Friday, October 16, 2026
Home Blog Page 278

જામનગર પંચકોષી-એ ડીવીઝનના PSI લાંચ લેતા ACBના છટકામાં સપડાયા

0

જામનગર પંચકોષી-એ ડીવીઝનના પીએસઆઇ લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા

દારૂનો કેસ નહીં કરવા પીએસઆઇ રાઠોડે રૂા.1 લાખની લાંચ માંગી હતી.

રૂા.50 હજાર લેતા રંગે હાથ ઝડપાયા પીએસઆઇ જે.કે.રાઠોડેદેશ દેવી ન્યુઝ જામનગર O7: જામનગર પંચકોશી એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પીએસઆઇ જે.કે.રાઠોડે ગત તા.1ના હાઇવે પર એક કાર અટકાવી હતી, કારમાં બે શખ્સ બેઠા હતા, બંને શખ્સ નશો કરેલી હાલતમાં હોવાની શંકા ઉઠતાં પીએસઆઇ રાઠોડે ધોરણસરની કાર્યવાહી કરવાને બદલે પ્રોહિબિશનનો ગુનો નોંધાશે, ફિટ કરી દઇશ તેવી વાતોથી બંનેને ધમકાવ્યા હતા અને કેસ ન કરવો હોય તો રૂા.50-50 હજાર આપવા પડશે તેમ કહી કુલ રૂ.1 લાખની લાંચ માગી હતી, બંને શખ્સે લાંચની રકમ બાબતે રકઝક કરતાં અંતે મામલો રૂ.50 હજારમાં સેટ કર્યો હતો, બંને શખ્સ પાસે તે સમયે નાણાં નહીં હોવાથી થોડા દિવસોમાં પૈસા આપી જશે તેમ કહેતા પીએસઆઇ રાઠોડે બંનેના મોબાઇલ નંબર મેળવી લીધા હતા.પાંચ દિવસ દરમિયાન પીએસઆઇ રાઠોડે સતત ફોન કરીને લાંચની રકમ માગવાનું ચાલુ રાખ્યું હતું, લાંચ આપવી નહીં હોવાથી બંને શખ્સે એસીબીનો સંપર્ક કર્યો હતો, અને છટકું ગોઠવવામાં આવ્યું હતું.

બીજીબાજુ લાંચની રકમ સોમવારે ઠેબા ચોકડીએ આપી જવાનું નક્કી થતાં બંને શખ્સ ઠેબા ચોકડીએ પહોંચ્યા હતા, લાંચની રકમ લેવા પીએસઆઇ રાઠોડ પણ ત્યાં પહોંચ્યો હતો અને લાંચના રૂ.50 હજાર સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગેહાથ પકડી લીધો હતો. પીએસઆઇ રાઠોડ અગાઉ આરઆર સેલમાં ફરજ બજાવતો હતો, રાજકોટમાં આવેલા રાઠોડના મકાને પણ એસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી.

આવતીકાલે રવિન્દ્ર જાડેજા સુપુત્રી નિઘ્યાનાબાના જન્મદિવસ નિમીતે 101બાળા માટે 11 હજાર ફિક્સ ડિપોઝીટ કરાવશે.

0

આવતીકાલે રવિન્દ્ર અને રિવાબા જાડેજાની સુપુત્રી નિઘ્યાનાબાના જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરાશે

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડ રવિન્દ્ર જાડેજા અને ભાજપ મહિલા અગ્રણી રિવાબા જાડેજા સર્વજ્ઞાતિય જરૂરીયાતમંદ પરિવારની 101 બાળાઓ માટે 11,000ની ફિક્સ ડિપોઝિટ જમા કરાવાશે

કેન્દ્ર સરકારની સુક્ધયા યોજના હેઠળ જરૂરીયાતમંદ પરિવારની 3 થી 6 વર્ષની 101 બાળાઓ માટેની 11 હજારની રકમ પોસ્ટ ખાતામાં ફિક્સ ડિપોઝિટ સ્વરૂપે મૂકશે

