Friday, October 16, 2026
Home Blog Page 282

જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને પ્રી-મોન્સુન કામગીરી અંગેની બેઠક યોજાઇ

0

જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને પ્રી-મોન્સુન કામગીરી અંગેની બેઠક યોજાઇ

પાણીના પ્રવાહની તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં જાણ કરી શકાય તે હેતુથી વોર્નિંગ સિસ્ટમ અમલમાં મૂકવા જિલ્લા કલેકટરનું સૂચન

જિલ્લામાં જાન માલનું નુકસાન અટકાવવા આગોતરી તૈયારીઓ હાથ ધરી ચોમાસાને સંલગ્ન જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા અધિકારીઓને સૂચના અપાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૮ મે, જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને આગામી ચોમાસાને અનુલક્ષીને જિલ્લામાં ઓછામાં ઓછી જાન માલની નુકસાની થાય તેમજ જનજીવન અસરગ્રસ્ત ન બને તે હેતુથી સંલગ્ન તમામ વિભાગો સાથેની પ્રી-મોનસુન કામગીરી અંગેની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.બેઠકમાં જિલ્લા કલેકટરએ વિવિધ વિભાગના અધિકારીઓને શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસામાંના કારણે જાન માલનું નુકસાન અટકાવવા આગોતરી તૈયારીઓ પૂર્ણ કરવા તેમજ ચોમાસાને સંલગ્ન જરૂરી ડિઝાસ્ટર પ્લાન તૈયાર કરવા સૂચના આપી હતી. તેમજ વિભાગો દ્વારા હાથ ધરાઇ રહેલ કામગીરીની સમીક્ષા કરી હતી.

આ બેઠકમાં કલેકટરએ લગત વિભાગોને રેસક્યુ, સર્વે તથા સર્ચ ટીમ તૈયાર રાખવા, આશ્રય સ્થાનો તૈયાર કરવા, પાણી નિકાલના માર્ગ પરના અવરોધો દૂર કરવા, સ્વૈચ્છિક સંસ્થાઓ તથા સ્વયંસેવકોની યાદી બનાવવા, માનવ કે પશુ મૃત્યુના કિસ્સામાં ત્વરિત કાર્યવાહી હાથ ધરવા, તરવૈયા તેમજ આપદા મિત્રોની યાદી બનાવવા, બુલડોઝર, જે.સી.બી., ટ્રક સહિતના સાધનો તૈયાર રાખવા, વીજ પુરવઠો જળવાય તેની તકેદારી રાખવા, દરિયાકાંઠે જરૂરી સિગ્નલો લગાવાવા, જર્જરિત ઇમારતો તથા ભયજનક વૃક્ષો દૂર કરવા, રેસ્ક્યું માટેના વાહનોની યાદી બનાવવા, ડી.ડી.ટી. છંટકાવ, વોટર કલોરીનેશન તેમજ જરુરી દવાઓનો જથ્થો અનામત રાખવા વગેરે બાબતે સૂચન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.વધુમાં કલેકટરએ પાણીનો પ્રવાહ વધે, ડેમ ઓવરફ્લો થાય કે પાણીનો ભરાવો થાય તેવા સંજોગોમાં તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારોમાં જાણ કરી શકાય તે હેતુથી વોર્નિંગ સિસ્ટમ અમલમાં મૂકવા સૂચન કરી દરેક ગામોની સંપર્ક યાદી બનાવી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા પણ જણાવ્યું હતું.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે ફૂડ પેકેટ માટે સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન કરવા, મૃત પશુઓના યોગ્ય નિકાલ કરવા, વિવિધ તાલુકાઓમાં NDRF, SDRF ના જવાનો માટે આશ્રય સ્થાન સુનિશ્વિત કરવા, લોકોને જળ પ્રવાહની આગોતરી જાણ કરવા સહિતની બાબતે સૂચન કરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, અધિક નિવાસી કલેકટર  મિતેષ પંડયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર, સર્વે પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફિસર ઓ, આર્મી, નેવી, એરફોર્સના અધિકારીઓ, પોલીસ વિભાગ, હોમગાર્ડ વિભાગ, મત્સ્ય ઉદ્યોગ વિભાગ, સિંચાઇ વિભાગ, પી.જી.વી.સી.એલ. વિભાગ, એસ.ટી.વિભાગ, આર.ટી.ઓ.વિભાગ, શિક્ષણ વિભાગ, ખેતીવાડી તથા પશુપાલન વિભાગ, વન વિભાગ, માહિતી વિભાગ, કોસ્ટ ગાર્ડ, આરોગ્ય વિભાગ, પુરવઠા વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિતના વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં પાડા-પાડીની કતલ સામે ‘પાસા’ લગાડવાનો પરિપત્ર રદ્દ કરવા કોંગ્રેસી નગરસેવિકા મેદાને

