Friday, October 16, 2026
Home Blog Page 276

યુવતી સાથે લગ્નનું નાટક કરી દુષ્કર્મ આચરાયું: સભર્ગા બની જતા ભાંડો ફૂટ્યો

ખંભાળિયાની યુવતી સાથે લગ્નનું નાટક કરી દુષ્કર્મ આચરાયું, : યુવતિ સભર્ગા બની અને ગર્ભપાત પણ થતા 

ગર્ભવતી યુવતીને ગર્ભપાત થતા મનોજ વીરકુમાર કેસરી સામે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર : ૧૭ જૂન ૨૨ ખંભાળિયા: ખંભાળિયામાં રહેતી એક યુવતીને છેલ્લા આશરે આઠેક માસના સમયગાળા દરમિયાન મિત્રતા કેળવી અને એક શખ્સ દ્વારા દુષ્કર્મ ગુજારી, ગર્ભવતી બનાવ્યા બાદ તરછોડી દીધા બાદ આ યુવતીને ગર્ભપાત થઈ જતાં આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ગુનો નોંધવામાં આવ્યો છે.આ અંગે ભોગ બનનાર યુવતીએ ખંભાળિયામાં રહેતા મનોજ વીરકુમાર કેસરી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કેમનોજ દ્વારા પોતાની સાથે મિત્રતા કેળવી અને પ્રેમ સંબંધ બાંધ્યો હતો. ત્યાસ્બાદ તેઓએ મંદિરમાં ફૂલહાર કરી, મનોજ દ્વારા યુવતી સાથે લગ્ન કરી લીધા હોવાનું જણાવી અને અવારનવાર તેણી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. આમ, બળાત્કારના આ કૃત્યથી તેણી ગર્ભવતી બની જતા આજથી આશરે ચારેક માસ પહેલા મનોજે પોતે તેણી સાથે લગ્ન નહીં કર્યા હોવાનું જણાવી, ગર્ભવતી હાલતમાં તરછોડી દીધી હતી.આ પછી ગત બુધવાર તારીખ 15 ના રોજ તેની જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે તેણીનું શારીરિક ચેકઅપ કરાવવા જતા તબીબોની તપાસણીમાં આ યુવતીના ગર્ભમાં રહેલું બાળક મૃત્યુ પામ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તબીબોએ આ યુવતીનું ગર્ભપાત ફરજ કરવાની ફરજ પડી હતી. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે ભોગ બનનારની ફરિયાદ પરથી મનોજ વીરકુમાર કેસરી સામે આઈ.પી.સી. કલમ 376 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.જે.સાગઠીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

સાધુનો વેશ ધારણ કરી 10 વર્ષથી ફરાર ‘રજનીકાંત’ SOG ના હાથે ઝડપાયો

દ્વારકાની અદાલતમાંથી જામીન મેળવ્યા બાદ ફરાર થઈને સાધુનો વેશ ધારણ કરનાર આરોપી 10 વર્ષે ફરી ઝડપાયો.દેશ દેવી ન્યુઝ જામનગર: ૧૭ જૂન ૨૨ દ્વારકા: દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા રજનીકાંત ઉર્ફે રાજેશ મનજી નકુમ સામે વર્ષ 2012 માં જાનથી મારી નાખવાની ધમકી તથા એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં દ્વારકા કોર્ટ દ્વારા તેના જામીન મંજૂર કરાયા બાદ તે ચોક્કસ મુદતે કોર્ટમાં હાજર થતો ન હતો અને નાસતો ફરતો જાહેર થયો હતો.છેલ્લા આશરે નવેક વર્ષથી ફરાર થઇ ગયેલો ઉપરોક્ત શખ્સ સાધુનો પરિવેશ ધારણ કરીને ફરતો રહેતો હતો. આ દરમિયાન જિલ્લા એસ.ઓ.જી. પોલીસને સોંપવામાં આવેલી તપાસમાં સ્ટાફના એ.એસ.આઈ. હરપાલસિંહ જાડેજા તથા હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે છેલ્લા આશરે નવેક વર્ષથી ફરાર એવો રજનીકાંત ઉર્ફે રાજેશ મનજી નકુમ હાલ રાજેન્દ્રગીરીનું નામ ધારણ કરી અને દ્વારકાના રબારી ગેઈટમાં સાધુના પરિવેશમાં હોવા અંગેની ચોક્કસ બાતમીના આધારે આ સ્થળેથી તેમની અટકાયત કરી, વોરંટની બજવણી કરાયા બાદ દ્વારકા કોર્ટમાં સોંપીને આરોપીએ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.આ સમગ્ર કામગીરી એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. પી.સી. સિંગરખીયા, હરપાલસિંહ જાડેજા, અશોકભાઈ સવાણી, કિશોરસિંહ જાડેજા, જીવાભાઈ ગોજીયા, ખેતશીભાઈ મુન અને દિનેશભાઈ ચાવડા દ્વારા કરવામાં આવી હતી.

