Friday, October 16, 2026
Home Blog Page 275

LCBની વધુ એક “પાસા”ની દરખાસ્ત પર DMની મહોર

0

જામનગરમાં હત્યા-લુંટ જેવા ગંભીર ગુન્હાનો આરોપી પાસા હેઠળ જેલમાં ધકેલાયો

સુત્રોમાંથીમાંથી મળતી વિગત મુજબ હજુ પણ અનેક નામીચા પાંજરે પુરાશે : ગુનેગારોમાં ફફડાટ

એલસીબીની ટીમ દ્વારા સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૨ જૂન ૨૨.જામનગરમાં અસામાજિક તત્વો પર કંટ્રોલ કરવા માટે અને શહેર જિલ્લામાં શાંતિ જળવાઈ રહે તે માટે જામનગરના નવ નિયુક્ત એસ.પી પ્રેમસુખ ડેલુએ પાસાનું હથિયાર અજમાવ્યું છે. જામનગરમાં ખૂન, હથિયાર ,મારામારી, આંગડિયા લૂંટ સહિતના કેસમાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યો છે. પાસાની દરખાસ્ત મુકાઈ હતી યાસીન ઉર્ફે મોટો હાજીભાઇ ખેરાણી સામે પોલીસે કરેલી પાસાની દરખાસ્ત કલેક્ટરે મંજૂર રાખી હતી. જેથી એલસીબીએ શખ્સની ધરપકડ કરી હતી અને સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.અનેક ગંભીર ગુના નોંધાયાઆરોપી યાસીન સામે ખૂન, આંગળીયા લૂંટ મારામારી, હથિયાર રાખવા સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

રામેશ્વરનગરમાં જુવાન છોકરી ઘરૂ પી ગઈ…અને બોલવી ગાળોની રમજટ

0

શહેરના રામેશ્વરનગર ડેન્ટલ નજીક યુવતિએ જાહેરમાં બોલની ગાળોની રમજટ: ધમાલ થતા સાથે રહેલ યુવકે મુકીને ચાલતી પકડી..

જુવાન છોકરી ઘરૂ પી ગઈ હોવાની ચર્ચાએ જોર પકડ્યું..: લોકોએ સહાનુભૂતિ દેખાડતા ગાળો મળી.

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૨ જૂન ૨૨. જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં મંગળવારે સમીસાંજે નશામાં ધૂત એક યુવતીએ ગાળોની રમઝટ બોલાવી દેતા આજુબાજુના રહેવાસીઓ અને ત્યાંથી પસાર થતા લોકો સ્તબ્ધ બની ગયા હતા.મોડે સુધી આ તમાશામાં યુવતીને સમજાવટ કરવા કોઈ આગળ આવતું ન હતું.અને સાથે રહેલ યુવકે પણ ગાળોની રમજટ બોલતા સાઇડ પકડી હતી મોડેથી પોલીસ આવે તે પહેલા જ યુવતીએ ત્યાંથી ચાલતી પકડી હતી . પરંતુ તે પહેલા લોકોએ તેનો ગાળોથી ભરપુર વીડિયો ઉતારી લીધો હતો જે વાયરલ થઈ રહ્યો છે. હાલતો આ તમાસો જોઈ લોકોએ મફતનું મનોરંજન માળ્યું હતું.

જામનગર ક્રોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: શહેર પ્રમુખ દિગુભા જાડેજા સહિત 20ની અટકાયત

0

રાહુલ ગાંધીની ઇડી દ્વારા પૂછપરછના વિરોધમાં જામનગર શહેર કોંગ્રેસનું વધુ એક વિરોધ પ્રદર્શન:

શહેર પ્રમુખ દિગુભા જાડેજા સહિત 20ની અટકાયત

દેશ દેવી ન્યુઝ ૨૧ જૂન ૨૨ જામનગર: કોંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની નેશનલ હેરાલ્ડ કેસમાં એન્ફોર્સમેન્ટ ડેરોકટરેટ (ઇડી) દ્વારા પૂછપરછ કરવાના વિરોધમાં જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ફરી એકવાર આજે વિરોધ પ્રદર્શન કરાયું હતું.શહેર પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં આજે વધુ એક શહેરના લાલબંગલા સર્કલ ખાતે કરાયેલ વિરોધ પ્રદર્શન કરાયું હતું જયાં કોંગી આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભાજપ સરકાર વિરૂઘ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેના પગલે પોલીસે કોંગી નેતા-કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જાણવા મળતી માહિતી મુજબ વિરેન્દ્રસિંહ જાડેજા (દીગુભા), સહારાબેન મકવાણા,નુરમામદ પાલેજા સહિતના કુલ 20 વ્યક્તિની અટકાયત કરવામાં આવ છે.

