જામનગર જિલ્લાના ધ્રોળ પંથકની એક હોસ્ટેલમાં ૧૭ વર્ષની વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આપઘાત કરી લેતાં પરિવારજનો ભારે શોકમગ્ન
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૮ માર્ચ, ૨૬, જામનગર જિલ્લામાં ફરી એકવાર વિદ્યાર્થી જીવનને ઝંઝોળતી દુખ:દ ઘટના સામે આવી છે. ધ્રોલ સ્થિત જી.એમ. પટેલ સ્કૂલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ૧૭ વર્ષીય વિદ્યાર્થિનીએ ગઈકાલે ગળાફાંસો ખાઈ લઈ પોતાની જીવાદોરી ટૂંકાવતાં શિક્ષણ જગત અને પરિવારજનોમાં ભારે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ બનાવને પગલે ધ્રોલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, જ્યારે વિદ્યાર્થીનીના વાલીઓએ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરી પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માંગ ઉઠાવી છે.
મળતી માહિતી મુજબ દ્રારકા-ખંભાળિયા વિસ્તારની રહેવાસી અને ધોરણ-૧૧ સાયન્સમાં અભ્યાસ કરતી હિરલ હાથિયા નામની ૧૭ વર્ષીય વિદ્યાર્થિની ધ્રોલની જી.એમ. પટેલ સ્કૂલની હોસ્ટેલમાં રહેતી હતી. શનિવારે જ હિરલને તેના વાલીઓ હોસ્ટેલમાં મૂકી ગયા હતા. પરંતુ થોડા જ સમયમાં આ દુખ:દ ઘટના બનતાં પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
હિરલે હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.એ.કુબાવતે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. બાદમાં મૃતદેહને કાયદેસરની કાર્યવાહી માટે જામનગર ખસેડી પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો.હાલ સુધી વિદ્યાર્થીનીએ આ પગલું કયા કારણસર ભર્યું તે અંગે સ્પષ્ટ કારણ બહાર આવ્યું નથી. ઘટનાના રહસ્યને ઉકેલવા ધ્રોલ પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. બીજી તરફ વિદ્યાર્થીનીના વાલીઓએ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરી પેનલ પોસ્ટમોર્ટમ કરવાની માંગ કરી છે, જેથી સમગ્ર મામલાની સચ્ચાઈ સામે આવી શકે.
આ બનાવે શિક્ષણ જગતમાં પણ ચિંતાનો માહોલ સર્જ્યો છે. સહપાઠીઓ અને શિક્ષકો માટે પણ આ ઘટના અત્યંત દુઃખદ બની છે. સમાજને સંદેશ આપતો અંત આવી દુઃખદ ઘટનાઓ સમાજ માટે ગંભીર ચેતવણી સમાન છે. વિદ્યાર્થીઓ પર વધતું માનસિક દબાણ, એકલતા અને ભય જેવી લાગણીઓને સમયસર સમજવી અને તેમની સાથે સંવાદ જાળવવો અત્યંત જરૂરી બની ગયો છે. પરિવાર, શિક્ષકો અને સમાજ જો વિદ્યાર્થીઓને પ્રેમ, સમજ અને સહારો આપે તો કદાચ અનેક નિર્દોષ જીવ બચાવી શકાય. દરેક બાળકનું જીવન અમૂલ્ય છે તેને સાચવવાની જવાબદારી આખા સમાજની છે.

તેના અનુસંધાને
જે જામીન અરજીમાં નયનભાઈના વકીલ દ્વારા લેખિત તથા મોખિક પુરાવા રજુ કરવામાં આવેલ અને બાદ બન્ને પક્ષોની રજુઆતો ધાને નામદાર કોર્ટે એવું તારણ કાઢવામાં આવેલ હોય કે સદરહુ તકરારી જમીન જેના સર્વે નં. ૧૩૧ ગોરધનભાઈ કથીરિયાની માલીકીની હોય અને ખેડાણ કરવા આરોપીના પિતાને આપવામાં આવેલ હોય અને આરોપીના પિતા આશરે ૧.૫ વર્ષ પહેલા અવશન પામેલ હોય તેમજ હાલની ફરિયાદ નોંધાયા પહેલા જ ઓગસ્ટ ૨૦૨૫ માં તકરારી જમીન ખાલી કરી ફરિયાદીને સોપી આપેલ હોય તેમજ નયનભાઈના ભાઈ વિમલભાઈ કે જેઓ ૨ વર્ષથી કતાર, દુબઈ મુકામે નોકરી કરતાં હોય તેમજ આરોપીઓની કોડિયલ ઇંટોરેગેશન માટે જરૂર ન હોય જે તમામ સંજોગો ધ્યાને લઈ નયનભાઈ રમેશભાઈ કથીરિયાને આગોતરા જામીન પર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ હતો.
