Tuesday, October 13, 2026
Home Blog Page 324

પોલીસકર્મીઓનું આંદોલન : સોશિયલ મીડિયામાં ગ્રેડ-પે આંદોલન મુદ્દે ગુજરાત પોલીસે જાહેર કર્યા આદેશ.

0

પોલીસકર્મીઓનું આંદોલન : સોશિયલ મીડિયામાં ગ્રેડ-પે આંદોલન મુદ્દે ગુજરાત પોલીસે જાહેર કર્યા આદેશ, ગેરમાર્ગે દોરનાર સામે લેવાશે પગલાં..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ગાંધીનગર: ર૭. સોશિયલ મીડિયામાં ગ્રેડ પે મુદ્દે પોલીસ કર્મીઓ આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આ આંદોલનને લઈને ગુજરાત પોલીસે આદેશ જાહેર કર્યા છે.

આદેશ અનુસાર ગ્રેડ પેને લઈને સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોરનાર સામે પગલાં લેવાશે એવું કહેવામાં આવ્યું છે.

જ્યારે રાજ્યના પોલીસ કર્મચારીઓને પગારની સાથે અન્ય ભથ્થા તથા સુવિધા અપાતી હોવાની સ્પષ્ટતા પણ આદેશમાં કરવામાં આવી છે.

જણાવી દઈએ કે કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાના આંદોલન બાદ આ આદેશ જાહેર કરાયા છે. હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા ગાંધીનગર વિધાનસભામાં ધરણા કરવા બેઠા હતા.

ગઈકાલે હાર્દિક પંડ્યાના આ ધારણા બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું છે. અને તેને લઈને આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

આદેશમાં કહેવાયું છે કે પગાર અને અન્ય ભથ્થાઓ સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે. જેમાં કોન્સ્ટેબલનો પગાર 18 હજારથી 56900, હેડ કોન્સ્ટેબલનો પગાર 21700 થી 69 હજારની આસપાસનો હોવાનું કહેવામાં આવ્યું છે. મદદનીશ પોલીસ ઇન્સ્પેકટરનો પગાર પણ 25500 થી 81 હજારની આસપાસ છે.

આ આદેશમાં પોલીસ વિભાગે બે મુદ્દા સ્પષ્ટ કર્યા છે. સાતમાં પગાર પંચ પ્રમાણે પગાર આપવામાં આવી રહ્યું છે. તેમજ અન્ય ભથ્થા આપવામાં આવી રહ્યા છે. ઝઅ, ઉઅ અને રજાઓમાં વધારો કરવામાં આવ્યો છે. આમ છતાં કોઈ કર્મચારીને તકલીફ હોય તો તે પોલીસ ફોરમમાં તેની રજૂઆત કરી શકે છે.

પરંતુ જો સોશિયલ મીડિયામાં ઉશ્કેરવા જનક પોસ્ટ મુકાશે અને પોલીસ કર્મચારી જો એમાં શામેલ હશે તો તેની સામે ખાતાકીય ભંગના પગલા લેવામાં આવશે. તેની સાથે ઇન્ક્વાયરી પણ કરવામાં આવશે.

જામનગર જીલ્લા પોલીસવડા દ્વારા વધુ એક બદલીનો ઘાણવો : 2- LCB માં મુકાયા.

0

જામનગર જીલ્લા પોલીસવડા દ્વારા વધુ એક બદલીનો ઘાણવો: અનાર્મ પોલીસ કર્મચારીઓની બદલી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૭.: જામનગર જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રન દ્વારા વધુ એક વખત બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે.

જેમાં જામનગર જિલ્લામાં ચાર અનાર્મ પોલીસ કર્મચારીઓની બદલી કરી છે જેની વિગત નીચે મુજબ છે.

1.જામનગર સીટી-એ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અનાર્મ હેડ કોન્સ.અશોક દાનાભાઇ સોલંકીની જામનગર એલસીબીમાં બદલી..

2.જામજોધપુર પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ. તરીકે ફરજ બજાવતાં રામાભાઇ રણમલભાઇ સીડાની લાલપુર પોલીસ સ્ટેશનમાં બદલી..

3.જામનગર સીટી-એ પોલીસ સ્ટેશનમાં અનાર્મ હેડ કોન્સ. તરીકે ફરજ બજાવતાં ખીમાભાઇ હાજાભાઇ ભોચીયાની જામનગર એલસીબીમાં બદલી..