દેશ દેવી ન્યુઝ જામનગર O7 ભારતીય ક્રિકેટ ટીમના સુપર સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની જામનગર શહેર ભાજપના મહિલા અગ્રણી તેમજ શ્રી માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી રીવાબા જાડેજા દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ પોતાની પુત્રી નિધ્યાનાબાની 8 મી જૂને વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવશે.જામનગર શહેર તેમજ આસપાસના વિસ્તારની સર્વજ્ઞાતિય જરૂરીયાતમંદ પરિવારની 3 થી 6 વર્ષની 101 બાળાઓ માટેની 11 હજારની રકમ પોસ્ટ ખાતામાં ફિક્ ડિપોઝિટ સ્વરૂપે મૂકીને વિશેષરૂપે ઉજવણી કરવામાં આવશે. ભારતીય ક્રિકેટ ટિમના ઓલ રાઉન્ડર સુપર સ્ટાર ક્રિકેટ ખેલાડી અને જામનગરના રવિન્દ્ર જાડેજા અને તેમના પત્ની શહેર ભાજપના અગ્રણી અનેકવિધ સેવા પ્રવૃત્તિ ચલાવતા માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી રીવાબા જાડેજા દ્વારા પોતાની પુત્રી નિધ્યાનાબાની વિશેષરૂપે ઉજવણી કરવામાં આવી રહી છે.આગામી 8 મી જૂને પૂત્રીના જન્મ દિવસની ઉજવણી લોક કલ્યાણ અર્થે તેમજ સમાજ સેવાના ભાગરૂપે કરવામાં આવી રહી છે, જે અંતર્ગત કેન્દ્ર સરકારની સુક્ધયા યોજના હેઠળ જરૂરિયાત મંદ એવા સર્વ જ્ઞાતિ ની 3 થી 6 વર્ષની 101 બાળાઓની પસંદગી કરવામાં આવી છે, અને જામનગરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં તે તમામ બાળાઓ માટેની 11 હજાર રૂપિયાની ફિક્સ ડિપોઝિટ મુકવામાં આવશે, અને તેનું ખાતુ ખોલાવી આપવાની જાડેજા દંપતિ દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

આવતીકાલે 8મી જુનના સવારે 10.30 વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસમાં તમામ બાળાઓ માટે ની સુક્ધયા યોજના હેઠળની ફિક્સ ડિપોઝીટ મૂકવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આવા સત્કાર્યો કરવા બદલ જાડેજા દંપતીને મિત્રવર્તુળ, શુભેચ્છકો અને સગા- સ્નેહી તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

DKV પાસ જાહેરમાં બખેડો કરતી મહિલાને સમજાવા જતા POLICE પર હુમલો: જુવો ધમાલનો Video

0

ડીકેવી સર્કલ પાસે જાહેરમાં ઝઘડો કરતી મહિલાએ પોલીસ સાથે કરી મારામારી:

ઘરનો મામલો રોડ પર થઈ પોલીસ સ્ટેશને પહોંચ્યો: સીન- સપાટા પડ્યા ભારી ..માં દિકરીઓ સામે ફરિયાદ

આરોપી:-  (૧ ) લક્ષ્મીબેન વા / ઓ રાજુભાઈ બાબરીયા રહે . ગોડલ નદીના સામે કાંઠે , સીવીલ હોસ્પીટલ બાજુમાં ૨ ) માનસીબેન વા / ઓ મયંકભાઈ માધવ રહે . પુનીતનગર પાસે , ખોડીયાર પાર્ટી પ્લોટ વાળી શેરી જામનગર ( ૩ ) રુચીબેન રાજુભાઈ બાબરીયા રહે , ગોકુલનગર , શાંતીનગર , શકતીનગર વાળી શેરી જામનગરદેશ દેવી ન્યુઝ જામનગર : O7. જામનગર શહેરના સતત ધમધમતા ડીકેવી કોલેજ વિસ્તારમાં ગઇકાલે રસ્તા પર ત્રણ મહિલાઓ ઝઘડતી હોય પોલીસ ત્રણેયને પોલીસ સ્ટેશન લાવી હતી ત્રણેય મહિલાઓએ પોલીસ સ્ટેશનમાં પણ ધમાલ મચાવતા અને મહિલા પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી કરતા ત્રણેય સામે સાજે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ગઇકાલે બપોરના સમયે ડીકેવી સર્કલ પાસે ત્રણ મહિલાઓ ઝઘડો કરી રહી હોવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો . પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસ કોન્સ.નીલેશભાઈએ સાઈડમા જવા કહેતા તેમની સાથે બોલાચાલી કરવા લાગતા તેથી ઝઘડો કરતી મહિલાઓને પોલીસ સ્ટેશન લાવી હતી ત્યા હાજર અન્ય પોલીસ સ્ટાફ સાથે બોલાચાલી ઝગડો કરી સાહેદ વુમન પોલીસ ચાંદનીબેન પર હુમલો કરી માં દિકરીઓએ પોલીસ સ્ટેશનમાં પણ પોલીસકર્મીઓ સાથે ગેરવર્તન કર્યું હતું અને પો.કો જીતેંદ્રભાઈ પર હુમલો કરી તેમની ડ્રેસમા લગાવેલ નેમ પ્લેટ ખેચી તોડી નાખી પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી પોલીસને ઝાપટો,લતોનો મારી મહિલા પોલીસ પર હુમલો કર્યો હતો

