Saturday, October 10, 2026
Home Blog Page 33

જામનગર : દેશભરમાં વીજ કંપનીઓના ખાનગીકરણના મુદ્દે ભારે વિરોધ પ્રદર્શન

0

દેશભરમાં વીજ કંપનીઓના ખાનગીકરણના મુદ્દે ઉઠેલા વિરોધનો પડઘો જામનગર શહેરમાં પણ પડ્યો

  • લાલ બંગલા સ્થિત વીજ કચેરી તથા જેટકો ની કચેરીના પ્રાંગણમાં વીજ ઇજનેરો દ્વારા વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ ફેબ્રુઆરી ૨૬, સમગ્ર દેશભરમાં વીજ કંપનીઓના ખાનગીકરણના મુદ્દે ઉઠેલા વિરોધનો પડઘો જામનગર શહેરમાં પણ પડ્યો હતો, અને જામનગરમાં લાલ બંગલા સ્થિત વીજ કચેરી તથા જેટકો ની કચેરીના પ્રાંગણ માં વીજ ઇજનેરો દ્વારા વિરોધ પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર કરાયા હતા.દેશભરમાં વીજ કંપનીઓના ખાનગીકરણના મુદ્દે ઉઠેલી ચિંતા અંગે ઓલ ઇન્ડિયા પાવર એનર્જી ફાઉન્ડેશનના અધ્યક્ષ શૈલેન્દ્ર દુબે દ્વારા કેન્દ્ર સરકારની વીજળી કંપનીઓનું ખાનગીકરણ નહી કરવા માટે આવાજ ઉઠાવવામાં આવ્યો છે, તથા દેશભરના તમામ વીજ સંગઠનોને આ મુદ્દે સમર્થન આપવા અપીલ કરવામાં આવી છે.આ અનુસંધાને ગુજરાત રાજ્યમાંથી ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ એન્જિનિયર એસોસિએશન અને અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘ – આ બંને સંગઠનોના ગઠનથી રચાયેલ “ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિ” દ્વારા ઉપરોક્ત આંદોલનને નૈતિક સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.આ હાકલના ભાગરૂપે જામનગર ખાતે પી.જી.વી.સી.એલ. અને જેટકો ની બંને યુનિયનોની સંકલન સમિતિના તમામ સભ્યો દ્વારા ગઈકાલે તારીખ ૧૨-૦૨-૨૦૨૬ ના રોજ બપોરે ૨:૦૦ થી ૨:૩૦ કલાક દરમિયાન શાંતિપૂર્ણ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો.લાલ બંગલા સ્થિત વિજ કચેરી તેમજ સાત રસ્તા પાસે આવેલી જેટકો ની કચેરી ના પ્રાંગણમાં વીજ કંપનીના અધિકારીગણ અને કર્મચારીગણ વગેરેએ એકત્રિત થઈ કેન્દ્ર સરકારની વીજળી કંપનીઓના ખાનગીકરણ તથા આઉટસોર્સિંગની નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.સંકલન સમિતિએ જણાવ્યું હતું કે વીજ ક્ષેત્રનું ખાનગીકરણ કરવાથી જનહિત પર પ્રતિકૂળ અસર થઈ શકે છે, ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં વીજ પુરવઠા, દરની નીતિ, રોજગારીની સુરક્ષા અને સેવા ગુણવત્તા જેવા મુદ્દાઓ પર નકારાત્મક અસર થવાની શક્યતા છે. સમિતિએ સરકારને આ નીતિ પર પુનર્વિચાર કરવાની માંગ કરી છે. આ સાથે સંકલન સમિતિએ રાજ્યના નાગરિકોને વિશ્વાસ આપ્યો છે, કે આ વિરોધ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને મર્યાદિત સમયગાળાનો હતો, અને આ હડતાલ/વિરોધના કારણે ગુજરાત રાજ્યમાં ક્યાંય પણ વીજ પુરવઠા અથવા સેવાઓમાં કોઈ અવરોધ કે અસર થવા દેવામાં આવી નથી.

જામનગરના સિક્કામાં વિધવાને મોતને ઘાટ ઉતારી દેનાર આરોપીની જામીન અરજી ફગાવાઈ

0

જામનગરના સિક્કામાં ધરાર પ્રેમીએ સંબંધ રાખવાના દબાણને વસ ન થતાં તલવારથી હુમલો કરી અને એક વિધવાને મોતને ઘાટ ઉતારી દેવાના કેશમાં આરોપીની જામીન અરજી રદ

