Tuesday, October 13, 2026
Home Blog Page 319

જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતી અને વાડીનાર પોર્ટ ખાતે કામ કરતી મહિલાને સહકર્મીએ આપી બીજીવાર ધમકી: પોલીસ ફરિયાદ

0

જામનગરમાં પટેલ કોલોનીમાં રહેતી અને વાડીનાર પોર્ટ ખાતે કામ કરતી મહિલાને સહકર્મી ફરી આપી અભદ્ર ભાષામાં ધમકી

વાડીનારમાં નોકરી કરતી પરપ્રાંતિય મહિલાને સિનિયર કલાર્ક દ્વારા પરેશાન કરાતી હોવાની ફરિયાદ..

ગત મહિને ઓફિસમાં અભદ્ર ભાષા લખી હતી જે મામલે ફરિયાદ થઈ હતી, જામનગરમાં બીજી ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૬. જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતી એક મહિલાના ઘરે પહોચી પરપ્રાંતીય મહિલાના ઘરે પહોચી એક શખસે તેણીને તથા તેની પુત્રી સહિત ત્રણ સભ્યો સામે બીભત્સ વાણીવિલાસ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની સીટી-બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

વાડીનાર ખાતે પંડિત દીનદયાળ પોર્ટમાં સિનિયર ક્લાર્ક આરોપીએ તેની સાથે ઓફિસમાં નોકરી કરતી મહિલા સાથે અભદ્ર વર્તન કરી છેડતી કર્યા બાદ આરોપીએ જામનગર આવી વધુ એક ગુનો કર્યો હોવાનું સામે આવ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારના પંડિત દિન દયાલ પોર્ટ ખાતે ડેઇલી રેટેડ-ખલાસી તરીકે નોકરી કરતી અને જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતી મહિલા રવિવારના રોજ પોતાના ઘરે હતી ત્યારે તેની ઓફિસમાં જ સીનીયર ક્લાર્ક તરીકે નોકરી કરતો મીથીલેશકુમાર પાંડે આવી પહોંચ્યો હતો. આરોપીએ ઘરે આવી વાણી વિલાસ આચરી મહિલા તથા તેમની દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો.

આ બનાવ અંગે મહિલાએ આરોપી સામે સીટી-બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ગત મહિને મહિલાએ આરોપી મીથીલેશકુમાર પાંડે સામે વાડીનાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

જેમાં આરોપી છેલ્લા એક વર્ષથી જુદી જુદી કામગીરીના બહાને માનસિક રીતે હેરાન પરેશાન કરી તેણી જ્યાં કામ કરતી હોય તે કોમ્પ્યુટરના વાયરીંગ સરખા કરવાના બહાને તેની પાસે જઇ, તેણીને ખરાબ નજરે જોઇ, તેમના પગ પર ખરાબ સ્પર્શ કરી તેમજ તેમની પાછળ પાછળ જઇ ખરાબ નજરે જોઇ અને ફરીયાદી તે વાત કોઇને કહેશે તો જાનથી મારી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપી હતી.

આ ઉપરાંત ગત તા.21/09/2021 ના રોજ તેણીની ઓફીસના હાજરી પત્રકમાં પણ અરૂચિકર વાકયો લખીને ફરીયાદી વિશે ટીકાકારક નોંધ લખી તેની નીચે આરોપીએ પોતાની સહી કરી હતી. આ બનાવ અંગે વાડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે જેની તપાસ હજુ પૂર્ણ થઇ નથી ત્યાં આરોપીએ વધુ એક ગુનો આચર્યો છે.

જામનગરમાં નાથુરામ ગોડસેની પ્રતિમાને ખંડિત કરતું કોંગ્રેસ : હિન્દુ સેનામાં ઉગ્ર રોષ : ફરિયાદની તજવીજ: કોર્પોરેટરના ઘરે પોલીસ બંદોબસ્ત

0

જામનગરમાં નાથુરામ ગોડસેની પ્રતિમાને ખંડિત કરતું કોંગ્રેસ : હિન્દુ સેનામાં ઉગ્ર રોષ : ફરિયાદની તજવીજ

હિન્દુ સેના દ્વારા ગઇકાલે મુકાયેલ નાથુરામ ગોડસેની પ્રતિમાને આજે કોંગ્રેસ શહેર પ્રમુખ સહિતના નેતાઓએ તોડી નાંખી..કોઈ અનિચ્છનીય બનાવ ન બને માટે કોર્પોરેટર ધવલ નંદા ના ઘરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.

