રજપુત સમાજ દ્વારા આયોજીત જીવન સાથી પસંદગી સમારોહ સંપન્ન

0
2897

મહા ગુજરાત રજપુત સમાજ મહામંડળ દ્વારા આયોજીત જીવન સાથી પસંદગી સમારોહ સંપન્ન

જે ભગવાન મેરેજ બ્યુરોની વિશેષ સહયોગ પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાની પ્રેરક ઉપસ્થિતી

સમગ્ર ગુજરાતમાંથી 170 થી વધુ દિકરા-દિકરીઓએ ભાગ લીધેલ

સમગ્ર ગુજરાતનાં હોદેદારોની રાજકોટ ખાતે વિશેષ ઉપસ્થિતી

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૧- જૂન- ૨૨ વર્ષો જુની અને રજપુત સમાજની જાણીતી સંસ્થા શ્રી મહા ગુજરાત રજપુત સમાજ મહા મંડળ (ગુજરાત-કઘ્છ) અને જે ભગવાન મેરેજ બ્યુરો રાજકોટનાં સંયુકત ઉપક્રમે જીવન સાથી પસંદગી સમારોહ ગત તા.29-5-2022 ને રવિવારનાં રોજ સવારે 9 થી સાંજે 5 સુધી રાજકોટનાં શીરમોર સમા અભય ભારદ્વાજ હોલ, ગોપાલ ચોક, ચંદન પાર્ક મેઈન રોડ, રાજકોટ ખાતે યોજાયેલ હતો.આ પસંદગી સમારોહમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં રજપુત સમાજનાં 100 દિકરા અને 70 દિકરીઓ મળી કુલ 170 જેટલા સભ્યોએ ઉત્સાહભેર ભાગ લઈ સમારોહને સફળ બનાવેલ. આ સમારોહમાં ભાગ લેનાર સભ્ય અને તેમના માતા-પિતા માટે સંસ્થા દ્વારા કાર્યક્રમની શરૂઆતમાં બ્રેકફાસ્ટ તેમજ બપોરે રસપ્રચુર ભોજન અને સાંજે કોલ્ડ્રીંકસની અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ હતી.

આપણા રાજકોટનાં પનોતાપુત્ર અને રાજકારણનાં ભિષ્મ પિતામહ તેમજ કર્ણાટક રાજ્યનાં રાજયપાલ રહી ચુકેલ વજુભાઈ વાળા  ખાસ ઉપસ્થિત રહી સમારોહની શોભામાં વધારો કરેલ હતો. સમારોહનાં અધ્યક્ષ કિશોરભાઈ રાઠોડએ તેમને સાફો પહેરાવી સન્માન કરેલ અને શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું અદકેરું સન્માન કરવામાં આવેલ હતું.વજુભાઈ વાળાએ પોતાના સુંદર વ્યકતવ્ય કહયું કે રજપુત સમાજનાં દિકરાઓએ વ્યસન મુકત અને દિકરીઓએ ફેશન મુકત રહેવા માટે ખાસ અનુરોધ કરેલ, વધુમાં કરેલ જીવનસાથી પસંદ કરો ત્યારે દેખાવ અને જ્ઞાન જુઓ, સારા દેખાવમાં નહીં સારું જીવન જીવવવામાં માલ છે, દરેક પરિવારે બળીયાની વાત મુકી કોમળતા ભર્યા વ્યવહારનો આગ્રહી રહવું જોઈએ, સમાજનાં દરેક બાળકને શિક્ષતી બાળક બનાવીશુ તો આગામી સમયમાં સમાજ અને દેશને કામ આવશે. તેથી માં શારદા તેમની સાદાઈ થી અને તેમની વિચારશરણીથી પ્રસિઘ્ધ છે. અંતમાં આયોજકો વ્યવસ્થાસભર આયોજન બદલ અભિનંદન પાઠવેલ.

