Saturday, October 10, 2026
Home Blog Page 35

જામનગરના ધ્રોલમાં અતિ ચક્યારી બનેલા “દિવુભા” હત્યા કેસમાં તમામ આરોપીઓ નિર્દોષ

0

જામનગર ના ધ્રોલ મુકામે દિવ્યરાજસિંહ ઉર્ફે દીવુભા પર ફાયરીંગ કરી ખુન કરવાના ગુનામાં આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકતી જામનગરની સેશન્સ કોર્ટ’

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૩૧ જાન્યુઆરી ૨૬ આ કેસની હકીકત એવી છે કે, આ કામે ગુજરનાર દિવ્યરાજસિંહ ને આરોપી અનિરૂધ્ધસિંહ સોઢા સાથે ટોલનાકા બાબતે ઝધડો થયેલ હતો તથા આરોપી ઓમદેવસિંહ સાથે ધ્રોલ મુકામે આવેલ પ્લોટ બાબતે અગાઉ મનદુ:ખ ચાલતુ હતુ જેનો ખાર રાખી આરોપી અનિરૂધ્ધસિંહ તથા ઓમદેવસિંહ એ કાવતરૂ રચી બહાગાામથી શાપશુર્ટર મુસ્તાક પઠાણ, રોહિંતસિંહ ઉર્ફે સોનુ તથા અખિલેશસિંહ નાઓને બોલાવી ગુજરનાર દિવ્યરાજસિંહ તથા તેના મિત્ર ફરીયાદી જયદીપસિંહ બન્ને પોતાની કાર પેજેરો લઈ એ.ટી.એમ માંથી રૂપીયા કાઢી પોતાની કાર પેજેરો માં બેસવા જતા હતા તે દરમ્યાન આરોપી અનિરૂધ્ધસિંહ સોઢા ,રોહિતસિંહ ઉર્ફે સોનુ , અખિલેશસિંહ ઉર્ફે બબલુ તથા મુસ્તાક પઠાણ સ્વીફટ કારમાં આવેલ અને આરોપી રોહિતસિંહ તથા મુસ્તાક પઠાણ પોતાની પાસે રહેલ પીસ્તલ માંથી ગુજરનાર પર ફાયરીંગ કરતા ગુજરનાર દિવ્યરાજસિંહ નીચે પડી ગયેલ તે દરમ્યાન અખિલેશસિંહ પોતાની પાસે રહેલ પીસ્તલમાંથી ફાયરીંગ કરી દિવ્યરાજસિંહ નું ખુન કરી ત્યાંથી નાસી ગયેલ હતા.ઉપરોકત આક્ષેપો સાથે જામનગર ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુ.ર .નં .૧૧૨૦૨૦૧૪૨૦૦૦૮૭ / ૨૦૨૦ થી આઈ.પી.સી કલમ-૩૦૨, ૧૨૦ (બી) તથા આર્મ્સ એકટ ૨૫ (૧-બી) એ, ૨૯ મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને ત્યારબાદ તપાસના અંતે આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો હોય પોલીસ દ્વારા ચીફ. જયુડી. મેજી. સાહેબ સમક્ષ ચાર્જસીટ રજુ કરવામાં આવેલ.ઉપરોકત કેસ સેશન્સ કમીટ થતા ચાલવા પર આવતા ફરીયાદ પક્ષે પોતાના કેશ સાબિત કરવા ફરીયાદી સહિત સાહેદો, મૈાખિક પુરાવો અને દસ્તાવેજી પુરાવો રજુ કરેલ અને ફરીયાદ પક્ષે પોતાનો કેશ સાબિત કરેલ છે તેવી રજુઆત કરેલ જયારે આરોપીના વકીલ અશોક એચ. જોશી તથા પીયુષભાઈ શાહ તથા ભગીરથસિંહ ડોડીયા નાઓએ પુરાવાના અંતે એવી દલીલ કરેલ કે ફરીયાદી નો પુરાવો માની શકાય તેમ નથી તેજ રીતે ફરીયાદીની જુબાની ફરીયાદ પક્ષના અન્ય સાહેદોનું સમર્થન મળતુ નથી તેમજ આરોપી વિરૂધ્ધ કોઈ પુરાવો આવેલ નથી તેવી દલીલ કરેલ અને ફરીયાદ પક્ષ પોતાના કેશ સાબિત કરવામાં નિષ્ફળ ગયેલ હોય આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકવા અરજ છે તેવી દલીલ કરેલ.ઉભય પક્ષોની દલીલો સાંભળી જામનગરના મહે. એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ સાહેબ દ્વારા ફરીયાદીનો પુરાવો માનવા યોગ્ય નથી અને તેના પુરાવાથી સમર્થન મળતુ નથી તેવા સંજોગોમાં રજુ થયેલ પુરાવા ઉપરથી આરોપી પરનો આરોપ નિઃશંક પણે સાબિત કરી શકેલ નથી તેમ ઠરાવી આરોપીઓને શંકા નો લાભ આપી છોડી મુકવા હુકમ કરેલ આરોપી તરફે વકીલ  અશોક એચ. જોશી તથા પીયુષભાઈ શાહ તથા ભગીરથસિંહ ડોડીયા રોકાયેલા હતા.

