Thursday, October 15, 2026
Home Blog Page 292

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળલગ્ન અટકાવાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાળલગ્ન અટકાવાયા

181 મહિલા અભયમ્ હેલ્પલાઈન અને પોલીસ દ્વારા જાણ થતા જ ત્વરિત કાર્યવાહી.

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૧. દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા સ્થાનિક પોલીસનો સહકાર મેળવી 14 વર્ષની ઉંમરની બાળકીના લગ્ન થતા પહેલા જ અટકાવવામાં આવ્યા હતા. આ બાળકીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય અપાવવામાં આવ્યો છે.

આ અંગે સેન્ટર પર આ બાળકીનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળ્યું હતું કે, બાળકીના પિતા એક મોટી ઉંમરના યુવક સાથે ફુલહાર કરીને બાળકીના લગ્ન કરાવવાના હતા જે લગ્ન માટે બાળકી પોતે પણ તૈયાર ન હોવા છતાં આ લગ્ન કરાવવામાં આવી રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, જાગૃત નાગરિક દ્વારા 181 ટીમને જાણ થતા ઘટના સ્થળે પહોંચીને બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા. આ બાબતની જાણ જિલ્લા મહિલા અને બાળ અધિકારી ચંદ્રેશ ભાંભીને કરતા તેમના માર્ગદર્શન હેઠળ દહેજ પ્રતિબંધક અધિકારી  પ્રફુલ જાદવ અને સેન્ટરની ટીમનાં સંકલનથી દીકરીને સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા દેવભુમિ દ્વારકાની બાળ કલ્યાણ સમિતી સમક્ષ રજુ કરી અને સમિતી દ્વારા બાળ લગ્ન કરવાએ કાનુની અપરાધ છે એ દીકરીના વાલીઓને સમજાવી દિકરીના કાયદાની જોગવાઇ અનુસાર લગ્ન કરવા સમજણ આપવામાં આવી હતી. વધુમાં નાની વયમાં થતા લગ્નથી દિકરીને ભવિષ્યમાં પડતી મુશ્કેલીઓથી અવગત કરાવી, પુખ્તવયની થાય ત્યારબાદ જ લગ્ન કરવા માટે લેખિત બાંહેધરી લઈ દિકરીના દાદાને દિકરી સોપવામાં આવી હતી. આમ, વિવિધ વિભાગોના સંકલનથી દિકરીના ભવિષ્યને અંધકારમય બનતા અટકાવવામાં આવ્યું હતું. તેમ વધુમાં જણાવાયું છે.

પ્રર્દશન ગ્રાઉન્ડમાં જન્મદિવસની ઉજવણી કરતા ભાનુશાળી યુવકને “ડુપ્લીકેટ પોલીસે” લૂંટી લીધો.

0

પ્રર્દશન ગ્રાઉન્ડમાં જન્મદિવસની ઉજવણી કરતા ભાનુશાળી યુવકને ડુપ્લીકેટ પોલીસે લૂંટી લીધો.

આચારસહિતા નો ભંગ કર્યો છે તેમ કહી ૨૫૦૦૦ની માંગણી કરી ૮૦૦૦ પડાવી લીધા:

પોલીસ યુનીફોર્મનો ફોટો બતાવી આચર્યું કારસ્તાન : અજાણ્યા શખ્સ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૦. શહેરમાં હજુ ત્રણ ચાર દિવસ પહેલા તળાવની પાળે પ્રેમી યુગલને પોલીસ તરીકેની ઓળખ આપી ફરવા આવતા યુવક – યુવતિઓ , યુગલ સહિત નિર્દોષ લોકો પર રોફ જમાવી એક શખસ પોલીસના શ્વાંગમાં તોડ કરવાની પેરવી કરી ૨હયો હોવાની જાણ થતા અસલી પોલીસે યુવકની સરાભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું તે બનાવ હજુ તાજો છે તેવામાં ભાનુશાળી યુવકને લૂંટી લેવાતા ખળભળાટ મચી જવા પામેલ છે.જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ આશાપુરાના મંદિર પાસે આવેલ હનુમાન ટેકરી ખાતે રહેતા સંજય અશોકભાઈ મંગે નામનો ભાનુશાળી યુવક પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે ગત તારીખ ૬-૩-૨૨ના રોજ રાત્રે ૧૧:૩૦ વાગ્યે પોતાના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરતા હોય ત્યારે  કોઈ અજાણ્યો શખ્સ ત્યા આવીને  પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપી તમે આચાર સહિતાનો ભંગ કર્યો છે. તમારા બધા ઉપર કેશ કરવાનો છે તેમ કહી મનફાવે તેવી ગાળાગાળી કરી ભયનો માહોલ ઉભો કર્યાં હતો.

