Friday, October 16, 2026
Home Blog Page 284

જામનગરના દાંડીયા ક્લાસીસ સંચાલક તલાલા ગીરમાં દારૂની મહેફિલ માણતા ઝડપાયા: ભારે ચર્ચા

તાલાલાના બોરવાવ ગીર ગામે ફાર્મ હાઉસમાંથી જામનગરના ૩ શખસો પીધેલા ઝડપાયા:

  • ફાર્મહાઉસના માલિક દ્વારા આવતા પર્યટકોને દારૂ પુરૂ પડાતો હતો
  • ફાર્મહાઉસમાં દારૂની મહેફિલમાં પોલીસ ત્રાટકી: દાંડીયા કલાસીસના સંચાલક નાનક (હસમુખભાઈ) દયાશંકરભાઈ ત્રિવેદી અને સપ્લાયર સહિત 4 ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર 09. જામનગર પટેલ કોલોની શેરી નં-૫ માં કલરવ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર રૂમ નં- ૧ માં ૨હેતા અને દાંડીયા ક્લાસીસ ચલાવતા નાનક (હસમુખભાઈ) દયાશંકરભાઈ ત્રિવેદી અને સપ્લાયર સહિત ચાર લોકો રંગે હાથે ઝડપાઇ જતા ખળભળાટ મચી ગયો હતો  તાલાલા તાલુકાના બોરવાવ ગીર ગામની સીમમાં આવેલ માધવ ફાર્મ હાઉસમાં દારૂની મહેફ્લિ ચાલતી હોવાની બાતમી મળતાં PSI બાંટવાએ સ્ટાફ સાથે ગત મોડીરાત્રે ફાર્મહાઉસમાં રેઇડ કરતા નાસભાગ મચી જવા પામેલ પોલીસે નશામાં ચૂર જામનગર દાંડીયા ક્લાસીસના સંચાલક નાનક (હસમુખભાઈ) દયાશંકરભાઈ ત્રિવેદી અને સપ્લાયર સહિત ચાર લોકો રંગે હાથે ઝડપાઇ જતા પોલીસ દ્વારા ત્રણેય આરોપીની સરાભરા સાથે ધરપકડ કરી જેલહવાલે કર્યાં હતા.જામનગર ના દાંડીયા સંચાલક ઝડપાઇ જવાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી હતી તલાલા પોલીસે જામનગરના દારૂ રસીયા અને સપ્લાય પાસેથી પોલીસે ફાર્મ હાઉસના રૂમ નં .૧ માંથી એક બોટલ વિદેશી દારૂ તથા પાંચ મોબાઈલ સાથે કુલ રૂ .૨૬ હજારનો મુદ્દામાલ પણ કબજે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના મેયરની પુત્રીને પતિનો ત્રાસથી ભારે ચકચાર: ક્લાસ-ટુ ઓફિસર સામે કરી ફરિયાદ

અગાઉ જામનગરની જમીન માપણી કચેરીમાં ફરજ બજાવી ચૂકેલા અને હાલ સુરેન્દ્રનગરમાં DILR તરીકે ફરજ બજાવતા કાતિક ગીતાબેન મહેતા સામે ફરિયાદ

13 ઓક્ટોબર 21ના રોજ રાજ્ય મહિલા આયોગ સમક્ષ મામલો પહોંચ્યો હતો

દેશ દેવી ન્યુઝે સાથેની વાતચીતમાં કાર્તિક મહેતાએ જણાવ્યુંં કે મારી પાસે સામાપક્ષે સમાધાન માટે ૫૦ લાખ માંગ્યા પરંતુ મારો કોઈ વાક કે કસુર નથી મારી પાસે તમામ પૂરાવા છે.સુરેન્દ્રનગરમાં જમીન માપણી કચેરીમાં (DILR) ફરજ બજાવતા અધિકારીએ દહેજ માટે શારિરીક – માનસિક ત્રાસ આપ્યો

જામનગરના મેયરની પુત્રીને પતિનો ત્રાસ શહેરના સીટી- બી-ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા રાજકીય – સામાજિક ક્ષેત્રે ભારે ખળભળાટદેશ દેવી ન્યુઝ જામનગર 09. જામનગર શહેરના પ્રથમ નાગરિક એવા મેયરની પુત્રીને તેમના કલાસ ટુ ઓફિસર પતિ દ્વારા દહેજ માટે શારીરિક – માનસિક ત્રાસ આપી મારકૂટ કરતા હોવાની ફરિયાદ સીટી – બી ડીવિઝનમાં નોંધાતા ભારે ખળભળાટ મચી ગયો છે.

