Thursday, October 15, 2026
Home Blog Page 290

જી.જી.હોસ્પિટલના કોવીડ વિભાગમાં ફરજ બજાવતા 20 સીક્યુરીટીમેન રાતો-રાત ઘરભેગા

0

જામનગર જી.જી.હોસ્પિટલના 20 સીકયુરીટી ગાર્ડને એક સાથે છુટા કરી દેવાતા એક્સ આર્મીમેનમાં રોષ.

જામનગરની જી.જી હોસ્પિટલમાં ગેરવર્તનની અનેક ફરિયાદમાં કુખ્યાત બની ચૂકેલા 20 સીકયુરીટીને અંતે પાણીચું.! 

કોરોના કાળને ધ્યાનમાં લઈને રાખવામાં આવ્યા હતા કાયમી ઘર કરી જતા વોટ્સઅપ મેસેજથી ઘરભેગા.!

જામનગર જિલ્લા કલેકટર અને રોગી કલ્યાણ સમિતિને આવેદનપત્ર પાઠવી કરાઇ રજૂઆત: અન્ય ઉપર લટકતી તલવાર : બીજો ધાણવો તૈયાર.!

દેશ દેવી ન્યુઝ જામનગર 01. જામનગર શહેરની જી.જી.હોસ્પિટલના જુદા જુદા વિભાગોમાં કોરોના મહામારી દરમ્યાન નિવૃત આર્મીમેનને સિક્યુરિટી વિભાગ માં ફરજ પર મૂકવામાં આવ્યા હતા અને જી.જી. હોસ્પિટલના કોવિડ વિભાગ સહિતના સમગ્ર પરિસરમાં ફરજ સોંપવામાં આવી હતી.હાલ કોરોના કાળ સમાપ્ત થયો હોવાથી 53 નિવૃત્ત આર્મીમેન ને ફરજ પર રખાયા છે, જ્યારે 20 આર્મીમેનને છૂટા કરી દેવાતાં શુક્રવારે ભારે વિરોધ જોવા મળ્યો હતો અને છૂટા કરાયેલા કર્મચારીઓ દ્વારા જી.જી. હોસ્પિટલના તંત્રને રજૂઆત કરાઇ છે, જેના પ્રત્યુત્તરમાં રોગી કલ્યાણ સમિતિ દ્વારા સિક્યુરિટી વિભાગમાં માટે નાણાં ફળવવામાં આવતા ન હોવાના કારણે આખરે છૂટા કરવાનો વારો આવ્યો છે તેમ જણાવાયું હતું.જેથી સિક્યોરિટી વિભાગ દ્વારા જામનગરના જિલ્લા કલેકટર તેમજ રોગી કલ્યાણ સમિતિ વગેરેમાં રજૂઆત કરવામાં આવી રહી છે.

ખંભાળિયામાં બાવાજી યુવાનને જામનગરના ‘કમલેશ રાજગોરે’ આપી હત્યાની ધમકી: 2 મહિલા સહિત 4 સામે ફરીયાદ

ખંભાળિયામાં બાવાજી યુવાનને હત્યાની ધમકી: ચાર શખસ સામે ફરિયાદ

જામનગરના કમલેશ રાજગોર 2 મહિલા સહિત 4 સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર : ખંભાળિયામાં રહેતા વીરૂગીરી સંજયગીરી ગોસ્વામી નામના 20 વર્ષના યુવાન સાથે કોઈ કારણોસર બોલાચાલી કરી, “તું અમારી સામે આવતો નહીં. નહીંતર તારી સામે ખોટા કેસ કરીશું”- તેમ જણાવી અને મોબાઈલ ફોન મારફતે મારી નાખવાની ધમકી આપવા સબબ અશ્વિનભાઈ દુધૈયા, મનાલીબેન અશ્વિનભાઈ દુધૈયા, પુનમબેન અશ્વિનભાઈ દુધૈયા તથા જામનગર ખાતે રહેતા કમલેશભાઈ રાજગોર ગામના ચાર વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ બનાવ અંગે ખંભાળિયા પોલીસે વીરૂગિરી ગોસ્વામીની ફરિયાદ પરથી આઈ.પી.સી. કલમ 507 તથા 114 મુજબ ગુનો નોંધી, ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જલાની જાર પાસે કુતરાને દૂધ પિવડાવવા બાબતે 2 પાડોશીઓ બાખડી પડ્યા.

