Friday, October 9, 2026
Home Blog Page 29

જામનગર જિલ્લાના જોડીયા પંથક માંથી રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા બે ડમ્પર ઝડપાયા

0

જામનગર જિલ્લાના જોડીયા પંથક માંથી રેતીની ગેરકાયદે હેરાફેરી કરતા બે ડમ્પર ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૬ માર્ચ ૨૬, જામનગર જિલ્લા ના જોડીયા પોલીસ સ્ટેશન ના સ્ટાફે ગેરકાયદે રેતી ની હેરાફેરી કરી રહેલા બે વાહનો કબજે કર્યા છે. સાથે રેતી નો જથ્થો પણ સીઝ કર્યો છે.જોડીયા પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર માંથી ગેરકાયદેસર રીતે રોયલ્ટી પાસ પરમીટ કે કોઇ આધાર પુરાવા વગર ઓવરલોડ રેતી ભરેલ (ટ્રક) ડમ્પરો અન્વયે ચેકીંગ કર્યું હતું. જોડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.એસ.રાજપુત તથા સ્ટાફના માણસો એ જોડીયા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર એવા બાલંભા વિસ્તાર તથા કેશીયા ગામે થી ગેરેકાયદેસર રીતે રોયલ્ટી પાસ પરમીટ વગર ઓવરલોડ રેતી ભરી વહન કરતા જીજે – ૧૦ – ટીટી – ૮૫૨૯ તથા જીજે – ૧૩ – ડબલ્યુ – ૧૫૯૩ નંબર ના બે ડમ્પરો ( કિં.રૂ.૧૪,૦૦,૦૦૦ ) તથા બન્ને વાહનોમાં ગેરકાયદેસર ભરેલ સાદી રેતી આશરે કિ. રૂ.૨,૩૦,૦૦૦ મળી કુલ કિ. રૂ.૧૬,૩૦,૦૦૦ ની કિંમત નો મુદામાલ કબજે કર્યો છે.

જામનગર ચંગાના પાટીયા પાસે બે વાહનો ધડાકાભેર અથડાયા : ૩ ને ગંભીર ઇજા

0

જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે બે વાહનો અથડાઈ પડતાં મોટી ગોપ ગામના માતા પુત્ર સહિત ત્રણને ગંભીર ઇજા

  • ઇકો કાર પડીકું વળી ને માર્ગ પર આડે પડખે થઈ: માલ વાહક વાહન પણ કાર સાથે અથડાયા બાદ વીજપોલ સાથે ટકરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ માર્ચ ૨૬, જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે એક ઇકો કાર અન્ય વાહન સાથે અથડાઈ ગઈ હતી, જે અકસ્માતમાં ઇકો કારના ચાલક અને તેના માતા તથા ભાભી સહિત ત્રણ વ્યક્તિને નાની-મોટી ઇજા થઈ છે. જે બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા ઋષિકેશભાઇ મહેશભાઈ જોશી કે જેઓ પોતાની ડી.ડી.- ૦૧ સી. ૬૦૦૭ નંબરની ઇકો કારમાં પોતાના માતા ગૌરીબેન (ઉ.વ. ૫૦) અને મોટાભાભી ક્રિષ્નાબેન (ઉંમર વર્ષ ૩૦) ને બેસાડીને મોટી ગોપ થી જામનગર આવ્યા હતા, અને ચંગા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.જે દરમિયાન પૂરપાટ ઝડપે આવી રહેલી જી.જે. ૧૦ ટી.વાય. ૧૯૭૭ નંબરની સુઝુકી કંપનીની કેરી મોડલની માલવાહક ગાડી ના ચાલકે ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં ઈકો કારનો બુકો બોલી ગયો હતો અને માર્ગ પર પડીકું વળીને આડા પડખે થઈ ગઈ હતી. કાર ચાલક રૂષિકેશભાઇ તેના માતા ગૌરીબેન તથા ભાભી ક્રિષ્નાબેન ત્રણેયને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતના બનાવ અંગે રૂષિકેશભાઈએ ઉપરોક્ત માલવાહક વાહનના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પંચકોશી બી. ડિવિઝનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.વી. છૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગરમાં ઓટોમેટિક ગેસ બુકીંગ સેવા ના ફોન આપમેળ ‘કટ’ થઇ જતા હોવાથી ગ્રાહકો હેરાન પરેશાન

