Wednesday, October 14, 2026
Home Blog Page 296

આદર્શ હોસ્પિટલની છત પરથી આપધાત કરનાર જલ્પાબેન દતાણીનો છેલ્લો મેસેજ પરિવારના નામે.

0

જામનગર શહેરના વાલકેશ્વરીમાં આવેલ આદેશ હોસ્પિટલના પાંચમાં માળેથી પડતું મૂકી શિક્ષીકાનો આપધાત: ખળભળાટ

છેલ્લા ૧૫ દિવસથી શહેરની વાલકેશ્વરીમાં આવેલ આદર્શ હોસ્પિટલમાં દાખલ હતા. 

સવારે પાંચ વાગ્યાના અરસામાં પરિવારના નામ શિક્ષીકાએ કર્યો છેલ્લો મેસેજ 

અમીત તારા પપાને કે જેમને બાપથી વધારે સાચવી છે. તારુ રૂણ ક્યારેય નહી ચુકવાય મહાપ્રભુજી તમારા બધા ઉપર સદા કૃપા વરસાવતા રહેશે : જયશ્રીકૃષ્ણદેશ દેવી ન્યુઝ જામનગર 27. શહેરના વાલ્કેશ્વરીમાં આવેલ આદર્શ હોસ્પિટલ ના પાંચમા માળેથી  ખંભાળિયાના લોહાણા મહિલા શિક્ષકે પડતું મૂકી આપઘાત કરતા હાલાર પંથકમાં ચકચાર સુત્ર માંથી જાણવા મળતી માહિતી મુજબ ખંભાળીયા ખાતે રહેતા અને અને શિક્ષક તરીકે ફરજ બજાવતા જલ્પાબેન દત્તાણી છેલ્લા ૧૫ દિવસથી જામનગરના વાલકેશ્વરી નગરીમાં આવેલ આદર્શ હોસ્પિટલમાં કેન્સરની સારવાર લેતા હતા

આજરોજ વહેલી સવારના અરસામાં જલ્પાબેને પીળા સહન ન થતા હોસ્પિટલના પાંચમાં માળેથી છલોગ મારી મોતને વહાલું કર્યું હતું પડતું મુકનાર મહિલા શિક્ષીકાએ લગ્ન કર્યાં ન હતા અને પરિવારના ભાઈ સાથે રહેતા હતા છેલ્લા કેટલાય સમયથી કેન્સરની બિમારીથી પીડાતા હતા, જામનગરની આર્દેશ હોસ્પિટલમાં તેની સારવાર ચાલું હતી પરંતુ પીળા સહન થતા આખરે આ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બેનેવી હાથે સાળીની હત્યાના આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી સીટી-એ ડિવિઝન પોલીસ

0

જામનગરના સિલ્વર સોસાયટીમાં સાળીની હત્યા કરનાર બનેવીની ગણતરીની કલાકોમાં પકડી લેતી સીટી-એ ડિવિઝન

સીટી-એના પોલીસ ઈન્સપેક્ટ મહાવીરસિંહ જલુંની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા પ્રવીણભાઇ ભીખાભાઇ પરમાર તથા વનરાજભાઇ ભગુભાઇ ખવડને મળેલ બાતમીથી ગણતરીની કલાકમા જ આરોપી થયો ઝબ્બે

પત્નિ રીસામણે હોય તેમા સાળની ચઢામણી હોય તે વાતનું મનદુખ કારણભૂત.

મૃત્તક કરીમાંબેન શકીલભાઈ સિપાઇને બે બાળકી હોય તેવામાં માતાની હત્યાથી બાળકી નોંધારી થઈ ગઈ હતી

દેશ દેવી ન્યુઝ જામનગર 27. શહેરના કાલાવડ નાકા બહાર સિલ્વર સોસાયટીમાં બનેવીના હાથે સાળીની હત્યાના બનાવથી શહેરભરમાં અરેરાટી વ્યાપી ગઈ હતી પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા.

