Saturday, October 10, 2026
Home Blog Page 36

જામનગરના વંડાફળી વિસ્તારમાં વણિક યુવાનની હત્યા નિપજાવનાર બન્ને આરોપીઓ ઝડપાયા

0

જામનગરના વંડાફળી વિસ્તારમાં વણિક યુવાનની હત્યા નિપજાવીને ભાગી છૂટેલા બન્ને આરોપીઓ ગણતરીના કલાકોમાં જામકંડોરણા પાસેથી પકડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૪ જાન્યુઆરી ૨૬, જામનગરના વંડાફળી વિસ્તારમાં વણિક યુવાન ની હત્યા કરી ને નાસી છૂટેલા બે હત્યારાઓને જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ, તથા સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે કમાન્ડ એન્ડ કન્ટ્રોલ વિભાગ ની ટુકડી ની મદદ મેળવી ને જામ કંડોરણાં પાસેથી પકડી પાડ્યા છે, અને જામનગર લઈ આવ્યા બાદ બંન્નેની ધનિષ્ઠ પૂછપરછ હાથ ધરી છે.

જામનગરના વંડા ફળી વિસ્તારમાં આદિનાથ એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર. ૫૦૨ માં રહેતા નીલયભાઇ અશોકભાઇ કુડલીયા (ઉ.વ.૪૦) ની તેના સાળા મનીષભાઈ જેરામભાઈ મોરી તથા સોહીલ સલીમભાઇ સોઢાએ ગઈકાલે સવારના તેના ઘરે આવી આડેઘડ છરીના ઘા કરી હત્યા નિપજાવી ભાગી છૂટ્યા હતા.

ઉપરોકત બનાવ સંદર્ભે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈનીએ ઉપરોક્ત બન્ને આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા સૂચના આપી હતી, તેમજ નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ એન. ઝાલાના માર્ગદર્શન મુજબ, જામનગર એલ.સી.બી. ના પો.ઈન્સ. વી.એમ.લગારીયા અને એલ.સી.બીના પોલીસ સ્ટાફની ટીમ તથા જામનગર સીટી એ. ડીવીઝનના પોલીસ ઇન્સ. એન.એ. ચાવડા અને તેઓની સર્વેલન્સ સ્કોડની ટીમો બનાવી બનાવવાળી જગ્યા આસપાસ ટેકનીકલ મદદથી તથા હ્યુમન સોર્સ ની મદદથી તપાસ શરૂ કરાવી હતી.
દરમિયાન હકીકત મળેલ કે ઉપરોકત બન્ને આરોપીઓ એ હત્યા નિપજાવ્યા બાદ મોટરસાયકલમા નાશી ગયા છે.

જેથી તે બાઇક ની મુવમેન્ટ મેળવવા કમાન્ડ એન્ડ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. બી.બી.સિંગલ નો સપર્ક કરતાં તેઓ દ્વારા બાઇક નું ટેકનીકલ એનાલીસીસ કરાયું હતું.
દરમિયાન ઉપરોક્ત બાઇકની કાલાવડ વાવડી ચોકડી આસપાસ મુવમેન્ટ જોવામાં આવી હતી. જેથી તુરતજ અલગ અલગ ટીમો કાલાવડ તરફ રવાના થઇ હતી, અને જીલ્લા ના અન્ય પો.સ્ટે. ને જાણ કરવામા આવી હતી.જે દરમ્યાન ઉપરોકત બન્ને આરોપીનું ટેકનીકલ એનાલીસીસ તથા હ્યુમન સોર્સથી જાણવા મળેલું કે, તેઓ કાલાવડ થી જામકંડોરણા સાઇડ નાશી રહ્યા છે. જેથી પોલીસ સબ ઇન્સપેકટર એમ વી.ભાટીયા ની ટીમ દ્વારા તેમજ જામ કંડોરણા પોલીસની ટીમની મદદથી આરોપીઓનો પીછો કરી સાતુદડ ગામની સીમમાથી પકડી પાડી હત્યાના બંન્ને આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી લેવામાં આવ્યા છે. જેઓને જામનગર લઈ આવ્યા બાદ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરાયા છે, જ્યાં બંનેની પુછપરછ ચલાવવામાં આવી રહી છે.