ભોગ બનનાર સંજય ભાનુશાળી અને તેના મિત્રોને પોતે પોલીસના યુનીફોર્મ વાળો ફોટો બતાવી સંજ્ય તથા તેના મિત્રોને ડરાવી ધમકાવીને જણાવેલ કે તમોએ આચાર સંહીતા નો ભંગ કરેલ છે જેથી તમારા ઉપર કેશ કરવામાં આવસે તેમ કહી સંજય મંગેના મિત્રોને પટ્ટા વડે આડેધડ માર મારી કેશ “ન”  કરવાના બદલામા રૂપીયા ૨૫,૦૦૦ / ની માંગળી કરેલ અને રકઝક બાદ ૮,૦૦૦ / – નક્કી કર્યું હતુંજેથી સંજ્ય મંગેનો મિત્ર અર્જુનસિંહ રૂપીયા લેવા જતો હોય ત્યારે આ અજાણ્યા શખ્સે તેને કહેલ કે જલ્દી આવજે નહીતર આ તારા મિત્રને જાનથી મારી નાંખીસ તેમ કહી બડજબરીથી રૂપીયા કઢાવી લઇ અને મેં તમારી પાસેથી રૂપિયા લીધેલ છે તે વાત કોઇને કહેશો તો તમારા બધાના હાથ પગ ભાંગી નાખીશ તેમજ તમને ખોટા કેશમાં ફીટ કરી દશ વર્ષ સુધી જેલમાં મોકલી દઇશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ભોગ બનનાર યુવકે સઘળી વાત તેના પિતાને કરતા પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

આથી સીટી-એ ડિવિઝનના પો.ઇન્સ મહાવીરસિંહ જલુની રાહબરી હેઠળ પો.સબ ઇન્સ. એમ જી. વસાવાએ સંજ્ય અશોકભાઈ મંગે નામના ભાનુશાળી યુવાનની ફરિયાદ પરથી આરોપી વિરૂદ્ધ  IPC કલમ ૩૮૬ ૩૮૭ , ૩૨૩,૧૭૦ , ૧૭૧ , ૫૦૪,૫૦૬ (૨) મુજબ ગુનોં નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

જામનગરમાં મનીષ રોહેરાએ ફરી ‘લખણ’ ઝળકાવ્યું: પિતા પુત્રનું દંગલ

0

શહેરના વાલ્કેશ્વરી પાસે બાળકોના ઝઘડામાં મોટા બાખડી પડ્યા: ગુરૂવાર રાત્રીનો બનાવ. 

  • જામનગરમાં મનીષ રોહેરાએ ફરી ‘લખણ’ ઝળકાવ્યું: બાળકોના ઝઘડામાં બે પોલીસમેનને સાથે લઈ “રોફ” જમાવું પડયું ભારી : સર્જાયા ભાગાભાગીના દ્રશ્યો.

  • જાતે માથા પછાડી પહોંચ્યો પોલીસ સ્ટેશન.! 

  • મોડી રાત્રિ સુધી બંને પોલીસમેન મનીષ રોહેરાના અંગરક્ષક તરીકે પોલીસ સ્ટેશને પડ્યા રહ્યા. તા’ સોપારીના વેપારીએ શહેરમા ફેલાવ્યું આતંકી સામ્રાજ્ય.! 

  • વિદ્યાર્થી વયમાં બાળકોના કોમળ મનમાં ભાઈગીરીનો ચસ્કો બન્યો ચિંતાનો વિષય..

