Saturday, October 10, 2026
Home Blog Page 32

જામનગર : સગપણ માટે યુવતિને જોવા ગયેલા માલધારી પરિવારના પાંચ સભ્યોને માર પડ્યો : ૧૦ સામે ફરિયાદ

0

જામનગર તાલુકાના મોડપર ગામમાંથી કાલાવડમાં સગપણ માટે યુવતિને જોવા ગયેલા માલધારી પરિવારના પાંચ સભ્યોને માર પડ્યો ; ૧૦ શખ્સો સામે હુમલા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯, ફેબ્રુઆરી ૨૬ જામનગર તાલુકાના મોડપર ગામમાં રહેતા માલધારી પરિવારના પાંચ સભ્યો સગપણ કરવા માટે કાલાવડ ટાઉન માં ગયા હતા, જ્યાં ૧૦ જેટલા શખ્સોએ ઉશ્કેરાઈ જઈ પાંચેય વ્યક્તિ પર હુમલો કરી દીધા ની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે, જે મામલે કાલાવડ ટાઉન પોલીસ વધુ તપાસ ચલાવે છે.જામનગર તાલુકાના મોડપર ગામમાં રહેતા અને માલધારી તરીકે નો વ્યવસાય કરતા લાલસુરભાઈ ઉર્ફ લાલાભાઇ હીરાભાઈ ઘોડા નામના ૪૬ વર્ષના ગઢવી ચારણ ટુવાન કે જેઓ ગઈકાલે પોતાના પરિવારના અન્ય સભ્યો મેરાભાઈ, હાજાભાઇ, અમરાભાઇ વગેરેને સાથે રાખીને કાલાવડ ટાઉનમાં રહેતા હેમશીભાઈ પોલાભાઈ ના ઘેર તેમની બહેન રામીબેનના સગપણ ની વાત કરવા માટે ગયા હતા.જે દરમિયાન કાનાભાઈ દેપાળભાઈ માલાણી સહિત ૧૦ જેટલા સભ્યોએ આવીને હંગામો કર્યો હતો, અને તમામને ધોકા લાકડી વડે હુમલો કરી ઇજાગ્રસ્ત બનાવ્યા હતા, જેથી આ મામલો કાલાવડ પોલીસમાં લઈ જવાયો હતો. જ્યાં પોલીસે લાલસુર ભાઈ ની ફરિયાદના આધારે કાનાભાઈ માલાણી, ગોગન દેપાળભાઈ માલાણી, રણછોડ દેવપાલભાઈ માલાણી, દાનાભાઈ ગોગનભાઈ માલાણી, પીઠાભાઈ સોમનાથભાઈ માલાણી હેલારભાઈ ખીમકરણ માલાણી, રાજલ નાથાભાઈ માલાણી માણસી પાતાભાઈ માલાણી,43 હરજુગ પાતાભાઈ માલાણી, અને જખરા પોલાભાઈ માલાણી સામે ગુ નોંધ્યો છે અને તમામ આરોપીઓને પોલીસ શોધી રહી છે.ફરિયાદી અને તેના પરિવારના સભ્યો રામિબેનના સગપણ ની વાત કરવા માટે ગયા હતા, ત્યાં આરોપીઓને આ સંબંધ પસંદ ન હોવાથી હુમલો કરી દીધા પોલીસમાં જાહેર થયું છે.

જામનગરના બહુચર્ચિત પોક્સો કેસમાં આરોપી નો નિર્દોષ છુટકારો

0

જામનગર : ફરીયાદ પક્ષ કેશ શંકાથી પર સાબીત કરી શકેલ નથી : આરોપી નો પોકસો કેસમાં નિર્દોષ છૂટકારો

  • કોર્ટના લાંબા કાનૂની જંગમાં ફરીયાદ પક્ષ દ્વારા ૧૭ મૈાખીક પુરાવાઓ અને ૪૧ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરાયા : એડવોકેટ :- અશોક જોષી