0

જામનગરમાં કૂતરાને દુધ પિવડાવવા બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ

આરોપી : અનોપસિંહ અમરસિંહ જાડેજા : જલાની જાર બૂટાફૂવાની શેરી.

દેશ દેવી ન્યુઝ જામનગર O1 જામનગરમાં જલાની જાર વિસ્તારમાં બુટા કુવા ની શેરીમાં રહેતા અને એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા મિલન રાજેન્દ્રભાઈ સોઢા નામના 30 વર્ષના યુવાને પોતાને તેમજ પોતાની માતા અને ભાઈ ને ગાળો ભાંડી પતાવી નાખવાની ધમકી આપવા અંગે પાડોશમાં રહેતા અનોપસિંહ અમરસિંહ જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી મિલનભાઈ ની માતા કે જે શેરીમાં કૂતરાને દૂધ પીવડાવે છે, જે આરોપીને પસંદ ન હોવાથી આરોપી ઉશ્કેરાયો હતો, અને મિલન અને તેમના ભાઈ તથા માતા ને ધમકી આપતાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મામલે દરબારગઢ પોલીસ ચોકીના PSI નિશાંત વી હરિયાણી વધુ તપાસ ચલાવે છે.

જામનગર સીટી-બી પોલીસને ‘ ઇ – કોપ એવોર્ડ ‘ થી સન્માન કરતા DGP 

0

જામનગર પોલીસનું ‘ ઇ – કોપ એવોર્ડ ‘ થી સન્માન કરતા DGP 

આધુનીક ટેકનોલોજીની (પોકેટ કોપ મોબાઇલની વાહન સર્ચ એપ્લિકેશનની) મદદથી જામનગર તથા રાજકોટમાં થયેલ 15 બાઇક ચોરીનો ભેદ ઉકેલવા બદલ રાજયનાં પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા જામનગરનાં સીટી બી ડિવિઝન પોલીસ મથકનાં ઇન્સ્પેક્ટર તથા સ્ટાફને ‘ ઈ – કોપ એવોર્ડ એનાયતદેશ દેવી ન્યુઝ જામનગર 01. જામનગર શહેરની સીટી બી ડિવિઝનની ટીમે પોકેટકોપની વાહન સર્ચ એપ્લીકેશનની મદદથી વાહનચોરીના ગુનાઓ ડીટેકટ કરીને ૧૫ વાહનો કબ્જે કરીને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પીઆઈ , ૩ પોલીસકર્મીઓ અને પોલીસ સ્ટેશનને ઈ – કોપ એવોર્ડ આપવામાં આવ્યો છે . ફેબ્રુઆરી માસમાં જામનગરની સીટી બી ડીવિઝનના પીઆઈ કે.જે.ભોયેના માર્ગદર્શન ટીમ દ્વારા પોકેટકોપની વાહન સર્ચ એપ્લીકેશનની મદદથી વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા કામગીરી હાથ ધરી હતી. જેમાં ટીમ દ્વારા કરાયેલી કામગીરી દરમ્યાન જામનગરની ૭ અને રાજકોટની ૮ વાહન ચોરી મળીને કુલ ૧૫ વાહન ચોરીનોભેદ ઉકેલી નાંખ્યો હતો અને રૂા .૩.૬૦ લાખની કિંમતની ૧૫ મોટર સાયકલો કબ્જે કરીને ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી . જે બદલ પોલીસ અધિક્ષક આશીષ ભાટીયા દ્વારા ઉત્કૃષ્ઠ કામગીરી માટે અપાતા ઈ – કોપ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી .

જેમાં સીટી બી ડિવિઝન તેમજ પીઆઈ કે.જે.ભોયે તેમજ પોલીસકર્મીઓ રાજેશભાઈ વેગડ , હરદીપભાઈ બારડ અને યુવરાજસિંહ જાડેજાને ડીજીપીના હસ્તે ઉત્કૃષ્ટ કામગીરી માટેનો ઈ – કોપ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો .

ખેડૂતો માટે લાલબતી સમાન કિસ્સો: ખભાળિયા પંથકના સોનારડીમાં બે સપ્તાહ પૂર્વે થયેલી ચોરીનો ભેદ ઉકેલતી LCB

ખંભાળિયા પંથકના સોનારડીમાં બે સપ્તાહ પૂર્વે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો.