PSl સામાણીએ કલમ ત્રણ મહિલા સામે IPC કલમ૧૮૬, ૩૩૨,૩૫૩, ૧૬૦, ૩૨૩, ૫૦૪, ૪૨૭,૧૧૪ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટ કલમ ૩ મુજબ ગુનોં નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ચાલો..હરિદ્વાર..જામનગરમાં કથાના નામે છેતરપીંડી : મહિલાઓનું હલ્લાબોલ જુવો Video

0

જામનગરમાં કથાના નામે છેતરપીંડી અનેક વિસ્તારોમાંથી મહિલાઓ પાસેથી કરાયા છે રૂા.3100ના ઉઘરાણાં

મહિલાઓને રૂા.3100માં હરિદ્વારની યાત્રાએ લઇ જવાનું કહી છેતરી લેવાયા: ટ્રેન રદ થયાનું ગાણું: મામલો પહોચ્યો પોલીસ મથકે :આકડો કરોડોને આંબશે.!

દેશ દેવી ન્યુઝ નેટવર્ક-જામનગર 06. જામનગરમાં મહિલાઓને સસ્તા દરે હરિદ્વારની યાત્રાએ લઇ જઇ અને ત્યાં શ્રીમદ્દ ભાગવત કથામાં પોથી મુકવાની લાલચ આપી એક મહિલા અને એક પુરૂષ દ્વારા છેતરપીંડી આચયાનું પોલીસ ચોપડે નોંધાયું છે.આ અંગેની વિસ્તૃત વિગત મુજબ, જામનગર શહેરમાં અનેક મહિલાઓને ખાસ કરીને વયોવૃઘ્ધ મહિલાઓને સસ્તા દરે જામનગરથી ઉત્તરાખંડના પ્રસિઘ્ધ તિર્થક્ષેત્ર હરિદ્વાર લઇ જઇ ત્યાં ચાલતી શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં પોથી મુકાવાની લાલચ આપવામાં આવી હતી.આ કારસ્તાનમાં એક જામનગરની મહિલા અને રાજકોટના શખસે મહિલાઓને ભોળવીને તેમની પાસેથી વ્યક્તિ દીઠ રૂા.3100/-ના ઉઘરાણા પણ કરાવી લીધા હતાં બાદમાં મહિલાઓને યેન-કેન પ્રકારે આ મહિલા અને પુરૂષ પ્રત્યે અશ્ર્વિવાસ ઉભો થતા તેમણે વધુ પુછપરછ કરી હતી અને તેઓને કોઇ હરિદ્વાર લઇ જવા નથી અને તેમની સાથે છેતરપીંડી થયાનું તેમને અહેસાસ થયો હતો.

આ વાત વાયુવેગે પ્રસરી જતા અનેક મહિલાઓ સોમવારે બપોરે જામનગરના સીટી-બી ડીવીઝને પહોંચી હતી અને પોલીસ અધિકારીઓને આ અંગે જાણ કરી હતી, મહિલાઓ પાસે રહેલી રૂા.3100ની પહોંચી હોય જે તેઓએ પોલીસ ખાતામાં રજૂ કરી હતી.

