Thursday, October 15, 2026
Home Blog Page 286

જામનગરના નાઘુના ગામમાં ઘરમાં ઘુસી મહિલાને માર મારવા પ્રકરણમાં હત્યાના આરોપી વિરૂદ્ધ બીજી ફરિયાદ

0

જામનગર તાલુકાના નાઘુના ગામમાં ઘરમાં ઘુસી મહિલા ઉપર હિચકારો હુમલો: છ શખ્સ સામે ફરિયાદ

આ પ્રકરણના આરોપીઓએ આ પહેલા અન્ય એક શખસ પર જીવલેણ હુમલો કર્યો હતો જે મામલો હત્યામાં પલટાયો છે.

દેશ દેવી ન્યુઝ જામનગર 27.જામનગર તાલુકાના નાઘુના ગામમાં સામાકાંઠે રહેતાં વનિતાબેન ભગવાનજીભાઈ ઝાખરિયા નામના મહિલા સામે વિક્રમસિંહ ભૂપતસિંહ કેશુર વિરૂધ્ધ કરેલી અરજીનું મનદુ:ખ રાખી સોમવારે સાંજના સમયે વિક્રમસિંહ કેશુર, સંજયસિંહ ભૂપતસિંહ કેશુર, પ્રકાશસિંહ ભૂપતસિંહ કેશુર, ધાર્મિકસિંહ પ્રકાશસિંહ કેશુર, મોમન ઉર્ફે અલી ગોવિંદ દલસાણીયા, હંસા ઉર્ફે ટીનુ પ્રકાશસિંહ કેશુર સહિતના છ શખ્સોએ મહિલાના ઘરમાં ઘુસી અપશબ્દો બોલી માથાના ભાગે ધોકા વડે અને હાથમાં હુમલો કરી ઈજા પહોંચાડી હતી. ઉપરાંત મહિલા અને તેના પુત્ર કલ્પેશને મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ જે.ડી. પરમાર તથા સ્ટાફે છ શખ્સો વિરુઘ્ધ રાયોટીંગ અને હુમલાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં મળતી વિગત મુજબ, હુમલો કરનાર વિક્રમસિંહ કેશુર, સંજયસિંહ ભૂપતસિંહ કેશુર, પ્રકાશસિંહ ભૂપતસિંહ કેશુર, ધાર્મિકસિંહ પ્રકાશસિંહ કેશુર સહિતના આઠથી દશ શખ્સોએ સોમવારે સાંજના સમયે જામનગર તાલુકાના હર્ષદપુર ગામમાં પ્રેમ પ્રકરણમાં યુવક અને તેના કાકા ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાના આ બનાવમાં ઘવાયેલા કાકા શિવુભા ભટ્ટીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ આરોપીઓએ એક જ દિવસમાં બે સ્થળે હુમલા કર્યાની ઘટના પોલીસ દફતરે નોંધાઇ છે.

આથી પોલીસે મહિલાની ફરિયાદ પરથી IPC – કલમ ૩૨૩, ૪૫૨, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૨૯૪ (ખ ) , ૫૦૬ ( ૨ ) તથા જી.પી. એકટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનોં નોંધી આગળની તપાસ પંચ-બી ના PSI જયદીપસિંહ પરમાર ચલાવી રહ્યા છે.

જામનગરમાં એક વર્ષ પહેલા થયેલ પુત્રની હત્યાના મનદુ:ખમાં પ્રૌઢની હત્યાનો પ્રયાસ

0

જામનગરમાં એક વર્ષ પહેલા થયેલ પુત્રની હત્યાના મનદુ:ખમાં પ્રૌઢ ઉપર જીવલેણ હુમલો.