4. લાલપુર પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ. તરીકે ફરજ બજાવતાં હિતેશ જગદીશભાઇ મકવાણાની જામનગર સીટી-સી પોલીસ સ્ટેશનમાં બદલી..

આ તમામ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે તેમના હાલના ફરજ પરથી છુટા કરવા બદલીના ઓર્ડર દ્વારા હુકમ કરાયો છે.

ખુલ્લામાં લઘુશંકા કરતા યુવાન ઉપર પાઇપ વડે હુમલો: સામે આવ્યો વિચિત્ર કિસ્સો..

ખંભાળિયામાં ખુલ્લામાં લઘુશંકા કરતા યુવાન ઉપર પાઇપ વડે હુમલો…

ખંભાળિયામાં સામે આવ્યો વિચિત્ર કિસ્સો.. લધુશંકામાં માર પડયો.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા: ૨૬.ખંભાળિયાના સંજયનગર વિસ્તારમાં રહેતા કિશનભાઈ ગંગાભાઈ વઘોરા નામના 25 વર્ષના યુવાન તેમના પત્ની સાથે ઘરની બહાર બેઠા હતા ત્યારે, આ સ્થળે ખુલ્લામાં લઘુશંકા કરતા જગદીશ હીરાભાઈ વઘોરા નામના શખ્સને કિશનભાઈએ અહીં લઘુશંકા કરવાની ના કહેતા તેણે ઉશ્કેરાઇને પાઈપ વડે કિશનભાઈ ઉપર હુમલો કરતા તેને માથાના ભાગે ઈજા થવા પામી હતી.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે જગદીશ વઘોરા સામે આઇ.પી.સી. કલમ 324, 504, તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

જામનગરના પ્રભારી મંત્રીની અધિકારી-પદાધિકારી સાથે બેઠક યોજાઇ

0

જામનગરના પ્રભારી મંત્રી બ્રિજેશ મેરજા ના અધ્યક્ષસ્થાને  અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર તા. ૨૬ ઓક્ટોબર તા. ૨૩ ઓક્ટોબરના રોજ રાજ્યના શ્રમ અને રોજગાર પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામવિકાસ, ગ્રામ ગૃહનિર્માણ રાજ્યકક્ષાના મંત્રી અને જામનગરના પ્રભારી મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવેલ હતી.

આ બેઠકમાં મંત્રી એ જામનગર જિલ્લામાં સરકારની વિવિધ યોજના અંગે ચર્ચા કરી વર્તમાન કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં ખાસ નવી ગ્રામ પંચાયતોના નિર્માણ, પંચાયતની વિવિધ યોજના, વેક્સિનેશન વિશે ચર્ચા કરાઇ હતી.

મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં પંચાયતી વ્યવસ્થાઓમાં ખાલી રહેલી જગ્યાઓને ભરી પંચાયતી કામગીરીને વધુ સુદ્રઢ કરવામાં આવશે તેમજ અન્નપૂર્ણા યોજના હેઠળ શ્રમિકોને આપવામાં આવતા ભોજનની યોજનાને વધુ વેગવંતી બનાવીને રાજ્યના વધુમાં વધુ શ્રમિકોને આ યોજનાનો લાભ મળે તે માટે માઈક્રો પ્લાનિંગ સાથે કામગીરી હાથ ધરાશે.

મંત્રીએ પદાધિકારીઓ સાથે જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમની કામગીરી, કોવિડ વેકસીનેશનની કામગીરી અને ન્યુમોકોકલ વેકસીન વિષે લોકોને વધુમાં વધુ જાગૃતિ આવે અને તેનો વધુ બાળકોને લાભ મળે તે માટે લોકજાગૃતિ લાવવા વિષે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઇ ભોજાણી, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા કલેકટર ડો. સૌરભ પારધી, એ.એસ.પી  પાંડે, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાર્થ કોટડીયા ઉપસ્થિત રહ્યા હતા.

કંટ્રોલ રૂમમાં આવેલ એક ફોનથી જામનગર પોલીસ લાગી ધંધે..

0

એક મહિલા ઘાતક શસ્ત્રો સાથે ST માં આવે છે, તેવો ફોન પોલીસ કંટ્રોલ રૂમમાં આવતા મચી દોડધામ..

