Wednesday, October 14, 2026
Home Blog Page 298

સરકારી સુચના-માહિતી કે નામ નિર્દેશ વાળા બોર્ડ ગુજરાતી ભાષામાં પણ રાખવા પડશે

0

ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવા સરકારનો મોટો નિર્ણય, સરકારી સુચના-માહિતી કે નામ નિર્દેશ વાળા બોર્ડ ગુજરાતી ભાષામાં પણ રાખવા પડશે

ગુજરાતી ભાષાનું મહત્વ અને ગૌરવશાળી ઇતિહાસ જાળવવા મહત્વનો નિર્ણય લેવાયો છે.. રાજ્યના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગે પરિપત્ર કર્યો છે કે સરકારી સૂચના, માહિતી કે નામ-નિર્દેશ વાળા બોર્ડ ગુજરાતી ભાષામાં પણ રાખવા પડશે. પ્રથમ તબક્કામાં આ નિર્ણય રાજ્યના 8 મહાનગરોમાં અમલી બનશે. એટલે કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર અને જૂનાગઢમાં નિર્ણયનો અમલ કરાશે.

આ શહેરોના સાર્વજનિક સ્થળો પર જાહેરાત, સૂચના, દિશા-નિર્દેશ અને માહિતીના બોર્ડમાં હિન્દી અને અંગ્રેજી ભાષાની સાથે ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવાનો રહેશે. આ સિવાય સરકારી પરિસરોની જેમ ખાનગી માલિકીના સાર્વજનિક સ્થળો જેમકે, રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, શાળા, કોલેજ, સુપર માર્કેટ, મોલ્સ, હોસ્પિટલ, કોફી શોપ, વાંચનાલયમાં સૂચના અને માહિતીના બોર્ડ હિન્દી અને અંગ્રેજીની સાથે ગુજરાતી ભાષામાં પણ લગાવવાના રહેશે. ટૂંકમાં જાહેર સ્થળોએ ક્યાંય પણ લગાવેલા બોર્ડ પર ગુજરાતી ભાષાનો ઉપયોગ ફરજિયાત કરવો પડશે.મહત્વનું છે કે ‘ગુજરાતી’ એ એક ફક્ત ભાષા નથી. પરંતુ ખૂબ જ બહોળો અને ગૌરવશાળી ઇતિહાસ ધરાવતી સંસ્કૃતિ છે. પણ હાલમાં શહેરીકરણની સાથે-સાથે પશ્ચિમી સંસ્કૃતિનું ચલણ દિન-પ્રતિદિન વધતું જઈ રહ્યું છે.. જેના કારણે શહેરોમાં આજે ગુજરાતી ભાષાનું ઘટતું જઈ રહ્યું છે. લોકો અંગ્રેજી અને હિન્દી ભાષાને અગ્રીમતા આપતા થયા છે.. તેથી ગુજરાતી ભાષાના મહત્વને જાળવી રાખવા આ ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

ગોકુલનગરમાં ફરી બોલી બધળાટી : યુવાન ઉપર 5 શખ્સોનો હુમલો

0

જામનગરના ગોકુલનગરમાં અપશબ્દો બોલવાની ના પાડતા યુવાન ઉપર પાંચ શખસોનો હિચકારો હુમલો

દેશ દેવી ન્યુઝ જામનગર ૧૮ : શહરેમાં તા.૧૬-૦ર-ર૦રરના દલવાડી સોસાયટી શેરી નં.૪, ગોકુલનગરમાં આરોપી સુરેશકોળી જાહેરમાં અપશબ્દ બોલતા હોય જેથી ફરીયાદી જીતેન્દ્રસિંહ એ તેઓને જાહેરમાં અપશબ્દ બોલાવની ના પાડતા આરોપી સુરેશકોળીએ ફરીયાદી જીતેન્દ્રસિંહ રાઠોડની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી કોણી વડે ડાબા હાથમાં એક ઘા કરી સામાન્ય ઈજા કરી આરોપી સવજીભાઈ કોળી એ કોણી વડે ફરીયાદી જીતેન્દ્રસિંહ રાઠોડને ગરદનના ભાગે વાસાના ભાગે માર મારી સામાન્ય ઈજા કરી તેમજ આરોપી જીતુભાઈ કોળીએ નીચે પાડી રોડ ઉપર ઢસડી ને જમણા પગમાં છોલછાલ કરી તેમજ આરોપી ભાવનાબેન કોળી એ સાહેદ વૈશાલીબા સાથે ઝપાઝપી કરી ઢીકાપાટુનો માર મારી સામાન્ય ઈજા કરેલ તેમજ આરોપી સવજીભાઈ કોળીએ ફરીયાદી જીતેન્દ્રસિંહના પિતાને પણ કોણી વડે જમણા ખંભાના ભાગે એક ઘા કરી ઈજા કરી તેમજ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોય જે અંગે અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્રસિંહ વિરસિંહ રાઠોડ, ઉ.વ.3પ, રે. ગોકુલનગર, દલવાડી સોસાયટી શેરી નં.4, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

0

2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ સ્પેશિયલ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

  • 38 દોષિતને ફાંસી,11 દોષિતને આજીવન કેદની સજા
  • અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સૌથી વધુ 7 હજાર 15 પાનાંનો ચુકાદો
  • કુલ 77 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરાયા
  • અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકાયા

