Thursday, October 15, 2026
Home Blog Page 293

લ્યો. બોલો.. ખોડિયાર કોલોનીમાં સાયકલ પર જતા સૂરજને ધમકાવીને મોબાઇલ લૂંટી લીધો

0

જામનગરના ખોડીયાર કોલોનીમાં સાયકલથી જતા યુવાનના મોબાઇલની લુંટ..

દેશ દેવી ન્યુઝ જામનગર 14. જામનગર શહેરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતો સુરજ મુકેશભાઈ ગોહિલ (ઉ.વ.19) નામનો યુવક શનિવારે બપોરના સમયે પુરોહિત સ્કૂલ પાસેથી તેની સાઈકલ પર જતો હતો ત્યારે પાછળથી આવેલા નંબર પ્લેટ વગરના એકસેસ મોટરસાઈકલ પર આવેલા આશરે 25 વર્ષના લાલ કલરનો શર્ટ અને બ્લૂ કલરનું પેન્ટ પહેરેલા શખ્સે યુવકને આંતરીને ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી ખીસ્સામાં રહેલો રૂા.6900 ની કિંમતના મોબાઇલ ફોનની લૂંટ ચલાવી નાશી ગયો હતો હતો. બાદમાં યુવકે પોલીસને સધળી હકીક્તની  જાણ કરતા સીટી-સીના  પીએસઆઈ એચ.જે. પરિયાણી તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

જામનગરના ઇસ્કોન મંદિરમાં ચૈતન્ય કથાનું હકુભાના હસ્તે શુભારંભ

0

જામનગરના ઇસ્કોન મંદિરમાં ચૈતન્ય કથાનું આયોજનધારાસભ્ય હકુભાના હસ્તે ‘ગોવિંદદાસ પ્રસાદાલય’નો શુભારંભદેશ દેવી ન્યુઝ જામનગર 14.જામનગર ખાતે ઈસ્કોન મંદિર હરે રામ – હરે કૃષ્ણ આવેલ છે ત્યાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન માટે જાય છે અને આ મંદિર દ્વારા સમગ્ર વર્ષ્ દરમ્યાન અનેકવિધ સામાજીક અને ધાર્મિક પ્રવૃતિઓ કરવામાં આવે છે, જેના ભાગરૂપે ત્યાં ચૈતન્ય કથાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે અને ત્યાં જે શ્રધ્ધાળુઓ દર્શનાર્થે જાય તેમના માટે મહાપ્રસાદની વ્યવસ્થા માટે ગોવિંદદાસ પ્રસાદાલય નો શુભારંભ જામનગર શહેરના ધાસભ્ય ધર્મેન્દ્રસિંહ એમ઼ જાડેજા(હકુભા) ના વરદ હસ્તે કરવામાં આવેલ.આ પ્રસંગે નંદગાંવથી ખાસ શૈવ્યદાસજી સ્વામી, જામનગર ઇસ્કોન મંદિરના મુરલીધરદાસજી, જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જીલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, જલારામ મંદિર-હાપાનાં ટ્રસ્ટી રમેશભાઈ દતાણી વગેરે ઉપસ્થિત રહી ખાસ ઈસ્કોન મંદિર દ્વારા જે ભાવપૂર્વક ભજન-ર્ક્તિન કરવામાં આવે છે. તેમાં તમામ મહાનુભાવો ભક્તિભાવ સાથે રસબોળ થયેલ.