દેશ દેવી ન્યુઝ જામનગર 27. જામનગર શહેરમાં ગ્રીનસીટી શેરી નં.5 માં રહેતા યુવરાજસિંહ નામના યુવાનની એક વર્ષ પૂર્વે એટલે કે ગત તા.23 મે 2021 ના રોજ હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના આરોપી અને મૃતકના પિતા વચ્ચે મનદુ:ખ ચાલતું હતું. આ મનદુ:ખનો ખાર રાખી મંગળવારે સાંજના સમયે ક્ધસ્ટ્રકશન મટીરિયલનો વ્યવસાય કરતાં મહોબતસંગ અભેસંગ જાડેજા (ઉ.વ.59) નામના પ્રૌઢ ઠેબા બાયપાસ પાસે આવેલી માલધારી હોટલ અને મોલ વચ્ચેના માર્ગ પર હતાં ત્યારે રામેશ્ર્વરનગરમાં રહેતાં પ્રદિપસિંહ રામસંગ સોઢા નામના શખ્સે મહોબતસંગ સાથે બોલાચાલી કરી જૂના મનદુ:ખનો ખાર રાખી મારી નાખવાના ઈરાદે છરીનો એક ઘા માથામાં તથા બન્ને હાથના અંગુઠામાં ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.જયાં બનાવની જાણ થતા PSI નિશાંત .વી હરિયાણી તથા સ્ટાફે ઘવાયેલા પ્રૌઢના નિવેદનના આધારે હત્યાનો પ્રયાસનો સહિતની IPCની ક્લમ- ૩૦૭, ૩૨૪ જીપીએક્ટ કલમ-૧૩૧ (૧) મુજબ ગુનો નોંધી પ્રદિપસિંહની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

જામનગરના હર્ષદપુરમાં ભત્રીજાના પ્રેમ પ્રકરણમાં કાકાની હત્યા: 1 મહિલા સહિત 10 સામે ફરિયાદ

0

હર્ષદપુર ગામે આધેડની 10 લોકોએ તીક્ષ્ણ હથિયારો વડે હત્યા નિપજાવી: હોસ્પિટલ ખાતે પોલીસના ધાડા ઉતરી પડયા.

લોકોનું ટોળું અચાનક ધસી આવ્યું અને તૂટી પડ્યું: ભારે ચકચાર

આરોપી:- (૧) પ્રકાશસિંહ ભુપતસિંહ કેશુર (૨) વિક્રમસિંહ ભુપતસિંહ કેશુર (૩) મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો ભુપતસિંહ કેશુર (૪) સંજયસિંહ ભુપસિંહ કેશુર (૫) ધાર્મિક પ્રકાશસિંહ કેશુર (૬) ધાર્મિકાના દાદી (૭) મમલો ગોંવીદભાઈ કોળી રહે બધા નાધુના ગામ તા.જી.જામનગર  (૮) રવિ સોલંકી રહે . ચેલા ગામ તા.જી.જામનગર તથા 2 અજાણ્યા માણસ.દેશ દેવી ન્યુઝ જામનગર 26. જામનગર નજીક આવેલા હર્ષદપુર ગામે મોડી સાંજે આધેડ અને તેના ભત્રીજા પર 10 શખસો તિક્ષણ હથિયારો વડે તૂટી પડતા ભારે ચકચાર મચી જવા પામી છે હુમલાની આ ઘટનામાં આધેડનું મોત નિપજ્યું છે જ્યારે ભત્રીજાને ઈજા પહોંચી હોવાનું જાણવા મળે છે.

ફરીયાદી દશરથસિંહ ભટ્ટીને આ કામેના આરોપી પ્રકાશસિંહની દીકરી પીનલ સાથે પ્રેમસંબધ હોય અને એકબીજા લગ્ન કરવા માંગતા હોય પરંતુ આરોપી પ્રકાશસિંહ ફરીયાદી સાથે લગ્ન કરવાની ના પાડતા હોય તેમ છતા ફરીયાદી પીનલ સાથે પ્રેમસંબધ રાખતા હોય તે કારણે નવલસિંહ હર્ષદપુર પેટ્રોલપંપએ હાજર હોય એ વખતે આરોપી ધાર્મિક તથા તેનો મિત્ર તથા ધાર્મિકના કાકા મહેન્દ્રસિંહ ઉર્ફે ટીમો તથા ધાર્મિકની દાદી આવી ફરીયાદી સાથે મારા મારી કરી જતા રહ્યા હતા.

