Tuesday, October 13, 2026
Home Blog Page 317

લાલપુર બાયપાસ ચોકડી નજીકથી અંગ્રેજી શરાબનો મોટો જથ્થો ઝડપાયો.

0

લાલપુર બાયપાસ ચોકડી નજીકથી અંગ્રેજી શરાબનો મોટો જથ્થો ઝડપી લેતી :જામનગર પંચકોષી-બી ડીવીઝન..

બે આરોપીની ધરપકડ: અંગ્રેજી શરાબની 324 બોટલ, એક સ્ક્ોર્પિયો કાર, બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.4.18 લાખનો મુદ્દામાલ જપ્ત..

ઝડપાયેલ આરોપી: ખીમાભાઇ ઉર્ફે ખીમો બોઘાભાઇ શામળા (ઉવ.21 રહે. રાણપર ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા) તથા દેવભુમી દ્વારકા જીલ્લાના અલગ અલગ પો.સ્ટેશનમા પ્રોહીબીશનના ગુન્હામા લાંબા સમયથી નાસતો-ફરતો ધાનાભાઇ પાલાભાઇ મોરી (ઉવ.35 રહે. પાસ્તરડી ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા )

અંગ્રેજી દારૂનો જથ્થો ધોરાજી ખાતેના કારા રાણા રબારી પાસેથી મેળવી અને જામનગર ખાતે જયેશ ઉફફે જયુ દેગામા ને આપવાનો હોવાની બંને શખસની કબુલાત..

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર  પંચકોશી બી- ડિવી. પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ સી.એમ.કાંટેલીયા તથા પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ કે.પી.જાડેજા તથા પો.કોન્સ હિતેન્દ્રસિંહ જાડેજા તથા મયુરસિંહ જાડેજા ને સયુંકત રીતે ખાનગી રાહે બાતમીના આધારે
જામનગરના લાલપુર બાયપાસ ચોકડી નજીકથી અંગ્રેજી શરાબનો મોટો જથ્થો ઝડપી લેવાયો છે.

જેમાં બે શખસની ધરપકડ કરાય છે અને અંગ્રેજી શરાબની 324 બોટલ, એક સ્ક્ર્પિયો કાર, બે મોબાઇલ ફોન મળી કુલ રૂા.4.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે આ દરોડાની વધુ વિગત મુજબ, લાલપુર તરફથી એક સફેદ કલરની સ્કોર્પીયો કાર રજી. નં. 91-06-:11 8541 વાળીમા ઇંગલીશ દારૂનો જથ્થો ભરીને જામનગર તરફ આવનાર છે તેવી હકીકત મળતા સદર જગ્યાએ વોચમા રહેતા ઉપરોકત વર્ણનવાળી સ્કોર્પીયો કાર નીકળતા તેને વાહનોની આડસ કરી કોર્ડન કરી રોકી સ્કોર્પીયોમા કુલ બે ઇસમો બેઠેલ હોય જેમા વાહન ચાલક ખીમાભાઇ ઉર્ફે ખીમો બોઘાભાઇ શામળા ઉવ.21 રહે. રાણપર ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા તથા બિજા ઇસમ ધાનાભાઇ પાલાભાઇ મોરી ઉવ.35 રહે. પાસ્તરડી ગામ તા.ભાણવડ જી.દેવભુમી દ્વારકા વાળાઓ હોવાનુ જણાવેલ મજકુરના કબ્જાના સ્કોર્પીયો કારમા ગે.કા પાસ પરમીટ વગર ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાંડની કુલ બોટલ નંગ.324 કિ.રૂ.1,62,000/- મળી આવેલ તથા સ્કોર્પીયો કાર કી.રૂ.2,50,000/- તથા મજકુર બન્ને ઇસમોની અંગ જડતી માથી મોબાઇલ ફોન નંગ.02 કિ.રૂ.6000/- મળી કુલ મુદ્દામાલ રૂ.4,18,000/- સાથે મળી આવેલ તથા ઇંગલીશ દારૂનો જથ્થો ધોરાજી ખાતે કારા રાણા રબારી પાસેથી મેળવી અને જામનગર ખાતે જયેશ ઉફફે જયુ દેગામા ને આપવાનો હોવાનુ જણાવેલ. તેમજ ખીમા ઉફે ખીમો બોઘાભાઇ શામળા જામનગર તથા દેવભુમી દ્વારકા જીલ્લાના અલગ અલગ પો.સ્ટે.મા પ્રોહીબીશનના ગુન્હામા લાંબા સમયથી નાસતો-ફરતો હોય જેથી લગત પોસ્ટે જાણ કરવામા આવેલ છે