સીટી એ ડીવીઝનના પોલીસ ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ જલુ તથા ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે..

ગઇકાલે દરબારગઢ પાછળ, દુધિયા હનુમાન આશ્રમ ખાતે નાથુરામ ગોડસેની પ્રતિમા પ્રસ્થાપિત કરાઇ’તી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૬.જામનગર: જામનગરમાં હિન્દુસેના દ્વારા ગઇકાલે નથુરામ ગોડસેની પૂણ્યતિથી નિમિત્તે પ્રતિમા સ્થાપિત કરી ‘ ન મારા થા, ન મરેગા, સદીઓ તક જિંદા રહેગા’ સૂત્રોચ્ચાર કર્યા હતાં.

ગોડસેની પ્રતિમાની સ્થાપના પછી આજે જામનગર કોંગે્રસ દ્વારા પત્થરો મારી પ્રતિમા તોડી પાડવામાં આવી હતી જેને લઇ હિન્દુ સેનામાં ભારે ઉગ્ર રોષ ફેલાયો છે અને આ અંગે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવાની વિચારણા ચાલી રહી છે.

કોંગ્રેસ દ્વારા ગોડસેની પ્રતિમાને ખંડિત કરવાના બનાવની જાણ થતા સીટી-એ ડીવીઝનનો પોલીસ કાફલો તાકિદે ઘટના સ્થળે પહોંચ્યો હતો.

જામનગર શહેરમાં હિન્દુસેના દ્વારા નાથુરામ ગોડસેની પ્રતિમા માટે વહીવટી તંત્રો પાસે જગ્યાની માંગણી કરી હતી. પરંતુ તંત્ર દ્વારા જગ્યાની ફાળવણી કરવામાં ન આવતા હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ વતી પ્રતિક ભટ્ટ સહિતના આગેવાનો દ્વારા હિન્દુસેનાની જગ્યામાં નથુરામ ગોડસેની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. આ પ્રતિમાનો વિરોધ કરી જામનગર કોંગે્રસ દ્વારા પત્થરો મારી નથુરામ ગોડસેની પ્રતિમા તોડી પાડવામાં આવી હતી.

આ અંગેની વધુ વિગત મુજબ, ગોડસેજીની પ્રતિમાને લઇ અનેક બાદ વિવાદો થયા હતા, વિધ્નો આવ્યા હતા, તંત્ર પાસે પ્રતિમા માટે જગ્યાની માંગણી પણ કરેલ હતી પરંતુ આજ દિવસ સુધી કોઈ જગ્યા ન ફાળવાતા અને લેખિતમાં કોઈ જવાબ ન મળતાં આ મારી જગ્યા માં ગોડસેજીની પ્રતિમ સ્થાપિત કરી હતી, પરંતુ તંત્ર પાસે અમારી જાહેરમાં પ્રતિમા બેસાડવાની માંગણી કાયમી રહેશે.

આ કાર્યક્રમમાં હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતીક ભટ્ટ તેમજ મંદિરના મહંત સંપત બાપુની ખાસ હાજરીમાં હિન્દુ સેના સૌરાષ્ટ્રના યુવા અધ્યક્ષ મયુર પટેલના માર્ગદર્શનથી શહેરના હિન્દુ સેના પ્રમુખ દીપક પિલ્લાઈ તેમજ દેવ આંબલીયા, ભાવેશ ઠુંમર, મયુર ચંદન, ધીરેન નંદા, જયેશ પિલ્લાઈ, પાર્થ ચોવતિયા, પૃથ્વી વાઢેર, જીમી ભરડવા, દિનેશ કેશવાલા, જતીન ઠાકોર, અર્જુન, રામુ, વાશુ વગેરે સૈનિકોની ઉપસ્થિતિમાં નાથુરામ ગોડસેની પ્રતિમા 15 નવેમ્બર 2021નાં દરબારગઢ પાછળ દુધિયા હનુમાન આશ્રમ ખાતે પ્રસ્થાપિત કરી હતી.