જામનગરના ડીએસપી બંગલા નજીક હોટલ સંચાલક અને દારૂડીયા વચ્ચે સર્જાયા મારામારીના દ્રશ્યો: જુવો Video

0

જામનગરના ડીએસપી બંગલા નજીક હોટલ સંચાલક અને દારૂડીયા વચ્ચે જામી પડી

ચોરીની આશંકામાં હોટલ સંચાલકના વેઈટરે દારૂડીયાને લમધાર્યોં : ટ્રાફિક ચક્કાજામ..

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૫ જૂન ૨૨.જામનગર શહેરના ડીએસપી બંગલા નજીક હોટલ સંચાલક અને દારૂડીયા વચ્ચે જાહેર રોડ પર મારા-મારીના દ્રશ્યો સર્જાયા જેથી રાહદારીઓના ટોળા એકઠા થયા હતા અને રોડ ઉપર ચક્કાજામ થયું હતું ગાળોની રમજટ વચ્ચે લોકોએ મફ્તનું ભરપૂર મનોરંજન મળ્યું હતુંસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ હોટલ સંચાલકે ચોરીની આશંકામાં પૂછપરછ કરતા મામલો બિચક્યો હતો અને જપાજપી થતા મામલો રોડ પર પહોંચ્યો હતો તેવામાં કોઈએ પોલિસને જાણ કરતા પોલિસ કાફલો ઘટનાસ્થળે દોડી જઈ દારૂડીયાની શાન ઠેકાણે લાવી લોકઅપના દર્શન કરાવ્યા હતા.જામનગર શહેર એસ.પી બંગલા નજીક અવાર-નવાર દારૂડીયાની ધમાલ સાથે નાટક જોવા મળતા હોય છે તેવામાં જુના રેલ્વે સ્ટેશન નજીકની ઝૂપડપટ્ટી દેશી દારૂનું હબ બની ગયું છે. હાલતો હોટલ સંચાલક અને દારૂડીયાની ધમાલે શહેરની પ્રજાને મફતનું મનોરંજન પીરસ્યું છે.

રાજ્યના 110 મામલતદારોની બઢતી સાથે બદલી: જામનગરના હરદીપસિંહ જાડેજા મામલતદાર તરીકે અમદાવાદ મુકાયા

0

રાજ્ય સરકારે આપ્યા 110 મામલતદારોની બદલીના આદેશ

40 ડેપ્યુટી મામલતદારોની બઢતી સાથે બદલી કરાઈ, આ રહ્યું આખું લિસ્ટ

જામનગર ગ્રામ્ય, જોડિયા, કાલાવડ, ધ્રોલના મામતલદારોની બદલી :જામનગરના ડે.મામલતદાર હરદીપસિંહ જાડેજા સહિત બે ની બઢતી સાથે બદલી

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૫ જૂન ૨૨ રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, આ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા મામલતદારોની મોટી સંખ્યામાં બદલી કરવામાં આવી છે. રાજ્યમાં ક્લાસ-2ના 110 જેટલા મામલતદારોની અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ સાથે જ 40 જેટલા ક્લાસ-3 ડેપ્યુટી મામલતદારોને બઢતી સાથે ટ્રાન્સફર આપવામાં આવ્યું છે.જોડિયાના મામલતદાર ડી.ડી.પરમારની પાટણ (શહેર) ખાતે બદલી જામનગર ગ્રામ્યના મામતલતદાર ડી.એમ.બગસરીયાની સુરતના મજુરા ખાતે બદલી ભાવનગરના વલભીપુરના માલતદાર બી.ટી સવસાણીની જામનગર ગ્રામ્યમાં બદલીકાલાવડના મામલતદાર એમ.પી.કટીરાની સુરેન્દ્રનગરના સાયલા ખાતે બદલી ધ્રોલના મામતલદાર બી.એન કણઝારીયાની ભાવનગરના વલભીપુર ખાતે બદલી જામનગરના ડે.મામલતદાર વીક્રમ વરૂની દ્વારકાના ઓખામંડળમાં માલતદાર તરીકે બઢતી સાથે બદલીમૂળ ગામ ધ્રાફા અને હાલ જામનગર ડે.મામલતદાર તરીકે ફરજ બજાવતા હરદીપસિંહ જાડેજાની અમદાવાદ શહેરના વેજલપુર ખાતે માલતદાર તરીકે બઢતી સાથે બદલી

