Saturday, October 10, 2026
Home Blog Page 34

જામનગરના દિગ્જામ રેલ્વે ઓવરબ્રિજ નજીક ઝૂંપડપટ્ટી પર બુલડોઝર ફરી વળ્યું

0

જામનગર શહેરમાં દિગજામ રેલવે ઓવરબ્રિજની નીચે વર્ષોથી ખડકાઈ ગયેલી ઝુપડપટ્ટીમાં આજે પોલીસ તંત્ર દ્વારા મેગા ડીમોલિશન કાર્ય હાથ ધરાયું

  • ૧૫૦ થી વધુ રેલવેની જમીન પર ખડકાઈ ગયેલા ઝુપડાઓ દૂર કરવા માટે શહેર જિલ્લા તેમજ રેલવેનો મોટો પોલીસ કાફલો જોડાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬ ફેબ્રુઆરી ૨૬, જામનગર શહેરમાં દિગજામ ઓવરબ્રિજ ની નીચે આવેલી રેલવે લાઇનની બંને તરફ ૧૫૦ થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ ખડકી દેવામાં આવ્યા છે, અને વર્ષોથી આ ઝુપડપટ્ટી પોલીસ માટે દર્દ સમાન બની છે. ત્યાં અનેક વખત દેશી દારૂની પ્રવૃત્તિ અંગે પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી છે, તેમ છતાં દેશી દારૂની પ્રવૃત્તિ પણ બે રોકટોક ચાલી રહી છે.જ્યાં આજે પોલીસ તંત્ર દ્વારા મેગા ડીમોલેસન કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. લાલપુરના આઈપીએસ પોલીસ અધિકારી પ્રતિભા, જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે. એન. ઝાલા વગેરે ઉચ્ચ અધિકારીની રાહબરી હેઠળ ૩૦૦ થી વધુ પોલીસ કર્મચારી ની ફોજ ઉતારી દેવામાં આવી હતી, અને અનેક ઝુંપડાઓ પર વહેલી સવારથી પીળો પંજો ફરી વળ્યો હતો.રેલવે લાઈનની બંને તરફ આશરે ૧૫૦ થી વધુ નાના મોટા અનેક ઝુપડાઓ આવેલા છે, જ્યારે કેટલીક કેબીનો સહિતના દબાણો પણ આ સ્થળે ખડકી દેવાયેલા છે, જેને દૂર કરવા માટે એકી સાથે અડધો ડઝનથી વધુ જેસીબી મશીન નો ઉપયોગ કરવામાં આવ્યો છે, અને મેગા ડીમોલેસન કાર્ય હાથ ધરી લેવાયું છે.પોલીસે ટસના મસ થયા વિના મક્કમ પણે તમામ ઝુપડાઓ દૂર કરવા માટેની કાર્યવાહી અવીરત ચાલુ રાખવામાં આવી છે, અને લગભગ બે દિવસ સુધીમાં ઉપરોક્ત તમામ વિસ્તારના ઝુપડાઓ દૂર કરીને રેલવે ટ્રેક આસપાસ નો સમગ્ર વિસ્તાર ખાલી કરાવી દેવામાં આવશે, તેવો પોલીસ તંત્ર એ નિર્ધાર કર્યો છે, અને કાર્યમાં જામનગર શહેર પોલીસ ઉપરાંત રેલવે પોલીસનો સ્ટાફ પણ જોડાયો છે.

