Thursday, October 15, 2026
Home Blog Page 287

જામનગરના કોર્પોરેટર રચનાબેનનો ‘પુષ્પા’ સ્ટાઇલમાં વિરોધ : રંગીલા સામે ટાંકયુ નિશાન.!

0

જામનગરના કોર્પોરેટર રચનાબેનનો ‘પુષ્પા’ સ્ટાઇલમાં વિરોધ : મનપાના ઉચ્ચ અધિકારી સામે ટાંક્યુ નિશાન.!

જામ્યુકોના ભ્રષ્ટ અધિકારીઓ સામે ફિલ્મી સ્ટાઇલમાં મોરચો માંડ્યો.

‘સરકાર બોલતી હે…કરતી કુછ નહીં…મેં ભ્રષ્ટ્રાચાર કરને સે ઝુકેગા નહીં’

દેશ દેવી ન્યુઝ જામનગર 20 . જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નં.4ના કોંગ્રસી કોર્પોરેટર રચનાબેન નંદાણિયા પોતાના આગવા અંદાજ માટે જાણીતા છે. અને તેઓ દ્વારા અવાર-નવાર ભ્રષ્ટચાર અને ભ્રષ્ટ્રાચારીઓવિરૂઘ્ધ અને એક પણ અનોખી સ્ટાઇલ વિરોધ નોંધાવવા જાણીતું છે ત્યારે રચનાબેન બુધવારે ફિલ્મ ‘પુષ્પા’ની સ્ટાઇલમાં જામ્યુકોના ભ્રષ્ટ અધિકારીઓ સામે ફિલ્મી સ્ટાઇલમાં મોરચો માંડ્યો છે.

રચનાબેન નંદાણિયાએ એક અધિકારીઓનો વેશ ધારણ કરીને ‘પુષ્પા’ સ્ટાઇલમાં વિરોધ નોંધાવ્યોહતો અને કહ્યું હતું કે ‘સરકાર બોલતી હે…કરતી કુછ નહીં…મેં ભ્રષ્ટ્રાચાર કરને સે ઝુકેગા નહીં’

મીડિયા સાથે વાત કરતા રચનાબેને જણાવ્યું હતું કે ‘ આજે મેં એક ભ્રષ્ટ્રાચાર કરનાર અધિકારીનો વેશ ધારણ કર્યો છે જે જાહેરમાં ભ્રષ્ટ્રાચાર કરે છે અને એ પણ કોઇનાથી ડર્યા વિના! તેમણે સરકાર પણ આરોપ લગાવ્યો હતો કે, આવા અધિકારીઓ સરકારને કેમ નથી દેખાતા જે ખુલેઆમ ભ્રષ્ટ્રાચાર કરે છે.

રચનાબેને કોઇ એક ખાસ અધિકારી વિરૂઘ્ધ (નામ લીધા વિના) એવો પણ આક્ષેપ કર્યો હતો કે, આ અધિકારીઓ ચોખ્ખા શબ્દોમાં કહે છે કે, સરકાર મારૂ કાંઇ બગાડી શકશે નહીં…! હું ભ્રષ્ટ્રાચાર કરૂં છું….અને કરતો રહીશ અને ભ્રષ્ટ્રાચાર કરવા માટે હું ઝૂકીશ નહીં!કોર્પોેરેટર રચનાબેન નંદાણિયાના ફિલ્મી સ્ટાઇલમાં વિરોધથી આ મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પ્રેમલગ્ન કરનાર બહેન-બનેવીને તીક્ષ્ણ હથિયારથી સગા ભાઈએ સરાજાહેર રહેંસી નાંખ્યા

0

ઉપલેટામાં ઓનરકિલિંગ: પ્રેમલગ્ન કરનાર બહેન-બનેવીને તીક્ષ્ણ હથિયારથી સગા ભાઈએ સરાજાહેર રહેંસી નાંખ્યા

રાજકોટના ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટનાકુંભારવાડા નાકે જાહેરમાં યુવક અને યુવતી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો :

જાહેર હુમલામાં યુવક અને યુવતીના ઘટનાસ્થળે મૃત્યુ.દેશ દેવી ન્યુઝ જામનગર 19. ઉપલેટા રાજ્યમાં સરાજાહેર હત્યાના બનાવો વધી રહ્યા છે. એક પણ દિવસ એવો હોતો નથી કે કોઇ હત્યાનો બનાવ ન બન્યો હોય. અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઇ ડર હોય તેમ લાગતુ નથી.ય ક્યારેક અંગત અદાવતમાં તો ક્યારેક પૈસાની લેતી દેતીમાં, અને હવે તો પ્રેમ પ્રકરણમાં પણ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. ત્યારે રાજકોટના ઉપલેટામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી. રાજકોટના ઉપલેટામાં કુંભરવાડાના નાકે ડબલ મર્ડરની ઘટના બની. કુંભારવાડા નાકે જાહેરમાં યુવક અને યુવતી પર તીક્ષ્ણ હથિયારના ઝીંકીને હુમલાખોરો ફરાર થઇ ગયા. બંને યુવક અને યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ છે. ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પહોંચી હતી. હાલમાં મૃતદેહો કબ્જે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યુ છે કે હત્યા કરનાર શખ્સ બીજુ કોઇ નહી પરંતુ યુવતીનો ભાઇ જ હતો.

