Wednesday, October 14, 2026
Home Blog Page 295

વાડીનારની ઓઇલ કંપની વિરૂદ્ધ ૭૫ સર્વીસમેનની ભૂખ હડતાલ

ભારત ઓમાન રીડાઈનરી લીમીટે બેવડી નિતી સામે સર્વીસમેન વિફર્યાં : નિર્ણય પાછો ખેચો નહીતર અચોક્કસ મુદ્તની ભૂખ હડતાલ.

દેવભૂમિ દ્વારકાના વાડીનાર ભારત ઓમાન રીડાઈનરી લીમીટેડ પેટા એજન્સીના એક્સ સર્વિસમેન એરલીફ્ટ ટ્રાન્સપોર્ટ સવિસમાં કામ કરતા સીકયુરીટી ગાર્ડો દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત.

કંપનીની સ્થાપના વખતે સ્થાનિક ખેડૂતોની જમીન કંપની માં ગયેલ હોય તે વખતે કંપની દ્વારા લાયકાત મુજબ નોકરી આપવાની બાહેધરી આપી હોવા છતા ગાર્ડને છૂટા કરતા વિરોધ ફાટી નીકળ્યો હતો.

કેપની દ્વારા ૧૦ પાસ ન હોય તેવા ૧૪ ગાર્ડને છૂટા કરવાની તજવીજ કરતા ૭૫ ગાર્ડ દ્વારા ભૂખ હડતાલ
દેશ દેવી ન્યુજ જામનગર 03. દેવભૂમી દ્વારકાના વાડીનારમાં આવેલ ભારત ઓમાન રીડાઈનરી લીમીટેડ નામની કંપનીમાં છેલ્લા આઠ થી પંદર વર્ષથી ઉપરોકત મારત ઓમાન રીફાઇનરી લીમીટેડમાં સીક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવીએ છીએ અને હાલમાં કંપીનમાં એમો ફરજ બજાવી રહીયા હોઈએ અને હાલમાં કંપની દ્વારા નવી પોલીસી બહાર પાડી અમો સીક્યુરીટી ગાર્ડ પૈકી ટોટલ ૧૪ સીકયુરીટી ગાર્ડ કે જે ધોરણ -૧૦ પાસ ન હોય તેઓને નોકરી ઉપરથી છૂટા કરી દેવા તજવીજ કરી રહ્યા છે. જેથી અમો ઉપરોક્ત સીકયુરીટીમાં કામ કરતા તમામ ૭૫ સીક્યુરીટી ગાર્ડ ભખ હડતાલ ઉપર બેસવા મજબુર થયા છીએ.
ઉપરોકત કંપની ધ્વારા અમોને જયા સધી નોકરી ઉપર પરત લેવામાં નહી આવે ત્યાં સુધી અમો ભખ હડતાલ ઉપર બેસવાના છીએ અને કંપની અમોને કોઈ જ પ્રકારનુ સહાનુભુતી આપતી ન હોય અને અમોને સીકયરીટી ગાર્ડને ખોટા હેરાન પરેશાન કરી અમોને નોકરી ઉપરથી છૂટા કરવા કાર્યવાહી કરે છે.

