Tuesday, October 13, 2026
Home Blog Page 321

જામનગરની મિગ કોલોનીમાંથી ચોરેલ બાઈક સાથે જોડિયાનો “ઝેર” ઝડપાયો.

0

જામનગરની મિગ કોલોનીમાંથી ચોરેલ બાઈક સાથે જોડિયાનો શખસ ઝડપાયો..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૦. જામનગરમાં મીગ કોલોની વિસ્તારમાંથી મોટરસાયકલની થયેલ ચોરી બાદ સીટી એ ડીવીજન પોલીસે આદિશામાં કાર્યવાહી હાથ ધરી ચોરી કરનાર જોડિયાના સખ્સને  મોટરસાયકલ સાથે પકડી પાડ્યો હતો.

પોલીસે આરોપીની બાઈક સાથે ધરપકડ કરી હતી. પ્રાથમિક પોલીસ પૂછપરછમાં ચોરાઉ બાઈક મિગ કોલોની વિસ્તારમાંથી ઉઠાવ્યાનું ખૂલ્યું હતું.

દિગ્વિજય પ્લોટ ચોકીના વણ ઉકેલાયેલા મોટરસાયકલ ચોરીના ગુના સંદર્ભે તપાસ કરી હતી. જેમાં પેટ્રોલીંગ દરમ્યાન હેડ. કોન્સ જીતેન્દ્રસિંહ મહીપતસિંહ જાડેજાને તથા પો.હેંડ.કોન્સ જશભાઈ દલસુખભાઇ વઢેલ  મળેલ બાતમીના આધારે મીંગ કોલોની રોડ ચેતક ટ્રાવેલ્સ પાસેથી ચોરીમાં ગયેલ GJ10-BS-O158 નંબરના રૂપિયા 30 હજારની કિંમતના મોટર સાયકલની ચોરીમાં સંડોવાયેલ આરોપી આમદ ઉર્ફે સકીલ અબ્બાસ ઝેર રહે.જોડીયા ગામ મોટાવાસ બાવલા રાવ વાળી શેરી જોડીયા જિ. જામનગરવાળાને પકડી પાડયો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી બાઈક કબજે કર્યું હતું. પોલીસે પકડાયેલા શખસની પૂછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

હાથી કોલોનીમાં પાનની પીચકારી મારવાની “ના” પાડતા ગૌરવ ગોકાણીએ કાનમાં બચકું ભર્યાંની રાવ.

0

જામનગરમાં પાનની પીચકારી મારી કહેવાતા પત્રકારને કાનમાં બચકું ભરનાર શખસ સામે પોલીસ ફરિયાદ..

  • પાનની પીચકારી મારવાની “ના” પાડતા ગૌરવ કેતનભાઇ ગોકાણીએ ઉશ્કેરાઈ જઈ હર્ષ થળેશ્વર (સોની) કાનમાં બચકું ભરી લેતા લોહી-લુહાણ
  • ત્રણ ટાકા લેવાનો વારો આવતા શહેરભરમાં સારી એવી રમુજી ફેલાઈ હતી.
  • હાથી કોલોની વિસ્તારના “ધાર્મિક કાવ્યા” રેસીડેન્સી ફ્લેટ નં- 501 નોં બનાવ.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૦૯. જામનગર શહેરના હાથીકોલોની વિસ્તારમાં ધાર્મિક કાવ્યા રેસીડેન્સી ફ્લેટ નં- 501 માં રહેતા હર્ષ ભુપેન્દ્રભાઈ થળેશ્વર (ઉ.વ.32) નામના કહેવાતા પત્રકારનો વ્યવસાય કરતાં યુવક દીવાળીના રોજ પોતાના ફ્લેટના પાર્કિગ માંથી ફોરવ્હિલ બહાર કાઢી ગેઈટ બંધ કરી રહ્યા હતા તે દરમિયાન ફ્લેટ નં.301 માં રહેતા ગૌરવ કેતનભાઈ ગોકાણી નામના શખ્સે પોતાની ગેલેરી માંથી પાનની પિચકારી મારતા હર્ષ સોનીને થુંક ઉડતા તેઓએ જોઈને પિચકારી મારવાનું કહેતા ઉશ્કેરાયેલા ગૌરવભાઈએ ગાળો બોલી માથાના ભાગે મુક્કો મારી પછાડી દઈ ઝપાઝપી કરી હતી.

