Tuesday, October 13, 2026
Home Blog Page 322

વસઇમાંથી 12 બોટલ શરાબ સાથે ભાભો ઝડપાયો : ગજરો ફરાર

0

વસઇમાંથી 12 બોટલ શરાબ સાથે એકની ધરપકડ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર oર.:જામનગર તાલુકાના આમરા ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતાં હરેન્દ્રસિંહ ઉર્ફે ભાભો દેવુભા જાડેજા નામના શખ્સને સિકકા પોલીસે આંતરીને તલાસી લેતાં તેના કબ્જામાંથી રૂા.6000ની કિંમતની દારૂની 12 બોટલ મળી આવતા પૂછપરછ કરતાં આ દારૂનો જથ્થો જામનગરના પ્રવિણ ઉર્ફે પવી ગજરા નામના શખ્સ પાસેથી ખરીદયાની ખેફિયત આપતા પોલીસે બે શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

જૂની અદાવતના ખારમાં ફિલ્મી ઢબે કાર સળગાવી નાખી.

ઝાખરના પાટીયા તરફના માર્ગ પર જૂની અદાવતનો ખાર રાખી કાર સળગાવી…!

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર o૧. દેવભુમી દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ટીંબળી ગામમાં રેહતાં જીતુરાજસિંહ અભેસંગ જાડેજા (ઉ.વ.44) નામના યુવાન શનિવારે રાત્રીના સમયે લાલપુર તાલુકાના ઝાખરના પાટીયા તરફના માર્ગ પર તેની જીજે-37-ટી-0603 નંબરની કારમાં જતાં હતાં તે દરમ્યાન જીજે-37-એફ-0227 નંબરના બાઇક સવારે પુર-ઝડપે બેફિકરાઇથી આવી યુવાનની કારમાં અથડાતા પડી ગયો હતો.

આ બાબતો ખાર રાખી કાર ઉપર કોઇ જવલતંશિલ પ્રવાહી પદાર્થ છાટીને દિવાસળી ચાંપી સળગાવી નાંખી હતી.

તેના કારણે યુવાનની કાર સળગી ગઇ હતી. આ બનાવ અંગેની જાણ કરતાં હેકો.આઇ.ડી.જાડેજા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી થઇ યુવાનના નિવેદનના આધારે બાઇકસવાર વિરૂધ્ધ ગુનો નોંધી બાઇક નંબરના આધારે શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

જામનગરમાં ફ્રુટની દુકાનમાં મહિલાને ફડાકા મારી કરી લુંટ.

0

જામનગરમાં ફ્રુટની દુકાનમાં લુંટ…

કાલાવડ નાકા બહાર મહિલાને લાફા મારી ગલ્લામાં રૂા.2000ની રોકડ રકમની લુંટ ચલાવતા ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૦૧.જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર રંગુનવાલા હોસ્પિટલ પાસે મોટાપીર ચોક વિસ્તારમાં અબ્દુલ રસીદ નામના યુવાનની ફ્રુટની દુકાને યુવાન નમાઝ પઠવા ગયો હતો તે દરમ્યાન નવાજખાન અયુબખાન પઠાણ નામના શખ્સે આવીને દુકાનના થડામાં હાથનાખી રોકડ રકમ કાઢતો હતો તે દરમ્યાન દુકાનનું ધ્યાન રાખી રહેલાં બિલ્કિસબેન દ્વારા શખ્સને અટકાવતાં નવાજખાને મહિલાને ફડાકા મારી થડામાંથી રૂા.2000ની રોકડની લુંટ ચલાવી નાશી ગયો હતો.

ત્યારબાદ આ અંગેની દુકાનદાર અબ્દુલ રસીદ દ્વારા જાણ કરતાં સીટી-એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ જે. જલુંના માર્ગદર્શન હેઠળ દરબારગઢ ચોકીના પોલિસ સબ ઇન્સ. એન.વી.હરિયાણી તથા સ્ટાફે નવાજખાન વિરૂઘ્ધ લુંટનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

રાજયના મહેસૂલ વિભાગમાં દિવાળી પહેલા ધરખમ ફેરફાર: 118 નાયબ મામલતદારોને બઢતી 155ની બદલી.