દેશ દેવી ન્યુઝ તા. ૧૯ ફેબ્રુઆરી ૨૬ આ કેશની ટુકમાં હકીકત એવી છે કે, આરોપી ભાવેશ ઉર્ફે દાઢી ઉર્ફે બીટુ રશીકભાઈ તંબોલીયા એ ફરીયાદીની સગીર વયની દીકરી કે તે સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં ભોગબનનાર ની સગીર વયની અવસ્થાનો લાભલઈ લલચાવી ફોસલાવી લગ્ન કરવાના ઈરાદે ભોગબનનારનું અપહરણ કે અપહરણ કરી લઈ જઈ ભોગ બનનાર સાથે તેણીની મરજી અને ઈરછા વગર અવાર નવાર શરીર શંબંધ બાંધી બળાત્કાર કરી ગુન્હો કરવા અંગેની ફરીયાદ કરતા જામનગર સીટી- સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી કલમ ૩૬૩ ,૩૬૬ ,૩૭૬ (૨) (જે) (એન) તથા પોકસો એકટ ની કલમ ૪ તથા ૬ મુજબનો ગુનો દાખલ થયો હતોઆરોપીની ધરપકડ કરવામાં આવેલ અને તપાસના અંતે ચાર્જસીટ ફાઈલ કરવામાં આવેલ જે કેસ જામનગર ની સ્પેશયલ પોકસો કોર્ટ માં ચાલવા પર આવતા ફરીયાદ પક્ષ દ્વારા ૧૭ મૈાખીક પુરાવાઓ તથા ૪૧ દસ્તાવેજી પુરાવાઓ રજુ કરી અને ફરીયાદ પક્ષ દ્વારા પોતાનો કેશ સાબીત કરેલ છે અને મહતમ સજાની માંગણી સરકાર તરફે કરવામાં આવેલઆ કામમાં આરોપી ભાવેશ ઉર્ફે દાઢી ઉર્ફે બીટુ રશીકભાઈ તંબોલીયા ના વકીલ અશોક એચ.જોશી દ્વારા ભોગબનનાર નો પુરાવો માનવાલાયક નથી તેમજ ફરીયાદ પક્ષ ફરીયાદની હકીકતો તથા કેશ નીશંક પણ સાબીત કરી શકેલ નથી જેથી આરોપીને નિર્દોષ છોડી મુકવા રજુઆત કરવામાં આવેલ સરકાર તરફે તથા આરોપી પક્ષે ની દલીલો સાંભળી જામનગર સ્પેશ્યલ પોકસો કોર્ટ દ્વારા ફરીયાદ પક્ષ પોતાનો કેશ નિશંક પણે સાબિત કરી શકેલ નથી તેવુ ઠેરવી આરોપી ભાવેશ ઉર્ફે દાઢી ઉર્ફે બીટુ રશીકભાઈ તંબોલીયા ને નીર્દોષ ઠેરવી છોડી મુકવા હુકમ કરવામાં આવેલ છે. આ કામે આરોપી તરફે સિનિયર એડવોકેટ અશોક એચ. જોશી રોકાયેલ હતા.

જામનગરને GST  કેન્દ્ર મળવા ઉપરાંત બજેટમાં અન્ય શહેરોમાં પણ સુવિધા વધારવાની ઘોષણા

0

રાજ્યમંત્રી રીવાબા જાડેજાની રજૂઆતને સફળતા : જામનગરને GST  કેન્દ્ર મળવા ઉપરાંત બજેટમાં અન્ય શહેરોમાં પણ સુવિધા વધારવાની ઘોષણા

દેશ દેવી ન્યુઝ તા. ૧૮ ફેબ્રુઆરી ૨૬ જામનગરનાં વેપારીઓને જીએસટી સંબંધિત કામગીરીમાં પડતી હાલાકી દૂર થાય એ હેતુથી જામનગરને જીએસટી કેન્દ્ર ફાળવવા માટે રાજ્યમંત્રી રીવાબા જાડેજા દ્વારા ગત ૨૬ નવેસરનાં રાજ્યનાં નાણામંત્રી કનુભાઈ દેસાઇને રજૂઆત કરવામાં આવી હતી જે પછી ૨૬/૧/૨૦૨૬ થી જામનગરમાં જીએસટી કેન્દ્ર આરંભ કરવામાં આવ્યુ છે જે અંતર્ગત વેપારીઓને અઠવાડીયામાં બે દિવસ રજીસ્ટ્રેશન નાં બાયોમેટ્રીક અને ડોક્યુમેન્ટ વેરીફિકેશનની સુવિધા મળી છે.ગઇકાલે વિધાનસભામાં રજૂ થયેલા રાજ્યનાં બજેટમાં હવે જામનગરની તર્જ પર જ અન્ય શહેરોમાં પણ જીએસટી સંબંધિત સુવિધાઓ વધારવાની ઘોષણા થઇ છે.આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભૂજ તથા પાટણમાં આગામી સમયમાં જામનગરની જેમ જ જીએસટી સંબંધિત રજીસ્ટ્રેશન તથા વેરીફિકેશન સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.આમ રાજ્યમંત્રી રીવાબા જાડેજા દ્વારા જામનગરનાં વેપારીઓનાં હિતને ધ્યાને લઇ જીએસટી કેન્દ્ર ફાળવવાની રજૂઆતને પગલે જામનગરને આ સુવિધા પ્રાપ્ત થવા ઉપરાંત અન્ય શહેરોને પણ આ લાભ પ્રાપ્ત થવા જઇ રહ્યો છે.

