Friday, October 16, 2026
Home Blog Page 279

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : આર્ય સમાજ તરફથી આપવામાં આવતા મેરેજ સર્ટિફિકેટ માન્ય નહીં ગણાય

0

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો: આર્ય સમાજ તરફથી આપવામાં આવતા મેરેજ સર્ટિફિકેટ માન્ય નહીં ગણાય

દેશ દેવી ન્યુઝ જામનગર ૪ જુન ૨૨. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આર્ય સમાજ તરફથી આપવામા આવતા મેરેજ સર્ટિફિકેટને કાયદાકીય રીતે માન્યતા આપવાની ના પાડી દીધી છે. જસ્ટિસ અજય રસ્તોગી અને જસ્ટિસ બીવી નાગરત્નાની પીઠે કહ્યું કે, સમાજનું કામ અને અધિકાર ક્ષેત્ર લગ્નના સર્ટિફિકેટ આપવાનું નથી. મેરેજ સર્ટિફિકેટ આપવાનું કામ સક્ષમ અધિકારીનું છે. કોર્ટની સામે અસલી પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે.આ કેસ લવ મેરેજનો છે. છોકરીના ઘરવાળાઓએ સગીર ગણાવતા પોતાની છોકરીનું અપહરણ અને રેપની ફરિયાદ નોંધાવી રાખી હતી. છોકરીના પરિવારના લોકએ યુવક વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 363,366, 384, 376 (2)(n) ઉપરાંત પોક્સો એક્ટની કલમ 5(L)/6 અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી. તો વળી યુવકનું કહેવુ હતું કે, છોકરી વયસ્ક છે. અને તેણે પોતાની મરજી અને અધિકારથી લગ્ન કરવાનો નિર્ણય કર્યો છે. આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા છે. યુવકે મધ્ય ભારતીય આર્ય પ્રતિનિધિ સભા તરફથી આપવામાં આવેલા મેરેજ સર્ટિફિકેટને પણ રજૂ કર્યું હતું. જો કે, સુપ્રીમ કોર્ટે તેને માન્ય રાખ્યું નહોતું.આ કેસમાં સુપ્રીમ કોર્ટે એપ્રિલમાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટના આદેશને પડકાર આપતી અરજી પર સુનાવળી કરવાની હા પાડી હતી. ત્યારે જસ્ટિસ કેએમ જોસેફ અને જસ્ટિસ ઋષિકેશ રોયે આર્ય પ્રતિનિધિ સભા પાસેથી સ્પેશિયલ મેરેજ એક્ટ 1954ની કલમ 5,6,7 અને 8 જોગવાઈઓ પોતાની ગાઈડ લાઈનમાં એક મહિનાની અંદર પોતાની નિયામાવલીમાં સામેલ કરે.

મનપામાં એક ઉચ્ચ અધિકારી નીચલા વર્ગની મહિલા સાથે રંગરેલીયા કરતા પકડાઈ જતા હેબતાઇ ગયા

0

જામનગર મહાનગરપાલીકામાં બપોરના ભાગે એક ઉચ્ચ અધિકારી અને નિચલા વર્ગની મહિલા રંગરેલિયા મનાવતા પકડાઇ ગયાની ઘટના : સાહેબ હેબતાઇ ગયા: કોઈને જાણ ન કરવા લીગાવીગા થયા

