Tuesday, October 13, 2026
Home Blog Page 318

રામેશ્વર નગરમાં “ભાઇ” ને રૂમમાં બંધ કરી “બહેન” નું અપહરણથી ચકચાર

0

જામનગરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં ભાઇને રૂમમાં બંધ કરી બહેનનું અપહરણ

માટેલ ચોકમાં રહેતાં નેરન ભીખુ ઝાલા નામના શખસ સામે અપહરણની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૯.જામનગર શહેરના રામેશ્ર્વરનગર વિસ્તારમાં આવેલાં કિષ્ના પાર્કમાં રહેતાં અને સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતાં યુવાનની 16 વર્ષની સગીરા પુત્રીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે ભગાડી જઇ તરૂણીના 12 વર્ષના ભાઇને રૂમમાં પુરી દઇ ‘તારા બાપાને કે જે જે થાય તે કરી લે’ તેવી માટેલ ચોકમાં રહેતાં નેરન ભીખુ ઝાલા નામનો શખ્સ ગુરૂવારે સવારના સમયે સગીરાનું અપહરણ કરી લઇ ગયો હતો અને આ બનાવની ભીખુભાઇ દ્વારા જાણ કરતાં પીઆઇ કે.જે.ભોયે તથા સ્ટાફે નરેન ઝાલા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરમાંથી આરોપી નાસી જવાના પ્રકરણમાં પોલીસકર્મી સામે ફરિયાદથી ખળભળાટ.

0

જામનગરમાંથી આરોપી નાસી જવાના પ્રકરણમાં પોલીસકર્મી સામે ફરિયાદથી ખળભળાટ.

આરોપી તોસીમ આમદભાઇ ખફી જાજરૂ જવાનું બહાનું કાઢી પોલીસને થાપ આપી નાસી જતા પોલીસે ચારો તરફ નાકાબંધી કરી આરોપીને લાખાબાવળ નજીકથી ઝડપી લઇ સરાભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું આરોપી ભાગી જવાના સમાચારની સાથે જ જામનગર પોલીસ ધંધે લાગી હતી.

આરોપીને ભગાડવા અંગેની કલમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ બાદ પોલીસકર્મી મુક્ત..

 દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૯.જામનગર શહેરના સુમરા ચાલીમાં થયેલ જુથ અથડામણમાં હત્યાના પ્રયાસનો આરોપી ઝડપાયા બાદ ગઈકાલે પોલીસ લોકઅપમાંથી ભાગી જતાં પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી.

જેમાં પોલીસે જવાબદાર પોલીસકર્મી સામે ગુનો નોધીને ધરપકડ કરવામાં આવતાં પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. જામનગર શહેરમાં સુમરાચાલીમાં ગત રવિવારે બે જુથ વચ્ચે થયેલી અથડામણમાં ૨ મહિલા સહિત ૧૩ શખસો સામે ગુનો નોંધાયો હતો. જે અંગેની સીટી એ ડિવિઝનના સ્ટાફે તપાસ હાથ ધરીને મંગળવારે એક જુથના ૫ શખસોની અને બીજા જુથના એક શખસ તૌસિફ આમદ ખફીની ધરપકડ કરી હતી. ૬ શખસોની ધરપકડ બાદ રાત્રે લોકઅપમાં એક જુથના ૫ શખસોને રાખ્યા હતાં.

જ્યારે બીજા જુથનો તૌસીફને લોકઅપની બહાર રાત્રીના બેસાડ્યો હતો ત્યારે સવારે આરોપી લઘુશંકા કરવાનું કહીને પોલીસ સ્ટેશનમાંથી નાશી છુટતાં પોલીસબેડામાં દોડધામ મચી ગઈ હતી પોલીસે થોડી કલાકો બાદ શખસને મસીનીયા લાખાબાવળની સીમમાંથી ઝડપી લીધો હતો તેને ફરી સીટી એ ડિવિઝનમાં લાવવામાં આવ્યો હતો.

આ દરમ્યાન ફરજ પર રહેલા પોલીસકર્મી ASI રસીક ધરમશીભાઈ શીંગાળાએ પોતાની ફરજમાં બેદરકારી દાખવી હોવાથી તેની સામે આરોપીને ભગાડી દેવા અંગેનો થાણા અધિકારીના હુકમથી ગુનો નોંધ્યો હતો. જે બાદ તેની ગઈકાલે મોડી સાંજના ધરપકડ કર્યા બાદ આજે જામીન મુક્ત થયા હતાં.

રામેશ્ર્વનગરમાં અગાઉની અદાવતમાં યુવાન પર 2 શખસનો તલવાર વડે હુમલો : બાઈક ભાંગી નાખ્યાની રાવ.