  • આરોપીના ટેલીફોનમાં પુરાવાઓ એકત્રીત કરવામાં આવેલા

  • માત્ર ચાર્જશીટ થવાથી જામીન મુકત કરવા તેવો કોઈ કાયદાનો હેતું નથી :- એડવોકેટ રાજેશ ગોસાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૨ ફેબ્રુઆરી ૨૬ આ કેશની હકિકત એવી છે કે, સીકકા ગામ ખાતે વસવાટ કરતા નિલમબેનના લગ્ન ભાવેશભાઈ કે, જેઓ સીકકા ગામ ખાતે વસવાટ કરે છે તેમના સાથે થયેલા અને લગ્ન જીવન દરમ્યાન તેમને એક પુત્રી અને એક પુત્ર સંતામાં હોય, નિલમબેનના પતીનું કેન્સરની બીમારીથી મુત્યુ થઈ ગયેલ હોય, જેથી આ નીલમબેન તેમના બંન્ને સંતાનો સાથે સીકકા મુકામે એકલા વસવાટ કરતા હતા, તેમનું તા.૧૪/૦૮/૨૦૨૫ના રોજ તીક્ષ્ણ હથીયારોની ઈજાઓથી માર મારેલ હાલતમાં લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળતા તેઓને હોસ્પીટલ ખાતે લઈ જવામાં આવેલ અને તેમને તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે અને માથાના ભાગે માર મારેલ હોવાથી તેમનું મૃત્યુ થયેલ હોવાનું પી.એમ.રીપોર્ટ આવેલ, આ બાબતે મરણ જનારના ભાઈએ જામનગર જીલ્લાના સીકકા પોલીસ સ્ટેશનમાં આરોપી સુખદેવસીહ વિરાજી જાડેજા નાઓ સામે ફરીયાદ જાહેર કરી હતીઆ આરોપી તેમની બહેન સાથે ધરારથી પ્રેમ સંબંધો રાખવા વારંવાર દબાણ કરતા અને ડરાવતા ધમકાવતા અને ફરીયાદીના બહેન નીલમબેન તેમના વશ ન થતાં તેમને મોતને ઘાટ ઉતારી દીધેલ, તે બાબતની ફરીયાદ જાહેર થતાં આરોપીને અટક કરી અને જેલ હવાલે કરવામાં આવેલ, તેથી આરોપીએ જામીન અરજી દાખલ કરતા, તેમાં આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ જે બનાવ બનેલ છે તેમાં ચાર્જશીટ થઈ ગયેલ છે, તે સમગ્ર ચાર્જશીટનો અભ્યાસ કરવામાં આવે તો કોઈ દાર્શનીક સાહેદો નથી, નજરે જોનાર કોઈ જ સાક્ષી નથી અને માત્ર અને માત્ર અનુમાનીત કારણોથી હાલની ફરીયાદ જાહેર કરેલ છે અને તેમાં પોલીસે લગતા વળગતા સાહેદોના નીવેદનો જાતે નોંધી અને આરોપી સામે ચાર્જશીટ કરી નાખેલ છે, તો આ કામે કોઈ જ પ્રબળ પુરાવો ન હોવાથી આરોપી સામે કોઈ દાર્શનીક સાહેદો ન હોય અને તેમના સામે કોઈ જ પ્રથમદર્શનીય કેશ ન હોય, જેથી તેમને જામીન મુક્ત કરવા જોઈએ.તેની સામે ફરીયાદ પક્ષે દલીલો કરવામાં આવેલ કે, આ કામના આરોપીના ઓડીયો કલીપ અને સી.ડી.આર. કબજે કરવામાં આવેલ છે અને તેમનો મોબાઈલ ફોન કબજે કરી અને એફ.એસ.એસ. ખાતે સ્ક્રીપ્ટ પંચનામાની વિગતે તૈયાર કરી અને મોકલવામાં આવેલ છે, તે સ્ક્રીપ્ટ ધ્યાને લેવામાં આવે તો પણ આ કામના આરોપીની મરણજનાર સાથે સંપર્ક બાબતોના પુરાવાઓ છે, અને આરોપીનું રીકંન્ટ્રકશન અંગેનું પંચનામું પણ થયેલ છે, તે હકિકતો પણ ધ્યાને લેવી જરૂરી છે, તેથી આરોપી સામે કોઈ પ્રથમ દર્શનીય પુરાવો નથી અને પ્રબળ પુરાવો નથી, તેવી દલીલો ટકી શકે નહી અને આ એક હીન્યસ ઓફેન્સ છે અને આ કેશમાં સજાની જોગવાઈઓ આજીવન કેદની અને ફાંસીની સજાની જોગવાઈઓ છે અને એક વિધવાને ધરાર સંબંધ રાખવાના દબાણ અને તે દબાણને વિધવા વશ ન થતાં આ રીતે બેરહેમીથી મોતને ઘાટ ઉતારેલ હોય, આ પ્રકારના જનુની આરોપીને જામીન મુકત કરવા ન જોઈએ, આમ, નામ.અદાલતે તમામ દલીલો અને ચાર્જશીટ અને તમામ પુરાવો ધ્યાને લઈ અને મુળ ફરીયાદી તરફે થયેલ રજુઆતો ધ્યાને લઈ અને આરોપી સુખદેવસીહ સુખુભા વિરાજી જાડેજા રે.સીકકા વાળાઓની જામીન અરજી રદ કરવાનો હુકમ કરેલ આ કેશમાં મુળ ફરીયાદી જયદીપભાઈ અરવીંદભાઈ વ્યાસ તરફે વકીલ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આ૨. નાખવા, નિતેષ જી. મુછડીયા અને કરણ કે. પટેલ રોકાયેલા હતા.

જામનગરના પટેલ કોલોનીમાં ત્રિપલ અકસ્માત : વેપારી સહિત ૭ લોકોનો બચાવ : CCTV વાયરલ

0

જામનગરના પટેલની વિસ્તારમાં બાઇક , કાર અને રીક્ષા વચ્ચે ત્રીપલ અકસ્માત : સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ : રીક્ષા બાઈકમાં ભારે નુકસાન

  • રાત્રિના ભાગે સર્જાયેલા અકસ્માતમાં ઓટો રીક્ષા ઊંધી વળી ગઈ : રીક્ષામાં સવાર બે બુઝુર્ગ મહિલા અને યુવતીને મૂઢમાર ઇજા

