Thursday, October 15, 2026
Home Blog Page 285

જામનગરમાં રાજ પાર્ક વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારના અડ્ડા પર દરોડો: 8 મહિલા ઝડપાઇ

જામનગરમાં રાજ પાર્ક વિસ્તારમાં મહિલા સંચાલિત જુગારના અડ્ડા પર દરોડો: 8 મહિલા ઝડપાઇ

જુગારી:- (૧) દક્ષાબેન ગોપાયાણી (૨) જીજ્ઞાબેન જગદીશભાઈ જોગીયા (૩) બીનાબેન આનંદભાઈ ખાખરીયા (૪) મનિષાબેન પ્રકાશભાઈ હરબડા(પ) ગીતાબેન ધવલભાઇ મહેતા (૬) અનુબેન માધવભાઈ બારીયા (૭) ભારતીબેન નારણભાઈ મકવાણા (૮) મેરુનબેન મામદભાઇ ખફીદેશ દેવી ન્યુઝ જામનગર 02. જામનગરમાં રાજ પાર્ક -4 નજીક રંગમતી પાર્ક વિસ્તારમાં જય અંબે નામના મકાન ના રહેતી દક્ષાબેન મેહુલભાઈ ગોપીયાણી નામની મહિલા દ્વારા પોતાના રહેણાંક મકાનમાં બહારથી જુદી- જુદી મહિલાઓને એકત્ર કરી જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે, અને ગંજીપાના વડે મહિલાઓ રોનપોલીસ નામનો જુગાર રમી રહી છે, તેવી ચોક્કસ બાતમી પોલીસને મળતાં રવિવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો. જે દરોડા દરમિયાન મકાનમાંથી કુલ આઠ મહીલાઓ ગંજીપાના ટીંચી રહેલી મળી આવી હતી.જેથી પોલીસે મકાનમાલિક દક્ષાબેન ગોપાયાણી ઉપરાંત જીજ્ઞાબેન જગદીશભાઈ જોગીયા, બીનાબેન આનંદભાઈ ખાખરીયા, મનિષાબેન પ્રકાશભાઈ હરબડા, ગીતાબેન ધવલભાઇ મહેતા, અનુબેન માધવભાઈ બારીયા, ભારતીબેન નારણભાઈ મકવાણા, અને મેરુનબેન મામદભાઇ ખફી વગેરે આઠ મહિલાઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 33,570 ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.

જામનગરના સોની વેપારી સાથે નવતર છેતરપીંડી: 2 સુમરા શખ્સોએ 8 લાખનું બુચ માર્યું

જામનગરના સોની વેપારી સાથે નવતર છેતરપીંડી: બે શખ્સોએ રૂા. આઠ લાખની રકમનું બુચ માર્યું

ખાનગી ફાઈનાન્સ કંપનીમાં ઊંચા વ્યાજે પડેલું સોનું છોડાવવા માટે સોની વેપારીને શીશામાં ઉતારવા આચરી  છેતરપીંડી

આરોપીએ ઇકબાલ ખીરાએ અગાઉ ટ્રાફિક પોલીસને ગાળો ભાડતો વિડીયો વાઈરલ કર્યાં હતો તેમાં પણ તેના વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

દેશ દેવી ન્યુઝ જામનગર O2. જામનગરના એક સોની વેપારી સાથે બે શખસો દ્વારા છેતરપિંડી આચરવામાં આવી હોવાનું અને રૂપિયા 8 લાખની રકમ પડાવી લીધાનો કિસ્સો સામે આવતાં ભારે ચકચાર જાગી છે. ફાઈનાન્સ કંપનીમાં ગીરવે મૂકેલું સોનું છોડાવવાના બહાને પાંચ લાખની રકમ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરી હોવાથી સમગ્ર મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે. આ નવતર પ્રકારની છેતરપિંડીના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ભંગાર બજાર રોડ પર આકાશ ગંગા કોમ્પ્લેક્સ માં રહેતા અને ચાંદી બજારમાં મયુર જવેલર્સ નામની સોના- ચાંદીના ઘરેણાની દુકાન ધરાવતા કિરીટભાઈ મહેન્દ્રભાઈ રાધનપુરાએ પોતાની સાથે રૂપિયા આઠ લાખની છેતરપિંડી કરવા અંગે જામનગરમાં રહેતા ઈકબાલ ઇબ્રાહીમભાઇ ખીરા અને વસીમભાઈ ખીરા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ પૂછપરછમાં જાહેર કરાયા અનુસાર સોની વેપારી કિરીટભાઈ રાધનપુરા પાસે આજથી એકાદ માસ પહેલા 3.3.2022 ના દિવસે આરોપી ઈકબાલ ઈબ્રાહીમ ખીરા જામનગરના જ વચેટિયા વસીમભાઈ ખીરા સાથે દુકાને પહોંચ્યો હતો, અને ખાનગી ફાઇનાન્સ કંપની માં પોતાનું અંદાજે સાડા દસ લાખ રૂપિયાની કિંમતનું સોનુ ગીરવે મુકેલું છે, જેનું ઊંચું વ્યાજ ભરી ને પોતે થાકી ગયો છે, અને સોનુ છોડાવીને વેચી નાખવું છે, તેમ કહી સોની વેપારીને સાણસામાં લીધા હતા. તેના માટે આઠ લાખ રૂપિયાની રકમ પોતાના બેંક ખાતામાં જમા કરાવવા માટેનું જણાવ્યું હતું. જેથી સોની વેપારી આઠ લાખની રકમ લઈને બંને આરોપીઓ સાથે અંબર ચોકડી નજીક આવેલી ખાનગી બેંકમાં રૂપિયા જમા કરાવવા માટે ગયા હતા, અને આરોપીના ખાતામાં રૂપિયા જમા કરાવી દીધા હતા.ત્યાર પછી લિમડાલેનમાં આવેલી ફાઇનાન્સ કંપની ની પેઢીમાં સોનુ છોડાવવા જવા માટે નું કહીને બંને આરોપીઓ પોતાના સ્કૂટરમાં રફુચક્કર થઈ ગયા હતા. સોની વેપારી દ્વારા બંનેની શોધખોળ શરૂ કરાઇ હતી, અને તેઓના ઘરે પણ પહોંચ્યા હતા. પરંતુ આરોપી ઇકબાલ ની પત્નીએ ઘરમાંથી પણ જાકારો આપી દીધો હતો. આખરે સમગ્ર મામલો સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, સાથો સાથ સાઇબર ક્રાઈમ સેલ ને પણ જાણ કરવામાં આવી હતી જેથી સાઇબર ક્રાઇમ સેલના પી.આઈ. પી.પી.ઝા તેમજ સીટી-એ ડિવિઝનના પી.આઈ. મહાવીરસિંહ.જે જલુ વગેરેએ તાત્કાલિક અસરથી ખાતું ફ્રીઝ કરાવી દઇ આઠ લાખ રૂપિયાની રકમ સ્થગિત કરાવી દીધી હતી. જેથી આરોપી તે રકમ ઉપાડી શક્યો નથી.

