Friday, October 16, 2026
Home Blog Page 281

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર જિલ્લામાં નિઃશુલ્ક યોગ મહાશિબિરનું આયોજન

0

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગર જિલ્લામાં નિઃશુલ્ક યોગ મહાશિબિરનું આયોજન

હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત

આ યોગ શિબિરનો લાભ લેવા 72908 76876 પર મિસ્ડ કોલ કરી રજિસ્ટ્રશન કરાવી શકાશેદેશ દેવી ન્યુઝ જામનગર તા.25 ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જામનગરમાં તારીખ ૨૮ અને ૨૯ ના રોજ નિઃશુલ્ક યોગ મહાશિબિરનું આયોજનમાં જામનગરની જનતાને લાભ લેવા અનુરોધ યોગએ ભારતની સમૃદ્ધ અને મહાન સાંસ્કૃતિક વિરાસત છે. જેનો પરિચય વિશ્વને ત્યારે થયો, જયારે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અથાક પ્રયાસોથી આપણી યોગકલા આજે વિશ્વ કક્ષાએ પહોંચી ચુકી છે. જેની ફલશ્રુતિ સ્વરૂપે UNO દ્વારા 21 જુનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે પણ જાહેર કરવામાં આવ્યો છે.21 જૂન, 2019ના રોજ રમત ગમત યુવા સાંસ્કૃતિક વિભાગ અંતર્ગત, ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો એકમાત્ર ઉદ્દેશ છે : ‘હવે તો બસ એક જ વાત, યોગમય બને ગુજરાત…’ આજે મહત્તમ લોકો યોગ સાથે જોડાઈને તંદુરસ્ત જીવનશૈલી અપનાવે, તેવા ઉત્કૃષ્ટ ઉદ્દેશ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિઃશુલ્ક યોગ મહાશિબિરનું જામનગર જિલ્લા ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લામાં આગામી તા.29 મેના રોજ નિઃશુલ્ક યોગ મહા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ નિઃશુલ્ક યોગ મહા શિબિરમાં યોગ અને આયુર્વેદ જેવા વિષયો પર નાગરિકોને વિશેષ માર્ગદર્શન આપવામાં આવશે.

આ ખાસ આયોજન હેઠળ 2 પ્રકારે કાર્યક્રમો યોજાશે. જેમાં પ્રથમ દિવસે તા.28 મે ના રોજ, બપોરે 3:30થી 6:00 કલાક દરમિયાન ‘યોગ પે ચર્ચા’ કાર્યક્રમનું આયોજન ધન્વંતરિ ઓડિટોરિયમ હોલ, DKV કોલેજ સર્કલ, જામનગર ખાતે કરવામાં આવ્યું છે. જયારે તા. 29 મે ના રોજ સવારે 5:30થી 7:30 દરમિયાન ‘નિઃશુલ્ક મહા યોગ શિબિર’નું ક્રિકેટ બંગલો, જિલ્લા પંચાયત, લાલ બંગલા પાસે આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરનું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કાર્યકર્તાઓ આ ખાસ શિબિરના પ્રચાર પ્રસાર અર્થે જામનગરમાં હાલ કામગીરી બજાવી રહ્યા છે. જામનગરના નાગરિકો આ યોગ શિબિરને સફળ બનાવવા માટે બહોળો પ્રતિસાદ અને સાથ- સહકાર આપે તે આવશ્યક છે. જામનગરની જાહેર જનતાને આ નિઃશુલ્ક મહા યોગ શિબિરનો મહત્તમ લાભ લેવા અને સ્વાસ્થ્યલક્ષી લાભો મેળવવા અનુરોધ કરાયો છે.

