Thursday, October 15, 2026
Home Blog Page 289

સુપર કોપ’ની છાપ ધરાવતાં જામનગર જીલ્લાના નવા એસ.પી. પ્રેમસુખ ડેલુએ સંભાળ્યો ચાર્જ

0

‘સુપર કોપ’ની છાપ ધરાવતાં જામનગર જીલ્લાના નવા એસ.પી. પ્રેમસુખ ડેલુએ સંભાળ્યો ચાર્જ

જીલ્લાના પોલીસ અધિકારીઓ દ્વારા નવા જીલ્લા પોલીસવડાનું ઉષ્માભર્યુ સ્વાગત

પોલોસ જવાનોએ નવા એસ.પી.ને સલામી આપી કરાયું સ્વાગત

જામનગરના ઇન્ચાર્જ એસ.પી.નિતેશ પાંડેયએ નવા એસ.પી.ને ચાર્જ સોંપ્યો

ચાર્જ લેતી વેળાએ નવા એસ.પી.ના પત્નિ પણ સાથે ઉપસ્થિત રહ્યા

ચાર્જ સંભાળતા જ જીલ્લા પોલીસ અધિકારીઓ સાથે કાયદો-વ્યવસ્થાની ચર્ચા જામનગર: જામનગર જિલ્લાના નવા પોલીસવડા (એસ.પી.) તરીકે નિમણુંક પામેલા આઇપીએસ પ્રેમસુખ ડેલુનું જામનગરમાં આગમન થઇ ચૂક્યું છે.

દેશ દેવી ન્યુઝ જામનગર 06. જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક કચેરી પર હોદાનો હવાલો સંભાળવા પહોંચેલા પ્રેમસુખ ડેલુ નું સ્થાનિક પોલીસ અધિકારીઓ એ ઉત્સાહભેર પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યુ હતું.

છેલ્લે જયારે દીપન ભદ્રનની જામનગર જીલ્લામાં બદલી થયા બાદ આ પોસ્ટ ખાલી હતી અને અત્યાર સુધી એસ.પી નીતેશ પાંડેય એ ઇન્ચાર્જ પોલીસવડાની ફરજ બજાવી હતી. તાજેતરમાં થયેલ 77 આઇપીએસ અધિકારીઓની બઢતી-બદલી બાદ આઇપીએસ પ્રેમસુખ ડેલું જામનગર એસ.પી. તરીકે નિમણુંક થઇ હતી જયારે નિતેશ પાંડેયને દેવભૂમિ દ્વારકા જીલ્લામાં એસ.પી. તરીકે બઢતી સાથે બદલી થઇ છે.

આઇ.પી.એસ. અધિકારી પ્રેમસુખ ડેલુ ની નિમણૂક કરવામાં આવતાં તેઓ જામનગર જિલ્લાના પોલીસ વડા તરીકે હાજર થયા હતા. જેઓનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું અને તેમણે પોતાના હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, એસ.પી. પ્રેમસુખ ડેલુ ગુન્હાખોરો વિરૂઘ્ધ સામે કડક વલણ ધરાવે છે.અમદાવાદમાં દારૂના ધંધાર્થી એવા બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાના મામલે તેઓએ સારી એવી નામના મેળવી છે.

જામનગર જિલ્લાના પોલીસ અધિક્ષકનો ચાર્જ સંભાળવા પહોંચેલા પ્રેમસુખ ડેલુનું આઇ.પી.એસ. અધિકારી નીતીશ કુમાર પાંડે અને જામનગર જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ દ્વારા જિલ્લા પોલીસવડાનું કચેરી પર પુષ્પગુચ્છ અર્પણ કરી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું, આ સમયે તેમના પત્ની પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ તેઓએ જામનગર શહેર અને જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓ સાથે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી.