  • રોડની સામી સાઈડ ઊભી રહેલા વેપારી યુવાનો આકસ્મિક બચાવ : રાહદારીઓ મદદે દોડી ગયા

  • આ વિસ્તારમાં અવાર-નવાર અકસ્માતના બનાવ બનતા સ્પીડબેકર મૂકવા સ્થાનિકોની માંગ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૧ ફેબ્રુઆરી ૨૬ શહેરના પટેલ કોલોની વિસ્તારના શેરી, નંબર ૬ માં રાત્રિના ભાગે બાઈક રીક્ષા અને કાર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાતા ભારે અફડાતફડી મચી ગઈ હતી , જેમા રોડ સાઇટ ઉભેલા વેપારી યુવાનનો આકસ્મિક બચાવ થયો હતોશહેરના પટેલ કોલોની શેરી નંબર -૬ માં ચાર રસ્તા પર રાત્રીના ભાગે પુરપાટ આવી રહેલા એક બાઈક ચાલકને બચાવવા જતા ઓટો રીક્ષા ઊંધી વળી ગઈ હતી જેમા બાઈક ચાલક બંને યુવાન તેમજ રીક્ષા ડ્રાઇવર , રીક્ષામાં બેસેલા બે બુઝુર્ગ મહિલા અને એક યુવતીને મૂઢમાર ઈજાઓ થઈ હતી એકાએક બાઈક ચાલક રીક્ષા સાથે ઘડાકાભેર અથડાતા રોડની સામેની સાઇટમાં ઉભેલા વેપારી યુવાનનો સદ્દનસીબે આકસ્મિક બચાવ થયો હતો બનાવના પગલે રાહદારીઓ અને વેપારીઓ બચાવ કાર્ય માટે દોડી જઇ રીક્ષાને ઉભી કરી હતી અને તેમાં સવાર મુસાફરોને બહાર કાઢ્યા હતા આ ત્રીપલ અકસ્માતમાં કાર ચાલકે સમય સૂચકતા દાખવી બ્રેક મારી દેતા મોટી દુર્ઘટના ટળી હતી

જામનગરના નવાગામ ઘેડમાં રખડતા ઢોરે યુવાનને ઢીંક મારી હવામાં ફંગોળ્યો

0

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં એક યુવાન ને ગાય એ હડફેટમાં લઈ લોહી લુહાણ કરી નાખતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦ ફેબ્રુઆરી ૨૬, જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા કિશનભાઈ રાઠોડ કે જેઓ આજે રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન એકાએક એક ગાય આવી ચડી હતી, અને તેઓને ઢીંક મારી દઈ ગંભીર સ્વરૂપે ઘાયલ કર્યા હતા અને લોહી લુહાણ થઈને માર્ગ પર ઢળી પડ્યા હતા.આ વેળાએ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા, અને ડેકારો મચાવી કોઈપણ રીતે ગાયને દૂર કરી હતી. ત્યારબાદ ૧૦૮ ની ટીમને જાણ કરતાં ૧૦૮ ની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી, અને ઇજાગ્રસ્ત કિશન રાઠોડને એમ્બ્યુલન્સમાં જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા છે, જ્યાં તેઓની સધન સારવાર ચાલી રહી છે.રસ્તે રઝળતા પશુઓને કારણે વધુ એક રાહદારીનો જીવ જોખમમાં મુકાયો છે, અને ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

કાલાવડમાં ૧૮ ખેડૂતો પાસેથી ૯૬.૯૭ લાખની ખેત પેદાશની ખરીદી કરી બુચ મારનાર દિલીપ પકડાયો

0

કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ૧૮ ખેડૂતો સાથે રૂપિયા ૯૬.૯૭ લાખની છેતરપિંડીની કરનાર આરોપી ઝડપાયો : ૯ દીવસના રિમાન્ડ પર

  • ખેડૂતોની તલ, મગફળી, સફેદ ચણા જેવી અનેક ખેત પેદાશો ની ખરીદી કર્યા બાદ નાણા નહીં ચૂકવી હાથ ખંખેરી લેતાં પોલીસ ફરિયાદ કરાઈ હતી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦ફેબ્રુઆરી ૨૬, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ૧૮ જેટલા ખેડૂતોની ૯૬.૯૭ લાખની ખેત પેદાશોની ખરીદી કરી નાણાં ચૂકવ્યા વિના રફુચક્કર થઈ જનાર શખ્સ ને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધો છે, અને અદાલત સમક્ષ રજૂ કરી ૯ દિવસના રિમાન્ડ પર લીધો છે.કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં રહીને ખેતી કામ કરતા ખેડૂત કુલદીપભાઈ ગોરધનભાઈ કોઠીયાએ ગત ૩.૨.૨૦૨૬ ના રોજ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરીયાદ કરી ને જણાવ્યું હતું, કે પોતાની તથા અન્ય ૧૭ ખેડૂતોની આશરે ૯૬,૯૭,૬૦૧ જેટલી રકમની જુદી જુદી ખેત પેદાશો મેળવી લઈ નાણાં નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા અંગે કાલાવડના કુંભનાથ પરા વિસ્તારમાં રહેતા દિલીપ નારદભાઈ સાવલિયા નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ખેડૂત કુલદીપભાઈ કોઠીયા પાસેથી આરોપી દિલીપ સાવલિયાએ મગફળી તથા તલ વગેરેનો જથ્થો ખરીદ કર્યો હતો, ઉપરાંત સફેદ ચણા સહિતની અન્ય ખેતપેદાશો ની કાલાવડના ગ્રામ્ય વિસ્તારના કુલ ૧૮ ખેડૂતો પાસેથી ખરીદી કરી હતી. કુલ ૯૬,૯૭,૬૦૧ જેટલી માતબર રકમની જુદી જુદી ખેતપેદાશોની ખરીદી કરી લીધા બાદ આરોપી દિલીપ સાવલિયાએ નાણાં નહીં ચૂકવી હાથ ખંખેરી લેતાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકના પીઆઇ એન.વી. આંબલીયા અને તેઓની ટીમ દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી લઈ આરોપી દિલીપ સાવલિયાની ધરપકડ કરી લીધી હતી. જેને અદાલત સમક્ષ રજૂ કરી ૧૨ દિવસની રિમાન્ડની માંગણી કરતાં અદાલતે ૯ દિવસની પોલીસ રિમાન્ડ મંજૂર કરી છે. જેની હાલ પોલીસ દ્વારા ઘનિષ્ઠ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

