Thursday, October 15, 2026
Home Blog Page 288

જામનગરમાં છૂટાની માંગણી કરી રોકડ લૂંટનાર ‘અજય’ ઝડપાયો

0

જામનગરમાં છૂટાની માંગણી કરી રોકડ લૂંટનાર ‘અજય’ ઝડપાયો

સત્યમ કોલોની અને જોગસ પાર્ક વિસ્તારમાંથી રોકડની ચીલઝડપ આચરનાર ઝડપાયો

રૂા.32 હજારની રોકડ રકમ અને 25 હજારની કિંમતનું લૂંટમાં ઉપયોગમાં લેવાયેલું બાઈક મળી કુલ રૂા.57,000 નો મુદ્દામાલ જપ્ત.દેશ દેવી ન્યુઝ જામનગર 13.જામનગર શહેરના જોગસ પાર્ક અને સત્યમ કોલોની પાસેથી ચીલઝડપ આચરનાર તસ્કરને સિટી સી ડિવિઝન પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લઇ રોકડ અને બાઈક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગેની વધુ વિગત મુજબ, જામનગર શહેરમાં થોડા સમય અગાઉ સત્યમ કોલોની અને જોગસ પાર્ક વિસ્તારમાંથી રોકડની ચીલઝડપ આચરનાર શખ્સ કામદાર કોલોની આજુબાજુના વિસ્તારમાં હોવાની હે.કો પ્રવિણ ખોલા અને પોકો મહેન્દ્રસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીઆઇ કે.એલ.ગાધે, પીએસઆઇ આર.એલ. ઓડેદરા, હે.કો.ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રવિણભાઈ ખોલા, જાવેદભાઈ વજગોળ, પ્રદિપસિંહ જાડેજા તથા પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા, રવિ શર્મા, વિજયભાઈ કાનાણી, પ્રદિપસિંહ રાણા સહિતના સ્ટાફ દ્વારા કામદાર કોલોનીમાંથી પસાર થતા જીજે-10-ડીએફ-3120 નંબરના બાઈકચાલકને આંતરી અજય ઉર્ફે અજલો રાજેન્દ્ર બરછા નામના શખ્સને આંતરીને ઝડપી લીધો હતો.

જામનગરમાં શ્રીરામની 41મી ભવ્ય શોભાયાત્રા રંગેચંગે સંપન્ન.

0

જામનગરમાં શ્રીરામની 41મી ભવ્ય શોભાયાત્રા રંગેચંગે સંપન્ન.

શ્રી બાલા હનુમાન મંદિરથી શોભાયાત્રાના પ્રસ્થાન બાદ નગરભ્રમણ: 51 જગ્યાએ પ્રસાદનું વિતરણ કરાયું