સલાયાની લેન્ડ ગ્રેબીંગ ફરિયાદ મુદ્દે બે ભાઇઓ સામે કરાયેલ કાર્યવાહીને સ્થગિત રાખવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ

સલાયાની લેન્ડ ગ્રેબીંગ ફરિયાદ મુદ્દે બે ભાઇઓ સામે કરાયેલ કાર્યવાહીને સ્થગિત રાખવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ

રાજયનો લેન્ડ ગ્રેબીંગ એકટ બંધારણ વિરૂધ્ધનો અને અને પોલીસ તંત્રના દુરૂપયોગ સમાન હોવાનું હાઈકોર્ટની ટીપ્પણીદેશ દેવી ન્યુઝ જામનગર 06. આરોપીઓના વકિલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પટિશન દાખલ કરતાં ચીફ જસ્ટીસ અરવિંદકુમાર તથા જસ્ટીસ આશુતોષ શાસ્ત્રી સમક્ષ સુનાવણીમાં આવલા ગુજરાત હાઈકોર્ટે સલાયા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આરોપી ઓસમાણ હાજી ઘાવડા, તથા અબ્દુલ હાજી ઘાવડા ઉર્ફે બોસ તથા અન્ય આરોપીઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગની એફ.આઈ.આર.ની કાર્યવાહી પર ‘સ્ટે’ અપાયો

જામખંભાળિયા તાલુકાના સલાયા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ ઓસમાં હાજી ઘગાવડા, અબ્દુલ હાજી ઘાવડા ઉર્ફે બોસ તથા અન્ય આરોપીઓ વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ અંગેની ફરિયાદ નોંધાઈ છે. જેમાં આ કેસના આરોપીઓ સલાયા ગામે મૂળ રે. સર્વે નં. 93 (નવા સર્વે નં. 126) વિગેરેના 1955 થી હકક પત્રકપમાં પડેલી નોંધના આધારે તથા જે તે વખતના પ્રવર્તમાન કાયદા મુજબ ખેતીની જમીન દસ્તાવેજ વગર મોઢાના કરારથી લઈ શકતા હતા તે આરોપીના પિતા ઉમરહાજી ઘ્વડાના નામે હતી. અગાઉ તેઓ કોર્ટમાં જામીન પણ આ જમીનના આધારે પડેલા હતા તેમજ ઉમર હાજીનું અવસાન થતાં આ જમીન 1997 તી આરોપીઓના ખાતે છે અને એન્ટ્રી ગુજરાત સરકારના મુખ્ય અધિકારી સચિવ દ્વારા મંજુર રાખવામાં આવેલી છે. આ જામીન અંગે સાલેમામદ કરીમ ભગાડ દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટના કાયદા હેઠળ કબજાના ભંગ અંગે 2022 લેન્ડ ગ્રેબીંગની સલાયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાકલ કરી છે. જે અંગે પોલીસે તપાસ ચાલુ કરતાં અરજદાર આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં બંધારણ આર્ટીકલ 13,14,20,21,254 તથા 226 નીચે તેમજ ક્રિમીનલ પોસીઝર કોડની કલમ 482 નીચે એફ. આઈ. આર. રદ કરવા અને ગુજરાત લેન્ડ ગ્રેબીંગ એકટ-2020નો કાયદો 29.8.2020 ના રોજ લાગુ પાડોલો હોય પરંતુ ભારતના રાષ્ટ્રપતિની એસન્ટસ લીધેલી ન હોય તથાઆ કાયદાના મહત્વના પ્રોવીઝન્સ બંધારણ વિરૂધ્ધના હોય તેમજ આ પ્રકારના કહેવાતા ગુનાને પોલીસ તંત્ર દ્વારા ગંભીરતા આપી એફ.આઈ.આર. કરવામાં આવેલી હોય જે ગેરકાયદેસર અને ગેર બંધારણીય હોય તેવી ગુજરાત હાઈકોર્ટમાં પટિશન દાખલ કરતાં ચીફ જસ્ટીસ અરવિંદકુમાર તથા જસ્ટીસ આશુતોષ શાસ્ત્રી સમક્ષ સુનાવણીમાં આવલા ગુજરાત હાઈકોર્ટે સલાયા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આરોપી ઓસમાણ હાજી ઘાવડા, તથા અબ્દુલ હાજી ઘાવડા ઉર્ફે બોસ તથા અન્ય આરોપીઓ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગની એફ.આઈ.આર.ની કાર્યવાહી પર સ્ટે કરી દીધા છે.

