Friday, October 16, 2026
Home Blog Page 277

ચાઈલ્ડલાઈન ટીમ દ્વારા દરેડ વિસ્તારના કારખાનામાં બાળમજૂરોની ચકાસણી કરાઇ

0

ચાઈલ્ડલાઈન 1098 દ્વારા દરેડ વિસ્તારના વિવિધ કારખાનોની મુલાકત લઈ બાળમજુરી અંગેની ચકાસણી કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૩ જૂન ૨૨.જામનગર ચાઈલ્ડલાઈન 1098ના પ્રોજેક્ટ ડાયરેક્ટના માર્ગદર્શન હેઠળ 12 જૂન વિશ્વ બાળમજુરી વિરોધી દિવસની ચાઈલ્ડલાઈન 1098 ટીમ દ્વારા ઉજવણી કરવાના હેતુથી જામનગરના દરેડ ફેસ-2ના વિવિધ વિસ્તારોમાં ચાલતા કારખાનોની ચાઈલ્ડલાઈન 1098 દ્વારા આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. મુલાકાત દરમ્યાન ચકાસણી કરવામાં આવેલ કે કારખાનાઓમાં કામ કરવા માટે રાખવામાં આવેલ કારીગરો કે મજૂરોની ઉમર 18 વર્ષથી વધુ છે કે નહી. કારખાનાની તપાસ દરમ્યાન અમુક કારીગરો અને મજૂરોની ઉમર 18 વર્ષથી નાની હોય એવા શંકાસ્પદ લાગતા કારીગરો અને મજુરોના ઉમરના પુરાવા 1098 ટીમ દ્વારા માંગવામાં આવ્યા હતા. કારીગરો અને મજુરોની સાથે ઉમરના પુરાવા ન હોવાથી એ પુરાવા ફોનમાં મંગાવવામાં આવેલ. આ પુરાવાઓની ચકાસણી દરમ્યાન પુરવાર થયેલ કે કારીગરો અને મજુરોની ઉમર 18 વર્ષ ઉપરની હતી. કારખાનામાં ચાલુ કામના સ્થળોની મુલાકાત કરતા સમયે ચાઈલ્ડલાઈન 1098ની ટીમને કારખાનાના માલિકો અને સંચાલકોનો ખુબ સારો અને સકારાત્મક સહયોગ મળેલ અને 18 વર્ષથી નાના બાળકોને કારખાનામાં કામ કરવા માટે ન રાખવા જોઈએ એ બાબતે પણ તેમનામાં સકારાત્મક વલણ જોવા મળેલ.કારખાનાની મુલાકાત દરમ્યાન કારખાનાના માલિક અથવા સંચાલક સાથે પ્રાથમિક વાતચીત દરમ્યાન ચાઈલ્ડલાઈન 1098 દ્વારા બાળકો માટે કરવામાં આવતી કામગીરીની માહિતી આપવામાં આવેલ સાથો સાથ 1098 ટીમ દ્વારા કારખાનાના માલિકોને એવી પણ રજૂઆત કરવામાં આવેલ કે તેમના કારખાનામાં કામ કરતા જે પણ કારીગરો કે મજુરોની ઉમર શંકાસ્પદ લાગે તેવી હોય તેના ઉંમરના પુરાવા માટે સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ અથવા તો જન્મના દાખલા મેળવીને ફાઈલ કારખાનામાં જ રાખવામાં આવે એ ઉપરાંત કારખાનામાં કામ કરતા તમામ કારીગરો કે મજુરોના પ્રાથમિક ડોક્યુમેન્ટની ફાઈલ મેન્ટેન કરવા આવે.આ ડોક્યુમેન્ટના આધારે કારખાનામાં કામ કરનાર દરેક વ્યક્તિની પ્રાથમિક માહિતી કારખાનાના માલિકો પાસે હોય તો ભવિષ્યમાં કોઈ અઈચ્છનીય બનાવ કે ઘટનાબને ત્યારે કારીગરો કે મજુરોની તમામ માહિતી ઉપલબ્ધ થઈ શકે. કારખાના માલિકોને એ પણ માહિતી અપાઈ કે કારખાનામાં જયારે પણ કારીગરો કે મજુરો લેવાના થાય ત્યારે તેમનું પોલીસ વેરીફીકેશ કરાવ્યા બાદ જ કામ પર રાખવામાં આવે તો તે કારખાના અને તેમાં કામ કરતા લોકો વધુ સુરક્ષિત રહેશે.કારખાનાઓની મુલાકાત દરમ્યાન બાળ મજુરી અટકાવવા તેમજ ચાઈલ્ડલાઈન 1098ની સેવાના પ્રચાર-પ્રસારના હેતુથી કારખાનાના શટરો અને ગેટ પર સ્ટિકરો લગાડવામાં આવેલ અને લોકોને પેમ્પ્લેટ વિતરણ કરી બાળ મજૂરી અંગે જાગૃત કરવામાં આવેલ.