જામનગરના રજીસાગર રોડ પર સરકારી જમીન પચાવી પાડવાનું કારસ્તાન : ૬ સામે ફોજદારી

0

જામનગરના રણજીત સાગર રોડ પર સરકારી ખરાબા ની આશરે ૨.૮૦ કરોડ ની કીમતી જમીન પચાવી પાડવાનું કારસ્તાન: ૬ સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુન્હો નોંધાયો

  • સરકારી જમીનના ખોટા દસ્તાવેજો બનાવી ૬૬ પ્લોટ પાડી દીધા : વહીવટી તંત્ર પાસે કરાયેલી અરજીના અનુસંધાને તપાસમાં ભાંડો ફૂટતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ

  • આરોપી : – (૧) મનસુખ રતીલાલ ભટ્ટી (૨) આમદભાઇ ઉંમરભાઇ ખફી (૩) નુરમામદ ઉર્ફે બોદુભાઇ દાઉદભાઈ ચાવડા (૪) રાજેશ કાંતીલાલ મારૂ (૫) યજ્ઞેશ રતિલાલ રાણપરીયા  (૬) જગદિશ ગણેશભાઇ ચોવટીયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ ફેબ્રુઆરી,૨૬ જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની આશરે બે કરોડ એંસી લાખની જમીન કે જેના ખોટા નકશા અને દસ્તાવેજો બનાવી લઈ તેના ૬૭ પ્લોટ પાડી વેચી નાખવાનું કારસ્તાન કરનારા ૬ શખ્સો સામે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. એક અરજદાર દ્વારા કરાયેલી અરજી દરમિયાન સ્વાગત ફરિયાદ નિવારણ ની બેઠકમાં તપાસના અંતે સમગ્ર ભાંડો ફૂટ્યો હતો, અને આ ગુનો દાખલ કરાયો છે. શહેર વિભાગના ડીવાયએસપી આ મામલે ઝીંણવટ ભરી તપાસ કરી રહ્યા છે.જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલી સરકારી ખરાબાની જમીન કે જે ૮,૫૮૬ ચોરસ મીટર છે, અને તેની હાલ બજાર કિંમત બે કરોડ ૮૦ લાખ થવા જાય છે. જે કોઈ ખાનગી પેઢીની માલિકી ન હોવાનું જાણવા છતાં કેટલાક શખ્સોએ આ જમીનના ખોટા નકશા બનાવી લીધા હતા, અને તેમાં ૬૬ પ્લોટ પાડી અને જમીનના ખોટા વેચાણ કરાર ઊભા કરી નાખ્યા હતા. જે અંગે જામનગરના એક અરજદાર ગોવિંદભાઈ ભાણાભાઈ શિયાળ દ્વારા તા.૨૩/૦૫/૨૦૨૫ ના રોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ હેઠળ ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને તપાસનીશ અધિકારી અને મદદનીશ કલેક્ટર જામનગર શહેરના દ્વારા તેની નોંધ કરીને જામનગર જિલ્લા લેન્ડ ગ્રેબીંગ પ્રોહિબીશન કમિટીની તા.૨૭/૦૧/૨૦૨૬ ના રોજ મળેલી બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.જેમાં જામનગરના જય સરદાર નોન-ટ્રેડીંગ કોર્પોરેશન નામથી જામનગર શહેરના સરકારી ખરાબાના સ.નં. ૧૧૨૫ તથા તેની આજુબાજુની નદીકાંઠાની વગર સર્વે નંબરની જમીન મળી કુલ ૮૫૮૧.૫૦ ચો.મી. જમીનમાં રહેણાંક હેતુ માટે કુલ-૧૧ પ્લોટ પાડી વેચાણ કરેલ છે. જોકે સ.નં. ૧૧૨૫ વાળી જમીન પ્રથમથી અત્યાર સુધી સરકારી ખરાબા તરીકે રેકર્ડમાં નોંધાયેલ છે. તેમજ અન્ય જમીન નદીકાંઠા વગર નંબરની જમીન છે. આ જમીન સામાવાળાઓને ક્યારેય ફાળવવામાં આવેલ નથી, તેમજ આ જમીન તેઓને મળેલ હોવાના આધારો તેઓએ સમિતિ સમક્ષ રજૂ કરેલા નથી. આમ, ઉપરોક્ત તમામે માલિકી હક્ક ન હોવા છતાં સરકારી જમીન ગેરકાયદેસર રીતે વેચાણ કરી આર્થિક લાભ મેળવેલ છે. જેથી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ, ૨૦૨૦ હેઠળની અરજી અન્વયે ઉપરોક્ત બેઠકમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધવા જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરાયો હતો

