Friday, October 16, 2026
Home Blog Page 280

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં યુવાનની આંખમાં સ્પ્રે છાંટી બે શખ્સોનો ફિલ્મી ઢબે હુમલો

0

જામનગરના ગાંધીનગર વિસ્તારમાં યુવાનની આંખમાં સ્પ્રે છાંટી બે શખસ દ્વારા હુમલો

દેશ દેવી ન્યુઝ જામનગર 30.જામનગરમાં ગાંધીનગર વિસ્તારમાં રહેતા એક યુવાન પર જૂની અદાવતના કારણે બે શખ્સોએ હુમલો કરી આંખમાં સ્પ્રે છાંટી દીધા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. પોલીસ બંને આરોપીઓને શોધી રહી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગાંધીનગર નજીક પુનિત નગર શેરી નંબર -2 માં રહેતા હરેન્દ્રસિંહ ભનુભા ચુડાસમા નામના 30 વર્ષના યુવાને પોતાના ઉપર જૂની અદાવતના કારણે મનદુખ રાખી હુમલો કરવા અંગે તેમજ આંખમાં સ્પ્રે છાંટી દઈ ઇજા પહોંચાડવા અંગે એ વિસ્તારમાં જ રહેતા કુલદીપસિંહ લાલુભા જાડેજા, અને શક્તિસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને આરોપીઓ સામે આઈ.પી.સી. કલમ 323, 114 તથા જી.પી.એકટ કલમ 135-1 મુજબ ગુનો નોંધ્યો છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.

કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને પ્રધાનમંત્રી મોદીએ રૂપિયા ટ્રાંસફર કર્યા

0

કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને પ્રધાનમંત્રી મોદીએ રૂપિયા ટ્રાંસફર કર્યા

પીએમ મોદીએ પીએમ કેયર્સ ફંડનું અનાવરણ કર્યું : અનાથ થયેલા બાળકોને દર મહિને 4 હજાર રૂપિયાની સહાય મળશે

દેશ દેવી ન્યુઝ જામનગર 30 : પ્રધાનમંત્રી મોદીએ સોમવારે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત આપવામાં આવતી સુવિધાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, આજે હું પ્રધાનમંત્રી નહીં, પણ આપના સભ્ય તરીકે આપની સાથે વાત કરી રહ્યો છું. આજે આપ સૌ બાળકો વચ્ચે આવીને મને આરામ મળ્યો. જીવનમાં ઘણી વાર આપણે એવા મોડડ પર લાવીને ઉભા રાખે છે કે, જેની આપણે ક્યારેય કલ્પના પણ કરી ન હોય. હું જાણુ છું, કોરોનાના કારણે જેમણે પોતાના માતા-પિતાને ખોયા, તેમના જીવનમાં આવેલા પરિવર્તન કેટલુ અઘરુ હશે.

આ યોજનાના માધ્યમથી પીએમ કેયર્સ ફંડમાંથી અનાથ થયેલા બાળકોને દર મહિને 4 હજાર રૂપિયા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આવા બાળકો જ્યારે પોતાનું શાળાકીય અભ્યાસ પુરો કરશે, તો ભવિષ્યના સપના માટે વધુ પૈસાની જરૂર પડશે. એટલા માટે 18-23 વર્ષના યુવાનોને દર મહિને સ્ટાઈપેંડ મળશે અને જ્યારે આપ 23 વર્ષના થશો, 10 લાખ રૂપિયા એક સાથે આપને મળશે.બિમાર થવા પર પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે, પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રનના માધ્યમથી બાળકોને આયુષ્યમાન હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે, જેમાં 5 લાખ રૂપિયા સુવિધાની સારવાર મફતમાં મળશે.

આ ત્રણ લાભ મુખ્ય

(૧) શાળાએ જતા બાળકોને શિષ્યવૃત્તિ ટ્રાન્સફર કરવામાં આવશે

(2) પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રનની પાસબુક અપાવમાં આવશે

(3) આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હેલ્થ કાર્ડ બાળકોને સોંપવામાં આવશે