આ કાર્યવાહીમાં પો.સ.ઇ. શ્રી સી.એમ.કાંટેલીયા તથા એ.એસ.આઇ. કે.પી. જાડેજા ડી.ડી.ભીમાણી એમ.એલ.જાડેજા તથા પોલીસ હેડ કોન્સ. કે.જી.જાડેજા તથા પી.કે.જાડેજા તથા પો.કોન્સ. ખોડુભા જાડેજા તથા હરપાલસિંહ જાડેજા તથા હિતેન્દ્રસિંહ જાડેજા તથા સુમીતભાઇ શિયાર તથા મયુરસિંહ જાડેજા તથા જયદીપસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

જામનગર સહિત ગુજરાતનું નામ રોશન કરતો “કેસરિયો”

0

અશ્વએ ગુજરાત , મહારાષ્ટ્ર , રાજસ્થાનમાં યોજાયેલી સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે..

આંતરરાષ્ટ્રીય કક્ષાની અશ્વહરિફાઇમાં જામનગરના લોઠિયા ગામનો કેસરીયા અશ્વ પ્રથમ રનર અપ થયો..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક રર. જામનગર નજીક આવેલા લોઠિયા ગામનો કેસરિયા નામનો અશ્વ આંતરરાષ્ટ્રીય કક્ષાની અશ્વ હરીફાઇમાં પ્રથમ રનર અપ થયો છે ગુજરાત , મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં યોજાયેલી સ્પર્ધામાં આ અશ્વએ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો છે.

અશ્વ વિશે કહેવાય છે કે , અશ્વ ખુબ જ ગર્વવંતા અને સમજદાર હોય છે.

જામનગર શહેર નજીક લોઠીયા ( વજાપર ) ગામના ચરણજીતસિંહ ધર્મેન્દ્રસિંહ મહેડુ પાસે 7 અશ્વ છે . જેમાં કેસરિયા નામનો અશ્વ ખૂબજ લોકપ્રિય છે. કારણ કે, કેસરિયા અશ્વએ વર્ષ -2017 માં રાજસ્થાનના સાયલામાં યોજાયેલીઅશ્વ સ્પર્ધામાં અદંત વછેરા એટલે કે 2 વર્ષની ઉંમરના ઘોડાની કેટેગરીમાં પ્રથમ રનર અપ થયો હતો.

જયારે વર્ષ -2019 માં મહારાષ્ટ્રના શારંગખેડામાં યોજાયેલી હરીફાઇમાં બેદત એટલે કે 2.5 થી 3.5 વર્ષના અશ્વની કેટેગરીમાં અને વર્ષ 2020 માં ગુજરાતના જસરા ગામે યોજાયેલી અશ્વ હરીફાઇમાં પ્રથમ રનર અપ થયો હતો .

ત્યારબાદ તાજેતરમાં યોજાયેલી પુષ્કર ઇન્ટરનેશનલ હોર્સ હરીફાઇમાં સ્ટેલિયન એટલે કે નર અશ્વની કેટેગરીમાં પણ પ્રથમ રનર અપ થયો હતો. કેસરિયા અશ્વએ જુદી – જુદી શ્રેણીઓમાં વિજેતા થઈ જામનગરની સાથે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે .

જામનગરમાં સગીરાને ધાક-ધમકી આપી ખીજડીયાના શખ્સે આચર્યું દુષ્કર્મ..

0

જામનગરમાં સગીરાને ધાક-ધમકી આપી આહિર શખ્સે આચર્યું દુષ્કર્મ..

દુષ્કર્મ કેસના આરોપીને ગણતરીની કલાકોમાં જ પકડી પાડતી પંચકોશી એ ડિવિઝન પોલીસ..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ૨૧.જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં સગાના ઘરે રહેતી સગીરાને ધાકધમકી આપીને છેલ્લા છ એક માસથી ખીજડીયા ગામનો આહિર શખસ દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ પરથી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાલ પરી છે..

