Tuesday, October 13, 2026
Home Blog Page 325

ધ્રોલના ચકચારી દિવ્યરાજસિંહ હત્યા કેસના મુખ્ય કાવતરાખોરની જામીન અરજી હાઇકોર્ટમાંથી પરત ખેંચાઇ

0

ધોલના ચકચારી દિવ્યરાજસિંહ હત્યા કેસના મુખ્ય કાવતરાખોરની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાંથી પરત ખેંચાઇ..

દિવ્યરાજસિંહ જાદુવિરસિંહ જાડેજા ની સરાજાહેર હત્યા કરાઇ હતી તેમાં મુખ્ય કાવતરા ખોર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજાની કાવતરામાં મદદગારી ખુલી હતી..

દેશદેવી ન્યુઝ-જામનગર ર૩. ધ્રોલના ત્રીકોણ બાગ પાસે ગત તારીખ : 06/03/2020 ના રોજ ધ્રોલના રહેવાસી દિવ્યરાજસિંહ જદુવીરસિંહ જાડેજા ઉપર બપોરે 1.00 વાગ્યાના સમયે સરાજાહેર ત્રણ શખ્સોએ આડેધડ ફાયરીંગ ડરી 7 ગોળી મારી હત્યા નિપજાવી હતી. જે બનાવ અંગે મરનાર દિવ્યરાજસિંહ ના મીત્ર જયદિપસિંહ જાડેજા દ્વારા અનિરૂધ્ધસિંહ સોઢા, મુસ્તાક પઠાણ તથા અન્ય બે અજાણ્યા શાર્પ શુટર તથા તપાસમાં ખુલે તે અન્ય શપ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ.

જે બનાવની તપાસ દરમ્યાન પોલીસ દ્વારા અનિરૂધ્ધસિંહ સોઢા,  મુસ્તાક પઠાણ,  બે શાર્પ શુટર અખીલેશસિંહ ઠાકુર, રોહીતસિંહ ઉર્ફે સોનુસિંહ ઠાકરની ધરપકડ કરવામાં આવેલ તથા દિવ્યરાજસિંહની હત્યા કરવા માટે સોપારી આપવા અંગેની હકીકત તપાસના આધારે ખુલેલી હોય, મુખ્ય કાવતરા ખોર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજાની તેમજ કાવતરામાં મદદગારી અંગે નરેન્દ્રસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવેલ તથા નામદાર કોર્ટમાં ચાજશીટ રજુ કરવામાં આવેલ.

ઉપરોકત્ત આરોપી પૈકી મુખ્ય કાવતરાખોર તથા સોપારી આપનાર ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા દ્વારા જામીન મુક્ત થવા માટે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં તેમનાં વડીલ મારફત જામીન અરજી દાખલ કરવામાં આવેલ.

જે જામીન અરજી સામે મુળ ફરિયાદી જયદિપસિંહ જાડેજા દારા તથા મરણ જનારના પિતાશ્રી જદુવીરસિંહ જાડેજા દ્વારા તેમના વકીલશ્રી એન. જે. શર્મા તથા સિનીયર કાઉન્સીલ આઇ. એન. સૈયદ મારફત જામીન અરજીનો લેખીત વિરોધ કરવામાં આવેલ, તથા આ કામનાં આરોપી મુખ્ય કાવતરાખોર હોય, બહારથી ભાડુતી હત્યારાઓને રૂપીયાના બદલામાં દિવ્યરાજસિંહની હત્યા માટે લાવવામાં આવેલ હોય, તથા બનાવ બન્યા બાદ આરોપી 6 (છ) મહિના સુધી ભાગતા ફરતા હોય, તથા જામીન મુકત થયેથી સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તે પ્રકારની શક્યતા હોય તેવા તમામ કારણોસર જામીન મુકિત સામે વાંધા લેવામાં આવેલ હોય, જે હકીકત રેકર્ડ પર આવતાં આરોપી ઓમદેવસિંહ ગણપતસિંહ જાડેજા ના વકીલ દ્વારા જામીન અરજી પરત ખેંચવામાં આવી હતી.