જામનગર : તે અમારા વિરુદ્ધ કેમ જુબાની આપી , તને જાનથી પતાવી દેવાનો છે. ઢીંચડાના શખ્સ સામે ફરિયાદ

0

જામનગરની કોર્ટમાં જુબાની આપવા માટે આવેલા મૂળ ઢીંચડાના એક યુવાનને ધમકી અપાઈ: ઢીંચડા ના એક શખ્સ સામે પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ ફેબ્રુઆરી ૨૬, મૂળ જામનગર નજીક ઢીચડાના રહેવાસી અને હાલ ઉપલેટા તાલુકાના પડવલા ગામે રહેવા માટે ચાલ્યા ગયેલા હુસેન કાસમભાઇ ખફી નામના ૪૪ વર્ષના પશુપાલક યુવાને પોતાને જામનગરની અદાલત પાસે જાહેરમાં પતાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ ઢીંચડા ગામના કાસમ મુસાભાઇ સામે નોંધાવાઈ છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉ તકરાર થઈ હોવાથી જે બંને વચ્ચે જૂનો કોર્ટ કેસ ચાલી રહ્યો છે, જેમાં આરોપી સામે ફરીયાદ કરી હતી, જે કેસમાં ફરીયાદી યુવાન જુબાની આપવા માટે આવ્યો હતો, જેમાં જુબાની નહીં આપવા માટે આરોપીએ ધાકધમકી આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. સિટી એ. ડિવિઝન પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.

જામનગરમાં એક મહિલા સાથે મકાનના વેચાણના બહાને રૂપિયા ૧૨.૨૬ લાખની છેતરપિંડી

0

જામનગરમાં સુભાષ શાક માર્કેટ નજીક રહેતી એક મહિલા સાથે મકાનના વેચાણના બહાને રૂપિયા ૧૨.૨૬ લાખની છેતરપિંડી

  • એક શખ્સ દ્વારા મકાનના દસ્તાવેજ બનાવી આપવાના બહાને કટકે કટકે રકમ પડાવી લઈ હાથ ખંખેરી લેતાં પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮,ફેબ્રુઆરી ૨૬ જામનગરમાં સુભાષ માર્કેટ નજીક ચારણ ફળી વિસ્તારમાં રહેતી ગીતાબેન કિરીટભાઈ ચૌહાણ નામની પચાસ વર્ષની ખવાસ જ્ઞાતિની મહિલાએ પોતાની સાથે રૂપિયા ૧૨ લાખ ૨૬ હજારની છેતરપિંડી કરવા અંગે સિક્કા પંચવટી સોસાયટીમાં રહેતા કાસમ દાઉદભાઈ કકલ સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી મહિલા ને આરોપી પાસે એક મકાન ખરીદ કરવું હતું, જે મકાન માટે આરોપીને કટકે કટકે ૧૨.૨૬ લાખ જેટલી રકમ આપી દીધી હતી તેમ છતાં મકાન માલિકે તે4 રકમ પચાવી પાડી હતી,તફ અને મકાનના દસ્તાવેજ અથવા મકાનનો કબનો આપ્યો ન હતો, અને વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી હતી.

જેથી મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સોંપી દેવાયો છે, અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચલાવવામા આવી રહી છે.

