Friday, October 16, 2026
Home Blog Page 283

કામદાર કોલોનીમાં 2 વર્ષના 2 બાળકો બેડરૂમમાં ફસાયા: જુવો સમગ્ર ઘટનાનો LIVE Video

0

કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રની બાજુમાં આવેલ એપાર્ટમેન્ટના સેકન્ડ ફ્લોરમાં બે વર્ષના બે બાળકો ફસાયા

ફાયર શાખા નું દિલધડક ઓપરેશન: દરવાજો તોડી બાળકોને કાઢી લેવાયા:પરિવારજનો મોઢા પર સ્મિત આવી ગયું

કામદાર કોલોનીમાં રહેતા જેન્તીભાઈ હિરપરાના બંને બાળકો બે વર્ષની નાની ઉમરના હોવાથી દરવાજો ખોલી ન શકતા 

દેશ દેવી ન્યુઝ જામનગર 13.જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં આરોગ્ય કેન્દ્રની બાજુમાં જ્યોત ટાવરમાં બે બાળકો મકાનમાં ફસાઈ જતા ભારે દોડધામ મચી ગઇ હતી જો કે ફાયર ટીમ દ્વારા મકાનનો દરવાજો તોડી બંને બાળકોને બહાર કાઢી લેવાયા હતાબંને બાળકો મકાનની અંદર રમી રહ્યા હતા ત્યારે અંદરથી મકાનનો દરવાજો બંધ થઈ ગયો હતો જોકે બંને બાળકો ખૂબ નાની ઉંમરના છે ના બાળકો અંદરથી દરવાજો ખોલી ન શકતા બાળકોના વાલીઓ દોડતા થઇ ગયા હતા અને તાત્કાલિક ફાયર ટીમને જાણ કરી હતી બંને બાળકોની ઉંમર બેથી અઢી વર્ષ હોવાનું બહાર આવ્યું છે.

જામનગરના શ્રમિક પિતાની પુત્રીએ ધોરણ ૧૨ સાયન્સમાં જામનગરમાં પ્રથમ અને રાજ્યમાં ચોથા ક્રમે એ-૧ ગ્રેડ મેળવ્યો

0

જામનગરના એક શ્રમિક પિતાની પુત્રી એ ધોરણ ૧૨ સાયન્સમાં જામનગરમાં પ્રથમ અને રાજ્યમાં ચોથા ક્રમે એ-૧ ગ્રેડ મેળવ્યો

જામનગરની બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સાઇન્સની વિદ્યાથીની શિતુ સોનગરાએ રાજ્ય સ્તરે બાજી મારી : ઝળહળતી સિધ્ધિ.

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૨ ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષામાં જામનગરના એક મજુર પિતાની પુત્રી એ સમગ્ર જામનગરમાં અવ્વલ એ-૧ ગ્રેડ તેમજ રાજ્યભરમાં ચોથા ક્રમે અવ્વલ રહીને જામનગરનું ગૌરવ વધાર્યું છે.

જામનગરમાં રહેતા અને એક કારખાનામાં લેથ મશીન પર મજૂરી કામ કરતા શૈલેષભાઈ સોનગરા ની પુત્રી શિતુ સોનગરા, કે જે જામનગરની બ્રિલિયન્ટ સ્કૂલમાં અભ્યાસ કરે છે, તેણે ગુજરાત માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૨ની વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં એ-૧ ગ્રેડ મેળવીને જામનગરમાં અવ્વલ નંબરે આવી છે, ઉપરાંત તેણીએ સમગ્ર રાજ્યભરમાં પણ ચોથો ક્રમ મેળવ્યો છે. શિતુ સોનગરા એ ગુજકેટ ની પરીક્ષા માં પણ ૧૨૦ માંથી ૧૧૫ ગુણ મેળવીને તેમાં પણ એ-૧ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શિતુ સોનગરા કે જેના પિતા શૈલેષ સોનગરા, જેઓ ઇન્ડસ્ટ્રીયલ એરીયા માં એક કારખાનામાં લેથ મશીન પર મજૂરી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે, અને પોતાની બે પુત્રીઓ પૈકીની નાની પુત્રી શિતુ કે જેને જામનગરની બ્રિલિયન્ટ સ્કૂલમાં બારમા ધોરણમાં અભ્યાસ કરાવ્યો હતો.ઘરમાં અભ્યાસ કરવા માટેની પૂરતી સુવિધા ન હોવાથી સતત ૧૧ કલાક સુધી પ્રતિદિન કોરોના કાળ માં પણ સ્કૂલમાં જ બેસીને અભ્યાસ કરી સખત મહેનતના અંતે એ-૧ ગ્રેડ સાથે જામનગરમાં અવવલ રહીને પોતાના શ્રમિક પિતા અને શાળાનો ગૌરવ વધાર્યું છે.