વેજ-નોનવેજની વાતને લઈ મુખ્યમંત્રીએ આપી પોતાની પ્રતિક્રિયા

0

વેજ-નોનવેજની કોઇ વાત નથી, ટ્રાફિકને નડશે તેવી તમામ લારીઓ હટાવાશે: CM પટેલ

જાહેરમાં વેજ-નોનવેજની વાત પહોંચી CM દરબારમાં: ટ્રાફિક નડશે તે લારીઓ હટાવાશે.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૫.જાહેરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ પર પ્રતિબંધની રાજકોટ કોર્પોરેશને કરેલી જાહેરાત બાદ તો આ નિર્ણય જાણે જંગલની આગ બની ચુક્યો છે.

તેવામાં જામનગર સહિત સમગ્ર ગુજરાત ભરમાં નોનવેજ અને ઈંડાની લારીઓ માટે અલગ-અલગ સંસ્થાઓ તેમજ રાજકીય પાર્ટી દ્વારા વિરોધ અને સમર્થનમાં પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

એક પછી એક પાલિકાઓ ઇંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ લગાવી રહ્યા છે. અનેક મહાનગર પાલિકાઓ બાદ હવે આખરે ગુજરાતની સૌથી મોટી મહાનગરનગરપાલિકા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ નોનવેજ અને ઇંડાની લારીઓને જાહેરમાં નહી લગાવવા અંગેનો નિર્ણય લેવાયો છે.

જો કે આ અંગે સ્પષ્ટતા કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વેજ નોનવેજની કોઇ વાત નથી. ટ્રાફીકમાં કે નાગરિકોને અડચણરૂપ હશે તેવી તમામ લારીઓ હટાવવામાં આવશે.

જામનગરમાં પરમાર ક્ષત્રિય સમાજ “મૂળી ચોવીસી” નો પ્રથમ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

0

પરમાર ક્ષત્રિય સમાજ મૂળી ચોવીસીનો પ્રથમ વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ તેમજ આદર્શ જીવન ઘડતર થાય તે માટે સમાજે કટિબદ્ધતા દર્શાવી..દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૫.જામનગર શહેરમાં વસતાં મૂળી ચોવીસીના ક્ષત્રિય પરમાર પરિવારોનો વાર્ષિક સ્નેહમિલન કાર્યક્રમ શહેરના ગીતા મંદિર ખાતે તા.13/11/21 ના રોજ યોજાયો હતો.જેમાં સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ઉપસ્થિત રહી હતી.સમાજનાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેમજ તમામ ક્ષેત્રે મૂળી ચોવીસીના વિદ્યાર્થીઓનું ઉત્થાન થાય તે દિશામાં કાર્ય કરવા સર્વેએ કટિબદ્ધતા દર્શાવી હતી.કાર્યક્રમમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓ ને ભેટ અર્પણ કરી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું તેમજ કોઈપણ જરૂરિયાતમંદ વિદ્યાર્થી હોય તેના અભ્યાસ ની જવાબદારી ઉપાડવાની સમાજે હામી ભરી હતી.આ પ્રસંગે પરમાર ક્ષત્રિય સમાજ મૂળી ચોવીસી ગુજરાતના મહામંત્રી રાજેન્દ્રસિંહ પરમાર, પરમાર ક્ષત્રિય સમાજ મૂળી ચોવીસી ગુજરાતના ઉપ પ્રમુખ વિક્રમસિંહ પરમાર, મૂળી ચોવીસીના જામનગર શહેર પ્રમુખ પરમાર રવિરાજસિંહ નરેન્દ્રસિંહ-(પાંડવરા), પરમાર સહદેવસિંહ મુંજુભા-ઉપપ્રમુખ (નાયાણી પા), પરમાર દિલીપસિંહ અનિરુદ્ધસિંહ-ઉપપ્રમુખ (દરબાર પા), પરમાર ઇન્દ્રજીતસિંહ-ઉપ પ્રમુખ મૂળી ચોવીસી, પરમાર વિરેન્દ્રસિંહ-મદદનીશ માહિતી અધિકારી, પરમાર વનરાજસિંહ-C.A, પરમાર દાદભા-આર.ટી.ઓ પરમાર રઘુવીરસિંહ ભરતસિંહ – મંત્રી (નાયાણી પા), પરમાર કુલદીપસિંહ ભુપેન્દ્રસિંહ – સહમંત્રી (કુકડા), પરમાર મયુરધ્વજસિંહ મહિપતસિંહ – ખજાનચી (મુંજપર), પરમાર ક્રિપાલસિંહ રણજીતસિંહ – કારોબારી સભ્ય (ગોદાવરી), પરમાર ગીરીરાજસિંહ મહાવીરસિંહ – કારોબારી સભ્ય (મુંજપર), પરમાર મહેન્દ્રસિંહ હિંમતસિંહ – કારોબારી સભ્ય (દરબાર પા), પરમાર રામદેવસિંહ ફતેસિંહ – કારોબારી સભ્ય (લીમલી પા), પરમાર ગજેન્દ્રસિંહ રણજીતસિંહ – કારોબારી સભ્યશ્રી (દાણાવાળા), પરમાર અભિજીતસિંહ (મૂંજપર) વગેરેએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં જહેમત ઉઠાવી હતી.