જામનગર જિલ્લા પોલીસ વડાના બંગલાના ગાર્ડનમાં એક ઝાડમાં અકસ્માતે આગ લાગતાં ફાયરતંત્ર દોડ્યું

0

જામનગરના જિલ્લા પોલીસ વડા ના બંગલાના ગાર્ડનમાં એક ઝાડમાં અકસ્માતે આગ લાગતાં ફાયરતંત્ર દોડ્યું : આગ બુઝાવી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭, ફેબ્રુઆરી ૨૬ જામનગર ના જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની ના બંગલા ના ગાર્ડનના પાછળના ભાગમાં નારીયેળીના ઝાડમાં સાંજે સવાસાત વાગ્યે અકસ્માતે આગ લાગી હતી, અને ૨૫ ફૂટ ઊંચા ઝાડમાં એક સૂકી ડાળી સળગવા લાગી હતી.જે આગના ની જ્વાળા આસપાસના વિસ્તારમાં જોવા મળી હતી, અને ત્યાંથી પસાર થનારા નાગરિકોએ તેનો વિડીયો બનાવ્યો હતો. જે વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં તુરતજ ફાયર શાખાની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી દીધી હતી. જો કે આગને કારણે કોઈ નુકસાની થઈ ન હતી.

જામનગરમાં ભારતની શાનદાર જીત બાદ ‘શિવભક્તિ’ સાથે ‘દેશભક્તિનો’ રંગ પણ જોવા મળ્યો

0

જામનગર શહેરમાં વર્લ્ડકપની ભારતની શાનદાર જીત બાદ ‘શિવભક્તિ’ સાથે ‘દેશભક્તિનો’ રંગ પણ જોવા મળ્યો

દેશ દેવી ન્યુઝજામનગર તા ૧૬,ફેબ્રુઆરી ૨૬ જામનગર શહેરમાં ગઈકાલે મહાશિવરાત્રીના તહેવારની સાથે સાથે ટી ટવેન્ટી ક્રિકેટ વર્લ્ડ કપ મા રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ પ્રોફાઈલ મેચમાં ભારતે પાકિસ્તાનના ભૂંડા હાલ કર્યા હતા, અને શાનદાર જીત મેળવી હતી, તેનો જશ્ન જામનગર શહેરમાં ખાસ કરીને જોવા મળ્યો હતો.ગઈકાલે મહાશિવરાત્રીના પર્વને લઈને શહેરમાં શોભાયાત્રા ના માર્ગો પરથી ડી.જે. પર ભગવાન શિવજીની ધૂન વાગી રહી હતી, જેની સાથે સાથે ભારતની જીત બાદ કેટલાક ક્રિકેટ પ્રેમીઓએ દેશભક્તિની ધૂન સાથે ભારતની જીતનો જશ્ન મનાવ્યો હતો.જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં મોટા સ્ક્રિન ભારત અને પાકિસ્તાનની મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા માટે ક્રિકેટ પ્રેમીઓથી હવાઈ ઉભરાઈ ગયો હતો, અને ભારતે શાનદાર ૧૭૫ રન બનાવ્યા, ત્યારે ચોકકા છક્કાની રમઝટમાં દર્શકોએ ખુશી વ્યક્ત કરી હતી, ત્યારબાદ બીજા દાવમાં પાકિસ્તાનની ટપોટપ વિકેટ પડતી ગઈ, ત્યારે દરેક ક્રિકેટ પ્રેમીઓની ચિચિયારી થી સમગ્ર હવાઈચોક વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો, અને ભારતની જીત બાદ ભવ્ય આતસબાજી કરાઈ હતી, અને દેશભક્તિના નારા ગજવ્યા હતા, ત્યારે હવાઈચોક વિસ્તારમાં શિવમય વાતાવરણની સાથે સાથે દેશ પ્રેમ ની પણ ઝલક જોવા મળી હતી.ભારતની જીત બાદ રાત્રીના ૧૧.૦૦ વાગ્યા પછી જામનગર શહેરમાં ક્રિકેટ પ્રેમીઓ પોતાના હાથમાં તિરંગો ઝંડો લઈને બાઈક પર નીકળી પડ્યા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

આગામી તારીખ ૧૭ ને મંગળવારના રોજ નભોમંડળ માં ‘કંકણાકૃતિ સૂર્યગ્રહણ’ ની ખગોળીય ઘટના સર્જાશે : ભારતમાં દેખાશે નહીં

0

આગામી તારીખ ૧૭ ને મંગળવારના રોજ નભોમંડળ માં ‘કંકણાકૃતિ સૂર્યગ્રહણ’ ની ખગોળીય ઘટના સર્જાશે : ભારતમાં દેખાશે નહીં

  • મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણ નું લાઈવ પ્રસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા ગોઠવાઈ

  • ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધ્રોળ અને ખગોળ મંડળ- જામનગર દ્વારા લાઈવ ટેલિકાસ્ટ ના માધ્યમથી કોમેન્ટ્રી સાથે સંપૂર્ણ માહિતી અપાશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪ ફેબ્રુઆરી ૨૬, આગામી તારીખ ૧૭ ને મંગળવારના રોજ નભો મંડળમાં ‘કંકણાકૃતિ સૂર્યગ્રહણ’ ની ખગોળીય ઘટના સર્જાશે, પરંતુ તે ભારતમાં દેખાશે નહીં. તેમ છતાં જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વિવિધ સંસ્થાઓ દ્વારા નગરજનોને સેટેલાઈટ મારફતે સૂર્યગ્રહણ નું લાઈવ પ્રસારણ બતાવવા માટે મ્યુનિ. ટાઉનહોલમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, અને ગુજ કોસ્ટ ગાંધીનગર પ્રેરિત એમ.ડી. મહેતા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર -ધ્રોળ અને ખગોળ મંડળ જામનગર દ્વારા લાઈવ ટેલિકાસ્ટ ના માધ્યમથી અવકાશીય ઘટના ની રનિંગ કોમેન્ટ્રી સાથે સૂર્ય ની તમામ ગતી વિધિઓની સંપૂર્ણ તલ સ્પર્શી માહિતી અપાશે, જેનો જામનગર શહેરના વિદ્યાર્થીઓ તેમજ ખગોળ પ્રેમી જનતાએ લાભ લેવા અનુરોધ કરાયો છે.‘કંકણાકૃતિ સૂર્યગ્રહણ’ એ આગામી તા. ૧૭-૨-૨૦૨૬ ને મંગળવાર માધ મહિના ની અમાસ ના દિવસે બપોરે ૪.૪૫ વાગ્યા બાદ થનાર છે. જે સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. આ સૂર્યગ્રહણ દક્ષિણ-પૂર્વ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, હિન્દ મહાસાગર, એન્ટાર્કટિકા વગેરે પ્રદેશોમાં દેખાશે.પરંતુ જામનગર શહેરમાં આ ગ્રહણ ને મોટા સ્ક્રીન ઉપર સેટેલાઇટ ના માધ્યમથી જોવા માટે ની વ્યવસ્થા જામનગર મહાનગરપાલિકા ના સહયોગથી કરવામાં આવી છે.જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી તથા અન્ય અધિકારીઓ , પદાધિકારીઓ ના પ્રયાસોથી જામનગર મહાનગરપાલિકાના મ્યુનિ. ટાઉનહોલમાં મંગળવારે સાંજે સાડા ચાર વાગ્યાથી સૂર્યગ્રહણ સેટેલાઈટ ના માધ્યમથી દર્શાવવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.જામનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાના વિદ્યાર્થીઓ, તેમજ શહેર માં અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થી, અને ખગોળ પ્રેમી જનતા ને આ સૂર્યગ્રહણની તમામ માહિતી અને ગતિવિધિઓ જાણવા અને નિહાળવા મળી શકે, તેમ માટેનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

