Saturday, October 10, 2026
Home Blog Page 37

જામનગરમાં પતંગ ના દોરાને કારણે ૨૨ થી વધુપક્ષીઓ ઘાયલ થતા સારવાર અપાઇ

0

જામનગર શહેર સહિત આસપાસના વિસ્તારમાં ગઈકાલે પતંગ અને દોરાના કારણે ૨૨ પક્ષીઓ ઘાયલ થયા : તમામ પક્ષીઓને સારવાર અપાઇ

  • પતંગ વીરોએ ગઈકાલે ઘણો સંયમ રાખતાં એક પણ પક્ષી નું મૃત્યુ નહીં: ૧૯ કબુતર, ૧ કાગડો, ૧ કોયલ અને ૧ પોપટ ઘાયલ

  • સામાજિક સંસ્થા અને જીવદયા પ્રેમીઓએ જુદા જુદાવિસ્તારોમાં કેમ્પ નું આયોજન કરી રંગ રાખ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫,જાન્યુઆરી ૨૬ જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ગઈકાલે મકરસંક્રાંતિના પર્વના દિવસે પતંગ અને દોરાના કારણે કુલ ૨૨ પક્ષીઓ ઘાયલ થયા હતા, અને તે તમામને સારવાર આપવામાં આવી છે. પતંગ વીરોએ ગઈકાલે ઘણો સંયમ રાખ્યો છે, જેના કારણે એક પણ પક્ષીના મૃત્યુના અહેવાલો મળ્યા નથી.જામનગરની ઉત્સવ પ્રેમી જનતા હવે મકરસંક્રાંતિના પતંગ મહોત્સવ ને પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવે છે. ગઈકાલે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પતંગ અને દોરાના કારણે ૧૯ કબુતર, એક કાગડો, એક કોયલ, અને એક પોપટ સહિત કુલ ૨૨ પક્ષીઓ ઘાયલ થયા હતા.જે તમામ પક્ષીઓને સારવાર માટે ફોરેસ્ટ વિભાગ, મહાનગરપાલિકા તથા અન્ય એનજીઓ સંસ્થા વગેરે દ્વારા કરુણા અભિયાન અંતર્ગત તૈયાર કરેલા હંગામી સારવાર કેન્દ્રમાં તમામ પક્ષીઓને તાકીદ ની સારવાર આપવામાં આવી છે. ગઈકાલના સમગ્ર દિવસ દરમિયાન એક પણ પક્ષીના પતંગ – દોરા ના કારણે મૃત્યુ નીપજયા હોય તેવા અહેવાલો હજુ સુધી પ્રાપ્ત થયા નથી, જે મુક પક્ષીઓ માટે સારી બાબત છે.

જામનગરની ટ્રાફિક શાખામાં નિષ્ઠાપૂર્વક કામગીરી કરનાર ટ્રાફિક પોલીસ કર્મચારીનું SP દ્વારા સન્માન કરાયું

0

જામનગરની ટ્રાફિક શાખામાં ગત વર્ષ દરમિયાન નિષ્ઠાપૂર્વક કામગીરી કરનાર ટ્રાફિક પોલીસ કર્મચારીનું એસ.પી. દ્વારા સન્માન કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩ જાન્યુઆરી ૨૬, જામનગર ની ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા મનોહરસિંહ વનરાજસિંહ ઝાલા કે જેઓએ ગત ૨૦૨૫ ના વર્ષ દરમિયાન ટ્રાફિકને લગત વાહન ચાલકો પાસેથી સમાધાન પેટે ૧૫,૨૬,૫૦૦ જેટલો દંડ વસૂલ કરી ટ્રાફિક નિયમન કરવા અંગે નિષ્ઠાપૂર્વકની કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું.જામનગરના એસ.પી. ડો. રવિ મોહન સૈની દ્વારા ટ્રાફિક શાખા ના કર્મચારી મનોહરસિંહ ઝાલા ને પોતાની કચેરીમાં બોલાવી પ્રશંસા પત્ર એનાયત કર્યો હતો, અને વિશેષ થી સન્માન કર્યું હતું.

જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં પેરાશૂટ સાથે એક વ્યક્તિ વીજ વાયર પર પડ્યો

0

જામનગર જિલ્લા ના કાલાવડ ટાઉનમાં પેરાશૂટ સાથે એક વ્યક્તિ વીજ વાયર પર પડ્યો : સદનશીબે કોઈ જાનહાનિ નહીં

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૩, જાન્યુઆરી ૨૬ જામનગર જિલ્લાના કાલાવડ શહેરમાં એક અનોખી ઘટના બની છે. હેલીપેડ સોસાયટી વિસ્તારમાં એક વ્યક્તિ પેરાશૂટ સાથે આકાશમાંથી વીજ વાયર પર પડ્યો હતો. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મછલીવડ ચોકડી પાસે આવેલી હેલીપેડ સોસાયટીમાં આ યુવક લગભગ ૧૦૦ ફૂટની ઊંચાઈએથી પેરાશૂટ સાથે નીચે આવી રહ્યો હતો. તે સમયે તેનું પેરાશૂટ અચાનક વીજ વાયર સાથે ફસાઈ ગયું, જેના કારણે યુવક નીચે પટકાયો હતો.આ ઘટનાની જાણ થતાં કાલાવડ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ વ્યક્તિ કોણ છે, તેણે ક્યાંથી ઉડાન ભરી હતી, અને કઈ દિશામાં જવાનું હતું તે અંગેની પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસ હાલ એ પણ તપાસ કરી રહી છે કે પેરાશૂટ પહેરીને ઉડાન ભરવાનું કારણ શું હતું. સમગ્ર મામલે અલગ-અલગ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે, અને પેરાશૂટથી ઉડાન ભરનાર વ્યક્તિની શોધખોળ કરવામાં આવી રહી છે.આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. આસપાસના લોકોએ અગાસી પરથી પેરાશૂટ ઉડાવતો અને પછી જમીન પર પટકાયો તેનો વીડિયો ઉતાર્યો હતો. રસ્તા પર લોકોની અવરજવર હોવાથી થોડા સમય માટે લોકો આ દ્રશ્ય જોવા ઉમટી પડ્યા હતા, જોકે પેરાશૂટ સાથે પડેલો યુવાન ત્યાંથી જતો રહ્યો હતો.

જામનગરમાં બિલ્ડર વિરૂધ્ધ ફેસબુક અને સોશ્યલ મીડીયામાં બદનામી કરતી બનાવટી સ્ટોરી વાયરલ કરી અને ખંડણી માંગવાના કેસમાં આરોપીની જામીન અરજી ફગાવાઈ

0

જામનગર માં બિલ્ડર વિરૂધ્ધ ફેસબુક અને સોશ્યલ મીડીયામાં બદનામી કરતી બનાવટી સ્ટોરી વાયરલ કરી અને ખંડણી માંગવાના કેશમાં આરોપીની જામીન અરજી રદ કરતી નામદાર સેશન્સ કોર્ટ

  • વિશાલ કણસાગરા નામના ફેસબુક આઈ.ડી.ઉપરથી ખોટી સ્ટોરી વાયરલ કરી અને ૫૦ લાખની ખંડણી માંગવામાં આવેલ
  • આ વિશાલ કણસાગરા પોલીટીશ્યન અને મોટા ગજાના બિલ્ડરોના પણ વિદેશમાં બેસી અને ફેક વીડીયો બનાવી અને બદનામ કરતી રીલ્સ ફેરવે છે.
  • બિલ્ડરને ફોન કરી અને પોતે ઓસ્ટ્રેલીયાથી આ બધુ ચલાવે છે અને પોલીસ ફરીયાદ કરવી હોય તો કરી દેજો તેવી પણ ધમકીઓ આપેલ