0

રાજયના મહેસૂલ વિભાગમાં દિવાળી પહેલા ધરખમ ફેરફાર: 118 નાયબ મામલતદારોને બઢતી  155ની બદલી.

118 નાયબ મામલતદારોને બઢતી આપી મામલતદાર તરીકે નિમણૂક અપાઈ.

13 મામલદારોને ડેપ્યુટી કલેકટર તરીકે બઢતી સાથે નિમણૂક.

155 મામલતદારોની બદલી મળી કુલ 286 મહેસૂલી અધિકારીના હુકમો કરાયા.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૦૧.નવી સરકારમાં ગુજરાત સરકારના મહેસૂલ વિભાગના અધિકારીઓને દિવાળી પહેલાં જ દિવાળીની ખુબ મોટી ભેટ મળી ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લાંબા સમયથી અટકેલાં મહેસૂલ વિભાગના બઢતીના કામને યુદ્ધના ધોરણે મંજૂરી આપીને દિવાળી પહેલાં જ પ્રમોશન ઓર્ડર જાહેર કરી દીધાં છે.

જેને કારણે મહેસૂલ વિભાગના અધિકારીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

રાજ્યના મહેસુલ વિભાગે કર્મચારીઓના હિતને ધ્યાને લઈ 118 નાયબ મામલતદારોને પ્રમોશન આપી મામલતદાર તરીકે અને 13 મામલતદારોને ડેપ્યુટી કલેકટર તરીકે બઢતી આપવામાં આવી છે. સાથે સાથે 155 મામલતદારોને બદલીમાં હુકમો થઈ કુલ 286 મહેસૂલી અધિકારીઓના હુકમો કરવામાં આવ્યા છે. આ અઠવાડિયામાં અગાઉ 40 જેટલા મામલતદારોની બદલી અંગેના હુકમો કરવામાં આવ્યા હતા.

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર પ્રજા હિતના નિર્ણયો ઝડપથી લઇને વહીવટી તંત્રને સરળ બનાવી રહી છે તેના ભાગ રૂપે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જનતા માટે મહેસુલ વિભાગમાં બદલી અને બઢતી અંગેના ત્વરિત નિર્ણયો લેવા કમર કસી છે.

આ હુકમો સાથે ત્રિવેદીએ એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે અધિકારીઓ પણ પોતાની બઢતી આપેલી જગ્યાએ ત્વરિત કામગીરી શરૂ કરી દેશે. અને જે રીતે સરકાર ઝડપથી નિર્ણય લે છે તે ઝડપથી અધિકારીઓ પ્રજાના કાર્યો કરશે.

મહેસુલ વિભાગ અને જિલ્લાની મહેસૂલી કચેરીઓમાં લાંબા સમયથી મામલતદારની ખાલી પડેલી જગ્યાઓ અને નાયબ મામલતદારોની બઢતી બાબતે ઘણા સમયથી રજૂઆતો હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વહીવટી તંત્ર ને વધુ જીવંત અને સરળ બનાવવા માટે દિવાળી અગાઉ રાજાના દિવસોમાં પણ અંગત રસ લઈ સીધી દેખરેખ હેઠળ નિર્ણય લીધો છે.

ડે.મેયરના વોર્ડમાં લોકોએ પાણી વેચાતુ લેવું પડે છે: ગૃહિણીઓ ત્રાહિમામ..

0

નવ-નવ મહિનાથી પાણી “ન” આવતા પારાવાર મુશ્કેલીથી આક્રોશઃ વિસ્તારવાસીઓએ લીધા છાજીયા..!

ડેપ્યુટી મેયરના વોર્ડ માં પાણી માટે વલખાં મારતા સ્થાનિકો :અમારું કોઈ સાંભળતું નથી સચીન જોષી.(સ્થાનીક રહેવાસી)લોકોમાં નારાજગી શીતવન સોસાયટીમાં પાણી વેચાતું લેવું પડે છે મહાપાલિકાના અધિકારીઓ ફકત આશ્વસન લોલીપોપ આપી જતા રહેતા હોવાની ફરિયાદ : ઠાલા વચનો.. ની ભરમાર.. ગૃહિણીઓ ત્રાહીમામ..સમસ્યા હદ નહી થાય તો થશે આંદોલન.!