યુવતિને સોશિયલ મીડિયામાં બદનામ કરવા સબબ લાલપુરના યુવાન સામે ફરિયાદ

ભાટિયાની યુવતિને સોશિયલ મીડિયામાં બદનામ કરવા સબબ યુવાન સામે ફરિયાદ

યુવતીના ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરી અભદ્ર મેસેજ કર્યા

લાલપુર તાલુકાના નાંદુરી ગામના મિત્ર મિલન નારણભાઈ વરુ સામે નોંધાઇ ફરિયાદદેશ દેવી ન્યુઝ જામનગર ૧૩ જૂન ૨૨ ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતી એક યુવતીએ તેના મિત્રને લગ્ન કરવાની ના પાડતા આરોપી મિત્રએ વારંવાર ફોન કરી અપશબ્દો બોલી તેના ભાઇના નામનું ફેક આઈડી બનાવી, તેણીના ફોટા તથા ડાન્સ કરતો વીડિયો બદનામ કરવાના ઈરાદા અપલોડ કરી તથા અભદ્ર ભયજનક મેસેજ કરી તેને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આઇટી એક્ટ સહિતની કલમો મુજબ આરોપી સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગમે રહેતી 20 વર્ષીય યુવતીએ પોતાના જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાંદુરી ગામના મિત્ર મિલન નારણભાઈ વરુને લગ્ન કરવાની માંગણી સામે ના પાડી હતી. લગ્નની માગણી ન સ્વીકારતા આરોપી મિલનએ તેણીને અવારનવાર ફોન કરી, અપશબ્દો બોલી તેમજ તેના ભાઇનું બનાવટી એકાઉન્ટ સોશિયલ મીડિયામાં બનાવી, તેણીના ફોટા તથા ડાન્સ કરતો વીડિયો બદનામ કરવાના ઈરાદે અપલોડ કરી તેમજ અભદ્ર ભયજનક મેસેજ કરી, જો તેણીની તેની સાથે લગ્ન ન કરે તો તેના ભાઈ તથા કુટુંબને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે સાઇબર ક્રાઇમ માં અરજી કરવામાં આવી હતી.ગઈકાલે કલ્યાણપુર પોલીસ દફતરમાં આઇટી એક્ટની કલમ મુજબ આરોપી મિલન સામે યુવતીએ ફરિયાદ દાખલ કરાવી હતી જેને લઇને ખંભાળિયા પી.આઈ કે.બી. યાજ્ઞિક સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

ચાંદી બજાર વાણિયાવાડમાં મોતનો નગ્નનાચ: વૃદ્ધે જીવ ગુમાવ્યો: જુવો Live Video

0

ચાંદી બજાર વાણિયાવાડમાં મોતનો નગ્નનાચ: વૃદ્ધે જીવ ગુમાવ્યો..

શહેરના મોટાભાગના વિસ્તારોમાં વકરેલી માથાના દુખાવા સમી સમસ્યા સામે તંત્રવાહકો મુકપ્રેક્ષક

જામનગરમાં રખડતા ઢોરનો જીવલેણ આતંક , વધુ એક વૃદ્ધે જીવ ગુમાવ્યો બજાર પાસે વાણીયાવાડ વિસ્તારનો બનાવ , ઘરેથી નિકળેલા વેપારી વૃધ્ધને ઢોરે ઢીકે ચડાવ્યા , સારવાર પૂર્વે મોત..