જામનગર શહેરના પંચવટી વિસ્તારમાં રહેતા અને મહાનગર પાલિકાના પ્રથમ નાગરીક એવા બીનાબેન કોઠારીની પુત્રી પંકતી અશોકભાઇ કોઠારીએ સીટી – બી ડિવિઝનમાં ફરિયાદનોંધાવી હતી કે , તેના રાજકોટ ખાતે રહેતા પતી છે તેમજ મારકૂટ કરતા હોય જે અંગેની ફરિયાદ સીટી – બી ડીવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતા તેની તપાસ મહિલા પેાલીસ સ્ટેશનના પીએસઆઇને સોંપવામાં આવી હતી જેને સુરેન્દ્રનગર ખાતે ડીએલઆર કચેરીમાં અધિકારી તરીકે ફરજ બજાવતા કાર્તિકભાઇને અનેક નોટિસો આપવા છતાં હાજર ન થતાં રવિવારના તેઓ રાજકોટ ખાતેથી તેમને લઇ આવ્યા હતાં.આ બનાવના પગલે જામનગરના રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે સાથોસાથ ભારે ચર્ચા જાગી છે .

જામનગરના પટેલ કોલોનીમાં રહેતી વણીક મહિલા બની લાપતા

જામનગરના પટેલ કોલોનીમાં રહેતી વણીક મહિલા બની લાપતા

દેશ દેવી ન્યુઝ જામનગર O8.જામનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર-૩, રોડ નં-૩ પાસે વિક્રમ એપાર્ટમેન્ટ બાજુમાં રહેતા હેતલબેન અશોકભાઈ પુનાતર નામની ૪૮ વર્ષીય જૈન મહિલા તા.૦૫-૦૫-૨૨ ના રોજ કોઈને કહ્યા વગર ઘરેથી ચાલ્યા ગયેલ છે.ગુમ થનાર જૈન મહીલા શરીરે મધ્યમ બાઘાના ઉજળા તેમજ મધ્યન લાંબા કાળા વાર તેમજ આંખો કાળી છે . ઉંચાઇ આશરે પાંચ ફુટ બે ઇંચ છે તેને છેલ્લે કુર્તી દુધીયા કલરની તેમજ નીચે કાળા કલરની લેઘી તેમજ કાળા કલરનો દુપટ્ટો પહેરેલ હતો અને તે ગુજરાતી , હીન્દી ભાષા જાણે છે.પરિવારજનોએ તેની શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ ન મળતા મયુરભાઇ અશોકભાઇ પુનાતરએ સીટી- બી પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે ગુમ નોંધ નોંધી શોધખોળ હાથ ધરી છે ઉપરોક્ત વર્ણનવાળી મહિલાની કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશન પર જાણ કરવા વિનતી છે.