દેશ દેવી ન્યુઝ જામનગર : 04 જામનગર મહાનગર પાલિકાની એક શાખામાં અધિકારી અને નીચલા વર્ગની મહિલા કર્મચારી ઓફિસમાં જ રંગરેલિયા મનાવતા સ્ટાફના હાથે પકડાઈ ગયાની ઘટનાએ મહાનગર પાલિકામાં ભારે ચકચાર જગાવી છે. આ બનાવથી અધિકારીઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે.જામનગર મહાનગરપાલિકા અવારનવાર વિવાદોમાં રહેવા ટેવાયેલી છે ત્યારે બે દિવસ પહેલા મહાનગર પાલિકામાં આવેલી ખૂબજ વ્યસ્ત શાખામાં ખૂણામાં આવેલી એક ચેમ્બરમાં અધિકારી તેની જ મહિલા કર્મચારી કે જેને ગેરકાયદેસર રીતે પોતાની પાસે નોકરીમાં રાખીને બેઠા છે તેની સાથે રંગરેલિયા મનાવતો હતો ત્યારે અન્ય બ્રાન્ચની મહિલા કર્મચારી કોઈ કામસર આ ચેમ્બરમાં જતા કઢંગી હાલતમાં રહેલા બંનેનો ભાંડાફોડ થયો હતો.આ બનાવ બાદ નજરે જોનાર મહિલા કર્મચારીએ દેકારો બોલાવ્યો હતો જેને માંડ માંડ શાંત કરવામાં આવી હતી અને આ ઘટનાથી અધિકારીઓ પણ દોડી આવ્યા હતા પરંતુ આમાં શું પગલા લેવા અને મહાપાલિકાની આબરૂને બટ્ટો લાગે તેમ હોય જવાબદાર અધિકારીને ખખડાવીને તેને હાલ તો જવા દીધો છે. પરંતુ આ ઘટના જંગલમાં આગની જેમ મહાનગરપાલિકામાં ફેલાઈ ગઈ અને ચોતરફે આની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

જામનગરમાં દિવલા ડોનની લુખ્ખાગીરી સામે પોલીસની કાયદાગીરી: રાંદલનગરના યુવાન ઉપર છરી બાજી

0

જામનગરના દિવલા ડોને પૈસા માંગી છરી વડે હુમલો કર્યો: યુવાન સારવાર હેઠળ

આરોપી:દિવ્યરાજસિંહ મંગળસિંહ ચૌહાણ ઉર્ફ દિવલો ડોનદેશ દેવી ન્યુઝ જામનગર O3. ગત રાતે  ફરીયાદી કુલદીપસિંહ તથા તેમનો મીત્ર શરૂ સેકશન રોડ, શિવમ પેટ્રોલ પંપની બાજુમાં ગુરૂકૃપા હાઈટ પાસેથી નીકળતા આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન મંગળસિંહ ચૌહાણએ ફરીયાદી કુલદીપસિંહનું મોટરસાયકલ રોકી ઉછીના પેસાની માંગણી કરતા ફરીયાદી કુલદીપસિંહએ પોતાની પાસે પૈસા નહીં હોવાનું જણાવતા ફરીયાદી કુલદીપસિંહને ગાળો બોલી આરોપી દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોને પોતાની પાસે રહેલ છરી વડે એક ઘા ડાબા કાનમાં મારી સાતેક ટાકાની ઈજા કરી તથા સાહેદને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરી જતા જતા મારી નાખવાની ધમકી આપતા મામલો બિચક્યો યુવાનને લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જે અંગે સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કુલદીપસિંહ ગીરૂભા જાડેજા, રહે.રાંદલનગર, બાપા સીતારામની મઢુલી પાસે, વાળાએ IPC – કલમ 323, 324, 504, 506 (2) તથા જીપીએક્ટ 135 મુજબ ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી PSI કે કે નારીયા ચલાવી રહ્યા છે.

જાડા’ દ્વારા જામ્યુકોને જુદા-જુદા વિકાસ કામો માટે રૂા.11 કરોડથી વધુનો ચેક સુપ્રત કરાયો

0

‘જાડા’ દ્વારા જામ્યુકોને જુદા-જુદા વિકાસ કામો માટે રૂા.11 કરોડથી વધુનો ચેક સુપ્રત કરાયો