0

જામનગરના રામેશ્ર્વનગર વિસ્તારમાં અગાઉની અદાવતમાં તલવાર વડે યુવાન પર હિચકારો હુમલો: બે સામે ફરિયાદ..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૮. જામનગર શહેરના રામેશ્ર્વનગર કે.પી.શાહની વાડી પાસે આવેલાં ગાયત્રીનગર શેરી નં.૧ માં રહેતાં અને સિકયોરીટી તરીકે નોકરી કરતાં અનિરૂધ્ધસિંહ રઘુભા પરમાર નામના યુવાન સાથે અગાઉ મસાલા ખાઇ થુકવા સહિતની નાની નાની બાબતોમાં અવાર-નવાર થતી બોલાચાલીનો ખાર રાખી બુધવારે રાત્રીના સમયે પ્રિયવિજયસિંહ પરાક્રમસિંહ જાડેજા અને પરાક્રમસિંહ જેઠુભા જાડેજા નામના બે શખ્સોએ અનિરૂધ્ધસિંહ પરમારને આંતરીને તલવાર તથા લાકડી વડે ઘસી આવી પતાવી દેવાની ધમકી આપી હુમલો કર્યો હતો.

તેમજ મહિલાને અપશબ્દો કહ્યા હતાં અને યુવાનની GJ10 CL 1100 નંબર ની બાઇકમાં તલવારના આડેધડ ઘા મારી નુકસાન પહોંચાડયું હતું.

તેમજ ઘરમાં પ્રવેશ કરી ઉપરના માડે આવેલાં રૂમના દરવાજાના બહારના ભાગે તલવારના આડેધડ ઘા મારી નુકસાન પહોંચાડયું હતું.

હુમલો કરી ઘરમાં તેમજ બાઇકમાં નુકસાન કર્યાના બનાવમાં અનિરૂધ્ધસિંહના નિવેદનના આધારે પીએસઆઇ એ.સી.નંદા તથા સ્ટાફે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ભાડે રાખેલી જમીનમાં સિમેન્ટમાં પોલ હટાવવા બાબતે યુવાન ઉપર 8 શખ્સોનોં સશસ્ત્ર હુમલો..

0

લાલપુરમાં ભાડે રાખેલી જમીનમાં સિમેન્ટમાં પોલ હટાવવા બાબતે યુવાન ઉપર આઠ શખ્સો દ્વારા સશસ્ત્ર હુમલો..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૮. લાલપુર ગામમાં શહિદ ગાર્ડન નજીક નારણભાઇ બૈડિયાવદરા નામના યુવાને ભાડે રાખેલી જમીનના કાંઠે સિમેન્ટના પોલની આડસ કરી હતી અને આ રોડ પરથી પવનચક્કિના ભારે વાહનો પસાર થતાં હોય જેથી નડતર રૂપ સિમેન્ટના પોલ હટાવવા માટે ના પાડતાં પ્રવિણ કાના વસરા, કિશોર દેવશી વસરા, અશ્ર્વિન વસરા, જયેશ આલા વસરા, પાલા મુરૂ વસરા, કિષ્નદેવસિંહ જાડેજા અને અજાણ્યા સહિતના શખ્સોએ બુધવારે સાંજના સમયે એક સંપ કરી નારણભાઇના ભાઇ નાથાભાઇ ઉપર લોખંડના પાઇપ કુહાડી અને તલવાર તથા લાકડી વડે હુકલો કર્યો હતો.

તેમજ નારણભાઇએ ભાડે રાખેલી જમીનમાં જેસીબી વડે સિમેન્ટના પોલ તોડી નાંખી નુકસાન કર્યું હતું. રાયોટીંગ અને હુમલના બનાવમાં ઘવાયેલા નાથાભાઇને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.

જયાં બનાવની જાણના આધારે પ્રો.પીઆઇ એન.એ.ચાવડા તથા સ્ટાફે નારણભાઇના નિવેદનના આધારે રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા.૨૦ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે..

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા.૨૦ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે..

મુખ્યમંત્રી દ્વારકાધીશ મંદિરે દર્શન કરી નયારા એનર્જીના પેટ્રોકેમિકલ્સ પ્રોજેકટના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૭.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ આગામી તા.૨૦-૧૧-૨૦૨૧ શનિવારના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે પધારનાર છે. જયાં તેઓ દ્વારકાધીશ મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન તેમજ પુજન અર્ચન કરી નયારા એનર્જીના પેટ્રોકેમિકલ્સ પ્રોજેકટના શિલાન્યાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

નયારા એનર્જી રીફાઇનરી દ્વારા આયોજિત આ શિલાન્યાસ સમારોહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજયના કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લાના પ્રભારી મંત્રી બ્રિજેશભાઇ મેરજા, ધારાસભ્ય આર.સી.ફળદુ, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

તેમજ આ તકે ભારત સરકારના પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, આવાસ અને શહેરી બાબતોના મંત્રીશ્રી હરદીપ એસ. પુરી કાર્યક્રમમાં ઓનલાઇન જોડાશે.