જામ્યુકોમાં વિપક્ષે ઘણખુંટ બની ડે.કમિશ્નરની ચેમ્બરને ઢીંકે ચડાવી કર્યાં સુત્રોચ્ચાર

0

જામનગર શહેરમાં રખડતા ઢોરના આતંક મુદ્દે જામ્યુકોમાં વિપક્ષનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

કુંભકર્ણની જેમ ઘોર નિંદ્રામાં રહેલા જામ્યુકોના અધિકારીઓ સામે હલ્લાબોલ: ડે.મ્યુનિ. કમિશ્ર્નરની કચેરી બહાર પ્રદર્શન

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૫ જૂન ૨૨: જામનગર શહેરમાં રઝળતાં ઢોરને વધી રહેલા આતંક સામે જામનગર મહાપાલિકાની દિશા વગરની કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના નેતા આનંદ રાઠોડની આગેવાનીમાં વિપક્ષી સભ્યો તેમજ જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ડીએમસી કચેરીમાં હલ્લાબોલ કરવામાં આવ્યો હતો. ડીએમસી સામે ઢોરની સમસ્યાના ઉકેલમાં સદંતર નિષ્ફળતાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, રઝળતા ઢોરની સમસ્યા લાંબા સમયથી યથાવત્ છે. આ અંગે અવાર-નવાર રજૂઆતો કરવામાં આવે છે. વિપક્ષ દ્વારા સામાન્ય સભામાં પણ અવાજ ઉઠાવવામાં આવે છે. છતાં સત્તાપક્ષ આ મુદ્દે જરાપણ ગંભીર હોય તેમ જણાતું નથી. વિપક્ષી રજૂઆતોનો બહુમતિના જોરે ઉલાળ્યો કરી દેવામાં આવે છે. બીજીતરફ શહેરની પ્રજાને રઝળતા ઢોરના હવાલે કરી સત્તાપક્ષ તેના પોતાના કાર્યક્રમોમાં જ મસ્ત છે. જેવા પદાધિકારીઓ તેવા અધિકારીઓની જેમ વહીવટી તંત્ર પણ કોઇપણ જાતના પગલાં લેતું નથી. એટલું જ નહીં ઢોર પકડવાના નાટક કરી પ્રજાને ગેરમાર્ગે દોરે છે. ડીએમસી કક્ષાના અધિકારી ઢોર મુદ્દે ઉઠા ભણાવતાં જણાઇ રહ્યાં છે. ત્યારે આવી પરિસ્થિતિમાં તાત્કાલિક જામનગર શહેરની પ્રજાને ઢોરના આતંકમાંથી મુક્તિ અપાવવા વિપક્ષની માગ છે.બીજીતરફ વિપક્ષના વિરોધ અને દેખાવો અંગે ડીએમસી એ.કે. વસ્તાણીએ જણાવ્યું હતું કે, વિપક્ષી સભ્યો પણ ડબલ ઢોલકી વગાડી રહ્યાં છે. જ્યારે જામ્યુકોનું તત્ર રઝળતા ઢોર સામે કડક કાર્યવાહી કરે છે. ત્યારે કેટલાંક સભ્યો જ તેમાં રોળા નાખવાનો પ્રયાસ કરે છે. એટલું જ નહીં ઢોર માલિકો સાથેની સાંઠગાંઠને કારણે જામ્યુકોની નક્કર અને કડક કાર્યવાહીમાં ક્યાંક અવરોધ ઉત્પન્ન કરે છે. તો કોઇ જગ્યાએ ભલામણો કરે છે. શહેરના તમામ લોકો, તમામ રાજકીય પક્ષો, તમામ કોર્પોરેટરો જો સાથ અને સહકાર આપે તો જ આ સમસ્યાનો ઉકેલ લાવી શકાય.