ખેડૂતો  પરપ્રાંતીય મજૂરોને વાડી ભાગમાં આપતાં પહેલાં 100 વખત વિચારજો :સોનારડી ગામમાં ઘરમાંથી થયેલ ચોરીના બનાવમાં બે વર્ષ પૂર્વે ભાગમાં વાડી વાવવા આવેલ ખેતમજૂર જ આરોપી નિકળ્યો 

પરપ્રાંતિય ચોર ઝડપાયો: દાગીના અને રોકડ સહિત રૂ. 4.46 લાખનો મુદ્દામાલ જપ્તદેશ દેવી ન્યુઝ જામનગર 31.ખંભાળિયા: દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે ગત તારીખ 11 માર્ચના રોજ એક વૃદ્ધ ખેડૂતના રહેણાંક મકાનમાંથી રૂ. 4 લાખ 11 હજારની રોકડ રકમ તથા સોનાના દાગીનાની ચોરી કરીને એક શખ્સ ફરાર થઈ ગયો હતો. બાદમાં એલ.સી.બી. પોલીસે હરકતમાં આવી તપાસ દરમિયાન મધ્યપ્રદેશના એક રહેવાસી યુવાનને દબોચી લીધો હતો. આ પ્રકરણમાં સંડોવાયેલા અન્ય એક શખ્સની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સૂત્રો અનુસાર સોનારડી ગામે રહેતા અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા દાજીભા જાલમસંગ જાડેજા નામના ક્ષત્રિય વૃદ્ધે ખેતરમાં ઉગેલા કપાસનું વેચાણ કર્યુ હતું. જેના બદલે તેમને તા. 11ના રોજ રૂપિયા 4.11 લાખની રોકડ રકમ મળી હતી. આ રકમ સાથે રાખવામાં આવેલા સોનાના દાગીના સહિત કુલ રૂપિયા 5.31 લાખનો મુદ્દામાલ ભરેલા ડબ્બાને લઈને રાત્રિના સમયે એક શખ્સ નાસી છૂટ્યો હોવાની ફરિયાદ દાજીભા જાડેજાએ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.આ અંગે જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીની સૂચના મુજબ એલસીબી ટીમ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. જે સંદર્ભે એલ.સી.બી. પી.એસ.આઈ. એસ.વી. ગળચરની ટીમ દ્વારા આ અંગે શંકાસ્પદ પરપ્રાંતિય મજૂરોની ફિઝિકલ રીતે તપાસ તથા ટેકનિકલ લેવલથી કાર્યવાહી કરી ખંભાળિયા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ગોઠવવામાં આવેલા સી.સી. ટીવી કેમેરા તથા નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ ટીમના સહકારથી ચોરી કરનારા શખ્સોની તપાસ હાથ ધરવામાં આવી હતી.

ચોરીના સ્થળે આરોપી શખ્સે પહેરેલા બુટ મળી આવતા આ અંગેની તપાસમાં રેલવે સ્ટેશન વિસ્તારના નેત્રમના સી.સી. ટીવી ફૂટેજ તથા આ ચોરીના સમયગાળામાં બે પરપ્રાંતિય શ્રમિકોની શંકાસ્પદ હિલચાલ જણાઈ હતી. જેથી પોલીસ સ્ટાફ દ્વારા એક ટીમ મધ્યપ્રદેશ ખાતે પણ રવાના કરવામાં આવી હતી. આ અંગેની ઊંડાણપૂર્વકની તપાસમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના બડા ગામ ખાતે રહેતા બાથુ ઉર્ફે દિલો રીછુ મીનાવા નામના 20 વર્ષના આદિવાસી શખ્સની ઓળખ છતી થઈ હતી. આથી એલસીબી સ્ટાફના એ.એસ.આઈ. ભરતભાઈ ચાવડા, બોઘાભાઈ કેસરીયા, જેસલસિંહ જાડેજા તથા સહદેવસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીંના રેલ્વે સ્ટેશન પાછળના ઝુંપડપટ્ટી વિસ્તારમાંથી ઉપરોક્ત શખ્સને દબોચી લેવામાં આવ્યો હતો.

