Thursday, October 15, 2026
Home Blog Page 294

મોરકંડા રોડ ખાતેની સોસાયટીમાંથી કુલ 23 ચોરાઉ સાયકલ સાથે સાહીલની ધરપકડ

0

મોરકંડા રોડ ખાતેની સોસાયટીમાંથી કુલ 23 ચોરાઉ સાયકલ સાથે સાહીલની ધરપકડ

જામનગરમાં થતી સાયકલ ચોરીનો ભેદ ઉકેલતી સીટી-એ ડીવીઝન પોલીસ

તળાવની પાળેથી એક સાથે ચાર સાયકલ ચોરી થયા બાદ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા

આરોપી શખસ શહેરના જુદા-જુદા વિસ્તારમાંથી સાયકલ ચોરી કરીને સસ્તા ભાવે વેંચી નાંખતો હતો

દેશ દેવી ન્યુઝ-જામનગર O9. જામનગર શહેરમાં બાઇક ચોરીના અવાર-નવાર બનાવ બનતા હોય છે જેમાંથી મહંદઅંશે જામનગર પોલીસ બાઇક અને તેને ચોરનાર આરોપીઓને ઝડપી લેતી હોય છે પરંતુ હમણા છેલ્લા ઘણા દિવસથી શહેરમાં સાયકલ ચોરીના બનાવ પોલીસ ચોંપડે નોંધાયા હોય જેના પરથી જણાઇ આવ્યું હતું કે કોઇ સાયકલ ચોર ટોળકી સક્રિય બની છે અને શહેરના જુદા-જુદા વિસ્તારોમાંથી સાયકલ ચોરી કરી રહી છે. ખાસ કરીને શહેરના તળાવની પાળેથી એકી સાથે ચાર-ચાર સાયકલ ચોરીના બનાવથી સીટી-એ ડીવીઝન પોલીસ હરકતમાં આવી ગઇ હતી.

સાયકલ ચોરીના આ બનાવથી જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટાફ તપાસમાં લાગી ગયો હોય દરમ્યાન, આજ તા.8-3-2022ને મંગળવારના રોજ પોલીસ સ્ટાફના પ્રવિણભાઇ પરમાર, વનરાજભાઇ ખવડ, યોગેન્દ્રસિંહ સોઢા, મહાવીરસિંહ જાડેજા, મેહુલભાઇ વીસાણી,શિવરાજસિંહ રાઠોડ વગેરે એ-ડીવી. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય ત્યારે મોરકંડા રોડ ઉપરથી આવતા હોય ત્યારે વનરાજભાઇ ખવડ અને મહાવીરસિંહ જોડજાને મળેલી ખાનગી બાતમી મળેલ કે, ગરીબનવાજ પાર્ક શેરી નં.3માં રહેતા સાહીલ ઉમરફારૂકભાઇ શેખ નામનો શખસ પોતાના મકાનની ગલીમાં આવેલ એક ખંઢેર જેવા મકાનમાં સાયકલ ચોરી કરીને રાખતો હોય અને આવી સાયકલને સસ્તા ભાવે વેંચી નાંખે છે.આ બાતમીના આધારે એ-ડીવીઝન પોલીસે ઉપરોકત્ત સ્થળે દરોડો પાડતા આ ખંઢેર જેવા મકાનમાંથી અલગ-અલગ કંપનીની કુલ ચાર સાયકલ મળી આવી હતી અને આરોપી શખસ સાહીલ પણ ત્યાં હાજર હોય જેથી તેની અટકાયત કરી પુછપરછ કરાઇ હતી અને તેણે આ ચાર સાયકલો તળાવની પાળ ખાતેથી ચોરી કરી હોવાની પોલીસને જણાવ્યું હતું. પોલીસે ચારેય સાયકલ જે હીરો સ્પ્રીન્ટ,હરક્યુલસ, હીરો અને એવોન કંપનીની હોય તેને મુદ્દામાલ તરીકે જપ્ત કરી હતી.

આ ઉપરાંત પોલીસે આ ખંઢેર જવા લાગતા મકાનના બીજા રૂમમાં તલાસી લેતા ત્યાંથી અલગ-અલગ કંપનીની કુલ 19 સાયકલ મળી આવી હતી, આથી દરોડામાં કુલ 23 સાયકલ પોલીસે જપ્ત કરી હતી.