જામનગરમાં બહેનના ઘરે જવાનું કહી સ્વરૂપવાન પરિણીતા બની લાપતા

જામનગરમાં બહેનના ઘરે જવાનું કહી પરિણીતા લાપતા

દેશ દેવી ન્યુઝ જામનગર તા . ૭ઃ જામનગર શહેરના ખેતીવાડી , વુલનમીલ વિસ્તારમાં પરમાર લત્તામાં રહેતા દિનેશભાઈ આલાભાઈ સાગઠીયાની પત્ની સીમાબેન ( ઉ.વ. ૪૫ ) કે જે ગત તા . ૩ મે ના રોજ સવારે નવ વાગ્યાના અરસામાં પોતાના બહેનના ઘરે જાવ છું તેમ કહી ક્યાંક ચાલી ગઈ છે .ધો . ૧૦ સુધીનો અભ્યાસ કરેલ પરિણીતાને ગુજરાતી , અંગ્રેજી અને હિન્દી ભાષા લખતા વાંચતા આવડે છે . પાંચ ફુટ એક ઈંચ ઉંચાઈ રાવતા સીમાબેન ઘરેથી નિકળતી વેળાએ મહેંદી કલરની કુર્તી અને સફેદ કલરની લેગીસ પહેરેલ હતી . પરિવારજનોએ તેની શોધખોળ કરવા છતાં તેની કોઈ ભાળ ન મળતા દિનેશભાઈ આલાભાઈ સાગઠીયાએ સીટી સી પોલીસ મથકમાં જાણ કરતાં પોલીસે ગુમ નોંધ નોંધી શોધખોળ હાથ ધરી છે .ઉપરોક્ત વર્ણનવાળી મહિલાની કોઈને ભાળ મળે તો સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના ફોન નં . ૦૨૮૮ ૨૫૫૦૮૦૫ અથવા એ . એસ . આર . આર . એમ . ડુવાના મો . નં . ૯૫૧૦૩ ૫૧૭૫૧ પર જાણ કરવી

જામનગર જિલ્લા જેલમાં કેદીઓએ ફરી ‘લખણ’ ઝળકાવ્યા: સિપાઈએ કરી 14 સામે ફરજ રૂકાવટ

જામનગર જિલ્લા જેલમાં યાર્ડમાં જવા બાબતે સર્જાય બબાલ: 14 કેદીઓ સામે પોલિસ ફરિયાદ

આરોપી :- ( ૧ ) હનીફ રસુલ મકવાણા ( ૨ ) કાદર ઉર્ફે ઓઢીયો જુમાભાઇ જુણેજા ( ૩ ) શબીર ઉર્ફે માઇકલ ઉમરભાઇ ખફી ( ૪ ) સોહીલ મહમદભાઇ પારેખ ( પ ) જાફર સીદીકભાઇ જુણેજા ( ૬ ) ઉબેદ અબ્દુલભાઇ કોરડીયા ( ૭ ) જહાંગીર યુસુફભાઇ ખફી ( ૮ ) અબાર ઉર્ફે કારીયો હુશેનભાઇ સફિયા ( ૯ ) અસલમ હુશેનભાઇ સફિયા ( ૧૦ ) મુસ્તાક હોથીભાઇ ખફી ( ૧૧ ) એઝાજ દાઉદભાઇ સફિયા ( ૧૨ ) સાલેમામદ ઉર્ફે કચ્છી ઇશા દાઉદભાઇ છરૈયા ( ૧૩ ) એઝાઝ ઉર્ફે ચકલી કદરભાઇ શેખ ( ૧૪ ) અશરફ ઇલ્યાસભાઇ સાયચાદેશ દેવી ન્યુઝ જામનગર O7.જામનગર જિલ્લા જેલમાં કેદીઓ દ્વારા સિપાઈ ઉપર હુમલાના બનાવ કાઈ નવી વાત નથી રહી અવાર-નવાર જીલ્લા જેલમાં બધળાટીઓ છાસવારે પ્રકાશમાં આવતી હોય છે. તેવામાં જામનગર જીલ્લા જેલમા ફરજ બજાવતા ધર્મદીપસિંહ જીતેન્દ્રસિંહ જાડેજા જેલ ખાતે યાર્ડ નં .૦૫ અને ૦૬ ઉપર તેની ફરજ પર હોય ત્યારે આરોપી હનીફ રસુલ મકવાણાને યાર્ડ નં . ૪ માથી ૬ મા જતા રોકતા ફરીયાદી ઉશ્કેરાઈ જઈ ધર્મદીપસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી ધમાચકડી મચાવી હતી.