લાલપુર બાયપાસ રોડ પર પોલીસના ધાડે-ધાડા ઉતર્યાઃ  પોલીસને ધંધે લગાડનાર હાથે ચડી ગયો.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૨૬.જામનગર શહેરના પોલીસ કંટ્રોલ રૂમમાં રવિવારે બપોરે એક વ્યક્તિએ જુદા જુદા બે મોબાઈલમાંથી ફોન કરી જણાવ્યું હતું . કે , દ્વારકાથી વાયા પોરબંદરવાળી બસમાં એક મહિલા પાસે ખતરનાક હથિયારો છે.

તેવી માહિતી મળતા જ પોલીસ કંટ્રોલ રૂમે એલસીબી , એસઓજી , પંચ – બી સહિતની પોલીસને જાણ કરતા પોલીસ ટૂકડીઓ લાલપુર બાયપાસથી અન્ય જગ્યાઓ પર ચેકીંગમાં જોતરાઈ ગઈ હતી , પરંતુ એસટીના ચેકીંગ અને જે સ્ત્રીનું વર્ણન કરવામાં આવ્યું હતું તેની શોધખોળ કરતા કોઈ મળી આવ્યું ન હતું .

પોલીસ દરમિયાન કંટ્રોલ રૂમમાં જે નંબર પરથી ફોન આવ્યો હતો તેની ચકાસણી કરતા મોટા થાવરિયા ગામના મિલન ભાણજીભાઈ મકવાણા નામના શખસનું નામ ખૂલ્યું હતું .

પોલીસે મિલનને બોલાવીને પૂછપરછ કરતા પોતે ફેબ્રીકેશનનું કામ કરતો હોવાનું અને બારેક દિવસ પહેલા એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો કે , હું અકબર બોલું છું , તું મારી બાતમી પોલીસમાં આપી છે. આવી કોઈ બાતમી તેણે ન આપી હતી.

રવિવારે મિલન લાલપુર ચોકડી પાસે હતો ત્યારે અકબર નામના શખસે તેના ફોનમાંથી પોલીસને ખોટી માહિતી આપી હતી જેના આધારે પોલીસે આ શખસ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. હાલ તો પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરનાર બંને ધંધે લાગી ગયા છે..

જામનગર શહેરમાં RSS દ્વારા વિરાટ નગર પથ સંચલન: મુખ્ય માર્ગ પર પરિભ્રમણ

0

જામનગર શહેર માં આરએસએસ દ્વારા વિરાટ નગર પથ સંચાલન..

200 થી વધુ પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકો દ્વારા ઘોષ-બેન્ડના તાલે મુખ્ય માર્ગો પર પરિભ્રમણ.
ઠેર ઠેર ભગવા ધ્વજ પર પુષ્પવૃષ્ટિ..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૨૫. જામનગર શહેરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા દર વર્ષે વિજયાદશમી નિમિત્તે પથ સંચલન શહેરના રાજમાર્ગો પર ફરે છે જેના અનુસંધાને ગત રવિવારે સાંજે 5-30 કલાકે ધનવંતરી મેદાનથી શરૂ થઇ આ પંથ સંચલન શહેરના મુખ્ય રાજમાર્ગો પર થઇ ફરી ધનવંતરિ મેદાન ખાતે પૂર્ણ થઇ હતી. જામનગર શહેર માં રવિવારે સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નગર પથ સંચાલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર.એસ.એસ. ના સ્વયંસેવકો જ્પુર્ણ ગણવેશ ધારણ કરીને શહેર ના વિવિધ વિસ્તારો માં ઘોષ (બેન્ડ) ના તળે પથ સંચાલન માં જોડાયા હતા જ્યારે શહેર ની વિવિધ 29 થી વધુ સંસ્થાઓ દ્વારા શહેરના માર્ગ પર ઠેર ઠેર ભગવા ધ્વજ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી. જામનગર શહેર માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ સમાજ ને સંગઠિત કરવા માટેનું કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે પથ સંચાલન નું આયોજન કરવામાં આવ્યું હતું ધન્વંતરિ ગ્રાઉન્ડ થી પથ સંચાલન નો પ્રારંભ થયો હતો જેમાં આર.એસ.એસ. ના 200 થી વધુ સ્વયંસેવકો ગણવેશ માં ખાખી પેન્ટ, કાળિટોપી, સફેદ શર્ટ, પટ્ટો, તેમજ બુટ મોજા પહેરીને તેમજ હાથ માં દંડ (લાકડી )રાખીને ચાર ચાર ની કતારમાં પાઠ સંચાલનમાં જોડાયા હતા.