પુસ્તકો અને ડ્રેસનો પણ ખર્ચ ઉઠાવે છે સરકાર

પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ અંતર્ગત 10 વર્ષથી ઓછી ઉંમરના તમામ અનાથ બાળકોને તેમની નજીકની કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન અપાવવામાં આવે છે. આ સાથે જ બાળકોના સ્કૂલમાં એડમિશન થવા પર પણ તેઓની ફી કેન્દ્ર સરકારના પીએમ કેર ફંડ દ્વારા ભરવામાં આવે છે. એટલે સુધી કે સરકાર બાળકોના પુસ્તકો અને સ્કૂલ ડ્રેસ વગેરેનો ખર્ચ પણ ઉઠાવે છે. આ સ્કીમ અંતર્ગત, 11 વર્ષથી વધારે ઉંમરના બાળકોના એડમિશન પણ સ્કૂલ અથવા તો પછી નવોદય વિદ્યાલયમાં કરાવવામાં આવે છે. આ સાથે તમામ અનાથ બાળકોને આયુષ્માન ભારત યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્શ્યોરન્સ પણ મળે છે.

જામનગર પોલીસ હેડ કવાર્ટરમાંથી ડીટેઈન થયેલ બાઇકની ચોરીથી ખળભળાટ

0

જામનગર પોલીસ હેડ કવાર્ટરમાંથી ડીટેઈન થયેલ બાઇકની ચોરી: ખુદ ટ્રાફિક પોલીસે પોલીસ ફરિયાદ નોંધાવવી પડી

દેશ દેવી ન્યુઝ જામનગર 30. જામનગર શહેરના ટ્રાફિક શાખાના તાબામાં આવેલી પોલીસ હેડ કવાર્ટરની અંદર રહેલા ટોઈંગ સ્ટેશન કે જેમાં ડીટેઈન કરેલા વાહનો રાખવામાં આવે છે તેમાંથી કોઈ શખસ એક્ટિવા મોટરસાયકલ ચોરી જતાં ભારે ખળભળાટ મચી ગયો છે. પોલીસે પણ આ બાબતે ગંભીરતા દાખવી તાત્કાલિક ગુનો દાખલ કર્યો છે અને આરોપીની શોધખોળ હાથ ધરી છે.જામનગર શહેરના શરૂ સેક્શન રોડ હેડ કવાર્ટરમાં આવેલા ટોઈંગ સ્ટેશનમાં જીજે-10-સીએફ 8005 નંબરનું એક્ટિવા ગત તા.22ના રોજ ડીટેઈન કરીને રાખવામાં આવ્યું હતું જે પાંચ દિવસ દરમિયાન કોઈ અજાણ્યો ઈસમ ચોરી જતાં પોલીસ ચોંકી ઉઠી હતી અને આ અંગે ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલે અજાણ્યા શખસ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેની તપાસ સિટી-બી ડિવિઝન પોલીસે હાથ ધરી છે.
હેડ કવાર્ટર જેવા અત્યંત ચોકસીવાળા વિસ્તારમાંથી વાહન ચોરી અને તે પણ ડીટેઈન કરેલું વાહન ચોરાઈ જતાં ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા છે અને બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલિક વાહનચોરને પકડી પાડવાના આદેશો છૂટ્યા હોવાનું જાણવા મળે છે.

જામનગરના લાખોટા રણમલ લેક પર થશે ડોક્યુમેન્ટરી પિકચરનું નિર્માણ

0

વિશ્વ યોગ દિવસ નિમિતે લાખોટા રણમલ લેક પર થશે ડોક્યુમેન્ટરી પિકચરનું નિર્માણ:

જામનગર જિલ્લાના તમામ યોગ કોચ યોગ ટ્રેનર, યોગ સાધકોને જોડાવા રાજેશ્રી પટેલનો અનુરોધ

૨૧ જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમીતે ગુજરાતના ૩૩ જિલ્લાના ૭૫ ઐતિહાસિક સ્થાનો પર થશે ડોક્યુમેન્ટરી ફિલ્મનું શુટીંગ: જામનગરના રણમલ તળાવ લેક તળાવનો સમાવેશ