આ કામમાં મુળ ફરિયાદી જયદિપસિંહ જાડેજા તરફે સીનીયર કાઉન્સીલઆઇ. એસ. સૈયદ, એન. જે. શર્મા તથા જામનગરના ધારાશાસ્ત્રી તરીકે નિખીલ બી. બુધ્ધભટ્ટી, પાર્થ ડી.સામાણી – રોકાયા હતાં.

જામનગરમાં વધુ એક ઉચ્ચ અધિકારી લાંચ લેતા ACB ના છટકામાં સપડાયા..

0

જામનગરમાં વધુ એક ઉચ્ચ અધિકારી લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા..

જામનગરમાં ભ્રષ્ટ અધિકારીઓ ઉપર તવાઈ: ACBના હાથે ચડ્યો નાયબ મામલતદાર..

ACBએ છટકું ગોઠવી રંગે હાથે ઝડપી લીધો : લાંચિયા અધિકારીઓમાં ફફડાટ…

જામનગર એસીબી સફળ ઓપરેશન સિનિયર નાયબ મામલતદાર… ચેતન વિનોદચંદ્ર ઉપાધ્યાય…

ફટાકડાના લાયસન્સ માટે માંગી હતી લાંચ : જામનગર એસીબીની કાર્યવાહી..

અગાઉ પણ લાંચના ગુન્હામાં ઝડપાતા સસ્પેન્ડ કરાયા બાદ ફરી નોકરી ઉપર લેવાયા હતા: ઘરે પણ પોલીસનો જાપ્તો ગોઠવાયો..

દેશ દેવી ન્યુઝ-જામનગર. ર૩ જામનગરમાં વધુ એક ઉચ્ચ સરકારી કર્મચારી લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના છટકામાં સપડાઇ ગયા છે.  જામનગરના નાયબ મામલતદાર ફટાકડા ના લાયસન્સ માટે લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. આ બનાવમાં ફરી એક વખત સરકાર કર્મચારી સંકૂલમાં ફફડાટ વ્યામી જવા પામ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના એક જાગૃત નાગરિકે એસીબીને જાણ કરીને આરોપી ચેતન વિનોદચંદ્ર ઉપાધ્યાય સિનિયર નાયબ મામલતદાર, જામનગર શહેર મામલતદારની કચેરી, વર્ગ-3 એ લાંચ રૂ.10000/- ની માંગણી કરી હતી.

જેથી એસીબી ટીમે ગોકુલ ટ્રેડર્સે કરિયાણાની દુકાન પાસે, ખુલ્લા પ્લોટમાં, રડાર રોડ, ગોકુલનગર, જામનગર ખાતે દરોડો પાડ્યો હતો. અને રંગે હાથ લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.

જામનગર ACB ટીમને માહિતી મળી હતી કે જામનગર શહેર મામલતદારની કચેરીના કર્મચારીઓ ફટાકડાના લાઇસન્સ આપવાના અભિપ્રાય આપવા માટે રૂ.5000/- થી રૂ.10000/- લાંચ પેટે માંગણી કરી મેળવે છે અને આવા લાંચના રૂપિયા ન મળે ત્યાં સુધી ફટાકડા વેચનાર વેપારીને લાઇસન્સ મેળવવા અભિપ્રાય મળતો ના હોય,જે હકીકતની ખરાઈ કરવા અને જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરવા આજરોજ સહકાર આપનાર જાગૃત નાગરિકનો સંપર્ક કરી લાંચનું છટકું ગોઠવ્યું હતું.

આ કામના આરોપી ચેતન ઉપાધ્યાયએ સહકાર આપનાર જાગૃત નાગરિક સાથે હેતુલક્ષી વાતચીત કરી લાઇસન્સના અભિપ્રાય આપવાના અવેજ પેટે ગેરકાયદેસર લાંચની રકમ રૂ.10000/- ની માંગણી કરી, સ્વીકારી રંગે હાથ પકડાઇ જઈ ગુન્હો કર્યો છે.