ગુજકાસ્ટ-ગાંધીનગર પ્રેરીત, એમ.ડી. મેતા જીલ્લા વિજ્ઞાન કેન્દ્ર,- ધ્રોલ, અને ખગોળ મંડળ જામનગર દ્વારા આ સમગ્ર કંકણાકૃતિ સૂર્યગ્રહણની ખગોળીય ઘટના સંદર્ભે ની સેટેલાઈટ ના માધ્યમથી લાઈવ ટેલીકાસ્ટ ની વ્યવસ્થા કરીને તેમજ તે અંગેની રનિંગ કોમેન્ટ્રી સાથેની સૂર્યમાળાની તમામ ગતિવિધિઓની માહિતી અપાશે, જેમાં જામનગરની સંસ્થા રંગતાળી ગ્રૂપ નો સહયોગ પ્રાપ્ત થયો છે.આગામી ૧૭ મી ફેબ્રુઆરીને મંગળવારે બપોરે થનારા આ કંકણાકૃતિ સૂર્યગ્રહણ ને ‘રીંગ ઓફ ફાયર’ પણ કહેવામાં આવે છે. આ‌ સમયે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ચંદ્ર આવશે, અને સૂર્ય નો પ્રકાશ ચંદ્ર દ્વારા અવરોધાશે. હાલમાં ચંદ્ર પૃથ્વી થી વધુ દૂર હોવાથી ચંદ્ર આખા સૂર્ય નું ગ્રહણ નહીં કરી શકે, પરંતુ સૂર્ય ની બહાર ની કિનારી પ્રકાશીત થતી દેખાશે.જે સૂર્ય ગ્રહણ ની કુલ અવધિ : ૨૭૧ મિનિટ ની રહેશે, અને સૂર્ય નું વધુ માં વધુ ૯૬ ટકા ગ્રહણ થઇ ગયા બાદ તે ગ્રહણ ગ્રસ્ત થશે. જેનો સમય. ૧૭મી ફેબ્રુઆરી ને મંગળવારે બપોરે ૪.૪૫ થી ૬.૧૫ સુધીનો રહેશે. અને જામનગર મહાનગરપાલિકા સંચાલિત મ્યુનિ ટાઉન હોલમાં તેનું લાઈવ ટેલીકાસ્ટ કરવામાં આવશે.હવે પછી આવું કંકણાકૃતિ સુર્યગ્રહણ આપણા શહેરમાં વર્ષ ૨૦૬૧ માં પ્રત્યક્ષ દેખાશે. જેથી હાલ આ સૂર્યગ્રહણની અલૌકિક ઘટના ના અવલોકના સાક્ષી બનવા વિદ્યાર્થીઓ અને ખગોળપ્રેમીઓને અનુરોધ કરાયો છે.

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા પાસેથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર એક રીક્ષા ચાલક ૧૪૪ નંગ સાથે પકડાયો

0

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ફલ્લા પાસેથી ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરનાર એક રીક્ષા ચાલક પકડાયો

  • પંચકોશી-એ ડિવિઝનના ASI નિર્મળસિંહ જાડેજા , કાસમભાઈ બ્લોચ અને હરદેવસિંહ ઝાલાની ખાનગી બાતમી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪ ફેબ્રુઆરી ૨૬, જામનગરના પંચકોશી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે ફલ્લા હાઈવે રોડ પરથી પસાર થઈ રહેલી એક રીક્ષામાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી થઈ રહી છે. જેથી મોડી રાત્રે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.જે વોચ દરમિયાન રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી નો વતની મનીષ યોગેશભાઈ મીનામાં નામનો રીક્ષાચાલક ત્યાંથી પસાર થતાં તેની રીક્ષા અટકાવીને તલાસી લીધી હતી. જે તલાસી દરમિયાન જીજે -૧૧ યુ. ૨૫૯૫ નંબરની રિક્ષામાં કુલ ૧૪૪ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે રૂપિયા ત્રણ લાખની કિંમતની સીએનજી રીક્ષા અને ૭૭,૦૦૦ નો ઇંગલિશ દારૂ સહિતનો મુદ્દા માલ કબજે કરી લેવામાં આવ્યો છે. અને રીક્ષા ચાલકની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના હનુમાન ટેકરી વિસ્તારને રેલ્વેતંત્ર દ્વારા મળેલી નોટીશ બાદ સમગ્ર મામલે સાંસદને રજૂઆત

0

જામનગરના હનુમાન ટેકરી સહિતના નાગરિકોને રેલવે તંત્ર દ્વારા મળેલી નોટિશ બાદ સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે સાંસદ સમક્ષ રજૂઆત

  • દિલ્હીથી જામનગર આવી પહોંચેલા સાંસદે પોતાના કાર્યાલય પર તમામ સ્થાનિકોને મોડી રાત્રે સાંભળી સર્વે ને યોગ્ય ઉકેલ ની ખાત્રી આપી