તેવામાં કહેવાતા પત્રકાર હર્ષ સોનીને ગૌરવ ગોકાણીએ કાનમાં બચકું ભરતા ચીસાચીસ સાથે લોહીલુહાણ હાલતમાં  ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યા હાજર ડોકટરે ટાકા સહિતની સર્જરી કરી હતી બનાવના પગલે હોસ્પિટલ ચોકીએ હર્ષ સોનીની ફરિયાદ પરથી ગૌરવ ગોકાણી વિરૂદ્ધ એ સીટી એ- ડીવીઝન પોલીસ દફતરમાં આઈપીસી કલમ 324, 323, 504 મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કહેવાતા પત્રકારને  કાનમાં બચકું ભર્યાં ની વાત વાયુવેગે પ્રસરી જતા શહેરભરમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું હાલતો આ મુદે સારી એવી ચર્ચા જગાડી છે.

ઢીંચડામાં પ્રેમપ્રકરણમાં યુવાન અને તેના મિત્ર ઉપર હુમલો.

0

ઢીંચડામાં પ્રેમપ્રકરણમાં યુવાન અને તેના મિત્ર ઉપર હુમલો..

યુવતિના પરિવારને ખબર પડી જતા ચાર શખસોએ પાઈપ અને લાકડાના ધોકા વડે કર્યો હુમલો..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૦૯. જામનગર તાલુકાના ઢીંચડા ગામે રહેતા કાનજીભાઈ ઉર્ફે રવી નામોરીભાઈ માતંગ નામના યુવકને ઢીંચડા રોડ પર આવેલ તિરુપતિ સોસાયટીમાં રહેતા દેવશી કોળીની બહેન સાથે છેલ્લા ચારેક વર્ષથી પ્રેમ સબંધ હોય જેની રસીલાબેન કોળીને ખબર પડી જતા યુવતીના ભાઈ દેવશી કોળી, મયુર કોળી તેમજ રસીલાબેન કોળી અને રસીલાબેનને ભાણેજે રવી માતંગના માથાના ભાગે લોખંડના પાઈપ વડે ઈજાઓ પહોચાડી રવીના મિત્ર વિક્કી ઉર્ફે ભૂરાને માથામાં તથા શરીરે લાકડાના ધોકા વડે ઈજાઓ પહોચાડી બન્નેને ઢીકાપાટુનો માર મારી જાતી પ્રત્યે અપમાનિત કર્યા હતા.

તથા જો અમારા વિરુધમાં ફરિયાદ કરીશ તો તને જાનથી પતાવી દઈશું તેવી ધમકીઓ આપતા યુવકે તેની પ્રેમિકાના પરિવારના ચાર સભ્યો વિરુધ સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પતિએ માવતરે જવાની ના પાડતા પત્નિએ કરી આત્મહત્યા

0

ધ્રોલમાં પતિએ માવતરે જવાની ના પાડતા પત્નિએ કરી આત્મહત્યા…

સાતમ-આઠમમાં તું તારા માતા-પીતાના ઘરે ગયેલ હોય જેથી અત્યારે જવુ નથી…તેમ કહેતા પત્નિને માઠુ લાગી આવતા ભર્યુ અંતિમ પગલું…