સુમરા ચાલીમાં બાળકોના ઝગડામાં બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણમાં 4 ઘાયલ: સામસામી ફરીયાદ

0

જામનગરના સુમરા ચાલીમાં જુની અદાવતમાં થયેલ જૂથ અથડામણમાં સામસામી ફરિયાદ..

બાળકોના ઝગડામાં બે જુથ વચ્ચે સશસ્ત્ર અથડામણમાં 4 ઘાયલ..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧પ.જામનગરના સુમરા ચાલીમાં ગઇકાલે જુની અદાવતમાં થયેલ જૂથ અથડામણમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે.

ગઇકાલ રવિવારે બે જુથ વચ્ચે થયેલ સશસ્ત્ર અથડામણમાં 4 લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર અર્થે જી.જી.હોસ્પિટલમાં ખસેડાયા હતામામલાની ગંભીરતા જોતા પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

નોંધાયેલ પોલીસ ફરિયાદ મુજબ અહીં સીટી એ- ડિવીઝન પોલીસ સ્ટેશનમાં બસીરભાઈ આમદભાઈ ખફી, ઉ.વ.42, કિશાનચોક સુમરાચાલી જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે..

કે તા.14-11-2021 ના ફરીયાદી બસરભાઈ તથા સાહેદ મુસ્તાક કિશાન ચોક, ઉનની કંદોરી, સુમરાચાલી જામનગરમાં ઉભા હોય તે દરમ્યાન આ કામના આરોપીઓ મુનાફ આમદ ખફી, આમદ દોસ્તમામદ ખફી, તોસીફ આમદ ખફી, ઝરીનાબેન આમદ ખફી, સફીનબેન ઓફ આમદભાઈ ખફી, રે. જામનગરવાળા ધારદાર તિક્ષ્ણ હથીયાર છરી, તલવાર, લાકડાના ધોકા સાથે આવી જેમા આરોપી મુનાફ આમદ ખફી પાસે છરી અને આમદ દોસ્તમામદ ખફી તથા તોસીફ આમદ ખફી પાસે તલવાર અને ઝરીનાબેન આમદ ખફી તથા સફીનબેન આમદ ખફી પાસે લાકડાના ધોકા હોય જે પૈકી આરોપી મુનાફ, આમદ, તોસીફ એ ફરીયાદી બસીરભાઈને જેમ ફાવે તેમ ગાળો આપી કહેલ કે તોસીફ રાત્રીના મોટરસાયકલ લઈને નીકળેલ ત્યારે તેની સાથે કેમ બોલાચાલી કરેલ હતી.

તેમ કહી આરોપી આમદ એ તલવાર વડે મારી નાખવાના ઈરાદે ફરીયાદી બસરીને માથાના ભાગે ઘા મારી ગંભીર ઈજા કરેલ આ દરમ્યાન સાહેદ આમદભાઈ પુંજા તથા સાહેદ કાસમભાઈ તથા સાહેદ વસીમભાઈ ફરીયાદી બસીરને છોડાવવા વચ્ચે પડતા આરોપી ઝરીનાબેન એ લાકડાના ધોકા વડે સાહેદોને શરીરે આડેધડ માર મારી ઈજા કરેલ તેમજ આરોપી આમદ એ તલવાર વડે સાહેલ આમદ પુંજાને માથાના ભાગે મારવા જતા સાહેદ આમદ પુંજા એ તલવાર હાથમા પકડી લેતા જમણા હાથમા ઈજા કરેલ તેમજ આરોપી મુનાફ એ છરી વડે સાહેદ કાસમભાઈને ડાબા હાથમા છરીનો ઘા મારી ઈજા કરેલ તેમજ આરોપી ઝરીનાબેન તથા સફીનબેન એ લાકડાના ધોકા વડે ફરીયાદી બસીરભાઈ તથા સાહેદોને શરીરે આડેધડ માર મારી ઈજા કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

