલોની નજીક અજાણ્યા શખ્સોએ તબીબને આંતરીને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે આડેધડ મારમારી હુમલો કર્યો હતો.

અચાનક થયેલાં હુમલાથી તબીબ અવાચક થઇ ગયા હતાં અને હુમલામાં ઘવાયેલા તબિબને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

ત્યાં તબિબને સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ તબિબના નિવેદનના આધારે હુમલાખોરો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

કોર્પોરેટર અને પદાધિકારીની મહેરબાનીથી ચાલતો રીનોવેશનનો ધીકતો ધંધો.

0

જુના જામનગરમાં રિનોવેશનના નામે 3-3 માળના બિલ્ડીંગો ખડકાઈ ગયા !

અકસ્માત સર્જાય તો ફાયર કે 108 પણ “ન” જઈ શકે તેવી ગલીઓમાં બાંધકામના નિયમોનો ઉલાળિયો :

બાંધકામ પહેલા ચીફ ફાયર ઓફિસરની NOC  લેવી ફરજિયાત હોય છે પરંતુ રાજકીય ઓથ ના કારણે કોઇ મંજુરી લેવા જતું જ નથી..!

પહેલા આખુ બાંધકામ પુરુ કરવામાં આવે છે બાદમાં પાર્કિંગની જગ્યામાં શટર મારી દુકાન ખડકી દેવામાં આવે છે.! મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ સગવડપૂર્વક આંખે પાટા બાંધી લીધા..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક. ર૧. જામનગર  શહેરમાં ચાલતા ગેરકાયદેસર બાંધકામો કોઈ નવી વાત નથી. આમાંથી પદાધિકારીઓ અને અધિકારીઓ પોતાના ખિસ્સા ગરમ કરીને લોકોની સુવિધાની ભારે હાની પહોંચાડી રહ્યા છે. હાલ જામનગર મહાનગરપાલિકામાં રિનોવેશનના નામે જૂના જામનગરમાં ૩-૩ માળ સુધીના નવા બિલ્ડીંગો ખડકી દેવાનો ધિકતો ધંધો ચાલુ થયો છે.

આમાં ક્યાંય પણ માર્જિન મૂકવામાં આવતું નથી કે નિયમોનું પાલન કરવામાં આવતું નથી.

પરંતુ સ્થાનિક કોર્પોરેટરો અને પદાધિકારીઓની કૃપાથી આવા ગેરકાયદેસર બાંધકામો બેધડક ખડકાઈ રહ્યા છે.

જામનગર શહેરના રતનબાઈ મસ્જિદથી આણદા બાવા ચકલો વિસ્તાર જે જૂના જામનગર તરીકે ઓળખાય છે. અહીં અસંખ્ય જુના બાંધકામો આવેલા છે.

સમયની સાથે જર્જરિત થયેલા બાંધકામોને નવા રૂપ આપવા માટે – મહાપાલિકામાં રિનોવેશનના નામે મંજૂરી માંગવામાં આવે છે જે પછી તેમાં ૩ થી ૪ માળ કોમર્શિયલ બાંધકામો ખડકી દેવામાં આવે છે.

આમાં જામનગર નો વિકાસ ક્યાંથી થાય.. સાંકડી ગલીમાં નવા બાંધકામ માં માર્જિંગ ન મૂકવામાં આવે તો સાંકડી જ રહેવાની છે..

તદન ગેરકાયદેસર ચાલતા આ બાંધકામમાં નથી કોઈ માર્જિન મૂકવામાં આવતું કે નથી નિયમોનું પાલન કરવામાં આવતું  અધિકારીઓ નિયમોનું સ્થાનિક કોર્પોરેટરના અને પદાધિકારોનું પર દબાણ આવા કામને બેરોકટોક ચાલવા દે છે.

આની જો કોઈ ફરિયાદ કરે તો તાત્કાલિક તેને દબાવી દેવામાં આવે છે અથવા તો કાગળ પર ફરિયાદને લેવામાં આવતી નથી.