આ દરોડામાં પોલીસે આરોપી શખસ સાહીલ ઉમરફારૂકભાઇ શેખની કલમ 102 અને 379 મુજબ કાયદેસર રીતે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે આમ, જામનગર સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટાફને શહેરમાં છેલ્લા ઘણા સમયથી થતી સાયકલ ચોરીઓનો ભેદ ઉકલવામાં સફળતા મળી છે.

કાલાવડના ઘનુધોરાજીમાં પિતાના ઘરે આવેલ પરણીતા બની લાપતા

0

અગાઉ એક વર્ષ પહેલા પણ પુત્રી દિપ્તી જતી રહી હોવાનું પોલીસમાં થયું જાહેર 

પરિણિતાને હરીપરનો મોસીન નામનો શખસ ભગાડી ગયાની શંકાને આધારે તપાસ શરૂ.

દેશ દેવી ન્યુઝ જામનગર O9.કાલાવડના ધુનધોરાજીમાં પિતાના ઘરે આવેલી પરિણિત પુત્રી લાપતા જામનગર  આવી ન હતી . જેથી પિતાએ કાલાવડના ધુનધોરાજીમાં પિતાના ઘરે આટો દેવા આવેલી પરિણિતાને હરીપર ગામનો શખસ ભગાડી ગયો હોવાની આશંકાએ પિતાએ પોલીસમાં જાહેર કર્યુ છે.

કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામમાં રહેતા વલ્લભભાઈ વીરાણી કાલાવડ ગામ્ય પાં લીસ સ્ટેશનમાં ગમનાંધ કરાવી છે અને દીપ્તીને એક વર્ષ પહેલા કાલાવડ તાલુકાના હરીપર ગામનો મોસીન સાથે જતી રહી હતી . મોસીનના મોબાઈલ નંબર ઉપર કોલ કરતાં તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો . જેથી આ વખતે પણ તેણીને મોસીન ભગાડી ગયો હોવાની શંકા દર્શાવી છે. આ ગુમનોંધની જમાદાર વી.વી.છૈયાએ તપાસ હાથ નામના આધેડની પુત્રી દિપ્તીના લગ્ન થઈ ગયા હતાં અને તેણી આટો દેવા માટે આવી હતી અને ગત તા.પના રોજ રાત્રીના સુઈ ગયા બાદ વહેલી સવારના ચારેક વાગ્યે માતા પ્રવિણાબેન જાગીને જોતાં તેની દિકરી દિપ્તી જોવા ન મળતાં આડોશ – પાડોશમાં તપાસ કરી હતી . દિકરીના સાસરીયાઓમાં અને સગા સંબંધીઓમાં તપાસ કરતાં તેણી મળી ધરી છે.

સાત રસ્તા નજીક કેનાલમાંથી લાપતા યુવતિનો મૃતદેહ મળી આવતા ખળભળાટ

0

જામનગર શહેરના સાત રસ્તા નજીક ઝુપડપટ્ટીમાં રહેતી લાપતા યુવતિનો મૃત્તદેહ મળી આવતા ચકચાર 

યુવતી શનિવારથી ગુમ થયા અંગેની પરિવારે પોલિસમાં જાણ કરાઈ હતી. 

યુવતીનું નામ:- સોનુબેન ભોલાભાઈ દેવી પુજક ઉ-વર્ષ-૧૮ હોવાનું તારણ. દેશ દેવી ન્યુઝ 08. જામનગર શહેરના 7 રસ્તા  PGVCL નજીક આવેલ ઝૂપડપટ્ટીમાં રહેતી સોનુબેન ભોલાભાઈ દેવી પુજક ઉ-વર્ષ-૧૮ યુવતિનો મૃતદેહ પડ્યા હોવાની જાણ થતા પોલીસ અને ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી.

યુવતિની ઓળખ થતા યુવતિ શનિવારના રોજ લાપતા બની હતી અને માનસિક અસ્થિર મગજની હોવાની તેની દવા પણ ચાલુ હતી પરિવારે નજીકના પોલીસ સ્ટેશને લાપતા થયાની જાણ પણ કરવામાં આવી હતી.કેનાલમાં મૃતદેહ પડ્યો હોવાની જાણ થતા સ્થળ પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા પોલીસે ફાયરની મદદથી મૃતદેહને બહાર કાઢી મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે જી.જી હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ સાથે જ સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ધમભા ઝાલા સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો.