દેશ દેવી ન્યૂઝ જામનગર ૧૩ જૂન ૨૨.જામનગર શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધુ એક વખત જીવલેણ બન્યો છે.જેમાં ચાંદી બજાર વિસ્તારમાં રહેતા એક વેપારી વૃધ્ધને ઘર નજીક જ વાણીયાવાડ વિસ્તાર પાસે રખડતા ઢોરે ઢીકે ચડાવતા બેભાન હાલતમાં તેઓને તુરંત હોસ્પીટલમાં લઇ જવાતા સારવાર પુર્વે તેનુ મૃત્યુ નિપજ્યું હોવાનો બનાવ બહાર આવ્યો છે . જામનગર સહિત આજુબાજુના સિમાડા પરના માર્ગો પર રખડતા ઢોરના અડીંગા હવે સામાન્ય બન્યા છે.તંત્રવાહકોના ભેદી મૌન અને બેદરકારી વચ્ચે માથાના દુખાવા સમાન બનેલી રખડતા ઢોરની સમસ્યા વધુ એકવાર જીવલેણ બની હોવાનુ સામે આવ્યુ છે જેમાં શહેરના ચાંદી બજાર વિસ્તાર પાસે રહેતા ભરતભાઇ જેઠાલાલ બોસમીયા નામના પાંસઠ વર્ષીય વેપારી વૃધ્ધ ઘરેથી નિકળ્યા હતા . જે બાદ તેઓ ઘર નજીક વાણીયાવાડ વિસ્તાર પાસે પસાર થઇ રહયા હતા ત્યારે રખડતા ઢોરએ તેઓને ઢીકે ચડાવ્યા હતા આથી માથાના ભાગે ઇજા સાથે બેશુદ્ર બની તેઓ ઢળી પડતા તુરંત જ સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખાતે લઇ જવાયા હતા જયાં સારવાર મળે એ પુર્વે જ તેનુ મૃત્યુ નિપજયાનુ તબીબે જાહેર કર્યુ હતુ.આ બનાવની જાણ થતા હોસ્પીટલ ચોકી પોલીસ સ્ટાફ પણ દોડી ગયો હતો અત્રે ઉલ્લેખનીય છેકે , શહેરમાં લગભગ તમામ મુખ્ય માર્ગો ઉપરાંત નાની મોટી ગલીઓમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોરના ત્રાસે માઝા મુકી છે.જેના પગલે સામાન્ય અકસ્માતના બનાવો રોજીંદા બન્યા છે.છેલ્લા અમુક સમયગાળા દરમિયાન જ રખડતા ઢોરના કારણે અડધો ડઝન જેટલી માનવી જીંદગી હોમાઇ હોવાનુ સામે આવ્યુ છે.ત્યારે તંત્રવાહકો કયારે જાગશે ? આવા ઢોરમાલિકો સામે ફોજદારી પગલા ભરશે ? કે કેમ એવા આક્રોશ સાથે શહેરીજનોમાં રોષની લાગણી વ્યાપી છે. બીજી બાજુ ગાયે અન્ય નાગરિકને ઢીકે ચડાવ્યાનું સામે આવ્યું છે.હાલ તો હચમચાવી નાખે તેવી કરૂણ ઘટનામાં વધુ એક નિદોષ વૃદ્ધે જીવ ગુમાવતા લોકોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે.

રજપુત સમાજ દ્વારા આયોજીત જીવન સાથી પસંદગી સમારોહ સંપન્ન

0

મહા ગુજરાત રજપુત સમાજ મહામંડળ દ્વારા આયોજીત જીવન સાથી પસંદગી સમારોહ સંપન્ન

જે ભગવાન મેરેજ બ્યુરોની વિશેષ સહયોગ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની પ્રેરક ઉપસ્થિતી

સમગ્ર ગુજરાતમાંથી 170 થી વધુ દિકરા-દિકરીઓએ ભાગ લીધેલ

સમગ્ર ગુજરાતનાં હોદેદારોની રાજકોટ ખાતે વિશેષ ઉપસ્થિતી

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૧- જૂન- ૨૨ વર્ષો જુની અને રજપુત સમાજની જાણીતી સંસ્થા શ્રી મહા ગુજરાત રજપુત સમાજ મહા મંડળ (ગુજરાત-કઘ્છ) અને જે ભગવાન મેરેજ બ્યુરો રાજકોટનાં સંયુકત ઉપક્રમે જીવન સાથી પસંદગી સમારોહ ગત તા.29-5-2022 ને રવિવારનાં રોજ સવારે 9 થી સાંજે 5 સુધી રાજકોટનાં શીરમોર સમા અભય ભારદ્વાજ હોલ, ગોપાલ ચોક, ચંદન પાર્ક મેઈન રોડ, રાજકોટ ખાતે યોજાયેલ હતો.આ પસંદગી સમારોહમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં રજપુત સમાજનાં 100 દિકરા અને 70 દિકરીઓ મળી કુલ 170 જેટલા સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ સમારોહને સફળ બનાવેલ. આ સમારોહમાં ભાગ લેનાર સભ્ય અને તેમના માતા-પિતા માટે સંસ્થા દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં બ્રેકફાસ્ટ તેમજ બપોરે રસપ્રચુર ભોજન અને સાંજે કોલ્ડ્રીંકસની અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