તેણી ને એમ.બી.બી.એસ. નો ઉચ્ચ અભ્યાસ કરીને ડોકટર બનવા ની ઈચ્છા છે. શીતુ સોનગ્રા એ ૯૯.૮૨ પી. આર. અને એ-૧ ગ્રેડ મેળવી ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે.

જામનગરમાં ઝડપાતી હાઈપ્રોફાઈલ જુગારની કલબ: રાજકીય માથાઓ સહિત 23 ઝડપાયા: જુવો Video

0

જામનગરની સનસીટી સોસાયટીમાં ચાલતી ઘોડાપાસાની ક્લબ પર એલસીબીનો દરોડો

જામનગરમાં ઝડપાતી હાઈપ્રોફાઈલ જુગારની કલબ : બિપીન ચાવડા, આરીફ ખફી, સચિન માડમ, અલી પટેલ, સહિતના 23 પન્ટરની ધરપકડ: રૂા.8.74 લાખનો મુદ્દામાલ જપ્ત

ગુન્હા શોધક શાખાના શિવભદ્રસિંહ જાડેજા અને ફિરોજ ખફીની બાતમીને મળી મોટી સફળતા

દેશ દેવી ન્યુઝ જામનગર 12 મે ૨૨ જામનગરમાં સન સીટી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતી હાઈપ્રોફાઈલ ઘોડીપાસાની કલબ પર ગઈ રાત્રે એલસીબીની ટીમ ત્રાટકી હતી, અને એકી સાથે 24 આરોપીઓને ઘોડીપાસા નો જુગાર રમતાં પકડી પાડવામાં આવ્યા છે, અને તેઓ પાસેથી રૂપિયા પોણા નવ લાખની માલમતા કબજે કરી લેવામાં આવી છે. આ દરોડા ને લઈને ભારે અફડા તફડી નો માહોલ સર્જાયો હતો.જામનગર કાલાવડ નાકા બહાર સનસિટી સોસાયટીમાં રહેતા અબ્દુલ ગફારભાઇ ખફી નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ઘોડી પાસાની કલબ ચલાવવામાં આવી રહી છે, અને જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાંથી અનેક જુગારીયા તત્વો મોટા પાયે ઘોડી પાસા નો જુગાર રમવા આવી રહ્યા છે, તેવી બાતમી જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમના સભ્યોને મળી હતી. જેથી એલ.સી.બી.ના પી.એસ.આઇ કે.કે.ગોહિલ તથા તેમની રાહબરી હેઠળની ટીમે ગઈ રાત્રે ઉપરોક્ત મકાન પર દરોડો

પાડયો હતો. જે દરોડા દરમિયાન મોટી સંખ્યામાં શખ્સો એકત્ર થયા હતા, અને ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા રંગેહાથ પકડાયા હતા.એલસીબીની ટીમે કુલ 23 પૈકી મકાન માલિક અબ્દુલ ગફાર ખફી, ઉપરાંત ફૈઝલ મહંમદભાઈ સંધિ, મોહસીન સતાભાઈ પીંજારા, વસીમ હુસેનભાઇ મેમણ, વસીમ યુસુફભાઈ દરજાદા, અમીન હાસમભાઈ ખફી, નજીર કાસમભાઈ ખફી, અબ્દુલ રજાક જુમાભાઈ વાઘેર, અલ્તાફ સતારભાઈ આંબલીયા, બહાઉદીન અબ્બાસભાઈ ખફી, જાવીદ મહમદહુસેન મેતર, વસીમ હાસમભાઇ ખફી, ફૈઝલ હસનભાઈ આરબ, સાજીદ વલીમામદ પીંજારા, તાહેર સૈફુદ્દીન વોરા, મયુર બુધાભાઈ કારેઠા, સુનિલ સુરેશભાઈ મારુ, સચીન વલ્લભભાઈ માડમ, આસિફ અનીશભાઈ ખીરા, અસલમ સતારભાઈ પીંજારા, આરીફ જુમાભાઈ ખફી, હારુન સુલેમાનભાઈ આંબલીયા, તેમજ બીપીન સોમાભાઈ ચાવડા વગેરેની અટકાયત કરી લીધી હતી.