જેના અનુસંધાને જામનગર શહેર વિભાગની મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર જીતેન્દ્ર હંસરાજભાઈ પીપરીયા જાતે ફરિયાદી બન્યા હતા અને સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ઉપરોક્ત સરકારી ખરાબા ની જમીન ગેરકાયદે પચાવી પાડવા અંગે જામનગરમાં રહેતા મનસુખ રતીલાલ ભરતી રહે.૪૯ દિ.પ્લોટ સોનલ માના મંદિર પાસે ઉપોગનગર જામનગર, આમદભાઈ ઉંમરભાઈ ખફી રહે, મસીતીયા વાડી વિસ્તાર, જામનગર, નુરમામદ ઉર્ફે ખોડુભાઇ દાઉદભાઈ ચાવલ રહે.ગુલાબશાહ પીરની દરગાહ પાછળ જોડીયા ભુંગા જામનગર, રાજેશ કાંતીલાલ મારૂ રહે. સાધના કોલોની બ્લોક નં.એલ-૧૦/૨૩૫૬ જામનગર, જસેશ રતિલાલ રાણપરીયા રહે. કૃષ્ણનગર શેરી નં.૫, રણજીત સાગર રોડ, જામનગર, અને જગદિશ ગણેશભાઈ ચોવટીયા રહે. મારૂ કંસારા હોલ પાછળ જામનગર સામે સીટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઉપરોકત જમીનના તેઓ માલીક ન હોવાનુ જાણતા હોવા છતા છળકપટ કરી, તેઓ પાસે કોઈ માલિકી હકક કે પ્રત્યક્ષ કબજો ન હોય તેમ છંતા જમીનના પ્લોટ ના ખોટા નકશા બનાવીઝ તથા ખોટા વેચાણ કરાર ઉભા કરી ગરીબ મધ્યમવર્ગ ના માણસો ને લલચાવી જમીનને કીંમતી જામીનગીરીમાં ફેરવી જય સરદાર નોનન્ટ્રેડીંગ કોપોરેશન નામના સહી સિક્કા કરીને સરકાર સાથે છેતરપીંડી કરી સરકારી જમીન પચાવી પાડી વેચાણ કરી નાખ્યા અંગે ગુનો નોંધ્યો છે, અને જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જે એન ઝાલા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહ્યા છે.

જામનગરના ટાઉનહોલમાં આયોજિત ‘હું નથુરામ’ નાટકનો પ્રયોગ શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: શૉ રદ થયો

0

જામનગરના ટાઉનહોલમાં આયોજિત ‘હું નથુરામ’ નાટકનો પ્રયોગ શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન : શૉ રદ થયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ ફેબ્રુઆરી ૨૬ જામનગર શહેરમાં રવિવારે એક ગ્રુપ દ્વારા ‘હું નથુરામ’ નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું, અને તેની જાહેરાત કરાઈ હતી. અને અગાઉથી ટાઉનહોલ ભાડે રખાયો હતો. જોકે જામનગર શહેરમાં કાર્યરત આર આર ગ્રુપના મર્યાદિત સભ્યો દ્વારા અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થાય છે, જેના ભાગરૂપે રવિવારે ‘હું નથુરામ’ નાટકનો શૉ યોજાયો હતો.પરંતુ તે પહેલા જામનગર શહેર કોંગ્રેસ દ્વારા તેના શૉ બાબતે વાંધો લેવામાં આવ્યો હતો. જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા દ્વારા વહીવટી તંત્રને આ બાબતે લેખિત વાંધા અરજી કરવામાં આવી હતી, અને મહાત્મા ગાંધીના હત્યારા નું મહિમા મંડન જામનગરમાં થવા નહીં દઈએ, તેમ કહીને વિરોધ પ્રગટ કર્યો હતો.ઉપરાંત શૉ શરૂ થાય તે પહેલાં જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, તથા અન્ય કોંગી કાર્યકરો ટાઉનહોલના દ્વારે પહોંચી ગયા હતા, અને બેનર-પોસ્ટર વગેરે ફાળ્યા હતા. જોકે ટાઉનહોલના દ્વાર ખુલ્યા ન હતા, અને આયોજન રદ કરી નાખવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી કોંગી કાર્યકરોએ ટાઉનહોલના મુખ્ય ગેઇટ ની બહાર ફટાકડા ફોડીને પોતાની જીત નિશ્ચિત કરી હતી.

જામનગર સહિત બારેય જ્યોતિર્લિંગના સ્થળોએ સમાંતર “દ્વાદશ જ્યોતિર્લિંગ કોટી રૂદ્ર મહાયાગ યજ્ઞમાળા”

0

હાલાર સહિત બારેય જ્યોતિર્લિંગના સ્થળોએ સમાંતર “દ્વાદશ જ્યોતિર્લિંગ કોટી રૂદ્ર મહાયાગ યજ્ઞમાળા”

  • કળિયુગમાં ‘છોટી કાશી’ ના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરની ધરા પરથી સર્વપ્રથમ અને ઐતિહાસિક આયોજન