આપણા રાજકોટનાં પનોતાપુત્ર અને રાજકારણનાં ભિષ્મ પિતામહ તેમજ કર્ણાટક રાજ્યનાં રાજયપાલ રહી ચુકેલ વજુભાઈ વાળા  ખાસ ઉપસ્થિત રહી સમારોહની શોભામાં વધારો કરેલ હતો. સમારોહનાં અધ્યક્ષ કિશોરભાઈ રાઠોડએ તેમને સાફો પહેરાવી સન્માન કરેલ અને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું અદકેરું સન્માન કરવામાં આવેલ હતું.વજુભાઈ વાળાએ પોતાના સુંદર વ્યકતવ્ય કહયું કે રજપુત સમાજનાં દિકરાઓએ વ્યસન મુકત અને દિકરીઓએ ફેશન મુકત રહેવા માટે ખાસ અનુરોધ કરેલ, વધુમાં કરેલ જીવનસાથી પસંદ કરો ત્યારે દેખાવ અને જ્ઞાન જુઓ, સારા દેખાવમાં નહીં સારું જીવન જીવવવામાં માલ છે, દરેક પરિવારે બળીયાની વાત મુકી કોમળતા ભર્યા વ્યવહારનો આગ્રહી રહવું જોઈએ, સમાજનાં દરેક બાળકને શિક્ષતી બાળક બનાવીશુ તો આગામી સમયમાં સમાજ અને દેશને કામ આવશે. તેથી માં શારદા તેમની સાદાઈ થી અને તેમની વિચારશરણીથી પ્રસિઘ્ધ છે. અંતમાં આયોજકો વ્યવસ્થાસભર આયોજન બદલ અભિનંદન પાઠવેલ.

તદ્ઉપરાંત આ જીવન સાથી પસંદગી સમારોહ અતિથિ વિશેષ તરીકે વલસાડથી ખીમજીભાઈ એચ. ચાવડા – જાણીતા બિલ્ડર, ગૌપ્રેમી, સમાજ સેવક અને બનાસકાંઠા-દીયોદર થી ડો.સોનાજી એમ. ચૌહાણ ખાસ ઉપસ્થિત રહી આયોજકોનાં આયોજન બિરદાવેલ હતા. આ સમારોહનાં આયોજનને વધુ પ્રબળ બનાવવા બન્ને મહાનુભાવઓએ માતબર રકમ અનુદાન પેટે જાહેર કરેલ હતી, આ બન્ને મહાનુભાવોનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છથી સન્માનીત કરવામાં આવેલ હતા. અને સાથે સાથે પોતાના વકત્વય જણાવેલ કે હાલનાં વર્તમાન સમયમાં આવા જીવન સાથી પસંદગી સમારોહ દરેક સમાજ માટે અનિર્વાય બની ગયેલ છે કારણે કે સમયનો અભાવ અને માતા-પિતા અને તેમના દિકરા-દિકરીઓને એક સ્થળે પોતાના જીવનસાથી પસંદ કરવાની ઉમદા તક મળી રહે છે, જેથી માતા-પિતા આર્થિક અને માનસીક રીતે મજબુત બને છે, અને સમાજમાં એકતાની વધુ એક કડી મજબુત થાય છે, વધુ માં કહેલ કે આવા સુંદર આયોજન કીશોરભાઈ રાઠોડને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં પણ આવા સુંદર આયોજનો કરતા રહો તેવી અમારી શુભકામના…આ સમારોહમાં ધર્મેન્દ્રભાઈ જેસર (પ્રમુખ : રજપૂત સમાજ – કચ્છ જીલ્લો ), ધનશ્યામભાઈ ચૌહાણ (પ્રમુખશ્રી : ભાવનગર રજપૂત સમાજ), રાજેન્દ્રસિંહ ચાવડા (પ્રમુખ અમદાવાદ-ગાંધીનગર રજપૂત સમાજ), મનભા એસ. મોરી (પૂર્વ મેયર – ભાવનગર), શાંતિલાલ ડી. રાઠોડ ( ભુજ-મહાગુજરાત રજપુત સમાજ મહામંડળ), મિલનસિંહ રાઠોડ (પ્રમુખ- પાલીતાણા રજપુત સમાજ),  પ્રાણભાઈ ગોહીલ (પ્રમુખ : મુંબઈ રજપુત સમાજ), હરીભાઈ રાઠોડ (પ્રમુખ – ભચાઉ રજપુત સમાજ),  ઈશ્ર્વરભાઈ ચાવડા (પૂર્વપ્રમુખ- રાપર રજપુત સમાજ), બાલસીંગભાઈ રાઠોડ (પ્રમુખશ્રી : સુરેન્દ્રનગર રજપુત સમાજ),  કે.બી. ઝાલા (રજપુત સમાજ અગ્રણી -ભાવનગર), મનીષભાઈ એસ. ચૌહાણ (પૂર્વ પ્રમુખશ્રી – કચ્છ જીલ્લો રજપુત સમાજ), હિરેનભાઈ રાઠોડ ( મહામંત્રીશ્રી – ભુજ શહેર રજપુત સમાજ), સુનીલભાઈ આર. પરમાર (પૂર્વ મંત્રી – ભાવનગર રજપુત સમાજ), શ્રી ભાર્ગવભાઈ પઢીયાર (પ્રમુખ : શ્રી રજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ-રાજકોટ), હરીશભાઈ ફુલાણી (જામનગર-મહાગુજરાત રજપુત સમાજ મહામંડળ) ખાસ ઉપસ્થિત રહી દીકરા-દિકરીઓ અને તેમના વાલીઓને શુભેચ્છા પાઠવેલ હતી.