ફીઝીયોથેરાપી કોલેજ સામેથી 13 મહિલાઓની ‘જુગાર મંડળી’ ઝડપાઇ

0

જામનગરમાં મહિલાઓની ‘જુગાર મંડળી’ ઝડપાઇ: 13 મહિલા ઝડપાઈ  

જામનગર: જામનગરમાં ફીઝીયોથેરાપી કોલેજ સામે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતી 13 મહિલાઓને પોલીસે રેઈડ દરમિયાન રૂા.12,570 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

હનુમાન ગેઇટ પોલીસ ચોકીના ધર્મેન્દ્રસિંહ વાઢેર તથા મયુરસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમીન આધારે 13 જુગારણ પાંજરે પુરાણી…દેશ દેવી ન્યુઝ જામનગર ૧૫ જૂન ૨૨. જામનગર શહેરના ફીઝીયોથેરાપી કોલેજ સામે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા (૧) રશ્મીબેન અનંતરાય રૂપશંકર વ્યાસ જાતે બાહણ ઉ-૭૦ ધંધો – ઘરકામ રહેવાસી ખંભાળીયા ગેઈટ -૧ (૨) રેખાબેન હિતેશભાઈ ખત્રી ઘરકામ રહેવાસી : -રામેશ્વરનગર પટેલ વાડી શેરી ન -૮ જામનગર ( ૩ ) માધુરીબેન મહેશભાઈ રતીલાલભાઈ કોટેચા જાતે : -લુહાણા ઉ , વ -૫૫ ધંધો : -ઘરકામ રહેવાસી – ટી.બી હોસ્પીટલ પાસે શ્રીનાથજી સોસાયટી બ્લોક નં ૭ જામનગર  ( ૪ ) મીનાબેન દિપલભાઇ પાટીદાર ઉ -૪૫ ધંધો – ઘરકામ રહે . – પટેલ કોલોની શેરી ન -૬ સત્યમ ઢોસાની સામે મહાલક્ષ્મી એપાર્મેન્ બ્લોકન -૫૦૨ જામનગર ( ૫ ) પ્રકાશબેન તખુભાઈ ઝાલા ઉ , વ -૫૦ ધંધો : -ઘરકામ રહેવાસીઃ નહેરૂ કોલોની ફીઝીયોથેરાપી કોલેજ ની સામે જામનગર ( ૬ ) રીટાબેન વા ઓ કૈલાશચંદ્ર ગોવીંદરામ લાલા જાતે – લુહાણા ઉ.વ -૬૧ ધંધો ઘરકામ હે : -રામેશ્વરનગર જડેશ્વર મંદીર પાસે શેરી ન -૫ જામનગર તથા ( ૭ ) અરુણાબેન મનસુખભાઈ પાણદાસ હરીયાણી જાતે બાવાજી ઉ , વ -૬૫ ધંધો : -ઘરકામ રહેવાસી : -રામેશ્વરનગર કે પી . શાહ ની વાડી બ્લોક ન -૩૦ જામનગર તથા ( ૮ ) ક્લાબેન મહેશભાઈ રાવલ જાતે બ્રાહમણ ઉવ -૬૦ ધંધો : -ઘરકામ રહેવાસી : -રામેશ્વરનગર મધુવન પાર્ક શેરી ન -૨ જામનગર (૯) હસુમતીબેન હસમુખભાઈ પરષોતમભાઈ ધ્રુવ જાતે વાણીયા ઉં , વ -૭૩ ધંધો : -ઘરકામ રહે – જી.જી હોસ્પીટલ પાસે પંચનાથ એપાર્મેન્ટ બ્લોક ન -૧૦૩ જામનગર (૧૦ ) દીનાબેન દીલીપભાઈ રામજીભાઈ દતાણી જાતેઃ – લુહાણા ઉવ -૬૦ ધંધો ઘરકામ રહેવાસી રણજીત નગર જી -૧૧ ફ્લેટ નં ૨૧૩૧ જામનગર  (૧૧) જોસનાબેન જેન્તીભાઈ અજુડીયા જાતે પટેલ ઉ.વ -૪૮ ધંધો : -ઘરકામ રહેવાસી -નહેરુકોલોની ફીઝીયોથેરાપી કોલેજની સામે જામનગર (૧૨) ચેતનાબેન ઉર્ફે ચતુરાબેન વિજયભાઈ માધાભાઈ આહીર જાતે – આહીર ઉ , વ -૪૦ ધંધો : -ઘરકામ રહેઃ – રામેશ્વરનગર શક્તિતીપાર્ક શેરી ન -૧ જામનગર (૧૩) ઉષાબેન બલજીતસિંગ -૪૦ ધંધો : -ઘરકામ રહેવાસી . – ટી બી હોસ્પીટલ ફીજીયોથેરાપી કોલેજની સામે નહેરુ નગર જામનગર સાથે કુલ 13 મહિલાઓને હનુમાન ગેઇટ પોલીસે રેઈડ દરમિયાન રૂા.12,570 ની રોકડ રકમ અને ગંજીપાના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામ્યુકોમાં સરકારના પરીપત્રોનો ઉલાળીયો: ચમચાઓનું પાછલા બારણે રાષ્ટ્રીયકરણ : ડે મેયર.