જામનગરમાં ઓશવાલ સેન્ટર થી દિગ્જામ સર્કલ સુધી સિક્સ લેન માર્ગ બનશે

0

જામનગરમાં ઓશવાલ સેન્ટર થી દિગ્જામ સર્કલ સુધી ૧૫ કરોડ ના ખર્ચે બનનારા સિક્સ લેન માર્ગ અંગેની સુવિધાઓ મનપા ના તંત્ર દ્વારા જાહેર કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ જાન્યુઆરી ૨૬, જામનગરમાં ઓશવાળ સેન્ટર ( પાયલોટ બંગલો ) થી દિગજામ સર્કલ સુધી.ના ખોડીયાર કોલોની ના અતિ ગીચ માર્ગ પર ટ્રાફિક હળવો કરવાના ભાગરૂપે સ્ટેન્ડિંગ કમિટીમાં સીક્સ લેન નો નવો રોડ બનાવવાનો નિર્ણય લેવાયા બાદ જામનગર મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવી ગયું છે અને આ સ્થળે આશરે ૧૫ કરોડના ખર્ચે બનનારા સિક્સ લેન માર્ગની સુવિધાઓ અંગેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, અને ટૂંક સમયમાં જ આ રોડનું કાર્ય શરૂ થઈ જશે.પાયલોટ બંગલા થી દિગ્જામ સર્કલ સુધી હૈયાત ફોરલેન રોડ ની પહોળાઈ બંને સાઈડ ૭.૫૦ મીટર થી વધારી બંને સાઈડ ૧૧.૫૦ મીટર ની થશે. જેથી સમગ્ર પરિવહનમાં ભારે વાહન વ્યવહાર, મધ્ય અને નાના ટુ-વ્હીલર વાહનો ને તેની ડેડીકેટેડ લેન મળશે.ચાલી ને જતા રાહદારીઓ ની સલામતી તથા ડેડીકેટેડ પાથ-વે માટે બંને સાઈડ અલગ થી ફૂટપાથ ની જોગવાઈ કરવામાં આવી છે. ભવિષ્ય માં નવા બનાવેલ રોડ માં પાઈપલાઈન, કેબલ, ગેસ જેવી અન્ડરગ્રાઉન્ડ યુટીલીટી માટે બંને સાઈડ અલગ થી યુટીલીટી ડકટ (આર.સી.સી.) નુ આયોજન કરેલ છે. જેથી રોડને થતું વારંવારનું નુકશાન અટકી શકે. વરસાદી પાણીના નિકાલ માટે બંને સાઈડ સ્ટોર્મ વોટર ડ્રેઈનેજ સીસ્ટમ ની જોગવાઈ કરવામાં આવી છે.આમ, સિકસલેન રોડ માં જે સુવિધાઓ કરવામાં આવનાર છે તેમાં મેઈન કેરેજ-વે– ૧૧.૫૦ મીટર બંને સાઈડ , સેન્ટ્રલ લાઈટીંગ ડિવાઈડર – ૧.૦૦ મીટર પહોળાઈ, યુટીલીટી ડકટ – ૧.૫૦ મીટર બંને સાઈડ.,.ફૂટપાથ (રાહદારીઓ માટે) – ૧.૫૦ મીટર બંને સાઈડ (યુટીલીટી ડકટ ઉપર) , સર્વિસ રોડ/પાર્કિંગ – ૪.૫૦ મીટર બંને બાજુ, આઈલેન્ડ ડેવલોપમેન્ટ ઈમ્પ્રુવમેન્ટ., રોડ માર્કિંગ, સાઈનેજીસ તથા રોડ ફર્નીચર અને. સેન્ટ્રલ લાઈટીંગ નો સમાવેશ થાય છે.

મનપા ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઉપરોક્ત માર્ગ નું નિરીક્ષણ કરાયા બાદ તુરતજ કાર્યવાહી હાથ ધરવામાં આવશે, અને નજીકના ભવિષ્યમાજ આ સિક્સલેન માર્ગનું કાર્ય શરૂ કરી દેવામાં આવશે, આશરે એકથી દોઢ વર્ષ બાદ ઉપરોક્ત રોડનું કાર્ય પૂર્ણ થઈ જશે, અને જામનગરની જનતાને ટ્રાફિકમાં હળવાશ થશે, તેવો આશાવાદ મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉપરોક્ત રોડના સર્વે અને વિઝીટની કાર્યવાહી દરમિયાન કમિશનર ડી. એન. મોદીની સાથે ડીએમસી દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર મુકેશ વરણવા, સિટી ઈજનેર ભાવેશ જાની, લરોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની, એસ્ટેટ શાખાના અનવર ગજણ સહિતની ટીમ જોડાઈ હતી.

જામનગર સહિત સૌરાષ્ટ્ર ભરના લોકોને સોલાર પેનલ ના નામે છેતરપીંડી આચરતી ગેંગ ઝડપાઈ

0

જામનગર સાયબર ક્રાઇમ સેલ ની ટીમે સોલાર પેનલ લગાવવાના બહાને ૧૦૦ થી વધુ લોકોને છેતરનાર ટોળકીના પાંચ સભ્યોને ઝડપી લીધા બાદ નવો ખુલાસો થયો