વિજયાદશમી ના તહેવારને અનુલક્ષી ને યોજાયેલા પથ સંચાલન નો ધન્વંતરિ મંદિર થી પ્રારંભ થયો હતો જ્યાં સૌપ્રથમ પ્રાર્થના નું ગાયન કર્યા પછી સંચાલન નો પ્રારંભ કરાયો હતો જે ધન્વંતરિ ગ્રાઉન્ડ થી પ્રારંભ થઈ સ્વામી વિવેકાનંદ સર્કલ, ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ, પંચમુખી હનુમાનજી મંદિર, જુળેલાલ મંદિર, રામમંદિર બેડી ગેઇટ, રાધાકૃષ્ણ મંદિર ટાઉનહોલ , ભીડભંજન મહાદેવ મંદિર , આંબેડકરજી ની પ્રતિમા (લાલ બાંગ્લા , વિનુ માંકડ ની પ્રતિમા, ગુરુદ્વારા હનુમાનજી મંદિર થઈ ધન્વંતરિ ગ્રાઉન્ડ માં પૂર્ણ થયું હતું જે પથ સંચાલન ના માર્ગ પર ઠેર ઠેર આર.એસ.એસ. સંલગ્ન જુદી જુદી સામાજિક અને સેવાકીય સંસ્થાઓ તેમજ નગર ના અગ્રણી વેપારીઓ મહિલા સંગઠન સહિતની જુદી જુદી સંસ્થાઓ દ્વારા ભગવા ધ્વજ પર પુષ્પ વૃષ્ટિ કરવામાં આવી હતી.

જામનગર થી કચ્છ જતું 24 લાખનું ડીઝલ ટેન્કર સગે-વગે કરાતા ફરિયાદ

0

જામનગર થી કચ્છ જતું રૂા.24 લાખનું ડીઝલ ટેન્કર સહિત સગેવગે કરાતા ફરિયાદ

ભુજ ટ્રાન્સપોર્ટ કંપનીઓના લાખો રૂપિયાના માલની ઘાલમેલ કરવાના બનાવોએ ટ્રાન્સપોર્ટરોમાં ચિંતા સર્જી છે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર 25. જામનગરથી કચ્છના મુન્દ્રા મધ્યે પહોંચાડવાનો 24 લાખ રૂપિયાનો ડીઝલનો જથ્થો અને 20 લાખનું ટેન્કર સગેવગે કરવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે.

અંજારની શિવમ લોજિસ્ટિક કંપનીના દીનેશગર જાદવગર ગુંસાઈએ તેમના ટેન્કર ન. જીજે 12 BV 9366 માં જામનગરથી મુન્દ્રા માટે 24 લાખ રૂ. નું ડીઝલ ભરી આવનાર ડ્રાઈવર અબ્દુલ રઝાક સાલેમામદ બકાલી (રહે.ભુજ) સામે ડીઝલનો જથ્થો સગેવગે કરવાની બદલ ફરિયાદ કરી છે.

ડીઝલ ભરેલું આ ટેન્કર અંજાર અને ભુજ વચ્ચે સાપેડા પાસે ડ્રાઈવરે ઉભુ રાખ્યું ત્યાંથી કોઈ ડીઝલ ભરેલું ટેન્કર કોઈ લઈ ગયું હોવાનું જણાવ્યું હતું. પોલીસે ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

જામજોધપુરમાં તસ્કરીનો તરખાટ મચાવનાર બેલડીને ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાંચ

0

જામજોધપુરમાં તસ્કરીનો તરખાટ મચાવનાર બેલડીને ઝડપી લેતી એલસીબી…

દોઢેક મહિના દરમિયાન જલારામ મંદિર તથા અન્ય ત્રણ દુકાનો સહિતના સ્થળોએે ચોરી થઇ હતી..

ચોરીમાં સંડોવાયેલાં બે ટાબરિયા સહિત ચાર તસ્કરોને દબોચી લઇ ચોરીનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરાઇ…

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: રપ. જામજોધપુરમાંથી દોઢ મહિના પહેલાં ગિંગણી રોડ પર આવેલા જલારામ મંદિરની ઓફીસમાંથી અને શ્રી રામ ટાયર્સ નામની દુકાન, ધવલ ગેરેજ તેમજ માધવ ખોળ કપાસિયાની દુકાનમાં પણ ચોરી થયાની ફરિયાદ નોંધાવાઇ હતી.