હાલમાં કંપનીમાં જેટલા અમો લોકલ સીક્યુરીટી ગાર્ડ છીએ તેઓને જ છુટા કરવામાં આવેલ છે તેમાં બહારના કોઈ ગાર્ડને છૂટો કરવામાં આવેલ નથી અને અમોને ખોટી રીતે નોકરી ઉપરથી છટા કરવા ફરજ પાડે છે જેથી આપ સાહેબ સમય અમારું આ આવેદનપત્ર આપવા ફરજ પડેલ છે તેમજ ગુજરાત સરકારશ્રીની એવી ગાઈડ લાઈન હોય કે જે કર્મચારી અધિકારી કંપનીમાં કે પ્રાઈવેટ નોકરી કરતા હોય તેઓ છેલ્લા પાંચ વર્ષથી એકીધારી નોકરી કરતા હોય તેને કાયમી જોબ ઉપર કાયમી કરવા એવી જાહેરાત કરેલ હોય છતા અમારી ઉપરોકત કંપની આવી સરકારી જાહેરાતોના નિયમોને નેવે મુકીને પોતાની મનઘડત રીતી અપવાની અમો સીક્યુરીટી ગાર્ડોને હેરાન પરેશાન કરતા હોય જેથી તેઓ સામે કાયદેસર પગલા લેવા અમોની ના ફરીયાદ છે તેમજ જો અમો સીક્યુરીટી ગાર્ડોને નોકરી ઉપર પરત લેવામાં નહીં આવે અને અમો ભખ હડતાલ ઉપર કરશ અને તેમાં જો કોઈને કાઈપણ અકસ્માત કે કાઈ અણબનાવ બનશે તે અંગેની સંપૂર્ણ જવાબદારી કંપનીની તથા તેના એમ્પ્લોયની રહેશે.તેમજ જે તે વખતે કંપનીની સ્થાપના કરવામાં આવેલ હતી તે વખતે તેમાં જે જે ખેડૂતોની જમીનો આવેલ હોય તેઓને તમામને તેઓની લાયકાત મુજબ કાયમી ધોરણે નોકરી આપવાની બાહેંધરી આપેલ હતી જે લેટર આ સાથે સામેલ છે છતા આ કંપની અમોને ખોટરીને હેરાન કરી અમોની રોજી રોટી છીનવવા પ્રયત્ન કરેલ છે અમે તમામ ગાર્ડ સાધારણ વર્ગના અને નાના કુટુંબ વાળા માણસો છીએ,જો અમોને વધુ સમય સુધી નોકરી ઉપર ન લેવામાં આવે તો અમોને તથા અમારા કુટુંબને ભુખે મરવાનો વારો આવે તેવી પરીસ્થીતીનુ નિર્માણ થાય તેથી નોકરી પર પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે ૭૫ ગાર્ડ અન્નશન પર બેસતા તંત્ર હરક્તમાં આવ્યું છે.

જામનગરની મનપામાં મામલતદાર બન્યા આસી.મ્યુ કમિશ્નર… અને કમિશ્નર બન્યા ચાણક્ય

0

જામનગર મનપાના AMCનો ચાર્જ મધ્યાહન ભોજનના મામલતદાર પંડયાને સોંપ્યો. 

ભારે વિવાદ અને રાજકીય ખેંચતાણ વચ્ચે કમિશનર બન્યા ચાણક્ય.દેશ દેવી ન્યુઝ જામનગર 03.જામનગર મહાનગર પાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડો.ભાર્ગવ ડાંગરની અમરેલી ખાતે બદલી થતાં તેમની જગ્યા ૫૨ કોઈની નિમણૂંક ન થતાં ચાર્જ મેળવવા માટે મહાપાલિકામાં ધમાસાણ મચ્યું હતું અને ભારે વિવાદ ઉભો થયો હતો.

રાજકીય ભલામણ વચ્ચે જેમાંથી વચલો રસ્તો કાઢી કમિશનરે મધ્યાહન ભોજનના મામલતદારને એએમસીનો ચાર્જ આપી આખાપ્રકરણ પર ઠંડુ પાણી રેડી દીધું છે . જામનગર મહાપાલિકાના આસી . મ્યુનિ . કમિશનર ભાર્ગવ ડાંગરની અમરેલી બદલી થતાં તેમની ખાલી પડેલી જગ્યા પર કોઈ નિમણૂંક ન થતાં એએમસીનો વહીવટ અને ટેક્સનો ચાર્જમેળવવા માટે મહાપાલિકાના બે અધિકારીઓ વચ્ચે ભારે હોડ જામી હતી જેમાં રાજકીય આગેવાનોએ પણ રસ લઈ પોતાના માનીતાઓને ચાર્જ આપવા માટે તમામ દાવ અજમાવી લીધા હતા, પરંતુ મ્યુનિ . કમિશનર વિજય ખરાડીએ બુદ્ધિપૂર્વક તમામ અધિકારીઓના નામ પર ચોકડી લગાડી મધ્યાહન ભોજનના મામલતદાર પંડ્યાએ એએમસીનો ચાર્જ આપી પ્રકરણ પર પૂર્ણવિરામ મૂકી દીધુ છે.

ખંભાળીયામાં બે સગી બહેન પર દુષ્કર્મથી ચકચાર : 3 સામે ફરિયાદ

0

ખંભાળિયામાં બે સગીર બહેનો સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ: આરોપી અને મદદગારી કરનાર શખસ સામે ફરિયાદદેશ દેવી ન્યુઝ જામનગર 02. ખંભાળિયા: ખંભાળિયામાં રહેતી 16 વર્ષ 9 માસની વયની એક સગીરાને અહીંના નિકેશ ચંદુભાઈ પ્રજાપતિ નામના શખ્સે લલચાવી-ફોસલાવી, તેણી સાથે મિત્રતા કેળવી હતી. બાદમાં નિકેશ પ્રજાપતિ દ્વારા તેણીની સાથે અવારનવાર જુદા-જુદા સ્થળોએ શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો.