નવા કમિશનર વિજય ખરાડી આ બાબતે ધ્યાન આપે તો જામનગર શહે૨માં ચાલતા આવા અનેક ગોરખધંધા બહાર આવે તેમ છે જેની માટે યોગ્ય તપાસ અત્યંત જરૂરી છે અને બધાના ચીચોડા બંધ થઈ જાય તેમ છે.

જામનગર જીલ્લા જેલમાં સુરેન્દ્રનગર ACB ત્રાટકી : જેલ સહાયક વતી વચેટીયો ઝડપાયો.

0

જામનગરમાં સુરેન્દ્રનગર ACB ની સફળ ટ્રેપ..

ચા-વાળાને દલાલી કરવી ભારી પડી… ગુનો ચડી ગયો લટકામાં…!

જામનગર જિલ્લા જેલમાં પાન મસાલા ની સગવડ પૂરી પાડવા માંગી ૫૦૦૦ની લાંચ જેલ સહાયક વતી વચેટીઓ રંગે હાથે ઝડપાયો.

જામનગરમાં લાંચીયા બાબુઓની મોસમ ખીલી.. ACB એકશનમાં.. સરકારી બાબુઓમાં ફફડાટ..

અશ્વિનભાઇ મણીશંકર જાની જેલ સહાયક વર્ગ-૩ જામનગર જીલ્લા જેલ જી જામનગર તથા મછાભાઇ કમાભાઇ જાદવ (પ્રજાજન) રહે-જામનગર રંગે હાથે ઝડપાયા..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૦.  જામનગર જિલ્લા જેલમાં પાન મસાલા ની સગવડ પૂરી પાડવા રૂપિયા પાંચ હજારની લાંચમાં અશ્વિનભાઇ મણીશંકર જાની, જેલ સહાયક, વર્ગ-૩,  વતી જામનગર જીલ્લા જેલની દિવાલ પાસે જય રવરાય કુપા માલધારી ચાની હોટલ ધરાવતા મછાભાઇ કાચાભાઇ જાદવ રંગે હાથે ઝડપાઇ જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

ફરીયાદીનો ભાઇ જામનગર જીલ્લા જેલ ખાતે હોય તેને જેલની અંદર પાન-મસાલા પહોચાડવાની સગવડતા કરી આપવાની અવેજ પેટે  અશ્વિનભાઇ મણીશંકર જાની જેલ સહાયક નાએ ફરીયાદી સાથે મોબાઇલ ફોન ઉપર વાત કરી ફરીયાદી પાસે રૂા.૫૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોય ફરિયાદીએ એસીબી નો સંપર્ક કરતા એસીબીએ ફરિયાદીની ફરિયાદ આધારે લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમ્યાન અશ્વિનભાઇ મણીશંકર જાનીએ ફરીયાદી સાથે મોબાઇલ ઉપર વાત કરી પોતે બહાર હોવાનુ જણાવી લાંચની રકમ જેલની દિવાલ પાસે ચાની હોટલ ધરાવતા મછાભાઈ કાંચાભાઇ જાદવ ને આપી દેવા કહેતા ફરીયાદી તથા પંચ-૧ મછાભાઇ પાસે જતા આરોપી મછા ભાઈએ પંચ-૧ ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદીના ફોનથી આરોપી મછાભાઇએ  આરોપી અશ્વિનભાઇ મણીશંકર જાની સાથે વાતચીત કરતા મછા ભાઇ ને ફરીયાદી પાસેથી લાંચની રકમ લઇ લેવા જણાવતા મછાભઇએ ફરીયાદી પાસેથી પંચ-૧ ની હાજરીમાં લાંચની રકમ માંગી સ્વીકારી ઝડપાઇ ગયેલ.

અશ્વિનભાઇ મણીશંકર જાની  હાજર મળી આવેલ નહી અને પોતાનાં રાજયસેવક તરીકેનાં હોદાનો દુરૂપયોગ કરી આરોપી કાચાભાઇનાએ મદદગારી કરી ગુન્હો કર્યા બાબત.