  • જામનગર- રાજકોટ- મોરબી જુનાગઢ- પોરબંદરના સહિત ૧૦૦ થી વધુ લોકોના દોઢ કરોડથી વધુ નાણા ખંખેરી લીધા : મુખ્ય સૂત્રધાર ની શોધખોળ : પાંચેય જેલ હવાલે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૧ જાન્યુઆરી ૨૬, જામનગર શહેર જિલ્લા સહિતના ૧૦૦ થી વધુ લોકોને સોશિયલ મીડિયાના માધ્યમથી સોલાર પેનલ કંપનીના નામે આકર્ષક જાહેરાત આપી નાણા પડાવી લઈ સોલાર પેનલ ફીટ નહીં કરી આપનાર એક ટોળકીના પાંચ સભ્યોને જામનગર સાઇબર સેલ ની ટુકડીએ ઝડપી લીધા બાદ રિમાન્ડ પર લીધા હતા, જે રિમાન્ડ દરમિયાન તેઓએ સૌરાષ્ટ્રભરમાં ૧૦૦ નાગરિકો પાસેથી અંદાજે દોઢ કરોડથી વધુ રૂપિયા ખંખેરી લીધા હોવાનું જાણવા મળ્યું છે, જયારે પાંચેયના રિમાન્ડ પુરા થતાં જેલ હવાલે કરાયા છે, ઉપરાંત તેના મુખ્ય સૂત્રધાર ની શોધખોળ ચલાવાઇ રહી છે.જામનગરની સાયબર ક્રાઈમ પોલીસની ટીમેં સોલાર પેનલ ના નામે લોકો ના નાણાં પડાવી લેવા અંગેના પ્રકરણમાં તપાસમાં ઝુકાવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું, કે એક સોલાર કંપની ની જાહેરાત આપનાર પાર્ટી કે જેઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સસ્તા ભાવે સોલાર પેનલ લગાવી આપવાનું પ્રલોભન આપી તેના માટે બેન્કમાંથી લોન કરાવી દીધા બાદ નાણા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી નાખતા હતા, અને સોલાર પેનલ ફીટ નહીં કરી આપી, છેતરપિંડી કરી હતી. જે પ્રકરણની ઊંડાણપૂર્વકની તપાસ બાદ પોલીસની ટીમે એક ટોળકી ના પાંચ સભ્યોને ઝડપી લીધા છે.

જે ટોળકીએ ઇન્ફીટી સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સોલાર પેનલની ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર જાહેરાત આપી કંપનીના નામે લોકો સાથે સાયબર ઠગાઈ કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. અને વધુ તપાસ દરમ્યાન ખુલ્યું છે કે આરોપીઓએ આ રીતે ૧૦૦ કરતાં વધુ લોકો સાથે સાયબર ફ્રોડ આચરી, સોલાર પેનલ ખરીદવાના બહાને લોન અપાવી, તે રકમ પોતાના અંગત બેંક ખાતામાં મેળવી હતી. ત્યારબાદ સોલાર પેનલ સ્થાપિત ન કરી, છેતરપિંડીથી મેળવેલ નાણાં પોતાના અંગત લાભ માટે વાપર્યા હતા. ઉપરાંત, આ નાણાં ઠગાઈના હોવાની જાણ હોવા છતાં આરોપીઓએ એકબીજા સાથે સાંઠગાંઠ કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખી હતી.

આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ ની કલમ ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨) તથા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટ -૨૦૦૦ ની કલમ ૬૬(સી), ૬૬(ડી) મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો હતો, અને તે ગુન્હામાં (૧) હિરેનભાઈ નાથાલાલ લાઠીયા ઉ.વ.૩૭ રહે. તીરૂપતી પાર્ક ૭/બી ઢિંચડા રોડ મુળ રહે.કૃષ્ણકુંજ શેરી નં.૪ હિમાલય સોસયટી જામનગર, (૨) ચેતનભાઈ અશોકભાઈ પાણખાણીયા ઉ.વ.૩૬ રહે.નિલકમલ સોસાયટી શેરી નં.૫ ખોડીયાર કોલોની જામનગર, (૩) રાહુલભાઈ રાજેન્દ્રપ્રશાદ ભટ્ટ ઉ.વ.૫૨ રહે.૧/૨ મકવાણા સોસાયટી, શાંતિનગર પાછળ હરીયા સ્કૂલની સામે જામનગર (૪) અભયભાઈ જીતેન્દ્રભાઈ પરમાર ઉ.વ.ર૮ રહે. ખોડીયાર કોલોની ન્યુ આરામ કોલોની કોળીનો દંગો જામનગર, અને (૫) રામજી કમોદસિંઘ લોધી ઉ.વ.૨૫ નોકરી રહે જકાતનાકા પાસે પાર્થ એપાર્ટમેન્ટ ત્રીજો માળ જામનગર ની અટકાયત કરી લીધી હતી, જેઓને અદાલત સમક્ષ રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લેવાયા હતા.