ખંભાળિયાના બારા ગામે બે ‘દરબાર’ પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ: મહિલા સહિત 3 ઘાયલ

ખંભાળિયાના બારા ગામે બે પરિવાર વચ્ચે સશસ્ત્ર અથડામણ: મહિલા સહિત 3 ઘાયલ, સારવાર માટે જામનગર ખસેડાયા.દેશ દેવી ન્યુઝ જામનગર : 07. ખંભાળિયાના બારા ગામે બે પરિવાર વચ્ચે જુની અદાવતમાં મારામારી થતાં એક મહિલા સહિત ત્રણ શખસો ઘાયલ થતા હતાં. ઘાયલોને જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ખંભાળિયા તાલુકાના બારા ગામે જુની અદાવતમાં બે પરિવાર વચ્ચે રવિવારે બપોરે ધોકા, કુહાડી, હાથા, પાવડા વગેરે હથિયારો સાથે ધીંગાણું ખેલાયુ હતું. જેમાં અભયસિંહ ભૂપતસિંહ જાડેજા, કુસુમબા કીરીટસિંહ જાડેજા અને કીરીટસિંહ જાડેજા નામના ત્રણ શખસોને ઇજા પહોંચતા ત્રણેયને પ્રથમ ખંભાળિયા બાદમાં વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જયાં બંને પક્ષ દ્રારા સામસામી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ભાણવડમાં સસ્તા ભાવે મકાન પચાવી લેવાના ઇરાદે વૃદ્ધની હત્યા

ભાણવડમાં વૃધ્ધની હત્યા સસ્તા ભાવે મકાન પચાવી લેવાના ઇરાદે સલીમ મનસુરઅલી સમનાણીએ હત્યા કરી હોવાની ફરિયાદના આધારે પોલીસે શરૂ કરી તપાસ : આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન

દેશ દેવી ન્યુઝ O7: ભાણવડમાં વેરાડ નાકા વિસ્તારમાં આવેલી કાણીયા મામા ચોક વાળી શેરીમાં રહેતા અને હાલ નિવૃત જીવન જીવતા મનસુરભાઇ કાસમભાઇ કોટડીયાના 63 વર્ષના વૃધ્ધના બે સંતાનો વિદેશ સ્થાયી થયેલા છે અને તેઓ અહી એકલવાયુ જીવન વિતાવતા હોય. તેઓનું એક બંધ મકાન ભાણવડમાં દિવડી સોસાયટી ખાતે રહેતા સલીમ મનસુરઅલી સમનાણી નામના એક યુવાનને જોઇતુ હતું. આ મકાન સસ્તી કિંમતમાં જોઇતુ હોવાથી અને મકાનના માલીક મનસુરભાઇ કોટડીયા તેમને કોઇ પણ હિસાબે પોતાનું મકાન વેચવા તૈયાર નહોતા.આ બાબતનું મનદુ:ખ રાખી, જુમા મસ્જીદ રોડ વિસ્તારમાં રહેતા આસીકભાઇ હસનઅલી કડીવાર નામના તેમના સબંધીના ઘર પાસે આરોપી સલીમએ મનસુરભાઇ સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ સલીમે મનસુરભાઇને ગાળો કાઢી તેમના ઘરે સ્કુટર પર જઇ અને તેના નેફામાં રહેલી છરી મનસુરભાઇ કોટડીયાના શરીરમાં ઝીંકી દીધી હતી.આથી લોહી લુહાણ હાલતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં તેમને ઇમરજન્સી ૧૦૮ વાન મારફતે સ્થાનીક હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસે આશીકભાઇ હસનઅલી કડીવાર (ઉ.વ.૨૭)ની ફરીયાદ પરથી તેમના મોટાબાપુની હત્યા નિપજાવવા સબબ સલીમ મનસુરઅલી સમનાણી સામે કલમ ૩૦૨, પ૦૪ તથા જી.પી.એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અચીજા મેન્સવેરમાં કપડા લેવા ગયેલા રબારી વિદ્યાર્થીને દુકાનદારે કપડાની જેમ ધોયો: 2 શખ્સ સામે ફરિયાદ.