સુમેર ક્લબ રોડ પર રહેતા પટેલ ઉદ્યોગપતિની જમીનમાં કબ્જો: નોંધાઈ ફરિયાદ

0

જામનગરના ખેડૂતની વિરપર ગામની જમીન પચાવી પાડયાની લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ પોલીસ ફરિયાદ 

જામનગરમાં માસુમ બાળકી સાથે અડપલા કરનાર રિઝવાન ખીરાની સરભરા કરતા લોકો

0

જામનગરમાં માસુમ બાળકી સાથે અડપલા કરનાર રિઝવાન ખીરાની સરભરા કરતા લોકો

ધોલાઇ બાદ લોકોએ આરોપીને સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં સુપરત કરી દીધો

દેશ દેવી ન્યુઝ જામનગર 24.: શહેરમાં તાજેતરમાં જ એક બાળક સાથે દુષ્કર્મની ઘટનાની સ્યાહી હજુ સુકાઇ નથી ત્યાં વધુ એક બાળકી સાથે ચેનચાળા-અડપલાના બનાવ શહેરમાં ભારે ચકચાર જગાવીછે.શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતી એક બાર વર્ષીય બાળકી સાથે આવુ ધૃણાસ્પદ બનાવ બન્યો છે, હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતો રિઝવાન ગનીભાઈ ખીરા નામનો 22 વર્ષનો એક શખ્સ ત્યાં પહોંચી ગયો હતો, અને બાળકીની એકલતાનો લાભ લઈ તેણીની ગુપ્ત ભાગ પર હાથ ફેરવી અડપલાં કર્યા હતા.

બાળકીને પોતાના ઘેર પરત આવવામાં વાર લાગી જતાં તેની દાદી શોધતાં-શોધતાં ઉપરોક્ત સ્થળે પહોંચી ગઈ હતી, અને તેણે ઉપરોક્ત નરાધમ શખ્સને રંગેહાથ પકડી પાડયો હતો, અને બૂમાબૂમ કરી હતી. જેથી આસપાસના વિસ્તારના લોકો એકત્ર થઇ ગયા હતા અને રિઝવાન ખીરા ને પકડી લઈ મેથીપાક ચખાડ્યો હતો, અને સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં સુપરત કરી દીધો હતો.આ બનાવ અંગે બાળકીની દાદીને ફરિયાદના આધારે પોલીસે રિઝવાન ખીરાની અટકાયત કરી લઇ તેની સામે પોકસો સહિતની જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેના કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવને લઇને શંકરટેકરી વિસ્તારમાં ભારે ચકચાર જાગી છે. વધુ તપાસ PSI આર.ડી ગોહીલ ચલાવી રહ્યા છે.

હાર્દિક પટેલની ભાજપમાં જોડાવવાની અટકળોને લઇને મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું નિવેદન

0

હાર્દિક પટેલની ભાજપમાં જોડાવવાની અટકળોને લઇને મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું નિવેદન

હાર્દિક અમારો સંપર્ક કર્યો નથીઃ પ્રદીપસિંહ વાઘેલા

દેશ દેવી ન્યુઝ જામનગર 23. ભાજપના મહામંત્રીએ હાર્દિક પટેલ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે હાર્દિક પટેલે ભાજપનો સંપર્ક કર્યો નથી. એટલે હાલમાં હાર્દિક પટેલના ભાજપમાં જોડાવાનો પ્રશ્ન નથી. અમે પણ હાર્દિક પટેલનો સંપર્ક કર્યો નથી. મહત્વનું છે કે ચૂંટણી પહેલાની આ રાજનીતિ છે પડ્યા બોલ ઝીલવાએ અશક્ય વસ્તુ છે.અંદરખાને થતાં સેટિંગને કોઈ પણ પાર્ટી સપૂર્ણ રીતે ઉજાગર કરતી નથી. એક તરફ ખાસ સૂત્રો કહી રહ્યા છે કે હાર્દિક ભાજપમાં જોડાય તેવી શક્યતા 70% છે જ્યારે આપમાં જોડાય તેવી સંભાવના 30% છે ત્યારે અંદરખાને શું ખિચડી રંધાય છે એતો આવનાર સમયમાં ખબર પડશે.