દેવભૂમિ દ્વારકા : ખંભાળિયાની એક હત્યાનો આરોપી ધ્રોલ પંથકમાંથી ઝડપાયો

ખંભાળિયા ની એક હત્યાના કેસમાં ૨૦ વર્ષની સજા પામેલો જામનગરનો એક કેદી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ ધ્રોળ પંથકમાંથી ઝડપાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૫ ફેબ્રુઆરી ૨૬ જામનગરમાં સેટેલાઈટ પાર્ક વિસ્તારમાં રહેતા સબીર મિયાં અઝીઝમીયા સૈયદ (ઉંમર વર્ષ ૫૦) કે જેને ખંભાળિયાના હત્યા ના એક ગુનામાં ૨૦ વર્ષની જેલ સજા ફટકારવામાં આવી હતી, અને પોતે વડોદરા ની જેલમાં પાકા કામના કેદી તરીકે જેલવાસ ભોગવતો હતો.દરમિયાન તેને ૧૬,૧૦.૨૦૨૫ થી ૩૧.૧૦.૨૦૨૫ સુધી ૧૪ દિવસ માટે પેરોલ પર મુક્ત કરવામાં આવ્યો હતો, અને પોતાની મુદત પૂરી થઈ ગયા બાદ ફરીથી જેલમાં હાજર થયો ન હતો, અને નાસ્તો ફરતો રહ્યો હતો.ઉપરોક્ત ફરારી આરોપી જેને પોલીસ શોધી રહી હતી, દરમિયાન ગઈકાલે જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં પોતે આવ્યો હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે વોચ ગોઠવી ઝડપી લીધો હતો, અને તેને ફરીથી વડોદરા ની જેલમાં મોકલી આપ્યો છે.

જામનગરમાં બે દાયકા પહેલા ડબલ મર્ડર અને ફાયરિંગ કેસના આરોપીને ૨૦ વર્ષે બાદ ઝડપી લેતી પોલિસ

0

જામનગર શહેરના ૨૦ વર્ષ જુના ડબલ મર્ડર અને ફાયરિંગ કેસમાં ૨૦ વર્ષ થી નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડતી જામનગર પોલીસ

  • જામનગરની પોલીસ ટીમેં ઉત્તર પ્રદેશમાં ધામા નાખી વેશ પલટો કરીને બે દિવસની રેકી કર્યા બાદ આરોપીને શકંજામાં લીધો

દેશદેવી ન્યુઝ જામનગર તા ૪ફેબ્રુઆરી ૨૬, જામનગરમાં અંબર સિનેમા રોડ પર પંચરત્ન કોમ્પ્લેક્સ માં આજથી ૨૦ વર્ષ પહેલા ડબલ હત્યાની ઘટના બની હતી, જે અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જે ગુનામાં ૨૦ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જામનગર પોલીસે ઉત્તર પ્રદેશમાં ધામા નાખી, વેશ પલ્ટો કરીને બે દિવસની રેકી કર્યા બાદ ઝડપી લીધો હતો, અને જામનગર લઈ આવી ઘનિષ્ટ પૂછપરછ હાથ ધરી છે.જામનગરમાં અંબર સિનેમા રોડ પર પાંચ રત્ન કોમ્પ્લેક્ષ માં ગત તારીખ ૧૩.૬.૨૦૦૬ ના રોજ ‘દીપાલી એન્ટરપ્રાઇઝ’ની ઓફિસમાં ઉઘરાણીના મામલે થયેલા વિવાદમાં અંધાધૂંધ ફાયરિંગ થયું હતું, જેમાં રમેશચંદ્ર દિનદયાલ અગ્રવાલ અને આલાભાઈ કમાભાઈ રબારીના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ ૩૦૨,૩૦૭, ૧૨૦(બી) આર્મ્સ એકટ કલમ ૨૫(૧) બીએ મુજબનો ગુનો નોંધાયો હતો.જે ગુના બાબતે રાજકોટ રેન્જ ના આઇ.જી.પી. અશોકકુમાર યાદવ અને એસ.પી. ડો. રવિ મોહન સૈનીની સુચના તેમજ જામ શહેરના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવિરસિંહ ઝાલા ના માર્ગદર્શન મુજબ આરોપીઓને પકડવા માટે એસ.આઇ.ટી. ટીમ ની રચના કરવામાં આવી હતી.જેમાં સીટી-બી પો.ઇન્સ.પી.પી. ઝા અને, ત્રણ પો.સ.ઇ. એમ.વી. મોઢવાડીયા, એમ.વી.ભાટીયા, પી.એન.મોરી સાથે એક એસ.આઇ.ટી. ટીમ ની રચના કરવામાં આવી હતી. જે ગુન્હાના આરોપીઓને પકડી પાડવા એસ.આઈ.ટી. ની ટીમ પો.સબ ઇન્સ. એમ.વી. મોઢવાડીયા ના નેતૃત્વ માં પો.હેડ કોન્ટેબલ દશરથસિંહ તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ વાઢેર, સાજીદભાઈ બેલીમ વગેરે ને માહીતી મળેલ કે આ કેસનો ફરારી આરોપી જીતેન ઉર્ફે જીતેન્દ્ર ઉર્ફે જીતુ રમેશન્દ્ર ગુપ્તા ઉર્ફે પવન કુમાર (રહે અજીતમલ જી. ઓરૈયા રાજ્ય ઉતર પ્રદેશ વાળા ગામ માં સાંઈબાબા ના મંદિર પાસે પોતાનું નામ બદલી ને રહે છે જેથી લાંબા સમય સુધી ટેકનીકલ તપાસ કર્યા બાદ, ટીમ ના સભ્યો એ પોતાનો વેશ પલટો કરીને ર દિવસ સુધી સર્વેલન્સ તથા રેકી કરતાં જાણવા મળલું કે આરોપી પોતાના અલગ-અલગ નામનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી ને રહે છે, જેથી આરોપીને સાચી ઓળખ કરીને આરોપીને પકડી પાડી જામનગર લઈ આવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