દેશ દેવી ન્યુઝ જામનગર  તા. ૧૩ જાન્યુઆરી ૨૬ આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા સ્મિત જેન્તીભાઈ પરમારે તેમના વિરૂધ્ધ વિશાલ કણસાગરાએ તેમના ફેસબુક આઈ.ડી. ઉપરથી વાયરલ કરેલ રીલ્સ જોએલ તેમાં કરો તૈયારી મામેરાની રાજ કંન્ટ્રકશન સુમીત જેનતલાલ પરમાર, નીતીન જેન્તીલાલ પરમાર’ એવી પોસ્ટ વાયરલ કરેલ હોય, તે ધ્યાને આવેલ અને થોડા જ કલાકોમાં અન્ય આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્ટ એડીટીંગ રીલ્સ ‘ઝોન ચેનઝ સ્કેમ’ લખાણ લખેલ અને બિલ્ડર વાળા ફોટા જોએલ અને તે બાબતે પરષોતમભાઈ કણજારીયાનો સંપર્ક કરેલ, અને આ પરષોતમભાઈ પરમારે કહેલ કે, પતાવું હોય તો વિશાલ કણસાગરા નામની આઈ.ડી.ધારકને હું ઓળખું છું, અને તેઓ સાથે સૌસીયલ મીડીયામાં કોલથી તમારી વાતચીત કરાવી દઈશ, તેમ વાત કરી અને તેમને આ વિશાલ કણસાગરા સાથે તેમના ફેસબુક આઈ.ડી.માં ફોન કરેલ અને ફોન સ્પીકરમાં રાખી અને રેકર્ડ કરેલ કે, તમારે પતાવવું હોય તો ૫૦ લાખ આપવા પડશે, તેવી વાત કરેલ અને ફરીયાદીએ આટલી મોટી રકમ નથી તેમ જણાવેલ અંતે ૨૩ લાખ જુનાગઢ મોકલવાનું નકિક કરેલ, અને પાછળથી જાણવા મળેલ કે, આ વિશાલ કણસાગરા પોલીટીશ્યનો અને મોટા ગજાના બિલ્ડરોને આ રીતે આંટીમાં લઈ અને મોટી મોટી રકમનો તોડ કરે છે અને તેમાં આ પરષોતમભાઈ પરમાર અને અન્ય પણ સંડોવાયેલા છે.ત્યારબાદ ફરી આ વિશાલ કણસાગરાના આઈ.ડી.ઉપર કોલ કરતા આ વિશાલ કણસાગરાએ કહેલ કે, તમારા સાથે વાત થયા મુજબ ૨૩ લાખ પરષોતમભાઈ પરમાર પાસે પહોંચાડી આપો અને જો પરષોતમભાઈ પરમાર જવાબદારી લેતા હોય તો હું પોસ્ટ ડીલીટ કરી નાખીશ, તેમ વાત કરેલ અને બીજા દિવસ ફરી આ વિશાલ કણસાગરાએ તેમના આઈ.ડી.માંથી ફોન કરેલ અને અન્ય પુરૂષના આવાજમાં ધમકી આપેલ કે, તમારા કાળા કૌભાંડનો ચીઠો મારી પાસે આવી ગયેલ છે, લેન્ડ ચેબીંગના ગુન્હામાં ફીટના થવું હોય તો તાત્કાલીક ૨૩ લાખ પરષોતમભાઈ પરમારને પહોંચાડી આપો નહીતર હું ગમે તેને ઉભો કરી અને લેન્ડ ગ્રેબીંગની ફરીયાદ કરાવી નાખીશ, તેવી ધમકીઓ આપતા, આ બિલ્ડરના ધ્યાનમાં આવેલ કે, આ પરષોતમભાઈ જામનગરથી તમામ માહીતીઓ આ વિશાલ કણસાગરાને પહોંચાડી અને તેમને માહીતી પુરી પાડે છે અને સીધા સંડોવાયેલા છે, અને તેમની માહીતી ઉપરથી આ વિશાલ કણસાગરા વિદેશ બેસી અને આ રેકેટ ચલાવતા હોવાની હકિકત સામે આવતા, આ બિલ્ડર ધ્વારા જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વિશાલ કણસાગરા અને પરષોતમભાઈ પરમાર અને તપાસમાં ખુલે તે તમામ સામે ફરીયાદ નોંધાવેલ અને તેમાં પરપોતમભાઈ પરમારની અટક કરી અને જેલ હવાલે કરતા તેમના દ્વારા જામીન અરજી કરવામાં આવેલ અને તેમાં દલીલો કરવામાં આવેલ કે, આ જે ગુન્હો છે, તેમાં આ પરષોતમભાઈને ખોટી રીતે સંડોવી દીધેલ છે, તેના સામે કોઈ જ ખંડણીના ચાર્જનો ગુન્હો બનતો નથી અને તેમને કોઈ જ ધમકીઓ આપેલ નથી અને તેમને કોઈ જ પૈસા માંગેલ નથી, જેથી તેમને જામીન મુક્ત કરવા જોઈએ, તેની સામે ફરીયાદ પક્ષે દલીલો થયેલ કે, આખા જામનગરમાંથી આ પરષોતમભાઈ પરમાર જ વિશાલ કણસાગરા સાથે સેટલ કરાવી શકે અને તેઓ પરષોતમભાઈ પરમાર જવાબદારી લે તો વાત પુરૂ થઈ ગઈ તેવા કોલ કરે છે,  આ પરષોતમભાઈ પરમાર જ જામનગરથી તમામ માહીતીઓ આ વિશાલભાઈને મોકલે છે અને તેના જ આધારે આ વિશાલભાઈ મોટા મોટા ગજાના બિલ્ડર અને પોલીટીશ્યનોને બદનામ કરે છે, તો આ પરષોતમભાઈ પરમારનો ગુન્હામાં મહત્વનો ભાગ છે, તેને જામીન મુક્ત કરવા જોઈએ નહી, આમ નામ.અદાલતે તમામ દલીલો ધ્યાને લઈ અને મુળ ફરીયાદી તરફે થયેલ દલીલો માન્ય રાખી અને વિશાલ કણસાગરાના મળતીયા પરષોતમભાઈ પરમારની જામીન અરજી રદ કરવાનો હુકમ કરેલ, આ કેશમાં મુળ ફરીયાદી સ્મિત જેન્તીભાઈ પરમાર તરફે વકીલ  રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ , રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.