દેશ દેવી ન્યુઝ નેટવર્ક o૧. જામનગર જામનગરમાં લાલવાડી વિસ્તારમાં આવેલી શીતવન સોસાયટીમાં પાણીની મોકાણના કારણે રહેવાસીઓને પાણી વેંચાતું લેવું પડે છે.

9 મહિનાથી પાણી ના આવતા પારવાર મુશ્કેલીના કારણે રહેવાસીઓમાં ભારે આક્રોશની લાગણી ફેલાઇ છે.

મનપાના અધિકારીઓ ફકત આશ્વાસન આપી જતા રહેતા હોવાની ફરિયાદ રહેવાસીઓએ કરી છે . શહેરના લાલવાડી વિસ્તારમાં શીતવન સોસયટીમાં છેલ્લાં 9 મહિનાથી પાણી આવતું નથી.

આ સોસાયટીમાં 250 પરિવાર રહેતા હોય અને તમામ લોકો મનપાને નિયમિત પાણી વેરો ભરતા હોવા છતાં પાણીની સમસ્યા પ્રવર્તી રહી છે.

રહેવાસીઓને પાણી ન મળતાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નવાઇની વાત તો એ છે કે શીતવન સોસાયટીની બાજુમાં આવેલી સંસ્કારધામ સોસાયટીમાં નિયમિત પાણી આવે છે.

પરંતુ શીતવન સોસાયટીમાં પાણી આવતું નથી આથી રહેવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે આ અંગે રહેવાસીઓએ અનેક વખત મનપાના અધિકારીઓને રજૂઆત કરી છે .

મનપાના અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી પાણીની સમસ્યા ઉકેલાઇ જશે તેવા આશ્વાસન આપી જતા રહે છે પરંતુ સમસ્યા હજુ સુધી ઉકેલાઇ નથી શીતવન સોસાયટીના રહેવાસીઓની મહાનગરપાલિકા સામે આક્રોશભરી રજૂઆત જેમાં ઠાલા વચનો મળે છે.

ખંભાળિયામાં પૈસાની લેતી-દેતી બાબતે યુવતિએ કર્યાં ઝેરના પારખા : 4 સામે ગુનો.

ખંભાળિયામાં પૈસાની લેતી-દેતી બાબતે ગર્ભિત ધમકીથી યુવતીએ ઝેર ગટગટાવ્યું..

ઘરમાં ઘૂસી તોડફોડ કર્યાની ચાર શખસ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળિયા: ૩૦. દ્વારકા જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં પૈસાના મામલે યુવતિના ઘરે ધસી આવી બાથરૂમમાં તોડફોડ કરતા ભોગગ્રસ્તે ઝેરી દવા પી લીધાનો બનાવ બહાર આવ્યો છે.પોલીસે ચાર સામે ગુનો નોંધી શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ખંભાળીયા શહેરમાં રહેતા નિકિતાબેનએ આરોપી કુલદીપ દલવાડી નામના શખ્સ પાસેથી પચાસ હજાર રૂપિયા લીધા હતા અને આ રૂપિયા આરોપી પરેશ ઉર્ફે મુનિયાને આપ્યા હતા.

જે મુનિયો પરત આપતો ન હોય કુલદીપે નિકિતાબેન પાસેથી રૂપિયાની માંગણી કરતા નિકિતાબેનએ કુલદીપને રૂપિયા આપવાની ના પાડતા મનદુ:ખ થયું હતું.

બાદમાં તેમની સાથેના આરોપી કુલદીપ, ભરત ભારવાડિયા, આશિષ ભારવાડિયા, પરેશ ઉર્ફે મુનિયા નામના શખ્સો એક સંપ થઈ લાકડી, પાઇપ, તલવાર લઈ નિકિતાબેનના ઘરમાં પ્રવેશ કરી નિકિતાબેનને બેફામ ગાળો આપી હતી. એટલું જ નહીં પાઇપ વડે સામાન્ય ઇજાઓ પહોંચાડી બાથરૂમનો દરવાજો તોડી નુકશાન પહોચાડ્યું હતું.