0

ગુજરાતમાં પાડા-પાડીની કતલ સામે ‘પાસા’ લગાડવાનો પરિપત્ર રદ્દ કરવા કોંગ્રેસી નગરસેવિકા દ્વારા આવેદનદેશ દેવી ન્યુઝ જામનગર 18 .ગુજરાતમાં પાડા-પાડીની કતલ કરનાર સામે પાસાનું શસ્ત્ર ઉગામવાનો પરિપત્ર જારી કરાયો છે. જે ગેરબંધારણીય હોવાથી તેને રદ્દ કરવાની માંગણી સાથે કોંગી નગરસેવિકાના નેજા હેઠળ જામનગર જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જેમાં પરિપત્ર રદ અથવા પરત ખેંચવા માંગણી કરવામાં આવી છે.શહેરના વોર્ડ નં. 12ના કોંગ્રેસના કોર્પોરેટર જેનબબેન ખફીની આગેવાનીમાં મંગળવારે કલેકટરને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યાનુસાર ભેંસ, પાડા-પાડીને વારંવાર કતલના અપરાધીને પાસાનો કાયદો લગાવવાનું જણાવાયું છે. જે બંધારણ વિરુદ્ધ છે. તેની હેરફેર ઉપર પ્રતિબંધ છે. પરંતુ પાડા પાડીના ઉપભોગ પર પ્રતિબંધ નથી. થોડા દિવસો બાદ બકરી ઈદનો તહેવાર આવનાર છે. ત્યારે આ પરિપત્ર બંધારણ વિરુદ્ધનો હોય રદ્દ કરવો જોઈએ.ભારતના બંધારણ મુજબ ધર્મ સ્વતંત્રતાના હક્ક ઉપર તરાપ છે. ભવિષ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ સરક્યુલર બહાર પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ આવેદનપત્રમાં કરી પરિપત્ર પરત ખેંચવા માંગણી કરી છે.

લાલબંગલા પાસે લસ્સીના વેપારી ભાવેશ મહેતા સહિત 3 શખ્સોએ 200થી વધુ લોકોને ઉતાર્યાં શિશામાં

0

લસ્સીના વેપારી અને બે નિવૃત શિક્ષકોએ ભેગા મળીને 200થી વધુને ઉતર્યાં શિશામાં: કરોડોનું ફુલેકુ જામજોધપુરના જૈન આસામીએ નોધાવી ફરિયાદ

કરોડાના ફુલેકા પ્રકરણમાં જામનગરનો કુખ્યાત સિંધી વેપારી સમગ્ર મામલો પતાવી દેવા મેદાને ઉતયોં  ‘તો…

જામનગર શહેરના લીમડા લાઇન સોઢા સ્કુલ પાસે રહેતા અને લાલબંગલા વિસ્તારમાં લસ્સીનો ધંધો કરતા ભાવેશ પ્રવિણચંદ્ર મહેતાએ શહેરના કેટલાય આસામીને શીરામાં ઉતાર્યાં નો અહેવાલ દેશ દેવી ન્યુઝે 14 ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ કર્યાં હતો.

એકના ડબલ ના ચક્કરમાં શહેરના નામાંકીત લોકોનો સમાવેશ : આવાનાર દિવસોમાં ભોગગ્રસ્ત ફરિયાદ નોંધાવા આગળ આવે તો નવાઈ નહી