પોલીસે મહિલાઓની વાત પરથી તપાસ હાથ ધરી હતી અને સોમવારે મોડી સાંજે જામનગર સીટી-બી ડીવીઝનમાં આ અંગે આરોપીઓ વિરૂઘ્ધ 406-420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.હરિદ્વાર યાત્રા લઇ જઇ જવાનું કહી આ ટોળકીએ જામનગરના કોઇ એક વિસ્તાર નહીં પરંતુ અનેક વિસ્તારોમાં નેટવર્ક ફેલાવીને અનેક મહિલાઓને આવી લાલચ આપીને રૂા.3100ના ઉઘરાણાં કર્યા હોવાનું પણ જાણવા મળેલ છે.

નવાગામ ઘેડ વિસ્તારમાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો

0

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો

છરી વડે કરાયેલે હુમલો યુવાન માટે જીવલેણ સાબિત થયો, સારવારમાં યુવાનનું મોતદેશ દેવી ન્યુઝ જામનગર 06. જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી ઇન્દિરા સોસાયટીમાં રહેતાં કિશોરભાઇ બાબુભાઇ આડેસરા (ઉ.વ.45) નામના યુવાન ઉપર ગત તા.3ના શુક્રવારે સવારના સમયે ધુવાવ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં હેમેન્દ્ર ઉર્ફે હેમત મહારાજ ડાયાલાલ સીયાણી નામના શખ્સે કિશોર ઉપર હુમલો કરી પેટમાં તથા છાતીના ભાગે ઢીકા પાટુંનો માર મારતા ફેફસામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારબાદ ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જયાં ઘાયલ કિશોરભાઇનું મોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. આ અંગેની મૃતકના ભાઇ ગોવિંદ આડેસરા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.આર.સવસેટા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી હેમેન્દ્ર વિરૂઘ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

જામનગરની જેલમાંથી વધુ એક મોબાઇલ મળ્યો: કેદી સામે ફરિયાદ

0

જામનગરની જેલમાંથી વધુ એક મોબાઇલ મળ્યો

જામનગરની જિલ્લા જેલમાં બેરેક નં.4 અને યાર્ડ નં.5 માં રહેતાં કાચા કામના કેદી પોલીસે જીલાણી ઈલિયાસ વિરુઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભદેશ દેવી ન્યુઝ જામનગર 06: જામનગરની જિલ્લા જેલમાંથી ફરી એકવાર મોબાઇલ મળી આવતા સઘન તપાસ આરંભાઇ છે., અવાર-નવાર પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવવાની ઘટના સાવ સામાન્ય થઈ ગઇ છે. પ્રતિબંધિત ચીજવસ્તુઓ આટલી સુરક્ષાઓ વચ્ચે અંદર કેવી રીતે પહોંચે છે ? તે એક અગત્યનો પ્રશ્ર્ન છે.પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવવાની ઘટનાઓ તથા સિકયોરિટી સ્ટાફ સામે તપાસ કરવામાં આવતી નથી. દરમિયાન રવિવારે બપોરના સમયે જેલર નીરુભા ખુમાનસિંહ ઝાલા દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતા યાર્ડ નં.5 બેરેક નં.4 માં કાચા કામના કેદી જીલાણી ઈલિયાસ જેડા પાસેથી કાળા કલરનો સેમસંગ કંપનીનો પ્રતિબંધિત મોબાઇલ મળી આવતા મો.97143 80445 નંબરનો ફોન અને બેટરી તથા એક સીમ કાર્ડ જેના સીરીયલ નં.8991027340 2071173092 નંબર વાળો મળી આવતા પોલીસે જીલાણી ઈલિયાસ વિરુઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

સરમતમાં દરબાર યુવાન પર દરબારનો હુમલો: 4 સામે ફોજદારી

0

જામનગરના સરમતમાં નજીવી બાબતે યુવાન પર 4 શખ્સોનો જીવલેણ હુમલો

સરમતમાં શક્તિસિંહ ઉર્ફે સંદિપસિંહ નટુભા જેઠવા નામનો યુવાન મંદિરે આરતી કરી આવતા 4 શખ્સોએ રસ્તામાં રોકીને મરણતોલ માર મારતા નાસભાગ મચી જવા પામેલ હતી.