  • આગામી સોમવારે રેલવે તથા સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ સાથે ત્વરિત બેઠક યોજી પ્રશ્નનું નિરાકરણ લાવવા હૈયાધારણા અપાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪ ફેબ્રુઆરી ૨૬, જામનગરના દિગ્જામ સર્કલ નજીકના હનુમાન ટેકરી અને તેના આસપાસના વિસ્તારના અનેક રહેવાસીઓને રેલવે તંત્ર દ્વારા સાત દિવસમાં તાકીદે જગ્યા ખાલી કરી આપવાની નોટિસ અપાયા બાદ સ્થાનિકોમાં ડિમોલેશનનો ડર પેસી ગયો હતો, અને ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન અનેક લોકોના ટોળા મહાનગરપાલિકાની કચેરી અને જિલ્લાના વહીવટી તંત્ર પાસે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા.ત્યારબાદ જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ કે જેઓ ગઈકાલે સાંજે લોકસભાનું સત્ર પૂર્ણ કરીને તરત જ હવાઈ માર્ગે જામનગર આવી પહોંચ્યા હતા, અને મોડી રાતેજ સીધા પોતાના કાર્યાલય પર પહોંચ્યા હતા, જે દરમિયાન સ્થાનિકોએ તેઓના પ્રશ્ન અંગે રજૂઆત કરતાં સાંસદે સર્વેને યોગ્ય ઉકેલ લાવવા માટે હૈયા ધારણા આપી હતી.સાંસદ પૂનમબેન માડમ એ પોતાના કાર્યાલયમાં તમામ સ્થાનિકોને બોલાવ્યા હતા, જ્યાં જામનગર શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી તેઓની સાથે જોડાયા હતા. જામનગર શહેરમાં ગઈકાલે દિવસભર બનેલી તમામ ઘટનાઓના સંદર્ભમાં બે થી ત્રણ વખત બીનાબેન કોઠારીએ સમગ્ર ઘટનાક્રમ ની માહિતી આપી હતી,.જેની ચિંતા વ્યક્ત કરીને મોડી રાત્રે જ તમામ સ્થાનિકોની સાથે બેઠકોનો દોર યોજીને યોગ્ય નિરાકરણ લાવવા માટેની તમામ ને સાંસદ પુનમબેને હૈયાધારણા આપી હતી.રેલવે તંત્ર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડ લઈને અનુસરીને સમગ્ર ગુજરાત રાજ્યની સાથે સાથે જામનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે રેલવે અધિકારીઓ સાથે પોતે તાકીદની બેઠક યોજીને આ મામલે યોગ્ય ઉકેલ લાવે તે અંગે ત્વરિત ચર્ચા કરી લઈ સ્થાનિક નાગરિકોને વૈકલ્પિક વ્યવસ્થા અને પુનર્વસન માટે પૂરતો સમય મળી રહે, અને તે દિશામાજ યોગ્ય કાર્યવાહી થાય તે માટે તેઓ પ્રયત્નશીલ રહેશે, તેમ જણાવ્યું હતું.આગામી સોમવારે રેલવે વિભાગના ડીઆરએમ તેમજ જામનગરના જિલ્લા કલેકટર તેમજ મ્યુનિસિપલ કમિશનર વગેરેની સાથે સંયુક્ત બેઠક યોજીને વોર્ડ નંબર ૬ ના તમામ રહેવાસીઓના પ્રશ્નનો યોગ્ય ઉકેલ આવે, ઉપરાંત રેલવે વિભાગની જમીનમાં જે લોકો વસવાટ કરતા હોય તે તમામને પુનર્વસન અને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે નો પૂરતો સમય મળી રહે, તે દિશામાં કાર્યવાહી થાય તે અંગે ચર્ચા કરવા માટેની સર્વેને હૈયાધારણાં આપી હતી.સાથે સાથે તેઓએ ઉલ્લેખ કર્યો હતો, કે રેલવે તંત્ર દ્વારા જે લોકોને નોટિસ પાઠવાઇ છે, તેમાં કેટલાક મહાનગરપાલિકાની જગ્યામાં પણ વસવાટ કરે છે, જ્યારે કેટલાક નાગરિકોને અગાઉ ભૂતકાળમાં સનદ પણ મળી ચૂકેલી છે. જેથી રેલવે વિભાગ દ્વારા જે નોટિશ અપાઈ છે, તેમાં ફરીથી આ વિસ્તારનો સર્વે કરી તેમજ તમામ નાગરિકો માટેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેનો પૂરતો સમય મળી રહે, તે દિશામાં જ સમગ્ર કાર્યવાહી કરવા માટેના પોતાના સંપૂર્ણ પ્રયાસો રહેશે, તેવી આ તકે ખાતરી આપી હતી. જેથી સર્વે સ્થાનિક રહેવાસીઓમાં રાહત પહોંચી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.