શોભાયાત્રામાં મેયર, ધારાસભ્યો, રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉમટતા રામભકત્તો: અદ્દભૂત ફ્લોટ્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર દેશ દેવી ન્યુઝ જામનગર : 11 જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી ટ્રસ્ટના નેજા હેઠળ વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સંગઠ્ઠનો, મંડળો તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનોની રાહબરીમાં ભવ્ય આયોજન સંપન્નજામનગર: જામનગરમાં ભગવાન શ્રીરામની રવિવારે 41મી સવારી બાલા હનુમાન મંદિર ખાતેથી પ્રારંભ કરવામાં આવી હતી. જેમાં ખાસ રામ લક્ષ્મણ જાનકીનો ખાસ ફોલ્ટ તૈયાર કરીને બાલા હનુમાન મંદિરે પૂજા અર્ચના કરી પ્રારંભ કરાવ્યો હતો.રામ સવારીના પ્રારંભ વખતે મેયર, ધારાસભ્યો, રાજકીય નેતાઓ અને ખાસ કરીને મહિલાઓ જોડાયા હતા. તેમાં ભાજપના નેતા અને ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજા જોડાયા હતા અને રામ સવારીમાં વિશિષ્ટ ચાંદીની ગદા ઉપાડીને જયશ્રી રામના નારા લગાવ્યા હતા. તેમની સાથે ધારાસભ્ય હકુભા જાડેજા, વિક્રમભાઈ માડમ, બીનાબેન કોઠારી, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા અને ભાજપ- કોંગ્રેસના નગરસેવકો જોડાયા હતા.જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી ટ્રસ્ટના નેજા હેઠળ વિવિધ ધાર્મિક સંસ્થાઓ, સંગઠ્ઠનો, મંડળો તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનોની રાહબરી હેઠળ ભગવાન શ્રી રામચંદ્રજીની જન્મ જયંતિ રામનવમીના મહા ઉત્સવ પ્રસંગે વિશાળ રામસવારી નીકળી હતી. રામ સવારી 40વર્ષ પૂર્ણ કરીને 41 વર્ષમાં પ્રવેશી છે.કોરોના કાળના 2 વર્ષ દરમિયાન પ્રતિક શોભાયાત્રાના આયોજન પછી આ વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા 24 જેટલા સુંદર અને આકર્ષક ફલોટ્સ તૈયાર કરીને ભવ્ય રામ સવારીનું આયોજન કરાયું હતું. રામ સવારી બાલા હનુમાનજીના મંદિરેથી પ્રારંભ કરાઈ અને શહેરના મુખ્ય માર્ગો પર નગર ભ્રમણ કરશે. જે પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાનશ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રીના 12 વાગ્યે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રાનું માર્ગ પર 51 જેટલા સ્થળોએ રામસવારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથોસાથ પ્રસાદ, આઇસ્ક્રીમ અને સરબતનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 41મી રામસવારીના અનન્ય આકર્ષણો હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ યોજાનારી 41મી રામસવારીમાં આ વખતે અનેક વિવિધ આકર્ષણો ઉભા કરાયા હતા. જેમાં ખાસ કરીને જામનગર શહેરની સંસ્થા મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ભગવાન શ્રીરામ – લક્ષ્મણ અને જાનકીની પ્રતિમા સાથેનો એક સુંદર અને ભવ્ય આકર્ષીત ફલોટ્સ તૈયાર કરવામાં આવ્યો હતો.

મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઇ વ્યાસની રાહબરી હેઠળ રંગેબરંગી લાઇટ સાથેનો ભવ્ય રથ તૈયાર કરાયો છે અને ભગવાન રામ લક્ષમણ જાનકીની પ્રતિમાને બીરાજમાન કરીને સમગ્ર રથને ભગવા ધ્વજથી સ્જજ બનાવી દેવામાં આવશે. ઉપરાંત રથની આગળ વિશાળ કદના ભગવા ધ્વજ સાથે 41 તરવરીયા યુવાનોને જોડવામાં આવ્યા છે. જે ભગવા ધ્વજ ફરકાવીને ભગવાનના રથની આગળ સંચાલનમાં જોડાયા હતા.

આ ઉપરાંત શોભાયાત્રામાં બહેનો મોટી સંખ્યામાં જોડાય તે માટેના વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા છે. જામનગરની સંસ્થા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળની મહિલા પાંખ દુર્ગાવાહિનીના 41 જેટલા બહેનો સફેદ વસ્ત્રો સાથેની વેશભૂષામાં રામસવારીમાં જોડાશે. દુર્ગાવાહીનીના બહેનો સ્વાગત કર્યું હતું.

જામનગરના સહિયર ગ્રુપના 41 જેટલા બહેનો પણ માથામાં રંગબેરંગી સાફા ધારણ કરી લાલ સાડીમાં સજ્જ બનીને હાથમાં ભગવા ધ્વજ સાથે જોડાશે. ઉપરાંત ભગવાન શ્રીરામની ધુન સાથે રાસની રમઝટ બોલાવશે. જેઓની સાથે રંગતાલી ગ્રૂપના 41 ભાઇઓ પણ એક સરખા ટી-શર્ટમાં સજ્જ બનીને રામધુન સાથે રાસની રમઝટ બોલાવી હતી.શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો હવાઇ ચોક, સેતાવડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ, બેડી ગેઇટ થઇ પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાનશ્રી રામચંદ્રજીના મંદિરે રાત્રીના 12 વાગ્યે પૂર્ણ થશે અને ત્યાં શ્રી લોહાણા મહાજન સંસ્થા દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કર્યા પછી મહાઆરતી સાથે શોભાયાત્રાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે.