પોલીસ તપાસમાં પ્રેમ પ્રકરણમાં હત્યા કરાયા હોવાનું સામે આવી રહ્યુ છે. મળતી માહિતી મુજબ યુવતીએ 6 મહિના પેહલા જ પ્રેમ લગ્ન કર્યા હતા જે બાબતે ભાઇએ ખાર રાખ્યો હતો. સગા ભાઇએ જ બહેન-બનેવીને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ઉપલેટાની જીગરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ મનસુખભાઈ મહિડા (ઉં.વ.32) અને અરણી ગામની હીના સોમજીભાઈ સીંગરખીયા (ઉં.વ.30)ને હીનાના ભાઈ સુનિલે છરીના આડેધડ ઘા મારીને હત્યા નીપજાવી હતી. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આરોપી સુનિલને પકડવા શોધખોળ હાથ ધરી છે.

જામનગરના ગોરધનપર ખાતે નિર્માણ પામશે વિશ્વનુ પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન’

0

જામનગરના ગોરધનપર ખાતે નિર્માણ પામશે વિશ્વનુ પ્રથમ ‘ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન’

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, W.H.O.ના ડાયરેકટર જનરલ  ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન  પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિમાં તા.૧૯ એપ્રિલે GCTM નો શિલાન્યાસ કાર્યક્રમ યોજાશે

ગ્લોબલ સેન્ટર થકી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે

પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે

પરંપરાગત દવા, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે

સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે

પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે : ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૮ એપ્રિલ, જામનગર પાસેના ગોરધનપર ખાતે તા.૧૯ એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે વિશ્વના સૌ પ્રથમ નિર્માણાધીન ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન (GCTM)નો શિલાન્યાસ કાર્યક્રમ યોજાનાર છે.આ પ્રસંગે W.H.O.ના ડાયરેકટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન  પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભવોની પ્રેરક ઉપસ્થિતિ રહેશે.વિશ્વમાં પરંપરાગત ચીકીત્સા પદ્ધતિઓ માટેનુ વૈશ્વિક કેન્દ્ર સાકાર થવાથી આયુર્વેદ વૈશ્વિક ફલક પર નવું સિમાચિન્હ અંકિત કરશે. તેમજ પરંપરાગત દવા સબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થય બાબતો પર નેતૃત્વ પુરૂ પાડશે.આ કેન્દ્રના માધ્યમથી પરંપરાગત દવાઓ, સામાજિક-સાંસ્કૃતિક અને જૈવ વિવિધતાનો વારસો વ્યાપક પણે વિતરીત થશે.

જામનગરના આંગણે નિર્માણ થનાર આ કેન્દ્રથી સમગ્ર વિશ્વમાં આયુષ પ્રાણાલીઓને એક જ સ્થળે સ્થાન મળશે. તેમજ પરંપરાગત ઔષધને પ્રોત્સાહન મળશે અને ગુજરાત આયુષ ઔષધીનું મુખ્ય મથક બનશે. સમગ્ર વિશ્વમાં પરંપરાગત ઔષધો માટે આ પ્રથમ અને એકમાત્ર વૈશ્વિક દૂરનું કેન્દ્ર જામનગરમાં સાકાર થવાથી અને વિશ્વવસ્તરની સંસ્થાની સ્થાપનાથી ગુજરાત અને જામનગર ગૌરવવંતા થયા છે.

પરંપરગત દવાઓની ગુણવતા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંબંધ ખાત્રી થશે.ઉપરાંત ડેટા એકત્ર કરવાના વિશ્લેષણો અને અસરનુ મુલ્યાંકન કરવા માટે સબંધિત તકનીકી ક્ષેત્રો, સાધનો માટે ઉપયોગી થશે. આ સેન્ટર વિશિષ્ટ ક્ષમતા નિર્માણ અને તાલીમ કાર્યક્રમો વિકસાવવા પણ ઉપયોગી પુરવાર થશે.

કેન્દ્ર તથા રાજ્ય સરકારના મંત્રીશ્રીઓની ઉપસ્થિતમાં યોજાનાર કાર્યક્રમના સુચારૂ આયોજન માટે તમામ તૈયારીઓને આયુષ વિભાગ, ITRA- જામનગર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુર્ણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) ના આ નવા પ્રકલ્પના નિર્માણ થકી પરંપરાગત ચિકિત્સા સંદર્ભે વિશ્વના તમામ ક્ષેત્રોને જોડવામાં આવશે અને જેનો લાભ ભારત સહિત સમગ્ર વિશ્વને મળશે. તેમજ જામનગર જિલ્લો આ ક્ષેત્રમાં કેન્દ્ર સ્થાન તરીકે ઉભરી આવશે. આ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) ચાર મુખ્ય વ્યૂહાત્મક ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે. જેમાં સંશોધન અને શિક્ષણ, માહિતી અને પૃથ્થકરણ, સ્થિરતા અને સમાનતા તેમજ વૈશ્વિક આરોગ્ય સેવાઓમાં પરંપરાગત ચિકિત્સાના યોગદાનને શ્રેષ્ઠ બનાવવા માટે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમાવેશ કરવામાં આવશે.તે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ અને ઉત્પાદનો પર નીતિઓ અને ધોરણો માટે નક્કર આધાર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને વિશ્વભરના દેશોને તેમની આરોગ્ય પ્રણાલીમાં યોગ્ય રીતે સંકલિત કરવામાં મદદ કરશે.