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૦૮ જામનગર જીલ્લાના ધ્રોલમાં વાલમીકી વાસમાં રહેતા અને સફાઇ કામદાર તરીકેની ફરજ બજવતાં મનોજભાઇ બીપીનભાઇ પરમારના સાળો ભાવેશ આજ થી દશેક દિવસ પહેલા તેમના ઘરે આવેલ હોય અને તેમની પત્ની વીજયાબેનને દીવાળીનો તહેવાર કરવા તેમના માવતરે લઇ જવાનુ કહેતા તેઓએ તેમની પત્નીને કહેલ કે હમણા સાતમ-આઠમમાં તું તારા માતા-પીતાના ઘરે ગયેલ હોય જેથી અત્યારે જવુ નથી અને મે તેને જવાની ના પાડેલ હોય જે બાબતે તેમની પત્ની ને મનમા લાગી આવતા ગઇકાલે તેમના ઘરે પોતે પોતાની જાતેથી પંખાની છતમા હુંકમા ચુંદી વડે ગળે ફાંસો ખાઇ લીધો હતો

જેથી વિજયાબેનને સારવાર માટે ધ્રોલ સરકારી હોસ્પીટલ ખાતે લઇ જવાયા હતા જયાં ફરજ પરના ડોકટરે તેણીને તપાસીને મૃત જાહેર કર્યા હતા.

આ અંગે મૃતકના પતિ મનોજભાઇ બીપીનભાઇ પરમારે પોલીસમાં જાણ કરી હતી. આ કેસની વધુ તપાસ પી.આઇ. બી.એન.પટેલ ધ્રોલ પો.સ્ટે. ચલાવી રહ્યા છે.

જામનગરના બેડી બંદર રોડ ઉપર આવેલ યાદવનગરના બે બંધ રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કર

0

જામનગરના બેડી બંદર રોડ ઉપર આવેલ યાદવનગરના બે બંધ રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કર : દાગીના-રોકડ મળી કુલ રૂા.1.48 લાખની ચોરી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર : O8 જામનગરના બેડી બંદર રોડ ઉપર આવેલ કૈલાસધામ યાદવનગરમાં રહેતા અને વાણંદકામ કરતા ઉમેદભાઇ ભીમાભાઈ રાઠોડ ગત તા.6 થી 7 ની વચ્ચે બહાર ગયા હોય અને તેમની બાજુમાં રહેતા સંજયભાઇ મકાન બંધ હોય ત્યારે તેમના બંધ મકાનના તાળા તોડી કોઇ અજાણ્યા શખસોએ ચોરી કર્યાનું પોલીસમાં નોંધાયું છે.

ચોરીના આ બનાવની વિગત મુજબ, ઉમેદભાઇ ગત તા.6-11 થી 7-11 વચ્ચે તેમના ઘરે કોઇ ન હોય અને મકાન બંધ હોય જે દરમ્યાન બંધ રહેણાંક મકાન ના ઉપર ના માળ નો મુખ્ય દરવાજાનો આગળીયો નકુચા તથા તાળા (લોક) સાથે તોળી ફરી ના ઘર મા અંદર પ્રવેશ કરી બેડરૂમ માં રહેલ કબાટ નો લોક તોડી કબાટ ની અંદર ની તીજોરી નો લોક તોડી અંદર તીજોરી મા રાખેલ દાગીના જેમા (1) સોનાની વીટી અડધા તોલાની નંગ-2 જેની કિ.રૂ.15000/- જેટલી છે તે (2) સોનાના દાણા નંગ -3 વજન જેની કિ.રૂ.1200/- જેટલી છે તે (3) ચાંદીનીની લકી નંગ -1જેની કિ.રૂ.150/- જેટલી છે  તે તેમજ રોકડ રકમ રૂ 1,20,000/-  તથા
ઉમેદભાઇની બાજુમાં રહેતા સંજયભાઈ ભીખુભાઈ ચાવડા ના ઘર માંથી (1) ચાંદી ના બે જોડી સાકળા નંગ- 4 જેની કિ.રૂ.5000/- જેટલો છે તે (2) ચાંદી ની લકી નંગ- 1 જેની કિ.રૂ.2500/-જેટલી છે તે તેમજ ગલ્લા મા રાખેલ રોકડ આશરે રૂ.5000/-વીગેરે મળી કુલ કીમત રૂા. 1,48,850/-ની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાઇ છે પોલીસે આ અંગે સઘન તપાસ હાથ ધરી છે.

આ કેસની વધુ તપાસ જામનગર સીટી સી ડીવી.ના પો.સબ.ઇન્સ.આર.ડી.ગોહિલ ચલાવી રહ્યા છે.