પોલીસે તમામ આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહનો વગેરે મળી કુલ 8,74,000ની માલમતા કબજે કરી લીધી છે. ઘોડીપાસાના આ દરોડા ને લઈને ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

જામનગરના પટણી જમાત ખાના પાછળ ઘોડીપાસા ખેલતા 6 પન્ટર ઝડપાયા

0

જામનગરના પટણી જમાત ખાના પાછળ ઘોડીપાસા ખેલતા છ પન્ટર ઝડપાયા.

આરોપી:- (૧) સફીક યાસીનભાઇ પંજા (૨) અખ્તર અબ્દુલાભાઇ પંજા (૩) મહમદ રફીક ઇસ્માઇલભાઇ મેમણ (૪) મેબુબભાઇ કુરેશી (પ) ઇસ્માઇલ પંજા (૬) અલ્તાફ હુકેનભાઇ ખટાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર 11. જામનગર શહેરના કાલાવડ નાકા બહાર પટણી જમાત ખાના પાછળ જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે ઘોડી પાસાનો જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપી પાડયા છે.પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના કાલાવડ નાકા બહાર પુરબીયાની ખડકી પટણી જમાતખાના પાછળ અમુક ઇસમો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે સીટી એ ડિવિઝન મથકના સર્વેલન્સ સ્કોડના પોલીસ કોન્સ્ટેબલ સાજીદભાઇ બેલીમે દરોડો પાડતા ઘોડી પાસાનો જુગાર રમી રહેલ સફીક યાસીનભાઇ પંજા, અખ્તર અબ્દુલાભાઇ પંજા, મહમદ રફીક ઇસ્માઇલભાઇ મેમણ, મેબુબભાઇ કુરેશી, ઇસ્માઇલ પંજા, અલ્તાફ હુકેનભાઇ ખટાઇને રંગેહાથ ઝડપી પાડેલ અને તેમની પાસેથી રૂા.10,300ની રોકડ રકમ ઝપ્ત કરી જુગાર ધારા કલમ 12 મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ.

પવનચક્કી વિસ્તારમાં ભાનુશાળી મહિલા ઉપર મહિલાઓનો હુમલો: 4 રાવલ સામે ફરીયાદ

0

જામનગરના પવનચક્કી વિસ્તારમાં ભાનુશાળી મહિલા ઉપર બે મહિલા સહિત ચારનો હિચકારો હુમલો

શેરીમાં મચ્છી-મટનનો કચરો નહીં ફેંકવાનું કહ્યાનું ખાર રાખી ચારેય આરોપીઓએ મહિલાને ફ્રેકચર સહિતની ઇજા પહોંચાડી

ફરિયાદી: ભાવનાબેન નવીનભાઇ વશીયર (ભાનુશાળી) (રહે. પવન ચક્કી હીરો ના શો રૂમ ની પાછળ રાવલ વાસ ચોક મા જામનગર)

આરોપીઓ: (1)પાયલ રાવલ (2) પાયલ ના માતા (3)ગોપાલ રાવલ (4) વનુ રાવલ (તમામ રહે.પવન ચક્કી હીરો ના શો રૂમ ની પાછળ રાવલ વાસ ચોક મા જામનગર)દેશ દેવી ન્યુઝ જામનગર 11. જામનગરના પવનચક્કી વિસ્તારમાં હિરોના શોરૂમ પાછળ આવેલ રાવલવાસમાં ગઇકાલે બપોરે અહીં રહેતા ભાવનાબેન નવીનભાઇ વશીયર (ભાનુશાળી) મહિલાએ તેના પાડોશી પાયલબેન રાવલને અગાઉ શેરીમાં મચ્છી-મટનનો કચરો નહીં નાંખવા કહેલ હોય જે બાબતનો ખાર રાખી (1)પાયલ રાવલ (2) પાયલ ના માતા (3)ગોપાલ રાવલ (4) વનુ રાવલ (તમામ રહે.પવન ચક્કી હીરો ના શો રૂમ ની પાછળ રાવલ વાસ ચોક મા જામનગર) એક સંપ કરીને ભાવનાબેનને ભુંડી ગાળો કાઢી ઢીકા-પાટુ તથા લાકડા ના ધોકા વડે માર મારતા ભાવનાબેનને ફ્રેકચર સહિતની ઇજા પહોંચી હતી આથી ભાવનાબેનને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે જી.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપરોકત્ત બાબતે ભાવનાબેન વશીયર ચારેય આરોપીઓએ જીલ્લા મેજીસ્ટ્રેટનો હથિયારબંધીનો ઉલ્લંઘન કર્યા સહિતની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જામનગર સીટી-એ ડીવીઝન પોલીસે ભાવનાબેનની ફરિયાદ ઉપરથી IPC કલમ- 325, 324, 323, 504, 114 તથા જી.પી. એક્ટ કલમ 135(1) મુજબ ચારેય આરોપીઓ વિરૂઘ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે આ કેસની વધુ તપાસ સીટી એ ડીવીઝનના પો.સબ.ઈન્સ. આઇ.આઇ.નોયડા ચલાવી રહ્યા છે.