0

અચીજા મેન્સવેરમાં કપડા લેવા ગયેલા રબારી વિદ્યાર્થીને કપડાની જેમ ધોયો: ૨ શખ્સ સામે પોલીસ ફરિયાદ.

કપડામાં ભાવ ફેરફાર કરવાનું કહેતા દુકાનદારે ઉશ્કેરાઈ જઈ માર મારતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશનઆરોપી:- ( ૧ ) દીપકભાઈ તથા ( ૨ ) મનીષભાઈ રહે . અચીજા મેન્સવેર સ્ટેરલાઈટ પોઈન્ટ બેડીના નાકા પાસે જામનગર. દેશ દેવી ન્યુઝ જામનગર:06. જામનગર શહેરના ખોડીયાર કોલોની રોયલ પુષ્પ પાર્ક પાસે રહેતા નારણભાઈ સામતભાઈ ખાંભલા બેડીનાકા પાસે સ્ટેર લાઇટ કોમ્પલેક્સમાં આવેલ અચીજા મેન્સવેર નામની કપડાની દુકાન પર કપડાની ખરીદી કરવા ગયેલ ત્યારે નારણભાઈએ દુકાનદારને કપડાના ભાવ ફેરફાર કરવાનુ કહેતા દુકાનદાર દીપકભાઈએ એકા-એક ઉશ્કેરાઈ જઈ ગાળા ગાળી કરી નારણભાઈનુ ગળુ પકડી દુકાનની બહાર લઈ ગયેલ અને ત્યા બહાર પડેલ પ્લાસ્ટીકના ટેબલ વડે નારણભાઇ ને મોઢાના તથા માથાના તથા પીઠના ભાગે મુઢ ઈજા કરેલ અને નાકની બન્ને બાજુ તથા ગળાના ભાગે તથા ડાબા કાન નીચે તથા ડાબા હાથની કોણીમા તથા કાડાના ભાગે ઉજરડા કરી ઈજાઓ કરેલ અને દુકાનમાં હાજર બીજા શખ્સ મનીષભાઈ  નારણભાઈ ખાંભલાને ઢીકાપાટુનો માર મારી ડાબા હાથમા તથા ડાબા પગની ઘૂંટીમા તથા પીઠના ભાગે મુઢ ઈજાઓ પહોચાડી હતી.આથી પોલીસે નારણભાઈ સામતભાઈ ખાંભલાની ફરીયાદ પરથી બે શખ્સ વિરૂદ્ધ IPC-કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪ , ૧૧૪ તથા જી.પી.એકટ કલમ -૧૩૫ (૧ ) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

જામનગરવાસીઓ સાવધાન…! : તા. 6 થી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસ યોજશે ટ્રાફિક ડ્રાઇવ 

0

જામનગરવાસીઓ સાવધાન…! : તા. 6 થી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસ યોજશે ટ્રાફિક ડ્રાઇવ 

ટુ વ્હીર ચલાવતી વખતે હેલ્મેટ નહીં પહેર્યુ હોય અને કાર હંકારતી વખતે સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો પોલીસ તમને સીધો દંડ ફટકરાશે

હેલ્મેટ કે કારમાં સીટ બેલ્ટ વિના વાહન ચલાવવું પડશે ભારે.

ટ્રાફિક નિયમ ભંગ કરનાર સામે કડક પગલા લેવા આદેશ

ગુજરાત પોલીસને આ મામલે આદેશ આપવામાં આવ્યો છે.

દેશ દેવી ન્યુઝ જામનગર 05. ગુજરાત પોલીસ દ્વારા આગામી તા. 6થી 15 માર્ચ દરમિયાન એક સ્પેશિયલ ડ્રાઈવ યોજવામાં આવશે. આ સમયે જોઈ કોઈ વાહન ચાલકે હેલ્મેટ વિના કે પછી કારનો સીટ બેલ્ટ નહીં બાંધ્યો હોય તો દંડ થશે. સાથે જ પોલીસને એવો પણ આદેશ કરવામાં આવ્યો છે કે, શહેર અને જિલ્લામાં રોજની કામગીરીની સમીક્ષા કર્યા બાદ તેનો અહેવાલ પણ મોકલવામાં આવે.