0

જામનગરમાં ઓટોમેટિક ગેસ બુકીંગ સેવા ના ફોન આપમેળ ‘કટ’ થઇ જતા હોવાથી ગ્રાહકો હેરાન પરેશાન

  • ગેસ એજન્સીઓ પણ ગ્રાહકો નું રૂબરૂ બુકીંગ કરી શકતી ન હોવાથી મુશ્કેલીઓ માં વધારો

દેશ દેવી ન્યુઝ તા . ૧૩ માર્ચ ૨૬ જામનગર તા.૧૩, દેશમાં ગેસના બાટલાની કોઈ અછત નથી તેવું સરકારે જાહેર કર્યું છે, પરંતુ કોઈપણ કારણોસર બાટલાનું ટેલિફોનિક બુકીંગ થતું નથી, અને બાટલાનું બુકીંગ કરાવવા ગ્રાહકો ગેસ એજન્સીમાં રૂબરૂ ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ ઓન લાઈન બુકીંગ સિસ્ટમ અમલમાં હોવાથી રૂબરૂ નોંધણી થતી નથી. આથી ગ્રાહકો પરેશાન થઈ રહ્યા છે.પ્રવર્તમાન યુદ્ધની પરિસ્થિતિની આંશિક અસર જોવા મળી રહી છે. હવે ગેસના બાટલા મેળવવા ગ્રાહકોને મુશ્કેલી નડી રહી છે, જો કે જામનગર જિલ્લા કલેક્ટર દ્વારા ઓઈલ કંપનીઓ સાથે સંકલન કરી ગેસના બાટલાનો પુરવઠો જળવાઈ રહે તે માટે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, અને બે બાટલાના બુકીંગ વચ્ચે રપ દિવસનું અંતર રાખવા નિર્ણય લેવાયો છે. બીજી તરફ ગેસની અછતની અફવાના કારણે લોકો ધડાધડ બાટલાનું બુકીંગ કરાવી રહ્યા છે. આથી બાટલાના બુકીંગ માટે લોકોને સમસ્યા થઈ રહી છે. આજે સવારે જાતે એક ગેસ એજન્સીમાં તપાસ કરવા જતા ત્યાં ગ્રાહકોની ગીર્દી જોવા મળી રહી છે. આજે સવારે અનેક ગ્રાહકો બાટલાની બુકીંગ ઓફિસે રૂબરૂ પહોંચ્યા હતાં જ્યાં જવાબ મળ્યો હતો કે બાટલા બુકીંગ માટે ટેલિફોનિક ઓટોમેટિક સિસ્ટમ ફરજિયાત છે. જે નિર્ણય સરકારનો છે. માટે અમારા થી રૂબરૂ બુકીંગ કરી શકાતું નથી.આથી ગ્રાહકોને વીલા મોઢે પરત ફરવું પડ્યું હતું. બીજી તરફ ટેલિફોનિક બુકીંગ સિસ્ટમથી બુકીંગ કરવાનો પ્રયત્ન કરતા ફોન ઓટોમેટિક કટ થઈ જાય છે અથવા સતત ર૪ કલાક એંગેજ મળે છે. આથી લોકોને સમસ્યા નડી રહી છે. એકંદરે લોકોને હાલ મોટી મુશ્કેલીનો સામનો તો કરવો પડી રહ્યો છે. ગેસ વિતરક એજન્સીમાં ૫ણ સર્વર ડાઉન હોવાના કારણે બાટલાનું બુકીંગ થતું નથી. આથી ગેસ એજન્સીના સંચાલકો પણ લાચારની સ્થિતિમાં મૂકાયા છે અને ગ્રાહકોને જવાબ દેવામાં પરેશાની ભોગવી રહ્યા છે.