સુવ્યવસ્થિત આયોજન, ડેકોરેટીવ સ્ટેજ, સમાજનાં અનેક મહાનુભાવો એક સ્ટેજ ઉપર આવી સમાજની એકતાનાં દર્શન, વિશાળ મધ્યસ્થ ખંડ અને એરકુલરથી ઠંડક ભર્યું વાતાવરણ, પ્રોફેશ્નલ એન્કર મેઘા બારડની સૌમ્ય મૃદુભાષામાં સ્ટેજ સંચાલન, માતા-પિતા અને ઉમેદવારો માટે વ્યવસ્થા સભર અને રસપ્રચુર ડીનર, ઉમેદવારોએ પોતાના પરિચય આપવા સ્ટેજ ઉપર આમંત્રણ તેમજ ભાગ લીધેલ ઉમેદવારોએ આયોજન અંગે મુકત મને પોતાના મંતવ્યોની રજુઆત આ બધી બાબત આ જીવન સાથી પસંદગી સમારોહનાં મુખ્ય જમા પાસું બની રહેલ.

શ્રી મહાગુજરાત રજપુત સમાજ મહા મંડળ (ગુજરાત-કઘ્છ) નાં પૂર્વપ્રમુખ અને આ જીવન સાથી પસંદગી સમારોહનાં અધ્યક્ષ કિશોરભાઈ એમ. રાઠોડ (છેલ્લા 10 વર્ષથી રાજકોટ કાર રીપેરર્સ એસોસીશનનાં પ્રમુખ) એ પોતના વકત્વયમાં જણાવેલ કે આવા સુંદર આયોજન કરવા માટે અમારી ટીમ છેલ્લા 20-25 દિવસથી રાત દિવસ મહેનત કરી છે, ગુજરાત રાજ્યનાં દરેક ગામ-શહેર સુધી અમારા આ સમારોહની વિગત પહોંચાડવા સમાજ બંધુઓએ પણ ખૂબ સુંદર સહયોગ આપેલ, અમારા આ રાજકોટ ખાતેનાં પ્રથમ પ્રયાસમાં જ અમોને ચોમેર થી અભિનંદન મળી રહયા છે આ બધા અભિનંદન ફકત મારા કે અમારી ટીમને નહીં પણ આ સમારોહમાં ભાગ લેનાર દરેક દિકરા-દિકરીઓ અને તેમના માતા-પિતાને પણ મળેલ છે. કે જેઓએ અમારા ઉપર મુકેલ વિશ્ર્વાસ ઉપર અમારી ટીમ ખરી ઉતરી અને સમારોહને સફળ પણ બનાવેલ અંતમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યકત કરેલ છે.

સાથે સાથે ઉપસ્થિત મહેમાનો હાથે જીવન સાથી પસંદગી સમારોહમાં ભાગ લેનાર ઉમેદવારોની સઘળી માહીતી અને બાયોડેટા સભર એક મલ્ટીકલર પૂસ્તીકાનું વિમોચન કરવામાં આવેલ.

આ જીવન સાથી પસંદગી સમારોહને સફળ બનાવવા શ્રી મહાગુજરાત રજપુત સમાજ મહા મંડળ (ગુજરાત-કચ્છ) નાં પૂર્વપ્રમુખ અને સમારોહનાં અધ્યક્ષ કિશોરભાઈ એમ. રાઠોડ અને તેમની ટીમનાં મેમ્બર સર્વેશ્રી પ્રવિણભાઈ ભટ્ટી (જે ભગવાન મેરેજ બ્યુરો-રાજકોટ), ઘનશ્યામભાઈ ડોડીયા (પ્રમુખ : લીંબડી સોરઠીયા રજપુત સમાજ), પંકજભાઈ પઢીયાર, પ્રવિણભાઈ પરમાર (પરમાર સાઈકલ-રાજકોટ), ભાવેશભાઈ ખંઢેરીયા (તંત્રી – રજપૂત બંધુ), પરેશભાઈ પરમાર, પ્રવિણભા રાઠોડ, સંજયભાઈ ચૌહાણ, ઉદયભાઈ પરમાર, કિશોરભાઈ વી. પઢીયાર, નરેન્દ્રભાઈ લકુમ, ભારતભાઈ રાઠોડ, વી.એ. રાઠોડ, સુરેશભાઈ વી. પઢીયાર, નિલેશભાઈ ચૌહાણ, ભરતભાઈ બી. રાઠોડ, સૌમિતભાઈ પરમાર અને કિશોરભાઈ ભટ્ટીએ જહેમત ઉઠાવેલ હતી.