ગુજરાત પોલીસ માટે જાહેર કરવામાં આવેલા પત્રમાં કહેવાયુ છે કે, સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી દ્વારા રાજ્યની સમાયાંતરે યોજાતી સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં રોડ સેફ્ટીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ સમીક્ષા બેઠકમાં રાજ્યમાં થતા અકસ્માતોની ચર્ચા કરવામાં આવી હતી. તેમજ રોડ અકસ્માતમાં ઘટાડો લાવવા માટે તેમજ ટ્રાફિક નિયમોની સુયોગ્ય અમલવારી કરાવવા માટે ગુજરાત પોલીસને આદેશ કરવામાં આવ્યો છે.આ બેઠકમાં ટ્રાફિક એન્સફોર્સમેન્ટ અંગેની કામગીરીમાં હેલ્મેટ તથા સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસો કરવા માટે જણાવવામાં આવ્યું છે. જેના ભાગ રૂપે આગામી 6થી 15 માર્ચ સુધી ગુજરાત પોલીસની ખાસ ડ્રાઈવ યોજાશે. આ ડ્રાઈવમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના વધુમાં વધુ કેસ દાખલ કરવામાં આવશે. શહેર અને જિલ્લાઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવાની હોવાથી રોજેરોજ કરવામાં આવેલી કામગીરીનો અહેવાલ પણ સોંપવાનો રહેશે.આ આદેશ બાદ ગુજરાત પોલીસ દ્વારા આગામી 6થી 15 માર્ચ સુધી વિવિધ વિસ્તારોમાં આ ખાસ ડ્રાઈવ યોજાશે. જેમાં પોલીસ દ્વારા હેલ્મેટ અને સીટ બેલ્ટ ભંગના વઘુમાં વધુ દંડ કરવામાં આવશે. મહત્વનું છે કે, કોરોનાકાળ દરમિયાન ગુજરાત પોલીસ દ્વારા માસ્કને લઈને પણ ઠેર ઠેર ખાસ ડ્રાઈવ યોજવામાં આવી હતી.

ભાજપના કોર્પોરેટર અને સોની સમાજના પ્રમુખની વેદના: ચાંદી બજારમાં વાહન ટોઈંગની કનડગત સામે વેપારીઓમાં રોષ.

0

જામનગરના ચાંદીબજાર વિસ્તારમાં પાર્કિગ વિસ્તારમાં પડેલા વાહનોને જપ્ત કરવાની કાર્યવાહી સામે વેપારીઓમાં રોષ.જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં ટ્રાફીક ટોઈગની કનડગત સામે વાહનચાલક અને વેપારીઓમાં ભારે રોષ: ટોઈગ એજન્સીને ફક્ત ચાંદી બજાર દેખાય છે, કામગીરીમાં ભેદભાવનો આક્ષેપ.

સમસ્યા અંગે તાત્કાલિક નિરાકરણ લાવવા ટ્રાફીક પી.આઇ.ને રજૂઆત કરતા વેપારીઓ.

ચાંદીબજાર સર્કલમાંથી અનેક વખત રાત્રે 8.00 વાગ્યા પછી પણ વાહનો જપ્ત કરાતા હોવાથી વેપારીઓ અને ગ્રાહકો પરેશાન.

ટોઇંગ એજન્સી દ્વારા  દિવસ દરમ્યાન ચાર-પાંચ વખત ચાંદી બજાર સર્કલમાં વાહન જપ્ત કરવા જવું અને અન્ય વિસ્તારો પ્રત્યે આંખ આડા કાન કરવાની વાત યોગ્ય જણાતી નહીં હોવાનું વેપારીઓનું નિવેદન

8 રીક્ષાઓના પાર્કિગમાં 10 થી વધારે રીક્ષાઓ ખળકાયેલ હોય છે તેમાં ટ્રાફીક પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી નહીં તથા પાર્કિંગની જગ્યામાં ખાણી પીણી રેકડીઓના ધંધાર્થીઓનો અડીંગો ત્યા કોઈ કાર્યવાહી નહી ફક્ત વેપારીઓને ટાર્ગેટ બનાવાય છે. ટ્રાફિકની બેવડી નીતી સામે વેપારીઓ લાલઘુમ .