જામનગરમાં ચકચારી બનેલા કનસુમરાના ટ્રસ્ટ ઉચાપત કાંડમાં આરોપીને જામીન મુક્ત કરવા આદેશ

0

જામનગર ના કનસુમરા ટ્રસ્ટ ઉચાપતના કેસમાં આરોપીને જામીન મુકત કરતી જામનગર સેશન્સ કોર્ટ

  • લોકોની સુખાકારી માટે વાપરવાના થતા રૂપિયા ૧૬ થી ૧૭ કરોડ દાનની રકમ અગંત ફાયદાઓ માટે વાપરી

  • કોર્ટમાં ચાલેલા કાનૂની જંગ વિદ્વાન ધારાશાસ્ત્રી અશોક જોશીની ધારદાર દલીલો ધ્યાને લઈ આરોપી હનીફ ઉર્ફે જીનડી અલ્લારખાભાઈ ખીરા ને જામીન મુક્ત કરવા આદેશ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૩ જાન્યુઆરી ૨૬ સમગ્ર જામનગર જીલ્લામાં ચકચાર બનેલ ટ્રસ્ટના રૂપીયા સતર કરોડ જેટલી નાણાકીય ઉચાપતના કેસની વિગત એવી છે કે, કનસુમરા ગ્રામપંચાયત હદમાં આવેલ અવેડીયા તરીકે ઓળખાતી ગ્રામ પંચાયતની માલિકીની જમીનનું જી.આઈ.ડી.સી માં સંપાદન થતા અંદાજે રૂપીયા વીસ થી બાવીસ કરોડ જમીનના વળતર પેટે ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા થયેલા હતા અને આ રકમનો ઉપયોગ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ કનસુમરા ગામમાં પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, ગાયો તથા અન્ય પશુ-પક્ષઓના આરોગ્ય, સંવર્ધન તથા ધાસચરા જેવા ગામ સમસ્તની સુખાકારી, ઉન્કર્ષના હેતુ માટે વાપરવાના હતા પરંતુ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પોતાના હોદાનો દુર-ઉપયોગ કરી અને ટ્રસ્ટીની જોગવાઈઓનો ગેરલાભ લઈ ટ્રસ્ટમાં ઠરાવો કરી આશરે સોળ થી સતર કરોડ જેટલી રકમના દાન ચેકથી અન્ય ટ્રસ્ટો તેમજ એન.જી.ઓ માં ટ્રાન્સફર કરી અને તેવા ટ્રસ્ટોને કમીશન આપી બાકીની રકમ રોકડમાં ટ્રસ્ટીઓ પરત મેળવી અને પોતાના અંગત આર્થિક ફાયદા માટે વાપરી નાખી હતી.આ બાબતેની ફરીયાદ કનસુમરાના ગ્રામજન કાસમ દોષમામદ ખીરાએ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ સામે નોંધાવેલ હતી અને પોલસે તમામ ટ્રસ્ટીઓ સામે જંગી રકમની નાણાકીય ઉચાપતની ફરીયાદ નોંધી જે ગુન્હાના કામે આરોપી હનીફ ઉર્ફે જીનડી અલ્લારખાભાઈ ખીરા નાએ જામીન અરજી ચાલી જતા સરકાર તરફે આરોપીઓના જામીન ના મંજુર કરવા વાઘાં લેવામાં આવ્યા હતા પરંતુ આરોપીઓના વકીલ ની કાયદાકીય દલીલ ને ધ્યાને લઈ આરોપી હનીફ ઉર્ફે જીનડી અલ્લારખાભાઈ ખીરા ને જામીન મુકત કરવામાં આવ્યા હતાઆરોપી તરફે વકીલ અશોક એચ.જોશી તથા એમ.એચ.ખારા તથા પી.પી. મકવાણા તથા એસ.એચ.રુન્જા તથા જયોતી બી.પરમાર રોકાયેલ હતા.