‘જાડા’ ના ચેરમેન-ચીફ એકઝીકયુટીવ ઓફીસર દ્વારા જામ્યુકોના સીટી એન્જિનીયર ભાવેશ એન. જાનીને ચેક સુપ્રત કરાયોદેશ દેવી ન્યુઝ જામનગર 03.: જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળ ધ્વારા જામનગર મહાનગરપાલિકાને જુદા – જુદા વિકાસ કામો માટે રૂા.11,0ર,50,000/- ની રકમનો ચેક ‘જાડા’ ના ચેરમેન વિજયકુમાર ખરાડી તથા ‘જાડા’ ના ચીફ એકઝીકયુટીવ ઓફીસર જીજ્ઞાસાબેન ગઢવી દ્વારા જામનગર મહાનગર પાલિકાના સીટી એન્જિનીયર ભાવેશ એન. જાનીને જાડાના ચેરમેન ની હાજરીમાં ચેક સુપરત કરવામાં આવેલ છે.જેમાં નીચે મુજબના વિકાસના કામો માટે જાડા દ્વારા જામનગર મહાનગરપાલિકા દ્વારા આઉટડોર એરીયા તથા સીટી વિસ્તારના કામો માટે ગ્રાંટ સ્વરૃપે આ રકમ ફાળવવામાં આવેલ છે. જે વિકાસના કામોની વિગત નીચે મુજબ છે. (1) જામનગર શહેરના આરોગ્ય કેન્દ્રનાં અપગ્રેડેશન માટે રૂા.2.00 કરોડ (2) જલ – સે – નલ પ્રોગ્રામ અંતર્ગત રૂા.5 કરોડ(3) સમર્પણ સર્કલથી બેડી બંદર રોડને જોડતા રસ્તાના રીસરફેસ / વાઈડનીંગના કામ માટે રૂા.3.82ર કરોડ (4) માન. રાષ્ટ્રપતિની જામનગરની મુલાકાત અનુસંધાને રોડ રીપેરીંગ તથા વ્યવસ્થાપનના ભાગરૂપે રૂા.10.00 લાખ (5) ગત ચોમાસાના હેવી રેઇન થી વોર્ડ નં. 6 માં પાણી ભરાવવાની મુશ્કેલી થયેલ તેના નિવારણ માટે રૂ.10.50 લાખ

રાજ્યમંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ

0

જામનગરમાં રાજયમંત્રીએ જિલ્લામાં અમલી મહિલા અને બાળ કલ્યાણને લગતી વિવિધ યોજનાઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું

રાજ્યમંત્રી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈદેશ દેવી ન્યુઝ જામનગર 03. જામનગર મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને મહિલા અને બાળ વિકાસ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વિવિધ યોજનાઓની કામગીરીની સમીક્ષા બેઠક કલેકટર કચેરી, જામનગર ખાતે યોજાઈ હતી.આ બેઠકમાં રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે જામનગર વહીવટ તંત્ર તરફથી રાજ્ય સરકાર દ્વારા ચાલતી મહિલા અને બાળ કલ્યાણને લગતી વિવિધ યોજનાઓ અને પ્રવૃતિઓ જેમ કે સગર્ભા માતાઓ અને કિશોરીઓ માટે રેગ્યુલર હિમોગ્લોબીન ચેકઅપ, મમતા દિવસની ઉજવણી, પા પા પગલી યોજના, આંગણવાડીઓમાં 3 થી 6 વર્ષના બાળકોને આપવામાં આવતું થીમ બેઝડ પ્રાથમિક શિક્ષણ, કુપોષિત બાળકો માટે પોષણ કીટનું વિતરણ, આંગણવાડીઓ દ્વારા ચાલતી હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ, બેટી બચાવો બેટી પઢાવો યોજના, દીકરીના જન્મ સમયે વધામણાં, સાફલ્ય ગાથા, વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન: લગ્ન યોજના જેવી વિવિધ યોજનાઓ વિશે ચર્ચા વિચારણા કરી હતી તેમજ લગત અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.આ સમીક્ષા બેઠકમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશ્નર  વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, અધિક નિવાસી કલેક્ટર મિતેશ પંડયા, મહિલા અને બાળ વિકાસ અધિકારી  ડો. ચંદ્રેશ ભાંભી, અનુસૂચિત જાતિ કલ્યાણ નાયબ નિયામક  ડો. ઘનશ્યામ વાઘેલા, આઇ.સી.ડી.એસ. પ્રાદેશિક નાયબ નિયામક અંકુરબેન વૈદ્ય, જિલ્લા પંચાયત આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર  બિનલબેન સુથાર, જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. ગૌરીબેન, દહેજ પ્રતિબંધક અધિકારી (ગ્રામ્ય)  હંસાબેન, દહેજ પ્રતિબંધક અધિકારી (શહેર) સોનલબેન, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી  ડો. પ્રાર્થનાબેન, આંગણવાડીના બહેનો તેમજ અન્ય અધિકારીઓ ઓ હાજર રહયા હતા.