આ કેસમાં અરજદાર આરોપીઓ તરફેથી ધારાશાસ્ત્રી પરેશ મહેન્દ્રભાઈ બુચ, પ્રેમલ રાચ્છ તથા ફેઝલભાઈ ચરિયા રોકાયા હતાં.

જામનગરના કનસુમરા GIDCમાં ‘પરફેક્ટ ક્રાફ્ટ’ નામના કારખાનામાં પ્રદુષણ વિભાગના દરોડા : પોલીસ ફરીયાદ

0

જામનગરના કનસુમરા GIDCમાં પરફેક્ટ ક્રાફ્ટ નામના કારખાનામાં પ્રદુષણ વિભાગના દરોડા : પોલીસ ફરીયાદ

કારખાનામા આવેલ એફલ્યુ ટ્રીટેમેનનું ઓધોગિક ગંદુ પાણી જાહેર ગટરમાં નિકાલની તજવીજ કરતા રંગે હાથે ઝડપાઇ ગયા

આરોપી :- મોરી રામા કરશનભાઈ રહે . મકાન નંબર -૯૩ ,સુભાષપાર્ક શેરી નં -૩ લાલપુર ચોકડી પાસે જામનગર તથા તપાસમા ખુલે તે તમામ

મુદામાલ :- ટેન્કર ચાલક ટ્રેકટર ટેન્કર રજી નંબર GJ 23 B 2835 મૂકી ફરાર : મોડીરાત સુધી પોલીસ અને પ્રદુષણ વિભાગની તપાસનો ધમધમાટ.

ફરીયાદી :- કૃણાલ હીતેશભાઈ તન્ના જાતે લુહાણા ઉવ. ૨૯ ધંધો નોકરી પ્રદુષણ બોર્ડ જામનગર 

દેશ દેવી ન્યુઝ જામનગર 05.જામનગર શહેરના કનસુમરા માં આવેલ વિશ્વનાથ ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં GIDC માં આવેલ પરફેક્ટ મેટક્રાફ્ટ LLP નામના કારખાનામાંથી નાઇટ્રીક એસીટનું પાણી મોરી રામા કરશનભાઈ ટ્રેક્ટર ચાલકએ પરફેક્ટ ક્રાફ્ટ નામના કારખાનામા પોતાના હવાલાવાળુ ટ્રેકટર ટેન્કર રજી નંબર GJ 23 8 2835 મા ઓધોગિક ગંદુ પાણી જે કારખાનામા આવેલ એફલ્યુ ટ્રીટેમેન્ટ પ્લાઝ્મા સરકારશ્રીના ધારા-ધોરણ મુજબ એસીડીક ( ગંદુ પાણીનો યોગ્ય નિકાલ નહી કરી અને ૪૭૭ પ્લોટ પાસે જાહેર ઓધોગિક વરસાદી પાણીના નિકાલની ગટરમા ખાલી કરવાની કોશીશ કરી અને આ એસીડીક ( ગંદુ પાણી ) જાહેરમા ગટ્ટરમા છોડવાથી માણસોના સ્વાસ્થયને હાની પહોંચે તે રીતે તથા કુદરતી હવા તથા પર્યાવરણ તથા પાણીને ગંભીર રીતે પ્રદુષિત કરવાની કોશીશ કરી ચાલક ટ્રેકટર ટેન્કર મુકી નાસી ગયેલ તેમજ અન્ય આરોપીઓએ આ ગુન્હો કરવાની કોશીશમા મદદગારી કરી ગુન્હો કર્યા બાબત.આથી પોલીસે ઈ.પી.કો. કલમ -૨૬૯,૨૭૮,૨૮૪,૫૧૧ , ૧૧૪ તથા પર્યાવરણ સુરક્ષા અધિનયમ ૧૯૮૬ ની કલમ -૧૫ ( ૧ ) મુજબ ગુનોં નોંધી આગળની કાર્યવાહી પંચ-બીના ASI એમ.એલ જાડેજા ચલાવી રહ્યા છે.

