Thursday, October 15, 2026
Home Blog Page 291

લીમડા લાઇનમાં સુમરા યુવાનનું અપહરણ : વિક્ટોરીયા પુલ પાસે છરીઓ ઝીંકતા ચકચાર

0

લીમડા લાઇન મકરાણી પાડામાં સુમરા યુવાનનું રીક્ષામાં અપહરણ કરી ઢોર માર માર્યો:૬ પિતા પુત્ર સહિત ૬ શખ્સ સામ ફરીયાદ દાખલ 

જૂની અદાવતનો રાગદ્રેશ કારણભૂત : આરોપીની શોધખોળ

દેશ દેવી ન્યુઝ જામનગર 27 જામનગર શહેરના લીમડા લાઇન વિસ્તારના મકરાણીપાડામાં રહેતા અને ડાઇવિંગનો ધંધો કરતા ફારુક હારૂનભાઈ ખેરાણી નામના યુવાન સાથે અગાઉના મનદુખનો ખાર રાખી મોઇન ઇનુસભાઈ સુમરા અને યુનુસ જાનનામદ સુમરા સહિત ૬ શખ્સોએ ફારુક ખેરાણીનું રીક્ષામાં અપહરણ કરી વિક્ટોરીયા પુલ નીચે લઈ જઈ છરી પાઇપ વડે જીવલેણ હુમલો કરી મરણતોલ માર મારી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામેલ છે.સુત્રોમાંથી મળતી વિગત મુજબ શહેરના લીમડા મકરાણીપાડામાં રહેતા ફારુક ખેરાણી સાથે અગાઉના જુના રાગદ્વેશના કારણે પિતા પુત્ર સહિત ૬ શખ્સો ઉશ્કેરાઇ જઇ ફારુકને ઓટો રીક્ષામાં વિક્ટોરીયા પુલ નીચે ઉઠાવી જઈ મોઇન સુમરાએ છરીથી એક ઘા જમણા પગમાં પીંડીના ભાગે મારી સાથે રહેલા યુનુસ જાનમામદ સુમરા તથા અજાણ્યા બે શખ્સોએ લોખંડના પાઇપ વતી મુંઢ માર મારી તેમજ ડાબા પગે પીંડીના ભાગે તથા જમણા હાથે કાંડા પાસે ફ્રેક્ચરની ગંભીર ઇજાઓ કરી તેમજ ગાળા – ગાળી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી શરીરે મુંઢ ઇજાઓ તેમજ ઢીકા પાટુનો માર મારેલ ત્યારબાદ પાછળથી મોટરસાઇકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા આથી ફારુક ખેરાણીને લોહીલુહાણ હાલતમાં જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.લીમડા લાઇનમાં યુવાનનું અપહરણ કરી માર મારી ફેંકી દીધાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા સગા-સ્નેહીઓના હોસ્પિટલ ખાતે ટોળા એકઠા થઈ ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચી જઈ બનાવની વિગત મેળવી હતી.

સીટી-બી ડિવિઝન પોલીસે ફારુક ખેરાણીની ફરિયાદ પરથી ૬ શખ્સો સામે IPC – કલમ -૩૬૫, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬ ( ૨ ), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

શંકરટેકરીમાં બુટલેગર પરીવાર પોલીસ પર હુમલો કરી આરોપીને છોડાવી ગયા : 8 વિરૂદ્ધ ફરિયાદ

0

શંકરટેકરી વિસ્તારમાં દારૂના ગુનાના આરોપી પકડવા જતા બુટલેગરના પરિવારનો પોલીસ પર હુમલો : ફરજ રૂકાવટ અને રાયોટીંગ દાખલ

જામનગરમાં કુખ્યાત બનેલું શંકરટેકરી વિસ્તારમાં પોલીસ પર હુમલાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામેલ છે.

આરોપી:– (૧ ) વિજય કેશુ વરાણીયા ( ૨ ) વિજયભાઇની પત્ની ( ૩ ) રોહીત લીંબડ  ( ૪ ) વિજયની બહેનો જોસનાબેન (પ ) રીટાબેન ( ૬ ) રાજેશભાઇની પત્ની – વીજુબેન અને ( ૭ ) રાજેશભાઇની દિકરી- શીતલબેન ( ૮ ) રાજેશ કેશુભાઇ વરાણીયા રહે . બધા શંકર ટેકરી સુભાષપરા શેરી નં- ૦૨ જામનગર .