મહાપ્રભુજીની બેઠક પાસેના ડિમોલિશન વખતે બોલી બધળાટી: જુવો ગાળોની સમજટ સાથેનો Video

0

જામનગરમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે બે સ્થળે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઇ

જામનગર મહાનગર પાલિકાએ સવારથી 2 સ્થળે પોલીસ સાથે રાખી હાથ ધર્યું મેગા ડિમોલિશન

 

ગુલાબનગરમા પોલીસ ચોકી પાછળના દબાણ દૂર કરવી વેળાએ સર્જાય બબાલ : એક કલાકનો મુદ્ત આપી મહાપ્રભુજી બેઠક આગળ 12 મટરના TP રોડ માટે હાથ ધર્યું ડિમોલિશન

ડિમોલિશન વેળાએ પોલીસ અને એસ્ટેટ સાથે વાડી માલીક પરીવારનું ઘર્ષણ: કરી અટકાયત: એસ્ટેટને માં- બેનની ગાળો ભાંડતા મામલે બિચક્યો: ઘટનાસ્થળે પોલીસનો કાફલો ખડકી દેવાયો

દેશ દેવી ન્યુઝ જામનગર 11.જામનગર શહેરના ગુલાબ નગર પોલીસ ચોકી પાછળ આવેલ ઝુપડપટ્ટીમાં મનપાની એસ્ટેટ શાખા દ્વારા મેગા ડીમોલેશન હાથ ધર્યું હતું પરંતુ સ્થાનિકોએ વિરોધ દર્શાવતા એસ્ટેટ ઓફિસરે એક કલાકની મુદત આપી ટીમ વીલા મોઢે અન્ય ડિમોલિશન તરફ રવાના થતા લોકોનું ટોળું રજૂઆત કરવા કમિશ્રર સમક્ષ દોડી ગયું હતું

મનપાની એસ્ટેટ શાખાએ જામનગરના મહાપ્રભુજી બેઠક આગળથી પસાર થતા બાર મીટરના ટીપી રોડમાં આવતા દબાણ હટાવાની કામગીરી હાથ ધરતા એસ્ટેટ શાખા અને પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું હતું

રોડ ખુલ્લો કરતી વેળાએ વાડી માલીકની મહિલાઓ બુલડોઝર આગળ સુઈ ગયા હતા થોડી વારના નાટક બાદ પોલીસે કડક વલણ અપનાવતા મહિલાઓ વિફરી એસ્ટેટના કર્મચારીઓને મનફાવે તેવી ગાળો ભાંડતા વાતાવરણ ગરમાયું હતુંઆ કામગીરી એસ્ટેટના કંટ્રોલીંગ ઓફિસર મુકેશ વરણવા, કાર્યપાલક ઇજનેર ભાવેશભાઇ જાની, એસ્ટેટ ઓફિસર એન.આર દિક્ષીત, રાજભા ચાવડા, યુવરાજસિંહ ઝાલા, રાજભા જાડેજા, કુલદીપસિંહ પરમાર તથા દરબારગઢ ચોકીના PSI નિશાંત હરિયાણી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.

કોઈ અનીચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસનો કાફલો પણ ઉતારી દેવામાં આવ્યો છે. આ ડિમોલિશનમાં મનપાની ટીપી શાખા, PGVCL, મનપા વિજિલન્સ અને શહેર પોલીસ પણ જોડાઈ છે.

નાધેડીમાં કેશ પાછો લેવાનું કહી મહિલાને મારી નાખવાની ધમકી 2 મહિલા સહિત 3 સામે ફરીયાદ

0

નાધેડીમાં કેશ પાછો લેવાનું કહી મહિલાને મારી નાખવાની ધમકી બે મહિલા સહિત ૩ સામે ફરીયાદ

આરોપી: (૧) રેખાબેન (૨) ધનીબેન (૩) વિક્રમભાઈ રહે.બધા નાધેડી ગામ. તા.જી જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર 10 .જામનગર નજીક આવેલ નાધેડી ગામમા રામાપીરના મંદિર પાસે રહેતા ભારતીબેન મુકેશભાઈ માડમ નામની મહિલાએ પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પહોંચ્યો પોલીસ મથકે