ખંભાળિયામાં રૂા. 1.65 લાખના જીરૂની ચોરી પ્રકરણમાં પિતા-પુત્ર ઝડપાયા

ખંભાળિયામાં રૂા. 1.65 લાખના જીરૂની ચોરી પ્રકરણમાં પિતા-પુત્ર ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૧- જૂન ૨૨ ખંભાળિયા: ખંભાળિયાના અશોક ઉદ્યોગનગર વિસ્તારમાંથી એક મિલમાં રાખવામાં આવેલું રૂ. 1.65 લાખની કિંમતનું 918 કિલોગ્રામ જીરૂ ચોરી થયાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. આ સંદર્ભે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ આદરી સીસીટીવી કેમેરા તેમજ સ્થાનિક પોલીસ સ્ટાફના વિરેન્દ્રસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર તથા કાનાભાઈ લુણાને મળેલી બાતમી આધારે ખંભાળિયામાં વાય.કે.જી.એન. સોસાયટી પાછળ મીરાજ પાર્ક ખાતે રહેતા અખતર હનીફ કાસમ સેતા (ઉ.વ. 20) અને તેના પિતા હનીફ કાસમ સેતા (ઉ. વ. 45) નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.પકડાયેલા આ પિતા-પુત્ર પાસેથી ચોરી કરવામાં આવેલું રૂપિયા 1,65,240 ની કિંમતનું જીરૂ ઉપરાંત આ જીરૂની ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલો રૂપિયા એક લાખની કિંમતનો જી.જે. 10 વાય 5516 નંબરનો છકડો રીક્ષા તેમજ રૂપિયા 5,500ની કિંમતના બે નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 2,70,740 નો મુદ્દામાલ કબજે કર્યો છે.આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. કે.એન. ઠાકરીયા, હેડ કોન્સ્ટેબલ હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, જેઠાભાઈ પરમાર, વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા, યોગરાજસિંહ દિલીપસિંહ જાડેજા અને કાનાભાઈ લુણા દ્વારા કરવામાં આવી હતી. જે મિલમાં ચોરી થઈ હતી તે મિલમાં અગાઉ અખ્તર હનીફ સેતા નોકરી કરી ચુક્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

સિક્કાની સગીરાના અપહરણમાં કેસમાં તપાસનો ધમધમાટ : પોક્સોની કલમ ઉમેરાઇ

0

સિક્કાની સગીરાના અપહરણમાં કેસમાં તપાસનો ધમધમાટ : પોક્સોની કલમ ઉમેરાઇ

મુખ્ય આરોપી રીયાજ મુસ્તાક ગંઢાર નામના શખ્સની ધરપકડ 

સગીરાને ભગાડી જવામાં મદદગારી બે શખ્સોની પણ અટકાયત

ઉપયોગમાં લેવાયેલી કાર-મોબાઈલ કબજે કરતી પોલીસ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૧ જૂન ૨૨  : જામનગર તાલુકાના સિક્કા ગામ માં ટી.પી.એસ. કોલોનીમાં રહેતી 17 વર્ષીય સગીરાનું ગત 8મી તારીખે અપહરણ થઈ ગયું હતું. જે અપહરણ ના બનાવ અંગે સગીરાના માતા દ્વારા સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી .

પ્રકરણમાં પોલીસે સઘન તપાસ હાથ ધરી સિક્કા ગામમાં જ રહેતા રીયાજ મુસ્તાક ગંઢાર નામના એક શખ્સની ધરપકડ કરી લીધી છે, અને તેની પાસેથી સગીરાનો કબજો છોડાવી લઇ મેડિકલ તપાસ કરાવી હતી. જેમાં સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાથી પોલીસે આરોપી રિયાઝ સંઘાર સામે 363, અને 366 ની કલમ ઉપરાંત 376 અને પોક્સો એક્ટની કલમ 4-6 નો ઉમેરો કર્યો છે.આ પ્રકરણમાં મદદગારી કરનારા મુખ્ય આરોપી રિયાઝ ના અન્ય બે પિતરાઇ ભાઇઓના પણ નામો ખુલ્યા હતા. જેઓએ કારની વ્યવસ્થા કરીને તરુણીને ભગાડી જવામાં મદદગારી કરી હતી. આથી પોલીસે અન્ય બે આરોપીઓ એજાજ ઈકબાલ ગંઢાર અને અફઝલ સાલેમામદ ગંઢાર ની પણ અટકાયત કરી લઈ એક કાર, મોબાઈલ ફોન, સહિતની સામગ્રી કબજે કરી લીધી છે. આ બનાવને લઇને સિક્કા પંથકમાં ભારે ચકચાર જાગી છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન સગીરાના અન્ય દાખલાઓ ના આધારે આરોપી દ્વારા જામનગરમાં મૈત્રી કરાર ના દસ્તાવેજો પણ કરાવી લીધા હોવાનું જાણવા મળ્યું છે. જે નોટરી કરાર કબજે કરી લઇ તેની પણ ખરાઇ કરવામાં આવી રહી છે.

જામનગરનાં વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરના પ્રમુખ તરીકે લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલની વરણી

0

જામનગરનાં વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરના પ્રમુખ તરીકે લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલની વરણી

દેશ દેવી ન્યુઝ.જામનગર 1O. જામનગરના ગીનીશબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામેલ વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિરના પ્રમુખ તરીકે લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલની બનીહરીફ વરણી થઇ છે. આ વરણીને લઇ લાલ પરિવાર તથા લોહાણા સમાજમાં ખુશી સાથે જીતુભાઇને અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. વિશ્વ વિખ્યાત અને અખંડ રામધૂનથી સુપ્રસિધ્ધ એવા જામનગરના બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટમાં પ્રમુખ તરીકે લોહાણા સમાજના પ્રમુખ એવા જીતુભાઇ લાલની બિનહરિફ વરણી કરવામાં આવી છે. શિયાળો, ઉનાળો, ચોમાસુ સહિતની દરેક સિઝનમાં પણ બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂનની જ્યોત ચાલી રહી છે. આ વિશ્વ વિખ્યાત મંદિરના ટ્રસ્ટના પ્રમુખ તરીકે જીતુભાઇ લાલની વરણી થતાં રઘુવંશી સમાજ તેમજ રાજકીય અગ્રણીઓ દ્વારા જીતુભાઇ લાલને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

જામનગરના જી.જી.હોસ્પિટલમાં તબિબ પર હુમલો કરનાર પરબત ચેતરિયાની અટકાયત 

0

જી.જી.હોસ્પિટલમાં તબિબ પર હુમલો કરનાર પરબત ચેતરિયાની અટકાયત 

દેશ દેવી ન્યુઝ જામનગર O9.જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ ના ટી.બી.વિભાગ માં એક તબિબ પર ફડાકા વાળી કરાયા પછી મામલો ગરમાયો હતો, અને તબીબ પર હુમલો કરવા અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.જે ફરિયાદ પહેલાંજ જી. જી. હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દી રાણાભાઇ આલાભાઈ ચેતરીયા ઉંમર (68)હોસ્પિટલમાંથી રજા લીધા વિના ભાગી છૂટ્યા હતા. તેઓની તપાસમાં કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના વતની હોવાનું જાણવા મળ્યું હતું.ઉપરાંત સીસીટીવી ફૂટેજ વગેરેની ચકાસણી કરવામાં આવતાં તેનો પુત્ર પરબત રાણાભાઇ ચેતરીયા હુમલાખોર હોવાનું માલુમ પડ્યું હતું. જેથી સીટી બી. ડિવિઝન પીઆઈ એસ એમ રાદડિયા અને તેમની ટીમે આરોપી પરબત ચેતરિયા ને અટકાયતમાં લઇ લીધો છે, અને તેના કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી ચાલી રહી છે. જે દરમિયાન તેની ડિટેઇન કરીને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં કોરેન્ટેઇન કરીને રાખવામાં આવ્યો છે.

અકસ્માત કરી સામે વાળા વ્યકિતને ધમકાવીને નુકસાનીના પૈસા પડાવતા ‘ગુલામે મુસ્તફા’ સહિત 2 ની ધરપકડ

0

જામનગરમાં નવતર કિમીયાથી લોકો પાસેથી પૈસા ખંખેરતા બે ઝડપાયા

અકસ્માત કરી સામે વાળા વ્યકિતને ધમકાવીને નુકસાનીના પૈસા પડાવતા બેની ધરપકડદેશ દેવી ન્યુઝ જામનગર O8 જામનગર શહેરમાં ખોટી રીતે અકસ્માત કરી સામાવાળાને ધમકાવી ડરાવી અને નુકસાનીના રૂપિયા પડાવવા માટેની ગેંગ ઘણાં સમયથી સક્રિય થઈ હતી જેથી પોલીસવડા દ્વારા આ પ્રકારના ગુનાઓ અટકાવવા માટે કરાયેલી તાકીદ સંદર્ભે પોલીસે તપાસ આરંભી હતી.