આરોપી :- ( ૧ ) વિશ્વજીતસિંહ ઘનશ્યામસિંહ જાડેજા (૨) પૃથ્વીરાજસિંહ ભરતસિંહ જાડેજા (૩) જયપાલસિંહ મહિપતસિંહ જાડેજા ( ૪ ) મહિપતસિંહ ભવાનસિંહ જાડેજા રહે બધા સરમત ગામ તાજી જામનગરદેશ દેવી ન્યુઝ જામનગર 05. જામનગર નજીકના સરમત ગામમાં જૂની અદાવતની મનદુખનો ખાર રાખી શક્તિસિંહ ઉર્ફે સંદિપસિંહ નટુભા જેઠવા નામના યુવાન પર ચાર શખ્સો ટુટી પડ્યા દેકારો બોલી ગયો હતો.

જામનગર નજીકના સરમત ગામની હાઇસ્કુલ પાસે રહેતા શક્તિસિંહ ઉર્ફે સંદિપસિંહ નટુભા જેઠવા નામના યુવાનને આરોપીના કાકા સાથે બે દિવસ પહેલા સામાન્ય બાબતમાં ઝગડો થયો હતો અને બાદમાં મોટાવની દરમિયાનગીરીથી મામલો થાળે પડ્યો હતો જે બાબતનો ખાર રાખી ગઇકાલ રાત્રે શક્તિસિંહ ગાત્રાળ માતાજીના મંદિરે આરતી કરી પોતાના ઘરે પરત જતા હોય તે દરમિયાન ઉપરોક્ત આરોપીઓએ ફરિયાદી શક્તિસિંહને રોકી ભૂંડી ગાળો આપી આરોપી વિશ્વજીતસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ ફરિયાદીના માથાના ભાગે પાઇપનો ઘા ફટકારી દેતા યુવાન ઢળી પડ્યો હતો બાદમાં સાથે રહેલા તથા આરોપી નંબર ૨,૩ અને ૪ વાળાઓએ ઢિકા પાટુંનો મરણતોલ માર મારી એક બીજાની મદદગારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ભાગી છુટ્યા હતા.નાના એવા ગામમાં યુવાન ઉપર હિચકારા હુમલાને લઈ લોકોના ટોળા એકઠા થયા હતા ઇજાગ્રસ્ત શક્તિસિંહ ઉર્ફે સંદિપસિંહ નટુભા જેઠવાને લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને સમગ્ર બનાવ અંગેની વિગત મેળવી આરોપીની શોધખોળ આદરી હતીયુવાનની ફરિયાદ પરથી સિક્કા પોલીસે IPC કલમ ૩૨૪,૩૨૩,૫૦૪,૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ ( ૧ મુજબ ગુનોં નોંધી આગળની તપાસ હે. કોન્સ.ડી.બી ગાંભવા ચલાવી રહ્યા છે.

ધ્રોલની મેમણ કોલોનીમાં ચાલતી જુગારની મીની કલબ પર ત્રાટકતી LCB : 14 ઝડપાયા

0

ધ્રોલની મેમણ કોલોનીમાં ચાલતી જુગારની મીની કલબ પર ત્રાટકતી એલસીબી: 14 ઝડપાયા

રૂા.1.37 લાખની રોકડ, 11 મોબાઈલ સહિત સવા બે લાખની મત્તા કબજેદેશ દેવી ન્યુઝ જામનગર O5: જામનગર સ્થાનિક ગુના શોધક શાખાના ઇન્ચાર્જ પીઆઇ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ ધ્રોલમાં મેમણ કોલોની વિસ્તારમાં અમુક શખસો એકત્ર થઇ સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ ટુકડીએ ઉકત સ્થળે દરોડો પાડયો હતો જે દરોડા વેળા 14 શખસો જુગાર રમતા માલુમ પડયા હતા.
આથી પોલીસે ધ્રોળના શહેજાદ જીકરભાઇ પોપટપૌત્રા, શાહનવાઝ ફારૂકભાઇ નાગાણી, મોહસીન યુસુફભાઇ ગડીયા, ઓસમાણ રઉફભાઇ વીરાણી, હનિફ સતારભાઇ દેદરાણી, રીઝવાન રજાકભાઇ આકબાણી, ઈરફાન રઉફભાઇ ડોસાણી, રસીદ ગફારભાઇ વીરાણી, ઈમ્તીયાઝ ઈકબાલભાઇ ડોસાણી, સોયબ સતારભાઇ ડોસાણી, જુનેદ રફીકભાઇ રારાણી, જાવેદ બશીરભાઇ ગડીયા તેમજ રાજકોટના સોહિલ સલીમભાઇ કામદાર અને મોરબીના ગુલામ હુસેન સલીમભાઇ આકબાણીને પકડી પાડયા હતા.
પોલીસે તમામના કબ્જામાંથી રૂ.1,37,800ની રોકડ રકમ ઉપરાંત 11 મોબાઇલ ફોન સહિત રૂ. 2,22,300નો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી હતી.દરોડાના પગલે ક્ષણિક અફડા તફડી સાથે દોડધામ મચી હતી.