આ સમગ્ર મામલે આખરે ગઇકાલે મોડી સાંજે સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં બન્ને શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. સોની વેપારીને ફસાવવાના ભાગરૂપે આ કારસ્તાન રચ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત આરોપી ઇકબાલ ખીરા દ્વારા 29 મી ફેબ્રુઆરીના દિવસે આ જ રીતે જામનગરના અન્ય એક સોની વેપારી નીલેશભાઈ સાથે પણ રૂપિયા બે લાખની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું અને તે રકમ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે. જે મામલો પણ સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે.

આથી સીટી-એ ના પોલીસ ઈન્સપેક્ટર મહાવીરસિંહ જલુના માગદર્શન હેઠળ દરબારગઢ ચોકીના PSI નિશાંત હરિયાણીએ કિરીટભાઈ રાધનપુરાની ફરિયાદ પરથી આરોપી ઇકબાલ ખીરા અને વસીમ ખીરા વિરૂદ્ધ ઇ.પી.કો કલમ -૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગૂનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઈકબાલ ખેરાએ અગાઉ ટ્રાફિક પોલીસને ગાળો ભાંડતો વિડીયો ઉતારી ધમાચકડી બોલાવી હતી.

ગોકુલનગરમાં યુવાનને ફિલ્મી ઢબે કારમાં ઉઠાવી જઈ માર મારતા CCTV ફૂટેજ આવ્યા સામે: જુવો વિડીયો

શહેરના ગોકુલનગરમાં મારામારીના બનાવમાં ચોંકાવનારા સીસી ટીવી ફુટેજ સામે આવ્યા.

 

પોલીસે અપહરણની કલમ ન ઉમેરતા અનેક સવાલ ઉઠયા : યુવાનને માર મારીને કારમાં ઉપાડી ગયા હતા

દેશ દેવી ન્યુઝ જામનગર 02.જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં સાયોની શેરીમાં રહેતા યુવાન પર સામુ જોવા બાબતે પાંચ શખસોએ હુમલો કરતા નાસભાગ મચી જવા પામી હતી . આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી . પરંતુ હવે આ આખી ઘટનાનો સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે . જેમાં યુવાનને બળજબરીથી ઉપાડીજઇ માર મારી મૂકી જતા સ્પષ્ટ દેખાઇ રહ્યા છે.છતાં આ પ્રકરણમાં પોલીસે અપહરણની કલમ ન નોંધતા અનેક સવાલ ઉભા થયા છે . જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં ગત તા .20 ના રોજ સામુ જોવા બાબતે બબાલ થતા રાજેન્દ્રસિંહ ચાવડા (ઉ.વ  23 ) પર લાકડાના ઘોકા વડે હુમલો થતા તેને જી.જી હોસ્પિટલ ખસેડાયો હતો . ઘટનાની જાણ થતાં પોલીસ પણહોસ્પિટલ દોડી ગઇ હતી અને રાજેન્દ્રસિંહની ફરિયાદ પરથી મારામારીનો ગુનો નોંધ્યો હતો.પરંતુ હવે પ્રકરણમાં સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે . જેમાં યુવાનને કારમાં લઇ જવામાં આવે છે અને પછી માર મારી મૂકી જવામાં આવે છે . છતાં પણ પોલીસ દ્વારા અપહરણની કલમનો ઉમેરો ન કરાતા અનેક સવાલો ઉભા થયા છે . સીટી – સી ડીવી . દ્વારા આ ગુનાની તપાસ ચાલે છે .