દરેડ GIDC માં ગાડી પાર્ક કરવા બાબતે ભાનુશાળી યુવાન પર હબીબ સુમરા સહિત 3 શખ્સોનો જીવલેણ હુમલો

0

દરેડ GIDC પાસે ભાનુશાળી યુવાન પર હબીબ સુમરા સહિત 3 અજાણ્યા શખ્સોનો હીચકારો હુમલો.

દુકાન પાસે ગાડી પાર્ક કરવા બાબતે સર્જાય બબાલ: વિવેક ધનસુખભાઈ કનખરા નામના દુકાનદારે 4 શખ્સ સામે કરી ફરીયાદ દેશ દેવી ન્યુઝ જામનગર 11.જામનગર શહેરના દરેડ GIDC પાસે દુકાન પાસે ગાડી પાર્ક ન કરવા બાબતે ભાનુશાળી યુવાન સાથે હબીબ સુમરા સાથે બોલાચાલી બાદ મામલો બિચક્યો જેથી આરોપી હબીબ ઉશ્કેરાઇ જઇ દુકાનદાર વિવેક ધનસુખભાઈ કનખરા ને મનફાવે તેની ગાળો આપી સ્પ્રીગ વડે હુમલો કરતા અફડાતફડી મચી જવા પામેલ અચાનક થયેલ હુમલામાં ભાનુશાળી યુવાનના કપાળ અને નાકના ભાગે ગંભીર ઇજા થતા મામલો બીચક્યો હતો.તેવામાં હબીબ સુમરાએ પોતાના અન્ય સાથીદારોને બોલાવી લેતા દુકાનદાને બહાર ખેચી સામાન વેરવિખેર કરી ઢીકાપાટુનો માર મારી તમામ શખ્સો નાશી ગયા હતા ઇજાગ્રસ્ત ભાનુશાળી યુવાને લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવની જાણી થતા પરીવારજનો તેમજ પોલીસ કાફલો હોસ્પિટલ દોડી જઈ બનાવની વિગત મેળવી હતી આરોપીની શોધખોળ આદરી હતી.આથી પંચ-બી પોલીસે વિવેક ધનસુખભાઈ કનખરાની ફરિયાદ પરથી હબીબ સુમરા સહિત ૩ અજાણ્યા શખ્સો સામે ઇ.પી.કો કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૬ (૨ ) ૨૯૪ (ખ) , ૪૨૭, ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનોં નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. વધુ તપાસ એસ આર ડાંગર ચલાવી રહ્યા છે.

ફાયર શાખામાં બદલીના ઓર્ડર બાદ 2 ઓફિસરે “લેટર બોંમ્બ “થી ફૂક્યું બગાવતનું રણશિંગું

0

જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ઘર ફૂટે ઘર જાય‘

બદલીના હુકમ બાદ 2 કર્મચારીઓએ “લેટર બોમ” થી વિરોધનું રણશિંગું ફુક્યું: ફાયરમાં ‘ભડકો’