જામનગર પંથકના ગામા વિસ્તારમાં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર અને સંબંધીઓના ઘરે રહેતી સગીરાને ટ્રાન્સપોર્ટમાં કલીનર તરીકે નોકરી કરતો અને ખીજડીયા ગામમાં રહેતો હાર્દિક ઉર્ફે ટકો રમેશભાઈ મકવાણા નામના આહીર શખસે છેલ્લા છ એક માસથી અવાર નવાર ધાકધમકીઓ આપીને દુષ્કર્મ આચયું હતું.

જે અંગેની સગીરાના સંબંધીઓને જાણ થતાં તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ આર.બી.ગઢવીના માર્ગદર્શન હેઠળ આરોપી સામે દુષ્કમ , પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ને તપાસ આરંભી છે.

પીએસઆઈ એમ.આર વોરા તથા સ્ટાફના શૈલેન્દ્રસિંહ સજુભા જાડેજા, જીજ્ઞેશભાઈ વાળા , રામદેવસિંહ જાડેજા, સંદિપ જરૂ સહિતના સ્ટાફે આરોપી હાર્દિકની શોધખોળ આરંભી હતી અને ગણતરીની કલાકોમાં જ આરોપીને ધુંવાવ હાઉસીંગ બોર્ડ સામેથી પકડી લીધો હતો અને તેનો કોવીડ ટેસ્ટ બાદ પડ માટેની તજવીજ હાથ ધરી હતી.

આથી પોલીસે આરોપી વિરુદ્ધ IPC. કલમ -૩૭૬  (૨), (એન ) ૩૭૬ ( ૩ ) ૫૦૬ તથા પોક્સો એક્ટ કલમ ૪, ૬, ૧૨ મુજબનો દુષ્કર્મનો ગુનો નોંધી સગીરાને પરીક્ષણ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે .

ગુજરાતમાં માવઠામાં થયેલ પાક નુકસાનની ખેડૂતોને સહાય નહિ મળે..

0

ગુજરાતમાં માવઠામાં થયેલ પાક નુકસાનની ખેડૂતોને સહાય નહિ મળે..

નવા નિયમ મુજબ જો 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે વરસાદ પડે તો જ પાક નુકસાન વળતર મળે તેમ છે.

તેથી હવે 17થી 19 નવેમ્બરે વચ્ચે થયેલા વરસાદમાં સહાય નહિ મળે..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ગાંધીનગર ૨૦.: રાજયમાં છેલ્લા બે દિવસથી થઈ રહેલા માવઠાને પગલે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જો કે રાજ્યના માવઠાની સહાયમાં નવા નિયમોના કારણે ખેડૂતોને લાભ નહિ મળે. જેમાં કટ ઓફ ડેટ પછી માવઠું થતા ઈખ કિસાન સહાય યોજનાનો લાભ ખેડૂતોને નહીં મળે.

આ નવા નિયમ મુજબ જો 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે વરસાદ પડે તો જ પાક નુકસાન વળતર મળે તેમ છે. તેથી હવે 17 થી 19 નવેમ્બરે વચ્ચે થયેલા વરસાદમાં સહાય નહિ મળે. તેમજ માવઠાને લીધે પાસ, ડાંગર, મગફળી, બાજરી, તલ સહિતના પાકોને નુકસાન થયું છે.

ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં લો-પ્રેસરના કારણે ગુજરાતના હવામાનમાં છેલ્લા ત્રણ દિવસથી પલટો આવ્યો છે. તેમજ સમગ્ર રાજ્યના વાદળ છાયા વાતાવરણ વચ્ચે અનેક તાલુકાઓમાં કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે.

જેમાં શુક્રવારે રાજ્યના 60 જેટલા તાલુકામાં સામાન્યથી ધોધમાર વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં 3.5 ઈંચ વરસાદ થયો હતો જ્યારે પાલનપુરમાં 3 ઈંચ, દાંતામાં 2.5 ઈંચ વરસાદ ખબક્યો હતો.