આ તમામ ચોરીનો ભેદ ઉકેલવામાં જામનગરની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા સાંપડી છે. આ ચારેય ચોરીમાં સંડોવાયેલાં તસ્કરો અંગે એલસીબીના માંડણ વસરા, વનરાજ મકવાણા અને નિર્મળસિંહ એસ.જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચનાથી પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે ધ્રાફા ગામ જવાના રોડ પરથી ચાર શખ્સોની અટકાયત કરી હતી.

એલસીબી દ્વારા પુછપરછ દરમ્યાન દાહોદના સુરજ છગન બામણીયા અને કાંતિ શકરા પલાસ અને બે કિશોર સહિત ચાર તસ્કરોની પૂછપરછ કરતાં તસ્કરોએ જામજોધપુરના જલારામ મંદિર, ટાયરની દુકાન, ગેરેજ અને ખોળ-કપાસિયાની દુકાનમાં ચોરી આચર્યાની કેફિયત આપી હતી. તેના આધારે એલસીબીએ રૂા.17,000નો ચોરાઉ મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ માટે જામજોધપુર પોલીસને સોંપી આપ્યા હતાં.

ભુમાફીયા જયેશ પટેલ ગેંગના 12 સાગરીતો સામે 18 નવેમ્બરે તહોમતનામું ફરમાવાશે

0

જામનગરના ભુમાફીયા જયેશ પટેલ ગેંગના 12 સાગરીતો સામે 18 નવેમ્બરે તહોમતનામું ફરમાવાશે

ગુજરાતની વિવિધ જેલોમાં રહેલ ગુજસીટોક કેસના આરોપીઓને રાજકોટની સ્પે. કોર્ટમાં રજુ કરાયા : છ માસ પહેલા ચાર્જશીટ મુકાયું હતું..

આરોપીઓ વિરૂઘ્ધ કેસ ચલાવવાની પ્રક્રિયા હવે શરૃ થશે : વકીલ-પોલીસમેન સહિતના આરોપીઓની સંડોવણી..

અમદાવાદના 2 અને સુરતના 2 એમ કુલ 4 આરોપીઓ ગેરહાજર રહેતા મુદ્દત પડી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર.રપ. જામનગરના ભાગેડુ ભુમાફીયા જયેશ પટેલના 12-સાગરીતો સામે ’ગુજસીટોક’ કાયદા હેઠળ નોધાયેલ ફોજદારી કેસમા 6-માસની અવધી દરમ્યાન તમામ સામે તપાસનીશ અમલદારે એપ્રિલ-2021 મા વિવિધ કાયદાની વિવિધ કલમો હેઠળ ચાર્જશીટ રજુ કરેલ હતું.

ચાર્જશીટ રજુ થયા બાદની તમામ આરોપીઓની જામીન અરજીઓ રાજકોટની ખાસ અદાલતે તેમજ નામ. ગુજરાત હાઈકોર્ટે રદ કરેલ હતી. ફોજદારી કાયદાની જોગવાઈ મુજબ હવે આ તમામ આરોપીઓ સામે ખાસ અદાલત ’ગુજસીટોક’ તેમજ ઈન્ડીયન પીનલ કોડની વિવિધ કલમો હેઠળ તહોમતનામુ ઘડી આરોપીઓ સામેનો પુરાવો નોધવાની કાર્યવાહી શરૃ કરશે. આ માટે રાજકોટની ખાસ અદાલતે તમામ આરોપીઓને સુરત, બરોડા, અમદાવાદ, જામનગર, રાજકોટ, નડીયાદ વિગેરેની જેલોમાથી તહોમતનામું ફરમાવવા માટે આજે હાજર રહેવાનો આદેશ કર્યો હતો પરંતુ આજે અમદાવાદના જેલમાં રહેલા આરોપી પૂર્વ પોલીસમેન વશરામ મિયાત્રા અને અનિલ ડાંગરીયા તથા સુરત જેલમાં રહેલ અનિલ પરમાર અને મુકેશ અભંગી આજે ગેરહાજર રહેતા અદાલતે 18 નવેમ્બરના રોજ તહોમતનામુ ફરમાવશે.