ગુરૂદ્વારા ચોકડી પાસે રાંદલનગરના યુવાન પર છરી-ઘોડા વડે હુમલો

0

જામનગરના ગુરૂદ્વારા ચોકડીએ યુવાન ઉપર ધોકા-છરી વડે જીવલેણ હુમલો: બે શખસ સામે ફરિયાદદેશ દેવી ન્યુઝ જામનગર 14. જામનગર શહેરમાં રાંદલનગર વિસ્તારમાં રહેતાં ભગીરથસિંહ કેશુભા ઝાલા અને હરપાલસિંહ ઝાલા બન્ને યુવાનો રવિવારે મધ્યરાત્રિના સમયે પ્રદર્શન મેદાન ખાતે ક્રિકેટ ટૂર્નામેન્ટ જોવા ગયા હતાં તે દરમિયાન હાર્દિકસિંહ ઉર્ફે બાપુડી ચુડાસમા અને જય જેઠવા નામના બે શખ્સો આ બન્ને યુવાનોને જોઇ ગયા હતાં અને 11 માસ અગાઉ ભગીરથસિંહના ભાઈ જયદેવસિંહનું એક ઓટો રીક્ષા સાથે અકસ્માત થતા હાર્દિકસિંહએ રીક્ષાવાળાનો પક્ષ લઇ ઝઘડો કર્યો હતો.તે બાબતે ભગીરથસિંહે હાર્દિકસિંહને પૂછયું હતું. જેથી હાર્દિકસિંહ અને જય જેઠવા બન્ને ચાલ્યા ગયા હતાં. ત્યારબાદ ભગીરથસિંહ અને હરપાલસિંહ ઘરે જતાં હતાં તે દરમિયાન ગુરૂદ્વારા ચોકડી પાસે પાન મસાલો લેવા ઉભા હતાં તે સમયે હાર્દિકસિંહ અને જય જેઠવા નામના બન્ને શખ્સોએ આવીને ધોકા વડે તથા સોડાની બોટલોના છૂટા ઘા મારી હુમલો કર્યો હતો અને ત્યારબાદ બન્ને યુવાનો ઉપર પત્થર વડે તથા ધોકા વડે હુમલો કર્યો હતો તેમજ જય જેઠવા છરી લઇને મારવા દોડતા ભગીરથસિંહ અને હરપાલસિંહ ત્યાંથી ગાડી લઇને નિકળી જતાં તેઓની જીજે-10-ડીએ-0758 નંબરની કારમાં છૂટા પત્થરોના ઘા મારી કાચ તોડી નાખ્યા હતાં. બન્ને યુવાનો ઉપર કરાયેલા જીવલેણ હુમલામાં ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતા પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ ભગીરથસિંહ ઝાલાના નિવેદનના આધારે બે શખ્સો વિરૂધ્ધ હુમલો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

પટેલ કોલોનીમાં યુવતિ ઉપર આબરૂ લેવાના ઇરાદે હુમલો કરતો કારચાલક

0

જામનગરના પટેલ કોલોની શેરી નં.૫ ના રસ્તે યુવતિ પર નિર્લજ્જ હુમલો કરતા કારચાલક.

યુવતિને ઢીકાપાટુનો મારા મારી આબરૂ લેવાના ઈરાદે હુમલો કરી ‘બાપુડી’ નાશી ગ્યો..દેશ દેવી ન્યુઝ જામનગર 14 . જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પરના વિસ્તારમાં રહેતી યુવતી રવિવારે રાત્રિના સમયે પટેલ કોલોની શેરી નં.5 સામેના માર્ગ પર નાસતો કરતી હતી તે દરમિયાન ત્યાંથી પસાર થતા જીજે-10-સીએન-3976 નંબરના કારચાલક શખ્સે યુવતી સામે જોઇને જોરથી હોર્ન વગાડતા યુવતીએ હોર્ન વગાડવાની ના પાડતા કારચાલક શખ્સે યુવતીને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી આબરૂ લેવાના ઈરાદે હુમલો કરી નાશી ગયો હતો.ત્યારબાદ યુવતીએ પોલીસમાં જાણ કરતા પીએસઆઈ એ.બી. સપિયા તથા સ્ટાફે જીજે-10-સીએન-3976 નંબરના કારના ચાલક બાપુડી સામે ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

દિગ્જામ સર્કલ પાસેની આનંદ સો.માં ઘર પાસે ઉભા રહેવાની ના પાડતા બાવાજી શખ્સ પર 4 શખ્સોનો જીવલેણ હુમલો

0

ધર પાસે ઉભા રહેવાની ના પાડતા બાવાજી યુવાન પર ૪ શખ્સોનો હિચકારો હુંમલો. 