આરોપી : (૧) ભાવેશભાઇ પ્રવિણચંદ્ર મહેતા વાણીયા રહે .” ભવદિપ ” સોઢા સ્કુલ પાસે , લીમડા લાઇન જામનગર (ર) નિઝારભાઇ સદરૂદીન આડતીયા ખોજા (નિવૃત શિક્ષક ) ઉવ .૪૬ રહે . જામનગર મહિલા કોલેજ પાછળ , ઇન્દ્રદિપ સોસાયટી ( ૩ ) દોલતભાઇ દેવાંનદાસ આહુજા સિંધી ( નિવૃત શિક્ષક ) ઉવ .૪૫ રહે . જામનગર વાલકેશ્વરી , સોસાયટી મો.નં- ૯૪૨૭૬ ૮૭૭૨૭ તથા તેના સાથે સંકળાયેલા ઇસમો ( આરોપી અટક કરવા પર બાકી છે .દેશ દેવી ન્યુઝ જામનગર 18 . જામનગર શહેરના લીમડા લાઇન સોઢા સ્કુલ પાસે રહેતા અને લાલબંગલા વિસ્તારમાં લસ્સીનો ધંધો કરતા ભાવેશ પ્રવિણચંદ્ર મહેતાએ શહેરના કેટલાય આસામીને શીરામાં ઉતાર્યાં નો અહેવાલ દેશ દેવી ન્યુઝે પ્રસિદ્ધ કર્યાં હતો તે બાદ લોકો છેતરાણા હોવાનો અહેસાસ થતા લેણદારોની ભીડ ભાવેશ મહેતાના ઘરે લાગી હતી. અને શહેરમાં ખળભળાટ મચી જવા પામેલ હતોતેમાં ઘણા લેણદારો એતો મલકત લખાવી લીધી હોવાનું મનાઈ રહ્યું છે.લીમડા લાઇન સોઢા સ્કુલ પાસે રહેતાભાવેશ પ્રવિણચંદ્ર મહેતા અને બે શિક્ષકોએ ભેગા મળી આચર્યું કૌભાંડ ઉંચા વળતરની લાલચ આપી નામાંકીત ને બોટલમાં ઉતાર્યાં તપાસનો ધમધમાટ શરૂ થતા દોડધામ સૌપ્રથમ એચ.યુ.એફ. પેઢી ” તથા ” તજીલા ટ્રેડીંગ કંપની “ ઉભી કરી , માર્કેટમા સારૂ એવુ જ્ઞાન હોય તેવુ જણાવી રોકાણકારોને સારૂ વળતર જેમા દર મહીને ત્રણ થી સાડા ચાર ટકા જેટલુ ચોક્કસ વળતર આપવાની ખાત્રી અને વિશ્વાસ આપી રોકાણકારોએ કરેલ રોકાણ અંગેનુ સ્ટેમ્પ પેપર પર લખાણ કરી ચેકો લખી આપી રોકાણ કરાતા લોકોને વિશ્વાસ આપી , તેમજ પૈસા રોકવાની સ્કીમો ચલાવી બીજા રોકાણકારોને નાણા રોકવા માટે પ્રેરવા સારૂ આકર્ષક સ્કીમો આપી પ્રસિધ્ધી કરતા ફરીયાદીએ પોતાના તથા પરીચીતોની રકમ મળીને કુલરૂ -૨ , ૩૭,૫૦,૦૦૦ / – ( બે કરોડ સાડત્રીસ લાખ પચાસ હજારરૂપીયા ) તદઉપરાંત ૨૦૦ થી વધુ વ્યકિતઓએ આ સ્કીમમા રકમનુ રોકાણ કરતા જે રોકાણ કરેલ રકમ કે , તે રકમનુ વળતર પરત ન આપી , આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમા વાપરી નાંખી ઓળવી જઇ ફરીયાદી તથા રોકાણ કરેલ રોકાણકારો સાથે વિશ્વાસસઘાત અને છેતરપીંડી કરી , તમામ આરોપીઓએ , પૂર્વયોજીત કાવતરૂ રચી , એકાબીજાને મદદ ગારી કરી ગુન્હો કર્યા બાબત .આથી જામજોધપુર પોલીસે હિમાંશું ચંદુલાલ મહેતાની ફરિયાદ પરથી ગુન્હોઇ.પી.કો.કલમ -૧૨૦ ( બી ) , ૪૦૬, ૪૨૦ , ૧૧૪  તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઈન્ગ્રેસ્ ઓફ ડીપોઝીટ ( ઇન ફાયનાન્સીયલ ઈસ્ટેબ્લીશમેન્ટ્સ ) એકટ -૨૦૦૩ ની કલમ ૩ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી જામજોધપુરના Pl કે.વી ઝાલા ચલાવી રહ્યા