સુત્રોમાંથી મળતી વિગત મુજબ ગઇકાલના રોજ સવારના અગીયાર સાડા અગીયાર વાગ્યાની આસપાસ એસ.ટી ડીવીઝન સામે આવેલ સીલ્વર પાર્ક શેરી નંબર-૨ મા ફરીયાદી  શકીલભાઇ ઇસ્માઇલભાઇ સૌપાઇ ની પત્નિ કરીમાબેન ઉર્ફ મીનાબેન ઘર પાસે કચરો નાખવા જતા ફરીયાદીના સાઢુભાઇ ફીરોજભાઇ ઉર્ફે મુન્નો અબ્બાસભાઇ કાજી તીક્ષણ હથીયાર વડે ફરીયાદીના પત્નિને શરીરે ગંભીર ઇજા કરી ખુન કરેલ

ઉપરોકત બનાવની ગંભીરતા ધ્યાને લઇ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક નીતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ ઉપરોકત ગુન્હામાં સંડોવાયેલ આરોપીને તાત્કાલીક પકડી પાડવા સુચના કરવામાં આવેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેકટર મહાવીરસિંહ .જે.જલુ ના માર્ગદર્શન હેઠળ સીસીટીવી કેમેરા તેમજ ખાનગી બાતમીદારોથી હકીકતો મેળવવા પેટ્રોલીંગમાં હતા

તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા પ્રવીણભાઇ ભીખાભાઇ પરમાર તથા વનરાજભાઇ ભગુભાઇ ખવડ નાઓને સંયુકત રીતે હકિકત મળેલ કે  ફરીયાદી નો સાઢુભાઇ ફીરોજ ઉર્ફે મુન્નો અબ્બાસભાઇ કાજી રહે . અમદાવાદ વાળો ઠેબા ચોકડી પાસે આવેલ બારાડી પેટ્રોલપંપ પાસે ઉભો છે જેઓને કોર્ડન કરી મજકુર ઇસમનુ નામઠામ પુછતા પોતે પોતાનુ નામ ફીરોજભાઇ ઉર્ફે મુન્નો અબ્બાસભાઇ કાજી જાતે મુસ્લીમ ઉ.વ ૪૬ રહે જાપુરા આઇસા મસ્જીદ પાસે અજીમ પાર્ક વિભાગ -૧૩ ડો સૈયદ બાપુના ભાડાના મકાનમાં અમદાવાદ મુળ ગામ કાજીવાડ ચોક ભાવનગર વાળો હોવાનું જણાવેલ હોય અને મજકુર આરોપીની પુછપરછ કરતા મજકુર આરોપીની પત્નિ રીસામણે હોય અને ફરીયાદીની પત્નિની ચડામણીથી રીસામણે હોય તેવુ તેને લાગતા છરીના ધા મારી મૃત્યુ નીપજાવેલ હોય જેથી આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે.આ સમગ્ર કામગીરીમાં પો.ઇન્સ મહાવીરસિંહ જે. જલુ ના સીધા માર્ગદર્શન હેઠળ પો. હેડ. કોન્સ નરેન્દ્રસિહ ખુમાનસિહ ઝાલા તથા સુનિલભાઇ અરજણભાઇ ડેર તથા પો.કોન્સ મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા તથા વનરાજભાઇ ભગુભાઇ ખવડ તથા પ્રવીણભાઇ ભીખાભાઇ પરમાર તથા મેહુલભાઇ કાંતીલાલ વીસાણી દ્વારા કરવામાં આવેલ છે.

219 વિદ્યાર્થીઓ સાથે એર ઈન્ડિયાનું વિમાન મુંબઈ પહોંચ્યું; સરકારે આ અભિયાનને ‘ઓપરેશન ગંગા’નામ આપ્યું..

0

219 વિદ્યાર્થીઓ સાથે એર ઈન્ડિયાનું વિમાન મુંબઈ પહોંચ્યું; સરકારે આ અભિયાનને ‘ઓપરેશન ગંગા’નામ આપ્યું..

યુક્રેનથી આવ્યા ભારત માટે રાહતના સમાચાર : 219 ભારતીયોનું પ્રથમ ગ્રુપ મુંબઈ પહોંચ્યું..

એર ઈન્ડીયાની એક સ્પેશિયલ ફ્લાઈટ રોમાનિયાથી 219 ભારતીયોને લઈને મુંબઈમાં આવી છે.