  • આરોપી :- (૧ ) સાલીન ( ૨ ) સોમ્ય રોહેરા ( ૩ )ભવ્ય રોહેરા  ( ૪ ) મયુરભાઇ ( ૫ ) મનીષ રોહેરા (૬) બે અજાણ્યો ઇસમ

  • સામાવાળા :- (૧)  વિજયસિંહ રાણા ( ૨ ) મહાવીરસિંહ રાણા ( ૩ )  વિજયસિંહનો મિત્ર રાજ   (૪) સિધ્ધાર્થ દોશી  ( ૫ ) એજાજ  ( ૬) પ્રદ્યુમનસિંહ જાડેજા તથા અજાણ્યો ઇસમ

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૯. જામનગર શહેરના વાલકેશ્વરીમાં બાળકોના ઝઘડામાં સોપારીના વેપારીએ બબાલ કરતા મામલો પોલીસ મથકે પહોંચતા મોડી રાત સુધી રાજકીય ડ્રામા વચ્ચે નોંંધાવાઈ સામ-સામી ફરીયાદ

જામનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી જામનગરમાં કરોડનું ફુલેકુ ફેરવીને એક શખ્સ દુબઈ નાશી ગયાના સમાચારે શહેર ભરમાં સારી એવી ચર્ચા જગાડી છે અને આ પ્રકરણમાં શહેરના નામાંકીત આસામી/વેપારીઓ એકના ડબલ કરવાના ચક્કરમાં કરોડોનો શીશામાં ઉતરી ગયા હતા પરંતુ આ સમગ્ર ફુલેકુ આચરનારનો પરિવાર જામનગરમાં રહેતો હોય, અને તેનો પુત્ર અને વિજયસિંહ રાણા ક્લાસમિત્ર હોય મનીષ રોહેરનો પુત્ર સોમ્યને તેના પિતાને મળવા આવવાનું દબાળ કરતો હતો અને મારા પપ્પાને મળવા આવું પડશે તારે તારા રાણા બાણાને કેવું હોય તો કઈ દેજે..!તે સઘળી વાત કલાસમિત્રને કહેતા વિજયસિંહ રાણાએ રાજસિંહને વાત કરવા વાલકેશ્વરીમાં મોકલેલ તેવામાં મનીષ રોહેરા અને મયુર  બે પોલીસમેન સાથે ઘસી આવેલ અને રાજ માનસિંહ જાડેજાને મોઢાના ભાગે મુક્કો મારી ચશ્મા તોડી નીચે પછાડી દીધેલ જેથી રાજસિંહ જાડેજાએ વિજયસિંહ રાણાને ફોન કરી માર મારવાની વાત કરતા વિજયસિંહે તેના પિતા મહાવીરસિંહ રાણાને ફોન કરી ઝડપથી વાલ્કેશ્વરી પાસે જાવાનું કેતા મહાવીરસિંહ રાણા બનાવના સ્થળે પહોંચતા મહાવીરસિહે કહેલ કે બાળકોની વાતમાં ઝગડવાનું  ‘ન’ હોય તેથી મનીષ રોહેરા મનફાવે તેવી ભુડી ગાળો ભાંડી એસપીને ફોન કરો તેવી ગર્ભિત ધમકી આપી ધમાચકડી બોલાવી ભાગી છૂટ્યો હતો. વાલકેશ્વરીમાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા

હાલ આ મામલે શહેરભરમાં સારી એવી ચર્ચા જગાડી છે લોકમુખે એવુ પણ ચર્ચાય રહ્યું છે. સોપારીનો ધંધાર્થી મનીષ રોહેરા દ્વારા અવાર-નવાર માથાકુટ કરી શહેરભરમાં “ખોફ” નો માહોલ ઉભો કરી રહ્યો છે.!

બાદમાં આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા મોડી રાત સુધી તમાસો સર્જાયા બાદ સીટી બી ના પોલીસ ઈન્સ. ભોયે બંનેની સામ-સામી ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવે છે.

ધૂળેટીના દિવસે જ ભાણવડમાં સર્જાઇ કરૂણાંતિકા: ત્રિવેણી સંગમમાં ન્હાવા ગયેલા 5 તરૂણોના મોતથી અરેરાટી

ધૂળેટીના દિવસે જ ભાણવડમાં સર્જાઇ કરૂણાંતિકા: ત્રિવેણી સંગમમાં ન્હાવા ગયેલા 5 તરૂણોના મોત

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૯. ભાણવડ: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આવેલ શ્રી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર ત્રિવેણી સંગમ ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરીને 6 તરૂણો પાણીમાં ન્હાવા પડયા હતા. આ દરમિયાન તેઓ ડુબવા લાગ્યા હતા અને બચાવો… બચાવો…ની બુમો પાડવા લાગતા આજુબાજુમાંથી લોકોના ટોળા ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફાયરબ્રિગેડ તથા પોલીસને જાણ કરી હતી.

