Tuesday, October 13, 2026
Home Blog Page 320

નિરામય ગુજરાત કાર્યક્રમમાં કર્મચારીઓને ૪ વાગ્યા સુધી જમવાનું “ન” મળતા દેકારો.

0

અસુવિધાના પગલે કર્મચારીઓમાં હોબાળો. જમવાના “પાસ” તો મળ્યા પણ ૪ વાગ્યા સુધી જમવાનું “ન” આવ્યું..! અંતે પૂરગ્રસ્ત લોકોને રાહત સામગ્રીની જેમ સુકી ભાજીપુરીના કુડ પેકેટ પકડાવી ચાલતા કર્યાં..! કર્મચારીઓમાં કચવાટ..

જમવાના “પાસ” આપતા હરખાયાં..”કુડ પેકટ” મળતા ભરખાયા: આરોગ્ય શાખાની લીલા અપરંમપારઅંતે વિવાદિત આરોગ્ય અધિકારી ઋચિતા જોશીએ ડ્રાઇવરના હાથે સુકી ભાજીના “કુડ પેકેટ” ખવડાવી સફળતાનો ઘંટ વગાડી કર્મચારીઓની બેટરી ડાઉન કરી નાખી..!

નિરામય ગુજરાત કાર્યક્રમને સફળ બનાવવામાં  કર્મચારીઓને મજુરી કરાવી  પરાણે ‘ એકટાણા ‘ કરાવતી જામનગર મનપા.!દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૩. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ટાઉન હોલમાં આયોજિત સરકારી કાર્યક્રમ નિરામય ગુજરાતમાં જો છબરડા ન કરે તો તે જામનગર મહાનગરપાલિકા ક્યાંથી..! 200 થી વધુ કર્મચારીઓ અને ડોક્ટરો આ કાર્યક્રમમાં વહેલી સવારથી કામે લાગ્યા હતા જેને વાગ્યે જમવાના પાસ આપવામાં આવ્યા હતા..

પરંતુ ફક્ત પાસ જ મળ્યા , જમવાનું ન મળ્યું !

દેકારો થતાં અધિકારીઓમાં દોડાદોડી થઈ હતી અને જાણે પુરગ્રસ્ત વિસ્તારમાં ફૂડ પેકેટ અપાતા હોય તેમ પુરી અને સુકી ભાજી પકડાવી દેતા કામ પર લાગેલા કર્મચારીઓમાં ભારે રોષ ફેલાઈ ગયો હતો.

નિરામય ગુજરાત અભિયાન હેઠળ જામનગર શહેરકક્ષાનો કાર્યક્રમ એમ.પી. શાહ ટાઉન હોલ ખાતે સવારે 9 કલાકથી રાખવામાં આવ્યો હતો .

આ કેમ્પમાં વધુ લોકો લાભ લે તે માટે તમામ પ્રકારના ડોક્ટરો અને 200 થી વધુ કર્મચારીઓને વહેલી સવારથી કામે લાગ્યા હતા.

મોડીસાંજ સુધી ચાલેલા કાર્યક્રમ માટે મહાનગરપાલિકા દ્વારા તમામ કર્મચારીઓની જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી . સુધી જમવાનું આવ્યું ન હતું ! થઈદેકારો થતાં મોડે મોડે પુરી અને સુકી ભાજીના રાહત સામગ્રીમાં અપાતી હોય તેવા પેકેટો કર્મચારીઓને પકડાવી દેવામાં આવ્યા હતા જેના કારણે ભારે હોબાળો મચી ગયો હતો . સવારે 11 વાગ્યે તમામ કર્મચારીઓને અને ડોક્ટરોને જમવાના પાસ આપી દેવામાં આવ્યા હતા .

પરંતુ આશ્ચર્યજનક રીતે 4 વાગ્યા આ બાબતે જામનગર મહાનગરપાલિકાએ જો કે આવી ગંભીર બેદરકારી બાબતે પોતાના હાથ ઉંચા કરી કાર્યક્રમને સફળ ગણાવીને કર્મચારીઓને એકટાણા કરાવી દીધા હતા .

દરેડ ગામના બસ સ્ટેન્ડ નજીક લોહીથી લથબથ અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર.

0

દરેડ ગામના બસ સ્ટેન્ડ નજીક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા ચકચાર: પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ

લોહીથી લથબથ આડેધનો મૃતદેહ સાંપડ્યો: પોલીસ તપાસનો ધમધમાટ..