જામનગર શહેરનજીક આવેલ નાધેડી ગામમા રામાપીરના મંદિર પાસે રહેતા ભારતીબેન મુકેશભાઈ માડમના ઘરે માતાજીનો પ્રસંગ હોય તે બાબતે છોકરીઓને ગોરણી માટે બોલાવા જતા અગાઉ થયેલ કેસ બાબતે મનદુઃખનો ખાર રાખી મહિલાને સામાવાળા આરોપીઓએ કેસ પાછો ખેંચી લેવા ધાકધમકી આપી અને જો કેસ પાછો રહી લેતો નકર જાનથી મારી નાખશું આથી ફરીયાદી ભારતીબેન માડમ પંચ – બી ખાતે દોડી જઈ ગામમાં રહેતા રેખાબેન,ધનીબેન અને વિક્રમભાઈ વિરૂદ્ધ ફરિયાદ કરી હતીઆથી પંચ-બી પોલીસે ભારતીબેન માડમની ફરીયાદ પરથી બે મહિલા સહિત ત્રણ શખ્સો વિરૂદ્ધ IPC ક્લમ – ૩૯૪ (ખ) , ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનોં નોંધી આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

જામનગરની જી.જી હોસ્પિટલના ગાયનેક વોર્ડની ધોર બેદરકારીનો વિડીયો થયો વાઈરલ: જુવો Video

0

જામનગર સરકારી હોસ્પિટલના ગાયનેક વોર્ડની ઘોરબેદરકારી સામે આવતાં ભારે દોડધામ

એકજ બેડ પર બે-બે પ્રસૂતા મહિલાઓને સુવડાવવાનો વિડિયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું.

 

સૌરાષ્ટ્ની નામાંકિત જી.જી.હોસ્પિટલ વધુ એક વખત ચર્ચાના ચગડોળે ચડી.

ગાયનેક વિભાગમાં એક બેડ પર બે પ્રસુતાઓને સુવડાવતા હોવાનો વિડીઓ દર્દીના સગાએ ઉતારી લેતા તંત્રનો ભાંડો ફૂટી ગયો.

દેશ દેવી ન્યુઝ જામનગર 10.જામનગરની જી.જી હોસ્પિટલના ગાયનેક વિભાગમાં એક જ પલંગમાં બે પ્રસુતાઓને સુવડાવતા હોવાનો વિડીઓ પ્રકાશમાં આવતા હોસ્પિટલ તંત્રની પોલ ખોલી નાખી છે જી.જી હોસ્પિટલમાં મહિલાનો પ્રસુતી સમયે અલગ બેડ ફાળવવાની જગ્યાએ એક જ બેડ પર સુવડાવામાં આવતી હોવાની તંત્રની ધોર બેદરકારી સામે આવી છે. બીજી બાજુ આજ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકારમાંથી આરોગ્યની ટીમ જામનગરની જી.જી હોસ્પિટલના ગાયનેક વોર્ડની ખાસ મુલાકાતે આવવાની હોય તેવામાં મહિલાઓની વ્યથા કોન શાંભળશે તે જોવાનું રહ્યું.

જામનગરની સરકારી ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં મોટી બેદરકારી સામે આવી છે એક બેડ પર બે બે મહિલા ને બેસવાનો વારો આવ્યો છે. એક બાજુ ઉનાળાની ગરમી અને બીજી બાજુ પ્રસુતાની પીળા જેના કારણે વિક્ટ પરિસ્થિતી ઉભી થઈ છે. દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને પણ હાલાકી વેઠવી પડે છે. જે અંગેનો વિડીયો વાયરલ થયા પછી હોસ્પિટલનું તંત્ર હરકતમાં આવ્યું હતુંરાજ્ય સરકાર દ્વારા મહિલાનો હિતાર્થે કરોડો ખર્ચાય છે પરંતુ હોસ્પિટલનું ચિત્ર કઈક જુદુ જ છે, હાલ જામનગરની હોસ્પિટલના ગાયનેક વોર્ડ અને  સૌરાષ્ટ્ની નામાંકિત જી.જી.હોસ્પિટલ વધુ એક વખત ચર્ચાના ચગડોળે ચડી છે જામનગરની જી.જી.હોસ્પિટલ રાજ્યભરમાં છેલ્લા ઘણા સમય થયા અમુક મુદ્દાઓ પર ટોક ઓફ ધ ટાઉન બની છે.