ગત જાન્યુઆરી માસથી શરૂ થયેલા આ પ્રકરણમાં ગત તા. 27 ફેબ્રુઆરીના રોજ નિકેશે સગીરાને એક સ્થળે બોલાવી અને તેણીનો પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાનું કહ્યું હતું. આથી ઉપરોક્ત સગીરા તેણીની 14 વર્ષ 2 માસની વયની નાની બહેનને સાથે લઈને ચોક્કસ સ્થળે રૂમ પર ગઈ હતી.અહીં આરોપી નિકેશે સગીરાની નાની બહેનને રૂમમાં એકલી બોલાવતા મોટી બહેને નાની બહેનને નિકેશ સાથે એકલા રૂમમાં જવાની ના કહી દીધી હતી. આથી અહીં રહેલા આશિષ કારુભાઈ આહીર અને મહેશ ચાવડા નામના બે શખ્સોએ મોટી બહેનને દુપટ્ટા વડે હાથ-પગ બાંધી અને આરોપી આશિષ કારુભાઈ આહિરે છરી બતાવી અને જો તેણી રાડા-રાડી કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં આરોપી નિકેશ પ્રજાપતિએ મોટી બહેનને બાંધી રાખી, નાની બહેન સાથે મરજી વિરુઘ્ધ શરીર સંબંધ બાંધ્યો હોવાનું જાહેર થયું છે.બે સગીર બાળા ઉપર દુષ્કર્મ ગુજારવા સબબ સગીરાના પિતાની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે મુખ્ય આરોપી એવા નિકેશ ચંદુભાઈ પ્રજાપતિ સાથે મદદગારી કરનારા આશિષ કારુભાઈ સામે તપાસ શરૂ કરી છે. . પોલીસે IPC કલમ -૩૫૪ ( એ ) ( ૨ ) ૩૪૨ , ૩૭૬ , ૩૭૬ ( ૨ ) ( એન ) , ૩૭૬ ( ૩ ) , ૫૦૬ (૨) , ૧૧૪ તથા પોકસો એક્ટ ૨૦૧૨ ની કલમ . ૩ (એ) , ૪, ૫ ( એલ ) , ૬ , ૮ , ૯ ( એલ ) , ૧૦,૧૨,૧૭ મુજબ ફરીયાદ નોંધી તપાસ આરંભી છે.

પાણાખાણ વિસ્તારમાં વૃઘ્ધને ધોકા-ઢીકા-પાટુ વડે માર માર્યાની દંપતિ સહિત ત્રણ સામે ફરીયાદ

0

જામનગરના પાણાખાણ વિસ્તારમાં વૃઘ્ધને ધોકા-ઢીકા-પાટુ વડે માર માર્યાની દંપતિ સહિત ત્રણ સામે નોંધાવાતી ફરીયાદદેશ દેવી ન્યુઝ જામનગર 02.જામનગરના ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં વૃઘ્ધને ધોકા અને ઢીકાપાટુ વડે માર માર્યાની દંપતી સહિત ત્રણ સામે પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે. જામનગરના ગરીબનગર પાણાખાણમાં રહેતા કાસમભાઇ અબ્દુલભાઇ સાંઘાણી (ઉ.વ.69) એ સીટી-બી માં ગરીબનગર પાણાખાણ વિસ્તારમાં રહેતા હાસમ કાસમ સાંઘાણી, તાહીરા હાસમ સાંઘાણી, આમના આઝાદ ગુમરાની વિરુઘ્ધ આઇપીસી કલમ 323, 324, 114, તથા જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.વિગત અનુસાર આરોપી હાસમે ફરીયાદીને ગઇકાલે લાકડાના ધોકા વડે એક ઘા ઝીંકીને મોઢા અને હોઠના ભાગે ઇજા પહોચાડી હતી, જયારે અન્ય આરોપીઓએ ફરીયાદીને ચપ્પલ અને ઢીકાપાટુ વડે માર મારી મુંઢ ઇજાઓ પહોચાડી એકબીજાને મદદગારી કરી હતી.