જામનગર CM ભુપેન્દ્રભાઈ પટેલ નું આગમન થતા મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતા મહાનુભાવો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું

  • રાજ્યસભાના સાંસદ  પરિમલભાઈ નથવાણી અને ધારાસભ્યશ્રીઓ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રી ને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૯ જાન્યુઆરી, ૨૬ ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આજે જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીના સ્વાગત અર્થે એરપોર્ટ પર રાજકીય આગેવાનો અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.મુખ્યમંત્રીનુ વિમાન ઉતરાણ થયા બાદ રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી, પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તથા દિવ્યેશભાઈ અકબરીએ તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મયબેન ગરસર અને ડેપ્યુટી મેયર શ્રીમતી ક્રિષ્નાબેન સોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા.વહીવટી તંત્ર તરફથી જિલ્લા કલેક્ટર  કેતન ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી  અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની અને ડેપ્યુટી કમિશનર શ્રી ઝાલાએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરી મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, અગ્રણી આગેવાન સર્વશ્રી બીનાબેન કોઠારી, ડો. વિનુભાઈ ભંડેરી, ,વિજયસિંહ જેઠવા , મૃગેશ દવે અને આશિષભાઈ જોશી સહિતના મહાનુભાવોએ પણ ઉપસ્થિત રહી મુખ્યમંત્રીશ્રીને જામનગરની ધરા પર આવકાર્યા હતા.

ધ્રોલમાંથી પાંચ વર્ષની માસુમ બાળકીને ઉઠાવી જનાર પોલીસના સકંજામાં

0

ધ્રોલમાંથી પાંચ વર્ષની માસુમ બાળકીને ઉઠાવી જનાર પોલીસના સકંજામાં : બાળકીને તબીબી ચકાસણી અર્થે ધ્રોળ હોસ્પિટલમાં ખસેડાઈ

દેવી ન્યુઝ જામનગર તા ૨૯ જાન્યુઆરી ૨૬, જામનગર જિલ્લાના ધ્રોળ પંથકમાં વાડી વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું, અને તેણીને ઉઠાવી જનાર બાજુની વાડીમાં કામ કરતા મૂળ મધ્ય પ્રદેશ કાજુ હટુ બુંદેલીયા સામે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ધ્રોલ પોલીસ દ્વારા આ મામલે તુરતજ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, અને જુદા જુદા સીસીટીવી કેમેરાઓ મારફતે ડબલ સવારી બાઈકમાં બાળકી ને વચ્ચે બેસાડીને લઈ જતા સીસીટીવી ફૂટેજ મળ્યા હતા.