જામનગરની જી.જી.હોસ્પિટલમાં ફરાર થયેલ મારમારીનો આરોપીને ઝડપી લેવાયો

0

જામનગરની જી.જી.હોસ્પિટલમાં ફરાર થયેલ મારમારીનો આરોપીને ઝડપી લેવાયો

સલાયામાં જમાતના પ્રમુખ બદલવા માટે યોજાયેલી બેઠકમાં બોલાચાલી બાદ બે જૂથ વચ્ચે સર્જાઈ’તી મારામારી: પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો

દેશ દેવી ન્યુઝ જામનગર: ૨૧ જૂન ૨૨. સલાયા સુન્ની મુસ્લીમ જમાતના પ્રમુખ બદલવા અંગે જુમ્મા મસ્જીદ ચોકમાં સવારે એક મીટીંગ યોજાઇ હતી.જેમાં પ્રમુખ બદલવા બાબતે બોલચાલી થતા બે જુથ મારામારી પર ઉતરી આવ્યા હતા જેમાં બંને જુથના લોકોને ઇજા થઇ હતી.જેથી બંને પક્ષે ફરીયાદ નોંધાવી છે.જે મુજબ સાલેમામદ કરીમ ભગાડે પોલીસમાં લખાવ્યા મુજબ અકરમ રજાક, રીઝવાન રજાક, એજાજ રજાક અને અબ્દુલ કરીમ સલીમ ભગાડ સામે ફરીયાદ નોંધાવી છે.જયારે સામાપક્ષે અકરમ રજાક સંધારે પોલીસમાં સાલેમામદ કરીમ ભગાડ, અસલમ ભગાડ, ઇમરાન ભગાડ, ઝાહિર ભગાડ સામે ફરીયાદ નોંધાવી છે.આ બંને પક્ષોની ફરીયાદના આધારે પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.બંને જુથ અંદરોઅંદર મામા, ભાણેજ અને ભત્રીજા હોય, આ બનાવ ચર્ચાનો મુદદો બન્યો છે.વધુ તપાસ સલાયા મરીન પોલીસે હાથ ધરી છે.બે જુથ વચ્ચે સર્જાયેલી મારામારીના બે ઘવાયેલાને સારવાર અર્થે જી.જી. હોસ્પીટલમાં ખસેડાયા હતા.જેમાં એક કેસના ફરીયાદી તેમજ સામાપક્ષના કેસમાં આરોપી તરીકે જાહેર થયેલો એક ઘવાયેલો શખસ હોસ્પીટલમાંથી પોબારા ભણી ગયાનુ સામે આવ્યુ હતુ જેથી દોડધામ મચી હતી.જેની પોલીસે તલાશ હાથ ધરતા પેરોલ ફર્લો સ્કવોડે નાશી છુટેલા અકરમને દબોચી લીઘો છે.

લગ્નપ્રસંગમાં બોલાચાલીનો ખાર રાખી સુમરા યુવાન પર જીવલેણ હુમલો: ફ્રેકચર કર્યાની 3 સામે રાવ

0

લગ્નપ્રસંગમાં બોલાચાલીનો ખાર રાખી યુવાન પર ટુટી પડ્યા: ફ્રેકચર કર્યાંની ત્રણ સામે રાવ.

આરોપી :- (૧) મુસ્તુફા કાસમ ખીરા ( ૨ ) મુસ્તાક મુસા ખીરા ( ૨ ) સદામ મુસા ખીરા ( 3 ) યુસુફ ઇસ્માઇલ ખીરારહે.બધા હર્ષદમીલની ચાલી જામનગર તથા તપાસમાં ખુલવા પામે તે તમામ..દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ જૂન ૨૨ જામનગર શહેરના શંકરટેકરી હુશોની ચોક નવી નિશાળ વિસ્તારમાં રહેતા હનીફ યુસુફભાઈ ખફી નામના યુવાન પર લગ્નપ્રસંગમાં બોલાચાલીનો ખાર રાખી ત્રણ શખ્સો ગેરકાયદેસર કાવતરુ રચી યુવાનને રોકી હુમલો કરતા નાસભાગ મચી જવા પામેલ.