પોલીસની પૂછપરછ દરમિયાન તેઓએ જામનગર શહેર અને જિલ્લા ઉપરાંત રાજકોટ, મોરબી, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ- દ્વારકા સહિતના સ્થળોએ અંદાજે 100 થી વધુ નાગરિકોને સોલાર પેનલ ફીટ કરવાના બહાને શિશામાં ઉતાર્યા હતા, અને બેંક લોન કરાવી આપવાના બહાને તેઓની અંદાજે દોઢ કરોડની રકમ તમામ આરોપીઓએ પડાવી લીધી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.  આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર જામનગરના વતની અને સોલાર પેનલ ની પેઢી ના માલિક કાનાભાઇ બૈડીયાવદરા ની પોલીસ દ્વારા શોધખોળ ચલાવવામાં આવી રહી છે. અને પાંચેય આરોપીઓના રિમાન્ડ પુરા થતાં તેઓને જેલ હવાલે કરી દેવાયા છે.

જામનગર : ધ્રોલમાં ઝવેલર્સના શોરૂમમાં થયેલી સોના- ચાંદીના ઘરેણાંની ચોરીનો ભેદ ઉકેલાયો

0

જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલા તુલજા ભવાની ઝવેલર્સ નામના શોરૂમમાં થયેલી સોના- ચાંદી ના ઘરેણાં ની ચોરી નો ભેદ ઉકેલાયો

  • રૂપિયા ૨૬.૯૬ લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણા તેમજ બે બાઇક સાથે એલસીબી ની ટુકડીએ ત્રણ તસ્કરોને ઝડપી લીધા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ જાન્યુઆરી ૨૬ જામનગર જિલ્લાના ધ્રોલમાં આવેલા તુલજા ભવાની જ્વેલર્સ નામના સોના ચાંદીના શોરૂમ માંથી ત્રણ દિવસ પહેલાં કોઈ તસ્કરોએ પાછળની દીવાલમાં બાંકોરું પાડી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ ધ્રોળ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમેં ઊંડાણપૂર્વકની તપાસ કરીને ધ્રોળ-જોડીયા રોડ પરથી ચોરાઉ મુદામાલ સાથે બાઇક પર ભાગી રહેલા ત્રણ તસ્કરોને ઝડપી લીધા છે, અને તેઓ પાસેથી રૂપિયા ૨૬.૯૬ લાખની કિંમતના સોના ચાંદીના ચોરાઉ ઘરેણા અને બે બાઈક વગેરે કબજે કરી લીધા છે.જોડીયા તાલુકાના હડિયાણા ગામના વતની સોની વેપારી પ્રકાશભાઇ હેમતલાલ સોની ની ધ્રોલ નગરપાલીકા સામે આવેલી ‘‘તુલજાભવાની ઝવેલર્સ’’નામની દુકાનમા ગત તા.૧૪.૧.૨૦૨૬ ના રાત્રી ના કોઈ અજાણ્યા ચોર ઈસમોએ દુકાનની પાછળની દિવાલમા બાકોરૂ પાડી,દુકાનમાથી સોના ચાંદીના દાગીના કિ.રૂ ૨૬,૯૬,૦૦૦ ની ચોરીને અંજામ આપ્યો હતો.

જે ચોરીનો ગુનો શોધી કાઢવા માંટે જામનગરના પોલીસવડા ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન લોકલ હેઠળ ક્રાઈમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર વી.એમ લગારીયા તથા PSI સી.એમ.કાંટેલીયા તથા PSI એમ.વી.ભાટીયા તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા ટેકનીકલ સેલ તથા હ્યુમન રીસોર્સનો ઉપયોગ કરી,ધ્રોલ જોડીયા વિસ્તારમા વણશોધાયેલો ચોરીનો ગૂનો શોધી કાઢવા કાર્યરત હતા.દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના દિલીપભાઇ તલાવડીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, કાસમભાઇ બ્લોચ, યુવરાજસિંહ ઝાલા, મયુરસિંહ પરમાર, રૂષિરાજસિંહ વાળા વગેરેને મળી હતી કે ઉપરોક્ત ચોરી માં મજુરોની સંડોવણી છે, અને આ ઝવેલર્સ ની દુકાનમા ચોરી કરનાર ઇસમો સોના ચાંદીના દાગીના લઇ મોટર સાયકલમા જોડીયા થી ધ્રોલ તરફ આવી રહયા છે.

જેથી ધ્રોલમાં ચામુડા પ્લોટ પાણીના ટાકા પાસે વોચ ગોઠવી ૧, હિમતભાઇ પાંગળાભાઇ મહેડા ઉવ.૨૫ ધંધો ખેતમજુરી રહે. કેશીયા, તા.જોડીયા (૨) શૈલેષભાઇ નવલસીંગ મહેડા ઉવ.૨૩ ધંધો ખેતમજુરી રહે. લખતર, તા.જોડીયા અને (૩) ટીનુભાઈ પાંગળાભાઈ મહેડા ઉવ.૨૫ ધંધો ખેત મજૂરી રહે. રંગપુર તા.પડધરી ની અટકાયત કરી લીધી હતી.