ફલા નજીક વાડી વિસ્તારમાં વૃદ્ધને લુંટી લેતી ચાર શખસોની ટોળકી

0

ફલા નજીક વૃદ્ધને લુંટી લેતી ચાર શખસોની ટોળકી

માર મારી રોકડ-દાગીના સહિત રૂ. 60 હજારનો મુદ્દામાલ લૂંટી ચાર શખ્સો ફરારદેશ દેવી ન્યુઝ જામનગર 17. જામનગર જિલ્લામાં ગઇકાલે રાત્રે લૂંટની ઘટના સામે આવી છે. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર જામનગર તાલુકાના ફલા ગામે રહેતા ટીનાભાઇ ભરવાડ ગતરાત્રીના પોતાની વાડીએ રખોપું કરવા ગયા હતા. દરમિયાન મોડી રાત્રે બારેક વાગ્યાના ગાળા દરમિયાન અજાણ્યા શખ્સોએ વાડીમાં ઘુસી ભરવાડ આસામી પર હુમલો કર્યો હતો.વાડીએ રખોપુ કરવા ગયેલા આસામી કંઇ સમજે તે પૂર્વે ચારેય શખ્સોએ માર મારી તેમણે કાનમાં પહેરેલા સોનાના ઠોરીયા અને રોકડ રકમ લઇ નાસી ગયા હતા. આ બનાવની રાત્રે જ આસામીએ તેમના પુત્રને જાણ કરી હતી. વાળુએ પહોંચેલા પુત્રએ પિતાને હોસ્પિટલ ખસેડી પંચકોશી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેને લઈને એલસીબી-એસઓજી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે રાજકોટ, જામનગર અને કચ્છના તરફના રોડ પર જુદી જુદી જગ્યાએ લગાવેલા સીસીટીવી ચેક કરવા સહિતની તજવીજ હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી લુંટારુ શખ્સો શ્રમિક હોવાનું અને ભરવાડ આસામી પર નજર રાખતા હોવાનું જાણવા મળ્યું છે. ગઈકાલે તેમને તક મળતાં બનાવને અંજામ આપી આરોપીઓ નાસી હતા. જો કે આરોપીઓના કોઈ સગડ ન મળતાં પોલીસે શોધખોળ આદરી છે. ધ્રોલ, જામનગર અને કાલાવડ પોલીસે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા શ્રમિક મજૂરો સુધી તપાસ કેન્દ્રિત કરી છે. આ બનાવના પગલે જિલ્લાભરમાં સનસનાટી મચી જવા પામી છે. ભોગગ્રસ્ત ભરવાડ આસામીએ પ્રાથમિક સારવાર લઇ આ બનાવ અંગે અજાણ્યા ચાર શખ્સો સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં મુંબઈથી પ્લેનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા 3 વેપારી સુપુત્રોને LCBએ એરપોર્ટથી ઝડપી લીધા

0

જામનગરથી મુંબઇ પ્લેનમાં વિદેશી શરાબની હેરાફેરી કરતા મોટા ઘરના નબીરા ઝડપાયા

અંગ્રેજી શરાબની 9 નાની બોટલ, પાંચ મોબાઇલ સહિત રૂા.2.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરતી LCB

(1) રાહુલ મનોહરભાઇ (મનુ ) રોહેરા જાતે-સિંધી,રહે.એ-8 મહાવીર એપાર્ટમેન્ટ જામનગર

(2) વિજય મોહનભાઇ કટારમલ જાતે-કચ્છી ભાનુશાળી રહે.દિલોટ 58 જામનગર

(3) નુરમામદ સાજીદભાઇ રાજકોટીયા જાતે-મેમણ  રહે.બર્ધનચોક મુલ્લા મેડી જોષી ફળી જામનગર)

દેશ દેવી ન્યુઝ જામનગર 16. સામાન્ય રીતે દારૂનું વેંચાણ કરતા બુટલેગરો દારૂ ધૂસાડવા માટે અવ-નવા નુસખા કરતા હોય છે. પરંતુ જામનગરમાં દારૂ સપ્લાયની નવી ઓપેન્ડીમાં વેપારી નબીરા LCB હાથે ઝડપાઈ ગયાની વાત સામે આવતા વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી જવા પામેલસમગ્ર ઘટનાની વાત કરીએ તો જામનગર એલસીબીના હેડ કોન્સ દોલતસિહ જાડેજા (દોલુભા) તથા પો.કોન્સ સુરેશભાઇ માલકીયાને માહિતી મળી હતી કે લીમડા લાઇનમાં મોબાઈલની દુકાન ધરાવતા રાહુલ રોહેરા સહિત જામનગરના ત્રણ શખ્સો મુંબઈથી વિમાન મારફત દારૂના જથ્થા સાથે જામનગર આવતા હોય તેથી એરપોર્ટ ખાતે વોંચ ગોઠવી હતી.