ભારત સરકાર આયુષ મંત્રાલય અને ગુજરાત સરકારના ઉપક્રમે ટુક સમયમાં ચાલુ થશે સુટીંગ

દેશ દેવી ન્યુઝ જામનગર 30. જામનગર જિલ્લાના દરેક યોગ કોચ, યોગા શિક્ષકો, યોગ સાધકો, ભાઈઓ અને બહેનો અપીલ કરવાની કે આયુષ સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા 21 જુન અંતરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે એતિહાસિક સ્થાન પર યોગ ડોક્યુમેન્ટરી ફિલ્મ તૈયાર થઈ રહી છે.જેમાં જામનગરના લાખોટા રણમલ લેક પસંદગી પામતા ટુક સમયમાં શરૂ થનાર યોગ પર ડોક્યુમેન્ટરી પિચરના શૂટિંગમાં ભાગ લેવા માટે જામનગર જિલ્લાના દરેક વિસ્તારના ભાઈઓ અને બહેનો કે જેમની વચ્ચેની ૧૮ થી ૪૦ વર્ષની હોય અને ખૂબ જ કુશળતાથી યોગ કરી શકતા હોય તેમજ વિશ્વ યોગ દિવસના પોટ્ટોકોલ પ્રમાણે યોગ અભ્યાસને જાણતા હોય તેવોનું વહેલા તે પહેલાના ધોરણે સિલેકશન કરવામાં આવશેપસંદ થયેલ ભાઈઓ અને બહેનોને તાલીમ આપવામાં આવશે. (શૂટિંગ ૭-૬-૨૦૨૨ ના રોજ રણમલ તળાવ લેક ખાતે થશે.)વધુ માહિતી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ રાજેશ્રી પટેલનો સંપર્ક કરવા અપીલ છે. વધુ વિગત માટે મોબાઈલ નં – 88493 18365

જામનગરમાં લમ્પી વાઈરસથી ગાયોના મોતને પગલે તાત્કાલિક રસીકરણ શરૂ કરાવતા : સીટી ઇજનેર

0

જામ્યુકો અને જિલ્લા પંચાયતની આરોગ્ય ટીમ દ્વારા રસીકરણ શરૂ કરાયું

સિટી ઇજનેર ભાવેશભાઈ જાની ના માર્ગદર્શન હેઠળ જામ્યુકોની સોલિડવેસ્ટ શાખા અને જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના સહ્યોગથી તાત્કાલિક વેક્સિન આપવાનું શરૂ કરાયું

જામનગરમાં ગાયો માટેના જીવલેણ વાયરસ ‘લમ્પી’ સામે લડવા કવાયત: ગાયોને રસી આપવા માટે તંત્ર દોડતું થયુદેશ દેવી ન્યુઝ જામનગર 28. જામનગર શહેરમાં લમ્પિ વાયરસની બીમારી ના કારણે સંખ્યાબંધ ગાયો મૃત્યુને ભેટી રહી છે, ત્યારે રસ્તે રઝળતી ગાયો ને વેક્સિન આપવા માટે જામનગરના ગૌ પ્રેમીઓ દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે, ત્યારે આજે જામનગર મહાનગરપાલિકાની ટીમ અને જિલ્લા પંચાયત ના પશુપાલન વિભાગની ટીમ દોડતી થઇ છે, અને રસ્તે રઝળતી ગાયો ને પકડીને વેકસીનેશન કરાઈ રહ્યું છે.જામનગરના વોર્ડ નંબર 4 ના કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા તેમજ કેટલાક ગૌ ભક્તો દ્વારા છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં લમ્પિ વાયરસ ગ્રસ્ત રસ્તે રઝળતી ગાયો ને વેક્સિનેશન ને લઈને મહાનગરપાલિકાના તંત્રને ઢંઢોળવા ના મામલે આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે અને ધરણા સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે સવારે જામનગર મહાનગરપાલિકાની ટુકડી શહેરના ભીડભંજન રોડ સહિતના વિસ્તારોમાં ઉતરી પડી હતી, અને રસ્તે રઝળતી ગાયો ને પકડી લઈ વેકશીનેશનની કાર્યવાહી હાથ ધરી લેવામાં આવી હતી, જેમાં જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગની ટીમ પણ સાથે જોડાઇ હતી, અને રસ્તે રઝળતી ગાયો ને પકડી લઈ વેકસીન આપ્યા પછી તેઓને છોડી દેવામાં આવી છે.