જે અંગે ઊંડાણપૂર્વકની તપાસ બાદ પાંચ વર્ષની બાળકી સાથે કાજુ હટુ બૂંદેલીયા પોલીસના શકંજામાં આવી ગયો છે, જેને ધ્રોલ પોલીસ મથકમાં લઈ આવ્યા બાદ ઘનિષ્ઠ પૂછપરછ ચલાવાઈ રહી છે. ઉપરાંત તેની સાથે રહેલી પાંચ વર્ષની બાળકીને ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જઈ તેની તબીબી ચકાસણી કરવામાં આવી રહી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપી બાળકીનો કુટુંબ મામો થતો હોવાનું જણાવ્યું હતું, અને બાળકીને ખાવા પીવાની ચીજ વસ્તુ લઈ દેવા માટે પોતે પડધરી ટાઉનમાં આવી રહ્યો હતો, અને રસ્તામાં એક બાઈક સવાર ધ્રોળ તાલુકાના ગરેડીયા ગામના એક યુવાન પાસેથી લિફ્ટ માગી હતી, અને તેમાં પાછળ બેસીને ગયો હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા બાઈક સવારની પણ પૂછપરછ ચલાવવામાં આવી છે.

જામનગર : વીજ ચેકિંગમાં ગયેલ ટુકડીના કાગળો ફાળી રેકોડીંગ ડીલીટ કરી નાખ્યું : ૪ સામે FIR

0

જામનગર તાલુકાના મોડા ગામમાં વિજ ચેકિંગ માટે ગયેલી ચેકિંગ ટુકડી ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ચાર સામે પોલીસ ફરિયાદ

  • વિજ ચેકિંગ ટુકડીના કેસના કાગળો ફાડી નાખી મોબાઈલ ફોનમાં રેકોર્ડિંગ કરેલું સાહિત્ય મોબાઈલ ઝુંટવી ડીલીટ કરી નાખ્યું હોવાથી મામલો પોલીસ મથકે પહોંચ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૯જાન્યુઆરી ૨૬, જામનગર તાલુકાના મોડા ગામમાં ચેકિંગ માટે ગયેલી ટુકડી સાથે સ્થાનિકોએ બેહુદુ વર્તન કર્યું હતું. વીજ ચેકિંગ ટુકડીના વીજ અધિકારી ઉપર હુમલો કરી દઈ તેઓના હાથમાં રહેલો મોબાઇલ ફોન ઝુંટવી લઈ, રેકોર્ડિંગ કરેલું સાહિત્ય ડીલીટ કરી નાખ્યું હતું, તેમ જ કેસ કાગળો પણ ફાડી નાખી ફરજમાં રૂકાવટ કરી હોવાથી આ મામલે ચાર વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ ધોરાજીના વતની અને પીજીવીસીએલમાં જુનિયર ઇજનેર તરીકે ફરજ બજાવતા સુલેમાનભાઈ સુમારભાઈ દોઢીયા નામના વીજ અધિકારી ગઈકાલે જામનગર તાલુકાના મોડા ગામમાં ચેકિંગ માટે ગયા હતા. જેઓની સાથે અન્ય સ્ટાફ પણ જોડાયો હતો. મોડા ગામના રહેવાસી ગજેન્દ્રસિંહ અનોપસિંહ જાડેજા, કે જેના મકાનમાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે તે રહેણાક મકાનમાં વીજ ચોરી થતી હોવાનું માલુમ પડ્યું હતું, અને ગેરકાયદે વિજ જોડાણ મેળવી લઈ પાવર ચોરી કરાતી હતી.જેથી સુલેમાનભાઈ દોઢીયા અને તેઓની ટીમ દ્વારા મોબાઈલ ફોનમાં સ્થળનું રેકોર્ડિંગ કરીને ફોટા પાડવામાં આવ્યા હતા, જયારે વીજ ચોરીનો કેસ કરવા માટેના કાગળો તૈયાર કરાઈ રહ્યા હતા. જે દરમિયાન મકાન માલિક ગજેન્દ્રસિંહ જાડેજા ઉસકેરાયો હતો, અને વિજ અધિકારી સાથે ઝઘડો અને ઝપાઝપી કરી મારકુટ કરી હતી. જેમાં તેમની સાથે ગજેન્દ્રસિંહ જાડેજા, અરવિંદસિંહ સતુભા જાડેજા અને અન્ય એક સાગરીત પણ જોડાયા હતા, જે ચારેય શખ્સો એ મારકુટ કરી કેસ કાગળો ફાડી નાખ્યા હતા, ઉપરાંત મોબાઇલ ફોન ઝુંટવી લઈ,તેમાં રહેલું રેકોર્ડિંગ સહિતનું સાહિત્ય પણ ડીલીટ કરી નાખ્યું હતું. આખરે આ મામલો જામનગરના પંચકોસી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને સુલેમાનભાઈ દોઢિયા ની ફરિયાદ ના આધારે ઉપરોક્ત ચારેય આરોપીઓ સામે ફરજમા રૂકાવટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના બર્ધનચોક વિસ્તારમાં આઠ વર્ષ પહેલાં થયેલી એક હત્યાના કેસના સાક્ષી પર તલવાર વડે હુમલો