જામનગરમાં એક બાઈક સવારનું પતંગની દોરીથી ગળું કપાયું

0

જામનગરમાં આંબેડકર બ્રિજ પરથી પસાર થઈ રહેલા એક બાઈક સવારનું પતંગની દોરીથી ગળું કપાયું : જી.જી હોસ્પિટલમાં સારવાર અપાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૨જાન્યુઆરી ૨૬, જામનગરમાં પતંગની દોરી એક બાઇક ચાલક યુવાન માટે નુકસાનકારક સાબિત થઈ છે, અને તેનું ગળું કપાયું હોવાથી તેને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. જોકે તેની તબિયત સુધારા પર છે.જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતો સમીર દલ નામનો ૪૨ વર્ષનો યુવાન ગઈકાલે પોતાનું બાઈક લઈને દિગજામ સર્કલ થઈને આંબેડકર બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન એકાએક પતંગની દોરી તેના ગળામાં વીંટળાઈ ગઈ હતી, અને ડોકના ભાગે ઇજા થઈ હતી, અને લોહી લૂહાણ બન્યો હતો.જેને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, ત્યાં તબીબો દ્વારા તેની તાકીદની સારવાર કરવામાં આવી હતી. જોકે તેની હાલત સુધારા પર હોવાથી તેને રજા આપી દેવામાં આવી છે.

જામનગરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા ૪૬ સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક કરાયા

0

જામનગરમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા ૪૬ સીએસસી સેન્ટરોના આઈડી બ્લોક કરાયા

  • રેટ ચાર્જ લિસ્ટ, બ્રાન્ડિંગ અને પોલીસ વેરિફિકેશન વિના ચાલતા કેન્દ્રો સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦ જાન્યુઆરી ૨૬, જામનગર જિલ્લામાં મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજીના માધ્યમથી ચાલતા કોમન સર્વિસ સેન્ટર (સી.એસ.સી.) ખાતે નિયમોના પાલન મુદ્દે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. નક્કી કરેલા નિયમોનો ભંગ કરનારા ૪૬ જેટલા સેન્ટરોના લોગીન આઇડી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા છે.જિલ્લાના સીએસસી મેનેજર નિકુંજ ઠેસીયાએ આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં હાલમાં ૧૩૦૦ થી વધુ સીએસસી સેન્ટરો કાર્યરત છે, જે નાગરિકોને વિવિધ સરકારી અને અર્ધ-સરકારી સેવાઓ ઓનલાઈન પૂરી પાડે છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી મળેલી ફરિયાદો અને આંતરિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ઘણા સેન્ટરો પર નિયમોનું યોગ્ય પાલન થતું ન હતું. ખાસ કરીને સેન્ટરની બહાર સીએસસીનું બ્રાન્ડિંગ ન લગાવવું, સરકાર નિર્ધારિત રેટ લિસ્ટ પ્રદર્શિત ન કરવું અને અનિવાર્ય એવું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (પી.સી.સી.) ન હોવું જેવી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી.આ બાબત ધ્યાને આવતા પ્રાથમિક તબક્કે જિલ્લાના ૪૬ સેન્ટરોના આઈડી બ્લોક કરીને તેમની કામગીરી અટકાવી દેવામાં આવી છે. જે સેન્ટરો પાસે સ્થાયી ઓફિસ નથી અથવા જેઓ રેટ ચાર્ટ પ્રદર્શિત કરતા નથી તેમની સામે આ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે. સીએસસી સંચાલકો માટે હવે કડક માર્ગદર્શિકા અમલી બનાવવામાં આવી છે, જે મુજબ દરેક સંચાલકે પોતાના સેન્ટર પર ફરજિયાત બોર્ડ લગાવવું પડશે અને ગ્રાહકો જોઈ શકે તે રીતે સર્વિસ ચાર્જનું લિસ્ટ મૂકવું પડશે. વધુમાં, દરેક સંચાલક માટે પીસીસી હોવું હવે અનિવાર્ય છે. જિલ્લા મેનેજરે સ્પષ્ટ ચેતવણી આપી છે કે ડિજિટલ સેવાઓના નામે નાગરિકો સાથે કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે અનિયમિતતા સાંખી લેવામાં આવશે નહીં અને નિયમ ભંગ કરનાર સંચાલકો સામે જરૂર પડ્યે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.