આ દરમિયાન તાબડતોબ ફાયરબ્રિગેડ અને તરવૈયાની ટીમો દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી પરંતુ માત્ર એક તરૂણનો બચાવ થયો હતો. જ્યારે પાંચ તરૂણોના ડુબી થવાથી મોત થયા હતા.ભાણવડમાં એક સાથે 5 તરૂણોના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે અને ગામમાં સન્નાટો છવાઇ ગયો છે.

મૃતકોના નામ 

1.જીતભાઇ ભરતભાઇ કવા (લુહાર, ઉ.વ.16, રહે. શિવનગર, તાલુકા પંચાયત સામે, ભાણવડ),

2. હેમાંશુભાઇ ભરતભાઇ રાઠોડ (સથવારા, ઉ.વ.17, રહે. ખરાવાડ, ભાણવડ), 

3. ભૂપેનભાઇ મુકેશભાઇ બગડા (ઉ.વ.16, અનુજાતિ રહે. રામેશ્વર પ્લોટ, ભાણવડ), 

4. ધવલભાઇ ભાણજીભાઇ ચંડેગરા (પ્રજાપતિ, રહે. શિવનગર, ભાણવડ)

5. હિતાર્થ અશ્વિનગીરી ગોસ્વામી (બાવાજી, ઉ.વ. 16, રહે. શિવનગર, ભાણવડ)

ના મોત થતા ભાણવડમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ધોરણ 6થી 12માં ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે

0

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ધોરણ 6થી 12માં ભગવદ્ ગીતાના પાઠ ભણાવાશે

ગુજરાત સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના શિક્ષણ વિભાગે હવેથી ધોરણ 6થી 12ના અભ્યાક્રમમાં ભગવત ગીતાના પાઠ ભણાવવાનો નિર્ણય લેવાયો છે.

દેશ દેવી ન્યુઝ ગાંધીનગર 17.ગુજરાત સરકાર એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજયના શિક્ષણવિભાગે હવેથી ધોરણ 6થી 12ના અભ્યાક્રમમાં ભગવદ ગીતાના પાઠ ભણાવવાનો નિર્ણય લેવાયો છે. હવે ભગવદ્ ગીતાનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ કરાશે. વર્ષ 2022-23ના શૈક્ષણિક વર્ષમાં 6થી 12 ધોરણના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો અભ્યાસ કરાવાશે. આ અંગે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું કે, બાળકોને રસ અને સમજ પડે તે પ્રમાણે ભગવદ્ ગીતાનો અભ્યાસ કરાવાશે. પાઠ્યપુસ્તકમાં વાર્તા, પઠન-પાઠન વગરે સ્વરૂપે ભગવદ્ ગીતાનો અભ્યાસક્રમ ઉમેરવામાં આવશે. તેમણે કહ્યું કે, તમામ ધર્મસંપ્રદાયના લોકોએ ભગવદ્ ગીતાના ગુણો, મૂલ્યો અને સિદ્ધાંતોને સ્વીકાર્યા છે.ધોરણ 6થી 8માં ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં અપાશે..ધોરણ 6થી 12 માટેની પ્રિન્ટેડ, ઓડિયો-વિઝ્યુઅલ સહિતની સામગ્રી અપાશે. તો ધોરણ 9થી 12માં પ્રથમભાષાના પાઠ્યપુસ્તકમાં વાર્તા, અને પઠન-પાઠન સ્વરૂપે ભગવદ્ ગીતાનો પરિચય અપાશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં શિક્ષણ વ્યવસ્થા અને શૈક્ષણિક સંસ્થાઓને માર્ગદર્શિત કરતા મૂળભૂત સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. આ પૈકી એક સિદ્ધાંત વિદ્યાર્થીઓમાં ભારતની સમૃદ્ધ, વૈવિધ્યસભર, પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિ તથા જ્ઞાન પ્રણાલીઓ તેમજ પરંપરાએ પ્રત્યે ગર્વ અને જોડાણની લાગણી અનુભવે તેવો પ્રયાસ કરવા પર ભાર મૂકે છે. આ અનુસંધાને રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિનું જોડાણ થાયે તે જરૂરી છે.