દેશ દેવી ન્યુઝ જામનગર 27.જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારના આરોપી રાજેશ ઉર્ફે રાજુ કેશુભાઇ વરાણીયા વિરૂધ્ધમા પો.સ્ટે.મા ગુ.ર.નં ૧૧૨૦૨૦૦૨૨૨૦૪૦૪ પ્રોહી કલમ -૬૫ (એ) (એ ) દારૂનો મુજબ ગુનો દાખલ કરેલ હોય જેમા રાજેશ ઉર્ફે રાજુ કેશુભાઇ વરાણીયાને અટક કરવાનો બાકી હોય જેથી પોલીસને મળેલ બાતમી આધારે તેને પકડવા જતા આરોપી તેના ઘરે મળી આવતા તેને ખાનગી મોટર સાયકલમાં બેસાડી પોલીસ સ્ટેશન લાવવાની તજવીજ કરતા હતા.તે દરમ્યાન આરોપી – રાજેશભાઇએ બુમો પાડતા ઉપરોકત વિજયની પત્નિ સાથે અન્ય ૭ આરોપી ધસી આવેલ અને પોલીસ સ્ટાફ મહેન્દ્રસિંહ જાડેજાને ઢીકા પાટુનો મારમારી અને સાથે રહેલ અન્ય પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી અને રાજુને કેમ લઇ જશો તેમ કહી મોટરસાયકલની ચાવી કાઢી લઇ જઇ તથા રાજેશભાઇ વરાણીયાને છોડાવીને ફરજમા રૂકાવટ કરી ગુનો કર્યા હતો.

આથી સીટી-સી ડિવિઝન પોલીસે આઠ શખ્સો  વિરૂદ્ધ IPC – કલમ -૧૪૩ , ૧૪૭ , ૧૪૯ , ૧૮૬ , ૧૮૯ , ૩૩૨ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ સીટી-સીના PSI આર.ડી ગોહિલ ચલાવી રહ્યા છે.

મહિલા પોલીસ સ્ટેશનની બહાર જ સસરાએ જમાઈને “પતાવી દેવાની” ધમકી આપતા ખળભળાટ

0

જામનગર મહિલા પોલીસ સ્ટેશનની બહાર જ યુવાનને પતાવી દેવાની ધમકી

પત્ની, સસરા અને સાળા સામે માર મારી ધમકી આપ્યાની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર 26.: જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતાં આકાશ ચંદુભાઈ ધોકાઇ નામના યુવાનને તેની પત્ની દિપાલીબેન સાથે મનદુ:ખ ચાલતું હતું. આ મનદુ:ખ સંદર્ભે દિપાલીબેને શુક્રવારે બપોરના સમયે પતિને મહિલા પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો અને પતિ આકાશ મહિલા પોલીસ સ્ટેશનની બહાર નિકળ્યો ત્યારે તેની પત્ની દિપાલીબેન, સસરા મનસુખ હરિયાણી, સાળો આશિષ નામના ત્રણેય શખ્સોએ એકસંપ કરી ફડાકા માર્યા હતાં

તેમજ ધમકી આપી મુંઠ વડે પેટમાં અને આંખની ઉપર તથા કાન પાછળના ભાગે માર મારી ઈજા પહોંચાડી હતી. આમ પોલીસ સ્ટેશન બહાર જ યુવાન ઉપર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો.

હુમલાના બનાવમાં ઘવાયેલા પતિ આકાશએ તેની પત્ની દિપાલીબેન, સસરા મનસુખ હરિયાણી, સાળો આશિષ હરિયાણી સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ હુમલો કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો જે.એચ.મકવાણા તથા સ્ટાફે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કાલાવડના ફગાસની સીમમાંથી મળેલી અજાણી મહિલાની હત્યા થયાનો ઘટસ્ફોટ: તપાસનો ધમધમાટ શરૂ

0

કાલાવડની ફગાસની સીમમાંથી મળેલી અજાણી મહિલાની હત્યા થયાનો ઘટસ્ફોટ

પોસ્ટમોર્ટમમાં હત્યા થયાનો ધડાકો: પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ

દેશ દેવી ન્યુઝ જામનગર 25. ગઇકાલે કાલાવડની ફગાસની સીમમાંથી એક અજાણી મહિલાની લાશ સાંપડી હતી અને આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસે લાશનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં આધારભુત સુત્રો પરથી જાણવા મળતી વિગત મુજબ, આજે કરાયેલ પોસ્ટમોર્ટમમાં આ મહિલાની હત્યા થયાનું ઘટસ્ફોટ થયો છે. પોલીસ હવે આ મહિલાની હત્યા નિપજાવનાર આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પહેલાની વિગત મુજબ, કાલાવાડ ગ્રામ્ય પો. સ્ટે.અ. મોત નં.15-2022 સી.આર.પી.સી. કલમ 174 મુજબનો બનાવ જાહેર થયેલ છે. મરણ જનાર કોઇ અજાણી સ્ત્રી ઉ.વ.આશરે 30 થી 35 વાળીની લાશ ઓળખાઇ નહી તે હાલતમાં મળી આવેલ હોય લાશના શરીરે જોતા રાણી ગુલાબી કલરની રામા કલરના ફુલ ડીઝાઇન વાળી તથા સફેદ એમ્બ્રોડરી વર્ક વાળી કુર્તી તથા રામા કલરની ડીઝાઇન વગરની સલવાર તથા ગળાના ભાગે રામા કલરનો ડીઝાઇન વગરનો દુપટ્ટો પહેરેલ હોય તથા ગળાના ભાગે કાળા કલરની મોતી વાળી માળા તથા લાલ કલરના કાપડનો ધાગો બંધેલ હોય અને જમણા હાથના કલાઇના ભાગે કાળો દોરો તથા ડાબા હાથે આછા ગુલાબી કલરનો પ્લાસ્ટીક – ફાઇબર ધાતુનો પાટલો પહેરેલ આવા વર્ણન વાળી વ્યકતી અંગે કોઇ હકિકત ખબર હોય તો કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ફોન નં.(02894) રર3પ33 પર તથા મો.નં.95748 68746 પર જાણ કરવા જણાવાયું છે.પરંતુ પોસ્ટમોર્ટમમાં આ મહિલાની હત્યા થયાનું ઘટસ્ફોટ થતા તર્ક-વિતર્ક સર્જાયો છે. હાલતો પોલીસે હત્યાની દિશામાં સધન તપાસ શરૂ કરી છે.

જામનગર મહાનગર પાલિકાના યોગ કો-ઓર્ડિનેટર રાજેશ્રી પટેલનો યોગક્ષેત્રે ડંકો : સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના કો-ઓર્ડિનેટરની ખાસ ઉપસ્થિતિ

0

જામનગર મહાનગર પાલિકાના યોગ કો-ઓર્ડિનેટર રાજેશ્રી પટેલ દ્વારા પ્રમાણપત્ર વિતરણ

સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના કો-ઓર્ડિનેટરની ખાસ ઉપસ્થિતિ.દેશ દેવી ન્યુઝ જામનગર 25. ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવેલ યોગમય ગુજરાત અભિયાનમાં રાજયના તમામ જીલ્લા-તાલુકા અને ગામડાઓમાં યોગ ટે્રેનરો તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેથી ઘર-ઘર સુધી યોગ પહોંચે અને લોકો એક તંદુરસ્ત સ્વસ્થ જીવનશૈલી અપનાવે.

આ તબક્કે જામનગર જીલ્લામાં ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા આયોજીત યોગ ટ્રેનર તાલીમ શિબિરમાં જામનગર જીલ્લાના મહાનગર પાલિકા યોગ કોઓર્ડીનેટર રાજેશ્રીબેન પટેલ કે જેઓ ગુલાબકુંવરબા આયુર્વેદિક સોસાયટી સાથે પણ સંકળાયેલ છે.

