Wednesday, October 14, 2026
Home Blog Page 297

દરેડ GIDC ના કારખાનામાંથી બાળ મજૂરને છોડવાયો: કારખાનેદાર સામે ફરિયાદ

0

દરેડ જીઆઈડીસીના કારખાનામાંથી બાળ મજૂરને છોડવાયો: કારખાનેદાર સામે ફરિયાદદેશ દેવી ન્યુઝ જામનગર 23.જામનગર તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં આવેલા બ્રાસપાર્ટના કારખાનાના માલિક દ્વારા બાળ મજૂરો પાસે કામ કરાવતા સ્થળે શ્રમ અધિકારીએ બાળ મજૂરને છોડાવીને કારખાનેદાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઇડીસી વિસ્તારમાં પ્લોટ નં.723 માં આવેલા રાજ એન્ટરપ્રાઈઝના માલિક પ્રિતેશ ગીરધર વૈષ્ણવ દ્વારા 14 વર્ષથી નાની ઉંમરના બાળકો પાસે મજૂરીકામ કરાવતા હોવાનું જણાતા જામનગરના શ્રમ અધિકારી ડો. ધ્વનિબેન રામી તથા સ્ટાફે મંગળવારે બપોરના સમયે ચેકિંગ હાથ ધરતા આ કારખાનામાંથી બાળ મજૂર મળી આવતા તેને મુકત કરાવી કારખાનેદાર પ્રિતેશ વૈષ્ણવ વિરૂઘ્ધ પંચ બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

દિગ્વીજય પ્લોટ વિસ્તારના રહેણાંક મકાનમાંથી અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડતી LCB

0

જામનગરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી લેતી એલસીબી

શરાબની 116 બોટલ દારૂ અને એકટીવા મળી કુલ રૂા.71,400 ના મુદ્દામાલ જપ્પ્ત

દેશ દેવી ન્યુઝ જામનગર 23. જામનગર શહેરના દિગ્વીજય પ્લોટ 49 માં આશાપુરા માતાજીના મંદિર પાછળ રહેતા ભીખા પરસોતમ ગોરી નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની LCB ના દોલતસિંહ જાડેજા અને ઘનશ્યામભાઈ ડેરવાળિયાને મળેલી બાતમીના આધારે પોલીસ વડા નિતેશ પાંડેય ની સૂચનાથી પીઆઇ એસ.એસ. નિનામાની સૂચનાથી પીએસઆઈ આર.બી.ગોજિયા, બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહિલ તથા સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્ર્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ખીમભાઈ ભોચિયા, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળિયા, ફીરોજભાઈ ખફી, શીવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, સુરેશભાઈ માલકિયા, દયારામ ત્રિવેદી તથા ધમેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન ભીખાના કબ્જાની ઓરડીમાં તલાસી લેતા તેમાંથી રૂા.46,400 ની કિંમતની 116 બોટલ દારૂ મળી આવ્યો હતો.એલસીબીની ટીમે દારૂ અને રૂા.25000 ની કિંમતની જીજે-10-એડી-9985 નંબરની એકટીવા મળી કુલ રૂા.71,400 ના મુદ્દામાલ કબ્જે કરી ભીખા ગોરી વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.

જામનગર મહાનગર પાલિકાની બ્રાન્ચના બેંક મેનેજરે આચર્યું ૭૪ લાખનું કૌભાંડ.

0

જામનગર મહાનગર પાલિકાની બ્રાન્ચના બેંક મેનેજરે આચર્યું ૭૪ લાખનું કૌભાંડ.

આરોપી :- દશરથસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા રહે – ફ્લેટ નં .૩૦૧ , શ્રી રેસીડેન્સી , આનંદ કોલોની , પટેલ કોલોની જામનગર તથા ( ૨ ) દર્શન હસમુખભાઇ મણીયાર રહે – રાજપાર્ક પાસે , રાધે ક્રિષ્ના પાર્ક , પ્લોટ નં .૫૬ , રીલાઇન્સ પેટ્રોલ પંપ પાછળ , જામનગર

