Saturday, October 10, 2026
Home Blog Page 31

જામનગરમાં હોમગાર્ડ જવાનોએ એડવાન્સમાં ધુળેટી ની ઉજવણી કરી

0

જામનગર શહેરમાં ધુળેટી ના તહેવારમાં હોમગાર્ડ ની ફરજ બજાવતા જવાનો દ્વારા એડવાન્સમાં ઉજવણી કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ માર્ચ ૨૬, હોમગાર્ડઝના સભ્યો દરેક તહેવારો માં ખડેપગે પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવતાં હોવાથી તહેવારોની મજા માણી શકતાં નથી.! જેને લઈ ને જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયા દ્વારા ગઈકાલે રવિવારે પરેડ ગ્રાઉન્ડ પર ફુલો દ્વારા હોળીની એડવાન્સ ઉજવણી સભ્યો સાથે કરવામાં આવી હતી.દરેક સભ્યોને પોતાના અંગત સ્વાર્થ., રાગદ્વેષ, મનમૂટાવ, ઝગડાઓ ભુલી જઈને હોલિકા દહનના હવનમાં હોમી દેવા વિનંતી કરી. હતી, તેમજ ધુળેટી પર્વ ની એડવાન્સ ઉજવણી કરવામાં આવી હતી.

જામનગર પોલીસની નેત્રમ ટીમને રાજ્યના DGP દ્વારા પુરસ્કૃત કરાયા

0

જામનગર જિલ્લા પોલીસ વિભાગની ત્રીજી આંખ (નેત્રમ વિભાગ) ચાંપતી નજર રાખવામાં રાજ્યભરમાં રેન્કિગમાં બીજા સ્થાને

  • ત્રિમાસિક કામગીરી દરમિયાન પ્રશંસનીય કામગીરી કરી હોવાથી ગુજરાત રાજ્યના ડીજીપી દ્વારા નેત્રમની ટીમને પુરસ્કૃત કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮, જામનગર જિલ્લા પોલીસ વિભાગની કમાન્ડ કન્ટ્રોલ (નેત્રમ) ની ટીમ કે જેઓએ જામનગર જિલ્લામાં ત્રિમાસિક કામગીરી ના રિપોર્ટ દરમિયાન અસરકારક અને પ્રસંશનીય કામગીરી કરી હોવાથી ત્રિમાસિક ગાળાના રિપોર્ટના અનુસંધાને સમગ્ર રાજ્યમાં બીજા રેન્ક સાથે અવવલ કામગીરી કરી હોવાથી રાજ્યના ડી.જી.પી. દ્વારા જામનગર નેત્રમ વિભાગની ટીમને પુરકૃત કરાયા હતા, અને જિલ્લા પોલીસવડા સહિત સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.જામનગર જિલ્લા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી વિશ્વાસ પ્રોજેકટ હેઠળના ‘વન નેશન, વન પ્રોગ્રામ’ પ્રોજેક્ટ હેઠળ ટ્રાફિક નિયમનો તથા શહેરમા બનતા ગુન્હાનાઓની શોધ માટેની કામગીરી કરવામા આવે છે. જેમા જામનગર ‘નેત્રમ’ ટીમ દવારા તા.૦૧.૧૦.૨૦૨૫ થી તા.૩૧.૧૨.૨૦૨૫ દરમ્યાન ત્રીમાસીક ક્વાર્ટર-૪ માં જામનગર જિલ્લા ના પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ ની સુચના મુજબ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના પો.સબ.ઇન્સ. બી.બી.સિંગલ માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ. પરેશભાઇ એ.ખાણધર, પો.હેડ.કોન્સ પ્રદિપસિંહ સોઢા તથા નેત્રમ ની ટીમની અથાગ મહેનતથી હિટ એન્ડ રનના -૨૬ કેસો, ગુમ-૦૧, ચોરી-૨૪, લુંટ-૦૨, ભયજનક રીતે વાહન ચલાવતા વાહન ચાલક વિરુધ્ધના-૨૨૩ કેસો, તેમજ અન્ય કેસો-૨૯ તથા કુલ ૧૭ અરજદારોને તેમનો સામાન પરત અપાવી કુલ-૩૨૩ ગુના નુ ડિટેક્શન કરી ગુજરાત રાજ્ય કક્ષાએ ડિટેક્શન કેટેગરીમાં જામનગર જિલ્લાને સમગ્ર રાજ્યમાં સેકન્ડ રેંક અપાવી હતી.જે પ્રશંસનીય અને અસરકારક કામગીરી કરવા બદલ ગુજરાત રાજયના ડી.જી.પી ડો. કે.એલ એન. રાવ ના હસ્તે જામનગર પોલીસ વિભાગ ની નેત્રમ ટીમ વતી એ.એસ.આઇ. પરેશભાઇ એ.ખાણધર ને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દવારા સમગ્ર નેત્રમ ટીમને આ પ્રમાણપત્ર મેળવવા બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