જામનગરમાં મહાશિવરાત્રિએ 41 મી શિવશોભાયાત્રા રંગેચંગે સંપન્ન : શહેરના રાજમાર્ગ બન્યા શિવમય

0

જામનગરમાં મહાશિવરાત્રિએ 41મી શિવશોભાયાત્રા રંગેચંગે સંપન્ન : શહેરના રાજમાર્ગો ઉપરથી ઠાઠ-માઠથી નિકળી શિવજીની સવારી

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ખાસ ઉપસ્થિતિ.

સાંસદ પૂનમબેન, ધારાસભ્ય હકુભા જાડેજા, મેયર બિનાબેન કોઠારી, ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, શહેર-જીલ્લા ભાજપના ડૉ.વિમલ કગથરા, વિજયસિંહ જેઠવા, વિરલ બારડ, યતિન પંડ્યા, ચિરાગ અસ્વાર, કીશન વઢવાણા, કેતન કોટક, કમલેશ ભરવાડ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા.

જામનગર જીલ્લા ઇન્ચાર્જ પોલીસવડા નિતેશ પાંડેય એ શિવજીની પાલખી ઉંચકી ધન્યતા અનુભવી.

જામનગરમાં સૌપ્રથમ વખત મુસ્લિમ સમાજ પછી દાઉદી વોરા સમાજ તેમજ ક્રિશ્ચન સમાજ દ્વારા પણ પાલખીનું પૂજન કરાયું.

દેશ દેવી ન્યુઝ જામનગર 02. જામનગર શહેરમાં હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરી. ટ્રસ્ટ ના નેજા હેઠળ ગઇકાલે મહાશિવરાત્રિના પાવનકારી પર્વ નિમિતે પરંપરાગત રીતે એકતાલીસમી ભવ્ય શિવ શોભાયાત્રા યોજાઇ હતી અને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા પાલખીનુ પુજન કરીને પ્રસ્થાન કરાવાયુ હતું. જે શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઇ હતી.

બપોરે 4.30 વાગ્યે પુરાણ પ્રસિધ્ધ સિધ્ધનાથ મહાદેવના મંદિરેથી પ્રારંભ થઇ કે. વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, મુખ્ય પોસ્ટ ઓફીસ, દરબાર ગઢ, બર્ધન ચોક, સેન્ટ્રલ બેંક રોડ, સેતાવાડ, હવાઇ ચોક, પંચેશ્વર ટાવર, નિલકંઠ ચોક થઇ ભીડભંજન મહાદેવના મંદિરે રાત્રે 01:30 વાગ્યે પૂર્ણ થઇ હતી. શોભાયાત્રામાં વિવિધ જ્ઞાતિના મંડળો, સ્વૈચ્છીક સંસ્થા, સંગઠનોના હોદે્દારો દ્વારા 28 થી પણ વધુ સુંદર આકર્ષક ફલોટ્સ તૈયાર કરાયા હતા, અને હર હર મહાદેવના નારા સાથે આકાશ ગુંજી ઉઠતાં શિવમય વાતાવરણ બન્યું હતું. અંતમાં મુકાયેલી ભગવાન શિવજીની રજત મઢિત પાલખીના ‘છોટી કાશી’ના અનેક શિવભકતોએ દર્શનનો લાભ લીધો હતો.

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાના રૂટ પર પગપાળા ચાલીને ભગવાન શિવજીની પાલખી ખંભા પર ઉચકી હર હર મહાદેવના ગગન ભેદી નારા લગાવ્યા હતા અને ધન્યતા અનુભવી હતી. ઉપરોકત શિવ શોભાયાત્રા નાગેશ્ર્વર મંદિર થઇ નાગનાથ ગેઇટ, કે.વી. રોડ, બેડી ગેઇટ, રણજીત રોડ, દિપક ટોકીઝ, દરબાર ગઢ, બર્ધન ચોક, ગોવાળ ફળી, પંચેશ્ર્વર ટાવર, નિલકંઠ ચોક થઇ રાત્રીના 01:30 વાગ્યે ભીડ ભંજન મહાદેવના મંદિરે પૂર્ણ થઇ હતી.