શહેરના દિગ્જામ સર્કલ એરફેસ પાસે આવેલ આંનદ સોસાયટી નજીકનો બનાવ. 

આરોપી :- (૧ ) અભીષેક તથા ( ૨ ) સની (૩ ) બબી ( ૪ ) એક અજાણ્યો શખ્સ રહે બધા જામનગર. દેશ દેવી ન્યુઝ જામનગર ૧૩.જામનગર શહેરના એરફોર્સ રોડ દિગ્જામ મીલ આનંદ સોસાયટી પાસે શિવ કરીયાણાની  દુકાન પાસે આરોપી સની અને બબી નામના શખ્સો બીનજરૂરી કામકાજ વગર ઉભા હોય જેઓને પ્રદિપભાઈ દુધરેજીયાએ ઉભા રહેવાની ના પાડતા જે વાત નો ખાર રાખી બાલાજી પાર્ક રોડ પર ઉપરોકત ચારેય આરોપીઓ ઉભા હોય જે આરોપીઓ પ્રદિપને જોઇ જતા પ્રદિપને ઉભા રાખી જેમા અભિષેકે તેની પાસે રહેલ લાકડાના ધોકાના બે ‘ધા’ પ્રદીપભાઇ વિષ્ણુભાઇ દુધરેજીયાના માથામાં ફ્ટકારેલ તથા સાથે રહેલ સનીએ તેના હાથમાં રહેલ મુઠ વડે પ્રદીપભાઈના નાક પર ઠોસાનો માર મારેલ એટલેથી ન અટકતા બબી અને તેની સાથે રહેલો અજાણ્યા શખ્સે પ્રદીપભાઈને  ઢીકા પાટુનો માર મારી માથાના ભાગે તથા નાક પાસે ટાકાની ગંભીર ઇજા પહોંચાડેલ મનફાવે તેવી ગાળો આપી તેમજ જાન થી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતા.આથી પ્રદિપને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આથી પ્રદિપભાઈએ પોતાને માર મારવા બદલ ચાર આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોધાવી છે.આથી પોલીસે ઈ.પી.કો. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ ( ૨ ) ,૧૧૪ તથા જી.પી , એકટ કલમ -૧૩૫ ( ૧ ) મુબજ ગુનો નોંધી આરોપીની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. વધુ તપાસ સીટી-સી ડિવિઝનના PSI એચ.જે પરિયાણી ચલાવી રહ્યા છે.

વાડીનાર ગામે નજીવી બાબતે પ્રૌઢ પર હિચકારો હુમલો: પિતા-પુત્ર સામે ફરિયાદ

વાડીનાર ગામે નજીવી બાબતે પ્રૌઢ પર હિચકારો હુમલો: પિતા-પુત્ર સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર 12.ખંભાળિયા: ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે હુસેની ચોક ખાતે રહેતા સુલેમાન અબ્દુલભાઈ સંઘાર નામના 55 વર્ષના પ્રૌઢને આ જ ગામના અયુબ અબ્બાસ સંઘાર તથા તેના પુત્ર અફરોજ અયુબ સંઘાર સામે બિભત્સ ગાળો કાઢી, લોખંડના પાઈપ તથા મૂઠ વડે માર મારી, ઇજાઓ કરવા ઉપરાંત મારી નાખવાની ધમકી આપવા સબબ વાડીનાર મરીન પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી સુલેમાનભાઈના ઘર પાસે આરોપી અફરોજ અયુબ સંઘાર તેના મોટરસાયકલ પર પુરઝડપે નીકળતા આ બાબતે સુલેમાનભાઈએ અફરોજને ટપારતા તેનો ખાર રાખી તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે આઈપીસી કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના સ્વસ્તિક સોસાયટીમાં રહેતા કે.ડી પારેખ અને તેના બે પુત્રો સહિત 8 સામે પટેલ મહિલાએ નોંધાવી ‘૩૦૬’