વધુમાં નિકિતાબેન આરોપીને રૂપિયા નહિ આપે તો તેણીને ચારેય આરોપીઓ જાનથી મારી નાખવાની ગર્ભિત ધમકી આપી હતી. જે નિકિતાબેનને મનમાં લાગી આવતા પોતાના ઘરે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર મામલે ખંભાળીયા પોલીસે ઉપરોક્ત આરોપીઓ સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આથી ખંભાળિયા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

જામનગર જીલ્લા ફરી ચર્ચાના ચકડોળે: મળ્યા સીમકાર્ડ સાથેના મોબાઇલ

0

જામનગર જીલ્લા ફરી ચર્ચાના ચકડોળે: ફરી મળ્યા સીમકાર્ડ સાથેના મોબાઇલ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: 30 જામનગરની જિલ્લા જેલમાં અવાર-નવાર સરપ્રાઇઝ ચેકિંગ દરમ્યાન પ્રતિબંધિત ચીજવસ્તુઓ અને મોબાઇલ મળી આવવાની ઘટના અવાર-નવાર બની ગઇ છે. ઉપરાંત ઠંડા-પીણા, શાકભાજીનો સામાન, ચાર્જર, સીમકાર્ડ મળી આવે છે અને આ પ્રકરણમાં તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે છે.

દરમ્યાન શુક્રવારે સાંજના સમયે જેલર નિરૂભા ખુમાનસિંહ ઝાલા દ્વારા જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથધરવામાં આવતાં યાર્ડ નં.4માં બેરેક નંબર 4 અને 5માં તલાસી લેતાં ઓશિકા નિચેથી બે મોબાઇલ અને એક ચાર્જર સીમ કાર્ડ સાથે ચાલુ હાલતમાં મળી આવ્યા હતાં.

જેલમાંથી અવાર-નવાર મોબાઇલ મળી આવે છે. જો કે, પ્રતિબંધિત ચીજવસ્તુઓ જેલના કર્મચારીની મીલીભગત વગર અંદર જતી ન હોય પરંતું આ મામલે હજી સુધી જેલના કોઇ કર્મચારીની સંડોવણી બહાર આવી નથી. આ અંગેની જેલર નિરૂભા.કે.ઝાલા દ્વારા જાણ કરાતાં હેકો એન.કે.ઝાલા જેલમાંથી મળી આવેલા મોબાઇલ તથા સીમકાર્ડ, ચાર્જર બનાવામાં ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જામનગર સહિત ગુજરાતમાં દિવાળીમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે : ગૃહ વિભાગ

0

ગુજરાતમાં દિવાળીમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે : ગૃહ વિભાગ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૯..રાજ્યમાં દિવાળીના તહેવાર પર ફટાકડા ફોડવાને લઈને સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવું છે. ગુજરાતમાં દિવાળી સહિતના તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે. સાથે જ નૂતન વર્ષ તથા ક્રિસમસ પર્વ નિમિત્તે રાત્રે 11.55થી રાત્રે 12.30 વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે.

ગૃહ વિભાગના જાહેરનામા મુજબ, માત્ર ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડાં જ ઉત્પાદન કરી શકાશે અને લાયસન્સ ધારક દુકાનદારો જ આવા ફટાકડાનું વેચાણ કરી શકશે તથા સંગ્રહ કરી શકશે. જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે, ઓનલાઈન વેચાણ કરી શકાશે નહીં.

સુપ્રીમ કોર્ટે કરેલા આદેશ મુજબ અત્યંત વધારે અવાજ અને વધારે ઘન કચરો પેદા કરતાં ફટાકડા પર પ્રતિબંધ છે, જ્યારે જાહેર માર્ગ પર ફટાકડા ફોડી શકાશે નહીં. સુપ્રીમ કોર્ટ ગુરૂવારે સ્પષ્ટતા કરી હતી કે, ફટાકડાં ફોડવા બાબતે તેના દ્વારા મૂકવામાં આવેલો પ્રતિબંધ એ કોઇ ચોક્કસ સમુદાય વિરૂદ્ધ નથી પરંતુ આનંદની આડમાં નાગરિકોના અધિકારોનુ ઉલ્લંઘન કરવાની અમે મંજૂરી આપી શકીએ નહીં.