જેઓ પાસેથી (૧) સોના ની વીટીઓ ,બુટીઓ ચેઇન ,એરીંગ , પેન્ડલ સેટ,કાનની બાલી, ઓમકાર,નાક કાનના દાણા વિગરે સોનાના દાગીના આશરે ૧૭૫ ગ્રામ કિ.રૂ.૧૭,૫૦,૦૦૦ તેમજ ૨) ચાંદીના દાગીના બંગડી ,સાકરા ,લકકી ,કંદોરા ,જુડા ,ચેન,વિટી ,કડલી,બ્રેસલેટ ,સિક્કા ,ડોકીયુ,દાણા,ગાય,મુર્તિ, છતર, જે ચાંદીના દાગીના કુલ વજન-૧૧ કિલો ગ્રામ જેની કિ.રૂ ૯,૪૬,૦૦૦ કુલ રૂપીયા ૨૬,૯૬૦૦૦ નો ચોરાઉ મુદામાલ ઉપરાંત ૪ નંગ મોબાઇલ ફોન બે નંગ મોટર સાયકલ અને ચોરીમા ઉપયોગ લીધેલો લોખંડ નો સળીયો વગેરે કબજે કર્યા છે, અને ધ્રોળ પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.

આરોપીઓની ગુન્હો કરવાની થિયેરી

ઉપરોક્ત આરોપીઓએ ધ્રોલ ટાઉનમા આવેલી ‘‘તુલજાભવાની ઝવેલર્સ’’ની દુકાનમા રાત્રીના ચોરી કરવાના ઇરાદે દુકાન ની પાછળની દિવાલમા લોખંડ સાધનો વડે બાકોરૂ પાડી, દુકાનમા પ્રવેશ કરી, ચોરીને અંજામ આપી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.લોખંડના ધારદાર સળિયા વડે જુનવાણી દુકાનની પાછલી દીવાલમાં સૌપ્રથમ એક ઈંટ ને તોડી નાખી હતી, ત્યારબાદ અંદર હાથ નાખી એક પછી એક ઈટ કાઢીને અવાજ ન થાય તે રીતે બાંકોરું પાડી દીધું હતું, અને અંદર ઘૂસી શકાય તેટલી જગ્યા બનાવીને એક પછી તસ્કરો અંદર ઘુસ્યા હતા, અને તમામ ઘરેણાની ચોરી કરી ભાગી છૂટ્યા હતા.

જામનગર જીલ્લામાં ધુમ્મસ નો કહેર યથાવત : અકસ્માતના ત્રણ બનાવ સર્જાયા

0

જામનગર જીલ્લામાં ધુમ્મસ નો કહેર: જામનગર-રાજકોટ માર્ગ પર ત્રણ અલગ-અલગ સ્થળે અકસ્માત ના બનાવ સર્જાયા.

  • અકસ્માત ના ત્રણ બનાવ ના કારણે ત્રણ વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા : હાલ સારવાર હેઠળ.

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ જાન્યુઆરી ૨૬ જામનગર શહેર અને જિલ્લામાં ગાઢ ધુમમસ ના કારણે અકસ્માતો ની હારમાળા સર્જાઈ હતી. જામનગર રાજકોટ ધોરી માર્ગ પર જુદાજુદા ત્રણ વાહન અકસ્માતમાં ત્રણ વાહન ચાલકો ઈજાગ્રસ્ત બન્યા છે. પોલીસ દ્વારા આ અકસ્માત પામલે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.જામનગર જીલ્લામાં તા.૧૮ જાન્યુઆરી ૨૦૨૬ ના પરોઢીયે ગાઢ ધુમ્મસને કારણે અકસ્માત સર્જાયો હતો. વિઝિબિલિટી (દ્રશ્યતા) ઓછી હોવાને કારણે જામનગર શહેરના ગુલાબનગર ઓવર બ્રીજ પર એક રીક્ષા ડીવાઇડર સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો, અને ઇજાગસ્ત રીક્ષા ડ્રાઇવરને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બીજા બનાવ, જામનગર-રાજકોટ માર્ગ પર આવેલ પંચકોષી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક એક ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇજાગ્રસ્ત કાર ચાલક ને તાત્કાલિક સારવાર અર્થે સરકારી જી.જી. હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.ત્રીજો બનાવ, જામનગર-રાજકોટ માર્ગ પર મોટીબાણુંગાર ગામ નજીક બન્યો હતો. જ્યાં એક થાર જીપ અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં થાર જીપના ચાલકને સરકારી જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા તમામ અકસ્માતના બનાવો અંગે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