જામનગરના મોટા થાવરીયામાં પિતરાઇ બહેને કરેલ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં ભાઈના આગોતરા જામીન મંજૂર

0

પીતરાઈ બહેને પોતાની ખેતીની જમીનમાં ભાઈએ કરેલ દબાણ અંગે કરવામાં આવેલ લેન્ડગ્રેબીંગની ફરીયાદમાં આગોતરા જામીન મંજુર કરતી સ્પે.સેશન્સ કોર્ટ

  • પટેલ પરીવારની જમીનનો વિવાદમાં આરોપીને આગોતરા જામીન

  • આરોપી સામે પ્રથમદર્શનીય રીતે પણ ગુનો બનતો ન હોવાનું તારણ

  • ભાયુભાગની જમીનના કેશમાં ફરીયાદીએ આરોપી ઉપર દબાણ લાવવા ફરીયાદ કરેલ હોવાનું તારણ

દેશ દેવી ન્યુઝ તા. ૧૨ માર્ચ ૨૬ આ કેશની હકિકત એવી છે કે; ફરીયાદી શોભનાબેન હીતેનભાઈ પટેલે જામનગર પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ જાહેર કરેલ કે, ધીરૂભાઈ ચોવટીયા, જેન્તીભાઈ ચોવટીયા, રતીલાલ ચોવટીયા વાળાઓએ તેમના પિતરાઈ ભાઈઓ થાય છે અને તેઓએ કરીયાદીની મોટા થાવરીયા ગામે આવેલ જમીન કે, જે વડીલોપાર્જીત છે, તેમાં જુના મકાનો અને ઓરડીયો આવેલ છે અને તેમાં તમામ આરોપીઓએ કબજો કરી લઈ અને ગેરકાયદેસર દબાણ કરેલ છે અને આ જમીન ફરીયાદીએ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ છે, અને આ જમીનમાં ગેરકાયદેસર કબાલ અને રસ્તાઓ આરોપીઓએ કરી લીધેલ છે.તેવી ફરિયાદ દાખલ કરવામાં આવેલ, આ ફરીયાદ દાખલ થતાં આરોપી ધીરૂભાઈ દેવશીભાઈ ચોવટીયાએ નામ અદાલતમાં આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવેલ અને તેમાં ફરીયાદી તરફે વાંધાઓ લેવામાં આવેલ કે, ફરીયાદીએ આ જમીન વેંચાણ દસ્તાવેજથી ખરીદ કરેલ છે, જે વેચાણ દસ્તાવેજમાં આ જમીન અને જુના તમામ બાંધકામ સહીતનો હીસ્સો ફરીયાદીએ વેંચાણથી ખરીદ કરેલ છે. તથા સરકાર પક્ષે અને પોલીસે વાંધાઓ લીધેલ કે, આ જમીન માપણી પણ હાલના આરોપીઓ ભદ ઈરાદાથી કરવા દીધેલ નહી, તેથી તેમને પ્રથમદર્શનીય રીતે તેમનો બદઈરાદો જાહેર કરેલ છે.આ જમીનમાં ગેરકાયદેસર દબાય છે, તેમછતાં તેમને આ દબાણ જાળવી રાખેલ છે, તે પણ તેમનો બદઈરાદો જાહેર થાય છે. ફરીયાદી અને આરોપીઓ એક જ પરીવારના વ્યક્તિઓ છે અને જો આરોપીએ આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવશે તો તેઓ સાથી પુરાવા સાથે ચેડા કરશે અને હજુ ફરીયાદ જાહેર થયેલ છે, કરીયાદ સમયે જ આગોતરા જામીન આપવામાં આવશે તો કેશને અસર કરશે, અને આરોપીને કાયદાની કોઈ બીક રહેશે નહીં, આ પ્રકારના આરોપીને આગોતરા જામીન આપવા જોઈએ નહીં, તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, ફરીયાદીએ જમીન વર્ષ ૨૦૨૩માં વેંચાલ દસ્તાવેજથી ખરીદ કરેલ છે, અને સીવીલ તકરારને ફોજદારી સ્વરૂપ આપવા ખોટી ફરીયાદ કરેલ છે અને તેના સામે તપાસ કરનાર દ્વારા આરોપીઓને પરપકડ કરવા જરૂરી હોય, તેવું સોગંદનામું કરી અને જામીન અરજી સામે સખત વાંધાઓ લેવામાં આવેલ અને મુળ ફરિયાદ દ્વારા પણ પ્રાઈવેટ વકીલ રોકી અને જામીન અરજી સામે વાંધાઓ લેવામાં આવેલ. તેના સામે આરોપી પક્ષે દલીલો થયેલ કે, આ કામના ફરીયાદીએ દબાણ લાવવાના એકમાત્ર આશયથી આ ફરીયાદ જાહેર કરેલ હોવાનું જણાય આવે છે. તો આ પ્રકારની ફરીયાદમાં આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ, આમ નામ અદાલતે તમામ હકિક્તો રેકર્ડ અને દલીલો ધ્યાને લઈ અને આરોપી સામે કોઈ પથમ દર્શનીય કેશ પણ બનતો નથી તેવા કારણ સાથે અને ફરીયાદીએ પોતાના સીવીલ કેશમાં હાથો બનાવવા માટે ફરીયાદ કરેલ હોવાના અનુમાન સાથે જામીન અરજી મંજુર કરી અને આરોપીને આગોતરા જામીન ઉપર મુક્ત કરેલ, આ કેશમાં આરોપી ધીરૂભાઈ દેવશીભાઈ ચોવટીયા તરફે વકીલ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરશ કે, પટેલ રોકાયેલા હતા.

