જામનગર થી દ્વારકા યાત્રાળુઓને લઈને જઈ રહેલી મીની બસ બેડ ટોલનાકા પાસે પલટી મારી જતાં બે મહિલા સહિત છ મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪, એપ્રિલ ૨૬ જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ ટોલનાકા પાસે ગઈકાલે રાત્રે જી.જે. -૧ ઇ.ટી. ૭૮૦૦ નંબરની ખાનગી લક્ઝરી બસ એકાએક પલટી મારી ગઈ હતી, અને માર્ગ ઉપર આડે પડખે થઈ હતી.
જામનગર થી દ્વારકા તરફ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા કેટલાક યાત્રાળુઓઓ પૈકી બે મહિલા સહિત છ યાત્રાળુઓને નાની મોટી ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતાં ૧૦૮ ની ટુકડી અને સિક્કાની પોલિસ ટિમ ઘટના સ્થળે દોડતી થઈ હતી, અને તમામ ઇજાગ્રસ્તો ને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે તમામને પ્રાથમિક સારવાર આપીને રજા આપી દેવાઇ છે. જોકે આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી. અન્ય જિલ્લાના યાત્રાળુઓ દ્વારકા દર્શનાર્થે જી રહ્યા હતા જે દરમિયાન અકસ્માત નડ્યો છે.