ગુજસીટોકના આરોપીને પકડવા ગયેલા પોલીસ કાફલા પર ફાયરિંગ: PSI જાડેજાના વળતા જવાબમાં 2 ના મોત.

0

સુરેન્દ્રનગરમાં ગુજસીટોકના આરોપીને પકડવા ગયેલા પોલીસ કાફલા પર ફાયરિંગ, વળતા જવાબમાં આરોપી પિતા – પુત્ર હનીફ ખાન અને મદિન ખાનનું મોત.સુરેન્દ્રનગરજિલ્લાના ગેડિયામાં બની ઘટના..
ગુજસીટોનો કુખ્યાત આરોપી હનીફખાને બંદૂક વડે ધડાધડ ત્રણ ગોળીઓ છોડતા PSI વિરૂભા જાડેજા થયા ધાયલ.

ધાયલ થયેલ PSI વી.એન. જાડેજાએ હિંમતપૂર્વક સ્વ-બચાવમાં કર્યું ફાયરિંગ.

અન્ય બે વ્યક્તિ પણ ઘાયલ થયાના સમાચાર.

મદિન ખાને ધારીયા વડે ફોજદારને ગંભીર ઇજા પહોંચાડી છતા હિંમતપૂર્વક કર્યો સામનો.

મૃતદેહ ન સ્વીકારવાનો પરિવારનો ઇનકાર પરિવારજનોની ચીમકી: ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી ગયો.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર o૭ :સુરેન્દ્રનગરના ગેડિયામાં ગુજસીટોકના કુખ્યાત આરોપી હનીફ ખાન ઉર્ફે કાળોને પકડવા ગયેલા પોલીસ કાફલા પર ફાયરિંગ થતા વળતા જવાબ પોલીસના ફાયરિંગમાં આરોપી પિતા – પુત્ર હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને મદિન ખાનના મોતથી ખળભળાટ મચી ગયો છે.

આરોપીઓએ બંદૂક વડે ધડાધડ ગોળીઓ છોડતા પીએસઆઈ વી.એન. જાડેજા અને તેમની ટીમે સ્વ-બચાવમાં ફાયરિંગ કર્યું હતું તેમાં જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે આરોપી હનીફ ખાન ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અત્યાર સુધીમાં કુલ 80 થી વધુ  ગુના નોંધાયા હતા.

ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ ગુજસીટોક ફરાર આરોપી હનીફખાન ગેડીયા હોવાની બાતમી મળતા માલવણના પીએસઆઈ વી.એન.જાડેજા અને તેની ટીમ આરોપીને પકડવા ગેડિયા ગઈ હતી. જ્યાં આ ઘટના બની છે.

પોલીસ ટીમ ત્યાં પહોંચતા જ હનીફ ખાને ત્રણ રાઉન્ડ ફાયરિંગ પીએસઆઈ જાડેજા ઉપર કર્યા હતા. અને તેનો પુત્ર મદિન ખાન પણ ધારીયું લઈ પીએસઆઈ પર હુમલો કરતા પીએસઆઈને વાસાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ પીએસઆઈએ પોતાની સર્વિસ રિવોલ્વરમાંથી સ્વ-બચાવમાં ફાયરિંગ કરતા પિતા હનીફ અને પુત્ર મદિનને ગોળીઓ લાગતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું છે.

આ તરફ જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવા પરિવારજનોની ચીમકી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા છે. અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે

દિવાળીના દિવસે ભાવનગરથી અપહરણ થયેલ ૮ વર્ષના માસુમ બાળકને ચોવીસ કલાકમાં શોધી કાઢતી જામનગર LCB

0

ભાવનગર થી અપહરણ થયેલ બાળક ને ૨૪ કલાકની અંદર શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરતી જામનગર LCB.