ધ્રોલમાં મહારાણા પ્રતાપ જન્મ જયંતીની ભવ્ય ઉજવણી

0

ધ્રોલમાં મહારાણા પ્રતાપ જન્મ જયંતીની ભવ્ય ઉજવણી

રાજપૂત યુવા શક્તિ ગ્રુપ અને રાજપૂત સમાજના સંગઠનો દ્વારા ત્રિકોણ બાગ સુધી બાઈક રેલી, સ્ટેચ્યૂ મૂકવા માંગણી કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર 03.ધ્રોલ: ધ્રોલ રાજપૂત યુવા શક્તિ ગ્રુપ અને રાજપૂત સમાજના સંગઠનો દ્વારા ધ્રોલમા પ્રથમ વખત મહારાણા પ્રતાપની જન્મજ્યતીની ઉજવણી કરવામા આવી હતી. દિપસિહજી રાજપુત છાત્રાલયથી ગાંધી ચોક ખાતે ધ્રોલ ઠાકોર સાહેબના સ્ટેચ્યુને ફુલહાર કરી રાજપૂત યુવાનો દ્વારા ત્રિકોણ બાગ સુધી બાઈક રેલી કાઢવામાં આવી હતી. ધ્રોલ ત્રિકોણ બાગ ખાતે મહારાણા પ્રતાપના ફોટાને ફુલહાર અને પુજન કરવામાં આવ્યું હતુ. રાજપૂત સમાજના ભાઈઓ બહોળી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા.ત્રિકોણ બાગ ખાતે મહારાણા પ્રતાપનુ સ્ટેચ્યુ મુકવામાં આવે એવી રાજપૂત સમાજ દ્વારા નગરપાલિકા પ્રમુખને લેખીતમાં માંગ કરવામાં આવી હતી. આ રેલીમાં પ્રદ્યુમનસિંહ જાડેજા (પ્રમુખ, ધ્રોલ દિપસિહ રાજપૂત છાત્રાલય), રમજુભા જાડેજા (જાબીડા), લખધીરસિહ જાડેજા (જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન), પોલુભા જાડેજા (ધ્રોલ તાલુકા અગ્રણી) પોલુભા જાડેજા (ધ્રોલ તાલુકા પંચાયત વિપક્ષ નેતા), મનસુખભાઇ પરમાર, ગોવિંદભાઈ દલસાણીયા (કારોબારી ચેરમેન, ધ્રોલ નગરપાલિકા), વિરેન્દ્રસિંહ જાડેજા (સરપંચ સંગઠન પ્રમુખ), ધર્મેન્દ્રસિંહ જાડેજા (હજામચોરા, સરપંચ), ઉપેન્દ્રસિંહ જાડેજા (રાજપૂત યુવા શક્તિ ગ્રુપ, પ્રમુખ), સંજયસિંહ જાડેજા (કોર્પોરેટર), પ્રદિપસિંહ જાડેજા (મહામંત્રી ધ્રોલ તાલુકા ભાજપ), બ્રિજરાજસિહ જાડેજા (સદસ્ય ધ્રોલ તાલુકા પંચાયત), મહેન્દ્રસિંહ જાડેજા (સદસ્ય ધ્રોલ તાલુકા પંચાયત), મયુરસિહ જાડેજા, જીજુભા જાડેજા, અનોપસિહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, સહદેવસિહ જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા,તેમજ રાજપૂત સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