બેડીમાં પેટ્રોલ ભરવા બાબતે બોલી બઘડાટી : સાઈચા બંધુઓ સહિત 6 સામે ફરિયાદ

0

પેટ્રોલ પુરાવા જેવી નજીવી બાબતે યુવાનને મરણતોલ માર મારતા હોસ્પિટલ ખસેડાયો : ૬ સામે ફરિયાદ

આરોપી :- ( ૧ ) જાવેદ સાઇચા ( ૨ ) જુશબ સાઇચા (૩) અસગર જુશબ સાઇચા ( ૪ ) મહેબુબ જુશબ સાઇચા તથા જુશબ સાઇચાના બીજા બે દિકરાઓ રહે બધા બેડી જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર 17.જામનગર શહેરના બેડી વિસ્તારમાં નૂરી રજા રોડ આરોગ્ય કેન્દ્રની બાજુમાં રહેતા સલીમ નુરમામદ જેડાએ વચ્ચેથી પેટ્રોલ પુરાવાની ના પાડતા ૬ શખ્સોનો હિચકારો હુમલો.શહેરના બેડી વિસ્તારમાં રહેતા સલીમ નુરમામદ જેડા પોતાના ઘરેથી બેડી ઓવર બ્રીજ પાસે આવેલ પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા માટે તેઓ લાઇનામાં ઉભા હતા ત્યારે જાવેદ સાઈચા નામનો વ્યક્તિ પેટ્રોલ પંપે આવેલ અને વચ્ચેથી પેટ્રોલ પુરાવેલ જેથી સલીમ નુરમામદ જેડાએ તેને તેમ કરવાની ના પાડતા જાવેદ સાઈચા એકદમ ઉશેરાઇ જઇ સલીમ નુરમામદ જેડા સાથે મનફાવે તેવી ગાળા – ગાળી કરવા લાગેલ બાદમાં સલીમ નુરમામદ જેડા પેટ્રોલ પુરાવીને પોતાના ઘરે જતો હતો ત્યારે બેડી પોર્ટ રોડ , વાછાણી મીલ પાસે રોડ પર આરોપી જાવેદ સાઈચા અને જુશબ સાઈચા તથા અસગર જુશબ સાઇચા રસ્તા વચ્ચે ઉભા રહી સલીમ જેડાને હોય રોકેલ અને કહેલ કે જાવેદ સાથે શુ કામ માથાકુટ કરી હતી.

તેમ કહી ત્રણેય જણાએ સલીમ નુરમામદ જેડાને ઢીકા પાટુનો માર મારવા લાગ્યા તેમજ ગાળા- ગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ બાદમાં મહેબુબ જુસબ સાઈચા અને જુસબ સાઈચા ના બે દિકરા આવેલ જેણે પણ સલીમ નુરમામદ જેડાને ઢીકાપાટુનો ઢોર માર મારી ફરાર થઈ ગયા હતા સલીમને બેફામ માર મારતા શરીરે મુંઢ ઇજાઓ થતા તાત્કાલિક જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણ થતા સીટી-બી પોલીસ હોસ્પિટલ ખાતે દોડી જતી બનાવની વિગત મેળવી હતી.આથી સીટી-બી ડિવિઝન પોલીસે સલીમ નુરમામદ જેડાની ફરિયાદ પરથી આઇ.પી.સી.કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ ( ૨ ) , ૧૧૪ મુજબ ૬ વિરૂદ્ધ ગુનોં નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે. વધુ તપાસ સીટી-બી ડિવિઝનના પો.હેેડ.કોન્સ જગદીશભાઈ એચ.મકવાણા ચલાવી રહ્યા છે.