દિવાળીના દિવસે અપહરણ થયેલ ૮ વર્ષના માસુમ બાળક હીરેનને ર૪ કલાકમાં આરોપી સહીત શોધી કાઢી બોરતળાવ પોલીસ સ્ટેશનને સોંપી આપતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ – જામનગર

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૦૬.ભાવનગર શહેરના ચીત્રા જી.આઇ.ડી.સી વિસતારમાં રહેતા ગીતાબેન કમલેશભાઇ છગનભાઇ સોંલકીના ૮ વર્ષના માસુમ પૂત્ર હીરેનને ફટાકડા લઇ આપવાના બહાને લલચાવી ફોસલાવી તા .૦૪ / ૧૧ / ૨૦૨૧ ના રોજ દીવાળી ના દિવસે બપોરના સાડા ત્રણેક વાગ્યે તેના માતા – પિતાની કાયદેસર વાલીપણામાંથી ભગાડી અપહરણ ગયેલની ફરીયાદ ભાવનગર જીલ્લાના બોરતળાવ પોલીસ સ્ટેશન તા . ૫/૧૧/૨૦૨૧ ના કલાક ૦૦/૧૦ વાગ્યે નોંધાયેલ હતી .

તે દરમ્યાન જામનગર LCBના હીતેન્દ્રસિંહ જાડેજા તથા ભગીરથસિંહ સરવૈયા ના ઓને આજરોજ (તા . ૬/૧૧/૨૧)  મોડી રાત્રીના ખાનગી બાતમી મળેલ કે જામનગર એસ.ટી. ડેપોમાં એક ઇસમ એક નાના બાળક સાથે શંકાસ્પદ હાલતમાં આટાફેરા કરે છે અને કોઇ બસમાં જવાની બદલે છેલ્લા દસ – બાર કલાક થી ડેપોમાં બેસેલ છે.

અને તેની પાસે રહેલ નાનુ બાળક સતત રડે છે . તેવી હકિકત રાત્રી દોઢેક વાગ્યે સદરહુ જગ્યાએ તપાસ કરતા શકિતરાજ હોટલના પાછળના ભાગે જામનગર એસ.ટી.ડેપોની કમ્પાઉન્ડ વોલ પાસે અપહરણ થયેલ માસુમ બાળક હીરેન ઉ.વ. ૮ અને તેનુ અપહરણ કરનાર આરોપી રસીદ ઇકબાલભાઇ હાલા , જાતે : સંઘી , ઉ.વ. ર ૪ , રહે . જંગલેશ્વર તવકલ ચોક , બાબા પાનની દુકાન સામે , રાજકોટવાળો મળી આવતા બોરતળાવ પોલીસ સ્ટેશનને જાણ કરી મજકુર આરોપીને હસ્તગત કરી બાળકનો કબજો લઇ બોરતળાવ પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે મોકલી આપેલ છે.

આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામા નાઓની સુચના થી પો.સ.ઇ. શ્રી કે.કે.ગોહીલ, આર.બી.ગોજીયા , બી.એમ.દેવમુરારી તથા એલ.સી.બી.ના માંડણભાઇ વસરા,અશ્વિનભાઇ ગંધા , હરપાલસિંહ સોઢા , ફીરોજભાઇ દલ , વનરાજભાઇ મકવાણા , રઘુવિરસિંહ પરમાર , ભગીરથસિંહ સરવૈયા , નિર્મળસિંહ એસ.જાડેજા , હરદિપભાઇ ધાધલ , યશપાલસિંહ જાડેજા , ધાનાભાઇ મોરીનાનજીભાઇ પટેલ , ભરતભાઇ પટેલ ,શરદભાઇ પરમાર , હીરેનભાઇ વરણવા ,યોગરાજસિંહ રાણા , હીતેન્દ્રસિંહ જાડેજા , અશોકભાઇ સોંલકી , બળવંતસિંહ પરમાર , લખમણભાઇ ભાટીયા , સુરેશભાઇ માલકીયા , એ.બી.જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

દિકરાના પ્રેમલગ્નમાં પિતાની હત્યાનો પ્રયાસ : 4 સામે ફરીયાદ

0

પ્રેમ લગ્ન કરનાર યુવાનના પીતા પર મામાજી સસરા સહિત ચાર વ્યકિતનો જીવલેણ હુમલો.