દેશ દેવી ન્યુઝ જામનગર 11. જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં છેલ્લા ઘણા સમયથી વિવાદોનો મધપુડો છેડાયેલો છે , અહી અસંખ્ય અસંતોષ અને આડેઘડ નોકરીની ફાળવળી તેમજ ગમે તેને ચાર્જ આપી દેવાની નિતીથી કમિશનર પણ નારાજ થયા છે.આવામાં ડીએમસી દ્વારા તમામ ફાયર સ્ટેશન ઓફિસરોએ શું કામ કરવું અને કયા કામ કરવું તેમજ ઇન્ચાર્જ ફાયર ઓફિસરને કયાં બેસવું તેને શું કામગીરી કરવી વગેરેનો ઓર્ડર કરતા ફાયર વિભાગમાં ભારે ચકચાર મચી ગઇ છે.બીજી બાજું ઓર્ડરથી નારાજ જસ્મીન ભેંસદડીયા અને સજુભા જાડેજા નામના ફાયર સ્ટેશન ઓફિસરોએ લેખિતમાં પોતાની નારાજગી વ્યકત કરતા વિરોધ દર્શાવી બદલી રદ કરવાની માંગણી કરતા આખું પ્રકરણ ભારે ચર્ચાના ચાકડે ચડયું છે.જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ઘણાસમયથી લોલમલોલ ચાલી રહી છે , તેવામાં વધુ એક વિવાદ સામે આવતા કમિશનર લાલચોળ થઇ ગયા અને આ કમિશનરને બાબતની ગંભીરતા લઇ ફાયર વિભાગમાં સાફ સફાઇ હાથ ધરવામાં આવી છે જેમાં ડીએમસી દ્વારા એક વિસ્તૃત ઓર્ડર કરવામાં આવ્યો , જેમાં સાત ફાયર સ્ટેશન ઓફિસરોએ કર્યો ફરજ બજાવવી તેમજ ઇન્ચાર્જ ડે ફાયર ઓફિસર સી . એસ . પાંડેયનને મુખ્ય ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવવી રહેશે તેમજ તેમની બેઠક વ્યવસ્થા મુખ્ય ફાયર સ્ટેશનના ફાયર ટર્મીનલ ખાતે કરવાની રહેશે આ ઓર્ડરમાં દર્શાવવામાં આવ્યું છે કે , ચીફ ફાયર ઓફિસર અને ઇન્ચાર્જ ડે.ફાયર ઓફિસર , ફાયર મેન અને ડ્રાઇવરોની ફાયર સ્ટેશન ખાતેથી કામગીરી અંગેની ફાળવણી અલગથી કરવાની રહેશે .આ ઓર્ડરથીફાયર વિભાગમાં ભૂકંપ સર્જાયો છે , બીજી બાજુ નારાજ સજુભા જાડેજા અને જસ્મીન ભેસદડીયા નામના ફાયર ઓફિસરોએ આકમિશનરને કાગળ લખી બદલીનો વિરોધ કર્યો. હાલ જામનગર મહાનગર પાલીકામાં “લેટર બોંમ્બ” એ સારી એવી ચર્ચા જગાડી છે.

ગ્રેઇન માર્કેટમાં થયેલ ‘તમાકુ ચોરી’નો ભેદ ઉકેલતી સીટી-B: ઇસ્માઇલ લોરૂ ઝડપાયો

0

જામનગરમાંથી ‘તમાકુચોર ઝડપાયો’

ગ્રેઈન માર્કેટ વિસ્તારમાંથી તમાકુના કાર્ટૂનની ચોરી કરનારને ઝડપી લેતી સીટી-બી ડીવીઝન પોલીસ. દેશ દેવી ન્યુઝ જામનગર O9 જામનગરમાં ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં તાજેતરમાં થયેલી તમાકુના કાર્ટૂનની ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી બી. ડિવિઝન પોલીસને સફળતા સાંપડી છે, અને તમાકુ ચોર આરોપીને ઝડપી લીધો છે. આરોપીએ અગાઉ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાંથી 50 કિલો સોપારી ની ચોરી કરી હોવાની કબૂલાત કરી છે.જામનગર ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં એક સપ્તાહ પહેલાં 200 નંગ તમાકુના ડબલા ભરેલા કાર્ટૂનની ચોરી થઇ ગઇ હતી. ગ્રેઇન માર્કેટના દુકાનદારે પોતાની દુકાનના ઓટલા પર કાર્ટુન રાખેલું હતું, જેની કોઇ તસ્કરો ઉઠાંતરી કરી ગયા હોવાથી જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જે ફરિયાદના અનુસંધાને સીટી બી ડિવિઝન પોલીસે તમાકુની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ઉપરોક્ત ચોરીમાં સંડોવાયેલા મૂળ જામનગરના બેડી વિસ્તારમાંના વતની અને હાલ રાજકોટમાં રહેતા ઈસ્માઈલ હારૂનભાઇ લોરૂ નામના 33 વર્ષના શખ્સની અટકાયત કરી લીધી છે અને તેની પાસેથી રૂપિયા 49,680ની કિંમતના 200 નંગ તમાકુના ડબલા ભરેલૂં કાર્ટૂન અને 30 હજાર રૂપિયાની કિંમતનું મોટરસાઈકલ કબજે કર્યું છે. જે ચોરીમાં ઉપયોગમાં લીધું હોવાનું જાણવા મળ્યું છે.પોલીસ દ્વારા ઉપરોક્ત આરોપીની પૂછપરછ કરાતાં ઉપરોક્ત ચોરી કર્યાની કબુલાત આપવાની સાથે સાથે અગાઉ ગ્રેઇન માર્કેટ વિસ્તારમાંથી 50 કિલો સોપારી ની ચોરી કરી હોવાનું અને તે ગુનામાં અગાઉ પોતે પકડાઈ ચુક્યો હોવાનું પણ કબૂલ્યું હતું. સીટી-બી ડિવિઝન પોલીસ દ્વારા તેની વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