જેલ ગાર્ડ દ્વારા યાર્ડનો દરવાજો બંધ કરવાનો પ્રયત્ન કરતા તમામ 14 શખ્સો એકસંપ થઇ યાર્ડનો દરવાજો પકડી રાખી બંધ ‘ન’ કરવા બધળાટી બોલાવી હતી જેલની અંદર દેકારો થતા અન્ય સિપાઈ અને જેલર દોડી ગયા હતા જેથી કેદીઓ દ્વારા જેલ ગાર્ડની ફરજ રૂકાવટ કર્યાં અંગેની પોલીસને જાણ કરાઇ હતી આથી પોલીસ કાફલો જિલ્લા જેલ ખાતે દોડી જઈ સમગ્ર હકીક્તનો તાગ મેળવ્યો હતો.આથી પોલીસે ધર્મદીપસિંહ જાડેજાની ફરિયાદ પરથી ચૌંદ શખ્સો સામે ઇ.પી.કો ૧૮૬ , ૫૦૬ ( ૨ ) ૧૪૩, ૧૧૪ મુજબ ગુનોં દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુ સીટી-એના Pl મહાવીરસિંહ જલુના માગદર્શન હેઠળ PSI એ.એ નોયડા ચલાવી રહ્યા છે.

જામનગરમાં ચાલી રહેલ શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં ગુજરાત ભરમાંથી અનેક રાજકીય આગેવાનોનો પ્રવાહ જામનગર તરફ: જુવો ચલણ નોટોનો Live વરસાદ

જામનગર માં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ માં ગુજરાત ભરમાંથી અનેક રાજકીય આગેવાનોનો પ્રવાહ જામનગર તરફ વળ્યો.

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૬, જામનગર ના આંગણે ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના ધર્મેન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય હકુભા) ના પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યો છે. જે ભાગવત કથાનું શ્રવણ કરવા માટે તેમજ લોકડાયરા સહિતના રાત્રી કાર્યક્રમમાં હાજરી આપવા માટે સમગ્ર ગુજરાતભરમાંથી અનેક રાજકીય અગ્રણીઓ, વિવિધ સમાજના આગેવાનો, સંતો- મહંતો, વગેરે જામનગરના આંગણે પહોંચી રહ્યા છે, અને ગુજરાત રાજ્યના ભાજપ કોંગ્રેસ સહિતના અનેક સાંસદો, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય વગેરેની ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે.જામનગર ના આણંદાબાવા સેવા સંસ્થાના મહંત પૂજ્ય દેવ પ્રસાદજી મહારાજ છઠ્ઠા દિવસના સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓએ વ્યાસપીઠ નું પૂજન કર્યા પછી યજમાન પરિવાર તથા સૌ શ્રોતાજનોને આશિર્વચન પાઠવ્યા હતા, તેમજ સમગ્ર કથા સત્રમાં સભા મંડપમાં ઉપસ્થિત રહી ભાગવત કથાનું શ્રવણ કર્યું હતું.

આ ઉપરાંત જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, સિટી ઇજનેર ભાવેશભાઈ જાની, નોબત દૈનિકના ચેતનભાઇ માવાણી, ધારાસભ્ય વાસણભાઈ આહિર, પૂર્વમંત્રી આત્મારામભાઇ પરમાર વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓનું યજમાન પરિવાર દ્વારા સન્માન કરાયું હતું, અને પૂજ્ય ભાઇજી ના આશીર્વાદ મેળવ્યા હતા.આ ઉપરાંત ભાગવત કથાના જુદા-જુદા સત્રમાં તેમજ રાત્રી કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા, ધારાસભ્ય કાંધલ જાડેજા, ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ, સંસદ સભ્ય રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ભરતભાઇ બોઘરા, ધારાસભ્ય અમિત ભાઈ ચૌધરી, ધારાસભ્ય બચુભાઈ ચભાડીયા, તેમજ પ્રદીપભાઈ ડવ વિશેષરૂપે ઉપસ્થિત રહ્યા હતા, જેઓનું યજમાન પરિવાર દ્વારા ખેસ પહેરાવી સ્મૃતિભેટ આપી વિશેષરૂપે સન્માન કરવામાં આવ્યું હતું.

સાથોસાથ ગુજરાત રાજ્યના અને સમાજના આગ્રહણીઓ ઉદ્યોગપતિઓ, શહેર ભાજપના અગ્રણી અને લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અગ્રણી બિલ્ડર મેરામણભાઇ પરમાર ભરતભાઈ કવાડ વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા, અને તેઓનું પણ યજમાન પરિવાર દ્વારા સ્વાગત અને સન્માન કરાયું હતું.