જામનગરમાં NDPS ના ગુન્હામાં જામીન મેળવવા સગીરના ખોટા પ્રમાણપત્ર કેસમાં આરોપીનો નિદોર્ષ છુટકારો

0

જામનગર NDPS ના ગુન્હામાં પકડાયેલા આરોપીની સગીર તરીકેના ખોટા પુરાવા બનાવી અને નામ.અદાલતમાંથી જામીન લેવડાવવા માટે ખોટા જન્મના પ્રમાણપત્ર બનાવવાના કેશમાં આરોપીને નિદોર્ષ ઠરાવી છોડી મુકવી નામદાર અદાલત

  • નામ.અદાલત દ્વારા આરોપી સામે ખોટા પુરાવા રજુ કરવા અંગેના કેશ દાખલ કરવા માટે હુકમ કરવામાં આવેલ

  • આરોપીના વતનમાં જઈ તપાસ કરતા નામદાર અદાલતમાં પુરાવાઓ ખોટા પુરાવા રજુ કરેલ હોવાનો ઘટકસ્ફોટ થતાં નામદાર અદાલતે તપાસનો હુકમ કરેલ

દેશ દેવી ન્યુઝ જામનગર  તા. ૧૦ જાન્યુઆરી ૨૬ આ કેશની હકિકત એવી છે કે, જામનગર ખાતે સીટી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનના ડ્રગ્સના ગુન્હામાં પકડાયેલ આરોપી સાજીદને જેલ હવાલે કરવામાં આવેલ, તેમની જામીન અરજી કરવાની હોય, તેમને છોડાવવા માટે તેઓ સગીર હોય તેવા પુરાવા નામ.અદાલતમાં જામીન અરજીના કામે રજુ કરવા માટે તેમના પીતાએ આરોપી અનીલકુમાર રામગોપાલ શુકલા રે. રાયબરેલી વાળાઓનો સંપર્ક કરેલ અને આ આરોપીએ સાજીદ સગીર હોય તેવા ખોટા પુરાવા રાયબરેલી જીલ્લા ચીકીત્સાલય અને પીન્સ ઇન્ટરમીડીયેટર કોલેજ રાયબરેલીના આરોપી સગીર હોય તેવા બનાવી આપેલ, અને આરોપી સાજીદના પીતાએ નામ.અદાલતમાં જામીન અરજીમાં રજુ કરેલ, અને નામ.અદાલતે આરોપી સગીર હોય, તેથી તેમના સામે તે રીતે કાર્યવાહીઓ આ ખોટા પુરાવા ધ્યાને લઈ અને જામીન મુક્ત કરેલ, ત્યારબાદ નામ.અદાલતના ધ્યાને આવતા આ રજુ થયેલ પુરાવાઓની તપાસ કરવા માટે જામનગર સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના તપાસ કરનારને હુકમ કરવામાં આવેલ અને તપાસ દરમ્યાન ધ્યાનમાં આવેલ કે, નામ.અદાલતમાં રજુ થયેલ તમામ પુરાવાઓ ખોટા અને ઉભા કરવામાં આવેલ છે અને ખોટા છે,તેથી નામ.અદાલતે જવાબદારો સામે ધોરણસર ગુન્હો નોંધવા માટે હુકમ કરતા જામનગર સીટી બી ડીવીઝન પોલીસે આરોપી અનીલકુમાર રામગોપાલ શુકલા સામે ગુન્હો નોંધી અને ચાર્જશીટ કરેલ, આ સમગ્ર કેશમાં સાક્ષીઓ ફરીયાદી કે જેઓ પોલીસ કર્મચારી હોય, ત્યા સાહેદો કે, જેઓ પોલીસ કર્મચારીઓ અને નોટરી વકીલ તેમજ જામીન અરજી કરનાર વકીલ તેમજ જીલ્લા ચીકીત્સાલય રાયબરેલીના કર્મચારીઓ ડોકટર શ્રીઓ તેમજ તપાસ કરનાર પોલીસની જુબાની લેવામાં આવેલ અને તે તમામ જુબાની ફરીયાદ અનુરૂપ નામ.