0

જામ્યુકોમાં રાજય સરકારના પરિપત્રના ઉલ્લંઘન થતો હોવાનો ખુદ ડે.મેયરનો આક્ષેપ

  • જામનગર મહાપાલિકામાં નિવૃત્ત થતાં કર્મચારીએ ફરીથી કોન્ટ્રાકટ બેઇઝ પર નિમણૂંક આપવામાં આવતી હોવાની ફરિયાદ કરતા તપન પરમાર
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પાઠવી મહાપાલિકા દ્વારા આપવામાં આવેલી ગરકાયદે નિમણૂંક તાકિદે રદ્ કરવાની માગણી કરતા ડે.મેયર
  • વર્ષોથી કેટલાક કર્મચારીઓને અન્યાય કરીને લાગતા વળગતાઓને પાછલા બારણેથી ખોટા પ્રમોશન અપાતા હોવાનો પણ આક્ષેપ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૪ જૂન ૨૨: રાજ્ય સરકારના પરિપત્રને અવગણીને જામનગર મહાપાલિકામાં નિવૃત્ત થતાં કર્મચારીએ ફરીથી કોન્ટ્રાકટ બેઇઝ પર નિમણૂંક આપવામાં આવતી હોવાની ફરિયાદ ખુદ ડે.મેયરે કરી છે. આ અંગે તેમણે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવી મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવેલી ગરકાયદે નિમણૂંક તાકિદે રદ્ કરી રાજ્ય સરકાર તરફથી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે.જામ્યુકોના ડે.મેયર તપન દ્વારા મુખ્યમંત્રીને લખાયેલા આ પત્રમાં જણાવાયું છે કે, નિવૃત કર્મચારીઓને ફરી કોન્ટ્રાક્ટર બંઇઝમાં કમિશ્નરની નાંધ અને સ્ટે. કમિટીની મંજુરીથી નિમણુંક આપવામાં આવે છે, નિવૃત કર્મચારીને ફરીથી પુન: નિયુક્તિ, કોન્ટ્રાકટ બેઇઝ ફીક્સ પગાર, આઉટસોર્સીંગથી નોકરી પર ફરીથી લેવામાં આવે ત્યારે સરકારના લગત વિભાગની પૂર્વ મંજરી મેળવ્યા બાદ જ તેઓને આવી નિમાગુંક આપી શકાય તેવું સરકારના પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરેલ છે, તેમ છતાં આવી નિમણુંક આપવાની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા આજ સુધી ચાલુ છે, જો આ કર્મચારી કે અધિકારની જરૂરીયાત હોય તો સરકારની કેમ મંજુરી લીધી નથી ? ત્યારે જામનગર મહાનગરપાલિકામાં જે પ્રકારની નિમણુંક આપી હાય તે તાત્કાલિક લેવલથી આપના લેવલે કાર્યવાહી કરવા માંગણી કરી છે. ડે. મેયરે મ્યુ. કમિશ્નરને લખેલા પત્રમાં તેમણે જણાવ્યુ છે કે, મહાપાલિકાનું 2015 થી અત્યાર સુધીના સેટઅપમાં જની ભરતી ગેરકાયદેસર થઇ છે તેની વિગતો આપવી જાઇએ, તપન પરમારના જાણવા મુજબ કોર્પોરેશનમાં ભરતી બઢતીના કાંઇ નિયમ મંજર થયેલ નથી, રોસ્ટર રજીસ્ટરો પણ સરકારના નિયમ મુજબ બનાવ્યા નથી, પાછલા બારણેથી વહીવટ થાય છે અને લાગતા વળગતાઓને ખોટા પ્રમોશનો આપવામાં આવેલ છે, મંજુર થયલ સેટઅપમાં સીસ્ટમ એંનાલીસ્ટ કમ સિનીયર પ્રોગ્રામર થી સીધી ભરતીથી લાયકાત થયેલ છે અને ભરતી માટે કોઇ પ્રોગ્રામર નિયુક્ત થયેલ નથી, ડેપ્યુટી ફાયર ઓફિસરમાં સૌધી ભરતીથી ભરવાલાયક થયેલ છે, છતાં પણ આ જગ્યા પર બઢતી અપાઇ છે, 2015 થી અત્યાર સુધી સિનીયર કલાર્ક, સ્ટે. આસી., સિસ્ટમ એનાલીસ્ટ કમ સિનીયર પ્રોગ્રામર, જુ.એન્જી., નાયબ ઇજનેર, કાર્યપાલક ઇજનેર જેવી અનેક પોસ્ટ પર બઢતીઓ અપાઈ છે, જમાં ક્યાંય સીધી ભરતી કે બઢતીનો રેશીયા જળવાયો નથી, રોસ્ટર ક્રમાંક ઘ્યાનમાં આવેલ નથી અને સિનીયોરીટી ઘ્યાનમાં લેવાયેલ છે.એમને આ પત્રમાં એવો આક્ષેપ કર્યો હતો કે, વર્ષોથી કેટલાક કર્મચારીઓને અન્યાય કરીને લાગતા વળગતાઓને પાછલા બારણેથી ખોટા પ્રમોશન અપાયા છે, આ તમામ રદ કરવા જોઇએ, અગાઉ જાનવી એમ. ઠાકરને સિસ્ટમ એનાલીસ્ટ કમ સિનીયર પ્રોગ્રામર તરીકે બઢતી અપાયેલ છે, જે ગેરકાયદેસર હોય તો આ હુકમ ર6 કરવો જોઇએ. મહાપાલિકાના જનરલ બોર્ડમાં સેટઅપ મંજુર થયેલ છે, પરંતુ બઢતી ભરતીના કોઇ ધારાધોરણ નથી, લાયકાત નિયત થયેલ નથી, તેમ છતાં આ જગ્યા બઢતીથી ભરાય છે, જાનવી ઠાકર પ્રોગ્રામર તરીકે 2008 માં નોકરી મેળવી, 2008 થી 2015 સુધી પ્રોગ્રામર દ્રારા ઇ ગર્વનર્સની કામગીરી કે કોઇ પ્રાંગ્રામ બનાવવામાં ન આવ્યા, કુલ કેટલા મોડ્યુલ બનાવાય અને કટલાક ’ કુંપની દ્રારા બનાવાયા અને કેટલા મોડયુલનો ઉપયાગ કોર્પોરેશન દ્રારા કરાય છે.ડે. મેયરે કેટલાક મુદ્દા ઉઠાવીને જણાવ્યું હતું કે, ઇ- ગર્વનન્સ કયારે શરૂ થયું અને ક્યારે પુરૂ થયું, અઠવાડીક આવક-જાવકના રીપાંર્ટ અન્વયે એકાઉન્ટ શાખા દ્વારા સ્ટે. કમિટીમાં ઇ ગર્વનન્સ બાબતે એકાઉન્ટ શાખાનું મોડયુલ પુરૂ થયું ન હોય, 2014 થી 2021 સુધી ઇ ગર્વનન્સ કામગીરીમાં શું શું કરવામાં આવ્યું, ક્યાં ધોરણે પ્રોમશન અપાયા તેની કામગીરીનું મૂલ્યાંકન કોને કર્યું, અગાઉ તા. 8/6/ 2021 ના રોજ આપને કોર્પોરેશનમાં છેક્લા કેટલાક સમયથી જુદી જુદી શાખામાં જુદા કેડરમાં કર્મચારીઓ, નિવૃત કર્મચારીઓને કોન્ટ્રાક્ટર બેઇઝથી સ્ટે. કમિટીના ઠરાવ અને કમિશ્નરની નોંધ અંગે પ્રમોશન અપાયેલ છે ત્યારે સરકારના પરિપત્રની શા માટે અમલવારી થઇ નથી તે અંગે તાત્કાલિક પગલા લેવા માંગણી છે.