ચાંદી બજારમાં પત્નિની મશ્કરી બાબતે મેમણ યુવાનની હત્યા : 4 સામે ફરિયાદ

0

જામનગર શહેરના ચાંદી બજાર પાસે મેમણ યુવાનની પત્નીની મશ્કરી બાબતે સમાધાન માટે બોલાવી પતિનું ઢીમ ઢાળી દેવાયું :4 સામે હત્યાનો ગુનો દાખલ:  રાત્રી 1:30 વાગ્યાનો બનાવ

સમાધાન માટે બોલાવી 4 શખ્સો ટૂટી પડ્યો : હુમલો હત્યામાં પલટાયો : આરોપી હાથવેતમાં.

મૃતક :- સબીર ગફારભાઇ લાલપરીયા જાતે મેમણ ઉવ-૨૫ ધંધો વેપાર રહે . પટણીવાડ મટકાફળી જામનગર 

આરોપી:-(૧) સદામ મહમદભાઇ બાજરીયા (૨) ઝુબેર મહમદભાઇ બાજરીયા (૩) મોહસીન ઉર્ફે ખજુર ઇકબાલભાઇ શેખ (૪) વસીમ સુલેમાન બશરદેશ દેવી ન્યુઝ જામનગર 05.જામનગર શહેરના ચાંદી બજાર પાસે રાત્રીના મરણ જનાર સબીર ગફારભાઈ લાલપરીયા તેમની પત્ની સાથે નીકળતા આરોપી સદામ બાજરીયા નામના શખ્સે તેમની મશ્કરી કરતા મામલો બીચક્યો જેથી પત્નિની મશ્કરી કરવા બાબતે સબીર ગફારભાઈ લાલપરીયા (મેમણ) અને સદામ બાજરીયા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી બાદમાં સબીર પોતાની પત્નિ સાથે ઘરે ચાલ્યા ગયા હતા.જેથી સદામ બાજરિયાએ સબીરને સમાધાન માટે ચાંદી બજાર બોલાવેલ અને સદામ બાજરિયાએ અગાઉથી પોતાના ભાઈ જઝુબેર મહમદભાઇ બાજરીયા, મોહસીન ઉર્ફે ખજુર ઇકબાલભાઇ શેખ અને વસીમ સુલેમાન બશરને બોલાવીને રાખેલ સમાધાન માટે આવેલ મેમણ યુવાન કાઈ સમજે પહેલા જ અગાઉથી બોલાનીને રાખેલા ચાર શખ્સોએ સબીર ગફારભાઈ લાલપરીયા નામના યુવાનને પેટમાં આડેધડ છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા.મેમણ યુવાન પર હુમલાના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા લોહીલુહાણ હાલતમાં સબીર લાલપરીયા (મેમણ) ને જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ટુકી સારવાર બાદ યુવાને દંમ તોડતા હુમલો હત્યામાં પલટાયો હતો હોસ્પિટલ ખાતે મેમણ જમાતના આગેવાનો દોડી ગયા હતા.

બનાવની જાણ થતા સીટી-એ ડિવિઝનના પોલીસ ઇન્સપેેેક્ટર મહાવીરસિંહ જલુ દરબાર ગઢ ચોકીના PSI હરિયાણી સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી જઈ ફરિયાદ અંગેની તજવીજ હાથ ધરી આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલતો રમજાનના પવિત્ર તહેવારમાં યુવાનની હત્યાથી અરેરાટી વ્યાપી ગઇ છે.

જામનગરમાં પડતર પ્રશ્નો લઇ 200 જેટલા તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળ

0

જામનગરમાં પડતર પ્રશ્નો લઇ 200 જેટલા તબીબોની અચોક્કસ મુદ્દતની હડતાળ.

તબીબોની હડતાલને પગલે જી.જી. હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી : દર્દીઓની લાંબી કતારો લાગી.

દર્દીઓ તથા તેમના પરિવારજનો પરેશાનીમાં મૂકાયા.