જામનગરની ઠગ બેલડી ‘વસીમ’ અને ‘ઇકબાલ’એ વધુ એક સોની વેપારીને 7 લાખનો ચૂનો ચોપડ્યો

જામનગરની ઠગ બેલડી વસીમ અને ઇકબાલએ વધુ એક સોની વેપારીને 7 લાખનો ચૂનો ચોપડ્યો!

બેંકમાંથી સોનું છોડાવી નફો આપવાની લાલચે સોની વેપારી સાથે આચરી રૂા.7 લાખની છેતરપીંડી

આ પહેલા અન્ય એક સોની વેપારીને રૂા.8 લાખનો ધુંબો માર્યો’તો

વસીમ ખીરા અને ઇકબાલ ઈબ્રાહીમ ખીરા વિરૂઘ્ધ બીજી ફરિયાદ નોંધાઇ

દેશદેવી ન્યુઝ નેટવર્ક-જામનગર O9. જામનગર શહેરમાં અઠવાડિયા પહેલા જ એક સોની વેપારીએ પોતાની સાથે રૂા.8 લાખની છેતરીપીંડી આચરી હોવાની બે શખસ વસીમ ખીરા અને ઇકબાલ ઈબ્રાહીમ ખીરા વિરૂઘ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારે આજે આ જ બંને શખસ વિરૂઘ્ધ વધુ એક સોની વેપારીએ રૂા.7 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા સોની બજારમાં ચકચાર મચી જવા પામી છે. બેંકમાંથી સોનું છોડાવી નફો આપવાની લાલચે સોની વેપારી નિલેશભાઇ વ્રજલાલ માંડલીયાને રૂા.7 લાખ નો ધુંબો માર્યો હોવાનું સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જાહેર થયું છે.આ બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ચાંદીબજાર લાલબાગ સામે વસવાટ કરતા અને સોની સુંદરજી મગનલાલ એન્ડ સન્સ નામથી પેઢી ધરાવતા નિલેશભાઇ વ્રજલાલ માંડલીયા જેવો સોનીકામનો ધંધો કરે છે તેને સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં વસીમ ખીરા અને ઇકબાલ ઈબ્રાહીમ ખીરા વિરુદ્ધ કલમ-406, 420, 114 મુજબ ફરિયાદ નોંધાવી છે.આ બન્ને શખ્સોએ પોતાનુ ગીરવે પડેલ સોનુ છોડાવી સોનુ ફરીયાદી નીલેશભાઈને વેચી તેમાંથી નફા પેટે રૂપીયા નીલેશભાઈને આપવાનો ભરોસો આપી ફરીયાદી પાસેથી તા.28/2/2022 ના રોજ રોકડા 1,99,000/- તથા તા.08/03/2022 ના રોજ રોકડા 5,00,000 મળી કુલ 6,99,000/- મેળવી ફરિયાદી નીલેશભાઈને આજદિન સુધી સોનુ કે રૂપીયા 6,99,00 પરત આપેલ ન હોય અને ફરીયાદીએ આરોપીઓ પાસે અવાર નવાર રૂપીયાની માંગણી કરતા આરોપીઓએ ફરીયાદીને જણાવેલ કે હવે રૂપીયા નથી આપવા તમારાથી જે થાઇ તે કરી લેજો અને ચેક લઇને ફર્યા કરજો તેમ કહી ફરીયાદી સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કર્યા સબબની ફરિયાદ બાદ પી.આઈ.એમ.જે.જલુના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ.નિશાંત હરિયાણી આગળની તપાસ ચલાવી રહ્યા છે.જામનગર: જામનગરના બંને ઠગબાજ વસીમ અને ઇકબાલના પહેલા કાંડની વિગત મુજબ, જામનગરમાં ભંગાર બજાર રોડ પર આકાશ ગંગા કોમ્પ્લેક્સમાં રહેતા અને ચાંદી બજારમાં મયુર જવેલર્સ નામની સોના-ચાંદીના ઘરેણાની દુકાન ધરાવતા કિરીટભાઈ મહેન્દ્રભાઈ રાધનપુરાએ પોતાની સાથે રૂપિયા 8 લાખની છેતરપિંડી કરવા અંગે જામનગરમાં રહેતા ઈકબાલ ઇબ્રાહીમભાઇ ખીરા અને વસીમભાઈ ખીરા સામે ફરિયાદ નોંધાવી છે. જે મામલે સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો છે, અને બંને આરોપીઓને અટકાયતમાં લઇ લીધા હતા.