જામનગરમાં બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ ને ૧૨ ની પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે થયો પ્રારંભ

0

જામનગર જિલ્લામાં ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ ૧૦ ને ૧૨ ની પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે થયો પ્રારંભ

  • પ્રથમ દિવસે ધોરણ ૧૦ ના ‘ભાષા’ની પરીક્ષા ના પેપરમાં ૨૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા: પ્રથમ દિવસે કોઈ કોપી કેસ નહીં

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬ ફેબ્રુઆરી ૨૬, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાનો પ્રારંભ કરાયો છે, ત્યારે જામનગર જિલ્લામાં કુલ નોંધાયેલા ૧૫,૦૧૬ પરીક્ષાર્થીઓ પૈકી આજે સવારે ધોરણ ૧૦ નું ભાષાનું પેપર લેવાયું હતું, જેમાં કુલ ૧૪,૭૬૭ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે હાજર રહ્યા હતા, જ્યારે ૨૪૯ વિદ્યાર્થીઓ પ્રથમ દિવસની પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.ધોરણ ૧૦માં ગુજરાતી વિષયમાં ૧૨,૬૧૭ વિદ્યાર્થીઓ પૈકી ૨૨૩ ગેરહાજર રહ્યા હતા, હિન્દી ભાષામાં નોંધાયેલા ૯૦ વિદ્યાર્થીઓ પૈકી ૧૦ વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા, અને અંગ્રેજી ભાષાના પેપરમાં નોંધાયેલા ૨૦૬૦ વિદ્યાર્થીઓ પૈકી ૧૬ વિદ્યાર્થીઓ મળી કુલ ૨૦૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાતી માધ્યમમાં ‘સંસ્કૃત પ્રથમા’ ના પેપરમાં કુલ ૪૨ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને તમામ વિદ્યાર્થીઓએ હાજર રહીને પરીક્ષા આપી છે પ્રથમ દિવસની પરીક્ષામાં એક પણ કોપી કેસ નોંધાયો નથી, અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ થયો છે.

જામનગર માં આશાવર્કર અને આંગણવાડી બહેનો દ્વારા પોતાની પડતર માંગણી ના મુદ્દે ધરણા પ્રદર્શન કરાયું