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જીજી હોસ્પિટલ ખાતે ખસેડાયો..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૧ર.જામનગર તાલુકાના દરેડ ગામના બસ સ્ટેન્ડ પાસેથી આજે સવારે શ્રમિક જેવા લાગતા યુવાનની લાશ મળી આવ્યાની જાણ થતા પંચ બી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી લોહીલુહાણ હાલતમાં પડેલા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને પોલીસે મૃતક યુવાનની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી હતી તેમજ યુવાનની હત્યા કરાઇ છે કે કેમ? પોલીસ આ અંગેની વિધિવત રીતે સઘન શરૂ કરી દીધી છે.

જામનગરમાં હત્યાનું વેર વાળવા 3 વ્યક્તિ પર 6 શખ્સોએ કર્યો ખુની હુમલો

0

જામનગરમાં હત્યા પ્રકરણના કોર્ટ કેસનો ખાર રાખી હત્યાનો પ્રયાસ : ચકચાર ગઇકાલ રાત્રીના ૯ વાગ્યા આસપાસનો બનાવ : અગાઉ મુસ્લિમ યુવાનની હત્યા થઈ હતી તેનો ખાર રાખી છ શખ્સો ટુંટી પડયા :સાહેદ અઝીમભાઈની હાલત નાજુક..જૂની અદાવતનો ખાર રાખી રેસ્ટોરન્ટ સંચાલક ઉપર વિમલ રમેશભાઇ તથા ભુરો ઉર્ફે આફતાબ તથા કરણ ઉર્ફે દેવો ભરવાડ તથા ફીરોઝ મહમદહુસેન તથા હસુડો ઉર્ફે અસગર તથા એક અજાણ્યો શખ્સનો હુમલો. દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૧ર. સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મનસુખભાઈ ઓઘડભાઈ મકવાણા, ઉ.વ.પપ, રે. નાગેશ્વર રોડ, સોનાપુરી પાછળ, હરીયા ફલોરમીલની પાછળ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે.

સોનાપુરીથી આગળ નાગેશ્વર રોડ પર નંદા બ્રધર્સની ધવલ રેસ્ટોરન્ટ દુકાન, જામનગરમાં ફરીયાદી મનસુખભાઈના દિકરા કિશન અને લાલજી અગાઉ આરોપીના મીત્ર સાજીદના ખુનના ગુન્હામાં પકડાયેલ હોય.

જે બાબતનો ખર રાખી આરોપીઓ વિમલ રમેશભાઈ તથા ભુરો ઉર્ફે આફતાબ તથા કરણ ઉર્ફે દેવો ભરવાડ તથા ફીરોઝ મહમદહુશેન તથા હસુડો ઉર્ફે અસગર તથા એક અજાણ્યો માણસ એ ફરીયાદી મનસુખભાઈ પર જીવલેણ હુમલો કરવાના ઈરાદે પુર્વઆયોજીત કાવત્રુ રચી રેસ્ટોરન્ટમાં ગેરકાયદેસર પ્રવેશ કરી આરોપી દેવાએ ફરીયાદી મનસુખભાઈને પાઈપ વડે માર મારી તથા હોટલમાં તોડફોડ કરી કરતા સાહેદ અઝીમભાઈ તથા છત્રપાલસિંહ બચાવવા વચ્ચે પડતા આરોપી દેવાભાઈએ પોતાના નેફામાં રહેલ છરી કાઢી સાહેદ અઝીમભાઈને પેટના ભાગે જીવલેણ ઘા મારવા જતા સાહેદએ હાથ વચ્ચે નાખતા હાથના પંજામાં ગંભીર ઈજાઓ કરી તેમજ આરોપીઓએ સાથે મળી સાહેદ અઝીમને તલવાર કુહાડી તથા કોયતા તથા લોખંડના પાઈપ જેવા હથીયાર વડે માર મારી ફરીયાદી મનસુખભાઈ તથા છત્રપાલસિંહ વચ્ચે આવતા તેમને પણ સામાન્ય મુંઢ ઈજાઓ કરી ગુનો કરેલ છે  અચાનક થયેલા હુમલામાં નાસભાગ મચી જવા પામી હતી.