જયાં મહા આરતી સાથે પુજન અર્ચન કરાયું હતું. નગરમાં યોજાતી એકતાલીસમી શિવ શોભાયાત્રામાં ગઇકાલે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપરાંત રોશનીથી ઝળહળીત અને સુવર્ણ અલંકારોથી સુશોભિત રજત મઢિત પાલખી નિહાળવા અને ભગવાન શિવજીના આસુતોષ સ્વરૂપના દર્શન કરવા માટે ભાવિકોએ ઠેર-ઠેર ભીડ જમાવી હતી અને મોડે સુધી દર્શન માટે રાહ જોઇને બેઠેલા ભકતજનોએ શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જામનગર જિલ્લાના તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિકારીઓએ આશુતોષ સ્વરૂપના મહાદેવની રજત મઢીત પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી. અને નિલકંઠ મહાદેવ મંદિરથી ભીડભંજન મહાદેવ મંદિર સુધી પગપાળા પાલખી ઉંચકીને પહોંચ્યા હતા, અને સમગ્ર પોલીસ વિભાગમાં શિવમય વાતાવરણ બનાવી દીધું હતું.

જામનગર જિલ્લાના ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા નિતીશકુમાર પાંડેય, જામનગરના એસ.ટી.એસ.સી. સેલના ડી.વાય.એસ.પી. જી.એસ. ચાવડા, દેવભૂમિ દ્વારકાના ડી.વાય.એસ.પી. સમીર શારડા ડી.વાય.એસ.પી. ચાવડા, સીટી એ. ડીવીઝન ના પી.આઇ. મહાવીરસિંહ જે.જલુ, સીટી બી. ડીવી. પી.આઇ. કે. જે. ભોયે, પી.એસ.આઇ. દેવમુરારી, આર.બી. ગોજીયા, કે. કે. ગોહિલ, કૌશિક સીસોદીયા, ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ અને સીટી એ. ડીવીઝન તથા સીટી બી. ડીવીઝનના ડી. સ્ટાફ સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓએ સતત દોઢ કિલોમીટર સુધી પગપાળા ચાલીને ભગવાન શિવજીની પાલખી ઉંચકી હરહર મહાદેવના ગગનભેદી નારા લગાવ્યા હતા, ત્યારે સમગ્ર પોલીસ વિભાગ શિવમય બન્યો હતો, અને અનેક શિવભકતો આ અનન્ય નઝારો નિહાળીને આનંદીત થયા હતા. પોલીસ અધિકારી – કર્મચારી તેમજ જામનગર શહેરના અન્ય અગ્રણીઓ વગેરેએ ભગવાન શિવજીની પાલખી ઉંચકીને ધન્યતા અનુભવી હતી જેથી છોટીકાશીનું બિરૂદ પામેલી જામનગરની નગરી હકીકતમાં શિવનગરી બની હતી.

સાળીની હત્યા નિપજાવનાર બનેવીનો પોલીસ સમક્ષ ઘડાકો : હજુ એક ખૂન કરવાનો હતો

0

સાળીની હત્યા કરનારો હજુ વધુ એક ખૂન કરવાનો હતો પોલીસે ફિરોઝ પાસેથી પોલીસે 3 છરા કબજે કર્યા.

સીટી-એના પોલીસ ઈન્સપેક્ટ મહાવીરસિંહ જલુની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા પ્રવીણભાઇ ભીખાભાઇ પરમાર તથા વનરાજભાઇ ભગુભાઇ ખવડને મળેલ બાતમીથી ગણતરીની કલાકમા જ આરોપી ફિરોઝ ઉર્ફે મુન્નો અબ્બાસભાઇ કાજીને પકડી પાડ્યો હતો.

સીટી-એ ડિવિઝન પોલીસ ઈન્સ. મહાવીરસિંહ જલુની સર્તકતાથી બીજી હત્યાનો પ્લાન થયો નિષ્ફળ : પ્રસંશનીય કામગીરી

પોલીસની આગવી પૂછપરછમાં આરોપી બન્યો બકરી: રિસામણે બેઠેલ પત્ની સાથે અનૈતિક સંબંધની શંકાથી સદામને પણ પતાવી દેવાનો પ્લાન હતો.

દેશ દેવી ન્યુઝ જામનગર 02. જામનગરમાં સાળીની હત્યા નિપજાવનાર આરોપી બનેવીનો પ્લાન પોતાની પત્ની સાથે અનૈતિક સંબંધ ધરાવનાર અન્ય શખસની પણ હત્યા નિપજાવવાનો હોવાનું સામે આવ્યું છે . અમદાવાદથી જ બન્નેની હત્યા કરવા જામનગર આવ્યો હતો .