જામનગરમાં હત્યા પ્રયાસનો આરોપી પોલીસને થાપ આપી ફરાર: નાકાબંધી

0

જામનગરમાં હત્યા પ્રયાસનો આરોપી પોલીસને થાપ આપી ફરાર

સુમરા ચાલી વિસ્તારમાં રવિવારે બપોરે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી અને પોલીસ દ્વારા બન્ને પક્ષે સામસામે ખૂનની કોશિશ અંગેના ગુના નોંધવામાં આવ્યા હતા.

જાજરૂ જાવાના બહાના હેઠળ આરોપી તોસીમ આમદ ખફી પોલીસને ચકમો આપી ફરાર.. પોલીસ દ્વારા ચોતરફ નાકાબંધી…

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૭.જામનગર શહેરમાં સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આઈપીસી કલમ 307, હત્યાના પ્રયાસના ગુનાના તોસીમ આમદ ખફી નામના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો અને આ આરોપીને અદાલતમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

તે દરમિયાન જ તૌસિમ ખફી નામનો શખ્સ પોલીસને ચકમો આપીને નાશી જવામાં સફળ થયો હતો. હત્યા પ્રયાસનો આરોપી નાશી જતાં પોલીસે શહેરમાં નાકા બંધી કરી આ આરોપીને દબોચી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

પરણિતાને આપી મારી નાખવાની ધમકી: પતિ સહિત ત્રણ સામે ગુનો.

0

દ્વારકાની પરિણીતા પર ત્રાસ ગુજારવા સબબ સાસરિયાં સામે ફરિયાદ

મારી નાખવાની ધમકી આપવા સબબ પતિ સહિત ત્રણ સામે ગુનો.

દેશ ટીવી ન્યુઝ નેટવર્ક દ્વારકા ૧૭ : દ્વારકામાં વ્રજધામ સોસાયટી ખાતે હાલ રહેતી અને દિનેશભાઈ જીવણભાઈ માવાણીની 32 વર્ષીય પરિણીત પુત્રી મિતલબેન હાર્દિકકુમાર સામાણીને તેણીના લગ્ન જીવન દરમિયાન છેલ્લા ઘણા વર્ષોથી તેણીના રાજકોટના ન્યુ જાગનાથ વિસ્તારમાં રહેતા પતિ હાર્દિક અશોકભાઈ સામાણી, સસરા અશોકભાઈ રણછોડરાય સામાણી તથા સાસુ રશ્મિબેન દ્વારા અવારનવાર ત્રાસ આપવામાં આવતો હોવા ઉપરાંત સાસરિયાઓએ દહેજની માંગણી કરી અને જો તેણી દહેજ નહીં લાવે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

સાસુ-સસરાએ યુવતીના પતિને ખોટી ચઢામણી કરી અને બિભત્સ ગાળો કાઢવા ઉપરાંત શારીરિક તથા માનસિક ત્રાસ આપવા સબબ દેવભૂમિ દ્વારકા જિલ્લા મહિલા પોલીસે પતિ સહિત ત્રણેય સાસરીયાઓ સામે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504, 506 (2), 114 તથા દહેજ ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામજોધપુરમાં 11 વર્ષની બાળા સાથે દુકાનદારે અડપલા કર્યાની ફરિયાદથી ચકચાર

0

જામજોધપુરમાં દુકાનદારે સગીરા સાથે અડપલા કર્યાની ફરિયાદ.

ભાગ લેવા ગયેલ બાળાને ફોસલાવી અડપલા કર્યાંની દુકાનદાર ઢગા સામે રાવ: ફીટકાર

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૭. જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદી નોંધાઈ છે કે, ઘાસના ગોડાઉન પાસે રહેતા આરોપી ચંદુભાઈ નાથાભાઈ ચાવડાની દુકાન ખાતે ભાગ લેવા માટે જતા આરોપીએ ફરીયાદીની દીકરી સગીરાનો લાજ લેવાના ઇરાદે હાથ પકડી તેના ધરમા લઇ જઇ ફરીયાદીની ૧૧ વર્ષીય દીકરી સગીરાની મરજી વિરુધ્ધ તેના શરીરે શારીરીક સ્પર્શ કરી શરીરે અડપલા કરતા નાના એવા ગામમાં ચકચાર જાગી છે.