ખંભાળિયામાં સર્વિસ રિવોલ્વરથી પોલીસ જમાદારની આત્મહત્યાથી ચકચાર

ખંભાળિયામાં સર્વિસ રિવોલ્વરથી પોલીસ જમાદારની આત્મહત્યાથી ચકચાર

ચાર બાળકીઓએ પહેલા માતા ગુમાવી, હવે પિતાની છત્રછાયા પણ ગુમાવતા નોંધારી બનીદેશ દેવી ન્યુઝ ખંભાળિયા: દેવભૂમિ જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની ભાગોળે દ્વારકા ઘોરીમાર્ગ પર ખોડીયાર મંદિર પાછળના ભાગે શુક્રવારે બપોરે હેડ કોન્સ્ટેબલે સર્વીસ રીવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીધો હતો. આ પોલીસ કર્મચારી કલ્યાણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનુ સામે આવ્યુ છે.પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડા મથક ખંભાળિયાની ભાગોળે દ્વારકા હાઇવે પર આવેલા ખોડીયાર માતાજી મંદિર પાછળના ભાગે શુક્રવારે બપોરે પોલીસ કર્મચારી પ્રવિણભાઇ વાઘેલાએ રીવોલ્વરથી ગોળી મારી આપઘાત કરી લીઘો હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવની જાણ થતા જિલ્લા પોલીસ વડા નિતેષ પાંડેય અને ઉચ્ચ અધિકારીઓ સહિતની પોલીસ ટીમ પણ તુરંત ઘટનાસ્થળ પર દોડી ગયા હતા. મૃતક પોલીસ કર્મચારી કલ્યાણપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનુ સામે આવ્યુ છે.પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોષ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.મૃતક પોલીસ કર્મચારી ખંભાળિયા પંથકના વતની હતા અને હાલ કલ્યાણપુર પોલીસ મથકમાં હેડ કોન્સટેબલ તરીકે ફરજ બજાવતા હોવાનુ સામે આવ્યુ છે.જયારે તેના પત્નીનુ પણ કોરોના કાળ દરમિયાન મૃત્યુ નિપજયાનુ જાણવા મળ્યુ છે.આ બનાવના પગલે ચાર માસુમ બાળકીઓએ પિતાની પણ છત્રછાયા ગુમાવતા ભારે અરેરાટી સાથે શોકનુ મોજુ ફરી વળ્યુ છે.જયારે આ બનાવના પગલે પોલીસ બેડામાં પણ શોકની લાગણી છવાઇ છે.

જામનગરમાં ‘ગુજસીટોક’ પ્રકરણ ફરી ધૂણ્યું : યશપાલ-જશપાલની કરોડોની મિલકત જપ્ત 

0

જામનગરમાં ‘ગુજસીટોક’ પ્રકરણ ફરી ધૂણ્યું : આરોપીઓની કરોડોની મિલકત જપ્ત 

‘ગુજસીટોક’ના આરોપી જશપાલસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાની મીલકત ટાંચમાં લેતી જામનગર પોલીસ

જામનગર શહેર મેડીકલ કેમ્પસ પાછળ આવેલ જયંત કો.ઓ.હા.સો.લી. વાળી રેવન્યુ સરવે નં.224/254 પ્લોટ નં.બી/18 પૈકી સબ પ્લોટ નં.18/2 ક્ષેત્રફળ ચો.મી.253.685 (2730.68 ચો.ફુટ) મુજબની જગ્યા જપ્ત.

ગુજરાત સરકારે ‘ગુજસીટોક’ પ્રકરણ હેઠળ સીટી-એ ડીવીઝનમાં નોંધાયેલ ગુના મુજબ ગુજરાત સરકારના ગૃહવિભાગના આદેશ અનુસાર આજરોજ જામનગર પોલીસ દ્વારા જપ્તીની કાર્યવાહી હાથ ધરાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર 29 . જામનગરથી છેક દિલ્હી સુધી ચર્ચા જગાવનાર જામનગરનું ‘ગુજસીટોક’ પ્રકરણ ફરી ચર્ચામાં આવ્યું છે શુક્રવારના રોજ જામનગર પોલીસ અચાનક હરકતમાં આવીને ગુજસીટોકના આરોપીઓની કરોડોની મિલકત જપ્ત કરવામાં આવી છે. જામનગરની જયંત કો-ઓપરેટીવ સોસાયટીમાં યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજાના પ્લોટને જપ્ત કરવાની પોલીસે કાર્યવાહી કરી છે.