તેવામાં જામનગરના મોટા ઘરના ત્રણ નબીરાઓ દ્વારા જામનગરથી મુંબઇ આવતી ફ્લાઇટમાં છુપાવીને દારૂ લઇ આવતા એલસીબીના હાથે ઝડપાઇ આવ્યા છે. જામનગર એલસીબીએ તેમની પાસેથી અંગ્રેજી શરાબની 9 નાની બોટલ, પાંચ મોબાઇલ સહિત રૂા.2.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસ સુત્રોમાં જાણવા મળતી વિગત પ્રમાણે, જામનગર જીલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલૂની સુચના તથા એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.કે.ગોહીલના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા સ્ટાફના માણસો જામનગર તાલુકાના વાવબેરાજાગામની સીમ વિસ્તારમા પ્રોહી. અને જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન સ્ટાફના પોલીસ હેડ કોન્સ દોલતસિહ જાડેજા તથા પો.કોન્સ સુરેશભાઇ માલકીયા ને મળેલ હકિકત આધારે મુંબઇ થી એરઇન્ડીયા એરલાઇન્સમાં જામનગર એરપોર્ટ ખાતે ઉતરેલ (1) રાહુલ મનોહરભાઇ રોહેરા (જાતે-સિંધી,રહે.એ-8 મહાવીર એપાર્ટમેન્ટ જામનગર (2) વિજય મોહનભાઇ કટારમલ (જાતે-કચ્છી ભાનુશાળી રહે.દિલોટ 58 જામનગર (3) નુરમામદ સાજીદભાઇ રાજકોટીયા (જાતે-મેમણ રહે.બર્ધનચોક મુલ્લામેડી જોષી ફળી જામનગર) ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ-9 કિ.રૂ.17.000/- તથા પાંચ મોબાઇલ ફોન જેની કિ.રૂ.2.30,000/- મળી ફુલ કિ.રૂ.2,47,000/- ના મુદામાલ સાથે મળી આવતા પો.કોન્સ. ફિરોજભાઇ ખફી એ ફરીયાદ રીપોર્ટ આપતા પોલીસ હેડ કોન્સ ધનશ્યામભાઇ ડેરવાળીયાએ તેમના સામે પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.આ કાર્યવાહી ઇન્ચાર્જ પો.ઇન્સ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ આર.બી.ગોજીયા તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, . શરદભાઇ પરમાર, નાનજીભાઇ પટેલ દિલીપભાઇ તલવાડીયા, ઠીરેનભાઇ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, , અશોકભાઇ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા. ઘનશ્યામભાઇ ડેરવાળીયા, ફીરોજભાઇ ખફી. શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ધમેન્દ્રસિંહ જાડેજા ,રાકેશભાઇ ચૌહાણ ભારતીબેન ડાંગર વિગેરે દ્વારા કરવામા આવેલ છે.

નવાગામ ઘેડમાં લખન ચાવડા નામના યુવાનને ઢસડીને પગમાં છરીઓ મારી: 3 સામે ફરીયાદ

0

નવાગામમાં થોડા દિવસ પહેલા થયેલી બોલાચાલીનો ખાર રાખીને લખન ચાવડા નામના

જામનગરના નવાગામ ઘેડમાં રાત્રીના ભાગે જૂની અદાવતનો ખાર રાખીને નામીચા શખ્સ પર ત્રણ શખ્સોએ હુમલો કરતા નાસભાગ મચીથોડા દિવસ પહેલા લખન ચાવડા અને મહેશ વાઘેલા (પ્રમુખ) ને સંબોધીને પોતે બુટલેગર નથી તેવો આક્ષેપ સાથેનો વિડીયો સોશિયલ મિડિયામાં વાયરલ કર્યાં હતો.

જામનગરમાં જૂની અદાવતમાં યુવકને રોડ ઉપર ઢસડીને પગમાં છરીઓ મારી પોલીસે ત્રણ શખસો સામે ગુનો નોંધીને શોધખોળ આરંભીદેશ દેવી ન્યુઝ જામનગર 15 . જામનગર જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં ગત મોડી રાત્રીના જુની અદાવતમાં યુવકને રોડ ઉપર ઢસડીને પગમાં છરીના ઘા મારીને લોહી – લુહાણ કરીને ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે . રાત્રીના પોલીસમાં દોડધામ મચી ગઈ હતી .

શહેરના નવાગામ ઘેડ , ગાયત્રી ચોક , જશંવત સોસાયટીમાં રહેતો લક્ષ્મણ ઉર્ફે લખન રામભાઈ ચાવડા ( ઉ . વ .૪૨ ) નામના યુવકને થોડા સમય પહેલા આરોપી ધમભા જાડેજા સાથે બોલાચાલી થઈ હતી ગત રાત્રીના એકાદ વાગ્યે લખન ચાવડા નવાગામમાં આવેલ જશંવત સોાસયટીમાં મસાલો ખાવા ઉભો રહ્યો હતો . ત્યારે જુની બોલાચાલીનો ખાર આરોપીઓ રાખીને અભીરાજસિંહ સજુભા જાડેજા , ધમભા જાડેજા ઉર્ફે ડાઢી અને સંજય કોળી ઉર્ફે ડટીએ આવીને હુમલો કર્યો હતો અને યુવકને રોડ ઉપર ઢસડીને ઢીકાપાટુનો માર માર્યો હતો અને પગમાં છરીનો એક ઘા મારી તેમજ લાકડાના ધોકા ફટકારીને ઈજા પહોંચાડી હતી અને જતા જતા ત્રણેય શખસોએ યુવકને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી . બાદમાં યુવકને સારવાર માટે હોસ્પિટલે પહોંચ્યો હતો.બીજી બાજુ સ્થાનિક સુત્રોમાંથી મળતી માહીતી મુજબ પાંચ-છ મહિલાઓ રાત્રીના ભાગે ધર પાસે વોક કરતા હોય, તેવામાં નશાની હાલતમાં શેરીમાંથી પસાર થયેલ લખન ચાવડાએ મહિલાઓ સાથે અણસતુ વર્તન કરતા ઘમભાએ લખન ચાવડાને સમજાવા જતા મામલો બિચક્યો હતો ફરીયાદી અને આરોપીઓ સામસામા આવી ગયા હતા તેથી લખન ચાવડાને ઢીકાપાટુનો માર મારતા લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક 108 મારફત હોસ્પિટલ ખસેડવાનો વારો આવ્યો હતો.