ડિફેન્સ કોલોનીમાં બાળકોના ઝઘડામાં ગઢવી યુવાનની કરપીણ હત્યા: સામસામી ફરિયાદ જુવો Video

0

બાળકોના ઝઘડામાં ગઢવી યુવાનની હત્યા : સામાવાળા વૃદ્ધા ગંભીર: સામસામી ફરિયાદ

આરોપી:- (૧ ) રાયસુર ઉર્ફે બોઘો માલદેભાઇ ગઢવી (૨) મટુબેન માલદેભાઇ દાવાભાઇ ગઢવી રહે . ડિફેન્સ કોલોની , ગાયત્રી મંદિરવાળી શેરી એરફોર્સ -૧ રોડ , જામનગર

આરોપી:-  (૧ ) મોમૈયાભાઇ રાયદેભાઇ ગઢવી રહે.ડિફેન્સ કોલોની , ગાયત્રી મંદિરવાળી શેરી એરફોર્સ -૧ રોડ , જામનગર (૨) ભરતભાઇ રણમલભાઇ રૂડાચ રહે . રહે.ડિફેન્સ કોલોની , ગાયત્રી મંદિરવાળી શેરી એરફોર્સ -૧ રોડ. જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર 28.  : જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રાત્રિના સમયે બાળકો અંગેની તકરારમાં બે જુથ વચ્ચે ધિંગાણું થયું હતું, અને લાકડાના ધોકા-પાઈપ જેવા હથિયારો ઉડયા હતા. જેમાં એક યુવાનની નિર્મમ હત્યા નીપજી છે. અને બન્ને પક્ષની મારામારીમાં એક મહિલા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થઈ હોવાથી હોસ્પિટલમાં ખસેડાઈ છે. આ બનાવને લઇને પોલીસ કાફલો દોડતો થયો છે, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે.

આ હત્યા અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રાત્રીના 10.00 વાગ્યાના અરસામાં બાળકો અંગેની તકરારમાં ભરત રણમલ રૂડાચ તેમજ રાયસુર ઉર્ફે બોઘો માલદેભાઈ ગઢવી ના બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને બંને પક્ષે સામ સામા ધોકા-પાઇપ ઉડ્યા હતા. જેમાં ભરત રણમલ રૂડાચ નામના 28 વર્ષના યુવાન પર જીવલેણ હુમલો કરાયો હોવાથી તેનું કરુણ મૃત્યુ નીપજયું હતું, અને આ બનાવ હત્યામાં પલટાયો હતો. ઉપરોક્ત મારામારીમાં મહિલાઓની પણ સંડોવણી હોવાથી બે યુવાનો તથા એક મહિલા સહિત અન્ય ત્રણ વ્યક્તિઓ ઘાયલ થઈ હતી, જે તમામને પણ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાત્યારે  લોકોના ટોળા એકઠા થયા હતા અને જી.જી. હોસ્પિટલમાં તંગ વાતાવરણ બની ગયું હતું. ઉપરોક્ત ઘટનાની જાણ થતાં જામનગરનો સીટી-સી ડિવિઝન નો પોલીસ કાફલો તેમજ એલસીબી અને એસઓજીની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. સાથો સાથ જી.જી. હોસ્પિટલમાં પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. હત્યા ના બનાવ ની પાછળ બાળકો અંગેની તકરાર કારણભૂત હોવાનું સામે આવ્યું છે.પોલીસ દ્વારા બે વ્યક્તિને રાઉન્ડઅપ કરી લઇ વિશેષ પૂછપરછ ચલાવવામાં આવી જ્યારે ઇ.પી.કો.કલમ ૩૦૨, ૩૨૩, ૩૨૪, ૧૧૪ , જી.પી.એકટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ સામસામે ગુનોં નોંધી વધુ તપાસ સીટી-સીના  ઇન્ચાાર્જ Pl પી.પી.ઝા તથા સ્ટાફના ધમભા ઝાલા ચલાવી રહ્યા છે.

 

જામનગરનો ક્રિકેટર પુષ્પરાજ કહે છે ’ क्रिकेट मे पुष्पा जुकेगा भी ..नही ‘  ઔર રૂકેગા ભી નહી’

0

જામનગરનો ક્રિકેટર પુષ્પરાજ કહે છે ’ क्रिकेट मे पुष्पा जुकेगा भी ..नही ‘  ઔર રૂકેગા ભી નહી’

ત્રણ ટીમ વચ્ચે ખેલાયેલ અન્ડર-16 મુકાબલામાં પુષ્પરાજ જાડેજાના ઓલરાઉન્ડર પ્રદર્શનને કારણે જામનગરની શાનદાર જીત

પુષ્પરાજ જાડેજાએ 101 રન ફટકારીને બેટીંગમાં અને 8 ઓવરમાં 32 રન આપીને 4 મહત્વની વિકેટ લઈ બોલિંગમાં પોતાનો દમખમ દેખાડ્યો

કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર પુષ્પરાજનું ક્રિકેટર બની દુનિયામાં જામનગરનું નામ રોશન કરવાનું સ્વપ્ન

પુષ્પરાજ ફલાવર નહી ફાયર હૈ. જે તેણે પોતાના દમદાર પર્ફોર્મેન્સથી સાબિત કર્યુ

દેશ દેવી ન્યુઝ જામનગર . 27.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આયોજીત અન્ડર-16માં જામનગરના પુષ્પરાજે પોતાનો દમ દેખાડયો છે, અને પોતાના સર્વે શ્રેષ્ઠ પ્રદર્શન થકી જામનગરની ટીમને ઝળહળતો વિજય અપાવ્યો છે. જામનગરમાં બી.સી.સી.આઈ. દ્રારા આયોજીત તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એશોસિયેશન દ્વારા સંચાલિત અન્ડર -16 ઈન્ટર ડીસ્ટ્રીક ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમા જામનગર ડીસ્ટ્રીક, જુનાગઢ ડીસ્ટ્રીક અને જુનાગઢ રૂરલ એમ ત્રણ ટીમો વચ્ચે ક્રિકેટનો જંગ ખેલાયો હતો, જેમાં જામનગરની ટીમે શાનદાર જીત મેળવી હતી. જામનગરના યુવા ક્રિકેટર પુષ્પરાજ જાડેજાએ પોતાનું ઓલરાઉન્ડર પરફોર્મન્સ દેખાડ્યુ હતું. ઓલરાઉન્ડર પુષ્પારાજે વિજય વેળાએ કહ્યુ કે “મેં ઝુકેગા નહી, ઔર ક્રિકેટમેં તો રૂકેગા ભી નહીજામનગર શહેરમાં આવેલા અજીતસિંહ ક્રિકેટ પેવેલીયન-ક્રિકેટ બંગલો ખાતે બી.સી.સી.આઈ. અંતગર્ત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા સંચાલિત અંડર-6 (બોર્યસ) માટેની ઈન્ટર ડીસ્ટ્રીકટ ક્રિકેટ ટુનાર્મેન્ટ ત્રણ ટીમો સામે ક્રિકેટનો જંગ ખેલાયો હતો. જેમાં જામનગર, જુનાગઢ અને જુનાગઢ રૂરલ એમ ત્રણ ટીમો વચ્ચે ત્રણ મેચ રમાયા હતા. જામનગર ડીસ્ટ્રીકટ ક્રિકેટની ટીમે શાનદાર દેખાવ સાથે માનભેર જીત મેળવી હતી. સામે જુનાગઢ અને જુનાગઢ રૂરલ પુરી ટિમ 40 ઓવરની રમતા પહેલાં જ ઓલઆઉટ થઇ હતી.જામનગર -જુનાગઢની પ્રમથ મેચમાં પુષ્પરાજ જાડેજાએ 101 રન ફટકારીને બેટીંગમાં પોતાનો દમ દર્શાવ્યો હતો. તો 8 ઓવરમાં 32 રન આપીને 4 મહત્વની વિકેટ મેળવીને બોલીંગમાં પુષ્પારાજે કહ્યુ કે ક્રિકેટમેં રૂકેગા નહી.

