કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને પ્રધાનમંત્રી મોદીએ રૂપિયા ટ્રાંસફર કર્યા

0
1280

કોરોનાકાળમાં અનાથ થયેલા બાળકોને પ્રધાનમંત્રી મોદીએ રૂપિયા ટ્રાંસફર કર્યા

પીએમ મોદીએ પીએમ કેયર્સ ફંડનું અનાવરણ કર્યું : અનાથ થયેલા બાળકોને દર મહિને 4 હજાર રૂપિયાની સહાય મળશે

દેશ દેવી ન્યુઝ જામનગર 30 : પ્રધાનમંત્રી મોદીએ સોમવારે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રન યોજના અંતર્ગત આપવામાં આવતી સુવિધાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, આજે હું પ્રધાનમંત્રી નહીં, પણ આપના સભ્ય તરીકે આપની સાથે વાત કરી રહ્યો છું. આજે આપ સૌ બાળકો વચ્ચે આવીને મને આરામ મળ્યો. જીવનમાં ઘણી વાર આપણે એવા મોડડ પર લાવીને ઉભા રાખે છે કે, જેની આપણે ક્યારેય કલ્પના પણ કરી ન હોય. હું જાણુ છું, કોરોનાના કારણે જેમણે પોતાના માતા-પિતાને ખોયા, તેમના જીવનમાં આવેલા પરિવર્તન કેટલુ અઘરુ હશે.

આ યોજનાના માધ્યમથી પીએમ કેયર્સ ફંડમાંથી અનાથ થયેલા બાળકોને દર મહિને 4 હજાર રૂપિયા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આવા બાળકો જ્યારે પોતાનું શાળાકીય અભ્યાસ પુરો કરશે, તો ભવિષ્યના સપના માટે વધુ પૈસાની જરૂર પડશે. એટલા માટે 18-23 વર્ષના યુવાનોને દર મહિને સ્ટાઈપેંડ મળશે અને જ્યારે આપ 23 વર્ષના થશો, 10 લાખ રૂપિયા એક સાથે આપને મળશે.બિમાર થવા પર પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે, પીએમ કેયર્સ ફોર ચિલ્ડ્રનના માધ્યમથી બાળકોને આયુષ્યમાન હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે, જેમાં 5 લાખ રૂપિયા સુવિધાની સારવાર મફતમાં મળશે.

આ ત્રણ લાભ મુખ્ય

(૧) શાળાએ જતા બાળકોને શિષ્યવૃત્તિ ટ્રાન્સફર કરવામાં આવશે

(2) પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રનની પાસબુક અપાવમાં આવશે

(3) આયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ હેલ્થ કાર્ડ બાળકોને સોંપવામાં આવશે

પુસ્તકો અને ડ્રેસનો પણ ખર્ચ ઉઠાવે છે સરકાર

પીએમ કેર ફોર ચિલ્ડ્રન સ્કીમ અંતર્ગત 10 વર્ષથી ઓછી ઉંમરના તમામ અનાથ બાળકોને તેમની નજીકની કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન અપાવવામાં આવે છે. આ સાથે જ બાળકોના સ્કૂલમાં એડમિશન થવા પર પણ તેઓની ફી કેન્દ્ર સરકારના પીએમ કેર ફંડ દ્વારા ભરવામાં આવે છે. એટલે સુધી કે સરકાર બાળકોના પુસ્તકો અને સ્કૂલ ડ્રેસ વગેરેનો ખર્ચ પણ ઉઠાવે છે. આ સ્કીમ અંતર્ગત, 11 વર્ષથી વધારે ઉંમરના બાળકોના એડમિશન પણ સ્કૂલ અથવા તો પછી નવોદય વિદ્યાલયમાં કરાવવામાં આવે છે. આ સાથે તમામ અનાથ બાળકોને આયુષ્માન ભારત યોજના અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્શ્યોરન્સ પણ મળે છે.