સુત્રોમાંથી મળતી વિગત મુજબ શંકરટેકરીમાં રહેતા હનીફ યુસુફભાઈ ખફી નામના સુમરા યુવાનને હર્ષદમીલ ચાલીમાં રહેતા મુસ્તુફા કાસમ ખીરા સાથે ત્રણ દિવસ પહેલા લગ્નપ્રસંગમાં બોલાચાલ થઈ હતી જે બાબતનો ખાર રાખી હનીફ ખફી મોટર સાયકલ લઈ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં નિકળતા આરોપી મુસ્તફા ખીરાએ તેને આંતરી હનીફ કાઈ સમજે તે પહેલા લાડકાનો ઘોકો ફટકારી દેતા યુવાન નીચે પડી ગયો હતો જેથી સાથે રહેલ તમામ આરોપી એકસંપ થઇ યુવાન ઉપર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કરી આડેધડ માર મારી ફરાર થઈ ગયા હતા યુવાનને બંને પગમાં ફેકચર થતા લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડાયો હતો યુવાનની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી જઈ બનાવની હકીક્ત મેળવી હતીઆથી સીટી-સી પોલીસે હનીફ યુસુફભાઈ ખફીની ફરિયાદ પરથી IPC -ક્લમ ૩૨૩, ૩૨૫, ૩૫૨, ૧૨૦ (બી) તથા જીપી એકટ કલમ -૧૩૫ ( ૧ ) મુજબ ગુનોં નોંધી આરોપીની શોધખોળ આદરી છે. વધુ તપાસ સીટીસીના PSI રવિરાજસિંહ ડી. ગોહિલ ચલાવી રહ્યા છે.

જામનગરમાં પંચાયતી સેવાના આરોગ્યકર્મીઓના ધરણાં: સુત્રોચ્ચાર

0

જામનગરમાં પંચાયતી સેવાના આરોગ્યકર્મીઓના ધરણાં:પડતર પ્રશ્ર્નોનો ઉકેલ નહીં આવતા રોષ ઠાલવ્યો

જિલ્લા પંચાયત સામે પરિવાર સાથે દેખાવ અને સૂત્રોચ્ચાર: ગ્રેડ-પે અને પગારમાં સુધારો કરવા, ભથ્થું આપવાની રજૂઆતો અણઉકેલદેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ જૂન ૨૨. ગુજરાત રાજ્યના પંચાયત સેવા હેઠળના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ત્રણ-ત્રણ વખત આંદોલન થયા અને સમાધાન થયા પછી પણ સમાધાન મુજબ કોઈ કાર્યવાહી થઈ નથી. પંચાયત હેઠળના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવતાં તા.19 જૂનથી રાજ્યભરમાં તબક્કાવાર આંદોલન શરૂ કરવાની જાહેરાત ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા કરવામાં આવી છે. જે અનુસાર રવિવારે સવારે જામનગર જિલ્લા પંચાયત સામે આરોગ્ય કર્મીઓએ સવારે 11 થી 2 વાગ્યા સુધી પરિવાર સાથે ધરણાં અને સૂત્રોચ્ચાર કર્યા હતાં.તા. 27 અને 30 જૂન તથા 4 જુલાઇના ત્રણ તબક્કામાં ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં રાજ્યના વિવિધ ઝોનના આરોગ્ય કર્મચારીઓ દ્વારા સવારે 11 થી 2 વાગ્યા સુધી ધરણાં કરવામાં આવશે. પંચાયત સેવાના આરોગ્ય કર્મીઓની જગ્યાઓ અપગ્રેડ કરી ગ્રેડ-પે સુધારવા, ફાર્માસીસ્ટ, લેબ ટેકનું પગાર ધોરણ સુધારવા, આરોગ્ય કર્મીઓને ક્ષેત્રીય ભથ્થું આપવા માંગણી કરી છે.