આથી મનસુખભાઈની ફરિયાદ પરથી પોલીસે IPC કલમ-૧૨૦ બી, ૩૦૭, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭, ૪૫૨ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

એમ્યુઝમેન્ટ પાર્ક નજીક સામુ જોવા બાબતે થઈ મુક્કાબાજી: ત્રણ સામે ફરિયાદ

0

એમ્યુઝમેન્ટ પાર્ક નજીક સામુ જોવા બાબતે થઈ ઢીંકાવારી: ૩ સામે ફરીયાદ..

સામુ કેમ જોશ તેમ કહી ત્રણ શખ્સો તૂટી પડ્યા..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૨.જામનગર શહેરના રણજીત સાગર રોડ, હર્ષદમીલની ચાલી પાસે નીલકંઠનગર બ્લોક નં.એ-૨૦ ગાયત્રી મંદીર પાસે રહેતા સમીરભાઇ લલીતભાઇ બુધ્ધ જાતે કંસારા તેના મીત્રના ધરેથી હોન્ડા લઇને ધરે જતો હતો અને એમ્યુઝમેન્ટ પાર્ક દેવીકા પાન પાસે પહોચેલ તે વખતે બાજુમાંથી હોન્ડામા બાજુમાથી નીકળતા ફરીયાદી આરોપીઓની સામે જોતા આરોપીઓએ તેનુ હોન્ડા ઉભુ રાખી સામે કેમ જોશ તે બાબતે સમીર સાથે બોલાચાલી કરી ગાળો ભાંડી ગળામા તેમજ ગાલમા ઢીકાપાટુનો માર મારી ગાલમા તેમજ ગળામા સામાન્ય મુંઢ ઇજા કરી અને હવે કોઇ દીવસ સામે જોઇશ તો જાનથી મારી નાખીશુ તેવી ધમકી આપી નાશી ગયા હતા.

આથી સીટી-C ડિવીઝન પોલીસે સમીરભાઇ લલીતભાઇ બુધ્ધની ફરિયાદ પરથી કુલદીપસિંહ જાડેજા , શકિતસિંહ જાડેજા, દીવ્યરાજસિંહ જાડેજા  રહે. જામનગર વારા વિરૂદ્ધ IPCની- કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨),૧૧૪ મુજબ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

સીટી-B ના 4 પોલીસકર્મીએ બંદૂકો ફોડી.. 8 ની બદલી: પોલીસ બેડામાં ચકચાર

0

પોલીસબેડામાં ભૂકંપ : 4 પોલીસકર્મી પ્રેક્ટિસમાં “ન” ગયા એના બદલે અન્ય 4 એ બંદૂકો ફોડી.. આઠે’યની ટ્રાન્સફર..

4 પોલીસકર્મીએ બેદરકારી દાખવી , અન્ય 4 પરોપકારી બન્યા..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧ર. ગઈકાલે જામનગર જિલ્લા પોલીસ વડાએ “D” સ્ટાફનું વિસર્જન કરી 8 પોલીસકર્મી સહિત 14 ની અચાનક બદલી કરતા અનેક તર્ક-વિતર્ક વચ્ચે ભારે ચર્ચા જાગી હતી.

જામનગરની સિટી – બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હડકંપ મચી ગયો હતો, જિલ્લામાં ભારે ચર્ચા

જામનગર શહેરના સિટી – બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફાયરિંગની પ્રેક્ટિસમાં ઘરમાં સૂતા હોય તેનું ફાયરિંગ કરનાર પોલીસમેનો અને જે ઘરે સૂતા હતા તે તમામ સિટી – બી ડિવિઝનના પોલીસની રિપોર્ટના આધારે તાત્કાલિક જિલ્લા પોલીસવડાએ બદલી કરી નાખતા પોલીસબેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.

જામનગર પોલીસમાં દર વર્ષે ફાયરિંગ પ્રેક્ટિસ ચાલુ હોય છે જેમાં તબક્કાવાર તમામ પોલીસે ભાગ લેવાનો હોય છે અને પોતાના ભાગે આવેલી ફાયરિંગ કરવાનું ફરજિયાત હોય છે.