0

આપધાત કરવા મજબૂર કરનાર ૮ વ્હાઈટ કોલર વ્યાજખોર સામે પોલીસ ફરીયાદ

જામનગરમાં હરીયા કોલેજ પાસે રહેતા પટેલ મહિલાઓ ૮ શખ્સ સામે જમીન, પૈસા, દાગીના પચાવી પાડવા સબબ નોંધાવી ફરીયાદ

આરોપી:- ( ૧ ) કૌશીક દેવીદાસ પારેખ ( કે.ડી.પારેખ રહે . સ્વસ્તીક સોસાયટી જામનગર તથા ( ૨ ) ચીરાગ કૌશીક પારેખ તથા ( ૩ ) દર્શક કૌશીક પારેખ બંને જોધપુર ચાર રસ્તા અમદાવાદ ( ૪ ) રમેશભાઈ માધવજીભાઈ મોલીયા રહે.રધુવીર સોસાયટી – ર સુમેર કલબ રોડ જામનગર તથા ( ૫ ) શૈલેષ છગનભાઈ સભાયા રહે.શાંતીનગર શેરી નં -૨ જેકુરબેન સ્કુલ પાસે જામનગર તથા ( ૬ ) મહેન્દ્રસિંહ બી ચાવડા રહે . ન્યુ જામનગર ખંભાળીયા બાયપાસ રોડ જામનગર ( ૭ ) કીર્તીસિંહ કે જાડેજા રહે.જામનગર ( ૮ ) કીરીટભાઈ સોની રહે. ચાંદીબજાર રહે.જામનગરદેશ દેવી ન્યુઝ જામનગર ૧૨. શહેરના હરીયા કોલેજ પાસે કૈલાશનગર શેરી નં-૪ માં રહેતા ગીતાબેન સંઘાણીના પતિએ ગત તારીખ ૨૮- ૧-૨૨૨ના રોજ કનસુમરા ફાટક નજીક ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી જીદંગી ટુકાવી હતી છતાં લેણદારના ત્રાસથી કંટાળી જઈ મહિલાઓ ૮ શખ્સો સામે મરીજવા મજબૂર સહિતની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામેલ.

સુત્રોમાથી પ્રાપ્ય વિગત મુજબ ડોઢ મહિના પહેલા જેન્તીભાઈ વલ્લભભાઈ સંઘાણી નામના પટેલે આર્થિક સંકડામણથી કનસુમરા રેલ્વે ફાટક નજીક પડતું મૂકી આત્મહત્યા કરી હતી પરંત લેણદારદાર દ્વારા વારંવાર પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હતીતેમાના  કૌશીક દેવીદાસ પારેખ ( કે.ડી.પારેખ ) રહે . સ્વસ્તીક સોસાયટી જામનગર વાળા પાસે આ કામેના મરણજનારને છેલ્લા પંદરેક વર્ષ દરમ્યાન તેઓને આપેલ અંદાજે સાત થી આઠ કરોડ રૂપીયા માંગતા હોય જે રૂપીયા નહી આપવા માટે મરણજનારને દબાણ હેઠળ રાખી માનસિક ત્રાસ આપી વાયદાઓ આપતા હોય તેમજ  કૌશિક પારેખના બંને પુત્રો ચીરાગ તથા દર્શક  હોય અને તેઓ પોતાના પિતા પાસેથી આ કામેના મરણજનારને રૂપીયા નહી માગવા માટે ફોન પર ધમકીઓ આપી હતીરમેશભાઈ માધવજીભાઈ મોલીયા, શૈલેષ છગનભાઈ સભાયા,મહેન્દ્રસિંહ બી ચાવડા તથા ,કીર્તીસિંહ કે જાડેજાએ જેન્તીભાઈ પટેલને  ઉંચા વ્યાજે રકમ આપી અને તેની રકમ આપી દીધા બાદ વ્યાજ સહીતની રૂપીયાની ઉઘરાણી કરી દબાણ કરતા હોય