એસીબીના મદદનીશ નિયામક અજયસિંહ પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ  ટ્રેપીંગ અધિકારી-  ડી.વી રાણા  પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી.પો. સ્ટે. સુરેન્દ્રનગર તથા સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હાલ જામનગરમાં સતત બીજા દિવસે એસીબીની ટ્રેપ ગોઠવાતા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.

સરપંચ અને કોન્ટ્રાકટર યુવાનને હત્યાની ધમકી : ૭ શખસો સામે ફરિયાદ

0

લાલપુરના ગોવાણા ગામમાં બાઈક પર જતાં સરપંચ અને કોન્ટ્રાકટર યુવાનને હત્યાની ધમકી: સાત શખસો સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૨૦.લાલપુર તાલુકાના બબરજર ગામમાં રહેતા અને કોન્ટ્રાકટર તથા ગામના સરપંચ વજશીભાઇ રાજશીભાઈ બંધિયા નામના આહિર યુવાન ગત તા.9 ના રોજ સવારના સમયે તેના પત્ની સાથે લાલપુર તાલુકાના ગોવાણા ગામના વાડી વિસ્તારમાંથી પસાર થતા હતાં.

તે દરમિયાન વેજા વિક્રમ કરમુર, વિજય વિક્રમ કરમુર, ભરત વિક્રમ કરમુર, એભા વિક્રમ કરમુર, ધર્મેશ વેજા કરમુર અને બે અજાણ્યા સહિતના સાત શખ્સોએ દંપતીના બાઇકને આંતરીને લાકડાના ધોકા ધારણ કરી સરપંચને ભયમાં મૂકી ગ્રામ પંચાયતની મંજૂર થયેલી ગ્રાન્ટની રકમમાંથી 25 ટકા કમિશન બળજબરીથી આપવા માટે ધમકાવ્યા હતાં.

આ ઘટના બાદ સરપંચ દ્વારા જાણ કરાતા પીએસઆઈ જે.આર. કરોતરા તથા સ્ટાફે સાત શખસો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

મગરે યુવકને પાણીમાં ખેંચી લેતા મોત : જામનગર જીલ્લામાં અરેરાટી

0

ગંભીર ઇજાગ્રસ્ત યુવાને સારવાર પુર્વે દમ તોડ્યો..

કુદરતી હાજતે ગયેલા યુવકને મગરે પાણીમાં ખેંચી લીધો : મોત..

જામજોધપુર ના તરસાઇ ગામનો બનાવ …

મગરે દેખા દેતા સ્થાનિકોમાં ભયનું વાતાવરણ : ભારે અરેરાટી..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૦.  જામજોધપુર તાલુકાના તરસાઇ ગામે નદીના કાંઠે કુદરતી હાજતે ગયેલા યુવાનને મગર પાણીમાં ખેંચી જતા ગંભીર ઇજા થવાથી તેનુ મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા.

જામજોધપુર તાલુકાના તરસાઈ ગામે રહેતો અને મજુરીકામ કરતો  કનુભાઈ જીવાભાઈ વાઢીયા (ઉ.વ. 43) નામનો શ્રમિક યુવાન મંગળવારે સવારે નવ વાગ્યાના બનાવની સુમારે નદી કિનારે કુદરતી હાજતે ગયો હતો. જે વેળાએ અચાનક જ મગરએ દેખા દેતા તેને પાણીમાં ખેંચી લીધો હતો.

જે બનાવના પગલે ભારે દેકારો બોલી ગયો હતો. જે દરમિયાન પાણીમાં મગરએ ખેંચી લેતા શરીરે ગંભીર ઇજા થતા તુરંત જ સ્થાનિકો સહિતના લોકોએ બહાર કાઢીને જામજોધપુર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડયો હતો. જોકે ફરજ પર હાજર તબીબે તેને મૃત ઘોષિત કર્યો હતો.