પરંતુ સિટી – બી ડિવિઝન ડી – સ્ટાફના કર્મચારી તેમજ અન્ય લોકોએ પોતે ફાયરિંગ પ્રેક્ટિસમાં ભાગ લઈ બીજા કર્મચારીઓના ભાગની ગોળીઓ ફોડી નાખતા આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીને થતા તેમણે આ અંગેનો રિપોર્ટ જિલ્લા પોલીસવડાને કરતા પોલીસવડાએ તાત્કાલિક સિટી – બી માં ફરજ બજાવતા શોભરાજસિંહ ગુમાનસિંહ જાડેજાને કાલાવડ ગ્રામ્ય , રવિન્દ્રસિંહ મહાવીરસિંહ જાડેજાને ધ્રોલ , ફૈઝલ મામદભાઈ ચાવડાને કાલાવડ ગ્રામ્ય , ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજાને ધ્રોલ, દેવસુર મીરાભાઈ સાગઠિયાને ધ્રોલ , વિરેન્દ્રસિંહ સુરૂભા ઝાલાને કાલાવડ ગ્રામ્ય , અર્જુનસિંગ રામદેવસિંગ જાડેજાને ધ્રોલ તેમજ ભગીરથસિંહ નરેન્દ્રસિંહ જાડેજાને તાકીદે અસરથી બદલી કરી નાખવામાં આવી હતી.

સામે પંકજ ખીમાભાઈ વાઘેલા , જીતેન્દ્ર ખુમાનસિંહ જાડેજા , ક્રિપાલસિંહ પ્રતાપસિંહ સોઢા , મયુરસિંહ જયેન્દ્રસિંહ જાડેજા , ગીતાબેન હરદાસભાઈ ગોજીયા અને ધર્મેન્દ્રસિંહ નટુભા જાડેજાને સિટી – બી ડિવિઝનમાં મૂકવામાં આવ્યા છે.

ઘરે જે લોકો સૂતા હતા અને તેમના ફાયરિંગ થઈ ગયા તેમજ તેને મદદ કરનાર કર્મચારી બંને પર તવાઈ ઉતરતા જામનગર પોલીસબેડામાં ચકચાર જાગી છે.

નાનકપુરી વિસ્તારમાં જાહેરમાં માંસાહારથી આતંક જેવી સ્થિતિઃ 10 કોર્પોરેટરની હૈયાવેદના.

0

જામનગરમાં આતંક જેવી સ્થિતિ અને ધાર્મિક લાગણી દુભાવતી નોનવેજની રેંકડીઓ હટાવવા 10 કોર્પોરેટર દ્વારા મ્યુનિ. કમિશ્ર્નર અને મેયરને રજૂઆત..નાનકપુરીથી લઇ લાલપુર બાયપાસ સુધી રોડની બંને સાઇડ રેંકડી તથા કેબીનવાળા દ્વારા થતુ દબાણ તાત્કાલિક દૂર કરવા લેખિતમાં રજૂઆત..

નોનવેજની રેંકડીએ અસામાજીક અને આવારા તત્વોથી જાહેર માર્ગ પર રાહદારીઓને અવર-જવરમાં પડતી મૂશ્કેલી..

નોનવેજની રેંકડી-કેબીનધારકો દ્વારા ગંદો કચરો જાહેર રસ્તા અને કેનાલમાં ફેંકાતો હોવાનો પણ ઉલ્લેખ

હાલ કોરોના મહમારીમાં રાત્રે 10 વાગ્યા સુધી જ દુકાન ખુલ્લી રાખવાની મંજુરી હોવા છતાં મોડી રાત સુધી ધમધમતી દુકાન..

અનેક શહેરીજનોની ધાર્મિક લાગણીને દુભાવતી હોય જેથી આવા રેંકડીઓ ત્યાંથી દુર ખસેડવા તાત્કાલીક કાર્યવાહી કરવા રજૂઆત..

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર ૧૧.જામનગર શહેરના નાનકપુરીથી લઇ લાલપુર બાયપાસ સુધી રોડની બંને સાઇડ નોનવેજ (મટન-ઇંડા-ચીકન બનાવાર) રેંકડી તથા કેબીનવાળા દ્વારા થતુ દબાણ તાત્કાલિક દૂર કરવા વોર્ડ નં.13 ના નગરસેવક અને એડવોકેટ કેતન નાખવા દ્વારા જામનગર મ્યુનિ. કમિશ્ર્નર, મેયર અને સ્ટે.કમીટી ચેરમેનને લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે. કેતનભાઇ નાખવાની આ રજૂઆતને જામનગરના અન્ય 9 કોર્પોરેટર બબીતાબેન લાલવાણી, પ્રવિણાબેન રૂપડીયા, શોભનાબેન આર. પઠાણ, હર્ષાબા પી. જાડેજા, જેન્તીલાલ એમ. ગોહિલ, ગીતાબા એમ. જાડેજા, વિનોદભાઇ એન. ખીમસુર્યા, પાર્થ પી. કોટડીયા અને ભારતીબેન એ. ભંડેરી દ્વારા પણ સમર્થન અપાયું છે.