જામનગરના રામેશ્વરનગરમાં રહેતા એક રીક્ષા ચાલક પર જૂની અદાવત ના કારણે હુમલો : એક મહિલા સહિત ૪ સામે પોલીસ ફરિયાદ

0

જામનગરમાં રામેશ્વરનગર માં રહેતા એક રીક્ષા ચાલક પર જૂની અદાવત ના કારણે હુમલો: એક મહિલા સહિત ચાર સામે પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ માર્ચ ૨૬, જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા એક રીક્ષા ચાલક ઉપર જુના મનદુઃખ ના કારણે હુમલો કરાયો છે, જે મામલે એક મહિલા સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવતા ધનરાજસિંહ નવલસિંહ પરમાર નામના ૨૫ વર્ષના યુવાનને ધંધા ખારના કારણે અગાઉ ઝઘડો થયો હતો, જેનું મનદુઃખ રાખીને રાજેન્દ્રસિંહ પરમાર સહિતના શખ્સોએ તકરાર કરીને હુમલો કરી દીધો હતો.જેને છરી અને લાકડાના ધોકા વડે ના હુમલામાં ઇજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે અને ટાંકા લેવાયા છે. આ બનાવ મામલે વનરાજસિંહ નવલસિંહ પરમાર નામના રીક્ષા ચાલકે પોતાના ઉપર હુમલો કરવા અંગે રાજેન્દ્ર સિંહ પરમાર, દિવ્યરાજ સિંહ પરમાર, અર્જુનસિંહ પરમાર, અને ઇન્દુબા નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે. જે મામાલે પીએસઆઇ એસ.જી. કેશવાલા વધુ તપાસ ચલાવે છે.

જામ્યુંકોમાં સ્ટેન્ડિંગ કમિટી બહાર કોંગ્રેસ “ગંગાજળ” સાથે પહોંચી

0

જામનગર મહાનગર પાલિકા માં સ્ટેન્ડિંગ કમિટી ની છેલ્લી બેઠક મળતાં કોંગ્રેસે ગંગાજળ છાંટી પવિત્ર કરણ કર્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૧ માર્ચ ૨૬., ૪૦ ટકા કમિશન ની માજા મુક્તિ ભાજપ શાસિત જામનગર મહાનગર પાલિકા એ છેલ્લા ૫ વર્ષ માં પ્રજાના ટેક્ષ ના પૈસા માં ભ્રષ્ટાચાર કરી અને સંતોષ ના મળ્યો હોય, તેમ ચેરમેન નો સતામા બેસવાનો સમય ગાળો પૂરો થવા પર હોઈ છેલ્લે છેલ્લે અંતિમ દિવસે પણ કમિટી બોલાવી ૫૦ કરતાં પણ વધારે કામો ને મંજુર કર્યા છે. તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન ની ઓફિસ માં ગંગાજળ છાંટી પવિત્ર કરવા નો પ્રયત્ન કરવામાં આવ્યો હતોં. ત્યારે ચેરમેન ઓફિસ છોડી જતા રહ્યા હતા.છેલ્લી સ્ટેન્ડિંગ હોવાથી કોંગ્રેસના શહેર પ્રમુખ દિગુભા જાડેજા , મહાનગર પાલિકા માં વિપક્ષ ના નેતા ધવલ નંદા સહિતનાઓ દ્વારા સ્ટેન્ડિંગની ઓફિસમાં ગુલાબજળ છાંટીને પવિત્ર કરવામાં આવી અને કહેવામાં આવ્યું કે આજે ભાજપનું ઉથાપન થયું હતું.