0

જામનગર માં આશાવર્કર અને આંગણવાડી બહેનો દ્વારા પોતાની પડતર માંગણી ના મુદ્દે ધરણા પ્રદર્શન કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫, ફેબ્રુઆરી ૨૬ જામનગર માં આશા વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા આજે કલેક્ટર કચેરી માં પોતાની વિવિધ પડતર માંગણીઓ ને વાચા આપવા માટે ધરણા પ્રદર્શન કર્યા પછી જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવવા માં આવ્યું હતું.આજે દેશભરમાં આંગણવાડી અને આશા વર્કર બહેનો દ્વારા આક્રોશ રેલી , ધરણા , પ્રદર્શન વગેરે નું આયોજન કરવામાં આવ્યું હતું. આશા વર્કર અને આંગણવાડી બહેનો દ્વારા આરોગ્ય વિષયક કામગીરી કરવામાં આવે છે પરંતુ તેમને પૂરતું મહેનતાણું મળતું નથી.અને કામગીરી ઓનલાઈન કરવાની હોય છે પરંતુ તે માટે મોબાઈલ ફોન પણ આપવામાં આવ્યો નથી. આ સહિતના તમામ મુદ્દા ને વાચા આપવા માટે આજે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જામનગરમાં પણ ગુજરાત રાજ્ય આશાવર્કર કર્મચારી સંઘ સંલગ્ન ભારતીય મજ્દૂર સંઘ દ્વારા જિલ્લા કલેકટર કચેરીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવી પોતાની માંગણી ઓ રજૂ કરી હતી.

જામનગર ધરારનગરમાં રીક્ષા ચાલક સુમરા યુવાન અને તેના માતા-પિતા પર હુમલો

0

જામનગરના ધરાર નગર આવાસમાં રહેતા એક રીક્ષા ચાલક યુવાન અને તેના માતા-પિતા પર હુમલો

  • રીસામણે બેઠેલી પત્ની અને તેના પરિવારના ચાર સભ્યોએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ થી ચકચાર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫, ફેબ્રુઆરી ૨૬ જામનગર માં ધરારનગર -૨ વિસ્તારમાં ત્રણ માળિયા આવાસ માં રહેતા યુસુફભાઈ મોહમ્મદભાઈ સુમરા નામના આધેડે પોતાના પત્ની હસીનાબેન તેમજ પોતાના પુત્ર રીક્ષા ચાલક ઈમ્તિયાઝ ઉપર હુમલો કરી દઇ લોહીલુહાણ કરી નાખવા અંગે અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના વેવાઈ તૈયબભાઈ સુમરા, ત્યાં પુત્રવધુ સાઝમીનબેન સુમરા, ઉપરાંત અલ્તાફ સૈયદભાઈ સુમરા, અને શાયરાબેન અલ્તાફભાઈ સુમરા વગેરે સામે ફરિયાદ નોંધાવી છે. જે ત્રણેય ને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુસુફભાઈ નો પુત્ર ઇમ્તિયાઝ કે જે રીક્ષા ચલાવે છે, અને પોતાની રીક્ષા પાર્ક કરી હતી, ત્યાં લેવા માટે જતા પોતાના સસરા તૈયબ ભાઈ સુમરા કે જેઓ તે જ વિસ્તારમાં રહેતી અન્ય એક મહિલા સાથે ઝઘડો કરી રહ્યા હતા, અને તે મહિલા એકલી હોવાથી તેની સાથે સમગ્ર પરિવારને ઝઘડો કરવાની ના પાડવા જતાં તૈયબભાઈ અને તેનો પુત્ર અલ્તાફ, ઉપરાંત સાસુ સાયરાબેન અને પત્ની નાઝમીનબેન કે જે હાલ રીસામણે બેઠી છે. તેઓએ આવીને રીક્ષા ચાલક પર હુમલો કર્યો હતો, અને તારે આ પાડોશી સ્ત્રી સાથે શું સબન્ધ છે, અને શેનું ઉપરાણું લ્યે છે, તેમ કહી ઝઘડો કર્યો હતો.આ વેળાએ રિક્ષાચાલક ઈમ્તિયાઝના માતા-પિતા હુસેનાબેન અને યુસુફભાઈ આવી પહોંચતા તેના ઉપર પણ હુમલો કરી દેવાયો હતો. પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ધ્રોલમાં વેપારીની કારમાં તોડફોડ કરી જાનથી મારી નાંખવાની ધમકી