બનાવની જાણ થતા હોસ્પિટલ પોલીસ દોડી જઈ બનાવની ભાળ મેળવી હતી તેમા લખન ચાવડાને પગના ભાગે ઇજા થઇ હતી અને હોસ્પિટલ સ્થિત પોલીસ ચોકી રજીસ્ટરમાં ફરીયાદ નથી કરવી તેવી નોંધ હોવાનું જાળવા મળેલ હતુ.!!

આથી સીટી – બી ડિવિઝન પોલીસે આઇ.પી.સી.કલમ ૩૨૩,૩૨૪,૫૦૪,૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા જી.પી.એફ્ટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનો આગળની તપાસ હાથ ધરી છે.

જામનગરમાં ‘मार’ का बदला ‘मार’ ઉદ્યોગનગરમાં ભાનુશાળી યુવાનને 5 શખ્સોએ ઢીબી નાખ્યો:જુવો Video

0

ઉદ્યોગનગર વિસ્તારમાં જૂની અદાવતનો ખાર રાખી ભાનુશાળી યુવાન પર પાંચ શખ્સોનો હુમલો.

થોડા દિવસ પહેલા ગોકુલનગરમાં રાજેન્દ્રસિંહ ચાવડા નામના યુવાનને ગાડીમાં બેસાડીને પાંચ યુવાને મરણતોલ માર મારવા પ્રકરણમાં હિરેન હરેશભાઈ મંગે સાથે હતો

આરોપી:- (૧) હાદિકસિંહ જીતુભા જાડેજા (૨) કેયુર પટેલ (૩) રવી (૪) રાજેન્દ્રસિંહ ચાવડા તથા એક અજાણ્યો શખ્સ દેશ દેવી ન્યુઝ જામનગર 15. જામનગર શહેરના પ્રણામી સ્કુલ પાછળ પોસ્ટ ઓફિસ વાળી શેરી બ્લોક નં-૮ રૂમ નંબર ૧૯૧૯ માં રહેતા હિરેન હરેશભાઈ મંગે નામના યુવાન પર ઉદ્યોગનગર એશોસિસન ચોક પાસે ઉભા હતા ત્યારે જૂની માથાકુટનો ખાર રાખીને પાંચ શખ્સોએ મરણતોલ માર મારતા હોસ્પિટલમાં સારવાર લેવાનો વારો આવ્યો હતોસુત્રોમાંથી મળતી માહિતી મુજબ ફરિયાદી હિરેન હરેશભાઈ મંગે અને તેના દરબાર મીત્રોએ આજથી પંદરેક દીવસ પહેલા આરોપી રાજેંદ્રસિંહ ચાવડાને બેફામ માર માર માર્યો હતો તેમાં રાજેન્દ્રસિંહ ચાવડાએ પાંચ શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી તે બાબતનું મનદુખ ચાલતું હતું જે વાતનો ખાર રાખીને રાજેન્દ્રસિંહ ચાવડાના મિત્રો તેનો બદલો વાળવા માટે મોકાની ફિરાકમાં હતા તેવામાં હિરેન હરેશભાઈ મંગે ઉદ્યોગનગર એસોસિયશન પાસે રાત્રીના ભાગે ઉભા હતા જેની જાણ થતા હાદિકસિંહ જાડેજા અને કેયુર પટેલ ત્યા સ્વીફ્ટ કારમાં પહોંચી જઈ હાદિકસિંહે હિરેને ગાળો કાઢી રવિએ ગાડીમાં બેસાડી દિધેલ અને હાદિકસિંહ જાડેજાએ લોખંડની વસ્તુ માથાના ભાગે ફટાકારેલ અને ગાડી એટલા જ ફેરવી કેયુર પટેલે હિરેનને પકડી રાખી રાજેન્દ્રસિંહ ચાવડાને બોલાવી લીધેલ બાદમાં રાજેન્દ્રસિંહ ચાવડાએ ઈલેક્ટ્રીક વાયરથી હિરેનને વાસાના ભાગે આડેધડ માર માર્યાં હતો રાજેન્દ્રસિંહ સાથે રહેલ અજાણ્યા શખ્સે ફેન્સિંગનો વાયર લાકડાના ધોકામાં બાંધીને આખા શરીરે બેફામ માર મારી હિરેનને છોલી નાખેલ જેથી હિરેનને લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ દોડી જઈ બનાવની વિગત મેળવી હતીઆથી સીટી-સી ડિવિઝન પોલીસે હિરેન હરેશભાઈ મંગે ની ફરીયાદ પરથી પાંચ શખ્સો વિરૂદ્ધ IPC કલમ ૩૨૩, ૩૨૪, ૨૯૪ (ખ) ,૧૧૪ તથા જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે. વધુ તપાસ PSI એસ એમ સિસોદીયા ચલાવી રહ્યા છે.