 દેશ દેવી ન્યુઝ જામનગર 23. જામનગર શહેરની મનપામાં બ્રાન્ચ દશરથસિંહ જાડેજા યુનીયન બેન્ક જેએમસી બ્રાન્ચ જામનગરના બેન્ક મેનજર હોય જેણે પોતાના બેન્ક મૅજર તરીકેના હોદ્દાનો દુરઉપયોગ કરી આ કામના ફરી તથા સાહેદોને વિશ્વાસમા લઇ દર્શન મણીયાર સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી તેમજ દર્શન મણીયારે તેમની પેઢીના નામનુ ખોટુ કોટેશન બનાવી આપેલ અને દશરથસિંહએ ડોક્યુમેન્ટુ અને ખોટા કોટેશનનો સાચા તરીકે ઉપયોગ કરી તથા સાહેદોના નામે કુલ રૂ .૭૪,૨૫,૦૦૦ / ની લોન મંજુર કરાવી લિધેલ હોયતે લોન માથી દર્શન મણીયારને કમીશન આપેલ અને મંજુર થયેલ લોન પૈકી રૂ .૪,૬૦,૦૦૦ / રૂપીયા અલગ અલગ સાહેદોને પરત આપેલ અને બાકીના રૂ. ૬૯,૭૫,૦૦૦ / -રૂપીયા પોતાના અંગત ફાયદા સારૂ હડપ કરી વિશ્વાસધાત આચરેલ.આથી પોલિસે કાવતરું બોગસ ડોક્યુમેન્ટ સહિતની ક્લમ હેઠળ lPC કલમ- ૪૦૬, ૪૨૦, ૪૬૫,૪૬૭, ૪૭૧, ૧૨૦ (બી) મુજબ ગુનો નોંધી વધુ તપાસ સાઇબર ક્રાઇમના પો.ઇન્સ ચલાવી રહ્યા છે.હાલ આ મુદે જામનગરમાં સારી એવી ચર્ચા જગાડી છે.

જામનગર અને રાજકોટની 15 બાઈક ચોરીઓનો ભેદ ઉકેલતી સીટી-બી ડિવિઝન પોલીસ

0

જામનગરની સિટી – બી પોલીસે 2 શખસોને પકડી પાડી ચોરાવ બાઈક કબજે કર્યાં

સ્ટાફના હરદીપ બારડ તથા યુવરાજસિંહ જાડેજાને મળેલ બાતમીને આધારે જામનગર અને રાજકોટની 15 બાઈક ચોરીઓનો ભેદ ઉકેલાયો..

કન્ટ્રોલ રૂમના સીસી ટીવી ફૂટેજ તપાસતા શકમંદો મળી આવ્યા.

જામનગર શહેરમાં થયેલી જુદી જુદી 7 ચોરીઓ મળી કુલ 15 મોટરસાયકલ ચોરી કરનાર શખસ અને કિશોરને પોલીસે પકડી પાડી 15 જેટલા વાહનો કબજે કર્યા છે .

દેશ દેવી ન્યુઝ જામનગર 22. શહેરમાં છેલ્લા થોડા સમયથી વાહન ચોરોનો તરખાટ વધ્યો હતો ત્યારે અલ્પેશ ચંદ્રકાંતભાઈ ટાંકનું હોન્ડા ચોરાઈ જતાં સિટી – બી પોલીસના પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે આ બાબતે સીસીટીવી ફૂટેજ તેમજ કમાન્ડ કંટ્રોલ રૂમના ફૂટેજ તપાસ કરતા તેમાંથી બે શકમંદો મળી આવ્યા હતા જે બંને મોટરસાયકલ લઈ લાલપુર બાયપાસથી નરમાળા તરફ જતાં હોવાનું જોવા મળ્યું હતું.જે બંનેના ફોટા બાતમીદારોને બતાવતા બંનેની ઓળખ મળી આવી હતી , જે હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી નાગનાથ ગેઈટ સર્કલ પાસે વોચ રાખી સ્વામિનારાયણનગર તરફથી આવતા નથુ ખીમા કોટા ( રહે ભૂપત આંબરડી, તા-જામજોધપુર ) તથા પાછળ બેસેલા એક કાયદાથી સંઘષિત કિશોરને પોલીસે આંતરી તેમના કબજામાંથી ચોરીમાં ગયેલું મોટરસાયકલ કબજે કર્યું હતું.પોલીસની પૂછપરછમાં બંને ઈસમોએ જામનગર શહેરમાં કરેલી જુદી જુદી 7 ચોરીઓ તથા રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં કરેલી 8 ચોરીઓની કબૂલાત આપતા પોલીસે તમામ મોટરસાયકલો કબજે કરી બંનેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