યુક્રેનમાંથી 219 ભારતીયોની વતન વાપસી : 219 ભારતીયોને લઈને એર ઈન્ડીયાની ફ્લાઈટ મુંબઈ પહોંચી..દેશ દેવી ન્યુઝ જામનગર 26 યુદ્ધમાંથી બચ્યાંનો આનંદ :રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાના ત્રીજા દિવસે એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઇ-1943 ત્યાં ફસાયેલા 219 ભારતીય વિદ્યાર્થીઓને લઇને આજે રાત્રે 8 વાગ્યે મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઇ હતી. વિમાને બપોરે રોમાનિયાના બુકારેસ્ટથી ઉડાન ભરી હતી. મુંબઈના એરપોર્ટ પર તેમના માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો છે. યુદ્ધમાંથી બચ્યાંનો આનંદ લોકોમાં સ્પસ્ટ રીતે જોઈ શકાતો હતો. પોતાના વતનની ધરતી પર પગ મૂકતા જ લોકો ભાવવિભોર થયા હતા અને તેમના ચહેરા પર આનંદ સ્પસ્ટ રીતે જોવા મળતો હતો. યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પોલેન્ડ અને હંગેરીના રસ્તે પાછા લાવવામાં આવી રહ્યા છે.

ધ્રોલમાં કન્ટ્રકશનના વ્યવસાય કરતા વૃદ્ધનો આપધાત

0

ધ્રોલ તાલુકાના જાયવા ગામના વતની અને કન્ટ્રકશનના વ્યવાસાયી વૃદ્ધે લેણુ વધી જતાં આપઘાતનો પ્રયાસ કર્યો.દેશ દેવી ન્યુઝ જામનગર 26. ધ્રોલ પંથકના જાયવા ગામના વતની અને હાલ ધ્રોલમાં ગોકુલપાર્ક વિસ્તારમાં રહેતા અને ક્ધસ્ટ્રકશનનો વ્યવસાય કરતા ધિરજભાઈ નાગજીભાઈ વેગડ (ઉ.વ.68) નામના વૃદ્ધનો વ્યવસાય બરાબર ચાલતો ન હોવાથી લેણુ વધી ગયું હતું. જેના કારણે વૃધ્ધને અવાર-નવાર નબળા વિચારો આવતા હતાં. આવા વિચારો અને સ્થિતિથી કંટાળીને શુક્રવારે સાંજના સમયે ધ્રોલમાં આવેલા સ્વામિનારાયણ ગેસ્ટ હાઉસ નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તબિયત લથડતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં આ બનાવની જાણ થતા હેકો ડી.પી. વઘોરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ વૃદ્ધનું નિવેદન લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

કાલાવડના નાકા બહાર “બનેવી” ના હાથે “સાળી” ની હત્યાથી ચકચાર

0

જામનગરના કાલાવડ નાકા બહારના વિસ્તારમાં હત્યાના બનાવથી ચકચાર.

કચરો ફેંકવા ગયેલી મહિલા ઉપર તેના જ બનેવીએ છરી વડે કર્યો જીવલેણ હુમલો

ઘાયલ મહિલાને હોસ્પિટલ ખસેડાઇ જયાં સારવાર દરમ્યાન મહિલાનું મોત થતા મામલો હત્યામાં પલટાયો

આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા.

દેશ દેવી ન્યુઝ જામનગર 26. જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં રહેતી મહિલા ઉપર તેણીના જ બનેવીએ કોઇ કારણસર છરી વડે જીવલેણ હુમલો કરતા સારવાર દરમિયાન જી. જી. હોસ્પિટલમાં મોત નિપજયા બાદ હુમલાનો બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે હોસ્પિટલ અને સ્થળ પર દોડી જઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા સિલ્વર સોસાયટી વિસ્તારમાં રહેતાં કરીમાબેન સકીલભાઈ સીપાહી (ઉ.વ.35) નામના મહિલા આજે સવારે તેના ઘર નજીક કચરો ફેંકવા ગયા હતાં તે દરમિયાન તેમના જ બનેવીએ કોઇ કારણસર મહિલા ઉપર હાથમાં તેમજ શરીરે છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કરતા મહિલા લોહીલુહાણ હાલતમાં સ્થળ પર જ ઢળી પડયા હતાં. ત્યારબાદ ઘવાયેલા મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જ્યાં મહિલાને સારવાર આપવામાં આવે તે પૂર્વે જ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. જીવલેણ હુમલાના બનાવમાં ઘવાયેલી મહિલાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે હોસ્પિટલે પહોંચી જઇ મહિલાના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી હત્યાનો ગુનો નોંધી નાશી ગયેલા હત્યારાને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