આ કામગીરી એ. ડી. પરમાર, પોલીસ ઇન્સ્પેકટર, જામનગર એસીબી પોલીસ સ્ટેશન, સુપરવિઝન અધિકારી – એ.પી.જાડેજા, મદદનીશ નિયામક, રાજકોટ એકમ રાજકોટ દ્વારા કરવામાં આવી હતી.
એસીબી ટીમે તેને ઝડપી લઇને વધુ તપાસ હાથ ધરી છે. તેમના ઘરે પોલીસ જાપ્તો ગોઠવી દેવાયો છે.

અગાઉ પણ ચેતન ઉપાધ્યાય લાંચ લેતા ઝડપાયા બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા ત્યાર બાદ પૂન: નોકરી ઉપર લેવામાં આવ્યા હતા જયા આજે ફરી વખત રૂ. 10 હજારની લાંચ લેતા ઝડપાયા છે.

જામનગરમાં વેપારી ઉપર બુટલેગરનો હુમલો : પાર્થ ઉર્ફે જાંબલી અને બાબા નામના બે શખસ સામે ફરિયાદ.

0

જામનગરમાં બુટલેગરોની દાદાગીરી : વેપારી ઉપર હિચકારો હુમલો

દારૂના ધંધાર્થી પાર્થ ઉર્ફે જાંબલી અને બાબા નામના બે શખસ સામે ફરિયાદ.

શહેરના હીરજી મીસ્ત્રી રોડ પરથી પસાર થઇ રહેલા વેપારીની બાઇકને કારની ટકકર મારી છરી વડે હુમલો કર્યો..

વેપારીએ દારૂના ધંધાની પ્રવૃતિ અટકાવવાની અરજી કરી હતી..

ઈજાગ્રસ્ત બનેલા વેપારી નાનજીભાઈ નાખવાને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર ખસેડાયા..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૩. જામનગરમાં બુટલેગરો બેફામ બન્યા હોય અને સરાજાહેર લુખ્ખાગીરી અને દાદગીરી શરૂ કરી હોય તેમ બે બુટલેગરોએ એક વેપારી ઉપર હિચકારો હુમલો કર્યા છે.

ઘાયલ વેપારીએ થોડા સમય અગાઉ પાર્થ ઉર્ફે જાંબલી અને બાબા નામના બે શખસ સામે દારૂનો ધંધો કરતા હોય અને તેમને અટકાવવા માટે અરજી કરી હતી. જેનો ખાર રાખી ઉપરોકત્ત બંને શખસોએ ગઇકાલે વેપારી નાનજીભાઇ ઉપર હુમલો કર્યો હતો.

જામનગરમાં સત્યમ કોલોની રોડ પર મુખ્યમંત્રી આવાસ માં રહેતા નાનજીભાઈ વશરામભાઈ નાખવા નામના 42 વર્ષના વેપારી યુવાને પોતાને કારની ઠોકરે ચડાવી મૃત્યુ નિપજાવવા નો પ્રયાસ કરવા અંગે ,તેમજ જમીન પર પડી ગયા પછી પોતાને છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે દારૂના ધંધાર્થીઓ પાર્થ ઉર્ફે જાંબલી અને બાબા નામના એક સાગરિત સામે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ બનાવમાં ઈજાગ્રસ્ત બનેલા વેપારી નાનજીભાઈ નાખવાને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર નાનજીભાઈ નાખવા કે જેની પાડોશમાં રહેતા પાર્થ ઉર્ફે જાબલી એ દારૂનો ધંધો ચાલુ કર્યો હોવાથી આજથી પાંચેક માસ પહેલાં વેપારીએ તેની સામે ફરિયાદ કરી હતી, અને દારૂનો ધંધો નહીં કરવા જણાવ્યું હતું.