આ કામગીરી પો.ઇન્સ . કે.જે.ભોયેના માર્ગદર્શન હેઠળ સેકન્ડ PSI વાય.જે વાઘેલા , તથા PSI સી.એમ.કાંટેલીયા તથા પો.હેડ કોન્સ . રવીરાજસિંહ જાડેજા , મુકેશસિંહ રાણા, રાજેશ વેગડ , ક્રિપાલસિંહ સોઢા , દેવસુરભાઇ સાગઠીયા, દેવેન ત્રિવેદી , હરદીપભાઇ બારડ , યુવરાજસિંહ જાડેજા , ધર્મેન્દ્રસિંહ જાડેજા , મનહરસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ છે.

જામનગરના કબીર આશ્રમ સંચાલિત સમર્પણ હોસ્પિટલમાં રૂા.11 કરોડની કિંમતનું MRI મશીનનું લોકાર્પણ

0

જામનગરના કબીર આશ્રમ સંચાલિત સમર્પણ હોસ્પિટલમાં રૂા.11 કરોડની કિંમતનું એમઆરઆઇ મશીનનું લોકાર્પણજામનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાતા વસ્તાભાઈ કેશવાલા અને કબીર આશ્રમ ટ્રસ્ટ દ્વારા દાન કરાયું

દેશ દેવી ન્યુઝ જામનગર 21 : હૃદયના સ્નાયુઓની સચોટ પરિસ્થિતિ જણાવતું રાજ્યનું પ્રથમ અતિઆધુનિક 11 કરોડ રૃપિયાનું એમઆરઆઇ મશીન જામનગરમાં આવી પહોંચ્યું છે. વસ્તાભાઇ કેશવાલા અને કબીર આશ્રમ ટ્રસ્ટ દ્વારા જામનગરને આ મશીન સમર્પીત કરવામાં આવ્યું છે.

રાજ્યનું પ્રથમ અત્યાધુનિક ફૂલી ડિજીટલ અને ફૂલી ઓટોમેટેડ ફિલિપ્સ કંપની આ એલીશન 3 ટેસ્લા એમઆરઆઇ મશીન 11 કરોડ રૃપિયાનું જામનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાતા વસ્તાભાઈ કેશવાલા અને કબીર આશ્રમ ટ્રસ્ટ દ્વારા દાન આપી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.

હોસ્પિટલમાં આ મશીન ઉપલબ્ધ થતા ઓછામાં ઓછાં સમયમાં બેસ્ટ એમઆરઆઇ થશે. શરીરના નાનામાં નાના દર્દનું સચોટ નિદાન તેમજ 2ડી ઈમેજ ક્વોલિટી સંપૂર્ણ બોડીનું એમઆરઆઇઅને અતિઆધુનિક બ્રેસ્ટ ખછઈં સોફ્ટવેર હોવાથી સ્તનના ફૂલપ્રૂફ 2ડી-3ડી અને 4ડી નિદાન થઈ શકશે. ખાસ તો હ્યદયના સ્નાયુઓની સચોટ પરિસ્થિતિ જણાવતું ગુજરાતનું એકમાત્ર એમઆરઆઇ મશીન જે દર્દીની સ્કેન દરમિયાન સતત માહિતી આપે છે કે કેટલો સમય લાગશે, કેટલો સમય બાકી છે, શ્વાસ લેવા અને રોકવા સહિતની માહિતી મશીન દ્વારા વોઈસ સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ મશીન આવી જવાના કારણે ન માત્ર જામનગરના દર્દીઓને પરંતુ સમગ્ર રાજ્યના દર્દીઓને અત્યાધુનિક સુવિધા પ્રાપ્ત થશે. શરીરના નાનામાં નાના અંગમાં કાંઇ પણ એબનોર્મલ હશે તો આ મશીન પકડી પાડશે. આ ઉપરાંત સ્તનના ફૂલપ્રુફ નિદાન માટે પણ ખુબ જ ઉપયોગી થશે. આ ઉપરાંત હૃદયના સ્નાયુઓની સચોટ પરિસ્થિતિ અંગે માહિતી આપશે. જેથી નિદાન કરવામાં ન માત્ર સચોટતા આવશે પરંતુ નિદાન કરવું સરળ પણ બનશે.