આ ચોરી પ્રકરણમાં આરોપી બાથુ ઉર્ફે દિલો મીનાવા સાથે અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના સીતુ પીડુ ભાભર નામના શખ્સનું પણ નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા આ શખ્સ પાસેથી પોલીસે રૂપિયા 1 લાખ 41 હજાર 380ની કિંમતના સોનાના દાગીના, રૂ. 3 લાખ રોકડા તથા રૂપિયા 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન મળી, કુલ રૂપિયા 4 લાખ 46 હજાર 380નો મુદ્દામાલ કબજે કર્યો છે.

ઝડપાયેલો આરોપી શખ્સ અગાઉ આ વિસ્તારમાં કામ કરી ચુક્યો હોવાનું તથા હાલ આ બંને શખ્સો ખંભાળિયા પંથકમાં છૂટક મજૂરી કામ કરતા હોવાનું પોલીસના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. ચોરીના ગુનામાં ઝડપાયેલા આરોપી બાથુ ઊર્ફે દિલાએ ચોરી કરી હતી અને આ અંગેનું ધ્યાન રાખવા સીતુ ભાભર આ સ્થળેથી થોડે દૂર ધ્યાન રાખવા ઉભો હતો એમ પણ જાણવા મળ્યું હતું. આ પકડાયેલા શખ્સનો કબ્જો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી એલસીબી પી.આઈ જે.એમ. ચાવડાની રાહબરી હેઠળ પીએસઆઈ એસ.વી. ગળચર, એએસઆઈ ભરતભાઈ ચાવડા, કેશુભાઈ ભાટિયા, જયદેવસિંહ જાડેજા, દેવશીભાઈ ગોજીયા, અજીતભાઈ બારોટ, સજુભા જાડેજા, વિપુલભાઈ ડાંગર, બોઘાભાઈ કેસરિયા, મસરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અરજણભાઈ મારૂ, બલભદ્રસિંહ ગોહિલ, જીતુભાઈ હુણ, લાખાભાઈ પિંડારિયા, ગોવિંદભાઈ કરમુર, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, નરસીભાઈ સોનગરા, હસમુખભાઈ કટારા વગેરે દ્વારા કરવામાં આવી હતી.

વ્યાજખોરાના ત્રાસથી ગુમ થનાર યુવાન પોલીસ સમક્ષ અચાનક થયો પ્રગટ: મોટા માથાની સંડોવણીની ચર્ચાં

0

જામનગરના બેડીમાં વ્યાજખોરોના ત્રાસથી ગુમ થયેલા યુવાન પોલીસ મથકે થયો હાજર : મોટા માથાઓના નામની ચર્ચાએ પકડ્યું જોરપૈસાની લેતીદેતીના કારણે ઘર છોડીને ચાલ્યો ગયો હોવાની આપી કેફિયત : ફરીયાદની તજવીજ

દેશ દેવી ન્યુઝ જામનગર 31. જામનગરના બેડી વિસ્તારમાં રહેતા રૂકીયાબેન કકલ નામના મહિલાએ સોમવારે જિલ્લા પોલીસવડાને અરજી પાઠવી તેમાં જણાવ્યું હતું કે, તેમના પતિ ઈશાકભાઈ કકલ ત્રણેક દિવસથી લાપતા બની ગયા છે. તેઓએ આર્થિક ભીંસના કારણે કેટલીક રકમ વ્યાજે લીધા પછી દબાણના કારણે તેઓ છૂપાઈ ગયા છે અથવા કોઈએ તેમને ગોંધી રાખ્યા છે તેવી રજૂઆત કરાયા પછી આ મહિલાએ બે વ્યકિતના નામ પણ પોલીસને આપ્યા હતા.

ત્યાર પછી ગુમ થઈ ગયેલા ઈશાકભાઈ બુધવારે સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવી ચઢયા હતા અને પોલીસને આપેલા પ્રાથમિક નિવેદનમાં પૈસાની લેતી-દેતીથી કંટાળીને તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો. પોલીસે તેના નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આ ગુમ થનાર યુવાને કોની પાસેથી પૈસા લીધા હતા તેમજ તેને કોન દબાણ કરતું હતું તે દિશામાં હજુ તો પોલીસ તપાસ કરે તે પહેલા જ આ યુવાન પોલીસ સ્ટેશન હાજર થઇ જતાં અનેક તર્કવિર્તકો થઇ રહયા છે, બીજી બાજુ આખો બનાવ બેડી મરીન પોલીસ સ્ટેશનનો હોય સીટી-બી દ્વારા તેને કાગળો આપવામાં આવ્યા છે.