અગાઉ જામનગરના ભૂમાફિયા જયેશ પટેલ અને તેના સાગરિતો ઉપર લગામ કસવા માટે ગુજરાત સરકારે જામનગર પોલીસને ખુલ્લી છુટ આપીને તત્કાલિક જીલ્લા પોલીસવડા દીપેન ભદ્રનની આગેવાની હેઠળ એક ઓપરેશન શરૂ કરાયું હતું, જે ઓપરેશનમાં જામનગર પોલીસ દ્વારા ખૂબ જ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જયેશ પટેલના અનેક સાગરિતોને ઝડપી લઇ તેમને ‘ગુજસીટોક’ હેઠળ જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા અને હજુ પણ જેલમાં જ છે. આ પ્રકરણમાં જયેશ પટેલની અનેક મિલકતો પોલીસ દ્વારા ટાંચ લેવામાં આવી હતી.ત્યારે આજે શુક્રવાર તા.29-4-2022ના રોજ ફરી જામનગર પોલીસ દ્વારા આ જ ગુજસીટોક પ્રકરણના બે આરોપી યશપાલસિંહ જાડેજા અને જશપાલસિંહ જાડેજાની મીલકત ઇ.નાયબ પોલીસ અધિક્ષક જે.એસ.ચાવડા (શહેર વિભાગ)ની રાહબારી હેઠળ જપ્ત કરવામાં આવી છે.

ઉપરોકત્ત જપ્ત કરાયેલ મિલકત જામનગર શહેર મેડીકલ કેમ્પસ પાછળ આવેલ જયંત કો. ઓ. હા. સો.લી. વાળી રેવન્યુ સરવે નં.224/254 પ્લોટ નં.બી/18 પૈકી સબ પ્લોટ નં.18/2 ક્ષેત્રફળ ચો.મી.253.685 (2730.68 ચો.ફુટ) મુજબનો બીનખેતીવાળી જગ્યા ગુજરાત સરકારે ‘ગુજસીટોક’ પ્રકરણ હેઠળ સીટી-એ ડીવીઝનમાં નોંધાયેલ ગુના મુજબ ગુજરાત સરકારના ગૃહવિભાગના આદેશ અનુસાર આજરોજ જામનગર પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે.

આ જપ્તીની કાર્યવાહી દરમ્યાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.

ગોકુલનગરમાં અડધી રાત્રે વૃદ્ધનો ‘કાન’ કાપનાર ભરત ચોટલી સહિત 4 સામે ફરિયાદ

0

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં સામાન્ય બાબતે ચાર શખસો વૃઘ્ધ ઉપર તુટી પડ્યા

લુખ્ખાઓએ અડધી રાત્રે મચાવ્યો આંતક: વૃદ્ધને કાનમાં તલવાર મારતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

દેશ દેવી ન્યુઝ જામનગર 29. જામનગર શહેરના રડાર રોડ પર રહેતા નિવૃત્ત વૃધ્ધે તેના વિસ્તારમાં અપશબ્દો બોલી પથ્થરમારો કરવાની ના પાડતા ચાર શખ્સોએ તલવાર વડે હુમલો કરતા વૃદ્ધને કાનમાં ઈજા પહોંચાડી ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર રડાર રોડ પર આવેલા શિવનગરમાં રહેતાં લવજીભાઈ બેચરભાઇ ધારવીયા (ઉ.વ.62) નામના વૃધ્ધની શેરીમાં ગુરૂવારે રાત્રિના સમયે ભરત ઉર્ફે ચોટલી હર્ષદ સતવારા નામનો શખ્સ અપશબ્દો બોલી પથ્થરમારો કરતો હતો જેથી વૃદ્ધે અપશબ્દો બોલવાની અને પથ્થરમારો કરવાની ના પાડતા ભરત ઉર્ફે ચોટલી અને ત્રણ અજાણ્યા શખ્સો આવીને વૃધ્ધ ઉપર તલવાર વડે હુમલો કરી કાનમાં ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમજ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપી હતી.ત્યારબાદ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા સીટી-સીના પીએસઆઈ એસ.એસ.સિસોદીયા તથા સ્ટાફના ધમભા ઝાલાએ વૃદ્ધના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

વેપારીના હાથ ઉછીના કેસમાં કૃષ્ણનગરમાં રહેતા આસામીને 5 લાખ ચૂકવવા અને 6 માસની સજા ફટકારતી જામનગર અદાલત

0

જામનગરના વાલકેશ્વરીમાં રહેતા વેપારી પાસેથી નાણા ઉછીના લીધા હતા: શહેરમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને ૬ માસનીની સજા : 5 લાખ વધુ ચૂકવવા હુકમ