આ ઉપરાંત વડગામમાં 2.3 ઈંચ, સુરતમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે કાંકરેજ, થરાદ, દિયોદર, ધાનેરામાં પણ દોઢ ઈંચ વરસાદ થયો હતો. તેમજ માવઠાના કારણે ખેડૂતોને(ઋફળિયતિ)મોટાપાયે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

રાજ્યમાં કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી છે. એમાં પણ બટાકા માટે જાણીતા બનાસકાંઠામાં તો રવી સીઝનના વાવેતરને હજુ ગણતરીના દિવસો જ થયા છે.ત્યારે અચાનક આવેલા માવઠાંથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. આ ઉપરાંત રાજયના અનેક માર્કેટ યાર્ડ ખેડૂતોના પડેલા તૈયાર પાકને પણ નુકશાન થયું છે.

જામનગરની ખવાસ પરણિતાને રાજકોટના સાસરિયાઓએ કાઢી મૂકી: પોલીસ ફરિયાદ

0

જામનગરની યુવતીને દહેજ માટે ઘરમાંથી કાઢી મુકાઇ: રાજકોટના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે ફરિયાદ..

સ્ત્રી અત્યાચારના વધતા જતા બનાવ ચિંતાનો વિષય..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર રo. જામનગરની યુવતીને રાજકોટના દહેજ ભૂખીયા સાસરીયા દ્વારા નાની નાની બાબતોમાં ઝઘડા કરી મારકૂટ કરીને ઘરમાંથી કાઢી મૂકી અને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જામનગરના મકવાણા સોસાયટીમાં રોજી ટાવર રૂમ નંબર 301 ખાતે હાલમાં રહેતી હેતલબેન પૃથ્વીભાઇ ચૌહાણ ઉમર વર્ષ 38 નામની પરિણીતાએ જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં રાજકોટની આનંદ નગર કોલોની પંચશીલ એપારમેન્ટ એફ -વન રૂમ નંબર 14 ખાતે રહેતા પતિ પૃથ્વીભાઇ ઘનશ્યામભાઈ ચૌહાણ, સાસુ જ્યોત્સનાબેન ઘનશ્યામ ચૌહાણની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યું છે કે આરોપીઓએ ફરિયાદીને લગ્નજીવન દરમિયાન નાની નાની વાતમાં ઝગડો કરીને અપશબ્દો બોલી અવાર નવાર દહેજ પેટે પૈસાની માગણી કરી મારકુટ કરીને એકબીજાને મદદગારી કરી હતી.

આથી પોલીસે હેતલબેન ની ફરિયાદ પરથી IPC કલમ- ૪૯૮એ, ૩૨૩ ૫૦૪, ૧૧૪ તથા દહેજ પ્રથા ધારા ૧૯૬૧ની ક. ૪ ૬ મુજબ ગુનો નોંધી ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જામનગર નજીકના વિજરખી ડેમમાં લાપત્તા બનેલા રાજકોટના યુવાન મૃતદેહ સાપડયો

0

જામનગર નજીકના વિજરખી ડેમમાં લાપત્તા બનેલા રાજકોટના યુવાન મૃતદેહ સાપડયો: કારણ અકબંધ..

વીજરખી ડેમ પાસેથી ના પડતા યુવાનનું બાઈક મળી આવતા શંકા દ્રઢ થઇ હતી.. ફાયર વિભાગે ગઈકાલ મોડી રાત સુધી શોધખોળ હાથ ધરી હતી..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૨૦.જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર વિજરખી ડેમ પાસેથી પરોઢીયે ત્રણ વાગ્યે એક બાઇક ડેમના કાંઠે પડ્યું હોવાની માહિતીના આધારે ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડીએ ડેમમાં મોડી રાત્રે શોધખોળ કાર્ય હાથ ધર્યા પછી પણ તેનો પત્તો નહીં મળતાં સર્ચ ઓપરેશન અટકાવી દેવાયું છે.

રાજકોટમાંથી લાપતા બનેલો યુવાન સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારોમાં ફરીને કાલાવડ રોડ પરથી વિજરખી તરફ આવ્યો હોવાનું સીસીટીવી કેમેરાઓ ની મદદથી જાણવા મળ્યું હતું.