અનૈતિક સંબધની લાલચ આપી વૃઘ્ધની ઘાતકી હત્યા કરાઈ : ભેદ ઉકેલાયો : આરોપી દંપતિની ધરપકડ

દ્વારકામાં થયેલ વૃઘ્ધની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલાયો : આરોપી દંપતિની ધરપકડ

અનૈતિક સંબંધની લાલચ આપી બાવળની ઝાડીમાં લઇ ગયા બાદ હત્યા નિપજાવ્યાનું ખુલ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર-દ્વારકા: 23. યાત્રાધામ દ્વારકાની ભાગોળે જામનગર રોડ પર અવાવરૂ સ્થળે વૃધ્ધની ઘાતકી હત્યાના બનાવનો ભેદ સ્થાનિક પોલીસ અને ક્રાંઇમ બ્રાંચએ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખતા આરોપી ડીસા પંથકના સદરપુરના વતની દંપતિને પકડી પાડયુ હતુ.પોલીસે મૃતક વૃધ્ધનો મોબાઇલ અને થેલો બંને પાસેથી કબજે લીઘો હતો.
હત્યા પ્રકરણમાં પ્રાથમિક તબકકે આરોપી મહિલાએ સંબંધની લાલચ આપી તેને અવાવરૂ સ્થળે લઇ ગયા બાદ પાછળથી આવેલા તેના પતિએ પથ્થરના ઘા ઝીંકી ઢીમ ઢાળી દિધુ હોવાનુ ખુલ્યુ છે.જે બાદ મૃતદેહને સળગાવી અર્ધબળેલી હાલતમાં મુકી નાશી છુટયાનુ ખુલ્યુ છે. દ્વારકા નજીક જામનગર રોડ પર એક હોટલ નજીક અવાવરૂ સ્થળે બાવળની ઝાડી પાસેથી એક વૃધ્ધનો અર્ધબળેલો મૃતદેહ સાંપડયો હતો.જેની જાણ થતા પીઆઇ પી.એ. પરમાર અને મદદનીશ મશરીભાઇ સહિતની ટીમ તાત્કાલિક દોડી ગઇ હતી.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેને પીએમ અર્થે ખસેડી મૃતકની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસે મૃતકના કોલર ટેગના આધારે કચ્છ ભણી તપાસ લંબાવતા મૃતક વૃધ્ધ મેમાભાઇ પંચાણભાઇ ચાવડા રે. વિરા હોવાની ઓળખ મળી હતી.

જેની જાણ કરતા મૃતકના પુત્ર માલદેભાઇ ઉર્ફે માધાભાઇ ચાવડા આવ્યા હતા.જેની ફરીયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓના સગડ મેળવવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી હતી.પોલીસે બાતમીદારો ઉપરાંત ટેકનીકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી આરોપી યુગલ દિપક ઇશ્વરભાઇ છત્રાલીયા અને તેના પત્ની લીલાબેનને સકંજામાં લીધા હતા.પોલીસે બંનેની યુકિત પ્રયુકિતથી પુછપરછ કરતા ભાંગી પડયા હતા અને ગુનો કબુલ્યો હતો.પોલીસે બંનેના કબજામાંથી મૃતકનો મોબાઇલ અને થેલો પણ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં આરોપી મહિલાએ સંબંધની લાલચ આપી મૃતકને બાવળની કાટમાં લઇ ગયા બાદ પાછળથી આવેલા તેના પતિ દિપકે માથા, કપાળ અને નાકના ભાગે પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી લાશને સળગાવી અર્ધબળેલી હાલતમાં મુકી મોબાઇલ-થેલો લઇ નાશી છુટયાનુ સામે આવ્યુ છે.