યુવાનેતા યુવરાજસિંહના સમર્થનમાં આવતું જામનગર રાજપૂત સમાજ

0

યુવાનેતા યુવરાજસિંહના સમર્થનમાં આવતું જામનગર રાજપૂત સમાજ

રેલી યોજી ગંભીર ગુનાઓની કલમો દૂર કરવાની જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું દેશ દેવી ન્યુઝ જામનગર 09. ગુજરાતમાં અનેક શિક્ષણલક્ષી આંદોલન કરનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉપર ગુજરાત પોલીસે ગંભીર કલમો મુજબ ગુનો નોંધ્યો હોય ત્યારે તેને દૂર કરવાની માંગ સાથે જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું. સમગ્ર રાજપૂત ક્ષત્રિય સમાજના નેજા હેઠળ આજે રેલી કાઢવામાં આવી હતી જે બાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું.

રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ઉદ્દેશીને આપવામાં આવેલા આવેદન પત્રમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી પરીક્ષામાં ગોટાળા થઈ રહ્યા છે પરીક્ષા પહેલા જ પેપર લીક અંગે યુવરાજસિંહ જાડેજાએ કૌભાંડ ઉજાગર કર્યા હતાં તેમણે ઊઠાવેલા અવાજના કારણે બિનસચિવાલય ક્લાર્કની અનેક ભરતી પરીક્ષા રદ્ કરવી પડી હતી. આમ સતત લડત આપતા યુવરાજસિંહ જાડેજા સામે લગાવેલી હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાની કલમો દૂર કરવી જોઈએ અને તેમને મુક્ત કરવામાં આવે. આ મુદ્દે જરૂર પડ્યે વધુ આક્રમક લડત આપવામાં આવશે તેવી પણ ચિમકી આપવામાં આવી છે.જામનગરમાં રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓ જામનગર રાજપૂત સેવા સમાજ, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના, રાજપૂત કરણી સેના, રાજપૂત યુવા સંગઠન, જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા, મહાકાલ સેના સહિતની સંસ્થાના પ્રતિનિધિઓ જોડાયા હતાં. જેમાં રૂષિરાજસિંહ જાડેજા, કર્ણદેવસિંહ જાડેજા, દોલુભા જાડેજા, આર.ડી. જાડેજા, જયપાલસિંહ ઝાલા, નવલસિંહ જાડેજા, દિગુભા જાડેજા, કાંતુભા જાડેજા, ગોવુભા જાડેજા, પ્રધ્યુમનસિંહ જાડેજા (વાડીનાર), મહાવીરસિંહ રાણા, યોગેન્દ્રસિંહ ઝાલા સહિતનાઓ જોડાયા હતાં.

જામનગરના વિજરખી અને મિયાત્રા ગામમાં બે ખાનગી કંપનીની દાદાગીરી સામે ખેડૂતોની ગાંધીગીરી

0

જામનગરના વિજરખી અને મિયાત્રા ગામમાં બે ખાનગી કંપનીની દાદાગીરી: ખેડૂતો ગૌચર જમીન બચાવવા માટે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા

ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટર સહિતનાઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી.