જામનગરના ઠેબા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માતમાં માતા-પુત્રીના મોતથી અરેરાટી

0

જામનગરના ઠેબા ચોકડી નજીક ગમખ્વાર અકસ્માતમાં માતા-પુત્રીના મોતથી પરિવારમાં માતમ.

દેશ દેવી ન્યુઝ જામનગર 31.જામનગર તાલુકાના નવા ધુનિયામાં રહેતો પરિવાર આજે સવારે જોડિયા તાલુકાના ઝીંઝુડા ગામમાં ઉજવાતા ઉર્ષમાં દર્શન કરવા માટે જતો હતો તે દરમિયાન જીજે-23-એકસ-2428 નંબરના પીકઅપ વાહનના ચાલકે કાબુ ગુમાવતા વાહન ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત થયો હતો. જેમાં વાહનમાં આગળથી ભુકો બોલી જતા વાહનમાં બેસેલા પરિવારના છ સભ્યોને ગંભીર થતા નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેમાં હસીનાબેન નામના મહિલાને ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા દોસમામદ અલારખા, મન્નત, આફ્રિન, અલ્લારખા અને રાભીયાબેન સહિતના લોકોને ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. હોસ્પિટલમાં સારવાર માટે આવેલી મૃતક મહિલાની પુત્રી મન્નતનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યું હતું. આમ આ અકસ્માતમાં માતા-પુત્રીના મોત નિપજ્યા હતાં.જ્યારે અન્ય પાંચ વ્યક્તિઓને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ત્યારબાદ હોસ્પિટલ પહોંચી જઈ અકસ્માતનો ગુનો નોંધવા અને મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કચ્છી ભાનુશાલી સમાજ એવમ જામનગરનું ગૌરવ: મેકઅપ આર્ટિસ્ટ ‘ઊર્મિ મેંગર’ એશિયન એક્સીલેન્સ એવોર્ડથી સન્માનિત.

0

કચ્છી ભાનુશાલી સમાજ એવમ જામનગરનું ગૌરવ: મેકઅપ આર્ટિસ્ટ ઊર્મિ મેંગર એશિયન એક્સીલેન્સ એવોર્ડથી સન્માનિત.

દેશ દેવી ન્યુઝ જામનગર 30. જામનગર એસીઅન એઉસેલેન્સ એવોર્ડ 2022 નું આયોજન બ્યુટી ક્લબ એસોસીએસન ઓફ ઇન્ડિયા દ્વારા તા.11 માર્ચ 2022 ના રોજ મુંબઈ ખાતે કરવામાં આવેલ. જેમાં સમગ્ર ભારત અને વિદેશોમાંથી મેકઅપ આર્ટીસ્ટોએ આર્ટિસ્ટોએ ભાગ લીધેલ. આ એવોર્ડ શો માં મેકઅપ આર્ટિસ્ટ, નેલ આર્ટિસ્ટ,બેસ્ટ મેકઅપ એજ્યુકેટર સહીત 140 કેટેગરી નો સમાવેશ હતો.

જેમાં જામનગરથી ઊર્મિ મેંગર ફીલિંગ્સ બ્યૂટી કેરને બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટનો એવોર્ડ રૂપેરી પડદાની ખ્યાતનામ અભિનેત્રી માધુરી દીક્ષિતના હાથેથી આપવાંમાં આવેલ હતો.શ્રીમતી ઊર્મિબેન મેંગર છેલ્લા 11 વર્ષથી બ્યૂટી પાર્લર ક્ષેત્ર માં ખુબ જ પ્રગતિ કરી રહ્યા છે. જેણે અત્યાર સુઘી 2000થી વધુ બ્રાઈડને મેકઅપ કરી ચુક્યા છે અને 1500થી વધુ વિદ્યાર્થીને બ્યૂટી પાર્લરનું’ એજ્યુકેશન આપી ચુક્યા છે. 50થી વધુ સેમિનાર અને વર્કશોપ કરી ચુક્યા છે.શ્રીમતી ઊર્મિબેન મેંગરને મળેલ આ ગૌરવ બદલ કચ્છી ભાનુશાલી સમાજ તેમજ વિવિધ ગુંસ્થાઓ દ્વારા અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.ઉર્મિબેન ખુબ ખુબ પ્રગતિ કરી તેઓના પરિવાર ભાનુશાલી સમાજ એવમ જામનગરનું નામ રોશન કરે તેવી શુભકામનાઓ સાથે અભિનંદન.