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હજારો નગરજનોની ઉપસ્થિતિમાં વીરાંજલી કાર્યક્રમ યોજાયો: શહેર પ્રમુખ અને મહામંત્રી બન્યા “કિંગ મેકર “

0

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હજારો નગરજનોની ઉપસ્થિતિમાં વીરાંજલી કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં વતન માટે પોતાના પ્રાણોની આહુતી આપનાર શહીદોને વીરાંજલી અર્પણ કરાઈ

શહીદોના ત્યાગ, સમર્પણ અને સાહસના પરીણામે આઝાદ ભારતનું સ્વપ્ન સાકાર થયું – ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીદેશ દેવી ન્યુઝ જામનગર ૨૦ જૂન ૨૨. જામનગરમાં રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારીઓની શહાદતને સલામ કરતો વીરાંજલિ કાર્યક્રમ યોજાયો.જામનગર શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે હજારો નગરજનોની ઉપસ્થિતિમાં આ મલ્ટીમીડિયા શો થકી વતનના વીસરાયેલા વીરોની વાત રજૂ કરવામાં આવી.આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજનો સમય અલગ છે.આજે દેશ માટે મરવાનો નહીં પરંતુ કંઈક કરવાનો સમય છે. દેશ માટે શહાદત વહોરનારા વીરોના બલિદાનોના કારણે આજે આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યા છીએ તેમ જણાવી મંત્રીશ્રીએ દેશના વીરોની ગાથાને બિરદાવી હતી. સમગ્ર જામનગરને દેશભક્તિના રંગે રંગવા બદલ મંત્રીશ્રીએ વીરાંજલી કાર્યક્રમના આયોજકોને પણ આ તકે બિરદાવ્યા હતા. મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 6 માસમાં 4 હજાર કરોડથી વધુનું ડ્રગ્સ પકડી સરકારે દેશના ડ્રગ્સના નેટવર્કને નાકામ કર્યું છે. સરકારે મક્કમ નિર્ધાર કરી દુષ્કર્મ કેસના આરોપીઓને ત્વરિત સજા મળે તેવી વ્યવસ્થા ઉભી કરી છે. સાથે સાથે વ્યાજના દુષણને ડામવા પણ ગુજરાત પોલીસ તત્પર છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.જામનગરની ઐતિહાસિક ધરા પરથી ભારતના વીર સપૂતોની શહિદીની ગાથાની સાથે સાથે સાંપ્રત સમયમાં આપણે શું કરી શકીએ તેની વાત આ કાર્યક્રમ થકી કરવામાં આવી. પ્રસિદ્ધ સાહિત્યકાર સાંઈરામ દવે અને તેમની ટીમના 100 જેટલા કલાકારો દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજીના સમન્વયથી આજના યુવાનોને ગમે તેવી ભવ્ય રજૂઆત દ્વારા ઝાંસીની રાણી, ભગતસિંહ, સુખદેવ, રાજ્યગુરૂ, મેડમ ભીખાઈજી કામા, સરદારસિંહ રાણા, મુરૂ માણેક-જોધા માણેક, અશ્ફાક ઉલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ સહિતના નામી-અનામી સ્વાતંત્ર્યવીરોની રાષ્ટ્રભાવનાની વાત રજૂ કરવામાં આવી હતી.આ પ્રસંગે સાંસદ  પૂનમબેન માડમ, ધારાસભ્ય આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર શ્રીમતી બિનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનિયારા,  ભરતભાઈ બોઘરા, જિલ્લા પ્રભારી અભયસિંહ ચૌહાણ, ડે. મેયર તપન પરમાર, સ્ટેન્ડીંગ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ  વિમલભાઈ કગથરા, કલેકટર  ડો.સૌરભ પારઘી, કમિશનર  વિજય ખરાડી, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તેમજ બહોળી સંખ્યામાં જામનગરના પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવાનો શ્રેય શહેર અધ્યક્ષ વિમલ કગથરા અને મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશભાઈ બાંભણીયાને જાય છે, ત્યારે દિલીપભાઈ ભોજાણી, કિશન વઢવાણા, વિરલ બારડ, યતિન પંડ્યા, મૃગેશ દવે, પ્રવિણસિંહ જાડેજા, રમત-ગમત સાંસ્કૃતિક સમિતીના ચેરમેન હર્ષાબા જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

સેનામાં ભરતી માટેની ‘અગ્નિપથ’ યોજનાની ‘અગ્નિ’ જામનગર પહોંચી: જુવો Video

0

કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટેની ‘અગ્નિપથ’ યોજનાની ‘અગ્નિ’ જામનગર પહોંચી

મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો વિરોધ: પોલીસ સાથે ઝપાઝપી

જીલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે : સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો : તંત્રએ ખાતરી આપતા મામલો થાળે પડ્યો.