દેશ દેવી ન્યુઝ જામનગર 09. જામનગરના વિજરખી તથા મિયાત્રા ગામના ખેડૂતો દ્વારા ગૌચર જમીન બચાવવા માટે ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે. ગામમાં બે કંપનીની લીઝ ચાલુ હોય, તેના ભારે વાહનો ભરીને બળજબરીપૂર્વક ગૌચરની જમીનમાં રસ્તો બનાવી ચાલી રહ્યા છે. ત્યારે આ અંગે પગલાં લેવાની માગ સાથે 150થી વધુ ખેડૂતો અને ગ્રામજનો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે.

મિયાત્રા ગામમાં બે ખાનગી કંપનીઓની લિઝ આવેલી છે. જેમાં એક પેઢીના માલિક દ્વારા પોતાના વાહનો બળજબરીપૂર્વક ઓવરલોડથી ચાલતા હોય અને ગૌચરની જમીનમાં રસ્તો બનાવવામાં આવતો હોય આ અંગે વિજરખી ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો ન હતો. જેથી વિજરખી તથા મિયાત્રા ગામના ખેડૂતો ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે.

મિયાત્રા ગામમાં લિઝધારકોના ભારે વાહનો પસાર થતાં હોય, મુંગા પશુઓ તથા આજુબાજુમાં રહેતાં ખેતધારકો માટે જોખમ સર્જાયું છે. જે બંધ કરાવવા ગ્રામજનો માગણી કરી રહ્યાં છે. ગૌચરની જમીન બચાવવાની માગણી સાથે 150 જેટલા આજુબાજુના ખેડૂતો ઉપવાસ આંદોલન ઉપર ઉતર્યા છે અને ગૌચરની જમીનમાંથી રસ્તો બનાવીને ચાલતાં ભારે વાહનો બંધ કરાવવાની માગણી કરી રહ્યાં છે.

વિજરખી ગામના સરપંચ ભીખા સોનારા, હાજાભાઇ, બહાદુરસિંહ ઝાલા સહિતના ગામના આગેવાનો ઉપરાંત ખેડૂતો ગૌચર બચાવો તથા ગાયો અને પર્યાવરણના રક્ષણ માટે લડત ચલાવી રહ્યાં છે.

જામનગરમાં રીક્ષા ચાલકને માર મારવાના કેસમાં 4 પોલીસકર્મીઓનો નિર્દોષ છુટકારો

0

જામનગરમાં રીક્ષા ચાલકને માર મારવાના કેસમાં ચાર પોલીસકર્મીઓનો નિર્દોષ છુટકારો

2012માં થયેલ કેસનો આજે જામનગરની અદાલતે આપ્યો ચૂકાદો

(1) રાજેશ વર્મા (એ.એસ.આઈ.) (2) ઈશ્વરસિંહ સતુભા જાડેજા (લોકરક્ષક) (3) સહદેવ જાડેજા (પોલીસ કોન્સેટેબલ) અને (4) ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા (પો.કોન્સ્ટેબલ) વિરૂઘ્ધ IPC કલમ-323, 114 મુજબના કેસમાં નિર્દોષ છુટકારો

દેશ દેવી ન્યુઝ નેટવર્ક-જામનગર 08.જામનગર શહેરમાં રહેતા અને રીક્ષા ચલાવવાનો ધંધો કરતા દિનેશભાઇ મલાભાઇ ચાવડા (ઉવ.30, રહે. વામ્બે આવાસ, બ્લોક નં.3, રૂમ નં.5, બીજા માળે, મયુરનગર સામે-જામનગર) એ જે-તે સમયે શહેરના દરબારગઢ પો.સ્ટે.માં ફરજ બજાવતાં પોલીસ કર્મચારી (1) ASI રાજેશ વર્મા (2) ઈશ્વરસિંહ સતુભા જાડેજા (લોકરક્ષક) (3) સહદેવ જાડેજા (પોલીસ કોન્સેટેબલ) અને (4) ધર્મેદ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા (પો.કોન્સ્ટેબલ) વિરૂઘ્ધ આઈ.પી.સી.કલમ-323, 114 મુજબ ફરિયાદ નોંધાવેલ હતી.