0

જામનગરના બર્ધન ચોક વિસ્તારમાં આઠ વર્ષ પહેલાં થયેલી એક હત્યા ના કેસના સાક્ષી પર તલવાર વડે હુમલો : માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૮જાન્યુઆરી ૨૬, જામનગરમાં ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા એક યુવાન પર ગઈકાલે ઘાંચીવાડ વિસ્તારમાં તલવાર વડે હુમલો થયો છે. હમજા યુસુફભાઈ માડકીયા નામના એક શખ્સે તેના માથા ઉપર તલવારનો ઘા જીકી દેતાં તેને લોહી નીતરતી હાલતમાં સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને માથામાં પાંચ ટાંકા લેવા પડ્યા છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર આજથી આઠ વર્ષ પહેલા બર્ધન ચોક વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો, જે બનાવમાં ઇજાગ્રસ્ત યુવાન સાક્ષી તરીકે હતો, અને હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જેનું મનદુઃખ રાખીને આરોપી હમજા માડકિયા દ્વારા હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. હાલ હુમલાખોર આરોપી ભાગી છુટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.

જામનગરમાં રફતારનો કહેર : પુરપાટ આવતી કારે સર્જયો અકસ્માત

0

જામનગરના સાત રસ્તા PGVCL ગેટ સામે પુરપાટે આવેલા કાર ચાલકે સ્કુટર ને અડફેટે લેતા સર્જાયો અકસ્માત

  • “રામ રાખે તેને કોણ ચાખે” શ્વાનને ખવડાવતા યુવાનનો કાળ ટળી ગયો

  • બન્ને ચાલકોનો આબાદ બચાવ થયો હતો : સ્કુટર અને કારમાં ભારે નુકસાન

  • કાર ચાલક નશામાં ધૂત હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

દેશ દેવી ન્યુઝ જામનગર તારીખ ૨૭ જાન્યુઆરી ૨૬  જામનગરના સાત રસ્તા PGVCL ગેટ સામે પુરપાટે આવેલા કાર ચાલકે સ્કુટર ને અડફેટે લેતા અફડાતફડી મચી ગઇ હતી. બનાવના પગલે રાહદારીઓ બચાવ માટે દોડી ગયા હતા અને કાર ચાલકને સહી સલામત બહાર કાઢી લીધો હતો આ અકસ્માતમાં કાર અને સ્કૂટરમાં ભારે નુકસાન થયું હતું.જાણવા મળતી વિગત મુજબ શહેરના સાત રસ્તા પીજીવીસીએલ ગેટ પાસે પુરપાટે આવતી કારે શ્વાનને બિસ્કીટ ખવડાવી રહેલા એક સ્કુટર ચાલકને અડફેટે લીધો હતો જેમાં સ્કુટર ચાલકનો આબાદ બચાવ થયો હતો , કારમાં એરબેંગ ખુલી જતા કારચાલક નો પણ બચાવ થયો હતો , કાર ધડાકાભેર અથડાતા નાસભાગ મચી ગઈ હતી રાહદારીઓ તાત્કાલિક દોડી જઈ કારના ચાલકને ગાડીમાંથી સહી સલામત બહાર કાઢી લીધો હતો કારનો ચાલક નશામાં ધૂત હોવાનું તેમજ બેફામ બકવાસ કરતો હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબજ વાયરલ  થયો હતો

જામનગરના તમાચણ ગામમાં શ્રમિકોને ચા પીવડાવવાના પ્રશ્ને બે વેપારીઓ વચ્ચે ધોકાવારી

0

જામનગર તાલુકાના તમાચણ ગામમાં શ્રમિકોને ચા પીવડાવવાના પ્રશ્ને બે વેપારીઓ વચ્ચે તકરાર : એક વેપારી અને તેની વૃદ્ધ માતા પર હુમલો: ત્રણ સામે ફરિયાદ

દેશદેવી ન્યુઝ જામનગર તા ૨૬જાન્યુઆરી ૨૬ જામનગર તાલુકાના તમાચણ ગામમાં રહેતા અને અનાજ કરિયાણાની દુકાન તથા ચા ની હોટલ ચલાવતા રાકેશ પરષોત્તમભાઈ બોરીચા નામના ૩૫ વર્ષના વેપારીએ પોતાના ઉપર અને પોતાની વૃદ્ધ માતા ભાનુબેન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે બાજુમાંજ દુકાન ધરાવતા મશરૂભાઈ રઘુભાઈ ચાવડીયા, વિશાલ મશરૂભાઈ ચાવડીયા, અને રવિ મશરૂભાઈ ચાવડીયા નામના ત્રણ પિતા પુત્રો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફટીયાદી યુવાન આસપાસના વિસ્તારમાં કામ કરતાં શ્રમિકોને ચા પાણી પીવડાવવા માટે જતો હતો, જે આરોપી દુકાનદાર મશરૂભાઈ ચાવડીયા ને પસંદ ન હોવાથી તકરાર કરી હતી, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. પંચકોશી એ. ડિવિઝનના એ.એસ.આઇ. ડી.એ. રાઠોડ તપાસ ચલાવે છે.

જામનગરનો “વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ” બંધ કરાવવા માટે સ્થાનિક રહેવાસી ઓની અગત્યની મીટીંગ