જામનગરના મયુરનગર વિસ્તારમાં વાણંદ યુવાન પર 3 શખ્સોએ છરી વડે હુમલો કરી લૂંટ ચલાવી

0

જામનગરમાં મયુર નગર વિસ્તારમાં વાણંદ યુવાન પર છરી વડે હુમલો કરી રૂપિયા ૧,૮૦૦ ની લૂંટ: ૩ સામે પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪, ફેબ્રુઆરી ૨૬ જામનગરમાં યાદવ નગર વિસ્તારમાં રહેતા અને વાણંદ કામ કરતા એક યુવાનને ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી તેના ખિસ્સામાંથી રૂપિયા ૧,૮૦૦ ની રોકડ રકમ સાથેનું પર્સ લૂંટી લેવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદી વાણંદ યુવાન રમેશ દિનેશભાઈ જગતિયા, કે જે ગઈકાલે મયુર નગર વિસ્તારમાંથી રાત્રિના ૧૧.૩૦ વાગ્યાના અરસામાં પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ત્રણ અજાણ્યા શખ્સોએ આવીને તેને મારઝુડ કરી હતી, અને હાથમાં છરી વડે હુમલો કરી દીધો હતો, તેમજ તેના ખિસ્સા માંથી રૂપિયા ૧,૮૦૦ ની રોકડ રકમ સાથેનું પાકી ઝુંટવી લઈ ભાગી છુટ્યા હતા. જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં પીએસઆઇ એન એમ ઝાલા ત્રણેય શખ્સોને શોધી રહ્યા છે.

જામનગરના DKV પાસે રીક્ષા ચાલકને માથામાં ધુંબાનો માર મારતા મૃત્યુ કેસમાં એકની ધરપકડ

0

જામનગરમાં ડી.કે.વી પાસે એક રીક્ષા ચાલકને માથામાં ધુંબા મારતાં હેમરેજ બાદ મૃત્યુ નિપજ્યા અંગેના કેસમાં એક આરોપીની ધરપકડ