કિશાન ચોકમાં બાળકોના ઝઘડામાં મોટેરા બાખડ્યા: સામ સામી ફરીયાદ

0

કિશાન ચોકમાં બાળકોના ઝઘડામાં મોટેરા બાખડ્યા: સામ સામી ફરીયાદ

કિશાન ચોકમાં બાળકોના ઝગડામાં સર્જાઈ બબાલ: સામાસામા ઇજાગ્રસ્ત : બંને સામે નોધાણી ફરીયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર 15.જામનગર શહેરના કિશાન ચોકમાં બારાળી બંધુક પાસે રહેતા વંસતલાલ નંદાના પૌત્રાને ટીટોડીવાડી સિલ્વર સોસાયટી પાસે રહેતા ફિરોજ ખફીના દિકરા સાથે ગાડી ચલાવા બાબતે ઝઘડો થતા તેવામાં બંને બાળકોએ મોટેરાને બોલાવી લેતા સામસામી જપાજપી વચ્ચે બંનેને નાનીમોટી ઇજાઓ થતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જામનગર શહેરના કિશાન ચોકમાં ગત રાત્રે વંસતલાલ નંદાએ આરોપી ફિરોજ મુસાભાઈ ખફીના પૌત્રને ગાડી જોઇને ચલાવાનું કહેવા બાબતે માથાકુટ સર્જાઈ હતી બીજી બાજુ ફિરોજ મુસાભાઈ ખફીએ વંસતલાલ નંદા વિરૂદ્ધ માથામાં ધોકો ફટકાર્યાની રાવ કરતા પોલીસે બંનેની સામસામી ફરિયાદ નોંધી છે. ઘટનાની જાણ થતા સીટી-એ ડિવિઝન પોલીસનો કાફણે હોસ્પિટલ ખાતે દોડી જઈ બનાવનો તાગ મેળવ્યો હતોઆથી પોલીસે બંન્નેના નિવેદન લઈ IPC -ક્લમ ૩૨૪, ૫૦૪ તથા જી.પીએક્ટ કલમ ૧૩૫ (૧) મુજબની સામસામી ફરીયાદ નોંધી આગળની તપાસ PSI આઇઆઇ નોયડા ચલાવી રહ્યા છે.

જામનગરમાંથી વધુ એક જુગારની મીની ક્લબ ઝડપાઇ: 7 વ્હોરા સવા 3 લાખની મતા સાથે પાંજરે પુરાણા

0

જામનગરમાંથી વધુ એક જુગારની મીની ક્લબ ઝડપાઇ : મકાન માલિક સહિત સાત પત્તા પ્રેમી ઝડપાયા

કાલાવડ નાકા બહાર ગેલેક્સી પાર્ક વિસ્તારના એક એપાર્ટમેન્ટના બીજા માળે આવેલા ફ્લેટમાં જુગારના અડ્ડા પર ત્રાટકતી સીટી-એ પોલીસ : રૂા.3.25 લાખની મત્તા જપ્તઆરોપી : (૧) અલીઅસગરભાઈ ધાબરીયા (૨) હુસેનભાઇ સાજીદભાઈ લાકડાવાળા (૩) હાતિમ ઈકબાલભાઈ અત્તરવાલા (૪) ઈસ્માઈલભાઈ હમજાભાઈ પારેખ (પ) મુસ્તફા હુસેનભાઇ પથારી-વ્હોરા (૬) અબ્બાસ મુર્તઝાભાઈ ગાંધી (૭) બુરહાન મુર્તુજા રેગવાલા