અદાલતમાં અપાયેલ, ત્યારબાદ કેશ દલીલ ઉપર આવતા સરકાર તરફે દલીલો કરવામાં આવેલ કે, આ ખુબજ મોટો ગુન્હો છે, તેમાં નામે.અદાલત સાથે ફોડ કરવામાં આવેલ છે અને નામ.અદાલતને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય રેકર્ડ ઉપર કરવામાં આવેલ છે.અને તે રેકર્ડ નામ અદાલતમાં રજુ થયેલ છે અને સાબીત થયેલ છે તો આરોપીને કાયદામાં જણાવેલ પુરેપુરી સજા કરી અને રકમ ભરવાનો પણ હુકમ કરી અને સમાજમાં દાખલો બેસાડવો જોઈએ, જેથી આ રીતે કોઈ કૃત્ય કરે નહી, તેની સામે આરોપી પક્ષે રજુઆતો દલીલો થયેલ કે, સૌ-પ્રથમ તો ટ્રાયલ દરમ્યાન રાયબરેલી ખાતે તપાસ કરનાર કે, ફરીયાદી કે, સાહેદ કે પોલીસ કોઈ જ ગયેલ હોય અને તપાસ કરેલ છે તેવો કોઈ જ પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી, વધુમાં જે પુરાવો રેકર્ડ ઉપર આવેલ છે, તે પુરાવો હાલના આરોપીએ બનાવેલ છે, તેઓએ ઉભો કરેલ છે, તેવું પણ ક્યાંય રેકર્ડમાં આવેલ નથી, ચોકકસથી આરોપી જે નામ અદાલત સાથે આ રીતે કૃત્ય કરે તેને મહતમ સજા થવી જોઈએ, પરંતુ આ કેશમાં આ આરોપી સામે કોઈ જ પુરાવો એવો આવેલ નથી કે, તેમને ખોટા પ્રમાણપત્રો બનાવેલ હોય, તેમને ખોટા પ્રમાણપત્ર વકીલને આપેલ હોય, અને નોટરીને આપેલ હોય, તેવો લેશ માત્ર પુરાવો રેકર્ડ ઉપર આવેલ નથી, તો કાયદાએ એવું પ્રસ્થાપીત કરવામાં આવેલ છે કે, ૧૦૦ ગુનેગારો છુટી જશે તો ચાલશે પરંતુ એક નિદોર્ષને સજા થવી જોઈએ નહીં, તે સિધ્ધાંત અહિયા લાગું પડે છે આ આરોપી નિદોર્ષ છે અને ફરીયાદીએ પોતાનો કેશ આરોપી સામેનો શંકારહીત પુરવાર કરેલ નથી, તો તેમને નિદોર્ષ ઠરાવી છોડી મુકવા જોઈએ, આમ નામ.અદાલતે તમામ રેકર્ડ દલીલો ધ્યાને લઈ અને આરોપી અનીલકુમાર રામગોપાલ શુકલાને આરોપી તરફે થયેલ દલીલો માન્ય રાખી અને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી.ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ , રજનીકાંત આર. નાખવા , નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.