જામનગર જીલ્લાના વધુ બે બુટલેગર ‘પાસા’ના પાંજરે પુરાયા : નામીચા માથે લટકતી તલવાર

0

જામનગર જીલ્લાના વધુ બે બુટલેગર ‘પાસા’ના પાંજરે પુરાયા

શહેરમાં ગુનાહીત પ્રવૃતિ સાથે સંકળાયેલા નામીચા શખ્સો માથે લટકતી તલવાર: ઘાણવો નિકળશે : ગુનેગારોમાં જોરશોર ચર્ચાં હવે કોની વારી : ફફડાટદેશ દેવી ન્યુઝ જામનગર 23.જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ દ્વારા શહેર અને જિલ્લામાં રહેલા બુટલેગરો તથા માથાભારે ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી અંતર્ગત પાસા હેઠળ ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહીમાં જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર કીર્તિ પાન વાલી શેરીમાં પ્રણામીનગરમાં રહેતાં મહાવીરસિંહ દેવાજી જાડેજા નામના શખ્સ વિરૂધ્ધ પ્રોહિબીશન અને મારામારી તથા પોલીસની ફરજમાં રૂકાવટ સહિતના એક ડઝન ગુના નોંધાયા છે અને રણજીતસાગર રોડ પર મારૂ કંસારા હોલ સામે આવેલા ન્યુ નવાનગર સોસાયટીમાં રહેતા જયરાજસિંહ મહિપતસિંહ સોઢા નામના શખ્સ વિરૂધ્ધ પ્રોહિબીશનના ચાર ગુનાઓ નોંધાયા છે. આ બન્ને શખ્સો વિરુધ્ધ એલસીબીએ કરેલી પાસાની દરખાસ્ત જિલ્લા કલેકટરે મંજૂર કરી હતી.જેથી એલસીબીના પીઆઇ કે.કે. ગોહિલ સૂચનાથી સ્ટાફે બન્નેની ધરપકડ કરી મહાવીરસિંહ જાડેજાને વડોદરા મધ્યસ્થ જેલમાં અને જયરાજસિંહ સોઢાને સુરત લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોકુલનગરમાં “વેવાઈ” ની ધમકીમાં ”વેવાણ” ના પગ કપાયા: થઈ ફોજદારી

0

વેવાઈ પક્ષ સાથે ચાલતાં ડખ્ખામાં મહિલાના પતિને ધમકી મળતાં મહિલાએ આપઘાત કરવા ટ્રેન હેઠળ ઝંપલાવતાં બંને પગ કપાયા

શહેરના ગોકુલનગર પાણાખાણ વિરતારનો બનાવ પોલીસે ધાક – ધમકીની ફરિયાદ નોંધી

આરોપી :- રામજી બચુભાઈ સોલંકી રહે. ઓખા જી.દેવભૂમિ દ્વારકા

દેશ દેવી ન્યુઝ જામનગર 23 શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા આશાબેન નામની મહિલાના ટ્રેન હડફેટ બંને પગ કપાઈ જતા ચકચાર મચી જવા પામેલ જામનગર શહેરમાં પારીવારીક ડખ્ખામાં વેવાઈ પક્ષે પતિને આપેલી ધમકીથી ચિંતિત પત્નીએ ટ્રેન નીચે આપઘાતનો પ્રયાસ કરતાં બન્ને પગ કપાઈ જતાં ચકચાર જાગી છે . પોલીસે વેવાઈ પક્ષ સામે ગુનો નોંધ્યો છે.શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં રંજનબેન નામની મહિલાની પુત્રવધુ રીસાઇને માવતરે ચાલી ગઈ હતી . જે બાબતે બન્ને વેવાઈ પક્ષ વચ્ચે ડખ્ખો ચાલતો હતો . જેમાં વેવાઈ પક્ષે ફોન પર ઝગડો કરીને ધાક – ધમઆપી હતી. આ ડખ્ખાથી ચિંતિત મહિલાએ આપઘાત કરવા માટે શનિવારે બપોર પછી ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું અને મહિલાના બન્ને પગ ટ્રેનમાં કપાઈ જતાં ચકચાર મચી જવા પામી છે . આ ઘટનાની જાણ થતાં જ PSI આર.ડી.ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતાં . મહિલા બેભાન હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં . આ બનાવ અંગેની પોલીસે મહિલાના પતિની ધાક – ધમકીની ફરિયાદ પરથી IPC કલમ ૫૦૪, ૫૦૬ (૨), ૫૦૭ મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