દેશ દેવી ન્યુઝ જામનગર  13.જામનગરના કાલાવડ નાકા બહાર ગેલેક્સીપાર્ક વિસ્તારમાં આલમદાર એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર 202 માં રહેતા અલી અસગરભાઈ હુજેફાભાઈ ધાબરીયા ના ફ્લેટમાં બહારથી કેટલાક શખ્સોને એકત્ર કરીને ગંજી પાના વડે રોન- પોલીસ નામનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે, તેવી બાતમી ના આધારે ગઇરાત્રે સીટી-એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન મકાન માલિક સહિત સાત શખ્સો જુગાર રમતાં નજરે પડયા હતા.સીટી-એ પોલીસે મકાન માલિક અલીઅસગરભાઈ ધાબરીયા, ઉપરાંત હુસેનભાઇ સાજીદભાઈ, હાતિમ ઈકબાલભાઈ અત્તરવાલા, ઈસ્માઈલભાઈ હમજાભાઈ પારેખ, તથા હુસેનભાઇ વ્હોરા તેમજ અબ્બાસ મુર્તઝાભાઈ ગાંધી વગેરે સાત શખ્સોની અટકાયત કરી હતી, અને રોકડ રકમ, મોબાઈલ ફોન, વગેરે સહિત રૂપિયા 3,21,300 ની માલમતા કબજે કરી છે.આ કાર્યવાહી સીટી – એ ડિવિઝનના Pl મહાવિરસિંહ જલુના માગદર્શન હેઠળ સ્ટાફના નરેન્દ્રસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા, મહીપાલસિહ એમ.જાડેજા, વનરાજભાઇ બી કાઠી, દેવાયતભાઇ કાંબરીયા, યુવરાજસિંહ વી .જાડેજા, સુનિલભાઇ ડેર તથા પ્રવીણભાઇ બી , પરમાર તથા  તથા વિક્રમસિહ બી જાડેજા તથા શીવરાજસીહ એન. રાઠોડ તથા મેહુલ વીસાણી સાજીદભાઇ બેલીમ રવિરાજસિંહ આર , જાડેજા તથા યોગેન્દ્રસિંહ એન .સૌઢા નાઓએ દ્વારા કરવામાં આવી હતી.

વાડીનાર લાંચકાંડમાં ઝડપાયેલા મહિલા સરપંચને આખરે બરતરફ કરાયા: હિનાબા જાડેજા બન્યા સરપંચ

લાંચકાંડમાં ઝડપાયેલા વાડીનારના મહિલા સરપંચને આખરે બરતરફ કરાયા

ઉપસરપંચ હિનાબા વિજયસિંહ જાડેજાને સોંપાયો સરપંચનો ચાર્જ, ટીડીઓ દ્વારા લેવાયું પગલુંદેશ દેવી ન્યુઝ જામનગર : 13. વાડીનાર: ખંભાળીયાના વાડીનાર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ હુશેનાબાનું અને ડો.પતિ અબાસ સંઘારને ખાનગી કંપનીમાં કમ્પાઉન્ડ વોલના કામમાં કોન્ટ્રાક્ટરને અડચણ ઉભી ન કરવા બાબતે રાજકોટની હોટલ પાસે ટ્રેપ ગોઠવી એસીબી દ્વારા રૂ.1.50 લાખની લાંચ લેતા આશરે ચારેક માસ પૂર્વે ઝડપી પાડવામાં આવ્યા હતા જેને પગલે દેવભૂમિ પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો હતો.ઉપરોક્ત વિગતો ધ્યાને લઇ તમામ કાયદાકીય બાબતો ધ્યાને રાખી દ્વારકા જિલ્લા વિકાસ અધિકારી જાડેજા દ્વારા મહિલા સરપંચ હુશેનાબાનુને બરતરફ કરવામાં આવ્યા છે. બાદમાં સરપંચ નો ચાર્જ ઉપસરપંચ હિનાબા વિજયસિંહ જાડેજાને સોપવાનો આદેશ લેખિતમાં કરવામાં આવતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.દ્વારકા જિલ્લાના અતિ મહત્વપુર્ણ ગણાતા વાડીનારના સરપંચ પદ માટે ભારે રાજકીય દાવપેચ રમાય છે ત્યારે મહામુસીબતે મળતા સરપંચ પદના મહિલા સરપંચ હુસેના બાનુ તથા તેના પતિ ડોક્ટર અબાસ સંઘારબંને આરોપી લાંચ લેવામાં પકડાયા બાદ જેલ હવાલે થયા હતા. ત્યારબાદ ગુરૂવારે તેઓને સરપંચ પદેથી દૂર કરતો ટી ડી ઓ દ્વારા આદેશ કરાતા એક વખત ઝાટકો લાગ્યો છે. આમ આગામી દિવસોમાં વાડીનારના સરપંચ પદ મેળવવા માટે ભારે રાજકીય ગરમી જોવા મળશે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.