આ કેસના ફરિયાદ દિનેશભાઇ ચાવડાએ નોંધાવેલ ફરિયાદ, મુજબ ગઈ તા. 05/05/2012 નાં રોજ કલાક 12:00 વાગ્યે સવારે સીટી એ. ડીવી. પો.સ્ટે. દરબારગઢનાં પહેલા માળે આરોપીઓએ ફરિયાદી દિનેશભાઈને શરીર તથા કાન પર માર મારી ઈજાઓ કરી તથા એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હતો.જેની ફરિયાદ દાખલ થતાં અદાલતે આરોપીઓ વિરુદ્ધ ઈ.પી.કોડની કલમ 323 મુજબનાં ગુનાનું કાર્યવાહી આગળ વધારવા હુકમ તા.14/09/2017નાં 2ોજ કરેલ અને ત્યારબાદ આ2ોપીઓ હાજર થયેલ હોય અને આરોપીઓએ આ કેસમાં દોષિ હોવાનો ઇન્કાર કરેલ હતો.

બાદમાં આ કેસ જામનગરનાં છઠ્ઠા એડી. ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની અદાલતમાં ચાલી જતા, અદાલતે ફરિયાદી, તમામ આરોપીઓ, સાહેદો, સાક્ષીઓ સહિતનાઓની જુબાની લીધી હતી અને આ કેસ ચાલુ થયાના 4 વર્ષ, 6 માસ અને 23 દિવસ અદાલતે તમામ પૂરાવાઓ-નિવેદનોને ઘ્યાને લઇ પોતાનો ચૂકાદો આજ તા.8-4-2022ના રોજ સંભળાવ્યો હતો.

અદાલત દ્વારા જાહેર થયેલ હુકમમાં જણાવ્યા પ્રમાણે,આ કેસના આરોપી (1)રાજેશ વર્મા, (2) ઈશ્વરસિંહ સતુભા જાડેજા (3) સહદેવ જાડેજા પોલીસ કોન્સે., (4) ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્ર્રસિંહ ઝાલા પો.કોન્સ., બધા-સીટી-એ ડીવી. દરબારગઢ, જામનગરવાળાને ક્રિ. પ્રો. કો. કલમ- 255(1) અન્વયે ભારતીય દંડ સંહિતાની કલમ-323, 114 મુજબના ગુન્હામાંથી નિર્દોષ ઠરાવી છોડી મુક્વામાં આવે છે.

આ ઉપરાંત અપીલ સમય દરમ્યાન, આ કામનાં આરોપી નં. 1,3,5 નાંઓએ સી.આર.પી.સી. કલમ-437(એ)નાં પ્રબંધો મુજબ છ માસ માટે રૂા.5,000/- નાં સધ્ધર જામીન રજુ કરવા હુકમ કરવામાં આવે છે આ કેસમાં યુવા ધારાશાસ્ત્રી નિર્મળસિંહ જાડેજાની ધારદાર દલીલો અને નામદાર કોર્ટના ડાયરેકશન ધ્યાને લઈ ચારેય પોલીસકર્મીને નિદોષ છોડી મુકવાનો હુકમ કરેલ પોલીસકર્મીના વકીલ તરીકે નિર્મળસિંહ જાડેજા રોકાયા હતા.

જામનગરમાં મહિલાની છેડતી કરી તેના પતિને માર માર્યાની ફરિયાદ : ‘સોનુ’ ઝડપી લેવા તપાસ શરૂ

0

જામનગરની ડીફેન્સ કોલોની વિસ્તારમાં મહિલાની છેડતી અને તેના પતિને માર માર્યાની ફરિયાદ : ‘સોનુ’ ઝડપી લેવા તપાસ શરૂ.દેશ દેવી ન્યુઝ જામનગર 07:  મૂળ ઉત્તરપ્રદેશના ઉનાવ જિલ્લાના વતની અને જામનગર શહેરમાં વુલનમીલ પાછળ આવેલી આનંદ સોસાયટીમાં રહેતી મહિલા સોમવારે સાંજના સમયે શંકર ભગવાનના મંદિરેથી આરતી કરી તેની દુકાન તરફ આવતી હતી ત્યારે સોનુ નામના શખ્સે પાછળ-પાછળ આવીને મહિલાની ચૂંદડી પકડી તેની સાથે ઝપાઝપી કરી હતી તે દરમિયાન મહિલાના પતિએ સોનુને ‘મારી પત્નીને કેમ હેરાન કરશ ?’ તેવો ઠપકો આપતા સોનુએ ઉશ્કેરાઈને મહિલાના પતિને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી.ત્યારબાદ મહિલાએ આ બનાવ અંગે જાણ કરતા પીએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે સોનુ નામના શખ્સ વિરૂઘ્ધ છેડતી અને હુમલાનો તથા ધમકી આપ્યાનો ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.

જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક પાસે ‘ક્રિસ્ટલ કોર્નર’ એપાર્ટમેન્ટમાં ચાલતા IPLના સટ્ટા પર LCB ત્રાટકી : કુલ 8 સામે ગુનો દાખલ

0

જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક રહેણાંક મકાનમાં ચાલતા આઇપીએલના સટ્ટા પર એલસીબી ત્રાટકી : કુલ આઠ સામે ગુનો દાખલ

ક્રિસ્ટલ કોર્નર એપાર્ટમેન્ટમાં ફલેટ નં.101 માં રહેતાં અનિરૂધ્ધ ઉર્ફે અનુભાઈ ગોરધનભાઈ ચોવટીયા મુંબઇ અને કલકતાના મેચ ઉપર ક્રિકેટનો જુગાર રમાડતા ઝડપાયા.

દેશ દેવી ન્યુઝ જામનગર 07. જામનગરમાં એમ્યુઝમેન્ટ પાર્ક નજીક કેવડી વાડી શેરી નં.1 માં આવેલા ક્રિસ્ટલ કોર્નર એપાર્ટમેન્ટમાં ફલેટ નં.101 માં રહેતાં અનિરૂધ્ધ ઉર્ફે અનુભાઈ ગોરધનભાઈ ચોવટીયા નામના વૃધ્ધ તેના ઘરે આઈપીએલ 20-20 ટૂર્નામેન્ટમાં મુંબઇ અને કલકતા વચ્ચે રમાતી ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર મોબાઇલ દ્વારા ગ્રાહકો અને બુકી સાથે વાતચીત કરી સેશન અને રનફેરનો જૂગાર રમાડતો હોવાની મળેલી બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડ્યો હતો.રેઈડ દરમિયાન અનિરૂધ્ધ ચોવટીયાને ઝડપી લીધો હતો.

આ દરોડામાં રૂા.10 હજારની કિંમતનું એક ટીવી, રૂા.1000 ની કિંમતનું સેટઅપ બોકસ તથા રૂા.1500 ની કિંમતના બે નંગ મોબાઇલ તેમજ રૂા.31,700 ની રોકડ રકમ અને ક્રિકેટ મેચના સોદા લખેલી ચીઠ્ઠી સહિત રૂા.44,200 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ અનિરૂધ્ધની પૂછપરછ હાથ ધરતા નંદલાલ ઉર્ફે ગુરૂભાઈ હિરલાલ રાજ્યગુરૂ, પિન્ટુકુમાર ઉર્ફે વિપુલ વિરાભાઈ સંઘાણી, હિતેશ દામજીભાઈ સાંઘાણી, કમલેશભાઈ ઘેલાભાઈ સભાયા, શૈલેષભાઈ શાહ ઉર્ફે સાહેબ, જશાભાઈ લાખાભાઈ નંદાણીયા નામના છ ગ્રાહકો અને કપાત લેનાર બુકી મો.90970 69999 તથા 90165 69090 નંબર ધારક સહિત આઠ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી સીટી સી ડીવીઝન પોલીસને સોંપી આપ્યા હતાં. જેના આધારે PSI આર.ડી.ગોહિલ તથા સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.ઉપરોકત્ત કાર્યવાહી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના પીઆઇ એસ.એસ. નિનામાની સૂચનાથી પીએસઆઈ કે.કે ગોહિલ આર.બી.ગોજિયા, બી.એમ. દેવમુરારી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ખીમભાઈ ભોચિયા, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, રાકેશ ચૌહાણ, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, ધમેન્દ્રસિંહ જાડેજા અને ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.