ધ્રોલના ખારવા ગામની એક સગીરાએ અધૂરા માસે બાળકને જન્મ આપ્યા પછી બાળકનું મૃત્યુ : જી.જીમાં સારવાર હેઠળ

0

ધ્રોલના ખારવા ગામની એક સગીરાએ અધૂરા માસે બાળકને જન્મ આપ્યા પછી બાળકનું મૃત્યુ નિપજતા ભારે અરેરાટી.

સગીરા પર તેના વતનમાં દુષ્કર્મ ગુજારાયું હોવાનું સામે આવતા ધ્રોલ પોલીસે દુષ્કર્મ ગુજારનાર આરોપી સામે ગુનો નોંધ્યો.

તપાસનો દોર દાહોદ સુધી લંબાવાયો

સગીરાની તબિયત નાદુરસ્ત હોવાથી હાલ જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર 25. ધ્રોલ તાલુકાના ખારવા ગામ માં રહેતા એક ખેડૂતની વાડીમાં મજૂરી કામ અર્થે આવેલા મૂળ દાહોદના વતની એવા શ્રમિક પરિવારની 17 વર્ષની સગીરા કે જેને ગકાલે પેટમાં દુખાવો પડ્યા પછી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જયાં તેણીએ એક અપરિપકવ બાળકને જન્મ આપ્યો હતો, અને તે બાળકનો અધૂરા માસે જન્મ થયો હોવાથી તુરંત જ મૃત્યુ પામ્યું હોવાથી ભારે અરેરાટી ફેલાઈ હતી.સગીરા અપરણિત હોવા છતાં પણ તેણી ગર્ભવતી બની હોવાનું અને બાળકને જન્મ આપ્યો હોવાનું ધ્યાનમાં આવતાં હોસ્પિટલના તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. જેથી ધ્રોલ પોલીસની ટિમ જામનગરની જી.જી. હોસ્પિટલમાં દોડી આવી હતી, અને સૌ પ્રથમ બાળકનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. તે ઉપરાંત ભોગ બનનાર સગીરાએ પૂછપરછ કરતાં તેણીએ પોતાના વતનમાંજ રહેતા એક શખ્સે પોતાના ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાથી તેના કારણે પોતે ગર્ભવતી બની ગઈ હોવાનું કબૂલ્યું હતું.જે બનાવના સંદર્ભે આખરે ધ્રોલ પોલીસ મથકમાં દાહોદના એક શખ્સ સામે દુષ્કાર્મ ગુજારવા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે, અને પોલીસે પોકસો એકટ ની કલમ ઉપરાંત દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસનો દોર દાહોદ સુધી લંબાવ્યો છે. ભોગ બનનાર સગીરાની તબિયત નાદુરસ્ત હોવાથી હાલ જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ગીર સોમનાથમાં યુવતી પર જીવલેણ હુમલા પ્રકરણમાં જામનગર બ્રહ્મસમાજ લાલધૂમ

0

ગીર સોમનાથમાં યુવતી પર જીવલેણ હુમલા પ્રકરણમાં જામનગરમાં બ્રહ્મસમાજે આપ્યું આવેદનપત્ર