જામનગરે ક્રિકેટ જગતને અનેક ક્રિકેટરો આપ્યા છે. ત્યારે આગામી સમય પણ ક્રિકેટમાં જામનગરનુ નામ અને માન જાળવી રાખવા માટે પુષ્પરાજ મહેનત અને પ્રયાસ કરી રહ્યો છે. છેલ્લા આઠ વર્ષથી તે જામનગર ક્રિકેટ એસોસિયેશનમાં કોચ મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે તાલીમ મેળવી રહ્યો છે. થોડા સમય પહેલા જ કોરોનામાં માતા-પિતા નો આશરો ગુમાવનાર પુષ્પારાજે ક્રિકેટ પ્રત્યે પોતના શોખ અને મહેનતથી આગળ વધ્યો છે. કે.એલ. રાહુલને પોતાનો પ્રેરણાસ્ત્રોત માનનાર પુષ્પરાજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનુ અને જામનગરનુ નામ રોશન કરવાના સપના સાથે સતત મહેનત અને પ્રયાસ કરે છે. પુષ્પરાજ જાડેજા ઓપનીંગ બેસ્ટમેન તરીકે પણ સારૂ પર્ફોમેન્સ કરે છે. તો તેની બોલીંગથી પણ સારા સારા ખૈલાડીઓની વિકેટ લેવાની આવડત ધરાવે છે. આ તો ફીલ્મનો પુષ્પરાજ કયારે ઝુકતા નથી. પરંતુ ક્રિકેટનો પુષ્પારાજ ફીલ્ડીંગ માટે ઝુકી પણ જાય અને રન રોકવા મજબુત દિવાલ બની જાય છે ત્રણ ટીમ વચ્ચેના ત્રણ મેચમાં બે જામનગર- એક મેચ જુનાગઢ રૂરલે કબજે કરીપ્રથમ મેચ જામનગર – જુનાગઢ વચ્ચે રમાયો હતો. જેમાં જામનગરની ટીમે પ્રથમ બેટીંગ કરી હતી જેમાં ઓલરાઉન્ડર પુષ્પરાજ જાડેજાએ 101 રન ફટકારીને ટીમના કુલ 252 રનનો સ્કોર કર્યો હતો. તો સામે જુનાગઢની ટીમ 40 ઓવરને બદલે 33.5 ઓવરમાં જ 172 રનમાં ઓલઆઉટ થઈ હતી.

બીજો મેચ જુનાગઢ અને જુનાગઢ રૂરલ વચ્ચે રમાયો હતો. જેમાં જુનાગઢ રૂરલે પ્રથમ બેટીંગ કરીને 40 ઓવરમાંથી 33.5 ઓવરમાં 181 રન કર્યા હતા. જેમાં જુનાગઢના આર્યન ઢોલાનાએ 50 રન ફટકાર્યા હતા.સામે જુનાગઢની ટીમ 37.2 ઓવરમાં 173 રનમાં ઓલઆઉડ થઈ હતી. જેમાં મીત કારિયાએ 55 રન કર્યા હતા. જુનાગઢ રૂરલના બોલર શીવ દુસરાએ 8 ઓવરમાં 37 રન આપીને 4 વિકેટ મેળવી હતી.ત્રીજો મેચ જામનગર- જુનાગઢ રૂરલ સામે રમાયો હતો. જેમાં જામનગરની ટીમે પ્રથમ બેટીંગ કરીને કુલ 231 રન કર્યા હતા. જેમાં જય રાવલિયાએ 82 રન, નિશ્ચય બહૈડિયાએ 46 રન, ફટકાર્યા હતા. સામે જુનાગઢ રૂરલની ટીમ 34 ઓવરમાં 153 રને ઓલઆઉટ થઈ હતી. જેમાં નિર્સગ કાસુંદ્રાએ 6 ઓવરમાંથી બે મેઇડન અને કુલ 12 રન આપીને 5 વિકેટ મેળવી હતી. આમ ત્રણ મેચમાંથી જામનગર ટીમ બે મેચ અને એક મેચ જુનાગઢ રૂરલ જીતી હતી. અન્ડર-16ના આ રાઉન્ડમાં જામનગરની ટીમ શાનદાર જીત સાથે આગળની મેચમાં રમશે. અન્ય બે ટીમ 40 ઓવરના મેચમાં પુરી 40 ઓવર રમ્યા પહેલા ઓલઆઉટ થઈ હતી.]

જામનગરના દિ.પ્લોટ વિસ્તારમાંથી 360 લીટર દેશી દારૂના જથ્થા સાથે જગો સીંધી ઝડપાયો

0

જામનગરના દિ.પ્લોટ વિસ્તારમાંથી 360 લીટર દેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ

દિગ્વિજય પ્લોટ શેરી,ન,64 બંસી ડેરીની બાજુના રહેણાંક મકાનમાં જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમનો સફળ દરોડોદેશ દેવી ન્યુઝ જામનગર 27: જામનગર જીલ્લામાં દારૂ-જુગારની બદી નાબુદ કરવા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલની સુચના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક કુણાલ દેસાઇ તથા સીટી એ ડીવી.પો.સ્ટે.ના પોલીસ ઈન્સ. એમ.જેજલના માગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાદરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ મેહલભાઇ કાંતીલાલ વિસાણી તથા પો.કોન્સ. શિવરાજસિંહ રાઠોડને ચોકકસ બાતમી મળેલ કે, જામનગર દિ,પ્લોટ શેરી નં-64 બંસી ડેરીની બાજુમાં રહેતો જગદીશ ઉર્ફે જગો હેમનદાસ રામનાણી પોતાના કબ્જા ભોગવટાના રહેણાક મકાનમાં ગેરકાયદેસર દેશી દારૂ નો જથ્થો રાખી વેચાણ કરે છે