દેશ દેવી ન્યુઝ જામનગર 04. જામનગરમાં સરકારી સિનિયર તબીબો હડતાલ ઉપર ઉતરી જતાં દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. જામનગરના મેડીકલ કેમ્પસ ખાતે 200 જેટલા તબીબો એ પોતાની પડતર માગણીને લઇને સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કરી અચોક્કસ મુદતની હડતાળ પાડી દીધી છે. બીજી તરફ જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા ક્રમની સરકારી ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ અને ઓપરેશન માટે આવેલા દર્દીઓ સિનિયર તબીબનો હોવાથી હડતાલ નો ભોગ બની સારવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે.ગુજરાત મેડિકલ/ડેન્ટલ ટીચર્સ એસોસિએશન, ઇન સર્વિસ ડોકટર એસોસિએશન, ઇએસઆઇએસ જીએમઇઆરએસ ડોકટર્સ એસોસિએશન દ્વારા પડતર પ્રશ્ર્નો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઇ ઉકેલ ન આવતાં આજથી તમામ ડોકટરો અચોક્કસ મુદ્તની હડતાલ ઉપર ઉતર્યા હતાં તેમજ ઇમરજન્સી સેવાઓથી પણ અડગા રહ્યા હતાં. જેને પરિણામે જી.જી. હોસ્પિટલમાં આવતાં દર્દીઓ પરેશાનીમાં મૂકાયા હતાં. ઉલ્લેખનિય છે કે, જી.જી. હોસ્પિટલમાં જામનગર ઉપરાંત સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે આવતાં હોય છે. ત્યારે ડોકટરોની હડતાલને પરિણામે જી.જી. હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી પડી હતી. જેને પરિણામે દર્દીઓને લાંબી લાઇનો જોવા મળી હતી. ડોકટરોની હડતાલને પગલે દર્દીઓ દર્દથી પરેશાન તો હતા જ ઉપરથી સારવાર ન મળતાં પરેશાનીમાં વધારો થયો હતો. જેને પરિણામે દર્દીઓ તેમજ તેમના પરિવારજનોમાં રોષની લાગણી છવાઇ હતી.

જામનગરમાં યુવતિએ સોશિયલ મિડીયામાં ટીપ્પણી કરતા સિંધી સમાજ લાલઘૂમ : મામલો પહોંચ્યો પોલીસ મથકે

0

શોશિયલ મીડીયામાં સિંધી સમાજ વિરૂદ્ધ ટીપ્પણી કરતા સમાજના યુવાનો ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી ગયા યુવતિએ ઝુલેલાલ મંદિરમાં માફી માગી લેતા મામલો થાળે.

ચેટીચાંદની શોભાયાત્રા અંગે ટિપ્પણી કરાતા સિંધી સમાજ ખફા:  સોશિયલ મીડિયામાં તસ્વીર પોસ્ટ કરી ટિપ્પણી કરી હતી. દેશ દેવી ન્યુઝ જામનગર 04. શહેરમાં ચેટીચાંદની શોભાયાત્રા અંગે યુવતિએ ટિપ્પણી કરતા સિંધી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે . સમાજના યુવાનો ફરિયાદ કરવા પોલીસ મથકે દોડી ગયા હતાં . મોબાઇલમાં તસ્વીર લઇ યુવતીએ સોશિયલ મિડિયામાં પોસ્ટ કરી ટિપ્પણી કરી હતી .

જામનગર શનિવારે ચેટીચાંદની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાની તસ્વીર એક યુવતીએ સીંધી સમાજને લઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી શોભાયાત્રાથી અવાજ થતો હોવા સહિતની વાંધાજનક ટીપ્પણી કરી હતી.આથી સિંધી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી અને સિંધી સમાજના યુવાનો રવિવારે સિટી – એ ડિવિજન પોલીસ મથકે યુવતી સામે ફરિયાદ કરવા દોડી ગયા હતા.