દેશ દેવી ન્યુઝ જામનગર 25. ગીર–સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર માં બ્રહ્મ સમાજ ના ભાવેશભાઈ જોષી તથા ધરતીબેન ભાવેશભાઈ જોષી ની વહાલસોઈ પુત્રી તેજસ્વી ભાવેશભાઈ જોષી પીડીત ના ઘરે તા. ૨૧–૦૨–૨૦૨૨ ના રોજ સાંજ ના સમયે પૂર્વઆયોજીત કાવતરૂ ઘડી છરી,હથોડી તથા એસીડ જેવા જીવલેણ હથીયારો સાથે ગેરકાનૂની પ્રવેશ કરી છરી થી ગંભીર ખૂની હુમલો કરી જાનથી મારી નાખવાના ગેરકાનૂની પ્રયાસ ને અનુલક્ષી ને આરોપી સામે તથા આરોપી ને મદદ કરી રહેલ ઈસમો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવા અંગે અને તેજસ્વી ભાવેશભાઈ જોષીને જાન થી મારીનાખવા ના ગેરકાનૂની પ્રયાસ અન્વયે રક્ષણ મેળવવા અંગે તથા ગુંડાઓના ત્રાસથી મુકત કરવવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું છે..

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર માં સમસ્ત બ્રહ્મ સમાજ ના ભાવેશભાઈ જોષી તથા ધરતીબેન ભાવેશભાઈ જોષી ની વહાલસોઈ પુત્રી તેજસ્વી ભાવેશભાઈ જોષી પીડીત ના ધરે આરોપી યશ બિપીન કારીયા ધ્વારા તા. ૨૧-૦૨-૨૦૨૨ ના રોજ સાંજ ના સમયે પૂર્વઆયોજીત કાવતરૂ ઘડી છરી,હથોડી તથા એસીડ જેવા જીવલેણ હથીયારો સાથે ગેરકાનૂની પ્રવેશ કરી તેજસ્વી ભાવેશભાઈ જોષીને જાનથી મારી નાંખવાના બદઈરાદાથી તેના ઘરે એસીડ, હથોડી તથા છરી જેવા તીક્ષ્ણ હથીયારો તથા એસીડ જેવા ભયંકર ખતરનાક કેમીકલ લઈ તેજસ્વી ભાવેશભાઈ જોષી ને જાનથી મારી નાખવાના બદઈરાદા થી તેણીના માતા–પિતા બજાર મા ઘર ની સામગ્રી ખરીદવા ગયેલ છે તેની જાણકારી મેળવી બાદ આરોપી યશ બિપીન કારીયા નામના આરોપીએ તેજસ્વી ભાવેશભાઈ જોષી ઉપર છરી થી ગંભીર ખૂની હુમલો કરી જાનથી મારી નાખવાના ગેરકાનૂની રીઢા ગુનેગાર તરીકે ની મોડસ ઓપરેન્ડી મુજબનો કરેલ ખૂની પ્રયાસને અનુલક્ષીને આરોપી સામે તથા આરોપીને મદદ કરી રહેલ ઈસમો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવા અંગે અને તેજસ્વી ભાવેશભાઈ જોષી ને જાન થી મારીનાખવા ના ગેરકાનૂની પ્રયાસ અન્વયે રક્ષણ મેળવવા અંગે તથા ગુંડાઓના ત્રાસથી મુકત કરાવવા તથા છેલ્લા આશરે દોઢ બે માસથી રાજયમાં છાસવારે બનતા આવા હિચકારા હમલાઓ અટકાવવા અને અમલમા રહેલા કાયદાઓ અને નિયમોની ધાક બેસાડવા અને ભવિષ્યમાં આ કોઈ ગંભીર ગુના ના બને તેવી દાખલા રૂપ કાર્યવાહી કરવા અંગે અને ન્યાય મળવા અમારી માંગ છે.

વધુમાં આરોપી યશ બિપીન કારીયા એ આ બનાવને આયોજન કરતા અગાઉ આ બનાવના આયોજન માટે કોનો સંપર્ક કરી, કોની મદદગારી મેળવી અને કોના સહકારથી આ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ ને પાર પાડેલ, ત્યારબાદ આ બનાવ ને અંજામ આપ્યા બાદ આરોપીએ કોના સંપર્ક રાખી કાયદાથી બચવા માટેના નાપાક પ્રયાસો કરવામાં આવેલ છે. તે તમામ પાસાઓની ઝીણવટભરી અને તટસ્થ અને બીનરાજકીય તપાસ થવી જરૂરી છે.