દિગ્ગજ રાજકારણી જયરાજસિંહ પરમાર આખરે મંગળવારે ભાજપમાં જોડાશે, ટ્વિટ મારફત જાહેરાત..

0

દિગ્ગજ રાજકારણી જયરાજસિંહ પરમાર આખરે મંગળવારે ભાજપમાં જોડાશે, ટ્વિટ મારફત જાહેરાત..

દેશ દેવી ન્યુઝ જામનગર 20.અમદાવાદ: કોંગ્રેસમાંથી રાજીનામું મૂકી દેનારા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પ્રદેશ પ્રવક્તા જયરાજ સિંહ પરમાર ભાજપમાં જોડાશે તેવી અટકળો અને ચર્ચાઓ ચાલતી હતી અને જયરાજસિંહ પણ આ બાબતે કોઇ ફોડ પાડવા તૈયાર નહોતા પણ હવે ખુદ જયરાજસિંહે જ ટ્વિટ કરીને પોતે મંગળવારે ભાજપમાં જોડાવાના હોવાની જાહેરાત કરી દીધી છે. તેમણે લખ્યું છે કે મંગળવારના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.તેમણે રાજીનામું આપતી વખતે તેમણે સોશિયલ મીડિયા પણ કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે કોંગ્રેસ એક વિશાળ સમુદ્રમાંથી કુવામાં ફેરવાઈ જવાની સ્થિતિ સુધી આવી ગઈ છે મોટા ભાગના મહાનગરોમાં વિરોધપક્ષ નો દરજ્જો મેળવવાના પણ ફાંફા છે છતાં બહારની વાસ્તવિકતા સમજવા તૈયાર નથી. બીજી હરોળ ઉભી થાય તો પોતાનો ગરાસ લુટાઈ જાય એવુ જાણતા નેતાઓએ કોંગ્રેસના કી-બોર્ડમાંથી રીફ્રેશમેન્ટ બટન જ કાઢી નાખ્યુ છે. નવુ સ્વીકારવા, નવુ વિચારવા કે નવા લોકોને અજમાવવા પક્ષ તૈયાર નથી. મને લાગે છે કે વિચારશીલ, બૌધિક લોકોને કોંગ્રેસની હોજરી પચાવી શકવામાં અક્ષમ બની છે.જેના કારણે સાચા-સારા અને સક્ષમ લોકો ધીરે ધીરે પક્ષ છોડી રહ્યા છે. જુદી જુદી સમિતિઓ બનાવવાની હોય ,નિરીક્ષકો નીમવાના હોય, ચુંટણી લડનારાઓની યાદી બનાવવાની હોય હંમેશા વર્ષો સુધી જુની યાદીની ઝેરોક્ષ કરાવી માથે મરાય છે. હા, જવાબદારીઓ બદલાય પણ બદલાયેલા સ્થાને ચહેરાતો એજ સામે આવે. જે નેતાઓ પોતાની જમીન સાચવી શક્યા નથી એમને જ જમીનદાર બનાવી કોંગ્રેસને પાંચ-પચીસ લોકોની જાગીર બનાવી દેવાઈ છે.મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવાર ના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.. જય હિંદ..