ચાંદી બજારના બુગદામાં જાહેરમાં બિભસ્ત ક્રીડા કરતું યુગલ CCTVમાં કેદ: ખળભળાટ

0

ચાંદી બજારના બુગદામાં મહિલા અને પુરુષ ક્રીડા કાંડ કરતા કેમેરામાં કેદ.

આપતિજનક સ્થિતિમાં ક્રીડા કરવાની આખી ઘટના CCTVમાં કેંદ થતા ભારે રમુજી..

રવિવારે બપોર બાદ તમામ દુકાનો બંધ હોય તેનો લાભ લઇ ક્રીડામાં મશગુલ બન્યા : પણ ત્રિસરી આંખ ભૂલી ગયા.

શહેરના ચાંદીબજારના બુગદામાં વાંધાજનક સ્થિતિમાં મહિલા અને પુરૂષ કેમેરામાં કેદ થતા ભારે ચકચારમહિલા અને પુરૂષ કેમેરામાં કેદ થતા ભારે ચકચાર વિડિયો વાયરલ થતાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યોઃ વેપારી આલમમાં ભારે રોષની લાગણી સાથે રમુજી ફેલાઈદેશ દેવી ન્યુઝ જામનગર 04. શહેરના ચાંદીબજાર બુગદામાં રવિવારના જયારે આખો વિસ્તાર સૂમસામ હોય છે ત્યારે એક મહિલા અને પુરૂષ બુગદામાં સરાજાહેર વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતા કેમેરામાં કેદ થઇ જતાં આ બાબતે વેપારીઓમાં ભારે ચર્ચા જાગી છે.

આ વાંધાજનક સ્થિતિનો વીડિયો વાઇરલ થતાંવેપારીઓમાં ભારે કચવાટ જાગી છે અને ચાંદીબજારમાં સુરક્ષા અંગેના સવાલો ફરી એકવાર ઉભા થયા છે જામનગર શહેરના મધ્યમાં આવેલા રાજાશાહી વખતના ચાંદીબજાર બુગદાના નામે પ્રખ્યાત સોના – ચાંદીની વેપારીઓની દુકાનો રવિવારે બપોર બાદ મોટા ભાગે બંધ હોય છે.આ બંધનો લાભ લઇ રવિવારના સમી સાંજના સમયે મહિલા અને પુરૂષ ધુસ્યા હશે વેપારી તેમને કેમેરાનો ખ્યાલ ન હોય તેમ કેમેરા સામે જ આપતિજનક સ્થિતિમાં ક્રીડા કરવાની શરૂ કરી હતી. આ બધી ઘટના સીસી ટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી, જે બાદમાં ધીમે ધીમે વાયરલ થતા ચાંદીબજારના વેપારીઓમાં ભારે ચકચાર જાગી છે. આ બનાવે એક બાજુ સરાજાહેર વાંધાજનક સ્થિતિમાં ક્રીડા કરતા યુગલ તો બીજી બાજુ સુરક્ષાનો સવાલ પણ ઉભો થયો છે.હાલ તો આ વિડીયોએ ચાંદી બજારમાં કોન છે.તે જાણવા ખાસી ચર્ચા જગાડી છે.

હેપ્પી બર્થ ડે :જામનગરના નવા એસ.પી પ્રેમસુખ ડેલુનો આજે જન્મ દિવસ : ક્યા અભ્યાસ કરી અને કેવી રીતે IPS બન્યા..

0

જામનગરના નવા એસ. પી. પ્રેમસુખ ડેલુનો આજે જન્મ દિવસ : જાંબાઝ SP ને રાજ્યભરમાંથી મળી રહી છે શુભેચ્છા.

ગુજરાતમાં 77- IPS ની બદલીઓ થઈ છે. ત્યારે જામનગરને ફરી એક વખત કડક આઈપીએસ મળ્યા છે.

જામનગરના ઇન્ચાર્જ એસ.પી નિતેશપાંડેયને પ્રમોશન સાથે દેવભૂમિ દ્વારકાના પોલીસ વડા બનાવાયા છે.

વર્ષ ૨૦૧૬ ની બેંચના આઈપીએસ ડેલુને અમદાવાદ ઝોન-૭ ના ડીસીપીમાંથી જામનગર એસ પી.તરીકે નિમણુંક કરવામાં આવી છે.