જામ્યુકોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનપદે મનિષ કનખરા અને ડે. ચેરમેન તરીકે પ્રજ્ઞાબા સોઢાની વરણી

0

જામ્યુકોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના હોદે્દારોની વરણી

અધ્યક્ષ તરીકે એડવોકેટ મનિષ કનખરા તથા ઉપાધ્યક્ષ તરીકે પ્રજ્ઞાબા સોઢાની વરણી

દેશ દેવી ન્યુઝ જામનગર 16. જામનગર મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ તરીકે એડવોકેટ મનિષ કનખરા તથા ઉપાધ્યક્ષ તરીકે પ્રજ્ઞાબા સોઢાની વરણી કરવામાં આવી છે. સમિતિના સભ્યોની ચૂંટણી બાદ લાંબા સમયથી અટકેલી પદાધિકારીઓની ચૂંટણી આજે મેયર બીનાબેન કોઠારીના અધ્યક્ષસ્થાને જામ્યુકોના સ્ટેન્ડીંગ કમિટી હોલમાં યોજવામાં આવી હતી. જેમાં ઉપરોકત બન્ને સભ્યોની પદાધિકારી તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. શિક્ષણ સમિતિમાં પક્ષપ્રેરિત કુલ 12 સભ્યો ચૂંટાયા છે. જેમાં ભાજપના બાર અને કોંગ્રેસના એક સભ્યનો સમાવેશ થાય છે.

ગત મહિનાઓમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી જાહેર કરાયા બાદ ભાજપા તરફથી 11 અને કોંગ્રેસ તરફથી એક ફોર્મ આવતા ચૂંટણી બિનહરિફ બની હતી. ભાજપા તરફથી મનિષાબેન બાબરીયા, નારણભાઇ મકવાણા, સંજયભાઇ દાઉદીયા, મનિષભાઇ કનખરા, યાત્રીબેન ત્રિવેદી, પ્રજ્ઞાબા સોઢા, બિમલભાઇ સોનછાત્રા, નિલેશ હાડા, રમેશભાઇ કંસારા, દિનેશભાઇ દેસાઇ, પરસોતમભાઇ કાકનાણી તેમજ કોંગ્રેસ તરફથી આનંદભાઇ ગોહિલના નામોના ફોર્મ ભરાયા હતાં. સરકારના માનદ્ પ્રતિનિધિઓ તરીકે એમ.આર. કુંભરવડીયા, રઉફભાઇ ગઢકાઇ અને મુકેશભાઇ વસોયાની વરણી કરવામાં આવી હતી. તમામ નામોને રાજ્ય સરકાર દ્વારા ગેઝેટમાં માન્યતા અપાયા બાદ આજે સવારે શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગની સૂચનાથી મેયરના અધ્યક્ષ સ્થાને 10 વાગ્યે ચેરમેનની ચૂંટણીની ઔપચારિકતા પૂર્ણ કરવામાં આવી હતી.

જેમાં ચેરમેન તરીકે મનીષ કનખરા માટે રમેશભાઈ કંસારા એ દરખાસ્ત મુકી હતી અને નારણભાઇ મકવાણા દ્વારા આ દરખાસ્તને ટેકો આપવામાં આવ્યો હતો. જયારે વાઇસ ચેરમેન તરીકે પ્રજ્ઞાબા ચંદુભા સોઢા માટે પરષોત્તમભાઇ કકનાણી દ્વારા દરખાસ્ત મુકવામાં આવી હતી અને મનીષાબેન બાબરીયા દ્વારા દરખાસ્તને ટેકો આપવામાં આવ્યો હતો.પ્રથા મુજબ પક્ષ દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ભાજપાના સભ્યોને વ્હીપ આપી દેવામાં આવ્યો હતો. ચેરમેન તરીકે મનિષભાઇ કનખરા અને ડે.ચેરપર્સન તરીકે પ્રજ્ઞાબા સોઢાના નામો અગાઉથી જ ચર્ચાતા હતા. પદાધિકારીઓની વરણી બાદ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડીંગ ચેરમેન મનિષ કટારિયા, ડેપ્યુટી મેયર તપન પરમાર,શાસક પક્ષના નેતા કુસુમ પંડયા, દંડક કેતન ગોસરાણી, ભાજપા શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા, મહામંત્રી મેરામણ ભાટુ, પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર સુભાષ જોશી, દિવ્યેશ અકબરી, કિશન માડમ, પૂર્વ શહેર ભાજપા અધ્યક્ષ નિલેશભાઈ ઉદાણી, અશોકભાઈ નંદા, મધુભાઈ ગોંડલિયા, રમેશભાઇ કંસારા, ગોપાલ સોરઠીયા,આનંદ ગોહિલ સહીત શહેર સંગઠનના હોદેદારો, કોર્પોરેટરો, મોરચાના પદાધિકારીઓ, પૂર્વ પ્રમુખો, પૂર્વ મેયર, વોર્ડ સમિતિના હોદેદારો, પ્રતિનિધિઓ કાર્યકર્તાઓએ આ નિમણૂંકને આવકારી બન્ને પદાધિકારીઓને શુભેચ્છા પાઠવી હતી. તેમ ભારતીય જનતા પાર્ટી મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

મારી ગર્લફ્રેન્ડના નંબર બીજાને કેમ આપશ તેમ કહી યુવાનની હત્યાનો પ્રયાસ: 6 સામે 307 દાખલ

0

નવા મોખાણા રોડ પર બે યુવાન પર છરી-ધોકા વડે હિંચકારો હુમલો.

અલીયાબાડાના ત્રણ સહિત છ સામે હત્યાની કોશિષ સહિતની ફરિયાદ દાખલ.