આ મૃતકના પરીજન રાજુભાઇ કનુભાઇ વાઢીયાએ જાણ કરતા જામજોધપુર પોલીસની ટીમ ઘટનાસ્થળ અને હોસ્પીટલમાં દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તરસાઇ પંથકની નદીમાં મગરના આક્રમણમાં માનવ જીંદગીનો ભોગ લેવાતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

બીજી બાજુ મગરના પગરવના પગલે સ્થાનિકો સહિત સીમના વિસ્તારમાં રહેતા લોકોમાં પણ ફફડાટ મચી જવા પામ્યો હતો . જામજોધપુર તાલુકાના તરસાઇ ગામે નદીના કાંઠે કુદરતી હાજતે ગયેલા યુવાનને મગર પાણીમાં ખેંચી જતા ગંભીર ઇજા થવાથી તેનુ મૃત્યુ નિપજયુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.

આ બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થયા હતા.

જામનગર ACB ના છટકામાં મનપાની આરોગ્ય શાખાનો પટાવાળો રૂ.પoo ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયો.

0

જામનગર ACB નો સપાટો સફળ ડીકોયર ઓપરેશન..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૯. જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખાનો ચોથા વર્ગના કર્મચારી ડાયાભાઇ કરશનભાઈ હુણ નામનો પટ્ટાવાળા પ૦૦ની લાંચમાં રંગે હાથે ઝડપાયો.

આતંકનો અંત ….. ટ્રેપ નું સ્થળ”દીપ વસ્તુ ભંડાર” દુકાન, કાલાવડ નાકા બહાર, મોરકન્ડા રોડ, જામનગર.રજાના દિવસે એસીબીના છટકામાં રંગે હાથે પકડાઈ જવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા જામનગરમાં ચર્ચાએ જોર પકડયું છે અને લાંચિયા બાબુઓમા સોપો પડી ગયો છે.

જામનગર એસીબી ટીમને ખાનગી રાહે આધારભુત માહિતી મળેલ કે જામનગર મહાનગરપાલિકા ની ફૂડ શાખાના અધિકારી /કર્મચારી દ્વારા ફૂડ લાઇસન્સ કાઢી આપવા માટે રૂ.૫૦૦/- થી રૂ.૫૦૦૦/- લાંચ પેટે માંગણી કરી મેળવે છે અને આવા લાંચના રૂપિયા ન મળે ત્યાં સુધી વેપારીને ફૂડ લાઇસન્સ મળતું ના હોય,

જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ સહકાર આપનાર ડિકોયરનો સંપર્ક કરી લાંચના ડિકોય છટકાનું આયોજન કરતા, આરોપીએ સહકાર આપનાર ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી પંચ-૧ ની હાજરી માં ફૂડ લાઇસન્સ આપી, અવેજ પેટે લાંચની રકમ રૂ.૫૦૦/- ની માંગણી કરી, સ્વીકારી રંગે હાથ પકડાઇ જઈ ગુન્હો કર્યા બાબત.

 

જામનગરમાં સગપણ તુટવાનું મનમાં લાગી આવતા મુસ્લિમ યુવતિની આત્મહત્યા.

0

જામનગરમાં સગપણ તુટવાનું મનમાં લાગી આવતા મુસ્લિમ યુવતિની આત્મહત્યા.

નાની વાતમાં વધતા જતા આત્મહત્યાના બનાવો ચિંતાનો વિષય

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૮.જામનગરના ઊનની કંદોરી પાસે આવેલ ક્રિષ્ના પાર્ક માં રહેતી અલ્ફીયાબેન રફિકભાઈ શેખ ઉ. વ.18 નામની યુવતીની થોડા દિવસ પહેલા સગાઈ તૂટી ગયેલ હોય જે દુ:ખ ના કારણે મનમાં લાગી આવવાથી ગત તારીખ 12 ના સવારના સમયે પોતાના ઘરે એસીડ પી લેતા સારવાર માટે જી.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યુંનો પોલીસ ચોપડે નોંધાયું છે.