આરોપી મશરીભાઈ છૈયાએ પતિ પત્નિના જોઈન્ટ એકાઉન્ટનો ચેક આપ્યો હતો

દેશ દેવી ન્યુઝ જામનગર 29. જામનગર શહેરની વાલ્કેશ્વરીમાં રહેતા જયેશભાઈ વિશનદાસ ગ્યાનચંદાણી નામના વેપારી પાસેથી તેના મિત્રએ રૂ 5 લાખ ઉછીના લઇ પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો . જે ચેક રીટર્ન થતા કેસ ચાલી જતા અદાલતે પરેશ મશરીભાઈ છૈયા નામના શખસને ૬ માસની કેદની સજા અને રૂ . 5 લાખ ફરિયાદીને ચૂકવી આપવાનો હુકમ કર્યો છે . આમ ૬ માસની સજા સાથે રૂપિયા 5 લાખ ચૂકવવા આદેશ કરાયો છે.જામનગરમાં જયેશભાઈ વિશનદાસ ગ્યાનચંદાણી નામના વેપારી પાસેથી તેમના મિત્ર પરેશ મશરીભાઈ છૈયાએ રૂ . 5 લાખ ઉછીના લીધા હતાં આ રકમની પરત ચૂકવણી માટે કષ્ણનગર બ્રાહ્મણ બોડીંગ પાસે રહેતા પરેશભાઈ મશરીભાઈ છૈયાએ જોઈન્ટ એકાઉન્ટનો ચેક આપ્યો હતો તે ચેક અપૂરતા નાણાના કારણે બેંકમાંથી પરત ફર્યો હતો આથી કાયદા મુજબ નોટીસ ફટકારવામાં આવી હતી આમ છતાં પરેશ મશરીભાઈ છૈયાએ હાથ ઉછીની રકમ નહીં ચુકવાતા જયેશભાઈ વિશનદાસ ગ્યાનચંદાણીએ જામનગરની અદાલતમાં ફરિયાદ કરી હતી .આ કેસ ચાલી જતાં ફરિયાદી ના વકીલ જયેન્દ્રસિંહ ઝાલાની ધારદાર દલીલો ધ્યાને લઈ ન્યાયાધીશે આરોપી મશરીભાઈ છૈયાને તકસીરવાન ઠરાવી ૬ માસ કેદની સજા અને ચેકની રકમ રૂ 5 લાખ ફરિયાદીને ચૂકવી આપવા આદેશ કર્યો છે. આ કામે ફરીયાદી જયેશભાઈ વિશનદાસ ગ્યાનચંદાણી તરફે જામનગરના યુવા ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન . ઝાલા તથા નિરલ વી . ઝાલા તથા હરપાલસિંહ પી . ઝાલા તથા સત્યજીતસિંહ પી જાડેજા રોકાયેલા છે.

જામનગરમાં વિવિધ પડતર પ્રશ્નોને લઈ માજી સૈનિકોના ઘરણા: સરકારને કરાઈ રજૂઆત

0

જામનગરમાં માજી સૈનિકોના કેન્ટીન અને હોસ્પિટલ સહિતના પડતર મુદ્દાઓનો નિવારણ નહીં આવતા આજે ધરણાં યોજાયા

હાલાર જીલ્લા માજી સૈનિક મંડળ-જામનગર દ્વારા દેશના રક્ષામંત્રી રાજનાથસિંહને લેખીત રજૂઆત 

માજી સૈનિકોને અન્યાયના મુદ્દા: સીએસડી ફેસિલીટી બ્રિગેડ કેન્ટીન કાઉન્ટર ઉપરથી ઉપલબ્ધ કરો.

કેન્ટીનમાં અપોઈન્ટમેન્ટ અને રજીસ્ટર વગર પ્રવેશ આપવો.

કેન્ટીનમાં જીવન જરૂરિયાતની વસ્તુઓનો સ્ટોક રાખવો.

જિલ્લામાંથી આવતા માજી સૈનિકો તથા તેમના પરિવાર માટે બાથરૂમ-ટોયલેટની વ્યવસ્થા કરવી.

કેન્ટીન ફેસિલીટીનો દૂરઉપયોગ રોકવા બાયોમેટ્રીકસ વેરીફિકેશન કરવું.

ડોક્ટર રજા ઉપર હોય ત્યારે વૈકલ્પિક ડોક્ટરની વ્યવસ્થા કરવી.

પોલી ક્લિનિક ઓફિસર ઈન્ચાર્જનું ઈસીએચએસ મેમ્બર સાથે ગેરવર્તણૂંક અને તબીબી બાબતમાં દખલ બંધ કરે.

જિલ્લામાંથી આવતા દર્દીઓને બે મહિનાની દવા એક સાથે આપવી.

દેશ દેવી ન્યુઝ જામનગર 28.  જામનગર માજી સૈનિક તથા શહીદ થયેલા માજી સૈનિકોની પત્નીઓને થતા કેન્ટીનમાં તથા મેડિકલમાં અન્યાય બાબતે અંતે માજી સૈનિક મંડળે લડી લેવા ધરણાંના કાર્યક્રમની જાહેરાત કરતા સારી એવી ચકચાર જાગવા પામી છે. જામનગરની 31-ઈનફન્ટ્રી બ્રિગેડ દ્વારા અને હાલાર જિલ્લા માજી સૈનિક મંડળના નેતૃત્વમાં ધરણાં પ્રદર્શન તા.28 ના 10 વાગ્યે 31 ઈનફેન્ટ્રી બિગ્રેડ, સોમનાથ ગેટ, જામનગરમાં યોજવામાં આવ્યું છે. માજી સૈનિકો અને તેમના પરિવારજનો તથા વીરનારીઓને થતા અન્યાય અપૂર્તિ સુવિધાઓ જેમ કે સીએસડી કેન્ટીન, ઈસીએચએસ (મેડિકલ)ની સુવિધાના લાભોથી વંચીત રાખવામાં આવે છે. માજી સૈનિકો અને તેના પરિવારજનોને આ સુવિધાઓનો લાભ મળે તેના માટે આ ધરણાં પ્રદર્શન રાખવામાં આવ્યું છે. આથી હાલાર સહિત સૌરાષ્ટ્રમાં વસતા તમામ માજી સૈનિકો અને તેમના પરિવારો તથા વીરનારીઓને આ પ્રદર્શનમાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.