જામનગરના કાલાવડ તાલુકાના બેરાજા’ (ભલસાણ)માં બોલી બધળાટી: આડેધ પર ચાર શખસો ટુટી પડયા.

ફરીયાદીના દિકરાએ કરેલ પ્રેમલગ્ન પડયા ભારી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૦૬.પોલીસે લાખા આણંદ સોલંકી તથા કારા આણદ સોલંકી રહે.બન્ને બેરાજા ( ભલસાણ ) તથા વાલા કરસન ભીત રહે – સરાપાદર ગામ તથા ( ૪ ) એક અજાણ્યો વ્યક્તી ( શરીરે લાલ કલરનો શર્ટ પહેરેલ ) સામે કાવતરુ હત્યા અંગેનો પ્રયાસ સહિત નોં ગુનો નોંધી ધરપકડના ચક્રો કર્યાં ગતીમાન.

ફરીયાદી પરબત વાધેલા રબારના દિકરા પ્રવિણે આરોપીઓ લાખા આણંદ સોલંકી તથા  કારા આંણદ સોલકીની સગી ભાણેજ ભાવનાબેન સાથે પ્રેમ સબંધ હોય અને પ્રવીણ તથા ભાવનાએ ભાગીને પ્રેમ લગ્ન કરેલ હોય જે બાબતેનુ લાખા સોલંકીઅને કારા સોલંકીને મનમા વેર હોય જેથી

લાખા આંણાદ સોલંકી, કારા આનંદ સોલંકી તથા વાલા કરશન ભીત રહે સરાપાદર ગામ નાએ મળી ગઇ તારીખ ૦૧ / ૧૦ / ૨૦૨૧ ના રોજ ફરીયાદીના મોટા દિકરા સાહેદ – ભગવાનજી ઉર્ફે ભગો વાડીએ જતો હોય ત્યારે તેને રોકી લોખંડાના પાઇપ તથા લાકડી વડે માર મારી સાહેદ ભગવાનજીને ડાબા પગમા તથા જમણા હાથની આંગણીમા ફેક્ચર ઇજાઓ કરેલ હોય.

જે બાબતે ફરીયાદી પરબતભાઇ વાઘેલા (રબારી)એ જ ધોરણસરની ફરીયાદ આપેલ હોય અને ત્યારબાદ અવાર નવાર ફરીયાદી તથા તેના પરીવારના સભ્યોને ભાવનાબેનને પરત સોપવા બાબતે લાખા આંણાદ સોલંકી તથા કારા આનંદ સોલંકી નાએ ધાક ધમકીઓ આપેલ હોય અને ફરીયાદી તથા તેના પરીવારના તથા મામા દ્વારા દબાણ કરતા હતા.

પરંતુ ધરના સભ્યો ભાણેજ ભાવનાબેનને પરત નહી સોપતા.

લાખા આંણાદ સોલંકી, કારા આનંદ સોલંકી તથા વાલા કરશન ભીત તથા એક અજાણ્યો વ્યક્તી ( શરીરે લાલ કલરનો શર્ટ પહેરેલ) ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે ગુનાહીત કાવતરૂ રચી એક સંપ કરી લોખંડના પાઇપ જેવા જીવલેણ હથીયારો ધારણ કરી ફરીયાદીની માલીકીની વાડીએ જઇ વાડીમા ગુનાહીત પ્રવેશ કરી ફરીયાદીને લોખડના પાઇપ વડે ચારેય આરોપીઓએ આડેધડ માર- મારી તથા લાખા આંણાદ સોલંકી, કારા આનંદ સોલંકીનાએ ફરીયાદી  લાખાભાઈ આણંદભાઇ વાધેલા( રબારી) ને જાનથી મારી નાખવાના ઇરાદે લોખંડના પાઇપ વડે માથાના ભાગે જીવલેણ પ્રહાર કરતા ફરીયાદીએ પોતાના બન્ને હાથ આડા રાખતા ફરીયાદીને ડાબા હાથે કલાઇના ભાગે લોખંડનો પાઇપ વાગતા ફેક્ચર ઇજા કરી તથા જમણા હાથે પોચાના ભાગે લોખંડનો પાઇપ વાગતા લોહી લુહાણ કરી ચારેય આરોપીઓએ ફરીયાદીને જમણા તથા ડાબા બન્ને પગે નરાના ભાગે લોખંડના પાઇપ વડે મારી ફરીયાદીના ડાબા પગમા નરાના ભાગે ફેક્ચર ઇજા કરી પગના કટકા કરી નાખી તથા ડાબા પગના નરાના ભાગે પાચ ટાકા જેવી ગંભીર ઇજાઓ કરી વાસાના ભાગે તથા શરીરે લોખંડના પાઇપ વડે માર મારી મુંઢ ગંભીર ઇજાઓ કરી તમામ આરોપીઓએ જેમ ફાવે તેમ ભુંડા ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસ ગયા હતા.