જામનગરના વોર્ડ નં. 13,15 અને 16 માંથી પસાર થતો નાનકપુરથી લઇ લાલપુર બાયપાસ સુધી રોડની બંને સાઇડ નોનવેજની રેકડીઓ તથા જાહેરમાં મટન કપાતું હોય અને આજુ બાજુ વિસ્તારમાંથી પસાર થતા લોકોની ધાર્મિક લાગણી દુભાતી હોય, તેમજ ત્યાં રોડની બંને સાઇડ દબાણ થવાથી રાહદારીઓને હાલવા-ચાલવામાં પણ ભારે તક્લીફ પડતી હોય છે. આ ઉપરાંત રેંકડીઓની આજુબાજુ ગ્રાહકો પોતાના વાહનો પણ આડેધડ પાર્ક કરવાથી વારંવાર અકસ્માતો થાય છે.

અનેક અસમાજીક અને આવાર તત્વો દારૂ પીધેલી હાલતમાં આવી રેંકડીઓએ આવીને ઉભા રહેતા હોય જેથી આતંક જેવી પરિસ્થિતિનું નિર્માણ કરતા હોય છે. નોનવેજની રેંકડીવાળાઓ પોતાનો ગંદો કચરો બાજુની કેનાલમાં નાંખતા હોય છે.

હાલની કોરોના મહામારીની પરિસ્થિતિમાં 10 વાગ્યા સુધીનું જાહેરનામું હોવા છતાં પણ કોઇપણ જાતના લાયસન્સ કે પરવાના વગર આ રેકડીઓ અને કેબીન ધારકો મોડી રાત્રી સુધી ખુલ્લી રાખતા હોય છે. જેથી ત્વરીતે આવા દબાણ દુર કરાવી જાહેર રાહદારીઓનો માર્ગ ખુલ્લો કરાવી અને ધાર્મિક લાગણીને દુભાવતી અટકાવી ત્યાંથી દુર ખસેડવા તાત્કાલીક કાર્યવાહી કરવા રજૂઆતમાં જણાવ્યું છે.

સલાયા કરોડોના ડ્રગ્સ પ્રકરણમાં આરોપીના 9 દિ’ના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ

0

સલાયા કરોડોના ડ્રગ્સ પ્રકરણમાં તપાસનો ધમધમાટ: આરોપીના 14 દિ’ના રિમાન્ડની માંગણી કરતા કોર્ટ 9 દિવસના મંજુર કર્યા હતા..

ગઈકાલે 88 કરોડ પછી 232 કરોડનો બીજો જથ્થો સલાયામાં મળતા એસ.પી. શ્રી સુનીલ જોશીએ કર્મચારી-સહ અધિકારીઓને મીઠા મોઢા કરાવ્યા…

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ખંભાળીયા : ૧૧. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકે આવેલા શ્રી સુનિલ જોશીએ જિલ્લા પોલીસની ટીમ દ્વારા સ્થાનિક બાતમીદારોની મદદથી 320 કરોડનો હેરોઇન તથા એમ. ડી. ડ્રગ્સનો કેસ પકડીને ઇતિહાસ રચીને સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ સર્જયો છે. તથા પોલીસ દ્વારકા જિલ્લાનું ગૌરવ સમગ્ર રાજયમાં વધાર્યુ છે.

રાજયમાં પ્રથમ વખત કોઇ જિ. પો. વડાએ આવડો મોટો ડ્રગ્સનો જથ્થો પકડીને ઇતિહાસ સર્જતા રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી, રાજય પોલીસ વડાશ્રી આશિષ ભાટીયા તથા રેન્જ ડી. આઇ. જી. શ્રી ટીમ પર અભિનંદન વર્ષા થઇ હતી. રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એસ. પી. ની કરેલ પ્રશંસાનો વીડીયો સમગ્ર દ્વારકા જિલ્લામાં ખુબ જ વાયરલ થયો હતો.