માજી સૈનિકોની ફરિયાદોનું નિવારણ કરવા હેતુસર હાલાર જીલ્લા માજી સૈનિક મંડળ-જામનગર દ્વારા દેશના રક્ષામંત્રી રાજનાથસિંહને લેખીત રજૂઆત કરાઇ છે. જેમાં પ્રમુખ ભરતસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે કે, પ્રમુખ શ્રી હાલાર જીલા માજી સૈનિક મંડળ જામનગર અને ઉપપ્રમુખ ગુજરાત એક્સ સર્વિસિસ લીગ અમદાવાદ, અમારા મંડળમાં હાલમાં 1110 થી વધારે સક્રિય સભ્યો ધારાવીએ છીએ. અમો માજી સૈનિકને પડતી તકલીફ સંબંધિત ફરિયાદ બ્રિગેડ કમાન્ડર ને પત્ર લખી જાણ કરેલ પણ તેમના દ્વારા કોઈપણ જાતર્ના કાર્યવાહી કરવામાં આવેલ નથી એટલા માટે અમો જામનગર એ30 કેન્ટીન સબંધિત ફરિયાદો તમામ માજી સૈનિકો વતી આપની જાણમાં અને સહાનુભૂતિપૂર્ણ કાર્યવાહી કરવા માટે અપેક્ષા રાખીએ છીએ.

જામનગર અને સૌરાષ્ટ્રના જિલ્લામાં વસતા શહીદોના પરિવારો, વીરનારીઓ, માજી સૈનિકો. અને તેના પરેવારો ને પડતી મુશ્કેલી માટે મંડળ દ્વારા કમાન્ડર સાહેબ ને તેમના પીએ મારફતે સંપર્ક કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યા છે. જોકે આજદિન સુધી તમામ પ્રયશો નિષ્ફળ સાબિત થયા છે. અંતે અમો દ્વારા તા 19/0ર/ર0રર ના રોજ જિલ્લા સેનિક કલ્યાણ બોર્ડ અધિકારી ને આ બાબત માં હસ્તક્ષેપ કરવા માટે પત્ર લખ્યો (કોપી જોડેલ) અને તેમને વિનંતી કરી કે અમારા લાંબા સમય થી પડતર પડેલા મુદાઓ માટે કમાન્ડર સાહેબ સાથે મિટિંગ કરી આનો ઉકેલ લાવવા કહેલ. જિલ્લા સૈનિક બોર્ડ ના અધિકારીના પ્રયાસો થી મિટિંગ માટે અમો તેમની પાસે ગયા ત્યારે જિલ્લા સૈનિક બોર્ડ ના અધિકારી અને તેમની વચ્ચે અડધા કલાક થી વધુ સમય સુધી આ મુદે ચર્ચા કરી હતી આ ચર્ચા દરમિયાન કમાન્ડર સાહેબ ગુસ્સે થવા લાગ્યા અને જોરથી બૂમો પાડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમારે જે કરવું હોય તે કરો અને અહીંથી જાઓ કમાન્ડર સાહેબ દ્વારા અમારી જોડે અપમાનજનક રીતે ખૂબ જ અસંસ્કારી વર્તન કર્યું. આપ સાહેબ શ્રીની જાણ માટે કમાન્ડર સાહેબ ના કઠોર વર્તનથી અમોને ખૂબ કડવો અનુભવ થયો હતો. તે અત્યંત અસહ્ય છે. આથી એ સાબિત થાય છે કે 6માન્ડરના હદર માં માજી સૈનિકો માટે કોય દયા નથી. તેના કડક અને ખરાબ વર્તનને લીધે અમો હેરાન છીએ અંતે માજી સૈનિકો ના છૂટકે નેવી અને એરફોર્સ 050 કેન્ટીન જવા માટે દબાણ કરવામાં આવે છે, માજી સેનિકો ને એરફોર્સ અને નેવીની મુખ્ય કેન્ટીન માં જવા દેવામાં મજૂરી આપી શકાય છે. તો 31 ઇન્ફન્ટ્રી મુખ્ય કેન્ટીનમાં શામાટે જવાની મંજૂરી આપતી નથી.સત્તાધિકારીઓ માજી સૈનિકો પ્રયેની તેમની પ્રતિબંધતા માન આપતા નથી. તમામ રેન્ક માટે સીએસડીમાં સમાન અધિકારો છે. જેસીઓઆર/ઓઆર માં વધુ ભેદભાવ નહી. આ મદા પર દિલ્હીમાં ઇએસએમ સોસાયટી દ્વારા કોર્ટ કેસ દાખલ કરવામાં આવેલ છે. એક ઓડિટ ઓથોરિટીનો રિપોર્ટ કહે છે કે સીએસડીનો 97% નફો જેસીઓઆર/ઓઆરમાથી મળે છે.