જામજોધપુરના ગઢકડામાં પોલીસ પડકારે તે પહેલા જ ‘ફિરોજ સફિયા’ હથીયાર ફેંકી ભાગી છૂટ્યો.

0

ગઢકડાના શખ્સને પોલીસે પડકારતાં તે પોતાના હાથમાં રહેલું ગેરકાયદે હથિયાર ફેંકીને ભાગી છૂટ્યો

દેશ દેવી ન્યુઝ જામનગર 17. જામજોધપુર તાલુકાના ગઢકડા ગામમાં રહેતો ફિરોજ ઓસ્માણભાઈ સફીયા નામનો શખ્સ પોતાના કબજામાં ગેરકાયદે હથિયાર દેશી બનાવટની મજલલોડ બંધુક સાથે ફરી રહ્યો છે, તેવી માહિતીના આધારે શેઠ વડાળા પોલીસે તેને શોધવાનો પ્રયત્ન કર્યો હતો.દરમિયાન આ શખ્સ જામજોધપુર તાલુકાના ગઢકડા ગામ થી બમથીયા ગામ તરફના રસ્તા પર આવતા બમથીયા ડેમની પાળી પરથી પસાર થઈ રહ્યો હતો, જેને શેઠ વડાળા પોલીસે રોકવાનો પ્રયત્ન કરતાં પોલીસ પહોંચે તે પહેલાં પોતાના હાથમાં રહેલું હથિયાર પાળા ઉપર ફેંકીને ભાગી છૂટ્યો હતો.જેથી પોલીસે ફેંકી દેવાયેલૂં હથિયાર દેશી બનાવટની સીંગલ બેરલ ની મજલ લોડ બંધુક કબજે કરી હતી, અને ફિરોઝ સફીયા સામે શેઠ વડાળા પોલીસ મથકમાં હથિયાર ધારા ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે, અને તે ગુનામાં ફરારી જાહેર કરી, તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગર જિલ્લા પંચાયતના આરોગ્યકર્મી વિરૂદ્ધ ‘પત્નિ’ બની રણચંડી

0

નાની-નાની વાતમાં ઝઘડો કરી મારકુટ કરતા પતિ વિરૂદ્ધ મહિલા બની રણચંડી. આરોગ્ય કર્મી પતિ શારિરીક – માનસિક ત્રાસ આપી ,મારઝુડ કરી , અવાર નવાર મેણા ટોણા મારતાં હતા  પીડિત પરિણીતાએ છેવટે જામનગરની મહિલા પોલીસ મથકનો સહારો. દેશ દેવી ન્યુઝ જામનગર 17. જામનગર શહેરના ગોલ્ડન સીટી સામે આવેલ ફુલચંદ તંબોલીભવન એ વિંગ -૪૦૪માં રહેતા પરિણીતાને તેના પતિ શારિરીક અને માનસીક ત્રાસ આપતા હતા . તેમજ મારઝડુ કરી ઘરમાંથી કાઢી મુકતાં પરણિતાએ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

જામનગર શહેરના પોલીસ હેડ કવાર્ટસની પાછળ ગોલ્ડન સીટી સામે આવેલ ફુલચંદ તંબોલીભવન  વિંગ A -૪૦૪ આવાસમાં રહેતા જેસલબેન વિશાલભાઈ હિમંતદાન ત્રિવેદીએ જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પતિ વિરૂદ્ધ નાની નાની બાબતમાં ઝગડો કરી મારકુટ કરી દુખ ત્રાસ આપ્યાની ફરીયાદ કરતા ચકચાર જાગી છે.આથી મહિલા પોલીસે જેસલબેન ત્રિવેદીની ફરીયાદ પરથી વિશાલભાઈ હિમંતદાન ત્રિવેદી વિરૂદ્ધ મહિલા અત્યાચાર સહિતની આઈ.પી.સી.કલમ ૪૯૮ ( એ ) , ૩૨૩ મુજબ ગુનોં નોંધી આરોપીની ધરપકડના ચકો ગતિમાન કર્યાં છે.