 

જામનગર શહેર ભાજપ દ્વારા વિધાનસભા ચુંટણીની તૈયારીઓ શરૂ

0

જામનગર શહેર ભાજપ દ્વારા વિધાનસભા ચુંટણીની તૈયારીઓ શરૂ

78-79 વિધાસભા મત વિસ્તારના પ્રભારીઓના ધામા શહેર ભાજપના આગેવાનો-કાર્યકરો સાથે યોજી પરિચય બેઠકદેશ દેવી ન્યુઝ જામનગર 04. જામનગરની 78-79 વિધાનસભા ની તૈયારીઓ શરૂ થઈ છે તેવામાં પ્રદેશ ભાજપ દ્વારા જામનગરના 79- વિધાનસભા વિસ્તારની જવાબદારી રાજયમંત્રી અને રાજકોટના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીને જ્યારે 78-વિધાનસભા વિસ્તારની જવાબદારી પક્ષના પ્રદેશ ઉપાધ્યક્ષ અને વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીને સોંપાઈજામનગર: ગુજરાત રાજ્યમાં આગામી મહિનાઓમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં પક્ષના કાર્યકરોને સજ્જ કરવાના હેતુસર રાજ્ય સરકારના મંત્રીશ્રી તથા પક્ષના પ્રાદેશિક હોદેદારોની ઉપસ્થિતિમાં જામનગર મહાનગર ભારતીય જનતા પાર્ટીની એક પરિચય બેઠક શુકવારે શહેરના ભાજપ કાર્યાલયમાં યોજાઈ હતી.ભારતીય જનતા પાર્ટી દ્વારા જૂન મહિનાના પ્રથમ પખવાડિયામાં સમગ્ર રાજ્યમાં પ્રત્યેક મહાનગર – જિલ્લામાં કેન્દ્ર અથવા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં વિવિધ સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર સાથે લોક્સંપર્કનો કાર્યક્રમ અમલમાં મૂકાયો છે. તે અન્વયે જામનગર શહેરના 79- વિધાનસભા વિસ્તારની જવાબદારી ગુજરાતના માનનીય મંત્રીશ્રી અને રાજકોટના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રૈયાણીને જ્યારે 78 – વિધાનસભા વિસ્તારની જવાબદારી પક્ષના પ્રદેશ ઉપાધ્યક્ષ અને વઢવાણના પૂર્વ ધારાસભ્ય શ્રી વર્ષાબેન દોશીને સોંપાઈ છે.

જામનગરમાં ભાજપ શહેર સંગઠન, ચૂંટાયેલા જનસેવકો, વિવિધ મોરચાના આગેવાનો, વોર્ડ પ્રમુખો – મહામંત્રીઓ – પ્રમારીઓ અને સેંકડો કાર્યકરોને સંબોધતા મંત્રીશ્રી અરવિંદભાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જ્યારે દેશ સર્વાંગી પ્રગતિ કરું રહ્યો છે, ત્યારે પભના અદના કાર્યકર તરીકે આપણા સૌની પણ પૂર્ણ જવાબદારી બને છે કે, કેન્દ્ર તથા રાજ્ય સરકારની થોકબંધ યોજનાઓની માહિતી પક્ષના લક્ષ્યાંક મુજબ સમાજના અંત્યોદય સુધી પહોંચાડીએ.

પક્ષના અગ્રણીઓ અને પાયાના કાર્યકરોએ વર્ષોના પરિશ્રમ પછી ભાજપે હાંસલ કરેલી સિદ્ધિઓનો વારસો નવી પેઢીને પણ આપી શકાય તે મુજબ સૌએ સહિયારા પ્રયાસો કરવા પડશે.