દેશ દેવી ન્યુઝ નેટવર્ક-જામનગર જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં પાર્કિગ વિસ્તારમાં પડેલા વાહનોને જપ્ત કરવાની કાર્યવાહીથી હેરાન-પરેશાન થઇને અહીંના વેપારી ભાઇઓએ જામનગર શહેર ટ્રાફીક પોલીસ અધિકારીને લેખતીમાં રજૂઆત કરી છે અને આ સમસ્યા અંગે તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી છે.

આ લેખતીમાં જણાવ્યા મુજબ, ચાંદી બજાર વિસ્તારમાં ‘નો પાર્કિગ’ ઝોનમાં પડેલા વાહનો ને જપ્ત કરવાની ટ્રાફીક પોલીસ દ્વારા દ્વારા ગોઠવાયેલી વ્યવસ્થા ખુબજ સુંદર અને સારી છે. પરંતુ આ વ્યવસ્થામાં અમો વેપારીઓને ક્યાંક ને ક્યાંક અન્યાય થઇ રહ્યાનું જણાઈ આવે છે. વેપારીઓ દ્વારા કરવામાં આવેલ રજુઆતના મુદ્દાઓ નીચે મુજબ છે.

1) ચાંદી બજાર સર્કલમાં દીવસ ના ચાર થી પાંચ વખત વાહનો ઉપાડવાની ગાડી આવે છે. જયારે આસપાસના વિસ્તારો કે જ્યાં ચાંદી બજારથી પણ વધારે ‘નો પાર્કિગ’ ના વાહનોની સમસ્યા છે, ત્યાંથી વાહનો જપ્ત કરવામાં આવતા નથી.

2) ઘણી વખત રાત્રે 8.00 વાગ્યા પછી પણ વાહનો ચાંદીબજાર સર્કલમાંથી ઉપાડવામાં આવે છે. જે મોટે ભાગે બીજે દિવસે જ છોડાવી શકાય છે. ખરેખર 8:00 વાગ્યા પછી ટ્રાફિક સમસ્યાનું પ્રમાણ નોંધપાત્ર ઘટી ગયેલ હોય છે.

3) ચાંદીબજાર સર્કલમાં ટ્રાફિક માટેની જગ્યામાં નાસ્તા/સરબત વાળાની રેકડીઓ ઉભી રહે છે, તેમજ સામેના ભાગે રીક્ષા સ્ટેન્ડ આવેલ છે જ્યાં 8 રીક્ષાઓ માટેનું પાર્કિંગ છે પરંતુ ત્યાં 10 થી વધારે રીક્ષાઓ પાર્ક કરેલ હોય છે જેના પર ટ્રાફિક પોલીસ તરફ થી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

4) શહેરના અમુક વિસ્તારોમાંથી દિવસ દરમ્યાન ચાર-પાંચ વખત વાહન જપ્ત કરવા જવું અને અન્ય વિસ્તારો પ્રત્યે આંખ આડા કાન કરવાની વાત યોગ્ય જણાતી નથી,

ઉપરોકત્ત વિષય અને સમસ્યાને ધ્યાન લઇ યોગ્ય પગલાઓ લેવા ધીરેન મોનાણી (પ્રમુખ-સોની સમાજ-) જામનગર પરેશભાઇ વડનગરા, ધર્મેશભાઇ વડનગરા, પરેશભાઇ એચ., નવનીત જ્વેલર્સ, મુરલીધર જ્વેલર્સ, મેહુલ વડનગરા,ધનજીભાઇ લુહાર,ઉત્સવ જ્વેલર્સ, સોની રમણીકલાલ સુંદરજી, અમૃતલાલ રામજી, એમ.જે.જ્વેલર્સ,શ્રી ગીરીરાજ જ્વેલર્સ, રાધાકૃષ્ણ જ્વેલર્સ સહિતના ચાંદી બજાર વિસ્તારના વેપારીઓ દ્વારા ટ્રાફીક પોલીસ અધિકારી-જામનગરને લેખતીમાં રજૂઆત કરી છે.