પીડીના તેજસ્વી ભાવેશભાઈ જોષી સાથે બનેલ આ ઓર્ગેનાઈઝડ ક્રાઈમ ને સમસ્ત જીલ્લા બ્રહ્મ સમાજ શબ્દ શબ્દો મા વખોડી કાઢેલ છે અને સમસ્ત બ્રહ્મ સમાજ ભાવેશભાઈ જોષી તથા ધરતીબેન ભાવેશભાઈ જોષી તથા તેમની અને સમસ્ત બ્રહ્મ સમાજ ની દિકરી તેજસ્વી ભાવેશ જોષી ની પડખે તેઓને ન્યાય મળે ત્યાં સુધી સાથે છે અને રહેશે. પીડીતા તેજસ્વી ભાવેશભાઈ જોષી ઉપર થયેલા હિચકારા ખૂની હુમલા ને અનુલક્ષી ને ને આરોપી સામે જાહેર જનતા મા વિશ્વાસ બેસે તથા ગુન્હીત માનસીકતા ઘરાવતા અસામાજીક તત્વોમા ફફડાટ થાય તે પ્રમાણે પોલીસ તપાસ થવી ખૂબજ જરૂરી છે

જામનગર શહેર જિલ્લા બ્રહ્મ સમાજના પ્રફુલભાઈ વાસુ, આશિષ જોષી, એન.ડી ત્રિવેદી, જસ્મીન ધોળકીયા, હિરેન કનૈયા, નયનભાઈ વ્યાસ, ભાસ્કર જોષી, જનક ખેતિયા, વિમલ જોષી, ડિમ્પલબેન રાવલ, તૃપ્તીબેન ખેતિયા સહિતના આગેવાનો જોડાયા હતા.

સદગુરૂ કોલોનીની મહિલાએ નોંધાવી સાઇનાથ એન્ટરપ્રાઇઝ પેઢી સામે વ્યાજ વટાવની ફરીયાદ

0

સદગુરૂ કોલોનીની મહિલાએ નોંધાવી સાઇનાથ એન્ટરપ્રાઇઝ પેઢી સામે વ્યાજ વટાવની ફરીયાદ : ખળભળાટ

સાઈ નાંથએન્ટરપ્રાઇઝના અનિરૂદ્ધસિંહ સજુભા ઝાલાએ આપેલ રકમ કરતા બમણું વ્યાજ વસુલવાની મહિલાની રાવ..

દેશ દેવી ન્યુઝ જામનગર 25. શહેરના સદગુરૂ કોલોની સ્વસ્તિક સોસાયટીમાં રહેતા સુમનકવર જયપ્રકાસસિંહ રાજપૂતના પતિએ અનિરૂદ્ધસિંહ સજુભા ઝાલા પાસેથી રૂ -૪,૨૫,૦૦૦ / – નિયત વ્યાજ કરતા ઉંચા વ્યાજે લીધા હતા અને તેમની પાસેથી આ રકમનુ ઉંચુ વ્યાજ મેળવતા હોય જે રકમ ફરી તથા સાહેદથી ચુંકવી ન શકતા તેમને ધાક ધમકી અને મુત્યુનો ભય બતાવી તેમજ ફોનમા ધમકીઓ આપતા ફરીયાદીએ ૪,૨૫,૦૦૦ / – જેટલી રકમ લિધેલ હોય જે રકમની વ્યાજ સહીત રૂ -૭,૮૮,૨૫૦ / – જેટલી રકમ ચુકવી આપેલ હોય તેમ છતા તમારી રકમ બાકી નિકળે છે તેમ કહી લિધેલ ચેકો તેમની પાસે રાખી ચેકો બેન્કમા રીટર્ન કરાવી વધુ રકમ પડાવી લેવાની લાલચે આ અનિરૂધ્ધસિંહએ તેમના માણસો સાથે મળી ગુન્હાહીત કાવતરૂ રચી મયુરસિંહ તથા બીજા અજાણ્યા માણસને સુમનકવર જયપ્રકાસસિંહ રાજપૂતના  ઘરે મોકલતા તેઓએ ઘરે આવી જેમ ફાવે તેમ ગાળો બોલી અમારી પાસેથી લિધેલ રકમ વ્યાજ સહીતની પરત આપો નહીતર તમને જીવતા રહેવા નહી દઇએ રોડ અકસ્માતમા મુત્યુ નિપજાવાની વાત કરી સુમનકવર જયપ્રકાસસિંહ રાજપૂત ને મુત્યુ અથવા તો મહાવ્યથા કરવાના ભયમાં મુકવા સારૂ ધમકીઓ આપી તેમને ભયમા મુકી ડરાવી ધમકાવી રકમ કઢાવવા પ્રયાસો કર્યા હતા આથી સુમનકવર જયપ્રકાસસિંહ રાજપૂતે પોલીસે સઘળી હકીકત જણાવતા સીટી-બીના Pl કે.જે ભોયે મહિલાની ફરીયાદ પરથી IPC કલમ -૧૨૦ બી , ૩૮૬,૩૮૭,૫૦૪,૫૦૬ ( ૨ ) , ૫૦૭ તથા મની લોન્ડ્રીંગ એકટ કલમ -૩૩,૪૦,૪૨ ( ઘ ) મુજબ ગુનો નોંધી આરોપીની શોધખોળ આદરી છે.