રાજકોટમાં રહેતો રશ્મીકાંત રમેશભાઈ ગજ્જર (ઉ.વ.35) નામના યુવાન સવારે પોતાના ઘેરથી બાઇક લઇને નીકળી ગયો હતો જે ગુમ થયો હોવાની પરિવારજનોએ જાણ કરતાં રાજકોટ ગામ્ય વિસ્તારની પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી, અને રાજકોટના લોધીકા સહિતના ગામ્ય વિસ્તારોના સીસીટીવી કેમેરામાં તે દેખાયો હતો. અંતમા તેની હાજરી કાલાવડ રોડ પર વિજરખી ડેમ સુધી જોવા મળી હતી.

તેમજ ડેમના વિસ્તારમાંથી બાઈક અને સિગરેટ તથા તમાકુ નો વ્યસની હોવાથી તેને લગતી સામગ્રી પણ મળી આવી હતી. જામનગરના પંચકોશી એ ડિવિઝનના પોલીસ સ્ટાફે આ મામલે ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે અને ફાયર બ્રિગેડની મદદથી વિજરખી ડેમ ના પાણી ને ડહોળવાનું શરૂ કરાયું છે.

શુક્રવારે ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી જેમાં મોડી સાંજ સુધી પતો ન લાગતા આજે સવારે જ ફાયર બ્રિગેડ દ્વારા રશ્મીકાંત નામના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગરના રામેશ્વરનગરમાં યુવાનની હત્યાનો પ્રયાસ: પાંચ સામે ફરીયાદ..

0

જામનગરના રામેશ્વરનગરમાં યુવાનની હત્યાનો પ્રયાસ: પાંચ સામે ફરીયાદ..

પાંચ શખસોએ કાવતરૂં રચી ઘાતક હથિયારો વડે હુમલો કર્યાની ફરિયાદ : હુમલાખોરોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા

હુમલાખોર આરોપીઓ….
(1) હરદિપસિંહ ઉર્ફે ડંકો સહદેવસિંહ સોઢા, રહે-મચ્છરનગર
(2) માલદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા
(3) નાગરાજસિંહ વાળા
(4) રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા
(5) ઈંદ્રજીતસિંહ જાડેજા
(રહે ચારેય- રાદલનગર જામનગર)

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ર૦. જામનગર શહેરનાં રામેશ્વરનગર વિસ્તારમાં રહેતાં યુવાન ઉપર ગાળો બોલવા બાબતે પૂર્વ આયોજીત કાવતરૂ રચી છરી વડે જીવલેણ હુમલો કર્યાના બનાવમાં પોલીસે પાંચ શખ્સો વિરૂઘ્ધ રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલા ખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના રામેશ્વરનગર માટેલ ચોક વિસ્તારમાં કિષ્નાપાર્ક શેરી નં.3માં રહેતાં દિવ્યરાજસિંહ પરમાર નામના યુવાનના ભાઇ  નાગરાજસિંહને પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફોન કરી બોલાવ્યો હતો અને ‘તુ કોઇના ઘર પાસે ગાળો બોલસ’ તેમ કહી હરદીપસિંહ ઉર્ફે ડંકો સહદેવસિંહ સોઢા, માલદેવસિંહ પ્રભાતસિંહ જાડેજા, નાગરાજસિંહ વાળા, રવિરાજસિંહ રણજીતસિંહ જાડેજા, ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિતના પાંચ શખ્સોએ ધનરાજસિહ નામના યુવાનને ઢિકાપાટુંનો માર માર્યો હતો અને પેટના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીંકયો હતો.

લોહી લુહાણ થયેલા ધનરાજસિહ ને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં આ અંગેની જાણના આધારે પીઆઇ કે.જે.ભોયે તથા સ્ટાફે ઘવાયેલા યુવાનના ભાઇ દિવ્યરાજસિંહના નિવેદનના આધારે પાંચ શખ્સો વિરૂઘ્ધ પૂર્વ આયોજીત કાવતરૂ રચી રાયોટીંગ અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલા ખોરોની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં..