દેશ દેવી ન્યુઝ જામનગર, તા. ૯ ફેબ્રુઆરી ૨૬, જામનગરના સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઇન્ડિયા)ના ઉપક્રમે ચાલુ મહિનામાં દ્વાદશ જ્યોતિર્લિંગ કોટી રૂદ્ર મહાયાગ યજ્ઞમાળાની ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. આયોજક સંગઠન દ્વારા લાખો વર્ષો પછી કળિયુગમાં સર્વપ્રથમ વખત આવું આયોજન થઇ રહ્યું હોવાનું જણાવાયું છે. આયોજન અનુસાર ભારત વર્ષમાં વિદ્યમાન અને પાવનતીર્થ ગણાતા બારેય જ્યોતિર્લિંગના સ્થળે તારીખ ૧૯-૦૨-૨૦૨૬ થી ૨૭-૦૨-૨૦૨૬ ના દિવસો દરમિયાન એકસાથે મળી કુલ ૧૦૮ કુંડી હોમાત્મક યજ્ઞમાળા રચવામાં આવી છે.આ સંસ્થાના પ્રમુખ અને મુખ્ય આયોજક એવા હાપા (જામનગર)ના હર્ષદભાઈ જી. વ્યાસ દ્વારા જણાવાયું છે કે, વર્ષ ૨૦૨૧ ના કોરોના મહામારી સમયગાળાથી આ કાર્યક્રમના આયોજનનું બીજ રોપાયું હતું. જેમાં છેલ્લા છ મહિનાથી તડામાર અને તલસ્પર્શી તૈયારીઓ આરંભી હતી.દેવાધિદેવ શિવજીને પ્રસન્ન કરવા તેમજ ભક્તિ થકી જીવનમાં દિવ્યતા લાવવા માટે મહાદેવજીનું અનેક પ્રકારે પૂજન-અર્ચન ભાવિકો કરતા રહે છે. જેમાં રૂદ્રાભિષેકનું સ્થાન મહત્ત્વનું છે. ૧૧ લઘુરુદ્ર બરાબર ૧ મહા લઘુરૂદ્ર, ૧૧ મહારૂદ્ર બરાબર ૧ અતિરુદ્ર અને ૧૧ અતિરુદ્ર બરાબર ૧ કોટીરુદ્ર મહાયાગ થાય, તેવો વિદ્વાનો-આચાર્યોનો મત છે. સત્તયુગ અને ત્રેતાયુગમાં ઋષિ-મુનિઓ તેમજ મહારાજોઓ દ્વારા કોટિરુદ્ર મહાયાગ યોજાતા હતા. જો કે સનાતન ધર્મની પાવન ભૂમિના પ્રસિદ્ધ યાત્રાધામ એવા બારેય જ્યોતિર્લિંગના સ્થાનકો ઉપર એક સાથે-એકજ સમયે આ યાગની યજ્ઞમાળા રચાતી હોય તેવી સર્વપ્રથમ ઘટના બની રહી છે.ગુજરાત રાજ્યમાં સોમનાથ તથા દેવભૂમિ દ્વારકા સ્થિત નાગેશ્વર જ્યોતિર્લિંગ વિદ્યમાન છે. બાકીના ૧૦ જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તામીલનાડુ જેવા દૂરના રાજ્યમાં સ્થપાયેલા છે. પ્રત્યેક જ્યોતિર્લિંગના નિર્ધારીત સ્થળે કર્મકાંડી-આચાર્યો, તજજ્ઞો-સંતો-મહામંડલેશ્વરોના માર્ગદર્શન હેઠળ યજ્ઞશાળા નિર્માણ કરાઈ છે. દરેક જ્યોતિર્લિંગમાં નવકુંડી યજ્ઞ થશે. તેથી કુલ મળી ૧૦૮ કુંડી યજ્ઞમાળામાં પસંદગી પામેલા બ્રાહ્મણ દંપતીઓ યજમાનપદે જોડાશે. યજ્ઞમાળાના નવેય દિવસ સ્થાનઆચાર્ય તેમજ કર્મકાંડી ભૂદેવોના રૂદ્રાષ્ટકમ્ ના પાઠ સાથે સવારે ૯ થી ૧ અને બપોરે ૩ થી ૭ એમ દરરોજ આઠ કલાક યજ્ઞમાં આહૂતિ અપાશે.

આ યજ્ઞમાળાનું કેન્દ્રીય સ્થાન દેવભૂમિ દ્વારકા પાસેનું નાગેશ્વર જ્યોતિર્લિંગ પરિસર રહેશે. યજ્ઞમાળાનો શુભારંભ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય શ્રી શરદભાઈ વ્યાસ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગથી જ્યારે ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ કેબીનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ દ્વારા રામેશ્વર જ્યોતિર્લિંગથી દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવશે. આ કાર્યક્રમનું યુ-ટયુબના માધ્યમથી જીવંત પ્રસારણ ‘શ્રી બ્રહ્મવિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ-જામનગર’ ની ચેનલ પર પ્રસારિત થશે. જેમાં સમયાંતરે બારેય જ્યોતિર્લિંગના પૂજન-હવનના દ્રશ્યો પણ પ્રસારિત થશે. તેમજ તા. ૨૭-૦૨-૨૦૨૬ને સાંજે ૪:૩૦ કલાકે નાગેશ્વર સ્થિત યજ્ઞમાળામાં પૂર્ણાહુતિનું બીડું હોમશે. દ્વાદશ જ્યોતિર્લિંગ કોટિ રૂદ્ર યજ્ઞમાળાના પ્રધાન આચાર્ય સરસિયા-ધારીના આચાર્યશ્રી અનિરૂદ્ધભાઈ ઠાકર રહેશે. તેમજ નાગેશ્વરથી જ અન્ય તમામ જ્યોતિર્લિંગના સ્થાનિક આચાર્યોને જીવંત માર્ગદર્શન-અંગૂલિનિર્દેશ થકી જોડી યજ્ઞમાળા સંપન્ન કરશે.યજ્ઞમાળાના મુખ્ય સ્થળ નાગેશ્વર જ્યોતિર્લિંગમાં જામનગર- દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ દીપપ્રાગટ્ય થકી શુભારંભ કરાવશે. આ વેળાએ જામનગર શહેરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રીમતી રિવાબા જાડેજા, રાજ્યના પૂર્વ વિકાસ મંત્રી પરમાણંદભાઈ ખટ્ટર તથા દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. જ્યારે અન્ય જ્યોતિર્લિંગની યજ્ઞમાળામાં મહામંડલેશ્વરો-સંતો-મહંતો, જે-તે જ્યોતિર્લિંગના પૂજારીઓ અનુકૂળ દિવસોએ જોડાઇને યજ્ઞમાં આહૂતિ અર્પશે.