ભાગવત કથાના ચતુર્થ દિવસીય લોક ડાયરાના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના અનેક ધારાસભ્યો બન્યા મહેમાન

ભાગવત કથાના ચતુર્થ દિવસીય લોક ડાયરા ના કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના અનેક ધારાસભ્યો મહેમાન બન્યાદેશ દેવી ન્યુઝ જામનગર 05.જામનગરના પ્રદર્શન મેદાનમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ના પરિવારના યજમાનપદે ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના ચોથા દિવસે લોક સાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી તેમજ લોક સાહિત્યકાર અનુભા ગઢવી નો લોક ડાયરા નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં અન્ય મહેમાનોની સાથે ગુજરાત રાજ્યના અનેક ધારાસભ્યો મહેમાન બન્યા હતા. જેઓનું યજમાન પરિવાર દ્વારા સ્વાગત કરાયું હતું. જામનગરના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં કથામૃતપાન કરાવવા માટે તેમજ લોકડાયરાના રાત્રી કાર્યક્રમો માણવા માટે સમગ્ર ગુજરાત રાજ્યના ધારાસભ્યોને નિમંત્રણ પાઠવાયું છે, અને ગુજરાતભરમાંથી અનેક ધારાસભ્યો- સંસદસભ્યો તેમજ અન્ય રાજકીય આગેવાનો, સામાજિક ક્ષેત્રે સંકળાયેલા અગ્રણીઓ, સંતો -મહંતો, કથાનું રસપાન કરવા માટે જામનગરના આંગણે આવી રહ્યા છે. જેમાં ગઇરાત્રે ગુજરાત વિધાનસભાના પાંચ થી વધુ ધારાસભ્યો રાત્રિ કાર્યક્રમ નો લાભ લેવા માટે જામનગર આવી પહોંચ્યા હતા. કચ્છ માંડવી ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા, ટંકારા ના ધારાસભ્ય લલીતભાઈ કગથરા, તાલાલા ગીર ના ધારાસભ્ય ભગાભાઈ બારડ,સાવરકુંડલાના પ્રતાપભાઈ દુધાળા વગેરેનું યજમાન પરિવાર દ્વારા ખેસ પહેરાવી સ્મૃતિ ભેટ આપીને સન્માન કરાયું હતું.એટલુંજ માત્ર નહીં લોક સાહિત્યકાર લાખણશીભાઈ ગઢવી તેમજ અનુભા ગઢવી દ્વારા ચારણી સાહિત્ય તેમજ લોકગીતોની રમઝટ બોલાવાઈ હતી, જે દરમિયાન તેઓ દ્વારા નોટોનો વરસાદ પણ કરાયો હતો.
સાથોસાથ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાંથી અનેક સંતો મહંતોની પણ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ તેમજ લોક ડાયરા ના કાર્યક્રમમાં ઉપસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં જુનાગઢ અખાડા ના મહાદેવગીરી બાપુ, તેમજ રુદ્ર ગીરીબાપુ પણ જામનગર પધાર્યા હતા, અને રાત્રી કાર્યક્રમ સાથે જોડાયા હતા. જેઓના યજમાન પરિવાર દ્વારા આશીર્વાદ મેળવીને સન્માન કરાયું હતું.લોકડાયરાના રાત્રિ કાર્યક્રમમાં ભાવનગરના રાજપૂત સમાજના અગ્રણી વાસુદેવ સિંહજી ગોહિલ, ઉપરાંત અનિરુદ્ધસિંહજી જાડેજા (રીબડા વાળા), ગુજરાત પ્રદેશના કોંગ્રેસ અગ્રણી યુસુફભાઈ ખફી, કોંગ્રેસના કોર્પોરેટર ધવલભાઇ નંદા, નોબત દૈનિકના મુખ્ય વ્યવસ્થાપક ચેતનભાઇ માધવાણી સહિતના મહાનુભાવો નું પણ યજમાન પરિવાર દ્વારા સન્માન કરાયું હતું.