આ અંગે કુલ પાંચ શખસ સામે IPC કલમ- 307, 323, 143, 147, 148, 149, 504, 120(બી) તથા જી.પી.એક્ટ કલમ 135(1) મુજબ ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે આ કેસની વધુ તપાસ પીઆઇ કે.જે.ભોયે ચલાવી રહ્યા છે.

ચૌહાણ ફળીમાં 12 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ૫૮ વર્ષીય ઢગાં વિરુદ્ધ ફરીયાદ: વહોરા સમાજમાં ખળભળાટ

0

12 વર્ષની બાળકી સાથે અડપલા કરનાર ૫૮ વર્ષીય ઢગાં વિરુદ્ધ પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો.. વહોરા સમાજમાં હાહાકાર..

રણજીત રોડ ચૌહાણ ફળી શેરી નંબર-3 માં આવેલ એફ.એમ novelty store નો બનાવ..પ્રોઢની આ કરતુત સામે આવતા લોકોના ટોળાં એકત્ર થયા અને ફીટકાર વરસાવ્યો..

દેશ દેવી ન્યુઝ નેટવર્ક ર૦ જામનગરમાં ચકચારી બનેલા બનાવની વિગત મુજબ ગુરૂવારે રાત્રે ચૌહાણફળી વિસ્તારમાં એફ.એમ. નોવેલ્ટી નામની દુકાન દુકાન ધરાવતા ફિરોઝ કાદિયાણી (ઉ.વ .58) દુકાને ભાગ લેવા આવેલી બાળકીને લલચાવી દુકાન અંદર લઇ જઇ અડપલાં કર્યા હતાં.

પ્રૌઢના ચેનચાળાથી ડઘાઈ ગયેલી બાળકી રડવા લાગી હતી . જેને લઇને દુકાન બહાર આવતા – જતા લોકોને શંકા ગઇ હતી અને તેઓએ તપાસ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

ત્યારબાદ લોકોના ટોળાં એકત્ર થઇ ગયા હતાં અને ઢગાની ચુંગાલમાંથી રડતી બાળકીને મુક્ત કરાવવામાં આવી હતી.

આ બનાવના પગલે સિટી એ ડિવિઝન પોલીસ દફતરને જાણ કરવામાં આવી હતી. જેને લઇને પોલીસ ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ જલુ સહિતનો સ્ટાફ ચૌહાણફળી દોડી ગયો હતો.

પોલીસે બાળકીને શાંતિથી સમજાવી પૂછતા બનાવ અંગેની હકીકતો સામે આવી હતી . જેને લઇને પોલીસે પ્રૌઢ સામે અડપલાં કર્યાની ફરિયાદ નોંધી હતી.

આથી પોલીસે IPCની કલમ ૩૫૪ (એ), ૩૨૩,૫૦૬, તથા પોક્સો એક્ટ ૩(એ), ૪,૭,૮,૯ (એલ), ૧૦ મુજબ એફ.એમ. નોવેલ્ટી નામની દુકાન દુકાન ધરાવતા ફિરોઝ કાદિયાણી ( ઉ.વ .58 ) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારબાદ શુક્રવારે સવારે આરોપી પ્રૌઢની વિધિવત ધરપકડ કરી લેવામાં આવી છે. વધુ તપાસ દરબાર ગઢ ચોકીના પીએસઆઈ એન. વી હરિયાણી ચલાવી રહ્યા છે.

બનેવીની હત્યા કેસમાં 3 સાળાને આજીવન કેદ સજા સંભાળતી અદાલત

0

કાલાવડમાં બનેવીની હત્યા કેસમાં ત્રણ આરોપી સાળાને આજીવન કેદ સજા સંભાળતી અદાલત

મૃતક યુવાને ભલસાણ બેરાજાની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં

પ્રેમ લગ્નનો ખાર રાખી 2015માં ત્રણ શખ્સોએ યુવાન ઉપર છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૯. કાલાવાડના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા ભરત સુવાભાઇ નાગેશ નામના યુવાને વર્ષ 2015માં ભલસાણ બેરાજામાં રહેતાં ખેંગારભાઇ કરોતરાની પુત્રી નીમુબેન સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં.

આ પ્રેમ લગ્ન બાદ ખેંગારભાઇ તથા તેના 6 પુત્રો સહિતનાઓ યુવતી અને તેણીના પતિ સાથે બોલતા “ન” હતાં.