‘દેશદેવી ન્યુઝ’નો વધુ એક પડઘો : લાખોટા તળાવ પર પોલીસ બની તોડ કરતા “ઠગબાજે” ખોલ્યો તોડનો પેટારો

0

‘દેશદેવી ન્યુઝ’નો વધુ એક પડઘો : ઢગબાજના અહેવાલ પ્રસિઘ્ધ થયા બાદ અનેક લોકો છેતરાયાનો થયો અહેસાસ: લોકો પહોંચ્યા પોલીસ મથકે પહોંચ્યા.

જામનગરના લાખોટા તળાવની અંદર યુવક-યુવતિઓને પોલીસની ઓળખ આપી ‘તોડ’ કરતો શખસ ઝડપાયો

સીકયુરીટી ગાર્ડ સાથે કરી ઝપાઝપી, પોતાનો મોબાઇલ કોઇના હાથમાં ન આવે તે તળાવમાં ફેંકી દીધો..!

ઓખામંડળના બાટીસા ગામનો બુધાભાઇ ઉર્ફે બ્રિજેશભાઇ શીયાભાઇ ચાસીયા નામનો શખસ સીટી-એના પાંજરે પુરાયો.દેશ દેવી ન્યુઝ જામનગર 16. જામનગરના લાખોટા તળાવની અંદર હરતા-ફરતા યુવક-યુવતિઓને પોતાની પોલીસ તરીકે ઓળખાણ આપી તેઓને ધમકાવી પૈસા પાડવતા હોય આ શખસ ઝડપાયો હોવાના અહેવાલ ‘દેશદેવી ન્યુઝ’એ બુધવાર તા. 16-3-2022ના રોજ સૌથી પહેલા પ્રકાશીત કર્યા હતા જે વાયુવેગે શહેરભરમાં વાયરલ થયા હતા.

આ અંગેની વધુ વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જીલ્લાના ઓખામંડળમાં આવેલ બાટીસા ગામનો બુધાભાઇ ઉર્ફે બ્રિજેશભાઇ શીયાભાઇ ચાસીયા નામનો શખસ જામનગરના લાખોટા તળાવની અંદર હરવા-ફરવા આવતા યુવક-યુવતિઓને પોલીસ તરીકે પોતાની ઓળખ આપી તેઓને ધમકાવીને પૈસાનો તોડ કરતો હતો. આ અંગે લાખોટા તળાવની સીક્યુરીટીના જવાનોને આ શખસ શંકાસ્પદ જણાઇ આવતા તેને જડત લેવાની કોશિષ કરી હતી પરંતુ આ ‘ફુલ ફોર્મ’માં રહેલા આ ઠગબાજે સીકયુરીટીના માણસો સાથે ઝપાઝપી કરી હતી અને પોતાનો મોબાઇલ ઘા કરીને તળાવમાં નાંખી દીધો હતો. બાદમાં આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જયાં જામનગર પોલીસે સરાભરા કરતા બન્યો પોપટ અને પોતે કરેલા કાંડનો પીટારો ખોલતા પોલીસે આ શખસની અટકાયત કરી હતી.

‘દેશદેવી ન્યુઝ’ દ્વારા આ ઠગબાજનો અહેવાલ પ્રકાશિત કરતા આ સીન-સપાટા કરતા યુવાને અનેક યુવક-યુવતિઓ અને અન્ય લોકોને આવી જ રીતે પોલીસની ઓળખ આપી-ધાક ધમકીથી ખુબ જ ‘તોડ’ કરેલ હોય તેવા અનેક લોકો આ શખસ વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ કરવા સામે આવી રહ્યા છે.હાલ, જામનગર સીટી-એ પોલીસે આ શખસની અટકાયત કરીને તેને દરબારગઢ ચોકીએ લઇ ગઇ તેની આકરી પુછપરછ તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનેક લોકો સાથે ઢગી કરનાર આ શખસની પુછતાછમાં અનેક નવા ખુલાસાઓ થશે.

જામનગરમાં દરબાર યુવાનની આત્મહત્યા કે હત્યા..? : પરપ્રાંતિય પત્ની ગુમ

0

જામનગરમાં ક્ષત્રિય યુવાનની આત્મહત્યા કે હત્યા..?શહેરની મધુરમ સોસાયટીમાં મકાનમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ પોલીસને જાણ કરાઇ

જયદિપસિંહ દિલીપસિંહ વાઘેલા નામના યુવાનની લાશ ફાંસો ખાઘેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી

યુવાને ગયા મહિને જ એક પરપ્રાંતીય યુવતી સાથે લગ્ન કર્યા હતા.