0

જામનગર : ધ્રોલના વેપારીએ પોતાની કાર ફેરવવા માટે નહીં આપતાં ઉશ્કેરાયેલા શખ્સ દ્વારા વેપારી કારમાં તોડફોડ કરી ધાકધમકી અપાઇ : પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૫ ફેબ્રુઆરી ૨૬, જામનગર જિલ્લાના ધ્રોલમાં એક વેપારીએ પોતાની કાર ફેરવવા માટે નહીં આપતા ઉસકેરાયેલા શખ્સ દ્વારા વેપારીની કારમાં ધોકા મારી તોડફોડ કરી નાખવામાં આવી હતી, અને વેપારીને ધાક ધમકી અપાતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે, અને ધ્રોલ પોલીસ મથકમાં તોડફોડ કરનાર સામે ફરિયાદ નોંધાવાઈ છે.આ બનાવ ની વિગત એવી છે કે ધ્રોળમાં ગોકુલ પાર્ક વિસ્તારમાં રહેતા અને સોમનાથ સિમેન્ટ પ્રોડક્ટ ના નામથી બિલ્ડીંગ મટીરીયલ ના વેપાર અને કારખાનું ધરાવતા થોભણભાઈ લાખાભાઈ ભૂંડિયા નામના વેપારીએ ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ કરીને જણાવ્યું છે કે પોતાની જીજે ૩૬ એ.સી. ૦૦૦૫ નંબરની કાર શિફ્ટ કાર, કે જેના કાચ વગેરેમાં ધોકા ફટકારી નુકસાની પહોંચાડવા અંગે ધ્રોલના જ રહેવાસી બ્રિજરાજસિંહ નિરુભા જાડેજા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પાસેથી આરોપી બ્રિજરાજસિંહ જાડેજા અવારનવાર હરવા ફરવા માટે કાર લઈ જતો હતો, પરંતુ તાજેતરમાં વેપારીએ પોતાની કાર લઈ જવાની ના પાડતાં આરોપી ઉસકેરાયો હતો, અને વેપારીના પત્ની વગેરેની હાજરીમાં જ ઘર પાસે પાર્ક કરવામાં આવેલી કારના કાચના ભાગમાં ધોકા ફટકારી નુકસાની પહોંચાડી દીધી હતી, અને ફરીથી કાર ફેરવવા માટે નહીં આપે, તો પતાવી નાખશે. તેવી ધાક ધમકી આપી હતી, જેથી ધ્રોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.જે મામલે એએસઆઈ ડી.જે. ગાગીયા તપાસ ચલાવી રહ્યા છે.

મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ

0

મોરબીમાં સોની યુવાન ની હત્યા ના વિરોધ માં જામનગર ની ચાંદીબજાર અડધો દિવસ બંધ : ધરણાં સાથે વિરોધ પ્રદર્શન કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ ફેબ્રુઆરી ૨૬, મોરબીમાં સામાન્ય બાબતે સોની યુવાન ની હત્યા નિપજાવાઈ હતી. આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આજે જામનગર માં સોની બજારના વેપારીઓ એ બંધ પાળ્યો હતો, અને ચાંદીબજારમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. સોની વેપારીઓએ હાથમાં સૂત્રો લખેલ પોસ્ટરો પ્રદર્શિત કર્યા હતાં. જેમાં લખાણ કરાયું હતું કે, ‘આરોપીને ફાંસી આપો, ૧૧ માસની બાળકીના પિતા, જતિન સોની ને ન્યાય આપો’ આ પછી કલેક્ટર કચેરી એ આવેદન પત્ર પાઠવી ન્યાય ની માંગણી કરી હતી.

જામનગરમાં ‘પતિ પત્ની અને વોહ’ ના પ્રણય ત્રિકોણ કિસ્સામાં પત્નીને ઘરમાંથી હાંકી કઢાઈ: સાસુને પણ માર માર્યો: પતિ સામે ફરિયાદ