જામનગર : મુંગણી ગામે ચક્ચારી હત્યા કેસમાં મુખ્ય આરોપી જામીન મુક્ત

0

જામનગર : મુંગણી ગામના ગરાસીયા પ્રોઢના ચકચારી હત્યાના ગુનામાં મુખ્ય આરોપી જામીન મુકત જામનગર સેશન્સ કોર્ટ’

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૮ જાન્યુઆરી ૨૬ આ કેશની ટુંકમાં વીગત એવી છે કે, ફરીયાદી ને આરોપી મહેન્દ્રસિહં હેમતસિંહ પીંગળના કાકાની દીકરી સાથે પ્રેમ સંબંધ હોય અને તેણીએ ફરીયાદીને સોનાનો ત્રણ તોલાનો હાર આપી લોન લીધેલ હોય જે વાતની જાણ આરોપી મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ ને થતાં તેઓએ ફરીયાદી પાસેથી હાર પાછો લઈ તેના રૂપીયા ચુકવી આપેલ હોય અને ત્રીસ હજાર રૂપીયા દેવાના બાકી રાખેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓ (૧) મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ (૨) જયવિરસિંહ ચંદુભા પીંગળ (૩) અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ, (૪) મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેર નાઓએ ફરીયાદીના પિતાજી રાજેન્દ્રસિંહ રણુભા કેર પોતાના ફળીયામાં સુતા હોય ત્યારે ફળીયામાં પ્રવેશ કરી આરોપી જયવિરસિંહ ચંદુભા પીંગળ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ નાઓએ મરણજનાર રાજેન્દ્રસિહં રણુભા કેર ને દબાવી આરોપી મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ તથા મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેર નાઓએ છરી ગુપ્તી વડે શરીરે ધા મારી શરીરે ગંભીર ઈજાઓ કરતા સારવાર દરમ્યાન ફરીયાદીના પિતા રાજેન્દ્રસિંહ રણુભા કેર નું અવસાન થયું હતુંઆથી આરોપીઓએ ફરીયાદી ના પિતા રાજેન્દ્રસિંહ રણુભા કેર નું ખુન કરી એકબીજાની મદદગારી કરેલ તેવા આક્ષેપો સાથે BNS ની કલમ-૧૦૩ (૧) ,૧૦૯ (૧) , ૧૧૮ (૧) ,૩૩૨ (એ) , ૩(૫) , ૫૪ તથા જી.પી.એકટ ની કલમ ૧૩૫ (૧) મુજબ જામનગર સિકકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી. જે બાદ આરોપીઓ આરોપી (૧) જયવિરસિંહ ચંદુભા પીંગળ, (૨)અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ, (૩) મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેરને જામીન મુકત કરવામાં આવેલ.ત્યારબાદ મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ હેમંતસિંહ પીંગળ જેઓ જયુડીશ્યલ કસ્ટડીમાં હોય તેઓએ તેમના વકીલ શ્રી અશોક એચ.જોશી મારફત જામીન પર મુકત થવામાટે જામનગર સેસન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ જેના અનુંસંધાનમાં મહેન્દ્રસિંહ હેમંતસિંહ પીંગળ ના વકીલશ્રી અશોક એચ.જોશી દવારા દલીલો અને નામદાર હાઈકોર્ટ તથા નામદાર સુપ્રીમ કોર્ટ ના વીવીધ ચુકાદાઓ રજુ કરી અને અરજદારને જામીન મુકત કરવા રજુઆત કરવામાં આવેલ તેમજ સરકાર તરફે આરોપીની જામીન નામંજુર કરવા વાઘાં લેવામાં આવ્યા હતા.બન્ને પક્ષોની લંબાણ પૂર્વકની દલીલો સાંભળી નામદાર કોર્ટ સેસન્સ કોર્ટ દ્વારા અરદાર ના વકીલ અશોક એચ.જોશી ની દલીલો ધ્યાને લઈ આરોપી મહેન્દ્રસિંહ હેમંતસિંહ પીંગળના ને જામીન મુકત કરવા હુકમ કરવામાં આવેલઆરોપી તરફે વકિલ અશોક એચ. જોશી, મોહસીન એચ.ખારા, પ્રદિપ પી.મકવાણા, સાઈદ એચ.રૂન્જા, જયોતિ બી.પરમાર રોકાયેલ હતા.