સલાયામાં ડ્રગ્સ પ્રકરણમાં ડ્રગ્સ મગાવનાર સલીમ કારા અને તેનો ભાઇ અલી કારા સવા બસો કરોડના 47 પેકેટ ડ્રગ્સ સાથે ઝડપાયા જેમાનો પ્રથમ આરોપી સલીમ કારા અંગેની સતાવાર મળતી માહિતી મુજબ સલીમ કારા ગુજરાતની મોટી એક તપાસ એજન્સીનો વિશ્વાસુ બાતમીદારની છેલ્લા કેટલાક સમયથી ઓળખ ઉભી કરી હતી અને અત્યંત કેટલીક સરકારી અધિકારીઓનો વિશ્વાસુ માણસ બનીને રહેતો હોવાનું પણ ચર્ચાઇ રહયું છે.

આમ સલીમ યાકુબ કરાના ઉપર અત્યંત વોંચ ગોઠવીને આ ડ્રગ્સ પ્રકરણનો પર્દાફાશ કરવામાં આવતા ગુજરાતના કેટલાક ઉચ્ચ અધિકારીઓ હચમચી ગયા હતાં હજુ એકાદ બે દિવસમાં સલાયાના જ બે લોકોની સંડોવણી બહાર આવે તો નવાઇ નહીં.

ગઈકાલના આ ચકચારી કરોડોના ડ્રગ્સ પ્રકરણમાં જિ.પો. વડાશ્રી સુનીલ જોશીએ અત્યંત બાહોશ તથા કોર્ટ કાર્યવાહીમાં એકસપર્ટ મનાતા ખંભાળિયા પો.ઈ. શ્રી પી.એમ. જુડાલને આ તપાસ સોંપતા તેમણે ત્રણેય આરોપીઓની આગવી ઢબે પૂછપરછ, મોબાઈલ નંબરો આવેલા કોલ ગયેલા કોલ અગાઉના લોકેશનની તપાસ શરૂ કરીને આરાધનાધામ પાસેથી પકડાયેલ પ્રથમ આરોપી સજ્જાદ સિકંદરને 14 દિવસની રીમાન્ડની માંગણી સાથે ખંભાળિયા કોર્ટમાં રજુ કર્યો છે તથા સાંજે સલીમ કારા તથા અલી કારાને પણ 14 – 14 દિવસના રીમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરીને આગળની કાર્યવાહી થશે.અગાઉ સલાયામાં 2018ની 12મી ઓગષ્ટના 300 કિલો હેરોઈનનો જથ્થો પકડાયો હતો જેની તપાસ એ.ટી.એસ. તથા એન.આઈ.એ.એ કરી હતી તથા ગુજરાતમાંથી આ જથ્થો જીરૂ તથા સુવાના થેલામાં સંતાડીને અમૃતસર પંજાબ પહોંચાડેલો, જેમાં કુલ 500 કરોડના જથ્થાની ફરીયાદ તે વખતે પણ થઈ હતી. જો કે બનાવના ત્રણેય મુખ્ય આરોપી સજ્જાદ સિકંદર મર્ડરમાં સંડોવાયેલો હતો તો સલીમ કારા પર અગાઉ પણ નાર્કોટીકસ, નકલી ચલણ, હેરાફેરીના કેસ પણ થયેલા છે.

ગઈકાલે 88 કરોડ પછી 232 કરોડનો બીજો જથ્થો સલાયામાં મળતા એસ.પી. શ્રી સુનીલ જોશીએ કર્મચારી-સહ અધિકારીઓને પેંડા ખવડાવી મીઠા મોં કરાવ્યા હતા.

પોલીસ વડા શ્રી સુનીલ જોશીની આગેવાનીમાં પોલીસ અધિકારીઓની હથીયાર બંધ ટુકડીઓ સાથે આ કારા બંધુઓનું મકાન જે સલાયામાં કસ્ટમ ઓફિસની તદ્દન સામે આવેલુ છે ત્યાં રાત્રીના 3 વાગ્યા સુધી કામગીરી કરી હતી તથા 47 પેકેટ જેનુ વજન 45 કિલો થયુ હતુ તેનુ રોજકામ કરી કબજો મેળવ્યો હતો તથા આ જથ્થો તથા ત્રણેય આરોપીની પૂછપરછ હાથ ધરી છે.