બ્રેઇનડેડ નિધીના પરિજનોએ અંગદાન કરીને 5 જરૂરિયાતમંદના જીવનનો દીપ પ્રજવલ્લિત કર્યો

0

વિધિ’ એ ૨૦ વર્ષની ‘નિધી’ ના લેખ અલગ જ સ્યાહી થી લખ્યા !

પિતા નિધીના લગ્ન માટે વારાણસીમાં છોકરો જોવા ગયા એ દરમિયાન જ નિધીને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા તે બ્રેઇનડેડ થઇ

બ્રેઇનડેડ નિધીના હ્યદય, બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું અંગદાન કરાયું

બ્રેઇનડેડ નિધીના પરિજનોએ અંગદાન કરીને ૫ જરૂરિયાતમંદના જીવનનો દીપ પ્રજવલ્લિત કર્યોદેશ દેવી ન્યુઝ જામનગર 20 .જામનગરમાં રહેતા શ્રીવાસ્ત પરિવારના મોભી સોનુલાલ વારાણસી ગયા હતા. પ્રેમ ,વ્હાલ અને વાત્સલ્યની લાગણીઓ વચ્ચે ઉછરીને મોટી થયેલ નિધીના લગ્ન નક્કી કરવા. બાળપણથી પ્રેમ અને સ્નેહ વચ્ચે ઉછરેલી નિધી હવે અન્યોના પ્રેમ અને લાગણીઓ સાથે જોડાવવા જઇ રહી હતી.જામનગરથી વારાણસી જતી વખતે મુસાફરી દરમિયાન નિધીના સમગ્ર પરિવારે મનોમન લગ્નની સંપૂર્ણ તૈયારીઓ પણ કરી લીધી હશે. સગાઇ થી લઇ કપડાની ખરીદી, ઠાઠ-માઠ થી લગ્ન કરવાની તડામાર તૈયારીનું મોજુ મનમાં ફરી ગયું હશે..આ તમામ વચ્ચે એકાએક કિસ્મતનું વંટોળ આવ્યું અને સોનુલાલને પિતા કહેનારી દિકરી તેમનાથી વિખૂટી પડી ગઇ.

જામનગરમાં વસતા અને મૂળ વારાણસીના શ્રીવાસ્તવ પરિવારની નિધીને માથાના ભાગમાં ઇજા થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. સારવાર દરમિયાન ક્ષણ માટે પણ એમ નહોતું લાગ્યું કે નિધી જીવન ટૂંકાવી દેશે. પરંતુ વિધાતાએ નિધીના લેખ કંઇક અલગ જ સ્યાહી થી લખ્યા હશે. ૪ દિવસની સધન સારવારના અંતે નિધીને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી.બ્રેઇનડેડ થયા બાદ નિધીના પિતાએ પોતાની દિકરીને અન્યોમાં જીવંત રાખવા અંગદાનનો નિર્ણય કર્યો. નિધી, શ્રીવાસ્ત પરિવારથી જૂદી તો થઇ ગઇ પરંતુ તેની લાગણીઓ અને પરોપકારવૃતિ દ્વારા તે અન્યોના પરિવારનો અભિન્ન અંગ બની ગઇ.

અંગદાનમાં મળેલ નિધીનું કોમળ અને ઋજુ સ્વભાવ ધરાવતું હ્યદય, તેની બંને કિડની, લીવર અને સ્વાદુપિંડનું દાન મળ્યું. જે અન્ય જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.