જયારે સામાપક્ષે નોંધાવેલ ફરિયાદ મુજબ, સીટી એ- ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મુનાફ આમદભાઈ ખફી, ઉ.વ.19, કિશાનચોક, સુમરાચાલી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.14-11-2021 ના ફરીયાદી મુનાફભાઈના ભાઈ તોસીફ ગઈ તા.13-11-21 ના રોજ રાત્રીના સમયે આરોપી આમદ પુંજાના ઘર પાસેથી મોટરસાયકલ લઈ નીકળેલ હોય તે બાબતે બોલાચાલી થયેલ હોય જે બાબતનો આરોપીઓએ ખાર રાખી આજરોજ બપોરના સાડા બારેક વાગ્યે ફરીયાદી મુનાફભાઈ કિશાન ચોક, ઉનની કંદોરી, સુમરાચાલી, જામનગરમાં ઉભો હોય ત્યારે આરોપીઓ આમદ પુંજા, વસીમ કાસમ ખફી, બસીર આમદ ખફી, કાસમ આમદ ખફી, મુસ્તાક હારૂન ખફી, અબ્દુલ કાદર હારૂન ખફી, સોહીલ કાસમ આમદ ખફી, ફૈઝલ આમદ ખફી, રે. જામનગરવાળા ધારદાર તક્ષ્ણિ હથીયાર તલવાર, લોખંડના પાઈપ, છરી, લાકડાના ધોકા સાથે રાખી જેમા આરોપી આમદ પુંજા પાસે તલવાર તેમજ આરોપી વસીમ કાસમ પાસે છરી અને બસીર આમદ પાસે છરી અને કાસમ આમદ ખફી પાસે છરી તથા મુસ્તાક હારૂન ખફી પાસે લોખંડના પાઈપ તેમજ આરોપી અબ્દુલ કાદર હારૂન પાસે લોખંડનો પાઈપ તેમજ આોરપી સોહીલ કાસમ આમદ અને ફૈઝલ આમદ ખફી પાસે લાકડના ધોકા હોય જે પૈકી આરોપી આમદ પુંજા તથા વસીમ કાસમ ખફી એ ભુંડા બોલી ગાળો આપી આરોપી વસીમ કાસમ ખફીએ ફરીયાદી મુનાફભાઈને મોઢા ઉપર ગાલ ઉપર તથા ગળાના ભાગે મારી નાખવાના ઈરાદે ગંભીર ઈજા કરેલ આરોપી બસીર આમદએ છરી વડેવાસામા તથા માથાના ભાગે ઘા મારી ગંભીર ઈજા કરેલ અને સાહેદ આમદભાઈ, ઝરીનાબેન તથા સફીનાબેનને ફરીયાદી મુનાફભાઈ ને છોડાવવા વચ્ચે આવતા આરોપી આમદ પુંજા એ તલવારનો ઘા સાહેદ આમદભાઈ ને માથાના ભાગે મારી ગંભીર ઈજા કરેલ તેમજ આરોપી મુસ્તાક હારૂન ખફી, અબ્દુલ કાદર હારૂન એ લોખંડના પાઈપ વડે સાહેદ ઝરીનાબેન તથા સફીનાબેનને આડેધડ શરીરે માર મારી મુંઢ ઈજા કરેલ તેમજ આરોપી કાસમ આમદ એ છરી વડે ફરીયાદ મુનાફભાઈને પેટના ભાગે ડાબી બાજુ ઘઘા મારી ઈજા કરેલ તેમજ આરોપી સોહીલ કાસમ આમદ અને ફૈઝલ આમદ ખફી એ લાકડના ધોકા વડે ફરીયાદી મુનાફભાઈને તથા સાહેદોને શરીરે આડેધડ માર મારી મુંઢ ઈજા કરેલ આરોપી મુસ્તાક હારૂન ખફી એ લોખંડના પાઈપ વડે સાહેદ ઝરીનાબેનને માથાના ભાગે મારી ઈજા કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

ઇંડાની લારીને લઈ મ્યુ.વિપક્ષી નેતા – હિન્દુ સેના મેયરના ધામમાં..