ટીટોડી વાડી વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાને ઘરમાંથી કાઢી મુકતા સાસરીયા

0

જામનગરના ટીટોડી વાડી વિસ્તારમાં રહેતી સગર્ભા મહિલાને ઘરમાંથી કાઢી મુકાઇ: સાસરિયાઓ સામે ફરિયાદ..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર: ૧૧. જામનગર શહેરના ખોજાનાકા બહાર આવેલાં ટીટોડી વાડી વિસ્તારમાં રહેતાં આતિકાબેન મેતર નામની મહિલાને તેણીના લગ્ન જીવનના ત્રણ માસ દરમ્યાન પતી મુસ્તકિમ સતાર મેતર, સસરા સતાર મુસા મેતર અને સાસુ જમીલાબેન સતાર મેતર નામના ત્રણ વ્યકિતઓએ શારીરિક માનસિક ત્રાસ આપતા હતાં અને લગ્ન જીવન દરમ્યાન ગર્ભવતી થતાં આતિકાબેનને ઘરમાંથી કાઢી મુકી હતી. આ અંગે મહિલા દ્વારા જાણ કરતાં હેકો.એસ.બી.નીનામા તથા સ્ટાફે પતિ અને સાસુ-સસરા સહિતના સાસરિયાઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરનો વિચિત્ર બનાવ :સાસુ સાથે અબોલામાં પુત્રવધુનો આપધાત

0

જામનગરના મહાવીરપાર્ક વિસ્તારમાં સાસુ સાથે અબોલાનું મનમાં લાગી આવતા પુત્રવધુએ જિંદગી ટુંકાવી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૦.જામનગરના મહાવીરપાર્ક શેરી નં. 3 શ્રીજી હોલ ખાતે રહેતા અસ્મીતાબેન નિલેશભાઇ ગોહેલ (ઉ.વ.36) ને છેલ્લા એક અઠવાડીયાથી તેમના સાસુ સાથે અબોલા હોય જે બાબતે મનમાં લાગી આવતા ગઇકાલે તેમના ઘરે મના પંખામાં સાડીના પડદા વડે જાતે ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

બનાવની જાણ થતા મહાવીરપાર્કમાં રહેતા નિલેશ રમણીકભાઇ ગોહેલ દ્વારા સીટી-સી માં જાણ કરવામાં આવી હતી. આ વિગતોના આધારે પોલીસ દ્વારા પ્રાથમિક કાર્યવાહી કરીને તપાસ આગળ ધપાવી છે.

દારૂના દરોડામાં પોલીસકર્મી ઉપર બુટલેગરનો હુમલો..

0

ભાણવડ પંથકમાં દારૂના દરોડામાં પોલીસકર્મી ઉપર બુટલેગરનો હુમલો..

ઘુમલી ગામે રાણીવાવ નેસ વિસ્તારમાં આરોપી શખસ દ્વારા પોલસ કસ્ટડી ટાળવા હેડ કોન્સ્ટેબલ સહિત પોલીસપાર્ટી ઉપર હુમલો..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર  ૧૦.ભાણવડ તાલુકાના ઘુમલી ગામે રાણીવાવ નેસ વિસ્તારમાં રહેતા રત્ના મુળુભાઈ ચાવડા નામના શખ્સ પાસે દેશી દારુનો જથ્થો હોવાની બાતમીના આધારે ભાણવડ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ ચંદુભા જાડેજા સહીતના પોલીસ કાફલા દ્વારા દારુ અંગે દરોડો પાડવામાં આવ્યો તે દરમિયાન રત્ના મુળુભાઈ ચાવડા પાસેથી દેશી દારુના ચાર પાઉચ મળી આવતા પોલસ કસ્ટડી ટાળવા માટે ઉશ્કેરાયેલા શખ્સે હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી છુટવા માટે ઝપા-ઝપી કરી પથ્થર વડે હુમલો કરતાં પોલીસકર્મીને માથામાં ઈજાઓ પહોચતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ભાણવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેઓને નવ ટાંકાઓ આવ્યા હતા

આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસ સ્ટેશને હેડ કોન્સ્ટેબલની દરિયાદ ઉપરથી રત્ના ચાવડા નામના શખ્સ વિરુધ 323,324,506(2) મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.