નિધી તો શ્રીવાસ્ત પરિવાર થી છૂટી પડી પરંતુ અન્ય ૫ વ્યક્તિઓ અને પરિવાર થકી અંદાજીત ૨૫ ને નવજીવન આપી ગઇ. કેમકે અંગદાનમાં મળેલા અંગોથી એક વ્યક્તિનું જીવન સુધર્યુ અને આખાય પરિવારના સંધર્ષનો કદાચિત અંત આવ્યો.

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ આ ભાવૂક ક્ષણે ભાવસભર સ્વરે કહે છે કે, નિધી જેવા કેટલાય નવયુવાનો કે જેમણે પોતાની પ્રતિભાથી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી થવાનું હતુ તેઓ વિધીના લેખ આગળ ઘૂંટળીયા ટેકી ગયા. પરમાત્માં સામે તો કોઇનુંય ચાલતુ નથી. પરંતુ હા પરમાત્માની મરજી બાદ પરિવારજનોનો આત્મા જ્યારે અંગદાનની મંજૂરી આપે છે ત્યારે તે કદાચ પરમાત્મા સાથે પોતાના સ્વજનનું મિલન કરાવે છે.

નિધીના અંગ દાનથી સિવિલ હોસ્પિટલમાં ૧૦૦ કિડનીના દાન પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં સિવિલ હોસ્પિટલમાં ૬૨ અંગદાતાઓના અંગદાન થી મળેલા કુલ ૧૯૫ અંગોથી ૧૭૩ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.

થોડા દિવસ અગાઉ અંગદાન વિષે લખતી વખતે અંગદાનની પ્રક્રિયા સાથે સંકળાયેલા એક સ્વાસ્થય કર્મીને અંગદાનની પ્રક્રિયા દરમિયાનની સંવેદનશીલ ક્ષણ વિશે પૂછતા પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું કે, જ્યારે આઇ.સી.યુ.માં કોઇ યુવાન દર્દીનું મૃત્યું કે તે બ્રેઇનડેડ થાય છે તે અમારા માટે વધું લાગણીસભર ક્ષણ હોય છે. જીવનના ગણતરીના વર્ષો વિતાવ્યા હોય, જીંદગીને જીવતા હજૂ તો શિખ્યા હોય અને ત્યાં જીંદગી મૃત્યુ સમીપે પહોંચી જાય તેનાથી દુ:ખદ વળી શું હોઇ શકે ?

લખ્યા જે લેખ વિદ્યાતાએ તારા, તે વિધાતા જાણે,એ જાણવા કાજે, તુ ફિકર બહુ કરે છે શાને,આવતા આ જગમાં લાવ્યો છે જેવું તું તારી સાથે,છોડતા આ જગ લઇ જશે તેવું તું તારી સાથે

પંચેશ્વર ટાવર ફરતે દબાણ દૂર કરવા ગયેલ એસ્ટેટની કામગીરીમાં કોર્પોરેટરના ‘પતિદેવ’ બન્યા ખલનાયક

0

પંચેશ્વર ટાવર ફરતે દબાણ દૂર કરવા ગયેલ એસ્ટેટની કામગીરી કોર્પોરેટરના ‘પતિદેવ’ બન્યા ખલનાયક: કર્મચારી ઉપર ‘રોફ’ જમાવ્યો : એસ્ટેટમાં રેવું છે કે.. પછી.. પાછા બદલાની નાખુ.!!