જેથી ફરીયાદીને બીક લાગતા તેઓએ તેના કાકા શીવુભાને ફોન કરી હર્ષદપુર પેટ્રોલપંપએ બોલાવેલ એ દરમ્યાન થોડીવારમા ઉપરોક્ત તમામ આરોપીઓ ગેરકાયદેસર મંડળી રચી હાથમા પ્રાણધાત હથિયાર ધારણ કરી ત્રણ મોટરસાઈકલ તથા એક સફેદ કલરની અલ્ટો કારમા આવી તમામએ ફરયાદી ઉપર જીવલેણ હુમલો કરી અને ફરીયાદીને મારી નાખવા માટે આરોપી ધાર્મિક તથા મમલા કોળીએ છરીઓ કાઢી ફરીયાદી ઉપર હુમલો કરતા દશરથસિંહ ભટ્ટી તેઓથી બચીને ભાગતા આરોપી રવી સોંલકીએ લાકડાના ધોકાથી ફરીયાદીના હાથ ઉપર ઘા કરી ઈજાઓ કરેલ એ દરમ્યાન ફરીયાદી ખેતરમાથી હર્ષદપુર ગામ તરફ જતા રોડ પર ફરીયાદીના કાકા શીવુભા આવતા તેઓને તમામ આરોપીઓએ રોડ ઉપર મારા મારી હુમલો કરી આરોપી પ્રકાશસિંહ તથા મહેન્દ્રસિંહ તથા સંજયસિંહએ આ કામેના મરણજનારને પકડી રાખતા આરોપી વિક્રમના તથા ધાર્મિકએ છરી વડે મરણજનારને શરીરે ઘા મારી ગંભીર ઈજાઓ કરેલ અને આરોપી મમલો કોળી તથા અજાણ્યા બે આરોપીઓએ મરણજનારને ઢીકા પાટુથી તથા આરોપી રવિ સોલંકીએ ધોકા વડે માર મારી મરણજનાર શીવુભા જીવણસંગ ભટ્ટી ઉવ .૫૦ વાળાને શરીરે ગંભીર ઈજાઓ કરી મોત નીપજાવી ફરાર થઈ ગયા હતા આ બનાવથી સારી એવી ચકચાર મચી જવા પામી છે . હત્યાની આ ઘટનાના પગલે હર્ષદપુર ગામમાં ભારે ખળભળાટ મચી ગયો હતો..આથી પોલીસે દશરથસિંહ ભટ્ટીની ફરીયાદ પરથી ઇ.પી.કો કલમ -૩૦૨, ૩૦૭, ૩૨૩, ૨૯૪ ( ખ ) ૫૦૬ (૨) ૧૪૩ , ૧૪૭ , ૧૪૮, ૧૪૯ તથા જી.પી.એક્ટ કલમ -૧૩૫ ( ૧ ) મુજબ ગુનો નોંધી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. વધુ તપાસ પંચ-બીના PSI જયદીપસિંહ પરમાર ચલાવી રહ્યા છે..

જામનગરમાં પત્ની અને સાળા ઉપર પતિ સહિત 5 શખ્સોનો હિચકારો હુમલો

0

જામનગરમાં પત્ની અને સાળા ઉપર પતિ સહિતના પાંચ શખ્સોનો હિચકારો હુમલો

હુમલામાં ઘવાયેલા ભાઈ-બહેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાદેશ દેવી ન્યુઝ જામનગર 23 જામનગર શહેરમાં આર્ય સમાજ સ્કૂલ રોડ પર મીણાદાતારની દરગાહ પાસે રહેતાં અસ્ફાખ અયુબ શેખ નામના યુવાનની બહેન અમરીન અને તેના બનેવી સલીમ વચ્ચે અવાર-નવાર બોલાચાલી અને અણબનાવ થતા હતાં તેથી અમરીનબેન અસ્ફાકના ઘરે રીસામણે સંતાનો સાથે આવી ગયા હતાં. દરમિયાન બાળકોની પરીક્ષા હોય જેથી અસ્ફાકે તેના બનેવીને બાળકોને તેડી જવાનું કહેતા આ બાબતનો ખાર રાખી બનેવી સલીમ યુસુફ બ્લોચ, નઈમ યુસુફ બ્લોચ, અલીમામદ યુસુફ બ્લોચ, યુસુફ બ્લોચ અને જીન્નતબેન બ્લોચ નામના પાંચ શખ્સોએ એકસપંચ કરી અસ્ફાક ઉપર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી તથા અસ્ફાક અને તેની બહેન અમરીનને ઢીકાપાટુનો માર માર્યો હતો.ઉપરાંત અપશબ્દો બોલી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા ભાઈ-બહેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા હેકો વી. જે. જાદવ તથા સ્ટાફે અસ્ફાક શેખના નિવેદનના આધારે તેના બનેવે સલીમ બ્લોચ સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ હુમલાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