કાલાવડ નાકા બહાર અમન- ચમન સોસાયટીમાં રાત્રિના સમયે બે વર્ષની બાળકી સહિત દંપતી ઉપર ૬ જેટલા અજાણ્યા શખ્સોનો હુમલો

0

જામનગરમાં કાલાવડ નાકા બહાર રાત્રિના સમયે દંપતી અને બે વર્ષની બાળકી ઉપર હિચકારો હુમલો.

બે વર્ષની નાનકડી બાળકીને માર મારતા ફીટકાર લાગણી સાથે રોષ. દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૮. જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી અમન ચમન સોસાયટી નજીક આદર્શ પૂલ પાસેથી પસાર થતા દંપતી અને બે વર્ષના બાળકને રાત્રિના સમયે પાંચથી છ જેટલા અજાણ્યા શખ્સોએ આંતરીને આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો.

એકાએક થયેલા હુમલાથી દંપતી અવાચક થઈ ગયું હતું અને હુમલામાં પતિ-પત્ની અને બાળકને ઈજાઓ પહોંચી હતી.

હુમલાખોરો રાત્રિના અંધારામાં પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ પતિ-પત્ની અને બાળકને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યાં બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચી ગયો હતો અને દંપતી અને બાળક ઉપર હુમલો કરનાર શખ્સો વિરુધ્ધ ફરિયાદ નોંધવા તેમજ શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

ભીમવાસમાં “ભાઇ” ઉપર “ભાઇ” નો હથોડી વડે હુમલો.

0

ભીમવાસમાં સગા ભાઇ ઉપર હુમલો કરતો ભાઇ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૧૮.જામનગર શહેરના ભીમવાસ શેરી નં.3 માં રહેતા દિનેશ નાનજીભાઇ ખીમસુરિયા નામના યુવાન ઉપર રવિવારે સવારના સમયે તેના સગા ભાઈ મીતલ નાનજી ખીમસુરિયા નામના શખ્સે ઢીકાપાટુનો માર મારી હથોડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

સગા ભાઈ દ્વારા કરાયેલા હુમલામાં ઘવાયેલા ભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

જ્યાં બનાવની જાણ થતા હેકો જે.એચ. મકવાણા તથા સ્ટાફે ભોગ બનનાર દિનેશના નિવેદનના આધારે તેના સગા ભાઈના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીક બુરી ચીજ : ભાભી સાથે રકઝક થયા બાદ યુવાને જિંદગી ટુંકાવી.

0

કાનલુસમાં ભાભી સાથે રકઝક થયા બાદ યુવાનને જિંદગી ટુંકાવી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૮. : દડીયા ગામે સીણાભાઈની દુકાન પાસે રહેતા નાનજીભાઈ ગોવિંદભાઈ સીંગરખીયા, ઉ.વ.37 એ મેઘપર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.16-10-21ના નિતેષભાઈ ગોવિંદભાઈ સીંગરખીયા, ઉ.વ.રપ, રે. કાનાલુસ ગામ, રેલ્વેસ્ટેશન પાસે, તા.લાલપુર વાળા પોતાના ગામ સોઢાણા ખાતે તેના પિતાને ખર્ચાના પૈસા આપવા માટે ગયેલ જયાં કૌટુંબીક ભાભી હંસાબેન સીંગરખીયાને એક વર્ષ પહેલા આઠ હજાર રૂપિયા નિતેષભાઈએ ઉછીના આપેલા છે.

પૈસા લેવા ગયેલ તે દરમ્યાન હંસાબેનએ રકઝક કરી બોલાચાલી કરી પોલીસમાં ફોન કરતા નિતેષભાઈ ગભરાઈ જઈ કાનાલુસ ગામે પરત આવી પોલીસ પકડશે તો પોતાની તથા પરીવારની આબરૂ જશે તે બીકમાં પોતાની જાતે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.