જામનગરની શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં પધારતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

જામનગરની શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં પધારતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા

ભાઈશ્રી ની કથા નું શ્રવણ કરવાથી રાજકારણીઓનું કલ્યાણ થાય છે, અને તો જ પ્રજાનું પણ કલ્યાણ થશે:- પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા

ભાગવત કથાના યજમાન દ્વારા સમરસતાના કાર્યો કરાઈ રહ્યા છે, જે સરકાર દ્વારા પોલીસી બનાવી કાયમી વ્યવસ્થા બનાવવી જરૂરી છે

દેશ દેવી ન્યુઝ જામનગર 04. જામનગર શહેરમાં ચાલી રહેલી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ ના ચતુર્થ દિવસીય સત્રમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા કથા શ્રવણ માટે પધાર્યા હતા, અને તેઓએ પ્રખર ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ના ચરણોમાં વંદન કરીને તેઓની દિવ્યવાણી થી રાજકારણીઓનું કલ્યાણ થાય છે, અને જો રાજકીય આગેવાનોનું કલ્યાણ થશે, તો જ પ્રજાનું પણ કલ્યાણ થશે, તેવી વાત કરી હતી. ઉપરાંત યજમાન પરિવાર દ્વારા પ્રતિદિન આરતી સહિત અનેક કાર્યક્રમોમાં સમરસતાના કાર્યો કરવામાં આવી રહ્યા છે, તે કાર્યોને સરકાર દ્વારા ખાસ પોલીસી બનાવી તેનો અમલ કરવાની જરૂર છે, તેમ પણ જણાવ્યું હતું. જ્યારે ગઈકાલની પરશુરામ જયંતિ ની તિથિ કે તે પર્વની ગુજરાતમાં રજા જાહેર કરવાની મુખ્યમંત્રીના કાળમાં પોતે પહેલ કરી હતી, જે હજુ ચાલુ છે. તેમ પણ જણાવ્યું હતું.

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલા તૃતીય દિવસના રાત્રી કાર્યક્રમમાં સૌપ્રથમ હાજર રહ્યા હતા, ત્યારે ધારાસભ્ય અને યજમાન શ્રી હકુભા જાડેજા દ્વારા તેઓનું સન્માન કરાયો હતો, અને મોડી રાત્રી સુધી કલાકારો સાઈરામ દવે તથા બ્રિજરાજદાન ગઢવી ની લોક સાહિત્યની વાતો મન ભરીને માણી હતી.

ત્યારબાદ આજે ભાગવત કથાના ચતુર્થ દિવસે પ્રારંભ સમયે પણ ઉપસ્થિત રહ્યા હતા, અને પૂજ્ય ભાઇજી ની કથાનું શ્રવણ કર્યું હતું. જેઓએ કથા પ્રારંભ પહેલાં પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું, કે વિશ્વ વિખ્યાત પૂજ્ય રમેશભાઈ ઓઝાની દિવ્ય વાણી સાંભળવાથી તમારા જેવા રાજકીય આગેવાનો નું જરૂરથી કલ્યાણ થાય છે, અને જો રાજકીય આગેવાનનું કલ્યાણ થશે, તો જ પ્રજાનું કલ્યાણ થશે. જેથી અમારા જીવનમાં પૂજ્ય ભાઈશ્રી ની કથા ખૂબ જ મહત્વની છે.

તેઓએ ધર્મ- ધર્મની લડાઈ નહીં પરંતુ માનવતા નો ધર્મ પાળવા માટે ની વાત કરી છે, ઉપરાંત યજમાન પરિવાર દ્વારા પોતાની માતાની સ્મૃતિમાં આ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે, જેનો અનેક હાલારવાસીઓ લાભ મેળવી રહ્યા છે.

ઉપરાંત પ્રતિદિન આરતીના અનાથ બાળકો, ગંગાસ્વરૂપા બહેનો, દલિત સમાજ, આદિવાસી સમાજ, વગેરેને સમરસતાના ભાગરૂપે જોડવાના જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, જે અભિનંદનને પાત્ર છે. એટલું જ માત્ર નહીં, હકુભા જાડેજા દ્વારા કાર્ય કરાઈ રહ્યું છે, તે તો ટોકન માત્ર છે.