જામનગરના સોની વેપારી કિરીટભાઈ રાધનપુરા પાસે આજથી એકાદ માસ પહેલા તા.3 માર્ચના રોજ ઈકબાલ ઈબ્રાહીમ જામનગરના જ વસીમભાઈ ખીરા સાથે દુકાને પહોંચ્યો હતો અને ખાનગી ફાઇનાન્સ કંપનીમાં પોતાનું અંદાજે સાડા દસ લાખ રૂપિયાની કિંમતનું સોનુ ગીરવે મુકેલું છે, જેનું ઊંચું વ્યાજ ભરીને પોતે થાકી ગયો છે અને સોનુ છોડાવીને વેચી નાખવું છે, તેમ કહી સોની વેપારીને સાણસામાં લીધા હતા. તેના માટે 8 લાખ રૂપિયાની રકમ પોતાના બેંક ખાતામાં જમા કરાવવા માટેનું જણાવ્યું હતું.

સોની વેપારી 8 લાખની રકમ લઈને બંને આરોપીઓ સાથે અંબર ચોકડી નજીક આવેલી ખાનગી બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે ગયા હતા અને આરોપીના ખાતામાં રૂપિયા જમા કરાવી દીધા હતા. ત્યાર પછી લીમડા લેનમાં આવેલી ફાઇનાન્સ કંપનીની પેઢીમાં સોનુ છોડાવવા જવા માટેનું કહીને બંને આરોપીઓ પોતાના સ્કૂટરમાં રફુચક્કર થઈ ગયા હતા.સોની વેપારી દ્વારા બંનેની શોધખોળ શરૂ કરાઇ હતી અને તેઓના ઘરે પણ પહોંચ્યા હતા. પરંતુ આરોપી ઇકબાલની પત્નીએ ઘરમાંથી પણ જાકારો આપી દીધો હતો. આખરે સમગ્ર મામલો સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, સાથો સાથ સાઇબર ક્રાઈમ સેલને પણ જાણ કરવામાં આવી હતી જેથી સાઇબર ક્રાઇમ સેલના પીઆઈ પી.પી. ઝા તેમજ સીટી-એ ડિવિઝનના પીઆઈ મહાવીરસિંહ  જલુ વગેરેએ તાત્કાલિક અસરથી ખાતું ફ્રીઝ કરાવી દઇ 8 લાખ રૂપિયાની રકમ સ્થગિત કરાવી દીધી હતી. જેથી આરોપી તે રકમ ઉપાડી શક્યો નથી. જે સમગ્ર મામલે આખરે રવિવારે મોડી સાંજે સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં બન્ને શખસો સામે ફરિયાદ નોંધાવી છે. સોની વેપારીને ફસાવવાના ભાગરૂપે આ કારસ્તાન રચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

હાલ બંને તપાસ સીટી-એ ના પોલીસ ઈન્સપેક્ટર મહાવીરસિંહ જલુના માગદર્શન હેઠળ દરબારગઢ ચોકીના PSI નિશાંત હરિયાણીએ સુંદરજી મગનલાલ એન્ડ સન્સ નામથી પેઢી ધરાવતા નિલેશભાઇ વ્રજલાલ માંડલીયાની ફરિયાદ પરથી આરોપી ઇકબાલ ખીરા અને વસીમ ખીરા વિરૂદ્ધ ઇ.પી.કો કલમ -૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગૂનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

હકુભા બન્યા લોકશાહીના રાજા : ડાયરામાં થયેલ 51લાખની ધનવર્ષા જામનગરની સંસ્થાઓને સમર્પિત કરાઈ

ભાગવત કથાના યજમાન ધારાસભ્ય ધમેન્દ્રસિંહ જાડેજાનું સ્તુત્ય પગલું 

લોકડાયરાના કલાકારો પરની રૂા. 51,00,000 ની ધનવર્ષા સેવા સંસ્થાઓને સમર્પિત કરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર 09.: જામનગરમાં ધારાસભ્ય હકુભા જાડેજા પરિવાર દ્વારા હાલાર પંથકમાં ઐતિહાસિક કહી શકાય તેવા ભાગવત જ્ઞાનયજ્ઞના ધાર્મિક આયોજન થકી લાખો ભાવિકોએ ધર્મલાભ તો લીધો જ… સાથોસાથ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની સેવાભાવી સંસ્થાઓને રૂ. એકાવન લાખ જેવડી સખાવત અર્પણ કરી સૌ કોઈનું દિલ જીતી લીધું છે.