આથી પોલીસે ફરીયાદી ઉપર જીવલેણ હુમલો કરી ફરીયાદીનુ ખુન કરવાની કોશીશ કરવાનો પ્રયાસ કરતા પોલીસે ગુન્હો આઇ.પી.સી. ૧૨૦ ( બી ) , ૪૪૭ , ૩૦૭ , ૩૨૫ , ૩૨૪ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) તથા જી.પી એકટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

દિવાળી ટાણે જ દ્વારકામાં 5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

0

દિવાળીએ જ દ્વારકામાં 5 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર દ્વારકા o૪. દિવાળીના દિવસે જ દ્વારકામાં 5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 5 છે. ભૂકંપનુ કેન્દ્રબિંદુ દ્વારકાથી 223 કિં.મી દૂર નોંધાયું છે.

આજે બપોરે 3.15 વાગ્યે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ન્યૂઝ એજન્સી એએનઆઇએ ટ્વીટ કરીને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના હવાલાથી આ સમાચાર આપ્યા છે. જેને સ્થાનિક તંત્ર દ્વારા પુષ્ટી આપવામાં આવી છે.

આઇએસઆઇ ના ડિરેક્ટર સુમેર ચોપડાએ કહ્યું હતું કે દ્વારકામાં 4.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

ભારત-પાકિસ્તાન બોર્ડર પર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. લખપત, ખાવડા, અબડાસા સહિતના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે, જાનહાનિના કોઈ સમાચાર નથી.

ચેલાના લેન્ડ ગ્રેબિંગ હેઠળના ગુનામાં પિતા 2 પુત્રોને આગોતરા જામીન આપતી કોર્ટ.

0

લેન્ડ ગ્રબિગ એક્ટના ગુનામાં આગોતરો જામીન મંજૂર કરતી કોર્ટ.

ચેલા ગામની જમીનમાં કબજા અંગેની થઈ હતી ફરિયાદ : પીતા પુત્ર સામે નોંધાયો હતો લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક o૩.જામનગરના ચેલા ગામની એક જમીન પર કબ્જો કરવા અંગે ત્રણ પુત્ર – પિતા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયા પછી આરોપીઓએ આગોતરા જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી કરતા ત્રણેયને આગોતરા જામીન આપવામાં આવ્યા છે.

જામનગરના ચેલા ગામમાં યોગેન્દ્રસિંહ ભાવસિંહ કેરની જમીનમાં ચેલા ગામના જ હેમતસિંહ માનસંગ કેર, કિશોરસિંહ શહેર તથા પૃથ્વીરાજસિંહ કેર દ્વારા કબજો કરી લેવાની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી હતી.

આ ગુન્હો પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નોધ્યા પછી આરોપીઓએ આગોતરા જામીન મેળવવા અદાલતમાં અરજી કરી હતી .

હાઈકોર્ટે ત્રણેય આરોપીઓને આગોતરા જામીન આપવાનો હુકમ કર્યો છે . આરોપી તરફથી વકીલ રઘુવીરસિંહ. કે કંચવા પી.વાય.જેસાણી રોકાયા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.