પરંતુ સરકાર દ્વારા આ સમરસતાના ભાવને પોલીસી બનાવીને તેને કાયમી વ્યવસ્થા ઉભી કરવી જોઈએ તેવો પણ ભાવ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતની વિધવા બહેનો કે જેઓને ઘેર બેઠા ઘર ખર્ચ માટે ના પૈસા મળતા રહે, તેવી કાયમી વ્યવસ્થા થવી જોઈએ, તેમજ આવા સમરસતાના પ્રત્યેક કાર્ય પોલિસીના ભાગરૂપે ચાલુ રહેવા જોઈએ, તેવી વાત કરી હતી.

ગઈ કાલ ના દિવસ ને વિશેષરૂપે યાદ કર્યો હતો, અને અક્ષય તૃતીયા ની તિથિ, પરશુરામ જયંતી, અને ઈદ ના તહેવાર વિશે વાત કરતાં જણાવ્યું હતું, કે વર્ષો પહેલાં પોતે જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે પરશુરામ ભક્તો એવા લોકોએ પોતાની પાસે આવીને વાત કરી હતી, કે પરશુરામ ભગવાન ના જન્મ જયંતીના દિવસે પણ રાજ્ય સરકાર દ્વારા રજા જાહેર કરવામાં આવે, અને મેં ક્ષત્રિય અગ્રણી તરીકે જે તે વખતે પરશુરામ જયંતિ ની રજા જાહેર કરી હતી, અને તે ગુજરાતમાં હજુ સુધી ચાલુ છે. તેવી યાદ અપાવી હતી.

જામનગર સહિત રાજ્યમાં 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રીની મંજૂરી

જામનગર, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા મહાનગરોની કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રીની મંજૂરી

વડોદરા અને જામનગરમાં મળીને પાંચ ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી 

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.20(જામનગર) તથા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 21(જામનગર)ને મંજુરી: ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરીથી જામનગરનો વિકાસ થશે: કાર્યપાલક ઈજનેર ભાવેશભાઈ જાની

રાજ્યના શહેરી ક્ષેત્રના આયોજનબદ્ધ વિકાસને વેગવંતો બનાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા-જામનગર મહાનગરોની કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મુખ્યમંત્રી ની મંજૂરી.

કુલ 27500 જેટલા ઈ.ડબ્લ્યુ.એસ. આવાસ-રહેઠાણ માટે જમીન મળશે.

બાગબગીચા-રમતગમત મેદાન વગેરે માટે કુલ 33.66 હેક્ટર્સ, જાહેર સુવિધા માટે 55.58 હેક્ટર્સ, વેચાણ માટે 115.97 હેક્ટર્સ જમીન મળશે.

દેશ દેવી ન્યુઝ જામનગર 03.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આયોજનબદ્ધ શહેરી વિકાસની દિશામાં વધુ એક સ્તુત્ય નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી એ આ વિકાસને વધુ વેગવંતો બનાવવાના હેતુથી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને જામનગરની કુલ 7 ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.

આ સ્કીમને મંજૂરી મળતાં સંબંધિત વિસ્તારોમાં આંતરમાળખાકીય સવલતો અને રસ્તાઓના કામનું ઝડપી અમલીકરણ થતાં નાગરિકોને વધુ સુવિધા મળતી થશે.

ભૂપેન્દ્ર પટેલે જે પ્રીલીમનરી ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી છે, તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટી.પી. સ્કીમ નં 38/1 દાણીલીમડા તથા ગાંધીનગર મહાનગર પાલિકાની ટી.પી. સ્કીમ નં. 61 ખોરજ ખોડિયારનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીશ્રીએ વડોદરા અને જામનગરમાં મળીને પાંચ ડ્રાફ્ટ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે.

તદઅનુસાર, આ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમમાં જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં.20(જામનગર) તથા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 21(જામનગર), વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 10(ગોત્રી-ગોરવા), વડોદરા શહેરી વિકાસ સત્તામંડળની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 21(સમીયાલા-બીલ) તથા ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ નં. 24/એ(અંકોડીયા-ખાનપુર-સેવાસી-મહાપુરા)નો સમાવેશ થાય છેમુખ્યમંત્રી એ આ ટાઉન પ્લાનિંગ સ્કીમને આપેલી મંજૂરીના પરિણામે અમદાવાદ, ગાંધીનગર, જામનગર અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને વુડાની કુલ 7 ટી.પી. સ્કીમ મળીને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ-રહેઠાણ માટે કુલ 32.55 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે. અને આ બધી સ્કીમમાં મળીને અંદાજે કુલ 27500 ઈ.ડબ્લ્યુ.એસ. આવાસો બની શકશે.