દરેડમાં મોટાભાઈના ઠપકો સહન ”ન” થતાં નાનાભાઈની આત્મહત્યા

0

દરેડ ગામમાં રાંદલ માતાજીના મંદિર નજીક મોટાભાઈના ઠપકો સહન ન થતાં નાનાભાઈની આત્મહત્યાદેશ દેવી ન્યુઝ જામનગર 24. જામનગર તાલુકાના દરેડ ગામમાં રાંદલ માતાજીના મંદિર પાસે રહેતા યુવાનને નશો કરવાની ટેવ હોય અને તેના મોટાભાઈએ નશો કરવાની ના પાડતા ઠપકાનું મનમાં લાગી આવતા મંગળવારે બપોરના સમયે યુવાને તેના ઘરે સાડી જેવા કપડાંથી ગળેફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી હતી.આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલા રાંદલ માતાજીના મંદિર નજીક રહેતા જલારામભાઈ તુલસીભાઈ કાપડી (ઉ.વ.40) નામના યુવાનને નશો કરવાની કૂટેવ હતી. આ કુટેવના કારણે તેના મોટાભાઈએ નશો કરવાની ના પાડતા મનમાં લાગી આવતા જલારામએ મંગળવારે બપોરના સમયે તેના રૂમના મકાનની આડીમાં સાડી જેવા કપડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.આ અંગેની દિપકભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ગુડવોટ વેસ્ટ ટુ એનર્જી કંપની સામે નિતીન માડમને પક્ષકાર બનાવવાનો આદેશ કરતું ગુજરાત વીજ પંચ

0

ગુડવોટ વેસ્ટ ટુ એનર્જી કંપની દ્વારા જર્કમાં દંડ ન ભરવા અને ટેરીફમાં ભાવમાં ઘટાડો ન કરવા અંગે કરેલ પીટીશન વિરૂઘ્ધ વાંધો ઉઠાવાયો

ન.પ્રા.શિ.સ.ના પૂર્વ સભ્ય નિતીન એ. માડમને પક્ષકાર બનાવવાનો આદેશ કરતું ગુજરાત વીજ પંચ

ગુડવોટ વેસ્ટ ટુ એનર્જી કંપનીને જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની જમીન ટોકન ભાવે તથા શહેરમાંથી મળતો કચરો મફતના ભાવે અપાયા છે!

આ અંગે અનેક નગરસેવકો દ્વારા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી થી લઇ મ્યુનિ. કમિશ્ર્નરને અનેક વખત રજૂઆત કરાઇ છતાં કોઇ કાર્યવાહી નહીં!