0

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં આવેલો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ બંધ કરાવવા માટે સ્થાનિક રહેવાસી ઓની અગત્યની મીટીંગ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪જાન્યુઆરી ૨૬, જામનગર શહેરમાં અને ખાસ કરીને ગાંધીનગર સહિતના આસપાસના વિસ્તારમાં પર્યાવરણ અને માનવ આરોગ્ય સામે ગંભીર ખતરા રૂપ એબલોન કંપનીનો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ તાત્કાલિક બંધ કરાવવા માટે આસપાસ ના વિસ્તારમાં વસવાટ કરતા તમામ નાગરિકો માટેની અગત્યની મિટિંગ તા. ૨૬ જાન્યુઆરીના રોજ સાંજે ૪.૦૦ થી ૫.૦૦ દરમિયાન મચ્છર નગર વિસ્તારમાં આવેલા આશાપુરા મંદિરે યોજવામાં આવી છે.જામનગર શહેરના ગાંધીનગર, પુનિતનગર, રામેશ્વર તથા આસપાસના વિસ્તારોમાં એબલોન કંપની દ્વારા ચલાવવામાં આવી રહેલ “વેસ્ટ ટુ એનર્જી” પાવર પ્લાન્ટ હાલમાં સ્થાનિક નાગરિકો, પર્યાવરણ પ્રેમીઓ તથા દરિયાઈ જીવસૃષ્ટિ માટે ગંભીર ખતરો બની ગયો છે.આ પ્લાન્ટ માટે સમગ્ર જામનગર જિલ્લાનો કચરો અહીં ઠાલવવામાં આવે છે, જેના કારણે પ્લાન્ટની આસપાસ બે થી ત્રણ કિલોમીટર સુધી અસહ્ય દુર્ગંધ ફેલાયેલી રહે છે. પરિણામે આસપાસના વિસ્તારોમાં રહેતા અસંખ્ય નાગરિકોને ઉલ્ટી, આંખોમાં બળતરા, માથાનો દુખાવો જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓમાં રોગચાળો ફેલાતો હોવાની ભીતિ ઊભી થઈ છે.ચિંતાજનક બાબત એ છે કે આ પ્લાન્ટ દરિયાની અતિ નજીક આવેલ હોવાથી દરિયાઈ જીવોના અસ્તિત્વ માટે પણ મોટું જોખમ સર્જાઈ રહ્યું છે.આ ઉપરાંત, પ્લાન્ટની નજીક વિશ્વવિખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણ આવેલ છે, જેને થોડા સમય પહેલાં જ રામસર સાઇટ તરીકે માન્યતા આપવામાં આવી છે. શિયાળાની ઋતુમાં અહીં અનેક વિદેશી પક્ષીઓ આવે છે તેમજ દુનિયામાં અત્યંત દુર્લભ એવા કાળી ડોક ઢાંક પક્ષી અહીં માળા બાંધી ઈંડા મૂકે છે. આ અમૂલ્ય પક્ષીપ્રજાતિ અને સમગ્ર જૈવ વૈવિધ્ય માટે આ પ્લાન્ટ ગંભીર ખતરો સાબિત થઈ રહ્યો છે.આ સમગ્ર મુદ્દે નવાનગર નેચર કલબ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી, જે અત્યંત દુર્ભાગ્યજનક અને ચિંતાજનક બાબત છે.આથી, જામનગરના પર્યાવરણ પ્રેમીઓ તથા આ કંપનીના આસપાસના વિસ્તારોના રહેવાસીઓ માટે તા. ૨૬ જાન્યુઆરીના સાંજે આશાપુરા મંદિર, મચ્છર નગરમાં બેઠક યોજાઈ છે.

આ બેઠકમાં એબલોન કંપની વિરુદ્ધની આગામી રણનીતિ તથા કાનૂની અને લોકઆંદોલનની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.નવાનગર નેચર કલબ તમામ જાગૃત નાગરિકો, પર્યાવરણ પ્રેમીઓ, સામાજિક સંસ્થાઓને અપીલ કરે છે કે તેઓ મોટી સંખ્યામાં હાજરી આપી પર્યાવરણ અને માનવ આરોગ્ય બચાવવાના આ સંઘર્ષમાં જોડાય તેવો સંસ્થાના પ્રમુખ દ્વારા અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે (૯૯૨૫૫ ૬૦૧૯૯)નો સંપર્ક કરવા પણ અનુરોધ કરાયો છે.

જામનગરમાં ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓને પણ ધ્રુજાવ્યા

0

જામનગર શહેર અને જિલ્લામાં પ્રતિ કલાકના ૩૦ થી ૩૫ કિ.મી ની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને શહેરીજનો ઉપરાંત પશુ પક્ષીઓને પણ ધ્રુજાવ્યા

  • કાતિલ બરફીલા ઠંડા પવનને લઈને રાત્રિ દરમિયાન માર્ગો સુમસામ: લોકોએ ઘરમાં ભરાઈને રહેવાનું પસંદ કર્યું : વહેલી સવારે જાકળ વર્ષા