ગર્લફેન્ડના નંબર બીજાને કેમ આપે છે એ મામલે બબાલ સર્જાઇ.

પોલીસે આરોપીની ધરપકડ માટે ચક્રો ગતીમાન કર્યાદેશ દેવી ન્યુઝ જામનગર 14. જામનગરના જુના મોખાણા ગામમાં આંબલી ચોકની બાજુમાં રહેતા કરણ દિલીપભાઇ દેગામાં (ઉ.વ.19) નામના યુવાને મોડી રાત્રીના અલીયાબાડાના કિશન આહીર, પ્રવિણ આહીર, અજય આહીર તથા અન્ય બે થી ત્રણ અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.સુત્રોમાંથી મળતી વિગત અનુસાર આરોપી કિશન આહીરે ફરીયાદી કરણને ગઇકાલે ફોન કરીને તું કેમ મારી ગર્લ ફ્રેન્ડના નંબર બીજાને આપશ તેમ ફોન પર કહીને આ બાબતે વાતચીત કરવા ફરીયાદીને મોખાણા ગામ બહાર બોલાવતા કરણ અને હિતેશ બંને ત્યાં ગયા હતા.

દરમ્યાનમાં આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી પ્રાણઘાતક હથીયારો સાથે આવીને આરોપી કિશનને ગર્લફેન્ડના મોબાઇલ નંબર આપવા બાબતે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને આરોપીએ ઉશ્કેરાઇને અપશબ્દો બોલી છરી વડે ફરીયાદીને મારી નાખવાના ઇરાદે માથાના ભાગે ઘા કરવા જતા ફરીયાદીએ પોતાનો હાથ આડો રાખતા કપાળના ભાગે ઇજા થઇ હતી.

આ વખતે સાહેદ વચ્ચે છોડાવવા પડતા આરોપી અજયએ ધોકાનો એક ઘા સાહેદને માથાના ભાગે ઝીંકી હેમરેજની ગંભીર ઇજા પહોચાડી હતી અને અન્ય આરોપીઓએ હિતેશને આજે તને પતાવી દેવો છે તેમ કહી લાતો મારી શરીરે ઇજાઓ કરી પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડી હથીયાર બંધી અને જાહેરનામાનો ભંગ કર્યો હતો ઇજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતોકરણ દિલીપભાઇ દેગામાની ફરીયાદના આધારે પંચ-બી દ્વારા આઇપીસી કલમ 323, 324, 307, 143, 147, 148, 149, 294 (ખ) તથા જીપીએકટ 135 (1) મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ PSI જયદિપસિંહ.ડી પરમાર અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે નવા મોખાણા રોડ પર ગઇકાલે મારામારીનો બનાવ સામે આવતા ચકચાર મચી જવા પામી હતી પોલીસે આરોપીઓને દબોચી લેવા ચક્રો ગતીમાન કર્યા હતા.

LCBને મળી મોટી સફળતા : જુદી-જુદી બેન્કોના ATM માં છેડછાડ કરી બેન્કો સાથે છેતરપીંડી કરનાર ‘મેવાત ગેંગ’ના 2 શખ્સો 30 કાર્ડ સાથે ઝડપાયા

જામનગર એલસીબીને મોટી સફળતા: 30 એટીએમ કાર્ડ પણ જપ્ત કરાયા.

જુદી-જુદી બેન્કોના એ.ટી.એમ.માં છેડછાડ કરી બેન્કો સાથે છેતરપીંડી કરનાર ‘મેવાત ગેંગ’ના બે શખસની ધરપકડ.

LCBના ASI સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા અને હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે મળી મોટી સફળતા

આંતરરાજ્ય ‘મેવાત ગેંગ’ ના બે સાગરિતોને એલસીબીની ટીમે જોગસપાર્ક વિસ્તારમાંથી દબોચી લેવાયા

દેશ દેવી ન્યુઝ જામનગર: 14. જામનગર શહેરના જોગસ પાર્ક વિસ્તારમાં આંતરરાજ્ય ગેંગના બે શખ્સો જુદા જુદા એટીએમ કાર્ડ દ્વારા એટીએમ મશીનમાંથી પૈસા કાઢવાની પેરવી કરતા હોવાની એલસીબીના સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા અને હિતેન્દ્રસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઇ એસ.એસ. નિનામાની સૂચનાથી પીએસઆઈ કે.કે ગોહિલ આર.બી.ગોજિયા, બી.એમ. દેવમુરારી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી અને વારીસખાન રતીખાન મેવ પઠાણ (ઉ.વ.22) અને અંસારખાન કયુમખાન મીયા (ઉ.વ.22) (રહે. પીપરોલી ગામ થાણા પુન્હાના તા. પુન્હાના જી. નુહુ મેવાત હરિયાણા) નામના બન્ને શખ્સોને ઝડપી લીધા હતાં.