હકુભા જાડેજા પરિવાર દ્વારા જ્યારે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું તેમજ તે દરમિયાન દરરોજ સાંજે ભાતિગળ લોકડાયરાના કાર્યક્રમનું આયોજન કરાયું, ત્યારે આ ધાર્મિક કાર્ય તેમના સદગત માતુશ્રીના સ્મરણાર્થે થતું હોય, પોથીપૂજન, આરતી સહિત લોકડાયરામાં કલાકારો પર ધનની ઉછામણી સહિત કોઈપણ પ્રકારની દાન-ભેટ નહીં સ્વીકારવાનો નિર્ણય કર્યો હતો.

પરંતુ રાત્રીના આવા લોકસાહિત્ય અને મનોરંજક કાર્યક્રમોમાં કલાકારો ઉપર ધનવર્ષા કરવામાં આવે તેવી સૌરાષ્ટ્રમાં સર્વત્ર પરંપરા થઈ ગઈ છે. કલાપ્રેમી દર્શકો કે શ્રોતાઓ આવી પળની પ્રતીક્ષા કરતા હોય છે ઉપરાંત તેના કારણે કલાકારોને પણ પોતાની કલા પીરસવામાં ખૂબ પ્રોત્સાહન મળતું રહે છે. આવી દલીલો સાથે લોકડાયરાના કાર્યક્રમમાં ધનવર્ષા કરવાની શોખીનોને છૂટ આપવા સુપ્રસિધ્ધ કલાકાર કિર્તીદાન ગઢવીએ યજમાનને મનાવી લીધા હતા. કિર્તીદાન ગઢવીની વાતમાં વજૂદ હોય તે પ્રમાણે સાતેય દિવસના લોકડાયરાના રાત્રી મનોરંજક કાર્યક્રમોમાં કલાપ્રેમીઓએ કોથળાં ભરી ભરીને ચલણી નોટોની હેલી વરસાવી હતી. જેના દ્રશ્યો નીહાળીને કથા મંડપના પ્રત્યક્ષ અને ટીવીના માધ્યમથી ઘરે બેઠાં કાર્યક્રમની રસલ્હાણ માણતા દર્શકો અધધધધ ધનવર્ષાથી આફરિન પોકારી ઊઠયા હતા.

કથા સંચાલન સંકલન સમિતિના સભ્ય એવા નગરસેવક  મેરામણભાઇ ભાટુએ જણાવ્યું હતું કે, જ્ઞાનયજ્ઞ દરમિયાન રાત્રી કાર્યક્રમના કલાકારો પરની આ સંકલિત ધનવર્ષા રૂપિયા 46 લાખની થવા પામી હતી.

ઉછામણી દ્વારા એકત્રિત કુલ રકમ જ્યારે યજમાન હકુભા જાડેજાને જણાવવામાં આવી, ત્યારે તેઓએ તે ભંડોળમાં પોતાના વધુ પાંચ લાખ રૂપિયા ઉમેરી એકાવન લાખ (51,00,000/-) ની રાશિ સેવાકાર્ય હિતાર્થે દાનમાં આપવાનો મનોરથ વ્યક્ત કર્યો.

જે પૈકી પોરબંદરના સાંદીપનિ આશ્રમની ગૌશાળામાં રૂ. 11 લાખ, જામનગરના ખીજડા મંદિરની ગૌશાળામાં રૂ. પ લાખ, મોટી હવેલીની ગૌશાળામાં રૂ. 5 લાખ, આણંદાબાવા સેવા સંસ્થાની સ્વાસ્થ્ય સંબંધી સેવાર્થે રૂ. 5 લાખ, કબીર આશ્રમની સ્વાસ્થ્ય સંબંધી સેવામાં રૂ. 5 લાખ, સ્વામીનારાયણ મંદિરની સેવા પ્રવૃત્તિ માટે રૂ. 5 લાખ, બી.એ.પી.એસ. હસ્તકની સંસ્કાર શિક્ષણની પ્રવૃત્તિ માટે રૂ. 5 લાખ, જામનગરના જામ રણજીતસિંહજી વૃધ્ધાશ્રમ માટે રૂ.એક લાખ, એમ.પી. શાહ વૃધ્ધાશ્રમ માટે રૂ. એક લાખ, વસઈ ગામ સ્થિત વૃધ્ધાશ્રમ માટે રૂ. એક લાખ, અલિયાબાડા પાસેના તપોવન વૃધ્ધાશ્રમ માટે રૂ. એક લાખ, અંધાશ્રમ માટે રૂ. એક લાખ, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ માટે રૂ. એક લાખ, દિવ્યાંગ બાળકો માટે કાર્યરત નાલંદા વિદ્યા વિહારમાં રૂ. એક લાખ 

એમ કુલ એકાવન લાખ રૂપિયાની રકમ ભાગવત સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે સેવાકાર્યોમાં ન્યોછાવર કરી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.