લાલપુરની કોર્ટમાં વકિલને જાનથી મારી નાંખવાની ધમકી.

0

લાલપુરની કોર્ટમાં વકિલને જાનથી મારી નાંખવાની ધમકી.

આરોપીએ જામીન માટે નિયત સમય મર્યાદામાં સોલંવશી રજૂ કરેલ ન હોય જેથી અદાલતે વોન્ટર કાઢેલ હોવાનો ખાર રાખી વકિલને જાનથી મારી નાંખવાની ધમકી.

દેશ દેવી ન્યુઝ જામનગર 30. જામનગરના લાલપુરમાં તા.29-3-2022ના આરોપી બલદેવ સવદાસ ગોરાણીયા- શાપરવાળા તથા તેની સાથે અન્ય 6 મળી ને કુલ 7 આરોપીઓ વિરૂઘ્ધ અગાવ લાલપુર પોલીસ સ્ટેશનમાં ગુના રજી.નં.936/21 આઈપીસી કલમ 307 વિગેરે મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે ગુનાના આરોપી ઓ ના વકીલ તરીકે ફરીયાદી નિલેશભાઈ રોકાયેલ હતા.

જેથી આજરોજ આ ગુનાના કામે તમામ આરોપીઓનું ચાર્જશીટ કમીટ કરવાનું હોય જેથી તમામ આરોપીઓ નામદાર કોર્ટમા આવેલ હોય જેમાં આરોપી બલદેવના ભાઈ મનોજભાઈ ઉર્ફે સંજય તથા આરોપી કેસુ લખમણ તથા રાજેશ સોમા ઓ ના જામીન વખતે નામદાર કોર્ટે ત્રીસ દિવસમાં સોલવંશી રજુ કરવા હુકમ કરેલ હોય જે સોલવંશી આરોપીઓ સમય મર્યાદામાં નામદાર કોર્ટમાં રજુ કરેલ ન હોય જેથી નામદાર કોર્ટ દ્વારા જેલ વોરન્ટ ભરી આપવામાં આવેલ હોય જેનો ખાર રાખી આરોપી બલદેવ એ ફરીયાદી નિલેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ હોય જે અંગે લાલપુર પોલીસ સ્ટેશનમાં નિલેશભાઈ પ્રવિણભાઈ બોડાએ આરોપી બલદેવ સવદાસ ગોરાણીયા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા લાલપુર પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ PSI ડીએસ વાઢેર ચલાવી રહ્યા છે.

મનપાની ગાડીમાં લાગ્યા ‘એડીશનલ ક્લેક્ટર’ ના પાટીયા : ભારે કરી

0

કારમાં એડીશનલ ક્લેક્ટરની નેઇમપ્લેટ યથાવત : રમુજી..

જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને એડીશનલ કલેક્ટરનો હોદ્દોછૂટતો નથી : ભારે કરી..દેશ દેવી ન્યુઝ જામનગર 29.જામનગર મહાનગર પાલીકામાં વર્ષોથી ડેપ્યુટી કમિશનરનો ચાર્જથી ગાડુ ચલાવાતુ હતું તેવામાં બે આખલાની લડાઇમાં પ્રજાની ‘ખો’ ન નીકળી જાય તે માટે પહેલીવાર સરકારમાંથી DMCની જગ્યા ભરવામાં આવતા હાશકારો થયો હતો પરંતુ આમાય ”કાંદા”  કાઢી લેવા જેવું નથી.!જામનગર મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિ. કમિશનર એ.કે. વસ્તાણી પોતાની સરકારી ગાડીમાં એડીશનલ કલેક્ટરનું બોર્ડ લગાવીને ફરતા હોવાથી મહાનગર પાલિકામાં આ મુદ્દે ભારે ચર્ચા જાગી છે.ડીએમસીને પોતાનો હોદ્દો જાણે નાનો લાગતો હોય અને શરમ અનુભવતા હોય તેમ એડીશનલ કલેક્ટરના હોદ્દાનો ઉપયોગ કરતા મહાનપાલિકામાં આ બાબત ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.