0

જામનગરમાં ‘પતિ પત્ની અને વોહ’ ના પ્રણય ત્રિકોણ કિસ્સામાં પત્નીને ઘરમાંથી હાંકી કઢાઈ: સાસુને પણ માર માર્યો: પતિ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ ફેબ્રુઆરી ૨૬, જામનગરમાં હાપા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પતિ પત્ની અને વોહ ના પ્રણય ત્રિકોણ કિસ્સામાં નવો વળાંક આવ્યો છે. પતિએ અન્ય યુવતીના પ્રેમમાં પડી જઇ પોતાની પત્નીને ત્રાસ આપી ઘરમાંથી હાંકી કાઢી છે, ઉપરાંત તેની સાસુ ઉપર પણ હુમલો કરી દીધો હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને પતિ સામે ફરિયાદ નોંધાવાઇ છે.જામનગરમાં હાપા ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતી ભાવનાબેન જયંતીભાઈ રાજગોર નામની ૩૮ વર્ષની યુવતી ના લગ્ન આજથી બાર વર્ષ પહેલા જામનગરના પરેશકુમાર આશા સાથે થયા હતા. જો કે બાર વર્ષના લગ્ન ગાળા દરમિયાન કોઈ સંતાન પ્રાપ્ત થયું નથી.શરૂઆતમાં સંયુક્ત પરિવારમાં પતિ પત્ની રહેતા હતા, પરંતુ થોડા સમય બાદ પતિ પત્ની અલગ રહેવા માટે ચાલ્યા ગયા હતા, ત્યાં પતિએ પોતાની પત્નીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું, જેથી પત્ની ભાવનાબેન રીસાઈને પોતાના માવતરે રહેવા માટે આવી ગઈ હતી, અને છેલ્લા ત્રણ મહિનાથી પતિ પરેશકુમાર આશા જામનગર ની નયનાબેન મોતા નામની અન્ય એક મહિલાના પ્રેમમાં પડ્યા છે, અને તેની સાથે રહેવા માટે ચાલ્યા ગયા હોવાથી પતિ સાથે આ બાબતે ઝઘડો થયો હતો. પરેશ આશા એ ઉસ્કેરાઈને પોતાની પત્ની ભાવનાબેન ના ઘેર ધસી આવ્યો હતો, અને માથાકૂટ કરી હતી. આ વેળાએ તેણીના સાસુ સાવિત્રીબેન કે જેઓએ સમજાવવા જતાં પરેશ ઉશ્કેરાયો હતો, અને પોતાના સાસુ સાથે ઝપાઝપી કરી હુમલો કરી દીધો હતો.આખરે આ મામલો પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે અને ભાવનાબેને પોતાના પતિ પરેશ આશા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે એએસઆઇ શોભરાજસિંહ જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગરમાં સિક્કાના બહુચર્ચિત બનેલા બળાત્કાર કેશમાં આરોપી નિર્દોષ

0

જામનગર : સિક્કાના ચકચારી બળાત્કાર કેશમાં આરોપી નિર્દોષ : ફરીયાદ પક્ષ આરોપી સામેનો કેસ સબીત કરવામાં નિષ્ફળ નીવડેલ છે : સેસન્સ કોર્ટ