એલસીબીની ટીમે બન્ને શખ્સોની તલાસી લેતા તેમના કબ્જામાંથી જુદી જુદી બેંકોના 30 એટીએમ કાર્ડ, બે મોબાઇલ ફોન અને એક બેંકની જમા સ્લીપ તથા એક ટ્રાવેલ્ર્સ ટીકીટ અને 1800 ની રોકડ રકમ મળી કુલ રૂા.10,800 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ બન્ને શખ્સો એટીએમ કાર્ડ વડે એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડતી વખતે એટીએમનું મેઈન પાવર સપ્લાય બટન બંધ કરી દેતા હતાં. જેથી એટીએમમાંથી પૈસા નિકળે તે વખતે નોટો ને હાથમાં પકડી રાખતા હતાં જેના કારણે રેકર્ડ ઉપર પૈસા નિકળ્યાની નોંધ થતી ન હતી. ત્યારબાદ આ પૈસા મળેલ ન હોવા અંગેની જે-તે બેંકમાં ફરિયાદ કરતાં, બેંક તરફથી તે નાણાં એકાઉન્ટમાં પરત જમા કરાવી દેવામાં આવતા આ રીતે અલગ અલગ બેંકો સાથે છેતરપિંડી આચરી બેંકોને આર્થિક નુકસાન પહોંચાડવાનું કૌભાંડ કરતાં હતાં. ઉપરાંત જે બેંકના એટીએમ મશીન બહાર પાવર બટન દેખાતું હોય તે જ એટીએમ મશીનમાંથી પૈસા ઉપાડતા હતાં.બન્ને શખ્સો દ્વારા રાજસ્થાનના ભીરવાડામાં ઈન્ડુસલેન્ડ બેંકના એટીએમ કાર્ડ વડે બેંક ઓફ બરોડાના એટીએમ સેન્ટરમાંથી તથા અમદાવાદના જમાલપુર ખાતે આવેલી ઈન્ડુસલેન્ડ બેંકના એટીએમ કાર્ડ વડે એસબીઆઈના એટીએમમાંથી પૈસા કાઢી બેંક સાથે છેતરપિંડી આચરી હતી અને હવે જામનગરની જુદી જુદી બેંકોના એટીએમમાંથી આ જ રીતે પૈસા કાઢવાનું અને કૌભાંડ કરવા માટે રેકી કરતા હતાં તે દરમિયાન જામનગર એલસીબીએ બન્નેને દબોચી લીધાં હતાં. ઝડપાયેલો વારીસખાન વર્ષ 2019 માં મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં છેતરપિંડીના ગુનામાં આઠથી દસ મહિના જેલ ભોગવી ચૂકયો છે. એલસીબીની સતર્કતાના કારણે જામનગરમાં આ રીતનું કૌભાંડ થાય તે પૂર્વે જ બન્ને આંતરરાજ્ય ગેંગના સાગરિતોને ઝડપી લેવામાં આવ્યાં હતાં.

ઉપરોકત્ત કાર્યવાહી એસ.એસ.નિનામા Pl ની દેખરેખ હેઠળ PSI બી.એમ.દેવમુરારી PSI .કે.કે.ગોહિલ આર.બી ગોજીયા તથા તથા એલ.સી.બી.સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, અશ્ચિનભાઇ ગંધા,નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, શરદભાઇ પરમાર, ધનશ્યામભાઇ ડેરવાડીયા, દિલીપભાઇ તલવાડીયા,યશપાલસિંહ જાડેજા,હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, દોલતસિંહ જાડેજા, ,હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધમેન્દ્રસિંહ જાડેજા,ધાનાભાઇ મોરી, હીરેનભાઇ વરણવા ફીરોજભાઇ ખફી. શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, રાકેશભાઇ ચૌહાણ,લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ડ્રાયવર – આ ધમેન્દ્રસિંહ જાડેજા તથા ભારતીબેન ડાંગર દ્રારા કરવામા આવેલ છે .

જામનગરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિની માતા-પિતા વિહોણી 16 દીકરીઓનો સમૂહલગ્નોત્સવની તડામાર તૈયારી.

0

જામનગરમાં તપોવન ફાઉન્ડેશન દ્વારા સર્વ જ્ઞાતિની માતા-પિતા વિહોણી 16 દીકરીઓનો સમૂહલગ્નોત્સવની તડામાર તૈયારી.