યુવતીના સગડ નહીં મળતા તે દિશામાં પણ સઘન તપાસ.

દેશ દેવી ન્યુઝ જામનગર 14. જામનગર શહેરની મધુરમ સોસાયટીમાં સોમવારે સ્થાનિક રહેવાસીઓને એક મકાનમાંથી અતિશય દુર્ગંધ આવતી હોય જેના કારણે તેઓએ પહેલા ફાયરબ્રિગેડને જાણ કરી હતી, જયાં દરવાજો તોડી અંદર પ્રવેશતા એક યુવાનની લાશ લટકતી મળતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઇ જવા પામી હતી, તાત્કાલિક પોલીસ વિભાગને આ અંગે જાણ કરતા પોલીસકાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.આ અંગેની વધુ વિગત મુજબ, જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી મધુરમ સોસાયટીમાં રહેતા જયદીપસિંહ દિલીપસિંહ વાઘેલા (ઉ.વ.30) નામના યુવાન સોમવારે તેમના રહેણાક મકાનમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા છે. તે સ્થળે ભાડેથી રહેતા આ યુવાનનું મકાન ઘણા બધા દિવસથી બંધ હતુ અને તેમાંથી અસહ્ય દુર્ગંધ પ્રસરવાનું શરૂ થતા કોઈએ પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરી હતી જેના પગલે સોમવારે બારણું તોડી તે મકાનમાં પ્રવેશ કરવો પડયો હતો. આ મકાનમાં એક ઓરડામાં પંખા સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં દિલીપસિંહ જોવા મળ્યા હતા. પોલીસે તેઓને નીચે ઉતારી ચકાસતા આ યુવાન મૃત્યુ પામેલા જણાઈ આવ્યા હતા. મૃતદેહના પગ પાસે લોહી પણ રેલાયેલુ જોવા મળ્યું હતું. આ મકાનમાં ઉપરોકત મૃતદેહ હોય તેમાંથી દુર્ગંધ પ્રસરતી હતી.

પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળ્યા પછી શરૃ કરેલી તપાસમાં મળેલી પ્રાથમિક વિગત મુજબ ત્રીસેક વર્ષના આ યુવાને ગયા મહિનાની સત્તર તારીખે એક પરપ્રાંતીય યુવતી સાથે લગ્ન કર્યા હતા અને તે પછી હાલમાં જ્યારે આજે તે યુવાનનો મૃતદેહ મળ્યો છે ત્યારે આ યુવતી ઘરમાંથી મળી ન હોય તે દિશામાં પણ તપાસ શરૃ કરાઈ છે. આ યુવાનના ગળાફાંસો ખાધેલા મૃતદેહ નીચે લોહી કેવી રીતે આવ્યું? તે સહિતની તમામ દિશાઓમાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

સમાધાનની ‘ના’ પાડતા યુવાનની હત્યાની કોશીશ: શકીલ જખરા સામે ફરિયાદ

0

સોયલ ટોલનાકા નજીક જુની અદાવતમાં યુવાનની હત્યાનો પ્રયાસ.

સમાધાનની ના પાડતા શકીલ જખરાએ પાઇપ ફટકાર્યાની રાવ : હત્યાની કોશીશની ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર 14.જામનગર ધ્રોલ હાઈવે પર આવેલા સોયલ ટોલનાકા પાસે જુની અદાવતમાં યુવાન ઉપર લોખંડના પાઈપ વડે ખુની હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામમાં રહેતા કરશનભાઈ બેચરભાઈ ચાવડા (ઉ. વ. પ૬) નામના આધેડના ભત્રીજાને દશેક માસ અગાઉ આરોપી શકીલ રહેમાન જખરા સાથે બોલાચાલી થઈ હતી જે અંગે ભત્રીજાએ સમાધાન કરી લીધું હતું. પરંતુ આધેડના પુત્ર જીતેન્દ્રભાઈ (ઉ.વ. ૩૦)એ સમાધાન કર્યું ન હતું. જે બાબતનો ખાર રાખીને યુવાન જીતેન્દ્રભાઈ સોયલ ટોલનાકા પાસેથી પસાર થતાં આરોપી શકીલએ લોખંડના પાઈપ વડે હુમલો કરીને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચડીને હત્યાનો પ્રયાસ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.