IPS નિર્લિપ્ત રાય અને નિરજ બડગુજરને સોંપાયો વધારાનો ચાર્જ, ગૃહ વિભાગનો નિર્ણય

0

IPS નિર્લિપ્ત રાય અને નિરજ બડગુજરને સોંપાયો વધારાનો ચાર્જ, ગૃહ વિભાગનો નિર્ણય

નિરજ બડગુજર જામનગર જીલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.દેશ દેવી ન્યુઝ જામનગર 01. ગુજરાતના બે આઇપીએસ અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો છે. જેમાં ઈંઙજ નિરજ બડગુજરને પોલીસમહા નિરીક્ષક પ્લાનિંગ મોર્ડનાઇઝેશનની જવાબદારી સોંપવામાં આવી છે. તો ઈંઙજ નિર્લિપ્ત રાયને પોલીસ મહાનિરીક્ષક કાયદો વ્યવસ્થાની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે. થોડા દિવસો અગાઉ જ સ્ટેટ મોનિટરિંગ સેલમાં નિર્લિપ્ત રાયની નિમણૂંક કરવામાં આવી હતી.પોલીસ મહાનિરીક્ષક, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈઝેશન, ગાંધીનગરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો એન.એન.કોમર, આઈ.પી.એસ. (ગુજ:1996), અધિક પોલીસ મહાનિદેશક, કાયદો અને વ્યવસ્થા, ગાંધીનગર સંભાળી રહ્યાં છે. જ્યારે પોલીસ મહાનિરીક્ષક, કાયદો અને વ્યવસ્થા, ગાંધીનગરની ખાલી જગ્યાનો વધારાનો હવાલો એસ.જી.ત્રિવેદી, આઈ.પી.એસ. (ગુજ:1999), પોલીસ મહાનિરીક્ષક, સી.આઈ.ડી. (ક્રાઈમ), ગાંધીનગર સંભાળી રહ્યાં છે.આ ચાર્જ સોંપણીની વ્યવસ્થામાં ફેરફાર કરી અન્ય હુકમો ન થાય ત્યાં સુધી પોલીસ મહાનિરીક્ષક, પ્લાનિંગ એન્ડ મોડર્નાઈઝેશન, ગાંધીનગરની જગ્યાને પોલીસ અધિક્ષક સંવર્ગમાં ડાઉનગ્રેડ કરી સદર જગ્યા પર નિરજકુમાર બડગુજર, આઈ.પી.એસ. (ગુજ:2008) ની એટેચ તરીકે નિમણૂંક કરવામાં આવે છે જ્યારે પોલીસ મહાનિરીક્ષક, કાયદો અને વ્યવસ્થા ગાંધીનગરની જગ્યાને પોલીસ અધિક્ષક સંવર્ગમાં ડાઉનગ્રેડ કરી સદર જગ્યાનો વધારાનો હવાલો નિર્લિપ્ત રાય, આઈ.પી.એસ. (ગુજ:2010), પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલ, ગાંધીનગરને તેઓની હાલની કામગીરી ઉપરાંત સોંપવામાં આવે છે.

જામનગરના કાનાલુશમાંથી બે ઘોડા ડોક્ટર ઝડપાયા

0

જામનગરના કાનાલુશમાંથી બે ઘોડા ડોક્ટર ઝડપાયા: અચાનક SOG ત્રાટકતા નાસભાગ

દેશ દેવી ન્યુઝ જામનગર 01.બાયપુર તાલુકાના કાનાલુસ ગામમાં એસ.ઓ.જી. શાખાની ટુકડીએ દોડો પાડી કોઇપણ પ્રકારની ડિગ્રી વગર ગેરકાયદે મેડીકલ પ્રેકિટસ કરી રહેલા માત્ર ૧૨ ધોરણ પાસ એવા બે બોગસ તબીબોને પકડી પાડયા છે , અને તેઓ સામે મેઘપર પોલીસ મથકમાં ગુનો નોંધવ્યો છે .આ દરોડાની વિગત એવી છે કે લાલપુર તાલુકાના કાનાસ ગામમાં બોગસ તબીબો દ્વારા ગેરકાયદે રીતે દવાખાનું રારુ કરી દઈ કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવાનુ છતાં પણ દવાખાનું ચાલુ રાખી ગરીબ દર્દીઓ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.