જેનું મનદુ:ખ રાખીને ગઈકાલે વેપારી નાનજીભાઈ નાખવા પોતાનું બાઇક લઇને હીરજી મિસ્ત્રી રોડ પરથી પસાર થઇ રહયા હતા.જે દરમિયાન બદલો લેવાના ભાગરૂપે દારૂનો ધંધાર્થી જાંબલી અને તેનો સાગરીત એક કોફી કલરની કારમાં પાછળથી આવ્યા હતા, અને મોટરસાયકલ ને પાછળથી ટક્કર મારી વેપારી અને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં વેપારી જમીન પર પટકાઈ પડયા હતા, અને તેઓને નાની-મોટી ઈજા થઈ હતી. જે ઊભા થાય તે પહેલાં જ જાબલી અને તેનો સાગરીત છરી સાથે કારમાંથી ઉતરીને ધસી આવ્યા હતા, અને વેપારી પર છરી વડે હુમલો કર્યો હતો. જેમાં તેઓ ઇજાગ્રસ્ત થયા પછી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

આ બનાવ અંગે સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આઈ.પી.સી. કલમ 308, 323,324,506(2) ,114 અને જી.પી.એકટ કલમ 135-1 મુજબ ગુનો નોંધી બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. આ બનાવને લઇને શહેરમાં ચકચાર જાગી છે આ કેસની વધુ તપાસ સીટી-સીના પીએસઆઇ એસ.એમ.સીસોદીયા ચલાવી રહ્યા છે.

મોટા -ગુંદાગામની સીમમાં જુગારના અખાડા પર LCB ત્રાટકી: વાડીમાલીક સહિત ૬ ઝડપાયા.

ભાણવડ તાલુકાના મોટા -ગુંદાગામની સીમમાંથી જુગારના અખાડો ઝડપાયો.

વાડીમાલીક સહિત  -૬  પાના પ્રેમીને ૧૨૭૧૧૦/- ના મુદામાલ સાથે પકડી પાડતી દેવભૂમિ દ્વારકા LCB…

અચાનક એસીબી ત્રાટકતા ભાગાભાગી ના દ્રશ્યો સર્જાયા હતા.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક રર. લોકલ ક્રાઇમ બ્રાંચના  પો.સ.ઇ એસ.વી.ગળચર તથા સ્ટાફના ભાણવડ પો.સ્ટે વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમીયાન ASI સજુભા હમીરજી જાડેજા તથા HC જેસલસીંહ જાડેજા તથા સહદેવસિહ જાડેજાને જુગાર અંગેની સંયુકતમાં બાતમી મળેલ તેથી ભાણવડ તાલુકાના મોટાગુંદા ગામની માઢ સીમ વીસ્તારમાં આવેલ ધરમશીભાઇ મહાદેવભાઇ વીળજા જાતે પટેલ ઉ.વ ૬૮ ધંધો ખેતી રહે – મોટાગુંદાગામ , ઘેટીયાપા તા – ભાણવડ જ દેવભૂમિ દ્રારકાવાળા પોતાની ખેતીની જમીનમા વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધન સગવડ પુરા પાડી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી પૈસાની હારજીત કરી જુગારનો અખાડો ચલાવતા હોય જેથી સદર જગ્યાએ રેઇડ કરી નીચે જણાવેલ નામવાળા પાના પ્રેમીને જુગાર રમતા ગંજીપતા તથા રોકડા રૂપિયા રોકડ રૂપિયા ૨૧,૧૧૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૬ કિમત રૂ . ૬,૦૦૦ / – તથા વાહન મોટર સાઇકલ -૪ કિ.રૂ. ૧,૦૦,૦૦૦ / – મળી કુલ રૂ . – ૧,૨૭,૧૧૦ / – ના મુદામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ બાબતે ASI સજુભા હમીરજી જાડેજા ની ફરીયાદ આધારે એલ.સી.બી. ના પોલીસ સબ ઇન્સ શ્રી એસ.વી.ગળચર નાઓએ મજકુર ઇસમો ને ધોરણસર અટક કરી આગળની કયિવાહી અથે ભાણવડ પો સ્ટે સોપી આપેલ છે આરોપીઓ ( ૧ ) ધરમશીભાઇ મહાદેવભાઇ વીળજા જાતે પટેલ ઉ.વ .૬૮ ધંધો ખેતી રહે – મોટાગુંદાગામ , ઘેટીયાપા તા – માણવડ જ દેવભૂમિ દ્વારકાવાળા ( ૨ ) ધનજીભાઈ રામજીભાઈ પાડલીયા જાતે પટેલ ઉ.વ -૬૨ રહે મોટાગુંદા ગામ તા- ભાણવડ જલ્લિો- દેવભમાં દ્વારકા ( ૩ ) સેજાભાઇ નારણભાઇ ખીટ જાતે ભરવાડ ઉ.વ -૬૦ ધંધો- મજુરી રહે- મોડકીગામ તા- ભાણવડ , જળ દેવભૂમિ દ્રારકાવાળા ( ૪ ) નરોતમભાઇ માવજીભાઇ જોષી બ્રાહ્મણ, ઉવ – પ૮ ધંધો- રેલ્વેમાં નોકરી રહે- મોટી ગોપ તા- જામ જોધપુર જીલ્લો- જામનગર ( ૫ ) કરશનભાઇ જેઠાભાઇ ઓડીચ જાતે રાજગોર બ્રાહ્મણ ઉં.-૪૭ ધંધો- મજુરી રહે હરીપર ગુંદા જ . દેવભૂમિ દ્રારકા  (૬)  મુકેશભાઇ ભનુભાઇ નનેરા જાતે સગર ઉ.વ -૪૫ ધંધો- ખેતી રહે મોટી ગોપ તા- જામજોધપુર જીલ્લો- જામનગર

આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી જે.એમ.ચાવડા , પો.સ.ઇ.શ્રી એસ.વી.ગળચર , એ.એસ.આઇ.શ્રી , અજીતભાઇ બારોટ , સજુભા જાડેજા , કેશુરભાઇ ભાટીયા , દેવસીભાઇ ગોજીયા , વવપુલભાઇ ડાંગર , નરસીભાઇ સોનગરા , ર્ધમેન્દ્રસીહ ચુડાસમા પોલીસ હેડ કોન્સ . શ્રી મસરીભાઇ આહીર , જેસલસીહ જાડેજા સહદેવસીહ જાડેજા , ભરતભાઇ ચાવડા , અરજણભાઇ મારૂ , બલભદ્રસીહ ગોહીલ , બોઘાભાઇ કેશરીયા , જીતુભાઇ હુણ , લખમણભાઇ પીંડારીયા , હસમુખભાઇ કટારા તથા વશ્વિદીપસીહ જાડેજા જોડાયા હતા .

ગુન્હો કરી વિદેશ ફરાર થઇ ગયેલ આરોપીને સલાયા જેટી પરથી SOG એ ઝડપી લીધો.

ખંભાળિયા પંથકમાં ગુન્હો કરી વિદેશ ફરાર થઇ ગયેલ આરોપીને સલાયા જેટીપરથી એસ.ઓ.જી એ ઝડપી લીધો..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા : રર. નાયબ પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ રાજકોટ વિભાગ – રાજકોટ તથા દેવભુમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક સુનીલ જોષીની સુચના મુજબ દેવભુમી દ્વારકા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને વણ શોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા દેવભુમી દ્વારકા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.ચાવડા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર પી.સી. સીંગરખીયાનાઓને સુચનાઓને આપેલ જે અનુસંધાને તમામ એસ.ઓ.જી. સ્ટાફને દેવભુમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલીંગ કામગીરી કરવા જણાવેલ હોય.

જેથી તા.21-10-2021ના રોજ આસી. સબ ઇન્સ. રાજેન્દ્રસિંહ જાડેજા, પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા તથા મહાવીરસિંહ બળવંતસિંહ ગોહિલ વિગેરે સ્ટાફના માણસો લાયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન આસી. સબ ઇન્સ. રાજેન્દ્રસિંહ જાડેજા, પોલીસ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગુમાનસિંહ જાડેજા (ધમભા જાડેજા)નાઓને હકિકત મળેલ કે સલાયાના મરીન પોલીસ સ્ટેશનએ પોર્ટ ગુ.ર.નં. 11185 007200593 – 2020 ઇ.પી.કો. કલમ 465, 467, 4ઁ68, 471, 472, 120-બી મુજબ ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મજીદ જુનુભાઇ ભાગાડ ગુન્હો કરી વહાણમાં વિદેશ ચાલ્યો ગયેલ છે.