0

ગુજરાતમાં જાહેર રસ્તાઓ પર અને સાર્વજનિક સ્થળ પરથી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવાની માંગ તિવ્ર બની..

બીજી બાજુ આજે જામનગરમાં વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી દ્વારા ગરીબ લોકોની રોજીરોટીના પ્રશ્નોને લઇ મેયરને રજુઆત સાથે જણાવ્યું હતું કે લોકશાહીમાં હિટલરશાહી નહિ આકી લેવાય.!

તેવામાં હિન્દુ સેનાના પ્રમુખ પ્રતીક ભટ્ટ દ્વારા પણ જાહેર માર્ગ પર માસ-મટન, ઇંડાની રેકળીઓ બંધ કરાવા મેયરને રજુઆત કરી હતી.

સ્વામી નારાયણનંદજી દ્વારા યાત્રાધામ દ્વારકા માંથી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવા અપીલ કરી દ્વારકામાં આવતા ભક્તોની લારીઓ જોઈ લાગણી દુભાતી હોવાની રજૂઆત..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૫. જામનગર: ગુજરાતના મોટા શહેરમાં જાહેર રસ્તાઓ પર અને સાર્વજનિક સ્થળ પરથી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવામા આવી રહી છે અથવા દૂર કરવાનો નિર્ણય કરાયો છે. ત્યારે શારદાપીઠના સ્વામીજી બ્રહ્મચારી નારાયણનંદજી દ્વારા પણ યાત્રાધામ દ્વારકામાંથી આવી લારીઓ દૂર કરવા માટે અપીલ કરવામા આવી છે.

દેવભૂમિ દ્વારકા ચારધામ પૈકીનું એક ધામ છે. તથા સપ્તપુરી પૈકીની એક પુરી છે. અને હાલ રાજકોટમાં જાહેરમાં ઈંડાનું વેચાણ કરતી લારીઓ દૂર કરવામાં આવી રહી છે. તેવી જ રીતે જામનગરમાં પણ આવી લારીઓ દૂર કરવામાં આવનાર છે. ત્યારે દ્વારકા તો વિશ્વ વિખ્યાત છે અહીં આવેલ જગત મંદિરના લીધે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોય છે.

અને જગત મંદિરમાં ભગવાન દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યા બાદ બાદ રૂક્ષ્મણી માતાના દર્શન કરવા જતા હોય છે ત્યારે બસ સ્ટેન્ડની બાજુમાં ઈંડાની અનેક લારીઓ આવેલી છે. અને ત્યાંથી પસાર થનાર ભક્તો ઈંડા લારીઓ જોઈ તેમની ભાવના દુભાતી હોય છે.

ત્યારે શારદાપીઠના સ્વામીજી બ્રહ્મચારી નારાયણનંદજી દ્વારા તંત્રની અપીલ કરવામાં આવી હતી કે આ લારીઓ ત્યાંથી ખસેડી અન્ય જગ્યાએ લઈ જવામાં આવે. અને દ્વારકા નગરીમાં માસ મચ્છી મટન નું વેચાણ સદંતર બંધ કરવામાં આવે.

આ અંગે સ્વામીજીએ પત્રકાર પરિષદ યોજી તમામ પત્રકાર તથા સમાજના શ્રેષ્ઠીઓને આ મુદ્દે સહકાર આપવા જણાવ્યું હતું. અને વધુમાં ઉમેરો કર્યો હતો કે જો જામનગર રાજકોટ જેવા સિટીમાં જાહેરમાં નોનવેજ વેચાણ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવતો હોય તો આ ધર્મનગરી દ્વારકામાં પણ જાહેરમાં ઈંડા માંસ મચ્છી મટન લારીઓ દ્વારકાનગરી માંથી હટાવવા જણાવ્યું હતું.

તેમના જણાવ્યા મુજબ આ અગાઉ પણ તેમના દ્વારા અનેક વખત જાણ કરાઇ હોવા છતાં પણ તંત્રએ આ વિશે નિષ્ક્રિય રહ્યા હોવાનું જણાવી દુ:ખ પ્રગટ કર્યું હતું.