વર્ષાબેન દોશીએ પણ આ તકે ઉપસ્થિત સર્વે કાર્યકરોને શીખ આપતા જણાવ્યું હતું કે,ચૂંટણીમાં જીત એ ભારતીય જનતા પાર્ટીનો એકમાત્ર લક્ષ્ય નથી, સંગઠન, સતત જાગૃતિ તેમજ પક્ષ દ્વારા અપાતા કાર્યક્રમોના અમલીકરણ થકી લોકોના પ્રેમ અને આશીર્વાદ પણ મેળવવાના છે.પક્ષ પ્રદેશ દ્વારા આગામી બે સપ્તાહમાં લોકોની વચ્ચે જઈ નવા મતદારો સાથે મિલન, વૃક્ષારોપણ, ખાટલા બેઠકો, યુવા સંમેલન, કિશાન સંમેલન, મહિલા સંમેલન, લાભાર્થીઓ સાથે સંપર્ક, કૃષોધિત બાળકોનું હેલ્થ ચેકઅપ, પ્રબુઘ્ધ નાગરિક સંમેલન, રેલી, જાહેરસભા જેવા કાર્યક્રમો યોજી લોકસંપર્ક કરવામાં આવશે.
આ પરિચય બેઠકમાં શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરમ, મહામંત્રીઓ પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઇ ભાટુ, વિજયસિંહ જેઠવા, મેયર  બીનાબેન કોઠારી, ડે. મેયર, સ્થાયી સમિતિના અધ્યક્ષ, વિવિધ મોરચાના પ્રમુખો – મહામંત્રીઓ, પ્રભારીઓ, નગરસેવકો – નગરસેવિકાઓ, વોર્ડ પ્રમુખો – મહામંત્રીઓ વગેરે જોડાયા હતા. તેમ ભાર્ગવ ઠાકર, મીડિયા વિભાગ, જામનગરની યાદીમાં જણાવાયું છે.

પરિણીતાને બળજબરીપૂર્વક પ્રેમ સંબંધ કેળવવા ધમકી: ફોજદારી

કલ્યાણપુરની પરિણીતા સાથે બળજબરીપૂર્વક પ્રેમ સંબંધ કેળવવા ધમકી

સોશિયલ મીડિયાના માઘ્યમથી હેરાન પરેશાન કરતા ધતુરિયા ગામના ભરત કનુભાઈ ભોચીયા નામના શખસ સામે ગુનો નોંધાયોદેશ દેવી ન્યુઝ જામનગર. 04.ખંભાળિયા: કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતી એક પરણિત યુવતીને બદનામ કરવા તથા તેણીના પતિ સાથે છૂટાછેડા લેવડાવી લેવાના ઈરાદાથી કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામનો ભરત કનુભાઈ ભોચીયા નામનો શખ્સ અવાર-નવાર આ યુવતીને પ્રેમ સબંધ કેળવવા તેમજ શારીરિક સંબંધ હોવા અંગે મોબાઈલ ફોન મારફતે કોલીંગ ઉપરાંત વોટ્સએપ મેસેજ સહિતના સોશિયલ મીડિયા મારફતે માધ્યમથી પરેશાન કરતો હોવાનું જાહેર થયું છે.આ ઉપરાંત આ યુવતીના ધ્માન બહાર તેણીના વિડીયો કોલના અશ્લીલ સ્ક્રીન શોટ લઈને ઉપરોક્ત શખ્સે પોતાના મોબાઈલ ફોનના સ્ટેટસમાં રાખીને આવા ફોટા વાયરલ કરવા તેમજ મેસેજ મારફતે પરિણીતાને જો તેણી પોતાના પતિથી છૂટાછેડા નહીં લે તો તેણીનું અપહરણ કરીને લઈ જવા તેમજ તેણીના માતા-પિતાને હેરાન પરેશાન કરવાની ધમકી આપી, આરોપી શખ્સે જો આ યુવતી પોતાની સાથે લગ્ન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે ભોગ બનનાર પરિણીત યુવતીની ફરિયાદ પરથી ધતુરીયા ગામના ભસ્ત કનુભાઈ ભોચીયા સામે આઈ.પી.સી. કલમ 354, 292, 500, 506 (2) તેમજ આઇ.ટી. એક્ટની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. કે.બી. યાજ્ઞિક દ્વારા હાથ ધરવામાં આવી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.