જો કે ઘણી વાર એવું જોવા મળે છે કે વૃદ્ધ હવાલદાર ગેટની સામે કલાકો સુધી એકસાથે ઊભા રહે છે. તો પણ તેમને અંદર જવા દેવામાં આવતા નથી. સીએસડી કેન્ટીન જે સામાન્ય રીત ઓળખવામાં આવે છે તે દૈનિક રોજબરની અને જીવન જરૂરિયાત વસ્તુઓ માજી સૈનિકોને મળી રહે તે માટે બનાવવામાં આવી હતી.

જો આ સુવિધાઓનો લાભ લેવા અને દારૂનો કોટો મેળવવામાં આવતી સમશ્યાઓ અંગે કમાન્ડર સાહેબ ને ફરિયાદ કરવી પડે છે. જે કમાન્ડર સાંભળતા નથી અથવા રૂબરૂ મળતા નથી અને માજીસૈનિકો સાથે ગેરવર્તન કરે છે. તો આવા અધિકારીઓને ભગવાન સજા કર માટે ચોકસ્સપણે પ્રાથના કરીશું. સૌરાષ્ટ્રમાં 5983 સંખ્યા માં નિવૃત સૈનિકો છીએ અને અમો તા ર8/04/ર0રર ના રજ 31 ઇન્ફેટ્રી બ્રિગેડ ના સોમનાથ ગેટ પાસે ધરણાં કરીશું અને જો વર્તમાન માં અમારા પ્રશ્ર્નો નું નિરાકરણ કરવામાં નહીં આવે તો અમો મીડિયાનો મજબૂત ટેકો લેતા અચકાશું નહીં અને લોકશાહી રીતે વિરોધ પ્રગટ કરશું.

તેથી અમો આપશ્રી ને નમ્રતાપૂર્વક વિનંતી કરીયે છીએ કે આ સમસ્યાઓના મૂળમાં જઈને બધા માજી સૈનિકો ને ન્યાય આપવાના ઉકેલ શોધવાના પ્રયશો કરો. માજી સૈનિકો ને ન્યાય આપવા નમ્ર વિનંતી કરાઇ છે.

પોલીસ બંદોબસ્ત સાથે દિગ્વિજય પ્લોટમાં ડી પી રોડ માટે ડિમોલિશન : નજીકના દિવસોમાં પેન્ડીંગ DP નો વારો

0

પોલીસ બંદોબસ્તની સાથે દિગ્વિજય પ્લોટમાં ડી.પી. રોડ માટે ડિમોલિશન : 20 મિલકત ધારકોને અસરવહેલી સવારથી ચાર ટ્રેક્ટર-બે જેસીબી મશીન સીટી-સી પોલીસના કાફલા સાથે તાડતોડ શરૂ :

પટેલ સમાજથી દિગ્વિજય પ્લોટ સુધીમાં 20 બોધકામને અસર જેમા 18 ઈન્ડસ્ટીયલ અને 1 રેસિડેન્ટ અને 1 આંગણવાડીનો સમાવેશજામનગર શહેરમાં પેન્ડિંગ રહેલ અન્ય ડી.પી કપાતને વેગ મળશે જેમાં શહેરને આવરી લેતી વિવાદીત ડીપીનો સમાવેશ: નજીકના દિવસોમાં પાડતોડ હાથ ધરાશે.દેશ દેવી ન્યુઝ જામનગર 28.જામનગર શહેરના પટેલ સમાજથી દિગ્વિજય પ્લોટ સુધીના ડી રોડની કપાત માટેની કાર્યવાહી વહેલી સવારથી હાથ ધરવામાં આવી હતી અનુસંધાને દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું

જામનગર મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર વિજય કુમાર ખરાડીના સીધા માર્ગદર્શન હેઠળ અને કાર્યપાલક ઇજનેર ભાવેશભાઈ જાની સુપરઝન હેઠળ પાડતોડ શરૂ કરાયું હતુંપટેલ સમાજથી દિગ્વિજય પ્લોટ સુધીમાં ડી પી કપાતમાં આવતા 20 બાંધકામો તોડી પાડવા માટે આજે સવારે જામનગર મહાનગરપાલિકાના મ્યુ . કમિશનર વિજય ખરાડીના નેજા હેઠળ કાર્યપાલક ઈજનેર ભાવેશ જાની તથા એસ્ટેટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નડતરરૂપ બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતાં જેમા 18 ઈન્ડસ્ટીયલ અને 1 રેસિડેન્ટ અને 1 આંગણવાડીનો સમાવેશ થાય છે સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ નજીકના દિવસોમાં અન્ય પેન્ડિંગ અને ખાસ કરીને વિવાદીત DP અંગેની પાડતોડ કામગીરી પણ હાથ ધરવામાં આવશે.!

આ કાર્યવાહી એસ્ટેટના કંટ્રોલિંગ મૂકેશ વરણવા , ઓફિસર દિક્ષીત, શાખાના રાજભા ચાવડા , સુનિલ ભાનુશાળી રાજભા જાડેજા, યુવરાજસિંહ ઝાલા, કુલદીપસિંહ પરમાર તથા અન્ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી .

જામનગરમાં યોજાનાર ‘શ્રીમદ્દ ભાગવત સપ્તાહ’નો લ્હાવો લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવતા ધર્મેન્દ્રસિંહ જાડેજા

0

જામનગરમાં યોજાનાર ‘શ્રીમદ્દ ભાગવત સપ્તાહ’નો લ્હાવો લેવા જાહેર જનતાને આમંત્રણ પાઠવતા ધર્મેન્દ્રસિંહ જાડેજા

78-જામનગર (ઉત્તર)ના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા પરિવારના યજમાન પદે યોજાશે કથા

આગામી રવિવારથી જામનગરના પ્રદર્શન મેદાનમાં ‘શ્રીમદ્દ ભાગવત સપ્તાહ’નો પ્રારંભપ.પૂ.રમેશભાઇ ઓઝા (ભાઇજી)ની વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે

અનેક ખ્યાતનામ હસ્તીઓ કથાનું શ્રવણ કરવા પધારશે

હજારનો ભકત્તો મહાપ્રસાદ લઇ શકે તેવી વ્યવસ્થા

દેશ દેવી ન્યુઝ જામનગર 27.જામનગરમાં આગામી તારીખ 1 મે થી શહેરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં યોજાનાર પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની શ્રીમદ ભાગવત સપ્તાહ ના આયોજન પૂર્વે જામનગર 78 ના ધારાસભ્ય અને ભાગવત કથાના યજમાન ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજા પરિવાર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં મા કથાની તેમજ રાત્રિના સમયે યોજાનાર ડાયરા સંતવાણી ના પ્રોગ્રામ ની માહિતી આપવામાં આવી હતી. આવનાર 1 મેના શરૂ થતા એક સપ્તાહ દરમ્યાન આ ધાર્મિક કાર્યક્રમોમાં લોકોને જોડાવા પણ હકુભા જાડેજા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. છોટી કાશી ગણાતા જામનગરમાં યોજાનાર પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની ભાગવત કથા પૂર્વે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે અને ડી.સી.સી.ના ગ્રાઉન્ડમાં ભૂમિપૂજન સહિતના કાર્યક્રમો પણ સંપન્ન કર્યા છે. આ ભૂમિપૂજન પ્રસંગે જામનગરના સંતો-મહંતો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.  જામનગરમાં 12 વર્ષ બાદ જાણીતા કથાકાર પૂ.રમેશભાઇ ઓઝા (પૂ.ભાઇજી)ની કથાનું આયોજન અમારા પરિવાર અને શ્રી ભાગ્યલક્ષ્મી એજયુ. એન્ડ ચેરી.ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવ્યું છે જેમાં ગુજરાતભરમાંથી સંતો-મહંતો ઉપસ્થિત રહેશે, જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના લોકો અને જામનગરના તમામ વોર્ડ, દશેય તાલુકા, રાજકીય, સામાજીક અને ધાર્મિક સંસ્થાઓને કથાનું રસપાન કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે, તા.1ના રોજ પોથી યાત્રા નિકળશે ત્યારે હેલીકોપ્ટરમાંથી પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે જેમાં નાશીકના ઢોલ અને 14 રાસ મંડળીઓ ભાગ લેશે, પરશુરામ જયંતિના દિવસે બ્રહ્મચોયર્સિી પણ રાખવામાં આવી છે, આ કથાનું રસપાન કરવા લોકોને અમારા પરિવારનું ભાવભર્યુ આમંત્રણ છે તેમ ગઇકાલે યોજાયેલી પત્રકાર પરીષદમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ (હકુભા)જાડેજા એ જણાવ્યું હતું.

વધુમાં તેઓએ જણાવ્યું કે, છોટીકાશીનું બીદ ધરાવતા જામનગરમાં ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ. જાડેજા (હકુભા)ના પરિવાર દ્વારા માતા મનહરબા મેભા જાડેજાના આશિર્વા ર્થી શ્રીમદ્ ભાગવત કથા મહોત્સવનું આયોજન કરેલ છે કથાનો પ્રારંભ વિક્રમ સંવત 2078 વૈશાખ સુદ એકમ તા.1.પ.રરને રવિવારે કથાશ્રવણનો સમય સવારે 9થી બપોરે 1 કલાક સુધી રહેશે. આ કથા માટે થઈને પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે વિશાળ ડોમમાં આયોજન કરવામાં આવેલ છે.આ કથા દરમ્યાન અનેક સંતો-મહંતો સહિતના મહાનુભાવો આ કથામાં ઉપસ્થિત રહેશે. કથા શ્રવણ બાદ મહાપ્રસાદ માટે વિદ્યોતેજ મંડળના મેદાનમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. આ સમગ્ર કથા દરમ્યાન તેમજ મહાપ્રાસદના આયોજન માટે 2000થી વધુ સ્વયંસેવક ભાઈ-બહેનો સેવા આપશે. ભાગવતજીના દર્શન કરવા અને પુ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની વાણીનું રસપાન કરવા ધર્મપ્રેમીઓને અનરોધ કરાયો છે. આ પત્રકાર પરીષદમાં મેયર બીનાબેન કોઠારી, ગૌતમભાઇ ઘેડીયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતાં, કાર્યક્રમનું સંચાલન પ્રવિણસિંહ જાડેજાએ કર્યુ હતું.

error: Copying and use of the content of the website is considered as illegal activity.