  • આરોપીને જેલ હવાલે કરાયા બાદ જામનગરની સેસન્સ અદાલત સમક્ષ પોતાને જામીન પર મુક્ત કરવા માટેની અરજી રદ કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૪ ફેબ્રુઆરી ૨૬, જામનગરમાં ડિસેમ્બર માસમાં ડીકેવી કોલેજ સર્કલ પાસે એક રીક્ષા ચાલક ઉપર હુમલો કરીને માથામાં ધુંબા માર્યા બાદ હેમરેજથી રીક્ષા ચાલકનું મોત થયાના બનાવમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લઈ જેલમાં મોકલી આપ્યો છે. જે આરોપી બાઈક ચાલક દ્વારા સેસન્સ અદાલત સમક્ષ મુકેલી જામીન અરજી અદાલતે રદ કરી છે.આ કેસની વિગતો એવી છે કે જામનગરમાં ગત તા.૧૬મી ડિસેમ્બરે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં ઈબ્રાહિમભાઈ માકોડા ડીકેવી કોલેજ પાસે તેની રીક્ષામાંથી પેસેન્જર ઉતારતા હતા, ત્યારે મોટર સાયકલમાં આવેલા અજાણ્યા બે શખસોએ તેઓને ગાળો આપીને માથાના ભાગે ધુંબા માર્યા હતા. તેથી ઈબ્રાહિમભાઈને માથામાં દુ:ખાવો થતાં તેઓએ ઘરે આવીને પત્નીને વાત કરી હતી, અને ઉલ્ટીઓ થવા લાગતાં તેઓને ૧૦૮ મારફ્ત જી.જી. હોસ્પિટલમાં લઈ જવાતાં ફરજ ઉપરના ડોક્ટરે તેઓને હેમરેજ થયાનું જણાવ્યું હતું. બાદમાં તેઓને ત્યાંથી રાજકોટની સીવીલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, અને સારવારમાં તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.આથી મૃતકના પત્ની નફીસાબેનની ફરિયાદ ઉપરથી સિટી બી. ડિવિઝન પોલીસે મારકુટ અને બીએનએસ કલમ ૧૦૫ મુજબ બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.જે કેસમાં પોલીસે જામનગરના બાઇક ચાલક જીજ્ઞેશ નવીનચંદ્ર સેલારકાની ધરપકડ કરી હતી, અને અદાલત સમક્ષ રજૂ કરતા તેને જેલમાં મોકલી દેવાનો હુકમ થયો હતો, જેથી તે જેલ હવાલે થયો હતો.

જામનગરમાં લક્ઝરી બસમાં આગ લગાડનાર શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધ્યો

0

જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી ખાનગી લક્ઝરી બસમાં આગ લગાડનાર શખ્સ સામે પોલીસે ગુન્હો નોંધ્યો ; શોધખોળ

દેવી ન્યુઝ જામનગર તા ૨, ફેબ્રુઆરી ૨૬ જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગત ૨૪મી જાન્યુઆરી ના રાત્રે એકાએક આગ લાગી ગઈ હતી. જે બનાવ બાદ નજીકના સીસીટીવી કેમેરામાં એક વ્યક્તિ બસમાં આગ ચાંપીને જતો રહ્યો હોય, તેવા ફૂટેજ સામે આવ્યા બાદ બસ માલિકે અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે, જેને પોલીસ શોધી રહી છે.જામનગરમાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કૂલ પાસે પાર્ક કરેલી એક ખાનગી લક્ઝરી બસમાં ગત ૨૪મી જાન્યુઆરી ના રાત્રે એકાએક આગ લાગી ગઈ હતી. જે બનાવની જાણ થતાં ફાયર શાખાની ટુકડીએ ઘટના સ્થળે દોડી જઇ આગને બુઝાવી હતી. બસના માલિક કારખાનેદાર નિશાંતભાઈ ડોબરીયા કે જેઓએ જે તે વખતે પોલીસને જાણ કરી હતી. જેઓએ કોઈ વ્યક્તિ દ્વારા બસને આગ લગાવી દેવાની શંકા પણ વ્યક્ત કરી હતી.દરમ્યાન જે સ્થળે બસ પાર્ક કરી હતી, તે સ્થળે લગાવવામાં આવેલા એક કારખાના ના સીસીટીવી કેમેરામાં રાત્રિના ૧૧.૩૦ વાગ્યા આસપાસ એક વ્યક્તિ બસ પાસે આવ્યો હતો, અને આંગ ચાંપીને ચૂપચાપ ચાલ્યો ગયો હતો. જે ફૂટેજ ના આધારે બસ માલિક નિશાંત ડોબરીયાએ જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસમાં પોતાની રૂપિયા ૧૬ લાખની કિંમતની બસ સળગાવી નાખવા અંગેની ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.પોલીસે આ મામલામાં સીસીટીવી નું ફૂટેજ કબજે કર્યું છે, જેમાં એક અજાણ્યો શખ્સ રાત્રિના સમયે પગપાળા ચાલીને આવ્યો હતો, અને બસની બારીનો કાચ તોડીને અંદર ઘૂસ્યો હતો. તે દ્રશ્ય કેદ થયું છે. ત્યારબાદ બસની અંદર આગ ચાપી તેમાંથી બહાર નીકળીને ભાગી છૂટ્યો હતો. જેના ફૂટેજ અને અન્ય આસપાસના સીસીટીવી કેમેરાઓના વર્ણનના આધારે પોલીસ ટુકડી બસ સળગાવનારને શોધી રહી છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીને પતિનો ત્રાસ