તેમજ આરોપી શૈલેષભાઈએ વ્યાજની ઉઘરાણી માટે મરણજનારની ખેતીની જમીનનો દસ્તાવેજ પોતાના નામે કરી લીધેલ તેમજ આરોપી કીરીટભાઈ સોનીએ મરણજનારના ઘરનુ સોનુ ઉંચા વ્યાજે જમા રાખી તમામ આરોપીઓએ મરણજનારને રૂપીયાની ઉઘરાણી માટે ધાક ધમકી તથા દબાણ આપી મરણજનારને માનસિક ત્રાસ આપી મરી જવા મજબુર કરતા મરણજનાર ટ્રેનમા નીચે કપાઈ જતા આત્મહત્યા કરેલઆથી પોલીસે ગીતાબેન વલ્લભભાઈ સંઘાણીની ફરીયાદ પરથી IPC- કલમ -૩૦૬,૫૦૬ ( ૨ ) , ૧૧૪ તથા ધ ગુજરાત મની લેડર્સ એક્ટ -૨૦૧૧ ની કલમ -૫,૩૩,૪૦,૪૨ મુજબ ગુન્હો નોંધી આરોપીની શોધખોળ આદરી છે. વધુ તપાસ પંચ-બીના PSI જયદીપસિંહ પરમાર ચલાવી રહ્યા છે.હાલ જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં મકાન પચાવી પાડવા સબબ બે “ભોય” બંધુઓ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદથી ખળભળાટ

0

જામનગરના આણદાબાવા ચકલા વિસ્તારમાં મકાન પચાવી પાડવા સબબ બે ભાઇઓ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદમકાન માલિક દ્વારા મામલો કલેકટર સમક્ષ લઇ જવાયા પછી ચાર વર્ષથી મકાનનો કબજો કરીને બેઠેલા બે ભાઈઓ સામે ગુનો નોંધાયો

ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નીતીશ કુમાર પાંડે ફરિયાદની ઊંડાણપૂર્વક ની તપાસ કરવાનો આદેશ

ફરિયાદી: કલ્પેશભાઈ કિશોરચંદ્ર મહેતા (મુળ જામનગર, હાલ,જુનાગઢ)આરોપી: (1) ધર્મેશ ભગવાનજીભાઈ દાઉદીયા ઉર્ફે ભુરાભાઈ હકાભાઈ દાઉદિયા (ર) કમલેશ ભગવાનજીભાઈ દાઉદીયા ઉર્ફે બંસીભાઈ હકાભાઇ દાઉદીયા.

દેશ દેવી ન્યુઝ જામનગર 10 . મૂળ જામનગર ના વતની અને હાલ જૂનાગઢમાં રહેવા ચાલ્યા ગયેલા કલ્પેશભાઈ કિશોરચંદ્ર મહેતા કે જેઓનું આણદાબાવા ચકલા વિસ્તારમાં પગલા શેરીમાં આસ્થા નામનું મકાન આવેલું છે, જે મકાન માં છેલ્લા ચારેક વર્ષથી ધર્મેશ ભગવાનજીભાઈ દાઉદીયા ઉર્ફે ભુરાભાઈ હકાભાઈ દાઉદિયા, અને તેના ભાઈ કમલેશ ભગવાનજીભાઈ દાઉદીયા ઉર્ફે બંસીભાઈ હકાભાઇ દાઉદીયા કે જેઓ ભાડેથી રહે છે. ઉપરોક્ત મકાન ખાલી કરતા ન હોવાથી ફરિયાદી કલ્પેશભાઈ દ્વારા જામનગરના જિલ્લા કલેક્ટર કચેરીમાં અરજી કરવામાં આવી હતી. જે અરજી ને જિલ્લા પોલીસ વડા સમક્ષ તપાસ માટે મોકલવામાં આવી હતી. જેમાં ઈન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નીતીશ કુમાર પાંડે દ્વારા ઊંડાણપૂર્વક ની તપાસ કરવાનો આદેશ કરાયો હતોજેથી સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઇ મહાવીરસિંહ જે. જલુ દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરાયા પછી આખરે બંને ભાઇઓ સામે લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે કલ્પેશભાઈ મહેતાની ફરિયાદના આધારે ધર્મેશ દાઉદીયા અને કમલેશ દાઉડીયા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ વિધયક 2020 ની કલમ 4(1), 4 (2), 4 (3), તથા કલમ 5(સી) મુજબ ગુનો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઉપરોક્ત મકાન બાબતે અગાઉ પણ બે વર્ષ પહેલાં ફરિયાદ થઇ ચૂકી છે. જોકે તેમાં ચેક રિટર્ન મામલે અન્ય બે આરોપીઓ સામે મકાનનો કબજો કરી લેવા અંગેની ફરિયાદ કરી હતી. જે સમગ્ર મામલે ઇન્ચાર્જ ડી.એસ.પી. પાંડેયેના માર્ગદર્શન હેઠળ વધુ તપાસ ચલાવાઈ રહી છે.