જનતા ફાટક પાસે વાહન અથડાવવા બાબતે પટેલ યુવાનની હત્યાની કોશીશ: 2ને ઉઠાવી લેવાયા

0

જનતા ફાટક પાસે વાહન અથડાવવા બાબતે સર્જાય બબાલ.

પટેલ યુવાન પર જીવલેણ હુમલો લોહીનીતરતી હાલતમાં યુવાનને જામનગર બાદ રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો.દેશ દેવી ન્યુઝ જામનગર 23. જામનગરમાં જનતા ફાટક પાસે ગુરૂવારે રાત્રે બે વાહનો અથડાવવા જેવી સામાન્ય બાબતમાં એક સ્કુટર ચાલક યુવાન પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી દેતાં યુવાન ગંભીર રૂપે ઘાયલ થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો . જામનગરમાં રહેતો દીપેશ પરેશભાઈ સાવલિયા નામના 30 વર્ષનો યુવાન ગુરૂવારે રાત્રે સાડા દસેક વાગ્યાના અરસામાં પોતાનું સ્કૂટર . લઈને તેના મિત્ર સાથે જનતા ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો , તે દરમિયાન અન્ય એક બાઇકમાં આવેલા વિશાલ જીતેનપરીગોસ્વામી , તેમજ ધર્મેન્દ્રસિંહ ભીખુભા જાડેજા સાથે જીભાજોડી થઈ હતી . ત્યાર પછી મામલો વધુ ઉગ્ર બની ગયો હતો . દરમિયાન બંને શખસોએ છરી જેવા ધારદાર હથિયાર વડે હુમલો કરી દેતાં દીપેશ ગંભીર રૂપે ઘાયલ થયો હતો અને લોહીનું ખાબોચિયું ભરાયું હતું . આ બનાવને લઇને જનતા ફાટકવિસ્તારમાં ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.ઇજાગ્રસ્ત યુવાનને સૌપ્રથમ જામનગરની જી. જી હોસ્પિટલમાં અને ત્યાર પછી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો છે . આ મામલે પોલીસે IPC કલમ–૩૦૭, ૫૦૪, ૫૦૬ (૨ ) , ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ- ૧૩૫ (૧ ) મુજબ ફરિયાદ નોંધી હતી અને પોલીસ દ્વારા બન્ને શખસોને હાલમાં ઉઠાવી લેવાયા હોવાનું જાણવા મળેલ છે.

આખરે….વિભાજી સરકારી શાળાનું સીલ ખોલતી ફાયર શાખાઃ આંદોલનને સફળતા

0

આખરે….વિભાજી સરકારી શાળાનું સીલ ખોલતી ફાયર શાખા

યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ ના આંદોલનને સફળતા મળતા આતીશબાજી

દેશ દેવી ન્યુઝ જામનગર 22. શહેરની વિભાજી સરકારી શાળામાં ફાયર સેફટીના અભાવે ફાયર વિભાગ દ્વારા શાળામાં સીલ મારવામાં આવ્યું હતું. જે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ ના આંદોલન અને રજૂઆતો બાદ ફાયર વિભાગ દ્વારા સીલ ખોલવામાં આવતાં એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી, મ્યુ. કમિશનર અને ચીફ ફાયર ઓફિસરનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિભાજી સ્કૂલ ખાતે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.