અડધી રાત્રે નશામાં ચૂર યુવાને સિક્કા પોલીસ સ્ટેશન માથે લીધું

0

સીક્કા પોલીસ સ્ટેશનમાં પીધેલી હાલતમાં ‘સીન-સપાટા’ કરવું યુવાનને ભારે પડ્યું!

ભરતસિંહ ગુમાનસિંહ જાડેજા દ્વારા નશો કરેલી હાલતમાં નંબર વગરની કાર લઇને પોલીસ સ્ટેશનમાં આવી પોલીસકર્મીઓ સાથે કર્યુ ઉદ્ધતાઇ ભર્યુ વર્તન.

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૪ જૂન ૨૨.જામનગર તાલુકાના સીક્કા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં સોમવારે મધ્યરાત્રિના સમયે એક શખ્સ નશો કરેલી હાલતમાં નંબર વગરની કાર લઇને પોલીસ સ્ટેશનમાં આવી ચડયો હતો. જેથી પોલીસે શખ્સની ધરપકડ કરી આઠ લાખની કાર અને 10 હજારનો મોબાઇલ કબ્જે કર્યો હતો. આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં સોમવારે રાત્રિના સમયે નંબર વગરની કાર લઇને ચાલક ઘુસી આવ્યો હતો. જેથી પોલીસે કાર ચાલકને આંતરીને પૂછપરછ કરતાં ચાલક નશો કરેલી હાલતમાં જણાતા પોલીસે ભરતસિંહ ગુમાનસિંહ જાડેજા નામના શખ્સને ઝડપી લઇ આઠ લાખની કિંમતની કાર અને રૂા.10000 ની કિંમતનો એક મોબાઇલ મળી કુલ રૂા.8,10,000 નો મુદ્દામાલ કબ્જે કરી શખ્સ વિરૂઘ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.આ શખસે સિક્કા પોલીસ મથક ખાતે આવેલ અને જોરજોરથી બુમો પાડી આરોપીઓને ક્યારે જામીન આપો છો અને હાજર પોલીસને ગાળો ભાંડી ભરતસિંહ જાડેજાએ તમારા ટોપી પટ્ટા ઉતરાવી નાખીશ તેમ કહી અને ઝપાઝપી કરી અને ફરજ પર હાજર પોલીસકર્મીના શર્ટના બટન તોડી નાખેલ હતા.

જામનગરમાં રખડતા-ભટકતા ઢોરના મુદ્દે ડે.કમિશ્નર વસ્તાણીનું ચલક ચલાણું: કોર્પોરેટર આકરા પાણીએ

0

જામનગરમાં રખડતા-ભટકતા ઢોરના મુદ્દે  બેજવાબદાર નિવેદન આપતા ડે.મ્યુનિ. કમિશ્નર વસ્તાણી સામે કડક પગલા લેવા કોર્પોરેટરની માંગણી..

ચાંદી બજાર નજીક વૃધ્ધનો ભોગ લેનાર ઢોરને હડકવા હોવાનું એ.કે.વસ્તાણીનું નિવેદન સંદ્દતર જુઠ્ઠાણુ : વોર્ડ નં.9 ના કોર્પોરેટર નિલેશ કગથરા

દેશ દેવી ન્યૂઝ સાથે ટેલિફોનિક વાતમાં DMCએ જણાવ્યું કે ગાયને રોગ છે માટે દોડા-દોડ કરતી હતી અમારી ડોક્ટર ટીમનો સ્પષ્ટ રીપોટ છે. : ડે.કમિશ્નર વસ્તાણી

દેશ દેવી ન્યુઝ જામનગર: ૧૪ જૂન – ૨૨ જામનગર શહેરમાં રખડતાં-ભટકતા ઢોરની સમસ્યા હવે જીવલેણ સાબિત થઇ રહી છે, શહેરમાં ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ રહેલાં અને ઢોરના આતંક મુદ્દે બે જવાબદારી ભર્યા નિવેદનો આપતાં બેજવાબદાર ડે.મ્યુનિ. કમિશ્ર્નર એ.કે.વસ્તાણી સામે કડક પગલા લેવાં વોર્ડ નં.9 ના કોર્પોરેટર નિલેશ કગથરાએ માગણી કરી છે.

જામ્યુકોના મ્યુનિશિપલ કમિશનર વિજય ખરાડીને લખેલાં પત્રમાં તેમણે જણાવ્યું છે કે, જામ્યુકોના ડીએમસી વસ્તાણીને ગત રવિવારે ચાંદી બજાર પાસે વૃધ્ધનો ભોગ લેનાર ઢોરને હડકવા ગ્રસ્ત અને બિમાર દર્શાવ્યું હોય, પરંતું જામ્યુકોના બેડેશ્ર્વર ઢોરના ડબ્બામાં કે જયાં આ ઢોરને રાખવામાં આવ્યું છે, ત્યાં મુલાકાત લેતાં ફરજ પરના ડોકટરે જણાવ્યું હતું કે, આ ઢોરને કોઇ પણ બિમારી હડકવા નથી. તે એકદમ સ્વસ્થ છે. જયારે ડીએમસી આ ઢોરને હડકવા થયો હોવાનું જણાવીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ઢોરના ડબ્બાની મુલાકાત દરમ્યાન આ ઢોર એકદમ સ્વસ્થ જણાયું હતું. તે નિયમિત રીતે ખોરાક અને પાણી ગ્રહણ કરી રહ્યું છે.આમ જામ્યુકોના જવાબદાર ડીએમસી શહેરના લોકોને અને મિડીયાને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે. રઝળતાં ઢોરને નિયંત્રિત કરવાની પોતાની ફરજમાં સંપૂર્ણ પણે નિષ્ફળ રહેલાં લાપરવાહ અધિકારી સામે શિક્ષાત્મક કાર્યવાહી થવી જોઇએ. તેવી રજુઆત પત્રમાં કરવામાં આવી છે.