ઉપરોક્ત કામે આરોપી નયનભાઈ રમેશભાઈ કથીરિયા તરફે જામનગરના

દરમિયાન એલસીબીની ટુકડીએ ચોક્કસ બાતમી ના આધારે ઉપરોક્ત મકાનમાં ચોરી કરનાર જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક બાવરીવાસમાં રહેતા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ , માર્ચ ૨૬ જામનગરએ ઉત્સવપ્રેમીઓનું શહેર છે. ત્યારે શહેરમાં ગઇકાલે ધૂળેટી પર્વ ની પણ ઉલ્લાસપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. લોકો મિત્ર વર્તુળ અને સ્નેહીજનો સાથે રંગે રમવા નીકળી પડ્યા હતા, અને શહેરનાં માર્ગો પર રંગોત્સવની ગૂંજ જોવા મળી હતી. શેરી-ગલીઓમાં સોસાયટીઓમાં ડી.જે. સાઉન્ડનાં સથવારે પણ લોકોએ રંગોની મોજ માણી હતી. તો શહેરની આસપાસ આવેલ કેટલાક રીસોર્ટ – રેસ્ટોરન્ટ સહિતનાં વ્યવસાયિક એકમોમાં પણ ધૂળેટીને લઇને પૂલપાર્ટી સહિતનાં વિવિધ આયોજનો થયા હતાં.ખાસ કરીને યુવા વર્ગે મનભરીને રંગોત્સવ ઉજવ્યો હતો.
જામનગર શહેરના તમામ મુખ્ય માર્ગો પર સવારે ૧૦.૦૦ વાગ્યાથી લઈને બપોરે ૨,૦૦ વાગ્યા સુધી લોકો રંગોતસ્વ મનાવતા જોવા મળી રહ્યા હતા, અને ઠેર ઠેર રંગોની છોડ ઉડી રહેલી જોવા મળી હતી.
જામનગરની મેડિકલ કોલેજના તબીબી વિદ્યાર્થીઓ અને અન્ય તબીબો કે જેઓ મેડિકલ ક્વાર્ટર્સ તેમજ મેડિકલ હોસ્ટેલ વગેરેમાં વસવાટ કરે છે, તેઓએ ધૂળેટી નું પર્વ ભારે ઉત્સાહભર્યા વાતાવરણમાં મનાવ્યું હતું, અને એકબીજા પર કલર ઉડાવી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી, ઉપરાંત પાસેજ આવેલી નર્સિંગ સ્ટાફ કોલોનીમાં વસવાટ કરતા જી.જી. હોસ્પિટલના નર્સિંગ વિભાગના તમામ નર્સિંગ સ્ટાફ વગેરેએ પણ ધૂળેટીનું પર્વ ખૂબજ ધામ ધૂમ અને ઉત્સાહપૂર્વક મનાવ્યું હતું, અને એકબીજા પર રંગ ઉડાવીને ઉત્સવની ઉજવણી કરી હતી.
આથી કલમ ૧૮(૧) મુજબ સીધી ફરીયાદ કરવામાં આવી હતી , જેની સુનાવણી જામનગર માં કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ થી ગત તા. ૩૦-૧-૨૬ ના રાખવા માં આવી હતી. જેમાં ગૌતમ ગોહિલ, જેલર અને જેલ સુપ્રીન્ટેડેન્ટ હાજર રહ્યા હતા, આ વખતે એડવોકેટ ગૌતમ ગોહિલ એ કાયદાકીય તલસ્પર્શી રજુઆત કરી હતી. આ ફરીયાદ કમ બીજી અપીલ અંગે આયોગે તા. ૩-૨-૨૬ ના જેલર અને જેલ સુપ્રી-ટેન્ડેન્ટ ને હુકમ કર્યા ના ૧૫ દિવસ.માં માહીતી પુરી પાડવાનો હુકમ ફરમાવ્યો છે. આથી જેલ તંત્ર માં ખળભળાટ મચી જવા પામ્યો છે.