આગામી દિવસોમાં આ કંપની વિરૂઘ્ધ ગ્રીન ટ્રીબ્યુનલમાં પણ ફરીયાદ કરવાની તૈયારી

દેશ દેવી ન્યુઝ નેટવર્ક-જામનગર 24.જામનગર શહેરરના નવાગામ (ઘેડ), ગાંધીનગર વિસ્તારમાં આવેલી ગુડર્વાટ વેસ્ટ ટુ એર્નજી કંપની દ્વારા વોર્ડ નં.1, 2, 3, 4 ના વસવાટ કરતા હજારો પરિવારના આરોગ્ય સાથે ચેડા થયા હોય, અવાજ, હવા, પાણીમાં પ્રદુષણ કરીને પરેશાન કરતી આ કંપની વિરૂઘ્ધ શહેરના જાગૃત નાગરિકો અનેક સંસ્થાઓના સતાધારી પક્ષના તથા વિરોધ પક્ષના અનેક નગર સેવકો દ્વારા રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ઉર્જામંત્રી, કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રીશ્રી, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, મુખ્યમંત્રી, વન અને પર્યાવરણ મંત્રી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, જામનગર મ્યુનિશિપલ કમિશ્નર, મેયર, જામનગર વિગેરેને લેખિત રજુઆતો કરેલી.

પરંતુ આ અંગે અધિકારીઓ, પદાધિકારીઓ દ્વારા આજ દિન સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ નથી. આ કંપનીને જામનગર મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાની જમીન ટોકન ભાવે તથા શહેરમાંથી મળતો કચરો મફતના ભાવે આપવામા આવે છે.

આ કંપનીને રૂ.7.07 પ્રતિ યુનિટના દરે નામદાર વિજ પંચની દરખાસ્ત મંજુર કરેલ. જયારે કંપનીએ લોન મેળવવા માટે પ્રોજેકટ રીપોર્ટ તૈયાર કરાવેલ તેમાં પ્રોજેકટ જાન્યુઆરી-2020 માં શરૂ થઈ જશે તેવી વિગતો આપેલ.

ત્યારે આ કંપની નિયત સમય મર્યાદામાં આ પ્રોજેકટ શરૂ કરેલ નથી. તે અંગે કરોડો રૂપિયાની દંડ(પેનલ્ટી) માંથી બચવા માટે અને હાલ જે ભાવ છે તેમાં કોઈ ફેરફાર ન થાય ને અંગે પીટીશન દાખલ કરી વિજ પંચ સમક્ષ વિવેધ રજુઆતો કરેલ હોય અમો દ્વારા શહેરના તથા ગુજરાતના કરોડો વિજ ગ્રાહકોને મોંઘી વીજળીનો બોજ ન વધે તે માટે આ કંપની સામે નામદાર ગુજરાત વિજ પંચ સમક્ષ કેસ નં.1998/2021 માં પક્ષકાર તરીકે જોડાવવા નિતીન માડમ દ્વારા અનેક ધારદાર રજુઆત કરેલ. દુ:ખની વાત એ છે કે, આ કંપની વિરૂઘ્ધ જર્કમાં ચાલતા કેસમાં જામનગર મહાનગરપાલિકાના કોઈ પ્રતિનિધી કે વકીલ આજ સુધી એક પણ વખત હાજર રહેલ નથી.

નિતીન એ. માડમ દ્વારા વ્યકિતગત અનેક ધારદાર રજુઆતો કરી અને કંપની સામે ચાલતા કેસમાં તા.17-2-2022 ના રોજ નામદાર પંચ દ્વારા નિતીન એ. માડમને પક્ષકાર તરીકે જોડવા હુકમ કરેલ છે.

શહેરનો વિકાસ થયો સારી વાત છે પરંતુ શહેરના હજારો પરિવારોના આરોગ્ય તથા શહેરની હવા, અવાજ, પાણીના પ્રદુષણના ભોગે વિકાસ શકય ન હોય. આગામી દિવસોમાં આ કંપની વિરૂઘ્ધ ગ્રીન ટ્રીબ્યુનલમાં પણ ફરીયાદ કરવાની તૈયારી પણ કરી રહયા છે. આ સાથે નામદાર પંચના હુકમની નકલ સામેલ કરેલ છે. .

error: Copying and use of the content of the website is considered as illegal activity.