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૮ જૂન ૨૨ : કેન્દ્ર સરકાર દ્વારા સેનામાં ભરતી માટે અગ્નિપથ યોજના લાવવામાં આવી છે, જેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. ત્યારે જામનગરમાં પણ અગ્નિપથના વિરોધની આગ પહોંચી ગઈ છે. શહેરમાં આજે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આ યોજનાના વિરોધમાં એકઠા થયા હતા. આજે વહેલી સવારે એસપી કચેરી નજીક વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે એકઠા થયા હતા, જેને લઈ બંદોબસ્ત માટે સમગ્ર પોલીસકાફલો સ્થળ પર પહોંચી ગયો હતો, જેથી સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે.અગ્નિપથ યોજનાના વિરોધમાં એસપી કચેરી નજીક મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતા, જેને લઈ જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ સહિત એલ.સી.બી, એસ.ઓ.જી સહિતનો પોલીસસ્ટાફ દોડી ગયો હતો અને સમગ્ર સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મોટી સંખ્યામાં યુવાનો એકઠા થતાં પોલીસે સમજાવવાનો પ્રયાસો હાથ ધર્યા છે તેમજ પોલીસે પાણીનો મારો ચલાવવા વોટર કેનન પણ મગાવ્યા હોવાનું સામે આવ્યું છે.અગ્નિપથના વિરોધ દરમિયાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જેથી પોલીસને હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો. તેમજ કેટલાક વિદ્યાર્થીઓની અટકાયત કરી હોવાનું પણ સામે આવ્યું છે.

અગ્નિપથનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા ઉચ્ચ અધિકારીને આ બાબતે તમારી રજૂઆત પહોંચાડશું તેવી ખાતરી આપવામાં આવતા હાલ મામલો થાળે પડ્યો છે. વિદ્યાર્થીઓ પોતાની રજૂઆત કરી રવાના થયા હતા. વિદ્યાર્થીઓને અધિકારી દ્વારા ખાત્રી આપતા જણાવાયું હતું કે, અમે ઉચ્ચ અધિકારી સુધી તમારી માંગણી પહોંચાડીશું. જેને લઈ મામલો હાલ થાળે પડ્યો હતો.ઉલ્લેખનીય છે કે સેનામાં ભરતીની ‘અગ્નિપથ’ યોજનાના વિરુદ્ધમાં ઠેર-ઠેર દેખાવો થઈ રહ્યા છે. હિંસાની આગ બિહાર, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, રાજસ્થાન પછી તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, દિલ્હી સહિત 13 રાજ્યમાં પહોંચી હતી. આ રાજ્યોનાં 40થી વધુ શહેરોમાં તોફાન થયાં છે તેમજ રેલવેટ્રેક અને સડકો જામ કરવામાં આવી હતી