ઉલ્લેખનીય છે કે, જાહેરનામા અનુસાર ગ્રીન ફટાકડા પર પ્રતિબંધ નથી. તો પ્રશ્ન થયા કે ગ્રીન ફટાકડા શું છે? ગ્રીન ફટાકડા રાષ્ટ્રીય અભિયાન્ક્ષિક સંશોધન સંસ્થાએ શોધ્યા છે. દેખાવમાં આ ફટાકડા સામાન્ય ફટાકડા જેવાજ હોય છે. સાથેજ ગ્રીન ફટાકડાનો અવાજ પણ સામાન્ય ફટાકડા જેવો હોય છે.

ઉપરાંત આ ફટાકડા 50 ટકા પ્રદુષણ ઓછું ફેલાવે છે. જેમા સામાન્ય ફટાકડા કરતા અલગ મટિરિયલ વાપરવામાં આવે છે. આ ફટાકડાથી ધૂમડો પણ ઓછો થાય છે.

LCB- SOG ના ડ્રાઇવરની અરસ-પરસ બદલી: બેડી મરીન ના હિતુભા જાડેજા LCB માં મુકાયા.

0

જામનગરમાં ત્રણ પોલીસ કર્મચારીની આંતરિક બદલી : એલસીબી અને એસઓજીના કર્મચારીઓનો સમાવેશ.જામનગર એલસીબી માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અનિરુદ્ધસિંહ ભીખુભા જાડેજાને એસ.ઓ.જી માં મુકવામાં આવ્યા છે.

જ્યારે એસ.ઓ.જી માં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા દયારામ ગોકળદાસ ત્રિવેદી ને એલસીબીમા બદલી કરવામાં આવ્યા છે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૯ : જામનગર જિલ્લા પોલીસ વડા દિપેન ભદ્રન દ્વારા વધુ એક વખત બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે.જેમા એલસીબી અને એસઓજીના ડ્રાઇવરની અરસ પરસ બદલી કરવામાં આવી છે ચાર દિવસ પહેલા સીટી-એ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં અનાર્મ હેડ કોન્સ. અશોક દાનાભાઇ સોલંકી તથા ખીમાભાઇ હાજાભાઇ ભોચીયા ને LCB માં મુકવામાં આવ્યા હતા જે બાદ ફરી એક વખત એસ.પીએ જામનગર  બેડી મરીનમાં અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હિતેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા (હિતુભા) ને બેડી મરીનથી એલસીબીના મુકવામાં આવ્યા છે.

મેઘપર નજીક ખાનગી કંપનીના સિક્યુરીટી ગાર્ડનું અપહરણ કરી લુંટ ચલાવાઇ: મીઠોંઇના શખસ સહિત 2 સામે ફરિયાદ

0

મેઘપર નજીક ખાનગી કંપનીના સિક્યુરીટી ગાર્ડનું અપહરણ કરી લુંટ ચલાવાઇ: બે શખસ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૨૯.જામનગર જિલ્લાના મેઘપર નજીક આવેલી ખાનગી કંપનીના એસોશિયેટ કોલોનીના ગેઇટમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં કૌશલકુમાર અનિરૂધ્ધ તિવારી (ઉ.વ.29) નામનો યુવાન બુધવારે બપોરના સમયે તેની ફરજ પર હતો ત્યારે GJ-03-EC-0508 નંબરની સફેદ કલરની કારમાં આવેલાં મીઠોઇ ગામનાં ભરતસિંહ અને એક અજાણ્યા શખ્સે કારમાંથી ઉતરીને લોખંડના પાઇપ વડે યુવાન ઉપર આડેધડ ઘા મારી હુકલો કર્યો હતો અને અપશબ્દો બોલી છરીની અણીએ પતાવી દેવાની ધમકી આપી રૂા.1500ની રોકડ અને એક મોબાઇલની લુંટ ચલાવ્યા બાદ યુવાનનું અપહરણ કરી ગયા હતાં અને ફરીથી માર મારી છોડી મુકયો હતો.

ત્યારબાદ મુકત થયેલાં સિકયુરિટી યુવાન દ્વારા જાણ કરતાં પ્રો.પીઆઇ વાય.જે.વાધેલા તથા સ્ટાફે મિઠોઇ ગામના ભરતસિંહ સહિતના બે શખ્સો વિરૂધ્ધ લુંટ અને અપહરણનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

error: Copying and use of the content of the website is considered as illegal activity.