સાથે 3 ધારદાર છરા લઇ બન્નેને વેતરી નાખવાનો પ્લાનબનાવ્યો હતો પરંતુ સાળીની હત્યા બાદ આરોપી સદામ સુધી પહોંચે તે પૂર્વે જ પોલીસે તેને ઉઠાવી લીધો હતો .

પોલીસે આરોપીના કબ્જામાંથી ત્રણ છરી , હત્યા સમયે પહેરેલ કપડા કબ્જે કર્યા છે. જામનગરમાં ત્રણ દિવસ પૂર્વે એસટી ડિવિઝન સામે આવેલ સિલ્વર પાર્ક સોસાયટીમાં આરોપી ફિરોઝ ઉર્ફે મુન્નો અબ્બાસભાઇ કાજીએ પોતાની સાળી શકીમાપર ધારદાર છરાથી હુમલો કરી ઉપરા-ઉપરી ઘા મારી હત્યા નિપજાવી હતી

દરમિયાન પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. જેમાં આરોપી ધરારનગર વિસ્તારમાંથી મળી આવ્યો હતો . પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જુહાપુરા અમદાવાદમાં રહેતો આ શખ્સ બેવડી હત્યા નિપજાવવા જામનગર આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

પોતાની રિસામણે બેસેલ પત્નીને મૃત્તક સાળી ચડાવતી હોવાથી તેની અને પત્ની સાથે અનૈતિક સંબંધની શંકાથી સદામ નામના શખસની હત્યા કરવાનો પ્લાન હતો . સાળીને પતાવી દીધા બાદ આ શખસની હત્યા કરવાની હતી. અમદાવાદથી જ આરોપી બન્નેની હત્યા કરવા માટે ત્રણ ધારદાર છરા લઇ આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ત્રણેય છરા કબ્જે કરી આગળની કાર્યવાહીહાથ ધરી છે.

આ કામગીરી સીટી-એ ડિવિઝનના પી.આઇ મહાવીરસિંહ જે. જલુના માર્ગદર્શના હેઠળ સિટી એ ડિવિઝનના સ્ટાફે પાર પાડી હતી .

સુનીલ ચાવડાને મરી જવા મજબૂર કરનાર ”મીત ભારવાડીયા” વિરૂદ્ધ “૩૦૬” દાખલ

0

રણજીતસાગર ડેમમાં ઝંપલાવી યુવાનનો આપઘાત

મૃતક ક્રિકેટના સટ્ટામાં પાંચ લાખની રકમ હારી જતાં એક શખ્સે 70 હજારનું બાઈક ગીરવે રાખી ઉઘરાણી માટે અવાર-નવાર ધમકી આપી મરી જવા મજબુર કર્યાની મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવતા ખળભળાટઆરોપી: મીત હમીર ભારવાડીયા જામનગરદેશ દેવી ન્યુઝ જામનગર 01.: જામનગર નજીક આવેલા રણજીતસાગર ડેમમાં કોઇ યુવકનો મૃતદેહ હોવાની જાણના આધારે ફાયર ટીમ અને પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવતા આ મૃતદેહ જામનગરના નિલકમલ સોસાયટીમાં આવેલા જાગૃતિનગર વિસ્તારમાં શંકરના મંદિર સામે રહેતાં સુનિલ વેજાનંદ ચાવડા (ઉ.વ.21) નામના યુવકનો હોવાની ઓળખ થઈ હતી.

બાદમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. જેના આધારે મૃતકના પિતા વેજાણંદભાઈ અરશીભાઈ ચાવડાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતક સુનિલ ચાવડા જામનગરના મીત હમીર ભારવડિયા પાસે ક્રિકેટના સટ્ટામાં પાંચ લાખની રકમ હારી ગયો હતો અને આ પાંચ લાખની રકમની ઉઘરાણી પેટે મીત એ સુનિલનું રૂા.70 હજારની કિંમતનું બાઈક ગીરવે રાખ્યું હતું. તેમજ પૈસાની ઉઘરાણી માટે અવાર-નવાર દબાણ કરી મારી નાખવાની ધમકી આપતો હતો.