દેશ દેવી ન્યુઝ તા. ૨૩ ફેબ્રુઆરી ૨૬ આ કેશની ટુકમાં હકીકત એવી છે કે, જામનગર ના સીકકા માં નોકરી કરતા ચીંતન પ્રેમજીભાઈ ગોહીલ નાઓએ ભોગ બનનાર સાથે લગ્ન કરવાનાજ છે અને મૈત્રી કરાર કરી અને શાથે રહેલ અને ભોગબનનાર દ્વારા શરીર શંબંધ બાંધવાની ના પાડતા આરોપીએ છરી બતાવી ભોગબનનાર તથા તેના પરીવારને નુકશાન પહોચાડવાની અને ફરીયાદીના ભાઈ ને મારી નાખવાની ધમકી આપી ભોગબનનાર સાથે બળજબરી થી અવાર નવાર શરીર શંબંધ બાંધી બળાત્કાર કરેલ તે મુજબની હકીકતો વાળી ફરીયાદ સિક્ક પોલીસ સ્ટેશેનમાં આવતા આરોપી ચીંતન પ્રેમજીભાઈ ગોહીલ સામે સીકકા પોલીસ સ્ટેશન માં આઈ.પી.સી કલમ ૩૭૬ (૨) (એન) તથા ૫૦૬ મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી.આરોપીની ધોરણસર અટક કરવામાં આવેલ અને આરોપી સામે જામનગર કોર્ટમાં ચાર્જસીટ ફાઈલ કરવામાં આવેલ જે કેશ જામનગર સેસન્સ કોર્ટમાં ચાલવા પર આવતા ફરીયાદ પક્ષે કુલ ૫ મૈખિક અને ૨૧ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ અને આરોપી તરફે પણ બચાવમાં કુલ ૨ દસ્તાવેજો રજૂ કરવામાં આવેલ અને ફરીયાદ પક્ષે પોતાનો કેશ નીશંક પણે સાબીત કરેલ છે અને આરોપીને મહતમ સજા કરવા સરકાર તરફે રજુઆત કરવામાં આવેલ જે સામે આરોપી તરફે વકીલ અશોક એચ.જોશી દ્વારા વિવિધ કાયદાકીય મુદાઓ પર દલીલો કરી અને ફરીયાદ પક્ષ પોતાનો કેશ શાબિત કરી શકેલ નથી અને આરોપીને નિર્દોષ ઠેરવી છોડી મુકવા રજુઆત કરેલ ઉભયપક્ષોની દલીલો સાંભળી જામનગરના એડી.સેસન્સ જજ સાહેબ દ્વારા ફરીયાદ પક્ષ પોતાનો કેશ નીશંક પણે સાબીત કરી શકેલ નથી તેવું ઠેરવી આરોપી ચીંતન પ્રેમજીભાઈ ગોહીલ ને નીર્દોષ ઠેરવી છોડી મુકવા હુકમ કરેલ છે.આ કામે આરોપી તરફે વકીલ અશોક એચ. જોશી રોકાયેલ હતા.

જામનગરમાં ૮ આસામીઓના ઘરમાંથી ૭. ૭૬ લાખની વિજચોરી પકડાઈ

0

જામનગરના પટ્ટણીવાડ ,સુમરાચાલી , ટીટોડીવાડી , ખોજાનાકા વિસ્તાર માં પોલીસ તથા વીજ કંપની દ્વારા ચેકીંગ