તને બહુ હવા છે તેમ કહી યુવાનને લમધાર્યો : ખોડીયાર કોલોનીના 4 શખ્સો સામે ફરિયાદ

0

તને બહુ હવા છે. કહી યુવાનને લમધાર્યો : 4 સામે ફરિયાદ

આરોપી :- (૧) પ્રદિપસિહ જાડેજા ( ૨ ) ભગીરથસિહ (૩) કુલદીપસિહ જાડેજા ( ૪ ) પ્રદિપસિહ જાડેજાના કાકાનો દિકરો રહે . બધા ખોડીયાર કોલોની જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૮ જૂન ૨૨. જામનગર દિગ્જામ સર્કલ નજીક જૂની અદાવતનો ખાર રાખી બાવાજી શખ્સ પર ચાર લોકો ટુટી પડ્યા.જામનગર શહેરના બેડી બંદર તિરૂપતી પાર્કમાં રહેતા જયદીપ ગોપાલ ભાઈ કાપડી નામના બાવાજી યુવાનને ખોડીયાર કોલીનામાં રહેતા પ્રદિપસિહ જાડેજા સાથે જૂની અદાવતમાં બોલાચાલી થયા બાદ પ્રદિપસિંહે બાવાજી યુવાનને ફોન કરીને કહેલ કે તને બહુ હવા છે. જે બાબને ઉગ્ર બોલાચાલી થઈ હતી ગઇકાલ રાત્રે ફરિયાદી જયદીપ ગોપાલ ભાઈ કાપડી દિગ્જામ સર્કલ નજીક આવેલ કાનો માલધારી નામની દુકાને ચા પીવા ગયા હતો ત્યા પાછળથી આવેલ પ્રદિપસિંહ જાડેજાએ બેફામ ગાળો બોલવા લાગતા જયદીપે ગાળો દેવાની ના પડતા મામલો બિચક્યો.જેથી ઉશ્કેરાઈ જઈ પ્રદિપસિંહે જયદીપ કાપડીને લાકડાનો ધોકો જમણા પગમા સાથળના ભાગે મારી તથા આરોપી ભગીરથસિહએ પ્લાસ્ટીકના પાઈપનો એક જયદીપ કાપડીના ડાબા હાથના ભાગે માર મારેલ તેની સાથે રહેલ કુલદીપસિહ જાડેજાએ કપાળના ભાગે પ્લાસ્ટીકનો પાઇપ ફટકાર્યા હતો અને પ્રદિપસિંહના કાકાના દિકરાએ મોઢા ના ભાગે મુંઢ માર મારતા લોહીલુહાણા હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા સીટી-સી પોલીસ દોડી જઈ જરૂરી નિવેદન લઈ આરોપીની શોધખોળ આદરી હતી.આથી સીટી-સી પોલીસે બાવાજી યુવાનની ફરિયાદ પરથી ચાર શખ્સો વિરૂદ્ધ ઇ.પી.કો. કલમ ૩૨૩, ૨૯૪ (ખ) , ૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા જી.પી.એકટ કલમ -૧૩૫ ( ૧ ) મુજબ ગુનોં નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રાષ્ટ્રભક્તિથી તરબોળ કરનારા ‘વિરાંજલી’ મલ્ટી મીડિયા શૉ નું જામનગરમાં ભવ્ય આયોજન

0

વતનના વિસરાયેલા વીરોની વાત લઈને રાષ્ટ્રભક્તિ થી તરબોળ કરનારા ‘વિરાંજલી’ મલ્ટી મીડિયા શૉ નું જામનગરમાં ભવ્ય આયોજન

કાર્યક્રમમાં ૧૮૫૭ થી લઈ ૧૯૩૧ સુધીના આઝાદીના લડવૈયાઓની વિરગાથાને ખૂબ જ સચોટ અને રસાળ શૈલીમાં રજુ કરાશે

‘વિરાંજલી’ કાર્યક્રમનુ સર્વે નગરજનોએ નિદર્શન કરવા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બિનાબેન કોઠારી, કલેકટર ડો.સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી તથા સાંઈરામ દવે દ્વારા અપીલકાર્યક્રમના પ્રવેશ પાસ કલેકટર કચેરી તેમજ જામનગર મહાનગરપાલિકા ખાતેથી નિ:શુલ્ક મળી રહેશે

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૭ જૂન ૨૨ , ગુજરાત રાજ્ય રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત ‘આઝાદીકા અમૃત મહોત્સવ’ અંતર્ગત ભારત દેશની આઝાદીનો રક્ત નિતરતો અને હૃદયસ્પર્શી ઈતિહાસ રજુ કરતો ગુજરાતનો સૌ પ્રથમ મેગા મ્યુઝિકલ શૉ ‘વિરાંજલી’ નું જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તા.૧૯ જૂન રવિવારના રોજ સાંજે ૭.૩૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે.