દરમ્યાન લગ્નના ત્રણ માસ બાદ દિનેશ મેહુલ તથા વિપુલ ખેંગારભાઇ નામના ત્રણ ભાઇઓ તેની બહેનને જબરજસ્તીથી ભલસાણ બેરાજા લઇ ગયા હતાં અને સમાધાન માટે ભરતભાઇ પાસેથી 11 લાખની માંગણી કરી હતી. પરંતું ભરતે પૈસા આપવાની ના પાડી હતી. દરમ્યાન નીમુબેન ભાગીને તેના પતિના ઘરે આવી ગયા હતાં.

દરમ્યાન 2 મે 2015 ના રોજ સવારના સમયે 8:30 વાગ્યના અરસામાં ભરત નાગેશ નામનો યુવાન તેના જીજે.10.ટીયુ.275 નંબરની બાઇક પર કાલાવડના એસટી ટેપો પાસે પેસેન્જર લેવા ગયો ત્યારે તેના ભાઇ લાલજીભાઇ સાથે વાતો કરતો હતો તે દરમ્યાન GJO3 BG.4468 નંબરની બાઇક ઉપર આવેલાં દિનેશ, મેહૂલ અને વિપુલ ખેંગાર નામના ત્રણ શખ્સોએ આવીને ભરતને દિનેશે પકડી રાખ્યો હતો અને વિપુલે તેની પાસે રહેલી છરીના ત્રણ થી ચાર ઘા ઝીંકયા હતાં ત્યારે લાલજીભાઇ અને હકાભાઇ વચ્ચે પડતાં તેના ઉપર પણ ઢીંકા પાટુંનો માર માર્યો હતો.

વિપુલે કરેલાં છરીને જીવલેણ ઘા થી લોહી લુહાણ હાલતમાં ભરત ઢળી પડયો હતો અને લોકો એકઠાં થઇ જતાં ત્રણેય શખ્સો બાઇક મુકી નાશી ગયા હતાં. બાદમાં ઘવાયેલા યુવાનને કાલાવડ અને ત્યાંથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

આ બનાવમાં મૃતકના ભાઇ લાલજીભાઇ દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે પોલીસે મૃતક ભરતના સાળા દિનેશ ખેંગાર, મેહુલ ખેંગાર, વિપુલ ખેંગાર નામના ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ કેસ જામનગરની સેસન્સ અદાલતમાં ચાલી જતાં સરકારી વકિલ મુકેશ કુમાર જાનીની ધારદાર દલીલો અને દસ્તાવેજી પુરાવા તથા સાક્ષીઓ તેમજ તબિબી દસ્તાવેજને ધ્યાનમાં રાખીને ત્રણેય આરોપીઓને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. તેમજ આઇપીસી કલમ 302 અને 120(બી) હેઠળ 1000નો દંડ તેમજ 323 કલમ હેઠળ 1000નો દંડ ફટકારવાનો આદેશ કર્યો હતો.

સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગામોની પસંદગી કરતા સાંસદ પૂનમબેન માડમ

0

સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ ગામોની પસંદગી કરતા સાંસદ પૂનમબેન માડમ

જામનગર જિલ્લાના બાલંભા અને જામજોધપુર તાલુકાનું સિદસર ગામ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું વેરાડ ગામની પસંદગી કરી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક જામનગર ૧૯. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ ગત ટર્મની જેમ આ 17 મી લોકસભામાં સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ માર્ગદર્શિકા મુજબ ગામો પસંદ કરેલ છે જેમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના બાલંભા અને જામજોધપુર તાલુકાનું સિદસર ગામ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું વેરાડ ગામની સાંસદ આદર્શ ગ્રામ તરીકે પસંદગી કરાયેલ છે.

સાંસદ આદર્શ ગ્રામ યોજના અંગેની માર્ગદર્શીકા અનુસાર નક્કી કરાયેલ છે કે 3000 થી 5000 ની વસ્તી ધરાવતી ગ્રામપંચાયતોમાંથી જ પસંદગી કરવાની હોય છે જે માટે જુદા જુદા તાલુકામાં નિયત ધોરણ મુજબની વસ્તી ધરાવતા ગામોની જ પસંદગી કરવાની થતી હોઇ વારાફરતી અલગ અલગ તાલુકામાંથી પસંદગી કરવામાં આવેલ છે.