જામનગરમાં આવેલ વિભાજી સરકારી શાળામાં શિક્ષણ વિભાગ દ્વારા ફાયર સેફટીના સાધનોની ગ્રાન્ટ ફાળવવામાં ન આવતાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોય, ફાયર શાખા દ્વારા શાળાને સીલ કરવામાં આવી હતી. સરકારી તંત્રની ભૂલનો ભોગ શાળાના વિદ્યાર્થીઓ બનતાં આ અંગે યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા ફાયર વિભાગને રજૂઆત કરી સીલ ખોલવા માગણી કરી હતી.શાળા સીલ થતાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇની લેખિત રજૂઆત છતાં સમસ્યાનો કોઇ ઉકેલ ન આવતાં ફાયર ઓફિસમાં ધરણા પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું.

જામ્યુકોમાં ભાવેશભાઇ જાનીને નિયમિત ‘કાર્યપાલક ઇજનેર’ તરીકે બઢતી

0

કાર્યપાલક ઈજનેર તરીકે ભાવેશ જાનીની નિમણૂંક: કાર્યપાલક ઈજનેર શૈલેષ જોષી નિવૃત થયા બાદ જગ્યા ખાલી પડી હતી :

યોગ્ય જગ્યાએ યોગ્ય વ્યક્તિને બઢતી આપતા કર્મચારીઓમાં આંનદની લાગણી.

ભાવેશભાઈ જાનીને કાર્યપાલક ઇજનેર તરીકે નિમણુંક થતા કામને વેગ મળશે.દેશ દેવી ન્યુઝ જામનગર 21. જામનગર મહાનગર પાલિકામાં લાંબા સમય બાદ કાર્યપાલક ઈજનેરની જગ્યા ભરવામાં આવી છે જેમાં પ્રોજેક્ટ એન્ડ પ્લાનીંગના નાયબ કાર્યપાલક ઈજનેર અને સિનિયર ભાવેશભાઈ જાનીને બઢતી આપવાની દરખાસ્તને જનરલ બોર્ડે સર્વાનુમતે મંજૂર કરી હતી. આ તકે અન્ય જગ્યાઓ પણ ભરવામાં આવે તેવી માંગ ઉઠી હતી .

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા બુધવારે ટાઉનહોલમાં સવારે 11-30 કલાકે મનિષ કટારિયાના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં સત્તા અને વિપક્ષ વચ્ચે ચર્ચા અને આરોપ અને આક્ષેપો સાથે અનેક નિર્ણયો લેવાયા હતા.જેમાં પ્રોજેકટ એન્ડ પ્લાનીગ શાખાના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનરે ભાવેશભાઇ જાનીને નિયમિત કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી અપાઇ છે. કાર્યપાલક ઈજનેરની જગ્યા ઉપર બઢતીથી ભરતી આપવાની દરખાસ્તને મંજુર કરી આ જગ્યા ઉપર ભાવેશ જાનીને નિમણૂક આપવા સર્વાનુમતે નિર્ણય લેવાયો હતો  વિપક્ષના કોર્પોરેટરો દ્વારા અન્ય ચાર ખાલી જગ્યા છે તે માટે પણ ભરતી કરવા માંગ કરી હતી.

શાક માર્કેટના ફ્રુટના વેપારી ઉપર હુમલો કરી રૂા.25 હજાર અને મોબાઇલની લૂંટ: હનીફ શેખ સામે રાવ

0

જામનગરના શાક માર્કેટના ફ્રુટના વેપારી ઉપર હુમલો કરી રૂા.25 હજાર અને મોબાઇલની લૂંટ