જામનગરમાં પ્રેમીકાએ પતિ સાથે મળી કરી પ્રેમીની હત્યા : 5 સામે ફરીયાદ

0

જામનગરમાં આડા સંબધનો કરુણ અંજામ પ્રેમીકાના હાથે પ્રેમીની હત્યા : પતિ પુત્ર સાથે મળી કાઢ્યું યુવકનું કાસળ .દેશ દેવી ન્યુઝ જામનગર O4.જામનગરમાં સેન્ટ્રલ બેન્ક રોડ નજીક મઠફળી માં રહેતા એક યુવાન પર ગઈકાલે રાત્રે ધારદાર હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર જાગી છે.

અનૈતિક સંબંધો ના કારણે આ હત્યા નિપજાવાઈ હોવાનું સામે આવી રહ્યું છે. મૃતક યુવકના પિતાની ફરીયાદના આધારે જામનગરના એક દંપતી અને તેના પુત્ર સહિત પાંચ શખ્સો સામે હત્યા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે, અને પોલીસ દ્વારા હત્યારાઓને પકડવા માટે દોડધામ શરૂ કરાઇ છે.

આ હત્યાકેસના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં લુહારસાર રોડ મઠફળી માં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા હરગોવિંદભાઈ દેવીદાસભાઈ આચાર્ય નામના 81 વર્ષના વિપ્ર બુઝુર્ગે સીટી એ. ડીવીઝન પોલીસ મથકમાં પોતાના પુત્ર મેહુલ (ઉ.વ.45)ની હત્યા નિપજાવવા અંગે જામનગરના ભારતવાસ વિસ્તારમાં રહેતા નરેશ બદીયાણી તથા તેની પત્ની જમના ઉર્ફે જીગ્ના નરેશભાઈ બદીયાણી પુત્ર સુજલ નરેશ બદીયાણી ઉપરાંત સુજલ ના બે મિત્રો રવિ અને પ્રથમ મંગે સામે ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદના અનુસંધાને સીટી એ ડીવીઝન પોલીસે આઈપીસી કલમ 302,143,147, 148, 149, તથા જી પી એક્ટ કલમ 135(1) મુજબ ગુનો નોંધ્યો છે, અને દંપતી સહિત ના પાંચેય હુમલાખોરોને પકડવા માટે દોડધામ શરૂ કરી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના પુત્ર મેહુલ કે જેને આરોપી જમના ઉર્ફે જીગ્ના વચ્ચે અનૈતિક સંબંધો હતા. જેની જાણ આરોપી જમનાના પતિ નરેશ બદિયાણીને થઈ ગઈ હતી. જેથી નરેશ બદીયાણી તથા હરગોવિંદભાઈ ના પરિવારો વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા. જેનું મન દુ:ખ રાખીને ઉપરોક્ત પાંચેય આરોપીઓએ એકસંપ કરી ને મેહુલ ઉપર ધારદાર હથિયારો વડે સંખ્યાબંધ ઘા ઝીંકી દઇ ખૂન કરી નાખ્યું હતું, અને મૃતદેહને જાહેર માર્ગ પર ફેંકી ને ભાગી છૂટયા હતા.

આ બનાવ પછી સીટી-એ ડિવિઝનના પોલીસ સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. જ્યાં ધારદાર હથિયારોના ઘા વાગવાથી તેનું મૃત્યુ થયું હોવાનું તારણ મળ્યું છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતક મેહુલ કે જેના અગાઉ લગ્ન થયા હતા, તેની પત્ની સાથે જામનગરની જી.જી.હોસ્પિટલમાં સાથે જ નોકરી કરતી જમના ઉર્ફે જીજ્ઞા સાથે મિત્રાચારી હતી, અને મેહુલ ના ઘરે અવરજવર રહેતી હતી. પરંતુ મેહુલ અને તેની પત્ની વચ્ચે છૂટાછેડા થઈ જતાં જીજ્ઞા તેના સંપર્કમાં હોવાથી બંને વચ્ચે અનૈતિક સંબંધો બંધાયા હતા, અને એકબીજા સાથે અવરજવર કરતા હતા.

જે અંગેની જાણકારી બન્નેના પરિવારને થઈ ગયા પછી વિખવાદ શરૂ થયો હતો, અને આખરે મેહુલની હત્યા નિપજાવાઈ છે. જામનગરના સીટી-એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર મહાવીરસિંહ જે.જલુ દરબારગઢ ચોકીના PSI હરિયાણી સહિતની ટીમ સમગ્ર મામલાની ઉંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.