પ્રેમસુખ ડેલુએ રાજસ્થાનના ‘ભાનુશ્રી’ સાથે વર્ષ ૨૦૨૧ માં લગ્ન કર્યા છે.દેશ દેવી ન્યુઝ જામનગર 03. જામનગર સહિત ગુજરાતમાં 77- IPS ની બદલીઓ થઈ છે ત્યારે જામનગરને ફરી એક વખત કડક આઈપીએસ મળ્યા છે જામનગરના ઇન્ચાર્જ એસ.પી નિતેશકુમાર પાંડેયેની દેવભૂમી દ્વારકામાં મુકવામાં આવ્યા છે. ત્યારે જામનગરમાં મુકવામાં આવેલા SP નો આજે જન્મદિવસ છે. તેમની કહાની રસપદ છે. સૌરાષ્ટ્રના 6 આઇપીએસ યુવા આઈપીએસઈ પ્રેમસુખ ડેલુ રાજસ્થાનના બીકાનેર જિલ્લાના નોખા તાલુકાના રાસીસર ગામના છે. તેમના પિતા ખેતીવાડીની સાથે – સાથે ઉંટગાડીના વ્યવસાય સાથે જોડાયેલા હતા.

પ્રેમસુખનો ૩ એપ્રિલ ૧૯૮૮ ના જન્મ થયો હતો તેઓ ૪ ભાઈ અને બહેન છે. જ્યારે એક ભાઈ રાજસ્થાન પોલીસમાં કોન્સ્ટેબલ છે . જ્યારે ડેલુએ ધો -૧ થી ૧૨ સુધીનો ગામમાં જ અભ્યાસ પુર્ણ કર્યા બાદ કોલેજ ડુંગળ કોલેજમાં ઈતિહાસ વિષયમાં સ્નાતક થયા હતાં.

બાદમાં વર્ષ ૨૦૧૦ માં તેઓને સર્વેયરની નોકરી મેળવી કારર્કિદીની શરૂઆત કરી હતી.આ નોકરી દરમ્યાન માસ્ટર ઓફ આર્ટસની ડીગ્રી મેળવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી હતી. તેઓએ રાજસ્થાનમાં ૬ વર્ષમાં જુદી – જુદી સરકારી નોકરીઓ માટે ૧૨ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી છે , જેમાં તેઓ ગ્રામ સેવક , પીએસઆઈ , પોલીસ ફોર્સમાં જ રહી જેલર તરીકેની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં ટોપ કર્યુ હતું.જે બાદ ટીડીઓની નોકરી પણ કરી અને નેટ પાસ કરી પ્રોફેસર તરીકે કાર્યરત થયા હતાં . પરંતુ આઈપીએસ બનવાનું સપનું હોવાથી તેઓએ વર્ષ ૨૦૧૫ માં UPSC પરીક્ષા પાસ કરીને ગુજરાત કેડરમાં IPS બન્યા છે.

આજે નવા એસ.પી પ્રેમસુખ ડેલુ નો જન્મદિવસ છે.તેમના જન્મદિવસ નિમીતે રાજ્યભરમાંથી શુભેરછાઓ મળી રહી છે. ખાસ કરીને હાલાર વાસીઓને તેમનો લાભ મળશે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહેશે તેવી આશા સેવી રહ્યા છે.

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મતવા ગામના પાટીયા નજીક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત: ૩ ના મોત

0

જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મતવા ગામના પાટીયા નજીક ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત: પતિ-પત્ની અને પુત્રને ગંભીર ઈજાથી મોત

દેશ દેવી ન્યુઝ જામનગર 02.જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મતવા ગામના પાટીયા પાસેથી પસાર થતા ત્રિપલસવારી પરિવારના બાઈકને પૂરઝડપે બેફીકરાઈથી આવતા ટેન્કર સાથે અથડાતા ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્રને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહોનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