પૈસાની ઉઘરાણી માટે મળતી ધમકીના ત્રાસથી કંટાળીને સુનિલે સોમવારે રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. આ બનાવમાં યુવક પુત્રનો મૃતદેહ મળી આવતા પિતા વેજાણંદભાઈએ મીત ભારવડિયા વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ જે ડી પરમાર તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી

જામજોધપુરમાં ઘરમાં ઘુસી લોહાણા વૃઘ્ધાના ગળામાંથી ચેઈનની ચીલઝડપથી ચકચાર

0

જામજોધપુરમાં ઘરમાં ઘુસી લોહાણા વૃઘ્ધાના ગળામાંથી ચેઈનની ચીલઝડપથી ચકચાર

દેશ દેવી ન્યુઝ જામનગર 28. જામજોધપુર ગામમાં રહેતા લોહાણા વૃદ્ધાના ઘરમાં ઘુસી જઇ બે તોલાના સોનાના ચેઈનની ચીલઝડપથી લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. શહેરમાં વધતા જતા ચોરીના બનાવો વચ્ચે આજે સોમવારે સવારના સમયે જામજોધપુર ગામમાં રહેતા લોહાણા વૃદ્ધાના ઘરમાં અજાણ્યા તસ્કરો ઘુસી ગયા હતાં અને ધોળે દિવસે વૃધ્ધાએ ગળામાં પહેરેલ બે તોલાના સોનાના ચેઈનની ચીલઝડપ કરીને પલાયન થઈ ગયા હતાં. ત્યારબાદ વૃધ્ધાએ બુમાબુમ કરતા લોકો એકઠાં થઈ ગયા હતાં અને જાણ કરાતા પોલીસ પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે ચીલ ઝડપનો ભોગ બનેલા વૃધ્ધાના નિવેદનના આધારે તસ્કરોનું વર્ણન મેળવી ચીલઝડપનો ભેદ ઉકેલવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.

પિન્ક ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ‘શિવ શક્તિ અને સાધના’ ના ભવ્ય ઉત્સવનું આયોજન

0

પિન્ક ફાઉન્ડેશન દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ‘શિવ શક્તિ અને સાધના’ ના ભવ્ય ઉત્સવ નું આયોજન

પંચોતેર દંપતીઓ દ્વારા પ્રથમ પ્રહરની(સાંજે 4 થી 9) નિઃશુલ્ક પૂજા, સોમનાથ મંદિરના શિખરની ધ્વજાજીના દર્શન મહાપ્રસાદ તથા બિહારીદાન ગઢવી અને સંગીતા બેન લાબડીયા નો સંતવાણીનો કાર્યક્રમ

દેશ દેવી ન્યુઝ જામનગર 28. જામનગરના પિન્ક ફાઉન્ડેશન પરિવાર તથા તેના પ્રણેતા શેતલબેન શેઠ દ્વારા મહાશિવરાત્રિ પર્વ નિમિતતે ‘શિવ આરાધના’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

આગામી તા. ૧લી માર્ચ ર૦રર ના મંગળવારે મહાશિવરાત્રિ પર્વના દિવસે જામનગર મધ્યે ધન્વન્તરિ ગ્રાઉન્ડમાં ‘શિવ આરાધના ” શિર્ષક હેઠળ અનેક વિધ કાર્યક્રમો યોજાશે. જેમાં સાંજે ૪ વાગ્યે સમૂહ સત્સંગ, સાંજે ૬ વાગ્યે શિવપૂજા, રાત્રે ૮ વાગ્યે મહાનુભાવોના પ્રવચન, રાત્રે ૯ વાગ્યે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર બિહારીદાન હેમુદાન ગઢવી અને સંગીતા બેન લાબડીયા દ્વારા સંતવાણીનો કાર્યક્રમ તથા મહાપ્રસાદ યોજાશે.

સુપ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરના શિખર પર ચડાવાયેલી ધ્વજાજીની પધરામણી કરાવી તેના દર્શન યોજાશે. આ ઉપરાંત મહાશિવરાત્રિ પર્વમાં જેનું માહત્મ્ય છે તેવા ચાર પ્રહરની પૂજા પૈકી પ્રથમ પ્રહરની નિઃશુલ્ક પૂજા પંચોતેર દંપતી દ્વારા કરવામાં આવશે.

આ વિશિષ્ટ અને જામનગરમાં કદાચ સૌ પ્રથમ વખત થઈ રહેલ શિવ આરાધનાના આયોજન પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેશે. અતિથિવિશેષ પદે સંસદસભ્ય પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય આર.સી. ફળદુ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા જાડેજા), જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મુખ્ય અતિથિ તરીકે શહેર ભાજપ પૂર્વ પ્રમુખો સર્વશ્રી હસમુખભાઈ હિન્ડોચા, અશોકભાઈ નંદા, મુકેશભાઈ દાસાણી, નિલેશભાઈ ઉદાણી, હિતેનભાઈ ભટ્ટ, બિપિનભાઈ ઝવેરી, ધીરૂભાઈ કનખરા ઉપસ્થિત રહેશે.