જામનગર અગાસી પરથી વૃદ્ધે મારી મોતની છલાંગ : કમકમાટી ભર્યું મોત

0

જામનગર અગાસી પરથી વૃદ્ધે મારી મોતની છલાંગ.કમકમાટી ભર્યું મોતદેશ દેવી ન્યુઝ જામનગર 20 .શહેરના શરૂ શેક્શન રોડ પર આવેલ “ગુરુકૃપા હાઇટર્સ” નામની બિલ્ડીંગ પરથી કોઈ અજાણ્યા આધેડે છલાંગ મારતા કમકમાટી ભર્યું મોત થયું છે… શા માટે વૃદ્ધે આત્મહત્યા કરી તે કારણ હજુ અકબંધ છે કારણ અકબંધ છેમળતી વિગત અનુસાર વૃદ્ધ નું નામ હેમંતલાલ મિસ્ત્રી છે..ઉંમર વર્ષ 78 છે… હાલ ૧૦૮ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને વૃદ્ધ ના મૃતદેહને પીએમ અર્થે જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.. જોકે વૃદ્ધે શા માટે આત્મહત્યા કરી તે તપાસનો વિષય છે.સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે કે કોઈ અજાણ્યા વૃદ્ધ છે આ વૃદ્ધબહારથી આવી અને અગાસી પર ચડી ગયા હતા અને બાદમાં તેમણે આત્મહત્યા કરી લીધી છે.

નાધેડીમાં દારૂની બાતમીનો ખાર રાખીને મૂકેશ માડમ ઉપર 2 મહિલા સહિત 7 શખ્સોનો ખૂની હુંમલો.

0

નાધેડીમાં દારૂની બાતમીનો ખાર રાખીને મૂકેશ માડમ ઉપર ૨ મહિલા સહિત ૭ શખ્સોનો હુંમલો.

પોલીસને દારૂની બાતમી આપ્યાનું મન દુખ કારણભૂત..

આરોપી:-(૧) રામ ઉર્ફે રામકો મેર (૨) આસીફ કાટલીયા (3) ઈરફાન કાટલીયા (૪) રણજીત ભુતીયા (૫) વિક્રમ પરમાર (૬) ટીના રામ ઉર્ફે રામકો મેર ( ૭ ) રેખા વિક્રમ પરમાર રહે . બધા નાઘેડી તા.જી.જામનગર..

દેશ દેવી ન્યુઝ જામનગર 20. જામનગર નજીકના નાધેડીમાં થોડા દિવસ પહેલા આરોપી રામકા મેર નો દારૂ પોલીસએ પકડેલ હોય અને આ દારૂ પોલીસમા આ કામેના ફરીયાદીએ પકડાવેલ હોવાની આ કામેના આરોપીઓએ શંકા ખાર રાખી ફરીયાદીને મારી નાખવાનો અગાઉથી પ્લાન બનાવી ફરીયાદી બપોરના ઠાકર હોટલ પાસે આવતા આ કામેના આરોપી રામકાના બનેવી વિક્રમએ રામકાને ફોનથી જાણ કરી બોલાવતા રામકો , આસીફ , ઈરફાન , રણજીત નાઓ બે મો.સા. પર આવી લોંખડના પાઈપ તથા લાકડાના ધોકા વડે ફરીયાદીને મારી નાખવાના ઈરાદે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ કરતા ફરીયાદીના બાપુજી છોડાવવા વચ્ચે પડતાતેઓને આ કામેના આરોપી રામકાએ ફેક્ચરની ગંભીર ઈજાઓ કરી આ દરમ્યાન આરોપી રામકાની બહેન તથા પત્નિએ આ લોકોને હુમલો કરવા માટે ઉશકેરણી કરી બિભત્સ ગાળો બોલી ફરીયાદીના દાદીને જાપટ મારી નાશી છુટ્યા હતા આથી પોલીસે મૂકેશ માડમની ફરિયાદ પરથી ઈ.પી.કો. કલમ -૩૦૭, ૩૨૫, ૩૨૩, ૧૨૦- (બી) , ૫૦૬ ( ૨ ) , ૨૯૪ ( ખ ) , તથા જી.પી.એફ્ટ કલમ -૧૩ પ ( ૧ ) મુજબ ગુનો નોંધી આરોપીની ઘળપકડના ચક્રોગતીમાન કર્યાં છે. વધુ તપાસ પંચ-બીના PSI જયદીપસિંહ પરમાર ચલાવી રહ્યા છે.

ખંભાળિયાના આરાધનાધામ પાસેથી “વસા-સંઘવી- ગોપયાણી” ઈંગ્લીશ દારૂની 60 બોટલ સાથે ઝબ્બે

0

ખંભાળિયાના આરાધનાધામ પાસે ઈંગ્લીશ દારૂ સાથે 3 શખસ ઝબ્બે…

વિશાલ ગુણવંતભાઈ ગોપીયાણી, જામનગરના ગોવાળની મસ્જિદ પાસે રહેતો કેયુર નીતિનભાઈ સંઘવી તથા જય ધનવંતરાય વસા નામના શખ્સોને ૬૦ બોટલ સાથે દબોચી લીધા..