રાજકોટની ખાસ અદાલતના આ હુકમ મુજબ ભમાફીયા જયેશ પટેલના મહેતાજી તરીકે કામ કરતા અનિલ દિનેશભાઈ ડાગરીયા, જયેશ પટેલના વકિલ તરીકે કામ કરતા વસંતલાલ લીલાધર માનસતા, નાણાકીય લેવડ-દેવડ કરતા મુકેશ વલ્લભભાઈ અભગી તથા નિલેશ મનસખભાઈ ટોલીયા, જયેશ પટેલના ‘મસલમેન’ તરીકે કામ કરતા જાડેજા બંધુઓ યશપાલસિહ મહેન્દ્રસિંહ જાડેજા અને જશપાલસિહ મહેન્દ્રસિંહ જાડેજા, નાણાકીય લેવડ-દેવડ અને આગડીયાની સવલત કરી આપતા તથા વિદેશમા નાણા પહોચાડવાની વ્યવસ્થા કરી આપતા જીગર ઉર્ફે જીમ્મી પ્રવિણભાઈ આડતીયા તેમજ પ્રવિણભાઈ પરસોતમભાઈ ચોવટીયા, અનિલ મનજીભાઈ પરમાર અને પ્રફુલભાઈ જેન્તીભાઈ પોપટને આજરોજ ખાસ અદાલતમા હાજર કરાયેલા હતા.

આ ઉપરાત પ્રજાના સેવક તરીકે જામનગર મ્યનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચુટાઈ આવી જયેશ પટેલના કોર્પોરેશનના તમામ કામો પુરા કરી આપતા અતુલભાઈ વિઠલભાઈ ભંડેરી તેમજ પ્રજાની જાનમાલની સરક્ષા માટે પોલીસ અમલદાર તરીકે ફરજ બજાવવાના બદલે જયેશ પટેલ વિરૃઘ્ધ ફરીયાદ આપવા આવનાર કોઈપણ વ્યકિતને ડરાવી ધમકાવી આપતા નિવૃત પોલોસમેન વશરામભાઈ ગોવિદભાઈ મિયાત્રાને પણ ખાસ અદાલતમા તેઓ વિરૂઘ્ધ તહોમતનામુ ફરમાવવા માટે હાજર કરાયેલ હતા.

આ કેસમા શ્રી સરકાર તરફે સ્પે. પી.પી. તરીકે નિમાયેલ જિલ્લા સરકારી વકિલશ્રી સજયભાઈ કે. વોરા હાજર રહેલા હતા.

જામનગરમાં મહિલા પર કારખાનેદારે કર્યું દુષ્કર્મ : બીજો ગુનો દાખલ

0

દુષ્કર્મ પીડિત મહિલાની ફરીયાદમાં નવો વળાંક : પોલીસમાં જે શખસ સામે ફરિયાદ કરવા ગઇ હતી તેને ધમકી આપી..

તે મારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે તેમ કહી મહિલાને હડધૂત કરી એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન: કારખાનેદાર સામે વધુ એક ગુનો.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક રપ. જામનગર ફરિયાદ પરથી શખસ સામે એટ્રોસીટ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે સીટી-C પોલીસ મથકમાં ચતુરભાઇ ભગવાનજીભાઈ ભાડજા ( રે . રાજનગર ) સામે ફરિયાદ નોંધાવવા ગઇ હતી. ગેરવર્તન કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી..

આથી અનુસૂચિત જાતિની મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચતુરભાઇ સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે , કારખાનેદાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ આ બીજી ફરિયાદ છે.

જામનગરમાં મહિલા જે શખસ સામે પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગઇ હતી તે શખસે તે મારી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે તેમ કહી મહિલાને હડધૂત કરી ધમકી આપતા ચકચાર જાગી છે.

બનાવ અંગે પોલીસે મહિલાની બનાવની પોલીસમાંથી મળતી વિગત અનુસાર શહેરમાં ગોકુલનગરમાં રહેતી અને મજૂરી કામ કરતી અનુસૂચિત જાતિની 41 વર્ષની મહિલા અન્ય એક મહિલા સાથે શનિવારે સીટી આ સમયે પોલીસ મથકમાં ચતુરભાઇએ ફરિયાદ કરવા આવેલી મહિલાને તે મારા વિરૂધ્ધ દુષ્કર્મની ફરિયાદ કરાવી છે તને જોઇ લઇશ તેમ કહી ધમકી આપી સામે ગેરવર્તન કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી હતી .

આથી અનુસૂચિત જાતિની મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ચતુરભાઇ સામે એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે . અત્રે ઉલ્લેખનીય છેકે , કારખાનેદાર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ આ બીજી ફરિયાદ છે.હાલ વેપારી વિરૂદ્ધ બીજી ફરિયાદ થતાં શહેરભરમાં સારી એવી ચર્ચા જાગી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.