તેમના દ્વારા ગુજરાત યોગ બોર્ડની તાલીમ લીધેલા યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર વિતરણ સમારોહ હોટલ શયાજી, ગુરૂદ્વારા સર્કલ પાસે રાખવામાં આવેલ હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત રાજય યોગ બોર્ડ સૌરાષ્ટ્ર અને કચ્છ ઝોનના હેડ કો ઓર્ડિનેટર  અનિલભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા. જે જામનગરના ટ્રેનરો માટે ગર્વની વાત છે અનિલભાઇ ત્રિવેદીના પ્રોત્સાહક યોગ સેવા અને ઉત્કૃષ્ટ શબ્દો દ્વારા યોગ ટ્રેનરોને યોગ ક્ષેત્રે વધુ સારી રીતે કામગીરી કરવાની પ્રેરણા મળી છે.આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે ભાજપ શહેર પ્રમુખ વિમલભાઇ કગથરા, ગાર્ડન અને હેલ્થ કમીટીના ચેરપર્સન અને વોર્ડ નં.2 ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, તથા પૂર્વ ભાજપ જીલ્લા પંચાયત પ્રમુખ પાલાભાઇ કરમુર ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી અને યોગ ટ્રેનરોનો ઉત્સાહમાં વધારો કર્યો હતો.

આ ઉપરાંત શ્રદ્ધા કરમુર, જયશ્રી ગોજીયા, ભીગીષા ચૌહાણની ટીમવર્ક અને સાથ સહકારથી કાર્યક્રમ સફળતાપૂર્વક સોળેકળાએ ખીલી ઉઠ્યો હતો.

દારૂની હેરાફેરી કરતા રાજસ્થાનના શખ્સને ફિલ્મી ઢબે પકડી પાડતી દરબારગઢ ચોકી : કાર કબ્જે

0

દરબારગઢ પોલીસ ચોકી સ્ટાફએ વિદેશી દારૂની ૨૪ નંગ બોટલ સાથે રાજસ્થાનના શખ્સને કાર સહિતના મુદામાલ સાથે ઝડપી પાડ્યો.

જામનગર સીટી “એ” ડિવિઝન પોલીસ મથકના દરબારગઢ પોલીસ ચોકીના P.S.I. એન. વી.હરિયાણીને મળેલ બાતમીના આધારે દરોડો.

વિદેશી દારૂની ૨૪ બોટલ તથા એક કાર તથા એક થેલો સહિત કુલ રૂ. ૧,૬૨,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી પોલીસ.

આરોપી :- નરેન્દ્રકુમાર ઇન્દ્રપાલ રાજપૂત,ઉ.વ. 31 રહે.કહાટા હમીરપુર ગામ પરાસર, પોસ્ટ તહશીલ -કાલપી, જિલ્લા -જાલોન, ઉત્તરપ્રદેશ, હાલ રહે.ભવાનીગર બસસ્ટેન્ડ પાસે, જયપુર, રાજસ્થાન.

દેશ દેવી ન્યુઝ જામનગર 25.  જામનગર સીટી  “એ”ડિવિઝન પોલીસ મથકના પી.આઇ એમ.જે.જલુના માર્ગદર્શન હેઠળ દરબારગઢ પોલીસ ચોકીના PSI એન.વી.હરિયાણી સહિતનો પોલીસ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન PSI એન.વી.હરિયાણીને ચોક્કસ બાતમી મળેલ કે, રાજકોટ થી જામનગર શહેરમાં એક શેવરોલેટ કાર દારૂની હેરાફેરી કરે છે અને તે કાર જામનગર શહેરમાં આવી રહેલ છે.

તેવી ચોક્કસ બાતમી મળતા, ચોકી સ્ટફે જામનગરમાં કાલાવડ નાકાની બહાર મટન માર્કેટ પુલ પાસે વોચ ગોઠવીને, સેવરોલેટ કાર રોકી તલાસી લેતા, તે કારમાંથી વિદેશી દારૂની ૨૪  નંગ બોટલ મળી આવતા કાર સહિત એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ..આ કામગીરીમાં પો.ઈન્સ. મહાવીરસિંહ જલુના નેજા હેઠળ દરબારગઢ ચોકીના PSI એન.વી.હરિયાણી તથા પો.કો  દશરથસિંહ પરમાર તથા પો.કો તજનીકભાઈ પાભર તથા રાજવંતસિંહ મટકા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

કેબિનેટ મંત્રીના વેવાઈ પર જિલ્લા ભાજપ પ્રમુખના સંબધીનો જીવલેણ હુમલો : રાજકોટ ખસેડાયા

0

ઠેબા પાસે વરસાદી પાણીના નિકાલ મામલે કૃષિમંત્રીના વેવાઈ પર હુમલો.