શિવાલયોની છોટીકાશી તરીકે સુપ્રસિદ્ધ નવાનગર-જામનગરના આંગણે યોજાનાર શિવ આરાધનાના ઉત્સવમાં ભાવિકો, નગરજનોને ઉપસ્થિત રહેવા શેતલબેન શેઠ તથા પિન્ક ફાઉન્ડેશન પરિવાર તરફથી ભાવભર્યું નિમંત્રણ છે.

કાલાવડ નાકા બહારની રાજ સોસાયટીમાં હોર્ન વગાડવા બાબતે 2 મહિલા સહિત 7 શખ્સોનો ખૂની હુમલો

0

કાલાવડ નાકા બહાર રાજ સોસાયટીમાં શનિવાર મોડી રાત્રીનો બનાવ પાછળથી હોર્ન વગાડવા બાબતે સર્જાય બબાલ: ર મહિલા સહિત ૭ સામે ફરીયાદ

આરોપીઓ:- ( ૧ ) મુસ્કાન ( ૨ ) હસીના ( ૩ ) આઝાદ સુમરા ( ૪ ) સીરાજ ઉર્ફે ટોપી ( ૫ ) સદામ સુમરા ( ૬ ) સલીમ સુમરા ( ૭ ) અબ્દુલ સુમરા રહે બધા.નેશનલ પાર્ક , રાજ સોસાયટી , જામનગર

દેશ દેવી ન્યુઝ જામનગર 28. સુત્રોમાંથી જાણવા મળતી  વિગત મુજબ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર ‘નેશનલ પાર્ક’ રાજ સોસાયટીમાં પાછળથી હોર્ન વગાડવા બાબતે બબાલ સર્જાતા  મોઇન જાકીરભાઈ અગવન  (પટ્ટણી) ના માસી સુમીરાબેન તથા તેમના જેઠાણી નજમુનનીશા તેના સંબંધીને ત્યાથી પગે ચાલીને આવતા હોય ત્યારે આરોપી મુસ્કાન  તથા હસીનાએ પાછળથી આવી હોર્ન મારવા બાબતે મોઇનના માસી સાથે ઝઘડો કરી ગાળાગાળી તેમજ મારામારી કરેલ

જેથી મોઈન અને તેના પરીવારજનો સમાધાન કરાવવા માટે જતા હતા ત્યારે આરોપી હસીના સહિતના આરોપીઓ એકસંપ થઇ ગેરકાયદેસર મંડળી રચી હુમલો કરી દેતા નાસભાગ મચી ગઈ હતી વધુ કાઇ સમજે તે પહેલાતો આરોપી આઝાદ સુમરાએ અબ્દુલ સુમરા પાસેથી છરી લઇ મોઇન પટણીના મામા સોયબને કપાળના ભાગે છરી મારી ગંભીર ઇજા પહોચાડી તેમજ આરોપી સીરાજ ટોપીએ ફરીયાદી મોઇન પટણી ઉપર લાકડાના ધોકા ફટકારી ડાબા પગમા ફ્રેક્ચર કરી નાખ્યું હતું. આરોપી સદામ સુમરાએ  છરી વડે મોસીન ચૌહાણને બે ઘા મારી ઇજા પહોચાડી તથા આરોપી અબ્દુલ સુમરા નાએ મોઇન પટણીના પાડોશી મુક્તલીફ શેખને પગના પંજામા છરી વડે ઇજા પહોચાડી ફરી અને સાહેદોને ધોકા વડે તથા ઢીકા પાટુ નો માર મારતા લોહીલુહાણ હાલતમાં જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી જઈ ફરિયાદની તજવીજ હાથ ધરી હતી

આથી પોલીસે મોઇન જાકીરભાઇ અગવન જાતે પટ્ટણી ની ફરીયાદ પરથી બે મહિલા સહિત સાત લોકો સામે IPC – કલમ ૩૨૬, ૩૨૫, ૩૨૪, ૩૨૩, ૧૪૩ , ૧૪૭, ૧૪૮ , ૧૪૯, ૫૦૪ તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ ( ૧ ) મુજબ રાયોટિંગ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આગળની તપાસ સીટી-એ ડિવિઝનના PSI બી એસ.વાળા ચલાવી રહ્યા છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.