અધધ…જામનગર LCBને મળી મહત્વપૂર્ણ સફળતા : ઘરફોડ અને બાઇક સહિત 30 ચોરીના ભેદ ઉકેલાયો

0

જામનગર એલસીબીને મહત્વપૂર્ણ સફળતા: ઘરફોડ અને બાઇક સહિત 30 ચોરીના ભેદ ઉકેલાયો

સંજયસિંહ વાળા , દિલીપભાઇ તલાવડીયા હિતેન્દ્રસિંહ જાડેજાની બાતમીને મળી મોટી સફળતા : પ્રસંનનીય કામગીરી જામનગર સહિત અનેક શહેરોમાં ચોરીને અંજામ આપનાર બેલડીની ધરપકડજામનગર,મોરબી,જુનાગઢ,રાજકોટ,દેવભુમી દ્વારકા સહિત અનેક શહેરમાં કરેલ ચોરીનો કુલ રૂા.2 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરાયોદેશ દેવી ન્યુઝ જામનગર 10. ગત તારીખ ૯-૦૯-૨૧ ના રોજ દિવસ દરમ્યાન ફરીયાદી જગદીશભાઇ મળીયાભાઇ અરાવા રહે નાઘેડી તા જી – જામનગર નાઓના રહેણાંક મકાનમાંથી ચાંદીના કડા , કંદોરો , ઝાંઝરી તથા તાગલી મળી કિ.રૂ .૬૦,૦૦૦ / -ની ચોરીનો બનાવ બનેલ હતો જે ગુનો વણશોધાયેલ હતો.

જામનગર જીલ્લાના ઈન્ચાર્જ પોલીસ વડા  નિતેશ પાંડેયએ એલ.સી.બી. ના પો.ઇન્સ. એસ.એસ.નિનામા નાઓને મિલકત સંબંધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા જરૂરી સુચના કરેલ હોય , જેથી એલ.સી.બી. પો.ઇન્સ. ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પો.સ.ઇ. કે.કે.ગોહીલ તથા પો.સ.ઇ. આર.બી.ગોજીયા તથા બી.એમ.દેવમુરારી નાઓ તથા એલ.સી.બી. સ્ટાફના માણસો જામનગર ગ્રામ્ય વિસ્તારમાં વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.દરમ્યાન એલ.સી.બી.સ્ટાફના સંજયસિંહ વાળા , દિલીપભાઇ તલાવડીયા હિતેન્દ્રસિંહ જાડેજા , નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદાર થી હકિકત મળેલ કે , જામનગર , તથા અન્ય જીલ્લામાં અલગ અલગ સ્થળે દિવસ દરમ્યાન ચોરી આયરવામા ( ૧ ) રાજેશ રમેશભાઇ જીંજુવાડીયા ( ૨ ) રવી અશોકભાઇ રાઠોડ રહે.ધરાનગર , જામનગર નાઓની સંડોવણી હોવા અંગેની ખાનગી રાહે હકિકત મળેલ કે , દરેડ ગામના ખોડીયાર માતાજીના મંદિર પાસે બન્ને ઇસમો ઉભા હોવાની હકિકત મળતા નીચે મુજબના બન્નેને હસ્તગત કરવામા આવેલ છે.મજકુર વિરૂધ્ધ પો.સબ ઇન્સ. કે.કે.ગોહિલ ના ઓએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