અવેહ હનિફ શેખ અને સાઉ હનિફ શેખ નામના બે શખ્સો સામે ફરિયાદ દાખલ.દેશ દેવી ન્યુઝ જામનગર 21. જામનગર શહેરમાં હિમતનગર શેરી નં.2 માં રહેતા રાજપાલ ચંદીરામ બાલચંદાણી (ઉ.વ.59) નામના પ્રૌઢ શાકમાર્કેટ આશાપુરા મંદિર સામે ફ્રુટની દુકાન ચલાવે છે અને તેમની પાસેથી શાકમાર્કેટ વિસ્તારમાં રહેતાં અવેહ હનિફ શેખ અને સાઉ હનિફ શેખ નામના બે શખ્સો દુકાનદાર પાસેથી અવાર-નવાર રૂપિયાની માંગણી કરતાં હતાં. દરમિયાન બુધવારે વહેલીસવારના સમયે પણ ફરીથી આ બન્ને શખ્સોએ પ્રૌઢ વેપારી પાસેથી રૂપિયાની માંગણી કરતાં રૂપિયા આપવાની ના પાડતા રાજપાલ બાલચંદાણી નામના વેપારીને અપશબ્દો બોલી લોખંડના પાઈપ વડે હુમલો કર્યો હતો તેમજ વચ્ચે પડેલા વેપારીના ભાઈને પણ માર મારી ઈજા પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ બન્ને શખ્સોએ દુકાનના કાઉન્ટરમાંથી રૂપિયા 10 હજારથી રોકડ રકમ અને 15 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.25000 ની માલમતાની લૂંટ ચલાવી અને બન્ને વેપારી ભાઈઓને મારી નાખવાની ધમકી આપી હતી.જામનગર શહેરમાં વેપારીઓ પાસેથી આ રીતે રૂપિયાની માંગણી કરવાની અનેક ઘટનાઓ બનતી હોય છે ત્યારે વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા બે શખ્સોએ હુમલો કરી લૂંટ ચલાવ્યાના બનાવની જાણ થતા પીએસઆઈ નિશાંત.વી. હરિયાણી તથા સ્ટાફે ઘવાયેલા અને લૂંટનો ભોગ બનેલા વેપારી રાજપાલના નિવેદનના આધારે હનિફ શેખ અને સાઉ હનિફ શેખ નામના બે શખ્સો સામે હુમલો કરી લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ સીટી – એ ડિવિઝનના પોલીસ ઇન્સ. મહાવીરસિંહ જલુના માગદર્શન હેઠળ દરબારગઢ ચોકીના PSI હરિયાણી ચલાવી રહ્યા છે.

ગોકુલનગરમાં લાચાર યુવાન પર 5 શખ્સો બન્યા ‘શૂરવીર’

0

ગોકુલનગર વિસ્તારમાં સામુ જોવા બાબતે દરબાર યુવાન પર પાંચ શખ્સોનો હિચકારો હુમલો: ફરિયાદની તજવીજ

આરોપી :- ક્રિપાલસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, હિરેન ભાનુશાળી, જયરાજસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા

દેશ દેવી ન્યુઝ જામનગર 21.જામનગર શહેરના ગોકુલ નગર વિસ્તારની સાયોના શેરીમાં રહેતા રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા નામના ૨૩ વર્ષીય યુવાન પર સામુ જોવા બાબતનો ખાર રાખી પાંચ શખ્સોનો જીવણેણ હુમલો થતા નાસભાગ મચી જવા પામેલ

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઇકાલ રાત્રીના જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં સાયોના શેરી પાસે સામુ જોવા બાબતે બબાલ સર્જાતા અકડા – તફડી મચી જવા પામેલ ૨૩ વર્ષીય યુવાન પર ક્રિપાલસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજા નામના શખ્સોએ લાકડાના ધોકા વડે મરણતોલ માર માર્યો હતો અને તેની સાથે રહેલા હરપાલસિંહ જાડેજા, હિરેનભાનુશાળીએ રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડાને માથાના ભાગે છરીના ઘા મારી લોહી લુહાણ હાલતમાં યુવાનને જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવાનો વારો આવ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને બનાવની વિગત મેળવી હતીઆથી સીટી-સી ડિવિઝન પોલીસે રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડાની ફરીયાદ પરથી પાંચ શખ્સો વિરૂદ્ધ IPC કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) ૧૧૪ તથા જીપીએક્ટ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે. વધુ તપાસ PSI એસ એમ સિસોદીયા ચલાવી રહ્યા છે.