જામનગર-કાલાવડ ધોરી માર્ગ પર આવેલા મતવા ગામના પાટીયા પાસેથી આજે સવારના સમયે જીજે-10-ડીએફ-1239 નંબરના બાઈક પર જતા પરિવારને પૂરઝડપે – બેફીકરાઈથી આવતા ટેન્કર ચાલકે બાઈકને ઠોકરે ચડાવી હડફેેટે લેતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક પર બેસેલા મહિલા સહિત ત્રણ વ્યકિતઓને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લોકો પણ એકઠાં થઈ ગયા હતાં.ત્યારબાદ પોલીસે ત્રણ મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવવા તપાસ હાથ ધરતા મૃતકો જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારના હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું હતું. પોલીસે મૃતકોના પરિવારજનોને જાણ કરી હતી. અકસ્માતમાં એક સાથે પતિ-પત્નિ અને પુત્રના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે જો કે, હજુ મૃતકોની ઓળખ થઈ ન હોવાથી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

નવાગામ ઘેડમાં મુસ્લિમ ફાઇનાન્સરે પરણીતાને ધાકધમકી આપી ગુર્જાયો બળાત્કાર: ચકચાર

0

જામનગરમાં પરિવારને મારી નાખવાની ધમકી આપી મહિલા પર દુષ્કર્મ આચર્યું. 

વીસી ફાયનાન્સમાં રૂપિયા રોકવા હોવાથી સલીમ અલ્લારખા સમા નામના આરોપીનો સંપર્ક થયો હતો. 

અવાર-નવાર ફોન કરી હેરાન કરતા મહિલાએ પતિને જાણ કરતા મામલો પહોંચ્યો પોલીસ મથકે. 

ગેલેકસી ટોકીઝ સામે અમીર એન્ટરપ્રાઇઝ નામથી ફાઇનાન્સનો ધંધો કરતા શખ્સનું કારસ્તાન.દેશ દેવી ન્યુઝ જામનગર 02. જામનગર શહેરમાં મહિલાને પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપીને અવાર – નવાર દુષ્કર્મ આચરીને હેરાન કરતો હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે અને પોલીસે ગુનો નોંધીને આરોપીને પણ ઝડપી લીધો હોવાનું પોલીસ સુત્રો માંથી જાણવા મળેલ છે. વર્ષ ૨૦૧૮ માં ભાડાથી રેસ્ટોરન્ટ ચલાવતી મહિલા અને તેણીના પતિને વીસી ફાયનાન્સમાં રૂપિયા રોકવા હતાં . જેથી તેમના ઓળખાણ રહેલ શહેરના ગેલેક્સી ટોકીઝ પાસે આવેલ આમીર ફાયનાન્સના સેન્ટર પ્રાઈઝ ધંધાર્થી સલીમ અલ્લારખાભાઈ સમાનો સંપર્ક કર્યો હતો. જે બાદ અવાર – નવાર મળવાનું થતુ હતું જે બાદ પાંચેક માસ પહેલા વર્ષ ૨૦૨૧ માં સલીમે ફોન કરીને તેણીને ફોન કર્યો હતો અને ઘરે જઈને એકલતાનો લાભ લઈને પુત્રો અને પતિને જાનથી મારી નાંખવાની ધમકી આપીને બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું . જે બાદ અવાર – નવાર ફોન કરીને હેરાન કરતો હતો અને પંદર દિવસ પહેલા પણ ઘરે આવીને ધમકીઓ આપીને બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું, બાદમાં ફોન પર હેરાન કરતો હતો . જેથી મહિલાએ કંટાળી જઈને પતિને જાણ કરી હતી અને આજે સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સલીમ સામે દુષ્કર્મનો ગુનો નોંધીને ઝડપી લીધો અને કોવીડ ટેસ્ટ બાદ ધરપકડ માટેની તજવીજ હાથ ધરી છે.આથી પોલીસે મહિલાની ફરીયાદ પરથી આરોપી સલીમ અલ્લારખા સમા વિરૂદ્ધ IPC -ક્લમ ૩૭૬ (૨) એન , ૫૦૪, ૫૦૬ (૧) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.