જે અંગે આરોપી ગયેલ તે વહાણની તથા આરોપીની વોચમાં હતા અને ખાનગી રાહે જાણવા મળેલ કે વહાણ સલાયા આવવાનું છે અને તેમાં આરોપી પણ આવનાર છે. જેથી તુર્ત જ સલાયા જેટી ખાતે પહોંચી જઇ સલાયા મરીન પોલીસ સ્ટેશનના ઇમીગ્રેશન ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાને સાથે રાખી વહાણ મહેબુબ મોયુદીન નામના વહાણમાંથી ઉતરતા ખલાસીઓ પૈકી મજીદ નામની બુમ પાડી આરોપીની ખરાઇ કરી ઉપરોકત ગુન્હાના કામનો આરોપી મજીદભાઇ જુનુસભાઇ આલીભાઇ ભગાડ વાધેર (ઉ.વ.38) ધંધો વહાણવટુ રહે. સલાયા, રેલવે સ્ટેશન રોડ, બારલો વાસવાળાને પુછપરછ કરતા પોતે ગુન્હો કર્યાની કેફીયત આપતા મજકુર ઇસમને અટક કરી સલાયા મરીન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

ઉપરોકત સમગ્ર કાર્યવાહીમાં એસ.ઓ. જી.ના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.ચાવડા પોલીસ સબ ઇન્સ્પેકટર પી.સી.સીંગરખીયા આસી. સબ. ઇન્સ્. રાજેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પોલીસ કોન્સ. ધમભા જાડેજા, મહાવીરસિંહ ગોહિલ, સલાયા મરીન પોલીસ સ્ટેશનના દેવેન્દ્રસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.

સરકારી નોકરીની લાલચ આપી પૈસાની માંગણી કરતા લેભાગું તત્વોથી સાવધાન રહેવા અનુરોધ.

0

લેભાગુ તત્વોથી જામનગરવાસીઓને સતર્ક રહેવા અનુરોધ

સરકારી નોકરીની લાલચ આપી પૈસાની માંગણી કરતી ખોટી એજન્સીઓથી સાવધ રહેવું

સરકારી નોકરી માટે કોઈપણ સંસ્થાની રકમની માંગણીને ન સ્વીકારવી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર તા.૨૨ ઓક્ટોબર, જામનગરવાસીઓને લેભાગુ તત્વોથી સતર્ક રહેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે. હાલ જાણમાં આવેલ છે કે, સરકારી નોકરીની લાલચ આપી અનેક સંસ્થાઓ પોતાની એજન્સી મારફત પૈસાની માંગણી કરી લોકોની છેતરપિંડી કરી રહી છે.

ત્યારે આ અંગે સ્પષ્ટતા કરવાની કે સરકારી નોકરી માટે તદ્દન પારદર્શક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયા બાદ સરકારી સેવામાં જોડાવાની તક પ્રાપ્ય બને છે. સરકારી કોઈપણ નોકરી માટે સરકાર દ્વારા કોઈપણ રકમની માંગણી કરવામાં આવતી નથી. ત્યારે કોઈપણ સંસ્થા દ્વારા સરકારી નોકરીની લાલચ આપી પૈસાની માંગણી કરવામાં આવે તો તેનાથી સાવધ રહી

આ માંગણીને ન સ્વીકારીને આવા લેભાગુ તત્વોથી દૂર રહેવું અને જરૂર પડ્યે તંત્રના ધ્યાને આ વાત મુકવા અનુરોધ છે.

લ્યો બોલો.. જામનગરની જી.જી હોસ્પિટલે માર્યાં સંડાશમાં સીલ..! अंदर आना मना है

0

જામનગરની જી.જી. હોસ્પિટલના શૌચાલયોમાં સીલ લગાવાયા !

સોચાલય – બાથરૂમમાં સીલના પગલે દર્દીઓ દ્વારા બાથરૂમની બહાર યુરીનલ કરતા હોવાને કારણે ગંદકીમાં વધારો થયો છે..

હાલ જી.જી હોસ્પિટલનો સંડાસમાં સીલ કરવાનો કીમિયો કામીયાબ થશે કે પછી ઘરની ધોરાજી ચાલશે..!