આથી જામજોધપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શક્તિસિંહ સોઢાએ IPC કલમ ૩૫૪, ૩૫૪(ક)(૧)(૨), ૫૦૬(૨) તથા પોકસો એક્ટ ની કલમ ૮,૧૨ મુજબ ગુનો નોંધી આરોપીને લેવા ચક્રો ગતિમાન કર્યા છે 11 વર્ષની બાળા સાથે અડપલા કરનાર ઢગા સામે લાગણી વરસી રહી છે.

જામનગરના વેપારીએ ચોટીલાની હોટલમાં કર્યાં આપઘાત: ખળભળાટ

0

ભાગીદાર જયેશ રણછોડભાઈ પટેલે જાણ બહાર કારખાનું વેચી નાખતા કમલેશ મુળજીભાદરીયાએ કરી જેરી દવા પીને મોતને વ્હાલું કર્યું ..

મૃતકની પત્નીએ ભાગીદાર જયેશ રણછોડભાઈ પટેલ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણા અંગેની નોંધાવી ફરિયાદ.

જામનગરના એક વેપારીએ ચોટીલાની હોટલમાં રૂમ રાખી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી.

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૧૭.જામનગરના ભૂમિ રેસિડેન્સીમાં રહેતા કમલેશભાઈ મુળજીભાઈ ભાદરયાને આર.આર.મશીનરી અને હાર્ડવેર નામની પોતાની દુકાન હતી .

જયારે તેઓએ ભાગીદારીમાં સાતેક વર્ષ અગાઉ જયેશ રણછોડભાઈ પટેલ સાથે જે.કે.મશીન ટુલ્સ નામનું કારખાનું કર્યું હતું થોડા સમય અગાઉ જયેશભાઈએ કમલેશભાઈ ની જાણ બહાર આ કારખાનુ બે વર્ષ પહેલા વેચી નાંખ્યું હતું કારખાનુ વેચાયાની જાણ થયા બાદ કમલેશભાઈ અવારનવાર તેમની પાસે હિસાબ માંગતા હતા. પરંતુ જયેશભાઈહિસાબ આપતા “ન” હતા.

આથી લાગી આવતા કમલેશભાઈ ગત તા . ૩૧ મી ઓકટોબરે ચોટીલા દર્શન કરવા જઉં છું , તેમ કહી ઘરેથી નીકળ્યા હતા . જેમાં તા . ૧ ના રોજ કમલેશભાઈના પત્ની સંજનાબેન અવારનવાર ફોન કરવા છતાં કમલેશભાઈ ફોન ઉપાડતા ન હતા.

આથી તેઓએ તપાસ કરતા કમલેશભાઈ ચોટીલામાં આવેલી આકાશ પેલેસ હોટલના રૂમ નં . ૧૧૩ માં રોકાયા હતા અને તેઓએ ઝેરી દવા પી મોતને વહાલું કર્યું હતું. હાલ આ મુદ્દે જામનગર શહેરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

ગુલાબનગરમાં બેકાબૂ બનેલું ડમ્પર રહેણાંક મકાનમાં ઘૂસ્યુ..

0

અકસ્માત સર્જાયો: બેકાબૂ બનેલું ડમ્પર રહેણાંક મકાનમાં ઘૂસ્યુ..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૬: જામનગરના ગુલાબનગર પહેલા ઢાળીયા પાસે 16 મી તારીખે રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં જી.જે.-10 ઝેડ-9831 નંબર નું ડમ્પર બેકાબૂ બનીને ધસી આવ્યું હતું, અને સૌ પ્રથમ માર્ગ પર પડેલી જી.જે.10 એક્સ 1425 નંબરની જીપ સાથે ટકરાયું હતું. જેના કારણે જીપમાં નુકશાની થઇ હતી.

ત્યાર પછી બેકાબૂ બનેલું ડમ્પર નજીકમાં જ આવેલા વિજયભાઈ પરમાર નામના વ્યક્તિના ઘર સાથે ટકરાઈ ગયું હતું, અને મકાનની કમ્પાઉન્ડની દીવાલ તોડી નાખી હતી. ત્યારબાદ અંદર બંધ પડેલી જી.જે.10- ઝેડ 983 નંબરની રિક્ષા સાથે પણ અથડાઈ જતાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઇ ન હતી, પરંતુ બે વાહન તેમજ મકાનને નુકસાની થઈ છે. જે અકસ્માતના બનાવ અંગે સંજયભાઈ પ્રવિણભાઇ રાઠોડ દ્વારા ડમ્પરના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં સીટી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.