આરોપી ( ૧ ) રાજેશ રમેશભાઇ જીજુવાડીયા રહે.ધરાનગર – ર , જામનગર ( ર ) રવી અશોકભાઇ રાઠોડ રહે.ધરાનગર -૧ સલીમબાપુના મદ્રેસા પાસે જામનગર – મજકુર બન્ને આરોપીઓની પુછપરછ કરતા નીચે મુજબની યોરીઓ કરેલની કબુલાત કરેલઉપરોકત્ત કામગીરી -એસ.એસ.નિનામા પોલીસ ઇન્સ નાઓની દેખરેખ હેઠળ,.પો.સ.ઇ કે.કે.ગોહિલ,પો..સ.ઇ  આર.બી.ગોજીયા, તથા પો..સ.ઇ બી.એમ.દેવમુરારી, તથા એલ.સી.બી.સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, ભગીરથસિંહ સરવૈયા, શરદભાઇ પરમાર, દિલૌપભાઇ તલવાડીયા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ સોલંકી, દોલતસિંહ જાડેજા, હીરેનમાઇ વરણવા, હરદિપભાઇ ધાધલ, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઇ મોરી, ખીમભાઇ ભોચીયા, ફીરોજભાઇ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઇ પરમાર,બળવંતસિંહ પરમાર, રાકેશભાઇ ચૌહાણ, લખમણભાઇ ભાટીયા, સુરેશભાઇ માલકીયા, ધમેન્દ્રસિંહ જાડેજા તથા દયારામ ત્રિવેદી,ભારતીબેન ડાંગર દ્રારા કરવામા આવેલ છે.

જામનગરના જગપ્રસિઘ્ધ શ્રી બાલાહનુમાન મંદિરમાં 13 કરોડ રામ મંત્રની સ્થાપના કરાશે

જામનગરના જગપ્રસિઘ્ધ શ્રી બાલાહનુમાન મંદિરમાં 13 કરોડ રામ મંત્રની સ્થાપના કરાશે

દેશ દેવી ન્યુઝ જામનગર 10 .જામનગરના વિશ્વ વિખ્યાત શ્રી બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં 13 કરોડ રામમંત્રની આગામી વિજયા દસમીએ સ્થાપના કરવામાં આવશે. જેને પગલે આ મંદિર ગુજરાતના સૌ પ્રથમ મંત્ર મંદિર તરીકે પણ ઓળખાશે. જામનગરમાં તળાવની પાળ પાસે આવેલ શ્રી બાલા હનુમાન મંદિરમાં તા.1-8-1964ના રોજ સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા શ્રી રામ જયરામ જય જય રામ મંત્રની આહલેખ જગાવવામાં આવી હતી. તે દિવસથી આજ સુધી વર્ષના ત્રણસો પાંસઠ દિવસ આ મંત્રની અખંડ ધૂન મંદિરમાં ગવાઈ રહી છે અને કરોડો મંત્રનો ઉચ્ચાર થઈ ચૂક્યો છે.

આ અખંડ રામધૂનને 27 હજારથી વધુ દિવસ એટલે કે 57 વર્ષથી વધુ સમય થઇ ગયો છે અને 58 મુ વર્ષ ચાલે છે. આ અખંડ રામધુનને લીધે જામનગરના આ બાલા હનુમાન મંદિરને બે વખત ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. જેથી આ મંદિર વિશ્વભરમાં જાણીતું બન્યું છે. આ મંદિરના ટ્રસ્ટી દ્વારા એક નવતર પ્રયોગ કોરોનાં કાળના છેલા ત્રણ – સાડા ત્રણ મહિનાથી હાથ ધરાયો છે.શ્રી રામ મંત્રના લેખન માટે ખાસ બુક છપાવવામાં આવી છે અને ભવિકોને લખવા માટે કરી છે.આ પ્રકલ્પ પૂરો થવાથી જામનગરનું શ્રી બાલા હનુમાન મંદિર ગુજરાતનું સૌ પ્રથમ મંદિર બનશે જેમાં આટલી મોટી સંખ્યામાં મંત્રોની સ્થાપના થઇ હોય.

error: Copying and use of the content of the website is considered as illegal activity.