દરમિયાન હેકો ફૈઝલ ચાવડા અને પો.કો. મહેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ઈન્ચાર્જ ડીવાયએસપી જે.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.એલ. ગાધે, પીએસઆઈ આર.એલ. ઓડેદરા, ઉદ્યોગ ચોકીના પીએસઆઈ આર.ડી. ગોહિલ, હેકો પ્રદિપસિંહ જાડેજા, ફૈઝલ મામદ ચાવડા, હેકો જાવેદભાઈ વગોળ, પો.કો. વિજયભાઈ કાનાણી, રવિભાઈ શર્મા, વિજય કારેણા, હિતેન્દ્રસિંહ જાડેજા, ખીમશીભાઈ ડાંગર સહિતના એ શંકરટેકરી રામનગર વિસ્તારમાંથી ગુલામે મુસ્તફા ઉર્ફે લાલુ બોદુ બ્લોચ અને સદામ આદમ ખીરા નામના બે શખ્સોને ઝડપી લીધા હતાં.

આ બન્ને શખ્સો ખોટી રીતે અકસ્માત કરી સામેવાળાને ડરાવી નુકસાનીના પૈસા આપવા પડશે નકર અમે પોલીસ ફરિયાદ કરશું તેવી ધમકી આપી પૈસા ઉઘરાવતા હોય જેથી પોલીસે જાહેર જનતા જોગ અપીલ કરીને આ શખ્સો દ્વારા ભોગ બનેલા કોઇપણ વ્યકિતને જામનગર પોલીસનો સંપર્ક કરવો તેવી અપીલ કરી હતી.

જામનગરના નવાગામ ઘેડ ઈન્દીરા સોસાયટીમાં અબોલ શ્વાનને નિર્દયતાથી માર-મારતો Video થયો વાઈરલ: શ્વાનનું મોત : જીવદયા પ્રેમીઓમાં રોષ: જુવો VIDEO

0

નવાગામ ઘેડ ઇન્દીરા સોસાયટીમાં શ્વાનને નિર્દયતાથી માર-મારતો વિડીઓ સામે આવતા અરેરાટી: દંપતિ તાળુ મારી ગુમ..!!

નવાગામ ધેડ ઈન્દીરા સોસાયટી શેરી નંબર -૯ માં  રાત્રીનો બનાવા : પાડોશી છોડાવા પડતા દંપતિએ મનફાવે તેવી ગાળો ભાડી..

નિદોષ શ્વાસને બર્બરતા પૂર્વક માર મારતા શ્વાનના મોત થયાના અહેવાલથી અરેરાટી વ્યાપી ગઈ

પ્રાણી અત્યાચાર નિવારણ કાયદા હેઠળ ફરિયાદ નોંધાવવા જીવદયા પ્રેમીઓની માંગ.

દેશ દેવી ન્યુઝ જામનગર 08. જામનગર શહેરના નવાગામ ઘેડ સોસાયટીમાં રાત્રીના ભાગે નિદોષ શ્વાનને દંપતિ દ્વારા દંડા વડે નિર્દયતાથી માર મારતા શ્વાનની ચીચયારી સાંભળી આજુબાજુના રહીશો જાગી ગયા હતા અને અબોલ શ્વાનને છોડાવાના પ્રયાસ કર્યાં હતો પરંતુ દંપતિએ પાડોશીને મનફાવે તેવી ગાંળો ભાડતા સામસામે આવી ગયા હતા તે સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હોવાનું વિડીઓમાં સ્પષ્ટ જણાઇ રહ્યું છે.બેરહમીપૂર્વક મારને કારણે શ્વાનને ગુપ્ત ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને કણસતી હાલતમાં તેનું સવારે મોત થયાની વાત વાયુવેગે પ્રસરી જતા ઈન્દીરા સોસાયટીમાં માર મારનાર ઉપર ફિટકાર વરસી રહ્યો છે.નિર્દોષ શ્વાનને બર્બરતા પૂર્વક માર મારતો વીડિયો વાયરલ થતા જીવદયા પ્રેમીઓએ જવાબદાર વિરૂદ્ધ પશુ ક્રુરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. જો કે, દેશ દેવી ન્યુઝ આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.