0

જામનગરની જી.જી. હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુવતીને અમદાવાદ આઈટીઆઈ માં ફરજ બજાવતા પતિ નો શારીરિક- માનસિક ત્રાસ : પોલીસ ફરિયાદ નોંધાવાઈ

દેવી ન્યુઝ જામનગર તા ૨, ફેબ્રુઆરી ૨૬ જામનગરમાં સરલાબેન આવાસ માં રહેતી અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતી પૂનમબેન સંજયભાઈ ઝાલા નામની પરણીત યુવતીએ પોતાને શારિરિક અને માનસિક ત્રાસ આપી પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢવા અંગે પોતાના પતિ અમદાવાદના દસક્રોઈમાં આઈટીઆઈ માં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા સંજય હરિભાઈ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે.જામનગરના મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના જણાવ્યા અનુસાર ફરીયાદી પુનમબેન કે જેના લગ્ન ગત ૧૫.૮. ૨૦૨૧ ના રોજ થયા હતા. જે લગ્ન થકી તેણીને એક બાળકનો જન્મ થયો હતો. બાળકના જન્મના ૧૯મા દિવસથી જ પતિ સંજયે ચારિત્ર્ય ની શંકા કુશંકા તેમજ અન્ય વાંક કાઢી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું, અને મારકુટ કરીને પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢી હતી.જેથી પૂનમબેન પોતાના પુત્ર સાથે જામનગર પોતાના માવતરે આવી ગઈ હતી, ત્યારબાદ પોતાનો માલ સામાન લેવાની જરૂર પડતાં પતિના ઘરે સામાન લેવા ગઈ હતી, જ્યાં પતિએ માથાકૂટ કરી હોવાથી સ્થાનિક પોલીસની મદદ લઈને પોતાનો સામાન મેળવવો પડ્યો હતો. જે લઈને જામનગર આવી હતી, અને ફેમિલી કોર્ટમાં પણ તેની સામે ફરિયાદ કરી હતી. જેના અલગ અલગ ત્રણ સેશનમાં પતિએ જામનગર આવ્યા સમયે પણ તેણીની સાથે તકરાર કરી હતી. આખરે આ મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામનગર નજીક મોરકંડા ગામમાંથી ૨૬ વર્ષીય યુવતી લાપતા થઈ

0

જામનગર નજીક મોરકંડા ગામમાંથી ૨૬ વર્ષીય યુવતી લાપતા થઈ જતાં પોલીસ દ્વારા શોધખોળ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨ ફેબ્રુઆરી ૨૬, જામનગર તાલુકાના મોરકંડા ગામમાં રહેતી હર્ષિદાબેન નવીનચંદ્ર સમાણવા નામની ૨૬ વર્ષની કોળી જ્ઞાતિ ની યુવતી, કે જે પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર એકાએક લાપતા બની ગઈ છે. પરિવારજનોએ તેના સગા સંબંધીઓ તેમજ અન્ય પરિચિત ને ત્યાં તપાસ કરી લીધી હતી, પરંતુ ક્યાંયથી તેણીનો પત્તો સાંપડ્યો ન હતો.આખરે પરિવારજનો દ્વારા જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને તેણી ગુમ થઈ ગઈ હોવાની જાણ કરી હતી. જેથી પંચકોશી બી. ડિવિઝનના એએસઆઈ ડી.બી. જોગીયા તેણીની શોધખોળ ચલાવી રહ્યા છે.

જામનગરમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો : LCB એ એક આરોપીને દબોચી લીધો

0

જામનગર માં થયેલી ઘરફોડ ચોરી નો ભેદ ઉકેલાયો : એલસીબી પોલીસે એક આરોપી ને ઝડપી પાડ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર  તા. ૨ ફેબ્રુઆરી ૨૬, જામનગરના કામદાર કોલોની વિસ્તાર માં પાંચ દિવસ માટે બંધ રહેલા એક મકાનમાંથી તસ્કર દ્વારા રૂ. ૧ લાખ ૩૯ હજાર ની કિંમત ના સોના ચાંદી અને ઇમિટેશન ના ઘરેણા તેમજ રોકડ રકમ ની ચોરી કરવામાં આવી હતી. આ ગુના નો ભેદ એલસીબી પોલીસે ઉકેલી નાખ્યો છે, અને એક આરોપી ને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લીધો છે.એલસીબીના પો.ઇન્સ. વી.એમ.લગારીયા ના માર્ગદર્શન મુજબ .સ્ટાફના એલ.સી.બી. ના પોસઈ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઇ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફ ના માણસો જામનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા,આ દરમ્યાન એલ.સી.બી.સ્ટાફ ને બાતમી મળી હતી કે તા.૨૫/૧૨/૨૦૨૫ થી તા.૨૯/૧૨ /૨૦૨૫ દરમ્યાન જામનગર શહેરમા કામદાર કોલોની શેરી નં-૩ રહેતા હીરેનભાઈ કૌશીકભાઇ સોની ના બંધ મકાન ના દરવાજા ના તાળા તોડી મકાન અંદર રાખેલ કબાટમાંથી રોકડ, રકમ તથા સોના ચાંદી ના દાગીના અને ઇમિટેશન જ્વેલરી મળી કુલ રૂ. ૧,૩૯ ,૦૦૦ ની ચોરી થઈ હતી,જે ચોરી કરનાર આરોપી સુનીલભાઇ ઉર્ફે ખાનભાઇ રાજુભાઇ પરમાર ( રહે. સાત રસ્તા સંતોષી માતાજી ના મંદિર પાસે જામનગર) હાલ દિગજામ સર્કલ પાસે ઓવર બ્રિજ નીચે ઉભેલ છે. તેવી હકિકત આધારે પોલીસે દરોડો પાડી આરોપી ને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસે થી સોના ના દાગીના( રૂ.૧,૮૯,૦૦૦) ચાંદીના દગીના રૂ.( ૫,૦૦૦), રોકડ રકમ .રૂ. ૧૦,૦૦૦, એક મો.સા કિ.રૂ ૫૦,૦૦૦નું વગેરે કબજે કર્યા હતા.

જામનગરની DKV કોલેજના વિદ્યાર્થીઓએ CEPT પ્લાન્ટ ની મુલાકાત કરી

0

જામનગરની ડીકેવી કોલેજના વિદ્યાર્થીઓએ ઇલેક્ટ્રોપ્લેટિંગ એસોસિયેશન ના સીઈપીટી પ્લાન્ટ ની મુલાકાત કરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨ ફેબ્રુઆરી ૨૬, તાજેતરમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, પ્રાદેશિક કચેરી, જામનગર ખાતે ડીકેવી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના ૧૫ વિધાર્થીઓ કે જેઓ બીએસસી (કેમિસ્ટ્રી ) વિભાગ ના અંતીમ વર્ષમાં અભ્યાસ કરી રહયા છે. તેઓ તેમજ એક વિધાર્થીની કે જે એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદ માં એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ના અંતીમ વર્ષમાં અભ્યાસ કરી રહેલ છે. તે સર્વો દ્વારા તા ૩૧/૦૧/૨૦૨૬ ના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સ્ટાફ ની સાથે ઇલેકટ્રોપ્લેટિંગ એશોસીએશન ના સીઈપીટી ની મુલાકાત લીધી હતી.તેઓ દ્વારા આગામી દિવસોમાં ઇલેકટ્રોપ્લેટિંગ એશોસીએશન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની અને ડીકેવી આર્ટ એન્ડ સાયન્સ કોલેજ સાથે મળીને સાથે મળી ને ઔધોગિક ગંદા પાણી માંથી મેટલ રીકવરી થઇ શકે કે કેમ ? તે અંગે નો અભ્યાસ કરવામાં આવશે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.