લગ્નના મંડપમાં જતા પહેલા તમામ ક્ધયાઓ માટે દિકરી પૂજન નામનું વિશિષ્ટ પૂજન

તમામ દિકરીઓને ક્ધયા દાન જે લોકોને પુત્રી નથી તે લોકો દ્વારા કરવામાં આવશે

દેશ દેવી ન્યુઝ જામનગર: 14. જામનગરમાં તપોવન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આગામી તા.17ની સાંજે માતા-પિતા અથવા પિતા વિહોણી 16 દિકરીઓના સમુહ લગ્નો ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે. સસ્થા દ્વારા સહયોગીઓની મદદથી દિકરીઓને જંગી કરીયાવર અપાશે. તેમજ લગ્નના મંડપમાં જતા પહેલા તમામ ક્ધયાઓ માટે દિકરી પૂજન નામનું વિશિષ્ટ પૂજન કરાશે.તપોવન ફાઉન્ડેશનના સ્થાપક રાજન જાની, ટ્રસ્ટીઓ, પૂર્વ રાજયમંત્રી વસુબેન ત્રિવેદી, પરેશ જાની તેમજ સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી નરેન્દ્ર ત્રિવેદીએ અનોખા સમુહ લગ્નોત્સવના આયોજનની માહિતી આપતા જણાવ્યું હતું કે, જામનગરમાં સર્વ જ્ઞાતિ ધોરણે થઇ રહેલા આ પ્રથમ આયોજનમાં માતા-પિતા અથવા પિતા વગરની દિકરીઓના સંસ્થા દ્વારા સમુહ લગ્ન કરાવવામાં આવશે. જેમાં બે વિશેષતા છે. એક તો આવી તમામ દિકરીઓને ક્ધયા દાન જે લોકોને પુત્રી નથી તે લોકો દ્વારા કરવામાં આવશે.

આ ઉપરાંત મંડપમાં લગ્નવિધિની શરૂઆત પહેલા વિવિધ કંપનીઓ દ્વારા દિકરીઓનું પૂજન થશે. જનતા ફાટક પાસેથી 16 વરરાજાઓ 4 બગીઓમાં વરઘોડો નિકાળીને રણજીતનગર પાછળના પ્રણામી સંપ્રદાયની જગ્યામાં ઉભા કરાયેલા લગ્ન સ્થળ સુધી પહોંચશે. આ ભગીરથ કાર્યપાર પાડવા 180 કાર્યકરોની ટીમ 25 કમિટીમાં વહેંચાઈને કામ કરી રહી છે.આ પ્રસંગમાં આશિર્વાદ આપવા જૂનાગઢના ભવનાથના આશ્રમના શેરનાથબાપુ, દેવપ્રસાદ મહારાજ, કૃષ્ણમણિ મહારાજ તેમજ વિધાનસભાના સ્પીકર નીમાબેન આચાર્ય, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, આર.સી.ફળદુ સહિતના રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

મુંગણીમાં સગાઇનું આમંત્રણ નહી આપતા સર્જાય બબાલ : જયરાજસિંહ સહિત 4 સામે હત્યાનો પ્રયાસની ફરિયાદ

0

મુંગણીમાં સગાઇનું આમંત્રણ ‘ન ‘આપવાનો ખાર રાખી નરેન્દ્રસિંહ નામના યુવાન પર 4 શખ્સનો હુમલો.

યુવાનને પગમાં ઘોકા મારી હત્યાના ઇરાદે થાર જીપ માથે ચડાવાની કોશીષ કરતા માંડ જીવ બચ્યો.દેશ દેવી ન્યુઝ જામનગર 14. જામનગરના મુંગણીમાં ફરિયાદીના કાકા નરેન્દ્રસિંહ પુજાજી કચવાની દિકરીની સગાઈ હોય જે સગાઇનુ આમંત્રણ આરોપીઓને ફરિયાદીએ આપેલ નહીં જેનું આરોપીઓને મનદુખ થતા આરોપીઓ આમંત્રણનું મનદુખ રાખી આરોપીઓ પૈકી આરોપી જયરાજ જાડેજાએ પોતાની થાર ફોરવીલ જીપ લઈ નરેન્દ્રસિંહ ઉર્ફે કાના કંચવાના કાકા ના ઘર પાસે જઈ ફરિયાદીને ગાળો કાઢી તથા ફરિયાદી ગાળો આપવાની ના પાડતા આરોપી જયરાજસિંહ જાડેજા વધુ ઉસ્કેરાય જઇ વધારે ગાળો દેવા લાગેલ અને આરોપી રવિરાજસિંહ જાડેજા અને રવિરાજસિંહ ધેલુભા કેર ક્રેટા કાર માં ફરિયાદીના કાકાના ઘર પાસે આવી તલવાર તથા ધોકા જેવા હથિયારો લઇ આવી આરોપી નંબર જાફર વશા સ્વીફ્ટ કાર નંબર ૯૨૦ વાળી માં આવી ચારેય આરોપીઓ એક સંપ કરી નંબર યુવાનને મરણતોલ માર મારેલ અને જયરાજસિંહ અને ૨વિરાજસિંહ જાડેજા ફરિયાદી નરેન્દ્રસિંહને તલવાર વતી બંને પગે નળાના ભાગે ઘા કરી નળા ભાંગી નાંખી ગંભીર ઈજા કરી કરી હતીવાત અટલેથી ન અટકતા રવિરાજસિંહ ધેલુભા કેર અને જાફર વશા નામના શખ્સોએ ધોકા વડે શરીરે અને ડાબા હાથે બાવળા પાસે વધુ મુંઢ ઇજા કરી હતી આરોપી જયરાજ અને રવિરાજે પોતાની ફોરવીલ થાર લઈને મારી નાખવાના ઇરાદે ફરી ઉપર ચડાવવા રન કરતા સાહેદે ફરીને ખેચી લેતા મારી નાખવાની ખૂનની કોશિશ કરી હતી તેમાં નરેન્દ્રસિંહ માંડ માંડ બચ્યા હતા જેથી ફોરવીલ થારથી ત્રણ બાઈક ઉપર ચડાવી નુકસાન કરી એકબીજાને મદદગારી કરી બધળાટી બોલાવી નાસી છૂટયા હતા. આથી યુવાનને લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો જ્યા પોલીસે જરૂરી નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