આ ભગીરથ કાર્યના મુખ્ય આયોજક અને યજ્ઞમાળા સમિતિના પ્રમુખ શ્રી હર્ષદભાઈ વ્યાસની બંને આંખની રોશની છેલ્લા એક દાયકાથી સદંતર જતી રહી છે. આમ છતાં છેલ્લા એક વર્ષમાં તેમણે પરિવારજનો-પુત્રો-ભત્રીજાઓને સાથે રાખી બારેય જ્યોતિર્લિંગનો બબ્બે વખત રૂબરૂ પ્રવાસ કરી આયોજન ગોઠવ્યું છે. તેમજ મોબાઇલના માધ્યમથી આખો દિવસ સતત સંપર્ક કરતા રહે છે. હર્ષદભાઈ વ્યાસ ભાજપ સાથે જોડાયેલા રહીને જામનગર તાલુકા પંચાયતના સભ્ય તેમજ વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે. જામનગરમાં યોજાતા બ્રહ્મ સમાજના દરેક કાર્યક્રમના કાયમી દાતા રહ્યા છે, તેમજ બ્રહ્મતેજના ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રહે છે. કોરોના મહામારી કાળમાં તેઓની વ્યક્તિગત સેવા સીમાચિહ્નરૂપ હતી.

આ ઐતિહાસિક ગણાતા કોટિ રુદ્ર મહાયાગનું આયોજન પણ સનાતન ધર્મના સમસ્ત હિંદુ સમાજનું કલ્યાણ થાય, ભૂદેવોના બ્રહ્મતેજમાં વૃદ્ધિ થાય તેમજ શિવકૃપા પ્રાપ્ત કરી જીવ મુક્તિ પામે તેવો શુભાશય હૈયે ધર્યો છે. આયોજક પ્રમુખ વિશેષમાં જણાવે છે કે આ યજ્ઞમાળામાં તો નિશ્ચિત ભાવિકો જ યજ્ઞમાં જોડાયેલા રહેશે, પરંતુ અન્ય શિવભક્તો પણ જો આ ઐતિહાસિક યજ્ઞમાળામાં દર્શન કે આહૂતિ આપવા માટે સ્વૈચ્છિક સહભાગી થવા ઇચ્છતા હોય તો તેઓ પોતાના પસંદગીના અનુકૂળ જ્યોતિર્લિંગના યજ્ઞસ્થળે પહોંચી શકશે, તેમજ ધોતી-સાડી જેવા પરંપરાગત સનાતન વસ્ત્રો પહેરી તારીખ ૧૯ થી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના કોઇપણ દિવસે સવાર-બપોર ૧૫ મિનિટ યજ્ઞમાં આહૂતિ આપી શકશે.

આ કોટિ રૂદ્ર મહાયાગથી દેશભરમાં પ્રસરનાર ઉર્જાનો લાભ લેવા ઇચ્છુક ભાવિકો પોતાના વિસ્તારના શિવાલયમાં કે ગામેગામના શિવભક્તો સ્થાનિક શિવાલયોમાં સમાંતર યજ્ઞ યોજે તેવો ભાવપૂર્ણ અનુરોધ કરાયો છે.અભૂતપૂર્વ એવા આ ધાર્મિક કાર્યક્રમને સફળ બનાવવા યજ્ઞમાળા સમિતિના નેજા હેઠળ જામનગર બ્રહ્મસમાજના વિવિધ એકમો, હર્ષદભાઇ વ્યાસ પરિવારના જીતેન્દ્રભાઈ, પાર્થભાઈ, કિશનભાઇ સહિત અન્ય પરિવારજનો, બારેય જ્યોતિર્લિંગના સ્થળે નિમાયેલા વ્યવસ્થાપકો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. દરેક જ્યોતિર્લિંગના યજ્ઞમાળામાં જોડાનાર યજમાન દંપતીઓ તેમજ વ્યક્તિગત ભાવિકો માટે યજ્ઞમાળાની સમિતિ તરફથી મુસાફરી, રોકાણ તેમજ ભોજનની વ્યવસ્થા પણ યજ્ઞ આયોજન સમિતિ તરફથી ગોઠવવામાં આવી છે.

જામનગર : પીપર ગામની ૧૧ વર્ષની બાળકીને ચાર પાંચ કુતરાઓએ ફાડી ખાતા મોત

0

કાલાવડ તાલુકાના પીપર ગામના શ્રમિક પરિવારની ૧૧ વર્ષની બાળકીને ચાર પાંચ કુતરાઓએ ફાડી ખાતાં મૃત્યુ નિપજ્યું હોવાથી ભારે અરેરાટી

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ ફેબ્રુઆરી ૨૬, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના પીપર ગામમાં કરુણા જનક બનાવ બન્યો હતો, અને રસ્તે રઝળતા કુતરાઓએ ૧૧ વર્ષની શ્રમિક પરિવારની એક બાળકીને ફાડી ખાતાં બાળકીનું સારવારમાં મૃત્યુ નીપજ્યું છે, જેથી ભારે અરેરાટી ફેલાઈ છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ કાલાવડ તાલુકાના પીપર ગામના ખેડૂત અશોકભાઈ ભીખાભાઈ રાંક ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા સુરલાભાઈ વેસ્તાભાઈ કનેશ નામના પરપ્રાંતિય શ્રમિક ની ૧૧ વર્ષની પુત્રી રાજલબેન, કે જે પોતાની વાડીએથી ઘરે ચાલીને પરત ફરી રહી હતી, દરમિયાન રસ્તામાં ચાર પાંચ રસ્તે રઝળતા કુતરાઓએ બાળકીને ઘેરી લીધી હતી, અને શરીરના અલગ અલગ ભાગોમાં બટકા ભરી લેતાં તેણી લોહી લુહાણ થઈ ને ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ હતી, અને તેણીને સારવાર માટે ગંભીર હાલતમાં કાલાવડ ની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું, તેથી શ્રમિક પરિવારમાં ભારે ગમગીની ફેલાઈ હતી.આ બનાવ અંગે બાળકી ના પિતા સુરલાભાઈ વેસ્તાભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડના પી.એસ.આઇ.સી.બી રાંકજા બનાવના સ્થળે અને ત્યારબાદ કાલાવડની સરકારી હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને બાળકીના મૃતદેહ નો કબ્જો સંભાળી આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી છે.