કાલાવડની સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપીની વિરપુરથી દબોચી લેતી રાજકોટ રૂરલ LCB

0

કાલાવડની સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપીની ધરપકડ

રાજકોટ રૂરલ એલ.સી.બી.ની ટીમે વિરપુરથી દબોચ્યો..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧પ. જામનગર જીલ્લાના કાલાવડની સગીરાના અપહરણના ગુનામાં ફરાર શખ્સને રૂરલ એલસીબીની ટીમે વિરપુરથી પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ જામનગરના કાલાવડ પોલીસ મથકમાં નોંધાયેલ સગીરાના અપહરણના ગુનામાં સામેલ શખ્સ વિરપુરમાં હોવાની રૂરલ એલસીબીના હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ તથા કોન્સ. પ્રહલાદસિંહને બાતમી મળતા કાર્તિક ભુપતભાઇ મોરી (ઉ.વ.21) (રહે. કાલમેઘડા ગામ, તા. કાલાવડ) ને વિરપુરમાંથી પકડી લીધો હતો.

આ કામગીરી રૂરલ એલ.સી.બી.ના પીઆઇ એ.આર.ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એસ.જે.રાણા, એ.એસ.આઇ. મહેશભાઇ, અમીતસિંહ, હેડ કોન્સ. મહિપાલસિંહ, હેડ કોન્સ. અનિલભાઇ, બાલકૃષ્ણભાઇ, પ્રહલાદસિંહ, ભાવેશભાઇ, અમુભાઇ, નરેન્દ્રભાઇ, સાહિલભાઇ તથા અનિરૂધ્ધસિંહ દ્વારા કરવામાં આવી હતી.

જામનગરમાં અજીબો ગરીબ કિસ્સો: જીવતાં માણસના અંતિમ સંસ્કાર થયા તે માણસ ધરે પાછો ફર્યો

0

જામનગર શહેરમાં બનેલા એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે જેમાં એકના અંતિમ સંસ્કાર બીજો પરિવાર કરી નાખતા પોલીસ પણ મૂંઝવણમાં પડી ગઈ.

રોવા-ધોવાના માતમ વચ્ચે સોપો પડી ગયો.

પરિવારજનોએ લાશ ઓળખવામાં કરી ભૂલ : પોલીસ લાગી ધંધે..બંને વ્યક્તિ રખડતું ભટકતું જીવન જીવતા અને ગમે તે ઓટલા ઉપર શુઈ રહેતા.. બંને દેખાવમાં પણ એક-સરખા જ લાગતા જેથી પરિવાર ગુંચવાયો..પરિવારની ભૂલના કારણે  કેશુ બાપાનું થયું જીવતું જગતિયું..!

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧પ. આ કિસ્સામાં રખડતું ભટકતું જીવન જીવતા બે વ્યકિતઓમાંની એક વ્યક્તિનું મૃત્યુ થતાં બીજા પરીવારે તેને પોતાના પરીવારનો સભ્યગણીને અંતિમ સંસ્કાર કરી નાખતા બાદમાં તે શખસ જીવતો પરત આવતા પોલીસ પણ અચંબામાં પડી ગઈ હતી

અંતે જે વ્યક્તિનું અંતિમ સંસ્કાર થયું હતું તેનો પરીવાર પણ મળી જતાં પોલીસે તેને બોલાવીને બન્ને પક્ષે ભુલ થઇ હોય સમાધાન કરાવી દીધું હતું .

જામનગર શહેરના શાકમાર્કેટ વિસ્તારમાં આવેલ ભોઇ નાઢાળીયા પાસેથી શુક્રવારે એક અજાણ્યા વૃધ્ધની લાશ પોલીસને મળી આવતા તેની ઓળખ “ન” થતાં નિયમ મુજબ તેને જી .જી. હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ માં રાખવામાં આવ્યો હતો.

આ વ્યકિતની ઓળખકોની મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવતા પોલીસને જાણવા મળ્યું કે , દેવુભાના ચોકમાં પોતાના ભાઇના ઘરે રહેતા અને રખડતું જીવન જીવતાં કેશુ બાબુ મકવાણા નામનો વૃધ્ધ પણ ગુમ છે , જેથી તેની પુત્રી અને જમાઈને લાશની ઓળખ માટે બોલાવતા તેણે તેના પિતાને ઓળખી બતાવ્યા હતાં અને પોલીસે કાગળો કરીને લાય પરીવારને સોંપી દીધી હતી..