જામનગરમાં પરાણે પ્રીતનો કિસ્સો : ૧૦ વર્ષના જુના પ્રેમી સામે ફરીયાદ

0

જામનગરના પુષ્કરધામ સોસાયટી વિસ્તારમાં પરાણે પ્રીતનો કિસ્સો: ૧૦ વર્ષના જુના પ્રેમી જામ રાવલના શખ્સ સામે ફરિયાદ

  • પરણીતાના ઘરે આવી આરોપીએ બળજબરીપૂર્વક હાથ પકડી પોતાની સાથે લગ્ન કરી લેવા દબાણ કરી ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦ માર્ચ ૨૬, જામનગરમાં પુષ્કરધામ સોસાયટી વિસ્તારમાં પરાણે પ્રીત નો કિસ્સો સામે આવ્યો છે, અને એક પરણીત યુવતીને તેણીના ૧૦ વર્ષ જૂના પ્રેમીએ ઘરમાં ઘૂસી આવી બળજબરીપૂર્વક હાથ પકડી પરણિતાને પોતાની સાથે લગ્ન કરી લેવા માટે દબાણ કરી ધમકી આપવાની અને લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની, અને પોતે પણ મરી જવાની ધમકી આપી હોવાથી મામલો સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો.આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીતસાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં પોતાના માતા પિતાને ઘેર પતિ સાથે આંટો દેવા માટે આવેલી એક પરણિત યુવતિ એ પોતાના પૂર્વ પ્રેમી એવા કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામના વતની જુનેદ જુસબ ખેરાણી સામે પોતાનું બાવડું પકડી પોતાની સાથે લગ્ન કરી લેવા માટે દબાણ કરી ધાક ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આરોપી કલ્યાણપુર તાલુકાના જામરાવલ ગામનો વતની છે, અને પરણિત યુવતી સાથે આજથી દસ વર્ષ પહેલા આરોપી પ્રેમ સંબંધ ધરાવતો હતો. પરંતુ ફરિયાદી યુવતીએ કચ્છ જિલ્લાના આદિપુર ના એક યુવાન સાથે લગ્ન કરી લીધા હતા, અને જે લગ્નમાં થકી હાલ આઠ વર્ષનું એક સંતાન પણ છે, અને તેણી કચ્છમાં પતિ સાથે રહે છે. દરમિયાન ગઈકાલે પોતાના પતિ અને બાળક સાથે જામનગરના પુષ્કર ધામ સોસાયટીમાં રહેતા પોતાના માતા પિતાને ઘેર આંટો દેવા માટે આવી હતી, જ્યાં ઉપરોક્ત આરોપી જુનેદ ઘરમાં ઘૂસી આવ્યો હતો, અને હાથ પકડી લઈ પોતાની સાથે લગ્ન નહીં કરે તો તને મારી નાખીશ, અને હું પણ આપઘાત કરી લઈશ તેવી ધમકી આપી હોવાથી આ પોલીસ ફરિયાદ કરી છે. જે બનાવ સંબંધે સિટી એ. ડિવિઝનના પીએસઆઇ એલ. બી. જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગર : માર્કેટિંગ યાર્ડના વેપારીનું બાઈક ચોરી જનાર તસ્કર LCB ના હાથે ઝડપાયો

0

જામનગરમાં કેવી રોડ પર કાચની ખરીદી કરવા ગયેલા માર્કેટિંગ યાર્ડના વેપારીનું બાઈક ચોરી જનાર તસ્કર એલ.સી.બી. ના હાથે ઝડપાયો