સિક્કા પોલીસે નરેન્દ્રસિંહ કંચવાની ફરીયાદ પરથી ઇ.પી.કો કલમ -૩૦૭, ૩૨૫, ૩૨૩ , ૫૦૪, ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ -૧૩ પ (૧ ) મુજબ ગુનોં નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે વધુ તપાસ સિક્કા પોલીસ સ્ટેશનના PSI વી.જે ગઢવી ચલાવી રહ્યા છે.

ગુલાબનગર પાસે 9 દિવસના બાળકને મૂકવા તૈયાર થયેલ “માં” ની વેદના: પ્રેમલગ્ન કરનાર પતિ જેલમાં:181 બની દૂત

0

જામનગરના ગુલાનગરમાં 9 દિવસના બાળકને તરછોડે તે પહેલા સ્થાનિકોએ બોલાવી પોલીસ

બાળક ત્યજી દેનાર મહિલાના પતિ છેલ્લા 1 વર્ષથી MPની જેલમાં હોવાથી બાળકનો ઉછે૨ શક્ય “ન” હોવાથી હિમ્મત હારી.

બાળકનો ઉછેર શક્ય ‘ન’ બનતા મહિલા બની લાચાર: ગુલાબનગર પાસેનો બનાવ : માં ની વ્યથા

દેશ દેવી ન્યુઝ જામનગર 13.જામનગરના ગુલાબનગર વિસ્તારમાં એક અજાણી મહિલા તેનાં 9 દિવસના બાળક પ્રિન્સને રસ્તા પર મૂકી ચાલતાં થયાં ત્યાં સ્થાનિક લોકોએ તેમને જોઈ જતાં તેમને રોક્યા. ત્યારબાદ 181ની ટીમને કોલ કર્યો.જામનગર શહેરમાં આજે બનેલ બનાવથી લોકો સમસમી ઉઠ્યા છે તેવામાં સમાજમાં ફરી એક શરમજનક કિસ્સો સામે આવ્યો છે. બાળકએ ભગવાન એ આપેલી એક દેન છે અને તેને જન્મ લેવો અને સમાજમાં તેને સારું અને સરસ જીવન જીવવાનો તે તેનો જન્મસિદ્ધ અધિકાર છે.

ગુલાબનગર પાસે અજાણી મહિલા દ્વારા બાળકને મૂકી દેવાની પેરવી કરતા સ્થાનીકોએ પકડી પોલીસ અને 181ની ટીમ સ્થળ પર પહોંચી બહેન સાથે વાત-ચીત કરતાં બહેનનાં જણાવ્યા પ્રમાણે તેઓ મૂળ મહારાષ્ટ્રના છે. તેઓના લવ મેરેજ છે. તેઓના પતિ 12 મહિનાથી એમ. પી. ની જેલમાં છે. તેમનું સાસરું નાની રાફુદળ છે. પરંતું તેઓ અલગ ધ્રોલ રહેતા હતા.બહેનને બાળકને અહી મૂકીને જવાનું કારણ પૂછતાં વધુમાં જણાવ્યું કે તેઓ પોતાની પરિસ્થિતિના કારણે તેમના બાળકને વ્યવસ્થિત રીતે ઉછેરી શકે તેમ નથી 181ની ટીમ ઘટનસ્થળે ગઈ ત્યારબાદ પોલીસ અધિકારીઓ પણ ત્યાં આવ્યા અને હાલ બહેનને 181ની ટીમ પોલીસ અધિકારી સાથે મળી સિવિલ હોસ્પિલ ખાતે લઇ આવેલ અને ત્યાં એમ.એલ.સી. થશે તેમજ બાળકને કમરાની અસર હોવાથી બાળકને ત્યાં એડમિટ કરાવેલ અને આગળની કાર્યવાહી માટે બહેનને પોલીસ સ્ટેશન સોંપેલ….

181ની ટીમના સફળ કાઉન્સિલિંગ બાદ બહેન હવે તેમના બાળકને રાખવા માટે તૈયાર થયાં છે અને તેને તેની આ ભૂલ સમજાઇ ગઇ છે અને હવે તેને તેની આ ભૂલ માટે પસ્તાવો થાય છે. ફરી હાલ 181ની ટીમ કાઉન્સેલર પૂર્વી પોપટ કોન્સ્ટેબલ ઇલાબા ઝાલા અને પાયલોટ સુરજીતસિંહ વાઘેલા દ્રારા બાળકને ફરી ઍક નવું જીવન મળ્યું છે હાલ બાળક જી. જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ છે..

error: Copying and use of the content of the website is considered as illegal activity.