તેવી ચોક્કસ બાતમીના આધારે એસ.ઓ.જી. શાખાની.ટુકડીએ દરોડો પાડ્યો હતો . જે દરોડા દરમિયાન આવા બે અનઅધિકૃત દવાખાનાઓ મળી આવ્યા હતા . જેમાં સૌ પ્રથમ એક દવાખાને જઈને તબીબી પ્રેક્ટિસ કરી રહેલા રાખ્સ નું નામ પુછતા પોતાનું નામ હોવાનુ તુષારકાંતિ ગોપાલચંદ્ર અધિકારી (૪૯) અને મૂળ પશ્ચિમ બંગાળનો વતની હોવાનું અને હાલ કાનાલુસ માં ભાડાના મકાનમાં રહીને છેલ્લા એકાદ વર્ષથી દવાખાનુ ચલાવતો હોવાનું જણાવ્યું હતું , પોતે માત્ર ૧૨ ધોરણ પાસહોવા છતાં અને કોઈપણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં મેડીકલ પ્રેકિટસ કરતો હોવાનું પોલીસને ધ્યાનમાં આવ્યું હોવાથી તેના દવાખાનામાંથી તબીબી પ્રેક્ટિસ ને લગતા સાધનો અને દવાનોજથ્થો વગેરે કબજો કરી લીધો હતો અને તેની સામે મેઘપર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.આજ રીતે બીજ દરોડો કાનાલુસ ગામમાંજ પાડયો હતો , અને અન્ય સ્થળે દવાખાનુ ચલાવી રહેલા એક રાખ્સ નુંનામ પૂછતાં તેણે પોતાનું નામ ક્રિષ્ના સિરિશ દેવરી ( ઉંમર વર્ષ ૨૦ અને તે પણ મળ પશ્ચિમ બંગાળનો વતની હોવાનું જણાવ્યું હતું , અને છેલ્લા એકાદ વર્ષથી પોતે દવાખાનુ ચલાવનો હતો . જેની પાસે પણ કોઈપણ ડિગ્રીના હતી . અને માત્ર ૧૨ ધોરણ પાસ હોવાનું જાણવા મળ્યું હતું . જેના દવાખાનામાંથી પણ દવા વગેરે સામી કબજે કરી લેવામાં આવી છે , અને તેની સામે પણ મેઘપર પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે

દિગ્વિજય પ્લોટમાં સિંધી અને સોની પરિવારે એક-બીજાને ધોકાવી નાખ્યા : ફરીયાદ

0

જામનગરના દિ.પ્લોટ-64 માં બે પરિવાર વચ્ચે બબાલ

પાર્કિંગની નજીવી બાબતે સરકારી અધિકારીના પરીવાર દ્વારા પાડોશી મહિલા પર હુમલોદેશ દેવી ન્યુઝ જામનગર 31. જામનગરના દિગ્વિજય પ્લોટ 64 માં આવેલ રેફ્યુજી કોલીનીમાં લિલાશાહ ધર્મશાળાની બાજુ એથી પસાર થતી ખુલ્લી ગટરને થોડા સમય પહેલા અંડરગ્રાઉન્ડ કરી સિમેન્ટ રોડ બનાવી વિસ્તારને સુદ્રઢ બનાવવામાં આવ્યો હતો. જે બાદ ત્યાંના સ્થાનિક પાલા પરીવાર દ્વારા વારંવાર બાજુ એ રહેતા લતાવાસીઓ તથા આવેલી સમાજની ધર્મશાળાના સંચાલકો તેમજ પ્રસંગે આવતા અતિથિઓ સાથે ગાડી પાર્કિંગ મુદ્દે વારંવાર બબાલો સર્જી રોડ પોતાની સ્વયં માલિકીનો બતાવડો કરવામાં આવે છે. જેમાં પરીવારના પ્રફુલભાઈ પાલા જે સરકારી નોકર તરીકે પોતાની જિલ્લા પંચાયતમાં શિક્ષણ વિભાગમાં અધિકારી તરીકેની બજાવે છે. જે વારંવાર પોતે સરકારી અધિકારી હોવાનો વગ સામો પાડી રોડ મારા અંતર્ગત પાસ થયો ની ધમકીઓ આપવામાં આવે છે.