  • જામનગરની જી.જી હોસ્પિટલ ના પાર્કિંગમાંથી તેમજ સમર્પણ સર્કલ પાસેથી વધુ ત્રણ મોટર સાયકલ ચોરી થઈ ગયા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯, માર્ચ ૨૬ જામનગર ના કાશી વિશ્વનાથ રોડ પરથી એક વેપારી યુવાનનું તાજેતરમાં બાઇક ચોરાયું હતું, જે વાહન ચોરીનો ભેદ ઉકેલાયો છે, અને એલસીબી ની ટીમે એક તસ્કરને ઝડપી લીધો છે. આ ઉપરાંત જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાંથી એક બાઈક ચોરાયું છે, જ્યારે સમર્પણ સર્કલ ચોકડી પાસેથી બે મોટરસાયકલ ચોરી થઈ ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.જામનગર નજીક દડીયા ગામમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં દુકાન ચલાવતા વેપારી દીપેશભાઈ ચંદુલાલ લખીયર કે જેઓ ગત બીજી તારીખે પોતાનું બાઈક લઈને કાશી વિશ્વનાથ રોડ પર એક કાચના વિક્ર્તાને ત્યાં ખરીદી કરવા માટે ગયા હતા, અને પોતાનું મોટરસાયકલ દુકાનની બહાર પાર્ક કરીને રાખ્યું હતું. દરમિયાન તેઓનું બાઈક ચોરી થઈ ગયું હતું, આ બનાવ અંગે દીપેશભાઈ લખીયારે જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં એલ.સી.બી. ની ટીમે સીસીટીવી કેમેરાની મદદથી તસ્કરને શોધી કાઢ્યો હતો. જામનગરના ધરાર નગર વિસ્તારમાં રહેતા જીતેન્દ્ર ભનુભાઈ રીબડીયા નામના ૩૬ વર્ષના શખ્સને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી રૂપિયા ૩૦ હજારની કિંમતનું ચોરાઉ બાઈક કબજે કરી લીધું છે. જેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

આ ઉપરાંત જામનગર શહેરમાંથી વધુ ત્રણ મોટર સાયકલની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાંથી એક બાઇક ચોરાયું છે, જ્યારે અન્ય બે બાઈક સમર્પણ સર્કલ ચોકડી પાસેથી ચોરાયા છે.જામનગર નજીક મસીતીયામાં રહેતા અફઝલ ગફારભાઈ ખફી નામના યુવાને પોતાનું બાઈક જી.જી. હોસ્પિટલના પાર્કિંગમાં રાખ્યું હતું, ત્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.આ ઉપરાંત જામનગર તાલુકાના નાઘુના ગામમાં રહેતા અને અભ્યાસ કરતા રાજદીપસિંહ ભાવસંગજી જાડેજા નામના વિદ્યાર્થી યુવાને પોતાનું બાઈક સમર્પણ સર્કલ ચોકડી પાસે ના પાર્કિંગમાં રાખ્યું હતું, જ્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા નું પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં જાહેર કર્યું છે.આ ઉપરાંત જામનગરમાં દ્વારકેશ સોસાયટીમાં રહેતા વિપુલભાઈ જોગલ નામના ૨૫ વર્ષના આહિર યુવાને પણ જામનગરના સમર્પણ સર્કલ નજીકના પાર્કિંગમાં રાખેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા હોવાથી પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

જામનગરમાં ટી.ટવેન્ટી વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ભારતની શાનદાર જીતનો જશ્ન

0

ટી.ટવેન્ટી વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ભારતની શાનદાર જીત નો જામનગર વાસીઓએ ભવ્ય જશ્ન મનાવ્યો : ઠેર ઠેર ભવ્ય આતશબાજી થઈ

  • શહેરના હવાઈ ચોક, ચાંદી બજાર, રણજીત નગર, સાધના કોલોની, સહિતના અનેક વિસ્તારોમાં લોકો હાથમાં તિરંગા ઝંડા સાથે જીતનો જશ્ન મનાવવા ઉતરી પડ્યા