જામનગરના પંચેશ્વર ટાવરની ફરતે દબાણ કરીને ઊભા રહેતા ચાર જેટલા રેકડી ધારકોને આજે એસ્ટેટ શાખાની ટુકડીએ દૂર કર્યા છે: પાછા આવી ગયા. પંચેશ્ર્વર ટાવરની રેલિંગની અંદર માલસામાન ખડકી દેતા બ્યુટીફીકેશન લાગ્યું ગ્રહણ: કાયમી રાઉન્ડ લગાવા લોકોની માંગદેશ દેવી ન્યુઝ જામનગર 19. જામનગરની મધ્યમાં આવેલા પંચેશ્વર ટાવર નજીક કેટલાંક રેકડી ધારકો અડીંગો જમાવીને ઉભા રહે છે, એટલું જ માત્ર નહીં પરંતુ પંચેશ્વર ટાવરની ફરતી બનાવાયેલી રેલિંગની અંદર પોતાનો માલ સામાન ખડકી દઇ ટાવરની અંદર પણ દબાણ કરી રહ્યા છે, જે અંગેની ફરિયાદ મળ્યા પછી આજે જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાની ટુકડી પંચેશ્વર ટાવર પાસે પહોંચી ગઈ હતી, અને દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. તેવામાં કોર્પોરેટરના પતિદેવે વિલન બની રોફ જમાવ્યો..સાથે કામગીરી ”ન” કરવા દબાણ કર્યું  કર્મચારીને જુના ફિલ્મી ડાયલોગના તાલે ડાટી મારી જોઈ લેશું..પંચેશ્વર ટાવરની ફરતે શેરડીના રસનો વિક્રેતા, એક ગાંઠીયાનો વિક્રેતા, ઉપરાંત ચાનું વેચાણ કરતાં એક વિક્રેતા વગેરે દ્વારા દબાણ કરવામાં આવેલું છે, એટલું જ માત્ર નહીં કેટલાક રેંકડી ધારકો દ્વારા પોતાનો માલ સામાન પંચેશ્વર ટાવરની ફરતે બનાવવામાં આવેલી સુરક્ષાની રેલિંગ કે જેની અંદર પણ પોતાનો માલસામાન રાખીને દબાણ સર્જે છે, સાથોસાથ પંચેશ્વર ટાવરનું બ્યુટીફીકેશન પણ બગાડી નાખે છે. આવા રેકડીધારકો સામે આજરોજ સવારથી કામગીરી હાથ ધરવામાં આવી હતી, અને પંચેશ્વર ટાવર નું પરિસર સંપૂર્ણપણે ખાલી કરાવી દેવાયું છે. પરંતુ કોર્પોરેટરના પતિદેવ એસ્ટેટની કામગીરીમાં ખલનાયક બની જતા રકજક બાદ કર્મચારીએ ટસમાંથી મસ ન થઈ તમામ રેકડી હટાવી લેવાની કામગીરી હાથ ધરી હતી

કાલાવડમાં સત્સંગના નામે વૃદ્ધને ધોકા ફટકાર્યાં: સત્સંગી સામે ફરીયાદ

0

કાલાવડ તાલુકાના બાંગામાં સત્સંગમાં નહીં આવવા દેવા બાબતે વૃઘ્ધ ઉપર હુમલો

દેશ દેવી ન્યુઝ જામનગર 19.કાલાવડ તાલુકાના બાંગા ગામમાં રહેતા અને ખેતી કરતા ગોપાલભાઈ ભુરાભાઈ ચોવટીયા (ઉ.વ.60) નામના વૃદ્ધ બુધવારે સવારના સમયે બજારમાં રમેશ નાથા ચોવટીયાની દુકાન પાસેથી પસાર થતા હતાં ત્યારે રમેશ ચોવટીયા નામના શખ્સે વૃધ્ધ ગોપાલભાઈને આંતરીને ‘તારા ઘરના સભ્યોને અમારા ઘરે સત્સંગમાં કેમ આવવા દેતો નથી’ તેમ કહી અપશબ્દો બોલી બોલાચાલી કરી હતી. જેથી વૃધ્ધે અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા રમેશે દુકાનમાંથી લાકડાનો ધોકો લઇ આવી વૃદ્ધના વાંસાના ભાગે ઘા માર્યો હતો અને મારી નાખવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ અંગે ગોપાલભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ એસ.આર. ચાવડા તથા સ્ટાફે રમેશ ચોવટીયા વિરૂઘ્ધધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.