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૪,જાન્યુઆરી ૨૬ જામનગર શહેર અને જિલ્લામાં ઠંડી ધીમે ધીમે બોકાસો બોલાવી રહી છે. છેલ્લા બે દિવસથી ઠંડીના પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને પ્રતિ કલાકના ૩૦ થી ૩૫ કિ.મી ની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ-પક્ષીઓને પણ ધ્રુજાવ્યા છે, અને લોકો થરથર કાપી રહ્યા છે.છેલ્લા બે દિવસથી હવામાનમાં પલટો આવ્યો હતો, અને સુસ્વાટા મારતા બરફીલા ઠંડા પવને જનજીવનને અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. વહેલી સવારે પણ લોકોની ઓછી હાજરી જોવા મળે છે, અથવા તો ગરમ વસ્ત્રોમાં જ લપેટાઈને નીકળવાનું લોકો પસંદ કરી રહ્યા છે.

ઉપરાંત સાંજના સમયે પણ બરફીલા પવનના કારણે લોકો વહેલા જ ઘરની વાટ પકડી લે છે, જેથી શહેરના મુખ્ય માર્ગો સુમસામ નજરે પડી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ભેજના પ્રમાણમાં પણ વધારો થયો હોવાના કારણે પ્રતિદિન ઝાકળભીની સવાર થાય છે, અને માર્ગો પણ ભીંજાયેલા રહે છે, જેથી પરોઢિયે વાહનચાલકોને હાલાકી વેઠવી પડે છે. જોકે હવામાન વિભાગ દ્વારા ઠંડીનો પારો ૧૨.૦ ડિગ્રી સુધી ઉપર દર્શાવાઇ રહ્યો છે, જે આંકડા બરોબર ન હોવાનો નગરજનોનો મત છે.જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે ૮.૦૦ વાગ્યે પુરા થતા ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૧૨.૦ ડીગ્રી સેન્ટીગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૨૩.૫ ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૯ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૩૦ થી ૩૫ કિ.મી ની ઝડપે રહી હતી.

જામનગરના જુનાનાગના ગામની સીમમાં હિટાચી મશીન માથી બેટરીની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

0

જામનગર નજીક જુનાનાગના ગામની સીમમાં હિટાચી મશીન માથી બેટરી ની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૪ જાન્યુઆરી ૨૬, જામનગરના જુના નાગના ગામની સીમમાંથી એક હીટાચી મશીનમાંથી બે નંગ બેટરી ની ચોરી કરવાના ગુનામાં એલસીબી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને ચોરીના આ ગુના નો ભેદ ઉકલી નાખ્યો છે.એલસીબી. ના પો.ઇન્સ. વી.એમ. લગારીયા ના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના એલ.સી.બી.ના પો.સ.ઈ. સી.એમ.કાંટેલીયા તથા પો.સ.ઈ. એમ.વી.ભાટીયા તથા સ્ટાફ ના માણસો જામનગર શહેર વિસ્તારમાં વાહન ચોરી તથા ઘરફોડ ચોરી ના અને ડીટેકટ ગુન્હા શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતાદરમ્યાન સ્ટાફ ને મળેલ બાતમી ના આધારે જુનાનાગના ગામ ની સીમ બંધ રેલ્વે ફાટક પાસે બેટરી ની ચોરી કરનાર આરોપીઓ ખીમજીભાઈ અરજણભાઈ છીપરીયા ( નવાગામ ઘેડ મધુરમ સોસાયટી ટાવરની બાજુમાં જામનગર) અને ઘેલુભાઈ ઉર્ફે રફલો દેવાભાઈ જોગસવા (રહેવાસી નવાગામ ઘેડ શંકરના મંદિર પાછળ જામનગર) ને.ઝડપી લીધા હતા અને રૂપિયા ૨૦ હજાર ની કિંમત ની બે નંગ ચોરી કરેલ બેટરી કબજે કરી હતી. આરોપી ઘેલુભાઈ ઉર્ફે રફલો દેવાભાઈ જોગસવા વિરૂધ્ધ જામનગર ના સીટી બી. ડીવી પોલીસ સ્ટેશનમાં છ ગુના દાખલ થઈ ચૂક્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.