  • શહેરના અનેક વિસ્તારોમાં ભવ્ય આતશબાજીથી દિવાળી જેવો માહોલ

  • યુવાનો તિરંગા ઝંડા સાથે બાઈક પર ‘ભારત માતાકી જય’ ના નારા સાથે નીકળી પડ્યા

દેશ દેવી ન્યુઝ .જામનગર તા ૯, માર્ચ ૨૬ અમદાવાદમાં રમાયેલી ટી. ટવેન્ટી વર્લ્ડ કપ ની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચમાં ગઈકાલે રાત્રે ભારતે શાનદાર જીત મેળવી લઇ વર્લ્ડ કપ સતત બીજી વખત અને કુલ ત્રીજી વખત પોતાના નામે કરી લીધો હતો, જેના જીતનો ભવ્ય જશ્ન જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે જોવા મળ્યો હતો, અને શહેરમાં ઠેર ઠેર આતશબાજી થઈ હતી, અને જાણે કે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં યુવા ક્રિકેટ પ્રેમીઓ પોતાના હાથમાં તિરંગા લઈને નીકળી પડ્યા હતા, અને ઢોલ નગારા સાથે શાનદાર જીતની ઉજવણી કરી હતી. તેમજ કેટલાક યુવાનો પોતાના હાથમાં તિરંગા ઝંડા લઈને બાઇક પર ‘ભારત માતાકી જય’ ના નારા સાથે પણ શહેરમાં ઘુમી વળ્યા હતા, અને ભારે ક્રિકેટ ફીવર સર્જાયો હતો.જામનગર શહેરના હવાઈચોક સહિતના અલગ અલગ વિસ્તારોમાં મોટા સ્ક્રિન પર ભારત અને પાકિસ્તાનની મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા માટે અનેક ક્રિકેટ પ્રેમીઓ ઠેર ઠેર ઉમટેલા જોવા મળ્યા હતા, અને ભારતે પ્રથમ બેટિંગ કરીને શાનદાર ૨૫૫ રન ખડકી દીધા હતા, ત્યારે ચોકકા છક્કાની રમઝટમાં દર્શકોએ તાલીઓ પાડી સિટી વગાડીને ખુશી વ્યક્ત કરી હતી, ત્યારબાદ બીજા દાવમાં હરીફ ન્યુઝીલેન્ડની ટિમ ની ટપોટપ વિકેટો પડતી ગઈ, ત્યારે દરેક પણ ક્રિકેટ પ્રેમીઓની ચિચિયારી થી શહેરના અનેક વિસ્તારો ગુંજી ઉઠ્યા હતા, અને ભારતની જીત બાદ અનેક સ્થળે ભવ્ય આતશબાજી કરાઈ હતી, તેમજ દેશભક્તિના નારા ગજવ્યા હતા, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં દેશ પ્રેમ ની પણ ઝલક જોવા મળી હતી.ખાસ કરીને શહેરના હવાઈ ચોક વિસ્તારમાં સવિશેષ ઉજવણી જોવા મળી હતી, અને હજારો ક્રિકેટ પ્રેમીઓ મોડી રાત્રે સુધી એકત્ર થયેલા અને ઢોલ નગારા ના તાલે ‘ભારત માતા કી જય’ ના નારા સાથે ઝૂમી ઉઠેલા જોવા મળ્યા હતા.ભારતની ટી. ટ્વેન્ટી વર્લ્ડ કપ માં ફાઇનલ મેચમાં જીત બાદ, અને વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ રાત્રીના ૧૧.૩૦ વાગ્યા પછી જામનગર શહેરમાં અનેક ક્રિકેટ પ્રેમીઓ પોતાના હાથમાં તિરંગો ઝંડો લઈને બાઈક પર નીકળી પડ્યા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

જામનગરના હોમગાર્ડ વિભાગમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તમામ પ્લાટુનને મહિલા દ્વારા લીડ કરાઈ

0

જામનગરના હોમગાર્ડ વિભાગમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે તમામ પ્લાટુનને મહિલા દ્વારા લીડ કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ માર્ચ ૨૬, જામનગરના હોમગાર્ડ વિભાગમાં આજે આઠમી માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાખવામાં આવેલી વિશેષ પરેડની તમામ પ્લાટુનને મહિલાઓ દ્વારા લીડ કરવામાં આવી હતી.ત્યારબાદ જિલ્લા હોમગાર્ડઝ કચેરી ખાતે મહિલાઓના હાથે કેક કટિંગ સેરેમનિ આયોજિત કરવામાં આવી હતી.!આ તકે જિલ્લાના કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા અને સ્ટાફ ઓફિસરો મહિલા ઓફિસર પ્રેક્ષાબેન ભટ્ટ દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ આપવામાં આવી.!આ તકે સીટી યુનિટના ઓફિસરો અને હોમગાર્ડઝ ભાઈઓ તથા બહેનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.