જામનગરના વિશાલ કણસાગરા ને આખરે ઝડપી લેવાયો

0

પૂર્વ કૃષિ મંત્રી અને એક બિલ્ડરને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર મુખ્ય સૂત્રધાર જામનગરના વિશાલ કણસાગરા ને આખરે ઝડપી લેવાયો

  • નેપાળમાં બેસીને સોશિયલ મીડિયામાં પોસ્ટ અપલોડ કરતો હતો: ભારતમાં આવ્યા બાદ સાયબર પોલીસના શકંજામાં આવી ગયો: આઠ દિવસના રિમાન્ડ પર

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬, જાન્યુઆરી ૨૬ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ જામનગરના અગ્રણી બિલ્ડર પિતા પુત્ર ને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર વિશાલ કણસાગરા ને આખરે જામનગર સાયબર પોલીસે ઝડપી લીધો છે, અને આઠ દિવસના રિમાન્ડ પર લીધો છે. જેનેપાળમાં બેસીને નેટવર્ક ચલાવતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

જામનગરના અગ્રણી બિલ્ડર જમનભાઈ ફળદુ અને તેમના પુત્રને સોશિયલ મીડિયામાં બદનામ કરવાનું કાવતરું રચવા અંગે બે આઈડી ધારકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે પણ સાયબર ક્રાઈમ પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાને સોશિયલ મીડિયાના માધ્યમથી બદનામ કરનાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ની આ.ઇડી. ના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી.

આ ઉપરાંત જામનગરના અન્ય એક બિલ્ડર સ્મિત પરમારે પણ સાયબર ક્રાઈમ પોલિસ મથકમાં વિશાલ કણસાગરા નામની આઈડીના ધારક સામે પોતાની પાસે ખંડણી માંગવા સંદર્ભે અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

દરમિયાન સાઇબર ક્રાઈમ પોલીસે આ પ્રકરણમાં હેમતલાલ કણસાગરા અને પરસોત્તમ પરમાર નામના બે જામનગરના આરોપીઓની અટકાયત કરી લીધી હતી. જે બંનેને રિમાન્ડ પર લીધા બાદ હાલ બંનેને જેલ હવાલે કરી દેવાયા છે, જ્યારે આ પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર વિશાલ કણસાગરા કે જે પકડાયેલા આરોપી હેમતલાલ કણસાગરા નો પુત્ર છે. જે ફરાર હતો, અને પોતે જ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી રહ્યો છે, તેવી ચોક્કસ કડી જામનગર સાયબર પોલીસને મળી હતી.

દરમિયાન હેમતલાલ કણસાગરા કે જે જેલ હવાલે હોય તેને જામીન પર છોડાવવા માટે વિશાલ કણસાગરા કે જે પોતે નેપાળ ભાગ્યો હતો, અને નેપાળમાંથી આ બધી પોસ્ટ મૂકીને સોશિયલ મીડિયામાં નાણા પડાવવા માટે બિલ્ડર વગેરેને બદનામ કરતો હતો, જે ભારતમાં આવીને જામનગર પહોંચ્યો હતો. તે દરમિયાન જામનગર સાઇબર પોલીસ સ્ટેશનની ટીમે તેનું લોકેશન શોધીને ઝડપી લીધો છે, અને અદાલત સમક્ષ રજુ કરી આઠ દિવસના રિમાન્ડ પર લીધો છે. પોલીસ દ્વારા તેના મોબાઈલ ફોન વગેરે કબજે કરવામાં આવ્યા હતા, પરંતુ તે પહેલા તેણે તમામ પોસ્ટ વગેરે ડીલીટ કરી નાખી હતી. પરંતુ સાઇબર સેલની ટીમે તમામ ડેટા રિકવર કરી લીધો છે, અને પોતે જે આઈડી મારફતે લોકોને બદનામ કરવાનું ષડયંત્ર ચલાવતો હતો. જે ડેટા વગેરે કબજે કરી લેવા માટેની કાર્યવાહી હાથ ધરી છે, અને તેમાં પણ સાયબર સેલ ની ટીમને સફળતા મળી છે. હજુ આ પ્રકરણમાં અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે કે કેમ, તે અંગેની પણ ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે.

 

*વિશાલ કણસાગરા ની ક્રાઈમ કુંડળી*

 

જામનગર નો વતની વિશાલ કણસાગરા, કે જે સોશિયલ મીડિયાના માધ્યમથી અગાઉ પણ અનેક કારસ્તાન કરી ચૂક્યો છે, અને જામનગરના પોલીસ મથકમાં તેની સામે અત્યાર સુધીમાં સાયબર ફ્રોડ સંબંધી ૧૧ ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે, અને તેમાં તે પકડાયો પણ છે.

ઉપરાંત તેના પિતા હેમતલાલ કણસાગરા કે જેની સામે પણ સાઈબર ફ્રોડના અન્ય ચાર ગુનાઓ દાખલ થઈ ચૂકેલા છે. વિશાલ પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી આઇડી વગેરે બનાવવાનું જાણતો હોવાથી બિલ્ડર સહિતના વ્યક્તિઓ પાસે નાણા પડાવાના બહાને આ કરતુત કરતો હોવાનું પણ કબુલ્યું છે.