બ્રુકબોન્ડની આત્મહત્યા પ્રકરણમાં અંતે પત્નિ અને સસરા સામે ‘૩૦૬’ દાખલ

0

જામનગરના બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ નજીક ઝાડમાં ગળેફાંસો ખાઇ યુવાનની આત્મહત્યા: પત્નિ અને સસરા સામે ફરીયાદ

તા. o૩-૦૩-૨૨ના રોજ જામનગરના બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ નજીક ઝાડમાં ગળેફાંસો ખાઇ યુવાનને આત્મહત્યા કરી હતી

રીસીમાણે રહેલી પત્ની અને સસરાના ત્રાસથી અંતિમ પગલું ભર્યાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

પોલીસે મૃતકે લખેલી આઠ પાનાની સ્યુસાઈડ નોટ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી અંતે મરીજવા મજબૂર કર્યાંની કલમ હેઠળ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર 21.જામનગર શહેરમાં બેડેશ્વર નજીક આવેલા વૈશાલીનગર શેરી નં.4 માં રહેતાં યુવાનની પત્ની અને પુત્રી રીસામણે માવતરે જતા રહ્યાં હતાં અને તેમને પતિ વિરૂઘ્ધ ભરણપોષણનો કેસ કર્યો હતો અને આ કેસમાં ભરણપોષણની રકમ ચૂકવાતી ન હોય અને કેસનો નિકાલ થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને યુવાને બ્રુક બોન્ડના ગ્રાઉન્ડ નજીક ઝાડમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતકે લખેલી આઠ પાનાની સ્યુસાઈડ નોટ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડેશ્વર પાસે આવેલા વૈશાલીનગર શેરી નં.4 માં રહેતાં મુકેશ ગોવિંદભાઈ રાઠોડ (ઉ.વ.42) નામના મજૂરી કામ કરતા યુવાને તેની પત્ની મુકતાબેન સાથે અવાર-નવાર ઝઘડા થતા હતાં. લગ્નજીવનમાં સતત થતાં ઝઘડાથી પત્ની મુકતાબેન તેની પાંચ વર્ષની પુત્રી વૃતિકા સાથે તેણીના રાજકોટ માવતરે રીસામણે જતી રહી હતી અને તેણીએ પતિ મુકેશ રાઠોડ વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ભરણપોષણનો કેસ કર્યો હતો અને આ ભરણપોષણના કેસમાં મુકેશને રકમ ચૂકવવાનો અદાલત દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.

દરમિયાન મુકેશ ભરણપોષણની રકમ કોઈ કારણસર ચૂકવી શકતો ન હતો અને અદાલતના કેસનો કોઇ નિકાલ થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને ગુરૂવારે બપોરના સમયે બ્રુકબોન્ડ ગ્રાઉન્ડની ઓફિસ નજીક આવેલા ઝાડમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા પીએસઆઈ એ.બી. સપિયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકે લખેલી આઠ પાનાની સ્યુસાઈડ નોટ કબ્જે કરી મૃતકના ભાઈ નરેશનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દરમિયાન પોલીસે કબ્જે કરેલી સ્યુસાઈડ નોટમાં ‘મૃતકના લગ્ન મુકતાબેન સાથે વર્ષ 2014 માં થયા હતાં અને 2016 માં પુત્રી વૃતિકાનો જન્મ થયો હતો પુત્રીના જન્મથી જ તેની પત્ની તેણીના રાજકોટ ખાતેના માવતરે રહેતી હતી અને પત્નીએ મુકેશ વિરૂધ્ધ રાજકોટની ફેમીલી કોર્ટમાં અનેક ખોટા આક્ષેપો સાથે ભરણપોષણનો કેસ કર્યો હતો. જેથી મુકેશે તેની પત્નીને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા હતાં પરંતુ, સસરાના સહયોગના કારણે પત્ની જામનગર સાસરે આવતી ન હતી. પત્ની અને સસરાના અસહ્ય ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા માટે મજબુર થયાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો આ સહિત આઠ પાનાની સ્યુસાઈડ નોટ મૃતકે લખેલી હતી જે પોલીસે કબ્જે કરી છે.

આથી ડોઢ મહિના બાદ પોલીસે મૃતકના ભાઈ નરેશ ગોવીંદભાઈ રાઠોડની ફરીયાદ પરથી મૃતકની પત્નિ અને સસરા સામે IPC -ક્લમ ૩૦૬ મુજબ ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે વધુ તપાસ સીટી-બીના PSI એ બી સપીયા ચલાવી રહ્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.