હકીકતના આધારે રેઇડ કરતા મજકુર આરોપી જગદીશ ઉર્ફે જગો હૈમનદાસ રામનાણી જાતે સીંધી (ઉવ.33) ધંધો. મજુરી( રહે. દિપ્લોટ શેરી નં-64 બંસી ડેરીની બાજુમાં જામનગર વાળો) પકડાઇ ગયેલ અને મકાનની ઝડતી કરતા દેશી દારૂ લીટર 360 કિ.રૂ.7,200 ના મુદામાલ મળી આવતા તપાસ અર્થે કબ્જે કરેલ છે અને આરોપી જગદીશ ઉર્ફે જગો હેમનદાસ રામનાણીનો કોવિડ-19 ની તપાસણી કરાવવા તજવીજ કરેલ છે. અને દેશી દારૂનો જથ્થો પુરો પાડનાર ધાધાભાઇ ગઢવી( રહે. દરેડ ગામ તા.જી. જામનગર વાળા) ને શોધવા તજવીજ કરવામાં તજવીજ ચાલુ છે.

આ કામગીરીમાં પો.ઇન્સ. મહાવીરસિંહ જે.જલુના માગદર્શન પો.હેડ કોન્સ યુવરાજસિંહ વિક્રમસિંહ જાડેજા તથા દેવાયતભાઇ રામાભાઇ કાંબરીયા તથા મહીપાલસિહ મયુરસિંહ જાડેજા તથા સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા પો.કોન્સ શિવરાજસિંહ નઢબા રાઠોડ તથા મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા વનરાજભાઇ ભગુભાઇ ખવડ તથા યોગેન્દ્રસિહ નીરૂમા સૌઢા તથા વિક્રમસિંહ ભરતસિહ જાડેજા તથા મેહુલભાઇ કાંતીલાલ વિસાણી તથા પ્રવિણભાઇ ભીખાભાઇ પરમાર તથા રવીરાજસિહ રાજેન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામા આવેલ છે.

ધ્રોલના ચચાસ્પદ દિવુભાઈ હત્યાકાંડમાં આરોપીની જામીન અરજી ફગાવતી કોર્ટ

0

ધ્રોલના સરાજાહેર હત્યા કેસમાં શાર્પશૂટરની જામીન અરજી રદ ધડાધડ ફાયરીંગ કરી યુવાનનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું હતું

અખિલેશસિંહે ઓપરેશન માટે 60 દિવસના વચગાળાના જામીન માટે કારણ ધર્યું ..

દેશ દેવી ન્યુઝ જામનગર 27.ધ્રોલના ત્રિકોણબાગ પાસે માર્ચ -2020 માં સરાજાહેર ફાયરીંગ કરી યુવાનની હત્યાના કેસમાં અદાલતે શાર્પશૂટરની જામીન અરજી રદ કરી છે . આરોપીએ ઓપરેશન માટે 60 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતાં . ધ્રોલના દિવ્યરાજસિંહ જદુવીરસિંહ જાડેજા ઉર્ફે દીવુભા નામના યુવાનની ગત તા .6-3- 2020 ના ધ્રોલના ત્રિકોણબાગ પાસે સરાજાહેર ફાયરીંગ કરી હત્યાકરાઈ હતી . જેમાં 4 ના નામ ખૂલ્યા હતાં . ત્યારબાદ પોલીસે કરેલી તપાસમાં મૃતકને થોડાં સમય પહેલાં પડધરી ટોલનાકે વાહન પસાર કરવાના મુદ્દે અનિરૃદ્ધસિંહ સોઢા સાથે અને પ્લોટના પૈસાની લેતીદેતીના મામલે ઓમદેવસિંહ જાડેજા સાથે માથાકૂટ હોવાનું બહાર આવ્યું હતું.આરોપીઓને ધરપકડ પછી ઉત્તરપ્રદેશના શાર્પશૂટર અખિલેશસિંહ ઉર્ફે બબલુસિંહ ઠાકુરની પણ ધરપકડ કરાઈ હતી . તમામ આરોપીઓને જેલહવાલે કરાયા પછી હાલમાં રાજકોટની જેલમાં રહેલા આરોપી અખિલેશસિંહે જામીનમુકત થવા જામનગરની અદાલતમાં અરજી કરી હતી . આ આરોપીએ પોતાને પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવાનું હોય અને તેની દીકરીને આંખનું ઓપરેશન કરાવવાનું હોય સાઈઠ દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા . તેની સામે પોલીસે કરેલા સોગંદનામા તથા જિલ્લા સરકારી વકીલ જે . કે . ભંડેરીએ કરેલી રજૂઆતો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની જામીન અરજી ફગાવી દીધી છે .