જે અંગેની પ્રેસકોન્ફરન્સને સંબોધતા જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, લોક સાહિત્યકાઅર સાઈરામ દવે તથા કાર્યક્રમના ડીરેક્ટર વિરલ રાચ્છે જણાવ્યુ હતુ કે ભારતની નવી પેઢીમાં રાષ્ટ્રભક્તિના સંસ્કારો જાગૃત થાય, એવા ઉદેશ્યથી બનાવાયેલા અને સાંઇરામ દવેએ સમગ્ર સ્ક્રિપ્ટ લખ્યા પછી તેઓ સૌપ્રથમ આ ડ્રામામાં અભિનય કરી રહ્યા છે. જ્યારે સમગ્ર ‘વિરંજલી’ મલ્ટીમીડિયા શૉ નુ દિગ્દર્શન જામનગરના જ વિરલ રાચ્છ કરી રહ્યા છે ત્યારે નગરજનોએ આ મલ્ટીમીડિયા શૉ ને અચૂક નિહાળવો જોઈએ. આ કાર્યક્રમ તદન નિશુલ્ક છે જે અંગેના પ્રવેશ પાસ કલેકટર કચેરી તેમજ જામનગર મહાનગરપાલિકા ખાતેથી વિના મૂલ્યે મળી રહેશે. નવી પેઢીમાં રાષ્ટ્રભક્તિના સંસ્કારો જાગૃત થાય, તેમજ કાળની રેતીમાં ગર્ત થયેલા ક્રાંતિવીરોની કેટલીક સાવ અજાણી વાતો જાણવા માટે આ મલ્ટીમીડિયા શૉ નું આયોજન કરવામાં આવ્યું છે.ગુજરાતના યુવાનોને ગમે, અને ગળે ઉતરે તેવી શૈલીમાં અત્યાધુનિક સ્ટેજ અને સ્ક્રીનપ્લે સાથેના આ મલ્ટીમીડિયા શૉ વિરાંજલી સમિતિ પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત ‘વિરાંજલી’ કાર્યક્રમ ગુજરાતના જુદા-જુદા ૧૨ શહેરોમાં રજૂ થઇને ૧૩માં પ્રયોગ રૂપે જામનગરમાં રજૂ થવા જઈ રહ્યો છે. દેશ માટે ફાંસીના તખ્તા પર ચડનારા ભગતસિંહ, સુખદેવ અને રાજ્ગુરુના જીવન અને કવન તેમજ ૧૮૫૭ થી લઈ ૧૯૩૧ સુધીના આઝાદીના લડવૈયાઓની વિરગાથાને ખૂબ જ સચોટ અને રસાળ શૈલીમાં સાઈરામ દવેએ લખી છે, દેશભક્તિના ગીતો સાથે રજુ થનારા ગુજરાતના સૌથી મોટા મલ્ટીમીડિયા શૉ માં વિરાંજલી કાર્યક્રમને નાટક સ્વરૂપે દેશભક્તિ અને અવનવા દેશભક્તિના ગીતો સાથે રજૂ કરવામાં આવશે. તેમજ શહીદ વીરોની ઝાંખી બતાવવામાં આવશે.આ કાર્યક્રમ માટે તદ્દન નવા દેશભક્તિ ગીતોની રચના કરાઈ છે. જેને કિર્તીદાન ગઢવી, દિવ્યા કુમાર, ઓસમાણ મીર, ગીતા રબારી, ભૌમિક શાહ વગેરેએ સ્વર આપ્યો છે, તેમજ રાહુલ મૂંજારિયાએ એકદમ ફ્યૂજન સાઉન્ડ ટ્રેક પર સંગીતબદ્ધ કર્યા છે. ૧૦૦ થી વધુ કલાકારો સાથેના ‘વિરાંજલી’ મેગા શૉ ને દિગ્દર્શક વીરલ રાચ્છે ડિરેક્ટ કરેલું છે, ત્યારે અંકુર પઠાણે તેની કોરિયોગ્રાફી કરી છે. સમગ્ર ઈવેન્ટ ધ વિઝયુલાઈઝરના સી.ઇ.ઓ. જીતેન્દ્ર બાંધણીયા દ્વારા કો-ઓર્ડીનેટ કરવામાં આવી છે.

જામનગર શહેર માટે અવિસ્મરણીય બનનારા દેશ ભક્તિના ગીત-સંગીત સાથેના ‘વિરાંજલી’ મલ્ટીમીડિયા શૉ નુ સર્વે નગરજનોએ નિદર્શન કરવા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર અધ્યક્ષ વિમલ કગથરા, મંત્રી વિજયસિંહ જેઠવા, મેયર બિનાબેન કોઠારી, કલેકટર ડો.સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી તથા સાંઈરામ દવે દ્વારા અપીલ કરાઇ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.