એવા માં ગઈકાલે પાડોશી શર્મા પરીવારના પુત્રએ ગાડી પાર્ક કરેલ જેમાં તેમની ગાડીને પછાડી પાડેલ અને અધિકારી પોતે તેમના પત્ની અને અધિકારીના ભાઈ જયેશ પાલા દ્વારા પાર્કિંગ મુદ્દે ફરી બબાલ સર્જી પાડોશીના પુત્ર જે પાર્ક કરી ઘરે જમી રહેલ તેને ઘ માં બહાર કાઢવા જયેશ પાલા તથા પ્રફુલ પાલા અને પ્રફુલ પાલાની પત્ની દ્વારા ગેરકાયદેસર ટોળકી કરી ઘરની અંદર ઘુસી પુત્ર રવિ અને તેમની માતા પર નિર્લજજ હુમલો કરવામાં આવ્યા છે અને જાનથી મારી નાખવાની ધમકી ઓ આપવામાં આવી છે વધુમાં પ્રફુલ પાલા દ્વારા રવિ શર્મા જે રાધિકા સ્કૂલમાં નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે તેમને નોકરી અંગેની ધમકીઓ શિક્ષણ વિભાગના અધિકારી પ્રફુલ પાલા દ્વારા આપવામાં આવી છે.પોતે સરકારી અધિકારી હોવાને કારણે તેમની પત્ની દ્વારા અવાર નવાર પાર્કિંગ મુદ્દે બબાલો સર્જવાની છૂટ આપી રહ્યાનું સામે આવ્યું છે જેમાં ગઈકાલે આ મહિલા દ્વારા માતા પુત્ર બન્ને બેફિકરાઈથી કોઈ ડર વગર ઘરમાં ઘુસી માર મારવામાં આવ્યો છે સાથસાથે તેમના ભાઈ જયેશ પાલા દ્વારા આ વિસ્તાર ની રેફયુજી કોલોનીમાં વર્ષો થી નાનું એવું પારણું બાંધી જીવન ગુજારતા આ પરીવાર ને લેન્ડ ગ્રેબિંગના ગુન્હાનો દાવો કરવાની ધાકધમકીઓ આપવામાં આવી છે. હુમલામાં ઘવાયેલ રવિ અને તેમની માતા ને સારવાર અર્થે જી.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આ મુદ્દે પોલીસ ફરિયાદ કરી વધુ તપાસ સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

જામનગર જીલ્લાના 38 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ કરતા પોલિસ વડા : જુવો લીસ્ટ

0

જામનગર જીલ્લાના 38 પોલીસ કર્મચારીઓની બદલીના આદેશ કરતા એસ.પી

દેશ દેવી ન્યુઝ જામનગર 30. જામનગર જીલ્લામાં પોલીસમાં ફરજ બજાવતા 38 પોલીસ કર્મચારીઓએ જીલ્લા પોલીસવડા કચેરી ખાતે પોતાની બદલી અંગે રજૂઆત કરેલ હોય જેઓની રજૂઆત યોગ્ય જણાતા જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ તાત્કાલિક અસરથી પોલીસ કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલી કરવાનો આદેશ બહાર પાડેલ છે.આ સાથે એસ.પી.ના હુકમમાં દર્શાવાયેલ છે કે, બદલી થયેલ તમામ પોલીસ કર્મચારીઓને ઓર્ડર મલ્યે તુર્ત જ ફરજના સ્થળેથી છુટા કરીને બદલીના સ્થળે હાજર થવું, જો બદલી થયેલ કર્મચારીને તુરંત છુટા કરવામાં નહીં આવે તો તેની જવાબદારી જે-તે સંબંધર્તા પોલીસસ્ટેશન/કચેરીના અધિકારીની રહેશે.

38 પોલીસ કર્મચારીઓની બદલીનું લીસ્ટ નીચે મુજબ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.