વાડીના પાણી નિકાલ બાબતે ચાલતા ડખ્ખો બન્યો હુમલાનું કારણ : ઇજાગ્રસ્તને હેમરેજ થતા વધુ સારવાર માટે  રાજકોટ ખસેડાયા.

ઇજાગ્રસ્ત ખેડુત વૃધ્ધ ખેડુતની હાલત ગંભીર, શેઢા પાડોશી વશરામ રેવાભાઈ મુંગરા સામે ગુનો નોંધાયો.

દેશ દેવી ન્યુઝ જામનગર 25. જામનગરની ભાગોળે ઠેબા નજીક આઇઓસી પમ્પીંગ સ્ટેશન પાસે વાડી ધરાવતા ખેડુત વૃધ્ધ પર વરસાદી પાણીના નિકાલના મનદુઃખના મામલે બોલાચાલી બાદ શેઢા પાડોશીએ હુમલો કર્યાનો બનાવબહાર આવ્યો છે. ઇજાગ્રસ્ત ખેડુત વૃધ્ધ કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલના વેવાઇ થતા હોવાનુ સામે આવ્યુ છે તો આરોપી શેઢા પાડોશી પણ જિલ્લા ભાજપના પ્રમુખ આગેવાનના સંબંધી થતા હોવાનુ જાણવા મળ્યુ છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરની ભાગોળે લાલવાડી વિસ્તારમાં રહેતા ગોરધનભાઇ મનજીભાઇ ભંડેરી ( ઉ.વ. 60 ) નામના ખેડુત વૃધ્ધ ઠેબા નજીક આઇઓસી પમ્પીંગ સ્ટેશન પાસે પોતાની વાડી ધરાવે છે . જયારે તેઓની બાજુમાં વશરામભાઇ રવાભાઇ મુંગરા પણ ખેતીની જમીન ધરાવે છે.જે ગોરધનભાઇની જમીનના વરસાદી પાણીના નિકાલ મામલે કેટલાક સમયથી બંને શેઢા પાડોશીઓ વચ્ચે મનદુઃખ ચાલી રહયુ હતુ.

જે જુના મનદુઃખના કારણે ગોરધનભાઇ ( ઉ.વ. 60 ) પર ગુરૂવારે સવારે શેઢા પાડોશી વશરામભાઇએ હુમલો કરી દિધાનો બનાવ બહાર આવ્યો છે જેમાં માથાના ભાગે ગંભીર ઇજા થતા ઇજાગ્રસ્ત વૃધ્ધ ગોરધનભાઇને જામનગર બાદ વધુ સારવાર માટે રાજકોટની હોસ્પીટલમાં ખસેડાયા છે.આ બનાવની જાણ થતા પંચએ પોલીસ નો કાફલો હોસ્પિટલ ખાતે  પહોંચી ગયો હતો અને ફરીયાદ તજવિજ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત ખેડુત વૃધ્ધ રાજયના કૃષિ મંત્રી રાધવજીભાઇ પટેલના વેવાઇ થતા હોવાનુ સામે આવ્યુ છે. જયારે આરોપી શેઢા પાડોશી પણ જિલ્લા ભાજપના એક આગેવાનના સંબંધી હોવાનુ જાણવા મળ્યુ છે . કૃષિમંત્રી રાધવજીભાઈ પટેલના વેવાઈ પર થયેલા હુમલાની આ ઘટનાએ સમગ્ર હાલાર પંથકમાં ઘેરી ચકચાર જગાવી દીધી છે.

આથી પોલીસે ઇ.પી.કો. કલમ- ૩૨૬, ૩૨૫, ૩૨૩, ૨૯૪ ( ખ ) , ૫૦૬ ( ૨ ) તથા જીપી એક્ટ કલમ ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી વધુ તપાસ પંચ-એના PSI જે.કે રાઠોડ ચલાવી રહ્યા છે.