જામનગર નજીક અલિયાબાડા ગામ પાસેથી BSNL ના કોપર કેબલની ઉઠાંતરી

0

જામનગર નજીક અલિયાબાડા ગામ પાસેથી બીએસએનએલ ના ૩૫,૦૦૦ ની કિંમતના કોપર કેબલની કોઈ તસ્કરો ચોરી કરી ગયા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૬, જાન્યુઆરી ૨૬ જામનગર તાલુકાના અલિયાબાડા ગામમાં તસ્કરો ત્રાટકયા હતા, અને બીએસએનએલના કોપર કેબલની ચોરી કરી લઈ ગયા હતા.બી.એસ.એન.એલ. કંપની દ્વારા અલિયાબાડા રોડ પર ખાડો ખોદીને તેમાંથી ૪૦૦ પેર ના આશરે ૮ મીટર કોપર કેબલ રાખવામાં આવ્યો હતો, ત્યાંથી કોઈ તસ્કરો રૂપિયા ૩૫ હજારની કિંમતના કેબલ ની ચોરી ગયા હોવાથી બીએસએનએલના કર્મચારી સંજય મહાદેવભાઈએ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, અને પોલીસ ટીમ તસ્કરોને શોધી કાઢવા માટે તપાસ ચલાવી રહી છે.

જામનગરની સરકારી પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં બીજા માળેથી એક વિદ્યાર્થી પટકાયો : ગંભીર ઇજા

0

જામનગરની સરકારી પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં બીજા માળેથી પટકાવાને કારણે એક વિદ્યાર્થીને ગંભીર ઈજા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫, જાન્યુઆરી ૨૬ જામનગરની ગવર્મેન્ટ. પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં તા. ૧૨ની રાત્રે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક વિદ્યાર્થી અકસ્માતે બીજા માળેથી પડી જતા તેને ગંભીર ઇજા થવાથી તત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો. હાલ તેની સ્થિતી સુધારા તરફ હોવાનું જણાઈ રહ્યું છે.શહેરના બેડેશ્વર વિસ્તારમાં આવેલી ગવર્મેન્ટ પોલીટેકનિક કોલેજની હોસ્ટેલમાં રહીને ઈલેક્ટ્રીકલ એન્જિનિયરિંષ સેમ ૪ મા અભ્યાસ કરતો લાલપુર પંથકનો રાહુલ નામનો વિધાર્થી ગત તા. ૧૨ ની રાત્રે પોતાના રૂમ નંબર ૨૦૪ પાસેથી પસાર થતો હતો. આ વેળાએ એકાએક પગ લપસી જતા તે અકસ્માતે બીજા માળેથી નીચે પટકાયો હતો.તેને ગંભીર ઇજા પહોંચતા હોસ્ટેલના વિધાર્થીઓને જાણ થઈ હતી. આથી ૧૦૮ ને જાણ કરતા તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં ઈજાચસ્ત વિદ્યાર્થીને સારવાર માટે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર બાદ આઈસીયુમાં ખસેડાયો હતો. બીજી બાજુ આ મામલે વિધાર્થીના વાલીઓને પણ હોસ્પિટલ બોલાવી લેવાયા હતા. હાલ તેની પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

જામનગર ના નવાગામ ઘેડમાં રાજપૂત યુવાન પર છરી વડે ઘાતક હુમલો : પાંચ સામે ફરિયાદ

0

જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં ગઈ રાત્રે એક રાજપુત યુવાન પર છરી- પાઇપ વડે હુમલો : પાંચ સામે ફરિયાદ

  • આરોપી : – (૧) રોહીત શીંગાળા (૨) અશોક શીંગાળા (૩) હીતેશ ઉર્ફે ભુરો (૪) વિજય ઉર્ફે લાલો ચુની (૫) રવી શીંગાળા રહે.બધા નવાગામ ઘેડ ,જામનગર 

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫ જાન્યુઆરી ૨૬, જામનગરમાં નવાગામ ઘેડ હનુમાન ચોક વિસ્તારમાં ગઈકાલે મકરસંક્રાંતિના પર્વની રાત્રીએ મારામારીનો એક બનાવ બન્યો હતો, અને એક રાજપૂત યુવાન પર છરી- પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરાયો હોવાથી તેને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો છે.નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતો યશપાલસિંહ કનુભા જાડેજા નામનો રાજપુત યુવાન પોતાના ઘેર હતો, જે દરમિયાન તે જ વિસ્તારમાં રહેતા રોહિત શિંગાળા, અશોક શિંગાળા, હિતેશ ઉર્ફે ભૂરો, વીજય ઉર્ફે લાલો તેમજ રવિ શિંગાળા વગેરે હનુમાન ચોક વિસ્તારમાં ધસી આવ્યા હતા, અને પોતાના મિત્ર વિજય ને મારકુટ કરવા બાબતનું મનદુઃખ રાખીને તકરાર કરી હતી, અને છરી વડે હુમલો કરી દેતાં યશપાલસિંહ ઇજાગ્રસ્ત બન્યો હતો, અને હાલ તેને જી.જી હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. પોલીસે આ મામલે હુમલા અંગે પાંચ સામે ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.