60 બોટલ દારૂ, કાર સહિત રૂા.2.09 લાખની માલમત્તા કબજે

દેશ દેવી ન્યુઝ જામનગર 19.ખંભાળીયા પંથકમાં પેટ્રોલિંગ વેળાએ સ્થાનિક ગુના શોધક શાખાના એએસઆઇ સજુભા જાડેજા અને ભરતભાઇ ચાવડા સહિતની ટીમને દારૂની હેરાફેરી મામલે બાતમી મળી મળી હતી જે બાતમી મામલે Pl જે.એમ.ચાવડાને વાકેફ કરી તેના માર્ગદર્શન હેઠળ પોલીસે જામનગર હાઇવે પર આરાધના ધામ પાસે વોચ ગોઠવી હતી.જે દરમિયાન પોલીસ ટીમે દારૂનો જથ્થો ભરી જામનગરથી ખંભાળીયા તરફ આવતી એક ઇકો કારને અટકાવી હતી જેની તલાશી લેતા અંદરથી વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી આવી હતી.આથી પોલીસે રૂ.24 હજારની કિંમતનો દારૂ, એક ઇકો કાર,3 મોબાઈલ ફોન મળી કુલ રૂ. 2,09,500ના માલમત્તા કબ્જે કર્યો હતો.પોલીસે સ્થળ પર આરોપી વિશાલ ગુણવંતભાઈ ગોપીયાણી, કેયુર નીતિનભાઈ સંઘવી તથા જય ધનવંતરાય વસા નામના શખ્સોને દબોચી લીધા હતા.પોલીસ પુછપરછમાં આરોપી ઉમેશ ઉર્ફે બાબુભાઇ નાખવાનું નામ ખૂલ્યું હતું પોલીસે ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી હતી.

ભાણવડના રાણપરમાં જમાઇ ઉપર હુમલો: સાળા-સસરા સામે ફરિયાદ.

0

ભાણવડ પંથકના રાણપરમાં જમાઇ ઉપર હુમલો: સાળા-સસરા સામે ફરિયાદ.

દેશ દેવી ન્યુઝ ખંભાળિયા 19. ભાણવડ તાબેના રાણપર ગામની સીમમાં રહેતા રાજુભાઈ કેશુભાઈ કારાવદરા નામના હિન્દુ ડફેર યુવાન તેમજ તેમના ભાઈના લગ્ન આ વિસ્તારમાં રહેતા કરસનભાઈ લાડકની પુત્રીઓ સાથે થયા હતા. આ યુવતીઓના દાદાનું થોડા દિવસો પૂર્વે અવસાન થતાં બંને પુત્રવધુ છેલ્લા કેટલાક દિવસોથી માવતરે ગઈ હતી. રાજુ કારાવદરાને તેમના કાકાજી સસરા ચંદુભાઈ દેવાભાઈ લાડક તથા પિતરાઈ સાળા ગગુ કરસનભાઈ લાડક અને સામત ઉર્ફે જલો કરસનભાઈ લાડક રસ્તામાં મળ્યા ત્યારે રાજુભાઈએ કહેલ કે બધી વિધિ પતી ગઈ હોય અને ઘણા દિવસોથી તેમના પત્ની તમારા ઘરે હોય, હવે પરત ઘરે મૂકી જાવ. તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા સાળા ગગુ કરસન તથા સામત ઉર્ફે જલો લાડકએ ઉશ્કેરાઈને તેમને બિભત્સ ગાળો કાઢી ઢીકાપાટુનો મારમાર્યો હતો.જયારે કાકાજી સસરા ચંદુભાઈ દેવાભાઈ લાડકએ પથ્થરનો ઘા મારી રાજુને લોહીલુહાણ કરી મૂક્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા રાજુભાઈને સ્થાનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાયા બાદ વઘુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે રાજુભાઈના પિતા કેશુભાઈ ભીમાભાઈ કારાવદરા (ઉ.વ. 42) ની ફરિયાદ પરની ભાણવડ પોલીસે ત્રણેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 504, 337, 324, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.