જુના નાગના ગામમાં કપડાચોરી જવાની શંકામાં મહિલા પર પાડોશીનો જીવલેણ હુમલો

0

જુના નાગનામાં દિવાલ તોડી નાખ્યાની શંકાથી બોલી બધળાટી : બે મહિલા સહિત ૩ સામે ફરિયાદ 

પાડોશીની અગાશીમાં દિવાલ તોડી પાણીના ટાકામાં કચરો નાખી જવાની શંકાથી મહિલા પર જીવલેણ હુમલો 

આરોપી :- (૧ ) બાબુભાઈ ભુડ ( ૨ ) આશાબેન બાબુભાઈ ભુડ (૩) સોનલબેન બાબુભાઈ ભુડ રહે.જુના નાગના ગામ ફરીયાદી સવીતાબેનની બાજુમા તા.જી.જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર 24. જામનગર શહેરના જુના નાગના ગામમાં રહેતા આરોપી બાબુભાઈ ભૂડની અગાસીની દિવાલ કોઈ તોડી નાખતુ હોય અને તેના પાણીના ટાંકામા કચરો નાખતા હોય અને અગાસી માથી સુકવેલ કપડા ચોરી જતા હોય જે બાબતેની શંકા બાજુમાં રહેતા સવીતાબેનના પતિ છગનભાઈ કણજારીયા ઉપર રાખી તેને ગાળો બોલતા સવીતાબેને બાબુભાઈ ભૂડને ગાળો બોલવાની ના પાડતા આ કામેના આરોપીઓએ ભેગા મળી આરોપી બાબુભાઈ ભૂડે ફરિયાદી સવીતાબેનને લોખંડના પાઈપથી વાસમા ડાબીબાજુ ઘા મારી મુંઢ ઈજા કરી તથા આરોપી આશાબેન બાબુભાઈ એ લોખંડના પાઈપથી માથામા ઘા મારી ઈજા કરી તથા આરોપી સોનલ ભૂડે છુટા પથ્થરનો ઘા કરી સવીતાબેનના કપાળમા જમણી આંખ ઉપર ઈજા કરી લોહીલુહાણ હાલતમાં જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યા હાજર ડોક્ટર દ્વારા ટાકા સહિતની સારવાર કરવામાં આવી બનાવની જાણ જતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી જઈ સઘળી હકીકત મેળવી હતી હાલતો નાના એવા ગામમાં દેકારો બોલી ગયો હતો.આથી બેડી મરીન પોલીસે IPC કલમ ૩૨૩,૩૨૪ , ૩૩૭, ૫૦૪ ,૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે વધુ તપાસ કમલભાઈ ગઢવી ચલાવી રહ્યા છે.

RTE અંતર્ગત જામનગરમાં 30-03-2022 થી તા.11-04-2022 સુધી ફોર્મ ભરી શકાશે

0

RTE અંતર્ગત જામનગર જિલ્લાની બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1માં વિના મુલ્યે પ્રવેશ માટે તા.30-03-2022થી તા.11-04-2022 સુધી ફોર્મ ભરી શકાશે

દેશ દેવી ન્યુઝ જામનગર 23. બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 તથા 2012 અન્વયે નબળા અને વંચિત જુથના બાળકોને 25% મુજબ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1(પહેલા)માં વિનામુલ્યે પ્રવેશ આપવા અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.

આર.ટી.ઇ. એક્ટ હેઠળ પ્રવેશ માટે બાળકના વાલીઓ http://rte.orpgujarat.com વેબસાઇટ પર તા. 30-03-2022 થી તા.11-04-2022 દરમ્યાન પ્રવેશ ફોર્મ ભરી શકશે.

વાલીએ ઓનલાઇન ફોર્મ ભરતી વખતે જરૂરી આધાર પુરાવા જેવા કે જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો તેમજ આવક્નો દાખલો(લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઇન અપલોડ કરવાના રહેશે.ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઇન ભરેલ ફોર્મ કયાંય જમા કરાવવાનું રહેશે નહી. આર.ટી.ઇ. હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક રૂ.1,20,000 અને શહેર વિસ્તારમાં રૂ.1,50,000ની આવક મર્યાદા લાગુ પડશે. પ્રવેશ માટે કેટેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરે ધ્યાને લઇ પ્રવેશ આપવામાં આવશે.