જામનગર ડીસ્ટ્રીકટ કોર્ટમાં નોકરી અપાવવા અદાલતની ઓફિશિયલ લિંકનો દૂરઉપયોગ કરનાર 4 બ્લોગર્સ ઝડપાયા 

0

જામનગર ડીસ્ટ્રીકટ કોર્ટમાં નોકરી અપાવવા અદાલતની ઓફિશિયલ લિંકનો દૂરપયોગ કરનાર ચાર બ્લોગર્સ ઝડપાયા 

જામનગર સાઈબર ક્રાઈમની ટીમે રાજસ્થાનની ચારેયને ઝડપી લીધા

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૪ જૂન ૨૨.જામનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં ધો.8, 10 અને 12 પાસ ઉમેદવારો માટે ચોકીદાર, ડ્રાઇવર, પિયુન, વોચમેન જેવા હોદ્દાઓ માટે ભરતી બહાર પાડનાર છે, તેવી ખોટી જાહેરાતો જુદી જુદી વેબસાઈટ ઉપર મુકી હતીજામનગર: જામનગર જામનગર ડિસ્ટ્રીકટ કોર્ટમાં ધો.8, 10 અને 12 પાસ ઉમેદવાર પાસે ચોકીદાર, ડ્રાઈવર, પિયુન, વોચમેન જેવા હોદ્દાઓ માટે ભરતીની ખોટી જાહેરાતો જુદી જુદી ચાર વેબસાઈટ પર મૂકવામાં આવી હતી. આ ખોટી જાહેરાતો માટે જામનગર કોર્ટની વેબસાઈટની લીંકનો દૂરુપયોગ થયાની ફરિયાદના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ પી પી ઝા, પોકો ધર્મેશ વનાણી, રાજેશ પરમાર, કલ્પેશ મૈયડ, એએસઆઈ ડી.જે. ભુસા, એએસઆઈ ચંપાબેન વાઘેલા, પીસી રાહુલભાઇ મકવાણા, જેસાભાઈ ડાંગર, રંજનાબેન વાઘ, વિકીભાઈ ઝાલા, પુજાબેન ધોળકિયા, ગીતાબેન હિરાણી, ચંદ્રિકાબેન ચાવડા, નિલમબેન સીસોદિયા, અલ્કાબેન કરમુર સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં પો.કો. ધર્મેશ વનાણી દ્વારા હાથ ધરાયેલી તપાસમાં વિશેષ ડોમેન એનાલીસીસ ઈમેઇલ ફોરેન્સીક તેમજ ટેકનિકલ પૂરાવાઓ એકત્રિત કરી ખોટી જાહેરાત વાળી વેબસાઈટની માહિતી મેળવી અને તેનું એનાલીસીસ કરી બ્લોગર્સનું લોકેશન રાજસ્થાનના ઝુનઝુન જિલ્લાનું આવતા શહેર ડીવાયએસપી જે.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સાઈબર પીઆઈ પી પી ઝા અને ટીમ રાજસ્થાન તપાસમાં ગઈ હતી.જામનગર સાઈબર ક્રાઈમ ટીમે રાજસ્થાનના ઝુનઝુન જિલ્લાના પીપલી ગામના રજનીકાંત સુભાષચંદ્ર કઠાનીયા (ઉ.વ.34 અભ્યાસ : બી.એ.બી.એડ) , કૃષ્ણકુમાર અમરસીંઘ દહિયા (ઉ.વ.30 અભ્યાસ : બી.એસ.સી.), રાકેશકુમાર શીશરામ માહિચ (ઉ.વ.29, અભ્યાસ: એચ.એસ.સી.), અજયકુમાર ઓમપ્રકાશ લાંબા (ઉ.વ.38, અભ્યાસ : એચ.એસ.સી.)ના નામના ચાર શકમંદોને ઝડપી લઇ ત્રણ મોબાઇલ ફોન કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.