આ પ્રમાણે ગત ટર્મમાં જામનગર સંસદીય મત વિસ્તારમાંથી વસ્તીનો માપદંડ ધરાવતા જામનગર જિલ્લા -તાલુકાના જાંબુડા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા કલ્યાણપુર તાલુકાનું જુવાનપર ગામ લીધેલ હતું.

જ્યારે આ 17 મી લોકસભા માટે સાંસદ આદર્શ ગ્રામ યોજના માટે દર વર્ષે એક ગામ સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરવા અને 3000 થી 5000 ની વસ્તી ધરાવતા જ ગ્રામોની પસંદગી કરવાની થતી હોઇ. અગાઉ બે ગામો કાલાવડ તાલુકાનું આણંદપર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનું ભાડથર ગામની પસંદગી કરવામાં આવેલ જ્યારે બાકી રહેતા ત્રણ ગામ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાનું બાલંભા અને જામજોધપુર તાલુકાનું સિદસર ગામ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું વેરાડ ગામની સાંસદ આદર્શ ગામ તરીકે સાંસદ પૂનમબેન માડમ દ્વારા પસંદ કરવામાં આવેલ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી દ્વારા સાંસદ આદર્શ ગ્રામ યોજના (એસએજીવાય) 11 મી ઓક્ટોબર 2014ના રોજ મહાત્મા ગાંધીના આદર્શ ભારતીય ગામ માટેના વ્યાપક દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખવાની સાથે તે મુજબના ગામના સર્વાગી વિકાસના હેતુ ને કેન્દ્રમાં રાખીને એક મહત્વપુર્ણ અને ઉમદા લક્ષ્યને સિદ્ધ કરવા યોજના લોન્ચ કરવામાં આવી હતી.

એસએજીવાય હેઠળ સંસદસભ્ય દ્વારા ગ્રામ પંચાયત વિસ્તાર દત્તક લેવામાં આવે છે અને એ ગામનાં માળખાકીય વિકાસ સાથે સામાજિક વિકાસને સમાન મહત્ત્વ મળે એમ સમગ્રલક્ષી વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે જેથી આદર્શ ગ્રામો’ સ્થાનિક સર્વાગી વિકાસ સાથે સુશાસનુ પણ દાખલારૂપ ઉદાહરણ બને છે જે અન્ય ગ્રામ પંચાયતોને પ્રેરણા આપનાર બની રહે છે.

તેમજ સંસદસભ્ય ના નેતૃત્વ હેઠળ ગ્રામ વિકાસ યોજના તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટસ તૈયાર કરવામાં આવે છે જેમાં ગામની માળખાકીય તેમજ આદર્શ ગામ તરીકેની પાયાની જીવન જરૂરી મીનીમમ નીડઝ જરૂરી સુવિધાઓ અને યોજનાઓનો સમાવેશ કરવામાં આવે છે. સંબંધિત વિભાગો દ્વારા રાજ્ય સરકારને આ પ્રોજેક્ટ રજૂ કરવામાં આવે છે અને તે મુજબના વિકાસ કાર્યો સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવે છે.

એકંદર સર્વાંગી વિકાસથી ગામડાની કાયા પલટનો મહત્વપુર્ણ હેતુ આ યોજનાનો રહેલો છે. આ ઉમદા ઉદેશ્યને સિદ્ધ કરવાની નેમ સાથે ગત ટર્મની જેમ આ ટર્મ માં પણ સંસદસભ્ય પૂનમબેન માડમએ ત્રણ ગામો જામનગર જિલ્લાના જોડિયા તાલુકાનું બાલંભા અને જામજોધપુર તાલુકાનું સિદસર ગામ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનું વેરાડ સાંસદ આદર્શ ગ્રામ યોજનાની માર્ગદર્શિકા મુજબ પસંદ કર્યા છે અને આ યોજના અંતર્ગત જરૂરી જહેમત સંસદસભ્ય  પૂનમબેન માડમ ઉઠાવી રહ્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.