વિશેષ માહિતી માટે જિલ્લા કક્ષાના હેલ્પલાઇન નં. 0288-2550286 અને 0288-2550221(pbx-324) તેમજ તાલુકા કક્ષાના હેલ્પલાઇન નંબર (1) જામનગર 0288-2557525, (2) ધ્રોલ 9427984617 (3) જોડીયા 992590013 (4) કાલાવડ 9879245989 (5) લાલપુર 9426049729 (6) જામજોધપુર 02898-220002પર સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગરની યાદીમાં જ્ણાવવામાં આવ્યુ છે.

જામનગરમાં વિપક્ષના કોર્પોરેટર ‘ફુરકાન શેખ’ વતી વચેટીયો ડોઢ લાખની લાંચ લેતા ઝડપાયો

0

ગોકુલનગર વિસ્તારમાં બિલ્ડિંગના બાંધકામ મામલે દબાણ કરી લાંચની માગણી પરથી છટકું ગોઠવાયુ: જન્મદિવસ બન્યો ‘શોકમય’

જામનગરમાં વિપક્ષી ઉપનેતા ફુરકાન શેખ કોર્પોરેટર વતી દોઢ લાખની લાંચ લેતા વચેટિયો ઝબ્બે.

જામનગર મહાનગર પાલીકાના પટાંગણમાં જ ACB ટીમ ત્રાટકતા દોડધામ , બંનેને એસીબી કચેરી ખાતે ખસેડાયા. 

હજુ ઘણા કોર્પોરેટર.. તો ‘ એવા સેવાભાવી છે કે પોતાનો વિસ્તાર/વોર્ડ મૂકીને બીજાના વોર્ડની ચિંતા કરે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે.! 

બીજી બાજુ TPO નું ઉદાસીન વલણ સામે લુખ્ખાઓ બેફામ બન્યાછે, માટે ગેરકાયદેસર બાંધકામ કરતા આસામી વિરૂદ્ધ રજાચીઠી રદ અને બાંધકામ તોડી પાડવાની કામગીરી કરવામાં આવે તો આપો-આપ નિયંત્રણ આવે તેમ છે.

જામનગર મનપાના વોર્ડ નં .6 ના બસપા કોર્પોરેટર અને વિપક્ષના ઉપનેતા વતી રૂ.દોઢ લાખની લાંચ લેતા વચેટીયાને છટકુ ગોઠવી એસીબીએ પકડી પાડતા ભારે દોડધામ મચી જવા પામી હતી.

શહેર જિલ્લામાં જે કોઈ બાંધકામની સાઈટ ચાલતી હોય અને બીલ્ડર પાસેથી કોઈપણ દ્વારા લાંચની માંગણી કરવામાં આવે તો જે તે લોકો એસીબીનો સંપર્ક કરે: ACB પોલીસ ઈન્સ. એ.ડી પરમાર

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૩.જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં એક બિલ્ડર દ્વારા બિલ્ડીંગ બનાવવામાં આવી રહયુ છે. જેમાં ગેરકાયદેસર બાંધકામ છે , તેને તોડાવી અને અટકાવી દઇશુ એવી ચિમકી ઉચ્ચારી કોર્પોરેટર ફુરકાન શેખ દ્વારા દોઢ લાખની લાંચ માંગવામાં આવી હોવાની સંબંધિત આસામી દ્વારા એસીબીમાં ફરીયાદ કરાઇ હતી. જે ફરીયાદના આધારે એસીબીના પીઆઇ એ.ડી. પરમાર અને સમગ્ર ટીમે મંગળવારે બપોરે મહાપાલિકા પટાંગણમાં છટકુ ગોઠવ્યુ હતુ જે ટ્રેપ વેળાએ એસીબીએ વોર્ડ નં .6 ના બસપા કોર્પોરેટર અને વિપક્ષના ઉપનેતા ફરકાન શેખ વતી રૂ.દોઢ લાખની લાંચ સ્વીકારતા અખિલેશ ચૌહાણને દબોચી લીધો હતો.

જામનગર મહાનગરપાલીકાના પટાંગણમાં ACB ત્રાટકતાની સાથે જ લોકોના ટોળા એકઠા થયા હતા

error: Copying and use of the content of the website is considered as illegal activity.