દર્દીઓ અને તેના પરિજનો ભારે મુશ્કેલીમાં મૂકાયા : ભારે આક્રોશ…

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : રર. જામનગરની જી.જી. હોસ્પિટલ અવનવા વિવાદમાં રહેવા ટેવાયેલી છે. જ્યાં સુધી કોઈ નવો વિવાદ ન કરે ત્યાં સુધી તંત્રને ચેન નથી પડતો.! તેવામાં સંડાસમાં સીલ મારી દેતા દર્દીઓમાં દેકારો બોલી ગયો હતો

હવે જી.જી.હોસ્પિટલના સતાધીશોને શું ચાનક ચડી કે નવી બિલ્ડીંગમાં આવેલા સાતમા માળના તમામ શૌચાલયો જાજરૂને સીલ કરી તાળા મારી દીધા છે.જેના કારણે દર્દીઓ અને તેના પરિજનોની હાલત કફોડી બની છે.

જામનગર શહેરની જી.જી. હોસ્પિટલમાં દરરોજ હજારો દર્દીઓ અને તેના સગા આવે છે. અહીંની નવી બિલ્ડીંગમાં બનેલી હોસ્પિટલમાં શૌચાલયો અને જાજરૂની ઉતમ વ્યવસ્થા કરવામાં આવી છે.

પરંતુ જી.જી. હોસ્પિટલના સતાધીશોને વિકૃત આનંદ આવ્યો હોય તેમ હોસ્પિટલના સાતમા માળે આવેલા તમામ શૌચાલયો અને જાજરૂને પ્લાસ્ટીકના રેપરથી સીલ લગાડી તાળાં મારી દીધા છે . જેના કારણે ત્યાં હાજર દર્દીઓ અને તેમના સગા વ્હાલાઓની હાલત કફોડી બની ગઇ છે.

આ અંગે જી.જી.ના સુપ્રિટેન્ડન્ટ ડો.દિપક તિવારીના જણાવ્યા અનુસાર શૌચાલયોનું રીપેરીંગ કામ હોવાથી બંધ આવ્યા હોવાનું ગાણુ  ગાયું હતુ.!, પરંતુ આવી રીતે જડબેસલાક સીલ મારીને બંધ કરવાનું કારણ જણાવી શકયા ન હતાં. પરંતુ સીલનોં મુદા એ સારી એવી ચર્ચા જગાડી છે.

ધ્રોલના બસ સ્ટેન્ડ પાસે સર્જાઇ કરૂણાંતિકા : અકસ્માતમાં પિતાની નજર સામે પુત્રનું મોત

0

ધ્રોલના બસ સ્ટેન્ડ પાસે સર્જાઇ કરૂણાંતિકા : અકસ્માતમાં પિતાની નજર સામે પુત્રનું મોત

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૧. જામનગર તાલુકાના અલીયાબાડા ગામે રહેતા અમુભાઇ ખીમાભાઇ મકવાણા નામનો યુવાન બુધવારે બપોરે બાર વાગ્યાના અરસામાં તેના ખારવા રોડ પર સ્થિત ખાનગી સ્કુલમાં અભ્યાસ કરતા પુત્ર સ્મિત (ઉ.વ.10)ને બાઇક પાછળ બેસાડીને બસ સ્ટેન્ડ સામે ખારવા ચોકડી પાસે રોડ પર પસાર થઇ રહયો હતો.

જે વેળાએ જામનગર તરફથી પુરપાટ વેગે આવતા ટેન્કર ચાલકએ બાઇક પર સવાર પિતા-પુત્રને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે દ્યવાયેલા માસૂમ પુત્ર સ્મિતનું પિતાની નજર સામે જ મોત થતા પરિવારમાં આક્રંદ છવાયો છે.

જયારે ચાલક અમુભાઇને પણ શરીરે નાની મોટી ઇજા પહોચતા તેઓને તુરંત સારવાર અર્થે હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. આ અંગે રાજુભાઇ ખીમાભાઇ મકવાણાની ફરીયાદ પરથી પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધ્યો છે. ઇજાગ્રસ્ત અમુભાઇ અલીયા ગામે રહેતા હોવાનુ પોલીસસુત્રોએ જણાવ્યુ છે.