જામનગરના દેવુભાના ચોક- વ્યાસ ફળીમાંથી ગંજીપાના ટીચી રહેલી ૮ મહિલાઓ પકડાઈ

0

જામનગરમાં દેવુભાનો ચોક- વ્યાસ ફળીમાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી ૮ મહિલાઓ પકડાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯,જાન્યુઆરી ૨૬ જામનગરમાં દેવુભા ના ચોક નજીક વ્યાસ ફળી માં ગઈકાલે મોડી સાંજે પોલીસે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને ગંજી પાના વડે જુગાર રમી રહેલી ૮ મહિલાઓની અટકાયત કરી છે.જામનગરના સીટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફે પૂર્વ બાતમી ના આધારે દેવુભાના ચોક નજીક વ્યાસફળીમાં ગઈકાલે સાંજે દરોડો પાડયો હતો, અને જાહેરમાં જુગાર રમી રહેલી મીનાબેન જેન્તીભાઈ ચાવડા, ઇન્દિરાબેન બીપીનભાઈ ચૌહાણ, પૂનમબેન દુર્ગેશભાઈ ચૌહાણ, મીતાબેન ધર્મેશભાઈ રાઠોડ, આશાબેન વિમલભાઈ સોલંકી, વિલાસબેન ભરતભાઈ જેઠવા જયાબેન જયસુખભાઈ પરમાર, તેમજ હંસાબેન જેન્તીભાઈ જેઠવાની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ૫,૨૫૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

જામનગરમાં ટ્રાફિક ફરજ બજાવી રહેલા મહિલા PSI તથા પોલીસ સ્ટાફ સાથે કાર ચાલકની ઉદ્ધતાઈ

0

જામનગરમાં ગોકુલ નગર જકાતનાકા નજીક ટ્રાફિક ફરજ બજાવી રહેલા મહિલા પીએસઆઇ તથા અન્ય પોલીસ સ્ટાફ સાથે કાર ચાલકની ઉદ્ધતાઈ

  • સ્કોર્પિયો ચાલક અને તેના સાગરીતે ધરાર હોર્ન વગાડી પોલીસ સાથે જીભાજોડી કરી ફરજ માં રૂકાવટ કર્યા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ જાન્યુઆરી ૨૬, જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હોવાથી મહિલા પી.એસ.આઈ. સહિતની પોલીસ ટુકડી ટ્રાફિક મુક્ત કરાવી રહી હતી, જે દરમિયાન એક સ્કોર્પિયો ચાલકે ધરાર હોર્ન વગાડી ટ્રાફિક પોલીસ ની ફરજમાં રૂકાવાટ ઉભી કરી હતી અને મહિલા પીએસઆઇ સહિતના પોલીસ સ્ટાફ સાથે જીભાજોડી કરી દેકારો મચાવતાં તેની સામે ફરજમાં રૂકાવટ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.જામનગર ટ્રાફિક શાખામાં છેલ્લા દોઢ માસથી ફરજ બજાવતા મહિલા પીએસઆઇ મીનાબા વાળા અને પો.સબ.ઇન્સ. કંડોરીયા તેમજ એ.એસ.આઈ કે,કે, કરંગીયા તથા ટ્રાફિક બ્રિગેડના માણસો સાથે ગોકુલનગર જકાતનાકા ખાતે ટ્રાફિકની કામગીરી કરી રહ્યા હતા જે દરમિયાન જી.જે. ૧૦ ઇ.સી. ૨૨૧૧ નંબરની સ્કોર્પિયો કારનો ચાલક મયુર ગોકુલભાઇ માળીયા રહે.જામનગર વાળો ટ્રાફિકની વચ્ચે આવ્યો હતો, અને હોર્ન વગાડવાનું શરૂ કર્યું હતું.જેને અટકાવવા જતાં તેણે હંગામા મચાવ્યો હતો. એટલું જ માત્ર નહીં તેણે પોતાના સાગરીત ભવ્યરાજસિંહ ગોહિલ ને બોલાવી લીધો હતો. જે બંનેએ ફરજ પરના પોલીસ સ્ટાફ સાથે બેહૂદુ વર્તન કર્યું હતું, તેમ જ દેકારો ચાલુ રાખી પોતાની કાર માર્ગ ઉપર આડી મૂકી દેતાં જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધી હતી.આખરે અન્ય પોલીસ સ્ટાફે આવીને કારચાલક ને નીચે ઉતાર્યો હતો, અને તેની સામે સીટી સી. ડિવિઝન પોલીસમાં ફરજમાં રૂકાવટ સહિતની નોંધવામાં આવ્યો છે, જયારે તેની કાર કબજે કરી લેવાઇ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.