તદ્ઉપરાંત આ જીવન સાથી પસંદગી સમારોહ અતિથિ વિશેષ તરીકે વલસાડથી ખીમજીભાઈ એચ. ચાવડા – જાણીતા બિલ્ડર, ગૌપ્રેમી, સમાજ સેવક અને બનાસકાંઠા-દીયોદર થી ડો.સોનાજી એમ. ચૌહાણ ખાસ ઉપસ્થિત રહી આયોજકોનાં આયોજન બિરદાવેલ હતા. આ સમારોહનાં આયોજનને વધુ પ્રબળ બનાવવા બન્ને મહાનુભાવઓએ માતબર રકમ અનુદાન પેટે જાહેર કરેલ હતી, આ બન્ને મહાનુભાવોનું શાલ ઓઢાડી અને પુષ્પગુચ્છથી સન્માનીત કરવામાં આવેલ હતા. અને સાથે સાથે પોતાના વકત્વય જણાવેલ કે હાલનાં વર્તમાન સમયમાં આવા જીવન સાથી પસંદગી સમારોહ દરેક સમાજ માટે અનિર્વાય બની ગયેલ છે કારણે કે સમયનો અભાવ અને માતા-પિતા અને તેમના દિકરા-દિકરીઓને એક સ્થળે પોતાના જીવનસાથી પસંદ કરવાની ઉમદા તક મળી રહે છે, જેથી માતા-પિતા આર્થિક અને માનસીક રીતે મજબુત બને છે, અને સમાજમાં એકતાની વધુ એક કડી મજબુત થાય છે, વધુ માં કહેલ કે આવા સુંદર આયોજન કીશોરભાઈ રાઠોડને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્યમાં પણ આવા સુંદર આયોજનો કરતા રહો તેવી અમારી શુભકામના…આ સમારોહમાં ધર્મેન્દ્રભાઈ જેસર (પ્રમુખ : રજપૂત સમાજ – કચ્છ જીલ્લો ), ધનશ્યામભાઈ ચૌહાણ (પ્રમુખશ્રી : ભાવનગર રજપૂત સમાજ), રાજેન્દ્રસિંહ ચાવડા (પ્રમુખ અમદાવાદ-ગાંધીનગર રજપૂત સમાજ), મનભા એસ. મોરી (પૂર્વ મેયર – ભાવનગર), શાંતિલાલ ડી. રાઠોડ ( ભુજ-મહાગુજરાત રજપુત સમાજ મહામંડળ), મિલનસિંહ રાઠોડ (પ્રમુખ- પાલીતાણા રજપુત સમાજ),  પ્રાણભાઈ ગોહીલ (પ્રમુખ : મુંબઈ રજપુત સમાજ), હરીભાઈ રાઠોડ (પ્રમુખ – ભચાઉ રજપુત સમાજ),  ઈશ્ર્વરભાઈ ચાવડા (પૂર્વપ્રમુખ- રાપર રજપુત સમાજ), બાલસીંગભાઈ રાઠોડ (પ્રમુખશ્રી : સુરેન્દ્રનગર રજપુત સમાજ),  કે.બી. ઝાલા (રજપુત સમાજ અગ્રણી -ભાવનગર), મનીષભાઈ એસ. ચૌહાણ (પૂર્વ પ્રમુખશ્રી – કચ્છ જીલ્લો રજપુત સમાજ), હિરેનભાઈ રાઠોડ ( મહામંત્રીશ્રી – ભુજ શહેર રજપુત સમાજ), સુનીલભાઈ આર. પરમાર (પૂર્વ મંત્રી – ભાવનગર રજપુત સમાજ), શ્રી ભાર્ગવભાઈ પઢીયાર (પ્રમુખ : શ્રી રજપૂત યુથ ફાઉન્ડેશન ટ્રસ્ટ-રાજકોટ), હરીશભાઈ ફુલાણી (જામનગર-મહાગુજરાત રજપુત સમાજ મહામંડળ) ખાસ ઉપસ્થિત રહી દીકરા-દિકરીઓ અને તેમના વાલીઓને શુભેચ્છા પાઠવેલ હતી.