જામનગરના પાંચહાટડી વિસ્તારમાં ઇદની પૂર્વ રાત્રે થયેલ બબાલામાં આખરે સામ-સામી ફરિયાદ નોંધાઇ.

0

જામનગરના પાંચહાટડી વિસ્તારમાં ઇદની પૂર્વ રાત્રે થયેલ બબાલામાં આખરે સામ-સામી ફરિયાદ નોંધાઇ..

જામનગરના કાલાવડ નાકા બહાર આવેલ પાંચહાટડી વિસ્તારમાં ઇદની પૂર્વ રાત્રે થયેલ બબાલામાં આખરે સામ-સામી ફરિયાદ નોંધાઇ છે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૨૧. જામનગર શહેરના પાંચ હાટળીમાં બાળકોના ઝઘડાએ મોટું સ્વરૂપ લીધું હોય તેમ બે જૂથ વચ્ચે સામે બાટલીઓ ઉડી હતી સીટી-એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર  જલુના માર્ગદર્શન હેઠળ દરબારગઢ ચોકીના પી.એસ.આઇ હરીયાણી તથા સ્ટાફ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

પરંતુ આખરે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા સામ સામે ફરિયાદ નોંધાવાઈ છે અહીંના કસાઈ વાડો નવી મસ્જીદ પાસે રહેતા સદામહુશેન સતારભાઈ સુમરા ઉ.વ. 28 એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. 19 ના રોજ પાંચહાટડી ચીકન ચાઈનીઝ દુકાન પાસે આ કામેના આરોપીઓ ફેઝલ, યુસુફ, અલ્ફાઝ, અયાન ઉર્ફે કચોરી રહે. બધા પટણીવાડવાળાઓએ ફરીયાદીનો ભત્રીજો કેચ પકળવા દોડતા તેની કોણી આરોપી ફેઝલને લાગી જતા તે બોલાચાલી કરવા લાગેલ અને તેને સમજાવવા જતા આરોપીઓએ એકસંપ કરી ફરીયાદી તથા સાહેદો સાથે ગાળા ગાળી કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે.

જયાર સામાપક્ષે અહીં પટણીવાડમાં રહેતા મોહમદયુસુફ હનીફભાઈ શેખ ઉ.વ. 26 એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, તા. 19 ના રોજ આ કામેના આરોપીઓ સદામ સતારભાઈ, અફઝલ સતારભાઈ, ઝાબીર, જમીલ રહે. બધા કસાઈવાડો વાળાઓ ફરીયાદીના કાકાનો દિકરો ફેઝલ મોટર સાયકલ લઈ પાંચહાટડી પાસે આવેલ અજમેરી ચીકન પાસેથી નીકળેલ ત્યારે છોકરાઓ ક્રિકેટ રમતા હોય અને ક્રિકેટ બોલ ફેઝલને લાગી જતા તેને છોકરાઓને જોઈને રમવાનું કહેતા ત્યાં ઉભેલા આરોપીઓએ તેની સાથે ગાળાગાળી કરી ફરીયાદી તથા સાહેદો આ લોકોને સમજાવવા જતા ચારેય આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ છે. હાલ તો પોલીસે બંનેની ફરિયાદ પરથી ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

જામનગરના ચાંદીબજારમાંથી ચાંદીના છતર સાથે શખ્સને ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાંચ

0

જામનગરના ચાંદીબજારમાંથી ચાંદીના છતર સાથે શખ્સને ઝડપી લેતી એલસીબી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૧.જામનગર શહેરમાં ચાંદી બજાર વિસ્તારમાંથી શખ્સ પસાર થવાની એલસીબીના હેકો. વનરાજ મકવાણા અને એએસઆઇ માંડણભાઇ વસરાને મળેલી બાતમીના આધારે પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા યશપાલસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી પસાર થતાં પ્રવીણ લખમણ પરમાર(રહે.લાલપુર) નામના શખ્સને આતંરીને તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા.14,000 ના કિંમતના 358 ગ્રામ વજનના ચાંદીના 16 નંગ છતર મળી આવતાં શકપડતી મિલકત તરીકે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.