મીઠોઇના પાટિયે સર્જાયો ગમખ્વાર અકસ્માત: 2 ના મોત 5 મહિલા ઘાયલ

મીઠોઇના પાટિયે સર્જાયો ગમખ્વાર અકસ્માત: જામરાવલ નગરપાલિકાના બે કર્મચારીના મોતથી અરેરાટી: પાંચેક મહિલાઓ પણ ઘાયલ

દેશ દેવી ન્યુઝ જામનગર 26. ખંભાળીયા – જામનગર રોડ પર આજે ગુરૂવારે વહેલી સવારે સાડા ચારેય વાગ્યે મીઠોઇ પાટીયા પાસે નાયરા કંપની નજીક હાઇવે પર ડાયવર્ઝન હોય સીંગલ રોડમાં ત્રણ કાર વચ્ચે અકસ્માત થતાં જામરાવલ ન.પા.ના બે કર્મચારીઓના મોત નિપજ્યા હતા.ગાંધીનગર ખાતે સ્વચ્છતા અભિયાનના સંદર્ભમાં મીટીંગ હોય જામરાવલથી ચાર કર્મચારીઓ સેનેટરી ઇન્સ્પેક્ટર મનોજ શીંગરખીયા સહિત બલેનો કારમાં નીકળ્યા હતા. જ્યારે નાયરા કંપ્ની પાસે ડાયવર્ઝનમાં સીંગો રોડ હોય સામેથી આવતી અર્ટીગા કાર સાથે બલેનો અથડાતા તેમાં બેઠેલા આ ચાર કર્મચારીઓને ગંભીર ઇજા થઇ હતી. જેમાં કારમાં ફસાઇ જતાં નીતિન કાગડીયા નામના યુવાનનું ઘટના સ્થળે કરૃણ મોત નિપજ્યું હતું. જ્યારે બાકીના ત્રણને જામનગર ખસેડાયાતા મનોજ શીંગરખીયાનું પણ મોત નિપજ્યું હતું.

બનાવમાં જામરાવલના કર્મચારીઓની બલેનો સાથે નડીયાદ તરફથી અર્ટીગા કાર અથડાઇ હતી તથા તેની પાછળ ટવેરા કાર અથડાઇ હતી. જેમાં પાંચેક મહિલાઓને પણ ઇજા થઇ હતી. અકસ્માતના સ્થળે ત્યાંથી પસાર થતાં ખંભાળીયા પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર કિશોરસિંહ સોઢાને જાણ થતાં તેમણે સ્ટાફ સાથે ઇજાગ્રસ્તોને મદદ કરી હતી તથા ખંભાળીયા એમ્બ્યુલન્સ તથા માણસ જીવણભાઇ ડગરા સીની. કલાર્ક દ્વારા મોકલવા વ્યવસ્થા કરીને ઘાયલોને 108 દ્વારા જામનગર પહોંચાડવા તથા રાવલ ન.પા. સ્ટાફને જાણ કરી હતી.બનાવની કરૃણતા હતી કે મૃતક બંને યુવાનો હંગામી કર્મચારી તરીકે વર્ષોથી જામરાવલ ન.પા.માં કામ કરતા હતા તથા મીટીંગ હોય ચાર વ્યકિતઓ ગાંધીનગર સાથે જવા નીકળ્યા હતા અને આ બનાવ બનેલ. બનાવની જાણ થતાં રાવલ ન.પા.ના રાકેશભાઇ થાનકી તથા કર્મચારીઓ મૃતદેહ લેવા ખંભાળીયા જામનગર પહોંચ્યા હતા તથા જામરાવલ ન.પા. સ્ટાફમાં ભારે શોકની લાગણી છવાઇ હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.