પંજાબ થી જામનગર ના મોટી ખાવડી વિસ્તારમાં નશાકારક પદાર્થ હેરોઈન ને ઘુસાડવાના નેટવર્ક નો પર્દાફાસ

0

પંજાબ થી જામનગર ના મોટી ખાવડી વિસ્તારમાં નશાકારક પદાર્થ હેરોઈન ને ઘુસાડવાનું મોટું નેટવર્ક એસ.જી. શાખાએ પકડી પાડ્યું

  • પંજાબ થી આવીને હોટલમાં ઉતરેલા ચાર પંજાબી શખ્સોને એસ.ઓ.જી ની ટુકડીએ ૮૩ લાખ ની કિંમતના નશા કારક પદાર્થ હેરોઈન સાથે ઝડપી પાડ્યા: સપ્લાયર નું નામ ખુલ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૭, ફેબ્રુઆરી ૨૬ પંજાબ થી જામનગર જિલ્લાના મોટીખાવડી વિસ્તારમાં મજૂરોની વસાહત ની વચ્ચે નશાકારક પદાર્થને ઘુસાડવા માટેનું મોટું નેટવર્ક એસ.ઓ.જી. શાખાની ટુકડીએ પકડી પાડ્યું છે. પંજાબથી હેરોઈનનો માતબર જથ્થો લઈને એક હોટલમાં ઉતરેલા ૪ પંજાબી શખ્સો ને ગઈ રાત્રે એસ.ઓ.જી.ની ટુકડીએ ઝડપી લીધા છે, અને તેઓની પાસેથી ૮૩ લાખથી વધુ ની કિંમતનો નશાકારક પદાર્થ હેરોઈન નો જથ્થો કબજે કરી લઇ વધુ પૂછપરછ હાથ ધરી છે. જેઓની પૂછપરછ માં પંજાબના મુખ્ય સપ્લાયર નું નામ ખુલ્યું છે. જેથી તપાસનો દોર પંજાબ સુધી લંબાવાયો છે.જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે ‘નો ડ્રગ્સ ઇન જામનગર’ હેઠળનું અભિયાન ચલાવવા માટે જિલ્લા પોલીસ વાળા ડો. રવિ મોહન સૈનીએ એસ.ઓ.જી. શાખા ને સૂચના આપી હતી જેથી એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.દરમિયાન શહેર જિલ્લામાં લોકો નશો કરવા માટે નવા નવા નુસખાઓ અપનાવતા હોય જેથી આવા ગુનેગાર નશો કરનારની માંગ મુજબ ઝેરી વસ્તુઓ વેચવા માંગતા હોય જે અંગે એસ.ઓ.જી.. ના પોલીસ ઇન્સ્પેકટર બી.એન.ચૌધરી તથા પોલીસ સબ ઈન્સપેકટર એ.વી. ખેર ના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા જામનગરના ગ્રામ્ય વિસ્તારમા પેટ્રોલીંગ હાથ ધરાયુ હતું.દરમ્યાન એસ.ઓ.જી.ના સ્ટાફે ગઈ રાતે પૂર્વ બાતમી ના આધારે મોટી ખાવડી ગામે આવેલી હોટલ ૬૬૬ ના રૂમ નં-૨૦૨ માં દરોડો પાડ્યો હતો. જ્યાં ઉતરેલા અને મૂળ પંજાબ ના વતની વિશાલસિંગ જસબીરસિંઘ મટુ, હરપ્રીતસિંગ તેજાસિંઘ મજવી, બિક્રમજીતસિંગ અમરજીતસિંઘ મરવી અને જગદિપસિંગ લખબિરસિંઘ ખેહરા કેફી માદક પદાર્થ હેરોઈન ૪૧૮ ગ્રામ કી. જેની બજાર કિંમત રૂા. ૮૩,૬૦,૦૦૦ થવા જાય છે, જેની સાથે મળી આવ્યા હતા.

આથી એસ.ઓ.જી. શાખા ની ટુકડીએ નસીલા પદાર્થ હેરોઈનનો જથ્થો અને રોકડા રૂપિયા, સાત મોબાઈલ ફોન, વજન કાટો વિગેરે મળી કુલ કિંમત રૂપિયા ૮૪,૧૪,૦૦૦ ના મુદ્દામાલ કબજે કરી લઈ તમામ ઈસમો વિરૂધ્ધ મેઘપર (પડાણા) પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૨(સી), ૨૯ મુજબ ગુનો દાખલ કરાવી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.તેઓને પૂછપરછ દરમિયાન ઉપરોક્ત જથ્થો અમૃતસર- પંજાબમાં રહેતા ફિલિપ્સ ઉર્ફે ફૌજી નામના શખ્સ દ્વારા સપ્લાય કરવામાં આવ્યો હોવાથી તેને ફરારી જાહેર કરી તપાસનો દોર પંજાબ સુધી લંબાવાયો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.