જામનગરના બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ નજીક ઝાડમાં ગળેફાંસો ખાઇ યુવાનની આત્મહત્યા.

0

જામનગરના બ્રુકબોન્ડ ગ્રાઉન્ડ નજીક ઝાડમાં ગળેફાંસો ખાઇ યુવાનની આત્મહત્યા.

રીસીમાણે રહેલી પત્ની અને સસરાના ત્રાસથી અંતિમ પગલું ભર્યાનું સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ

પોલીસે મૃતકે લખેલી આઠ પાનાની સ્યુસાઈડ નોટ કબ્જે કરી તપાસ હાથ ધરીદેશ દેવી ન્યુઝ જામનગર 04.જામનગર શહેરમાં બેડેશ્વર નજીક આવેલા વૈશાલીનગર શેરી નં.4 માં રહેતાં યુવાનની પત્ની અને પુત્રી રીસામણે માવતરે જતા રહ્યાં હતાં અને તેમને પતિ વિરૂઘ્ધ ભરણપોષણનો કેસ કર્યો હતો અને આ કેસમાં ભરણપોષણની રકમ ચૂકવાતી ન હોય અને કેસનો નિકાલ થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને યુવાને બ્રુક બોન્ડના ગ્રાઉન્ડ નજીક ઝાડમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતકે લખેલી આઠ પાનાની સ્યુસાઈડ નોટ કબ્જે કરી તપાસ હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં બેડેશ્વર પાસે આવેલા વૈશાલીનગર શેરી નં.4 માં રહેતાં મુકેશ ગોવિંદભાઈ રાઠોડ (ઉ.વ.42) નામના મજૂરી કામ કરતા યુવાને તેની પત્ની મુકતાબેન સાથે અવાર-નવાર ઝઘડા થતા હતાં. લગ્નજીવનમાં સતત થતાં ઝઘડાથી પત્ની મુકતાબેન તેની પાંચ વર્ષની પુત્રી વૃતિકા સાથે તેણીના રાજકોટ માવતરે રીસામણે જતી રહી હતી અને તેણીએ પતિ મુકેશ રાઠોડ વિરૂધ્ધ રાજકોટની અદાલતમાં ભરણપોષણનો કેસ કર્યો હતો અને આ ભરણપોષણના કેસમાં મુકેશને રકમ ચૂકવવાનો અદાલત દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો. દરમિયાન મુકેશ ભરણપોષણની રકમ કોઈ કારણસર ચૂકવી શકતો ન હતો અને અદાલતના કેસનો કોઇ નિકાલ થતો ન હોવાથી જિંદગીથી કંટાળીને ગુરૂવારે બપોરના સમયે બ્રુકબોન્ડ ગ્રાઉન્ડની ઓફિસ નજીક આવેલા ઝાડમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા પીએસઆઈ એ.બી. સપિયા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી મૃતકે લખેલી આઠ પાનાની સ્યુસાઈડ નોટ કબ્જે કરી મૃતકના ભાઈ નરેશનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.દરમિયાન પોલીસે કબ્જે કરેલી સ્યુસાઈડ નોટમાં ‘મૃતકના લગ્ન મુકતાબેન સાથે વર્ષ 2014 માં થયા હતાં અને 2016 માં પુત્રી વૃતિકાનો જન્મ થયો હતો પુત્રીના જન્મથી જ તેની પત્ની તેણીના રાજકોટ ખાતેના માવતરે રહેતી હતી અને પત્નીએ મુકેશ વિરૂધ્ધ રાજકોટની ફેમીલી કોર્ટમાં અનેક ખોટા આક્ષેપો સાથે ભરણપોષણનો કેસ કર્યો હતો. જેથી મુકેશે તેની પત્નીને સમજાવવાના અનેક પ્રયત્નો કર્યા હતાં પરંતુ, સસરાના સહયોગના કારણે પત્ની જામનગર સાસરે આવતી ન હતી. પત્ની અને સસરાના અસહ્ય ત્રાસથી કંટાળી આત્મહત્યા કરવા માટે મજબુર થયાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો આ સહિત આઠ પાનાની સ્યુસાઈડ નોટ મૃતકે લખેલી હતી જે પોલીસે કબ્જે કરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.