સુવ્યવસ્થિત આયોજન, ડેકોરેટીવ સ્ટેજ, સમાજનાં અનેક મહાનુભાવો એક સ્ટેજ ઉપર આવી સમાજની એકતાનાં દર્શન, વિશાળ મધ્યસ્થ ખંડ અને એરકુલરથી ઠંડક ભર્યું વાતાવરણ, પ્રોફેશ્નલ એન્કર મેઘા બારડની સૌમ્ય મૃદુભાષામાં સ્ટેજ સંચાલન, માતા-પિતા અને ઉમેદવારો માટે વ્યવસ્થા સભર અને રસપ્રચુર ડીનર, ઉમેદવારોએ પોતાના પરિચય આપવા સ્ટેજ ઉપર આમંત્રણ તેમજ ભાગ લીધેલ ઉમેદવારોએ આયોજન અંગે મુકત મને પોતાના મંતવ્યોની રજુઆત આ બધી બાબત આ જીવન સાથી પસંદગી સમારોહનાં મુખ્ય જમા પાસું બની રહેલ.

શ્રી મહાગુજરાત રજપુત સમાજ મહા મંડળ (ગુજરાત-કઘ્છ) નાં પૂર્વપ્રમુખ અને આ જીવન સાથી પસંદગી સમારોહનાં અધ્યક્ષ કિશોરભાઈ એમ. રાઠોડ (છેલ્લા 10 વર્ષથી રાજકોટ કાર રીપેરર્સ એસોસીશનનાં પ્રમુખ) એ પોતના વકત્વયમાં જણાવેલ કે આવા સુંદર આયોજન કરવા માટે અમારી ટીમ છેલ્લા 20-25 દિવસથી રાત દિવસ મહેનત કરી છે, ગુજરાત રાજ્યનાં દરેક ગામ-શહેર સુધી અમારા આ સમારોહની વિગત પહોંચાડવા સમાજ બંધુઓએ પણ ખૂબ સુંદર સહયોગ આપેલ, અમારા આ રાજકોટ ખાતેનાં પ્રથમ પ્રયાસમાં જ અમોને ચોમેર થી અભિનંદન મળી રહયા છે આ બધા અભિનંદન ફકત મારા કે અમારી ટીમને નહીં પણ આ સમારોહમાં ભાગ લેનાર દરેક દિકરા-દિકરીઓ અને તેમના માતા-પિતાને પણ મળેલ છે. કે જેઓએ અમારા ઉપર મુકેલ વિશ્ર્વાસ ઉપર અમારી ટીમ ખરી ઉતરી અને સમારોહને સફળ પણ બનાવેલ અંતમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યકત કરેલ છે.

સાથે સાથે ઉપસ્થિત મહેમાનો હાથે જીવન સાથી પસંદગી સમારોહમાં ભાગ લેનાર ઉમેદવારોની સઘળી માહીતી અને બાયોડેટા સભર એક મલ્ટીકલર પૂસ્તીકાનું વિમોચન કરવામાં આવેલ.

આ જીવન સાથી પસંદગી સમારોહને સફળ બનાવવા શ્રી મહાગુજરાત રજપુત સમાજ મહા મંડળ (ગુજરાત-કચ્છ) નાં પૂર્વપ્રમુખ અને સમારોહનાં અધ્યક્ષ કિશોરભાઈ એમ. રાઠોડ અને તેમની ટીમનાં મેમ્બર સર્વેશ્રી પ્રવિણભાઈ ભટ્ટી (જે ભગવાન મેરેજ બ્યુરો-રાજકોટ), ઘનશ્યામભાઈ ડોડીયા (પ્રમુખ : લીંબડી સોરઠીયા રજપુત સમાજ), પંકજભાઈ પઢીયાર, પ્રવિણભાઈ પરમાર (પરમાર સાઈકલ-રાજકોટ), ભાવેશભાઈ ખંઢેરીયા (તંત્રી – રજપૂત બંધુ), પરેશભાઈ પરમાર, પ્રવિણભા રાઠોડ, સંજયભાઈ ચૌહાણ, ઉદયભાઈ પરમાર, કિશોરભાઈ વી. પઢીયાર, નરેન્દ્રભાઈ લકુમ, ભારતભાઈ રાઠોડ, વી.એ. રાઠોડ, સુરેશભાઈ વી. પઢીયાર, નિલેશભાઈ ચૌહાણ, ભરતભાઈ બી. રાઠોડ, સૌમિતભાઈ પરમાર અને કિશોરભાઈ ભટ્ટીએ જહેમત ઉઠાવેલ હતી.