એટલું જ નહીં, બાગબગીચા તથા રમતગમતના મેદાન, ખુલ્લી જગ્યા માટે સમગ્રતયા 33.66 હેક્ટર્સ જમીન અને જાહેર સુવિધા માટે 55.58 હેક્ટર્સ જમીન ઉપલબ્ધ થશે

આ ઉપરાંત આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવાના હેતુસર વેચાણ માટે કુલ આશરે 115.97 હેક્ટર્સ જમીન સંપ્રાપ્ત થશે

વાડીનારમાં ‘પતિ, પત્નિ’ ઔર ‘વો’ નો કિસ્સો ચડ્યો ચર્ચાના ચાકળે

વાડીનારમાં ‘પતિ, પત્નિ ઔર વો નો કિસ્સો

પત્ની સાથે અફેરની ના પાડતા આરોપીએ પતિને માર માર્યો

પરિણીતાના અનૈતિક સંબંધોને લીધે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતા પત્ની રીસામણે ચાલી ગઈ

આરોપી વિરૂદ્ધ વાડીનાર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર O3 ખંભાળિયા: દેવભૂમિ દ્વારકાના વાડીનાર ગામે પત્ની સાથે અફેર ધરાવતા શખ્સને ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ પતિ પર હુમલો કરી માર માર્યો હતો. જેને લઈ વાડીનાર મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે સફાઈ કામદાર તરીકે નોકરી કરતા એક યુવાનને અન્ય એક શખ્સે માર મારી ધમકી આપી હોવાની વાડીનાર મરીન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘાયલ યુવાનની પત્ની સાથે આરોપીને અનૈતિક સંબંધ હોય આ સંબંધ તોડી નાખવા માટે યુવાને કહેતા આરોપીએ હુમલો કરી માર માર્યો હતો. પરિણીતાના અનૈતિક સંબંધોને લીધે પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતા પત્ની રીસામણે ચાલી ગઈ હોવાનું પણ પોલીસમાં જાહેર થયું છે.

અનૈતિક સંબંધની આડમાં અનેક ઘરસંસાર પડી ભાંગ્યા છે. અનેક દંપતીઓ છુટા પડ્યા હોવાના પણ અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે પતિ-પત્ની અને વો જેવા કિસ્સામાં થયેલી મારામારીનો એક બનાવ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર ગામેથી સામે આવ્યો છે. જેમાં વાડીનાર ગામમાં રહેતા આરોપી રાહુલ નટુભાઈ સોલંકી નામના આ જ ગામના શખ્સે હુમલો કરી માર માર્યો હતો. યુવાન સામે વાણીવિલાસ આચરી, લોખંડના પાઇપના ઘા મારી, આરોપીએ નાકની ઉપર તથા આંખની ઉપરના ભાગે સામાન્ય ફેક્ચર સહિતની ઇજા પહોંચાડી હતી.આ બનાવમાં એક મહિલાને પણ આરોપીએ ધક્કો મારી દેતાં તેઓને પણ મુંઢ ઈજા પહોંચી હતી. હુમલો કરી આરોપી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી ગયો હતો. આ બનાવ બાદ સારવાર લઇ યુવાને આરોપી રાહુલ સામે વાડીનાર પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી હતી. પોતાની પત્ની વચ્ચે થયલી માથાકૂટમાં આરોપીની ભુમિકાનો આરોપ લગાવાયો છે. માથાકૂટના કારણે પત્ની રીસામણે ચાલી ગઇ હતી. આરોપીને ઘાયલ યુવાનની પત્ની સાથે અફેર હોવાથી પતિ-પત્ની વચ્ચે માથાકૂટ થતી રહેતી હતી. ઘાયલ યુવાને આરોપીને પોતાની પત્ની સાથે અફેર રાખવાની ના પાડતા આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. પોલીસે આરોપી સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.