  • વીજ ચેકીંગ દરમિયાન વીજ ચોરી અંગે ના ૮ કેસો કરાયા; કુલ રૂ. રૂ.૭,૭૬,૬૦૩ નો દંડ ફટકારાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૨ ફેબ્રુઆરી ૨૬, જામનગરમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા શખ્સો ને ત્યાં ગઈકાલે પોલીસ અને વીજ કંપની દ્વારા સંયુક્ત રીતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાવરચોરી ના ૮ કેસો મળી આવ્યા હતા. જામનગરના પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ની સુચના થી જામનગર શહેર ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન મુજબ સીટી ‘ એ ‘ ડીવી. પો.સ્ટે.ના પો.ઇન્સ..એન.એ.ચાવડા તથા એલ.સી.બી. પો.ઇન્સ. વી.એમ.લગારીયા તથા એસ.ઓ.જી. પો.ઇન્સ બી.એન.ચૌધરી તથા સીટી એ ડીવી. પો.સ્ટે. સર્વેલન્સ સ્કોડ , એલ.સી.બી.,એસ.ઓ.જી તથા પેરોલ સ્કોડના સ્ટાફ સાથે વીજ કંપની ના ડેપ્યુટી એન્જીનીયર એસ.આર.પરમાર તથા જુનીયર એન્જીનીયર વી.જી.શર્મા તથા એચ.એમ.વડગામા તથા પીજીવીસીએલ ની ટીમો સાથે પટણીવાડ, સુમરાચાલી , ટીટોડીવાડી,ખોજાનાકા વિસ્તારમાં અસામાજીક ઇસમોની ગેરકાયદેસર પ્રવૃતિ નિયંત્રણમાં રહે અને કાયદો અને વ્યવસ્થા ની સ્થિતી જળવાઇ રહે તે માટે સીટી એ. ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમા ખાસ કોમ્બીંગ ઓપરેશન દરમ્યાન વીજ ચોરી કરતા હોવાનુ જણાયું હતું.જેમાં , રેહાન ઇકબાલ બેલીમ (રહે.પટણીવાડ) ના મકાન માં એકસ્ટ્રા વાયર થી વીજચોરી પકડાયેલ માંથી રૂ.૨૦૬૩૧૩ નો દંડ, જુનેદ અબ્દુલ રજાકભાઇ પટણી ( રહે. પટણીવાડ ) ના મકાન માં પણ એકસ્ટ્રા વાયર થી વીજચોરી થતી હોવાનું જોવા મળતા રૂ.૨૪૯૪૪૦, હનીફભાઇ ઉમરભાઇ પંજા (રહે. પટણીવાડ) ના મકાન માં ડાયરેકટ લંગર વાયર થી વીજચોરી પકડાયેલ આથી રૂ.૨૫૨૩ નો દંડ, શહેનાઝ ફારૂકહુશેન શેખ (રહે.પટણીવાડ) ના મકાન માં એકસ્ટ્રા વાયર થી વીજચોરી પકડાયેલ આથી રૂ.૧૦૩૧૬૮ , અખતર હસનભાઇ કોઠારી (રહે. પટણીવાડ) ના મકાન માં ડાયરેકટ લંગર વાયર થી વીજચોરી પકડાયેલ જેથી રૂ.૯૦૧૨૩ નો દંડ , અબ્દુલ ગની ઉમરભાઇ બસર ( રહે. મચ્છીપીઠ વાધેરવાડો) ના મકાન માં વીજચોરી પકડાયેલ તેથી રૂ.૨૦,૦૦૦, નો દંડ, નુરમામદ હાસમભાઇ ખફી (રહે. કિશાન ચોક) , એકસ્ટ્રા વાયર થી વીજચોરી થતી હોવા નું જોવા મળતા રૂ.૧,૦૦,૦૦૦ નો દંડ અને હુસેન ઓસમાણ મુરીમા ( રહે. ટીટોડી વાડી) ના મકાન માં ડાયરેકટ લંગર વાયર થી વીજચોરી થતી હોવા નું જણાતા રૂ.૫૦૩૪ નો દંડ કરવામાં આવ્યો હતો.આમ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો ના રહેણાંકે ચેકીંગ કાર્યવાહી દરમ્યાન ડાયરેકટ લંગર થી વિજચોરી કરતા-૪ કેસો તથા મીટર હોવા છતા પાવરચોરી કરતા-૪ કેસો કરી,તથા દંડ રૂ.૭,૭૬,૬૦૩ -અને વિજ જોડાણ કાપી નાખવામા આવ્યા છે. તેમજ અગાઉ ગુનાહિત પ્રવુતિ ધરાવતા તેમજ વીજચોરી કરતા પકડાયેલ ૧૦ થી વધુ ઇસમોને ત્યા પણ વીજચેકીંગ કાર્યવાહી કરવામા આવેલ હતી. તેમજ ગઈકાલ તા.૨૧/૦૨/૨૦૨૬ ના રાત્રી ના પાંચહાટડી સૈફી હોસ્પીટલ પાસે ના બનાવમા ફરીયાદી ઓસમાણ મુસાભાઇ ખફી ને માર મારવાના ગુનામા સંડોવાયેલ આરોપીઓ, રેહાન ઇકબાલ બેલીમ,સદામ ઉર્ફે ઇંડો શેખ, રઉફ બેલીમ શાહનવાઝ ખીલજી,શાકીર ખીલજી, મહમદ પંજા, અલસમ કાદર શેખ, સદામ હનીફ પંજાને પકડી પાડવા ખાસ કોમ્બીંગ ઓપરેશન હાથ ધરવામા આવ્યુ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.