જેનું અંતિમ સંસ્કાર કરીને પરીવાર તેની વિધીની તૈયારીમાં લાગ્યો હતો ત્યારે અચાનક કેશુભાઇ પરત ઘરે આવતા પરીવારજનો હતપત બની ગયા હતાં અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

પોલીસ પણ દોડી આવી અને મુંઝવણમાં પડી ગઈ હતી કે , કેશુભાઇ તે હતા નહી તો લાશ ઓળખકોની હતી. અંતે મથામણ બાદ માલૂમ પડ્યું કે આ મૃતદેહ કાલાવડ નાકા બહાર રહેતા દયાળજીભાઈ નો છે.

દરમિયાન કાલાવડ ગેઇટ પાસે રહેતા દયાળજીભાઈ દામજીભાઇ રાઠોડ ઉ.વ .75 ) નામનો વૃધ્ધ પણ ગુમ હોવાની ફરિયાદ તેના પુત્રો દ્વારા સીટી – એ ડીવીઝનમાં કરવામાં આવતા પોલીસે તેને મૃતકનો ફોટો બતાવતા તેણે તેના પિતાને ઓળખી બતાવ્યા હતાં.

આમ દયાળજીભાઇનો અંતિમ સંસ્કાર કેશુભાઇના પરીવારજનોએ તેને કેશુભાઇ સમજીને કરી નાખ્યા હતાં.

જે બાદ બન્ને પરીવારોને પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસે ચોખવટ કરાવી તેને તેના કાગળો કરી સ્મશાનમાં સુધારો વધારો કરાવી આપ્યો હતો .

કડિયાવાડની બ્રાહ્મણ પરણિતાએ સાસરીયા સામે દુ:ખ ત્રાસ આપ્યાની નોંધાવી ફરીયાદ.

0

જામનગરના કડિયાવાડ વિસ્તારની પરણિતાએ સાસરીયા સામે દુ:ખ ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી..

દહેજ, મારકુટ અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૩. મહિલા પોલીસ સ્ટેશનમાં યજુર્વેદી ભાવેશભાઈ દયાશંકર પાઠક, ડો/ઓ. હિતેશ્વરાય પંડયા, ઉ.વ. 28, રે. કડીયાવાડ ચોરા પાસે, મોટી પીપળા શેરી, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે.

તા.4-2-2020 થી આશરે ચારેક માસ સુધી અવાર-નવાર પતિ ભાવેશ દયાશંકર પાઠક, સસરા દયાશંકર ઉર્ફે દિપેન અંબાશંકર પાઠક, સાસુ – પ્રવિણાબેન દયાશંકર પાઠક, નણંદ -દેવર્ષી ઉર્ફે દયુ દયાંશકર પાઠક, નણંદ- રિઘ્ધીબેન હાર્દિપ કુમાર વ્યાસ, નણંદ – જીજ્ઞાશાબેન દયાશંકર અંબાશંકર પાઠક,  જવાલા દયાશંકર પાઠક, રે. અમરેલી વાળા ફરીયાદી યજુર્વેદીબેનને લગ્ન જીવનના ચાર માસ દરમ્યાન નાની નાની બાબતમાં શારીરીક માનસીક દુ:ખ ત્રાસ આપી ભુંડી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તુ દહેજ માં કાંઈ લાવી નથી તેમ કહી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

જામનગર જીલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 22 માં સમૂહ લગ્નોત્સવનું આયોજન : 14 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ

0

જામનગર જીલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા બાવીસમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન..

14 નવેમ્બરથી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ…

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર૧૩.જામનગર જીલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા 22માં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમૂહ લગ્નમાં જોડાવા માટે તા. 14 નવેમ્બરથી ફોર્મનો પ્રારંભ થશે.

આ સમૂહ લગ્નમાં જે રાજપૂત દંપતીને જોડાવાનું હોય તેમના માતા-પિતાએ સંસ્થાની ઓફીસ કષ્ટભજન હનુમાનજી કમ્પાઉન્ડ ગાંધીનગર, જામનગર ખાતેથી સવારે 11 થી 1 દરમ્યાન રજુ કરવાના દસ્તાવેજ નં લીસ્ટ મેળવી લેવું.

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14/12/2021 છે. વધુ વિગત માટે મો. 98798 11999, 94272 38100, 93779 5000, 99798 64545 નો સંપર્ક કરવા જામનગર જીલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિના હિતેન્દ્ર સિંહ ચુડાસમાની યાદી જણાવે છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.