દેશ દેવી ન્યુઝ અમદાવાદ 18. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં આજે દોષિતોને સજાની જાહેરાત કરવામાંં આવી છે. શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોેર્ટે 38 દોષિતને ફાંસી, 11 દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. તો સાથે જ કોર્ટે તમામ આરોપીને 2.85 લાખનો દંડ ફટકાર્યો છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ઐતિહાસીક ચુકાદો આવ્યો છે. 38 આરોપીઓને ઞઅઙઅ એક્ટ હેઠળ ફાંસીની સજા ફટકારવામાં આવી છે, સાથે જ ઇજાગ્રસ્તોને રુ 50,000 નું વળતર સરકાર આપે તેવો કોર્ટે આદેશ કર્યો છે. તો મૃતકના પરિવારને રાજ્ય સરકાર 1 લાખ વળતર આપે તેવો કોર્ટે હુકમ કર્યો છે. સૌથી વધુ 7 હજાર 15 પાનાંનો ચુકાદો આપવામાં આવ્યો છે.26 જુલાઈ 2008… આ કાળમુખા દિવસને અમદાવાદના લોકો ક્યારેય ભૂલી નહીં શકે. કેમ કે આ દિવસે શહેરમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં એક… બે… નહીં પરંતુ 56 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આવી કપરી પરિસ્થિતિમાં ગુજરાત પોલીસે તમામ આરોપીઓને એક પછી એક ઝડપી લીધા હતા. આખરે પીડિત પરિવારોને આખરે ન્યાય મળ્યો છે. બ્લાસ્ટ કેસના ખાસ જજ આર.આર પટેલે ચુકાદામાં 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે અને 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. ત્યારે કોને ફાંસીની સજા મળી છે અને કોને આજીવન કેદની સજા મળી તે જોઈએ.

આ દોષિતોને મળી ફાંસીની સજા

આરોપી નં-1 જાહીદ કુતબુદ્દીન શેખ ફાંસી
આરોપી નં-2 ઈમરાન ઈબ્રાહીમ શેખને ફાંસી
આરોપી નં-3 ઈકબાલ કાસમ શેખ ફાંસી
આરોપી નં-4 સમસુદ્દીન શાહબુદ્દીન શેખ ફાંસી
આરોપી નં-5 ગ્યાસુદ્દીન અબ્દુલ હલીમ અન્સારી ફાંસી
આરોપી નં-6 મોહમદ આરીફ કાગઝી ફાંસી
આરોપી નં-7 મહંમદ ઉસ્માન અગરબત્તીવાલા ફાંસી
આરોપી નં-8 યુનુસ મહમદ મન્સુરી ફાંસી
આરોપી નં-9 કમરુદ્દીન મહંમદ નાગોરી ફાંસી
આરોપી નં-10 આમીલ પરવાઝ શેખ ફાંસી
આરોપી નં-11 સાબલી અબ્લુદ કરીમ મુસ્લીમ ફાંસી
આરોપી નં-12 સફદર હુસેન જહરુલ હુસેન નાગોરી ફાંસી
આરોપી નં-13 હાફીઝ હુસેન તાજુદ્દીન મુલ્લા ફાંસી
આરોપી નં-14 મોહમદ ગુલામ ખ્વાજા મન્સુરી ફાંસી
આરોપી નં-15 મુફ્તી અબુબસર અબુબકર શેખ ફાંસી
આરોપી નં-16 અબ્બાસ ઉંમર સમેજા ફાંસી
આરોપી નં-18 જાવેદ એહમદ શેખ ફાંસી
આરોપી નં-27 મહંમદ ઈસ્માઈલ મહંમદ ઈસાક મન્સુરી
આરોપી નં-28 અફઝલ મુતલ્લીબ ઉસ્માની
આરોપી નં-31 મહંમદ આરીફ જુમ્મન શેખ
આરોપી નં-32 આરીફ બસીરૂદ્દીન શેખ
આરોપી નં-36 મહંમદ આરીફ નસીમ અહેમદ મીરઝા
આરોપી નં-37 કયામુદ્દીન સરફુદ્દીન કાપડીયા
આરોપી નં-38 મહંમદ સેફ
આરોપી નં-39 જીશાન ઈશાન અહેમદ શેખ
આરોપી નં-40 ઝીયાઉર અબ્દુલ રહેમાન તેલી
આરોપી નં-42 મહંમદ શકીલ લુહાર
આરોપી નં-44 મોહંમદ અકબર ઈસ્માઈલ ચૌધરી
આરોપી નં-45 ફઝલે રહેમાન દુર્રાની
આરોપી નં-47 અહેમદબાવા અબુબકર બરેલવી
આરોપી નં-49 સરફુદ્દીન
આરોપી નં-50 સૈફુર રહેમાન
આરોપી નં-60 સાદુલી અબ્દુલ કરીમ
આરોપી નં-63 મોહંમદ તનવીર પઠાણ
આરોપી નં-69 આમીન નઝીર શેખ
આરોપી નં-70 મોહમદ મોબીન
આરોપી નં-75 મોહમ્મદ રફીક મસકુર અહેમદ
આરોપી નં-78 તૌસીફખાન પઠાણઆ દોષિતેને મળી આજીવન કેદ

આરોપી નં-20 અતીકઉર રહેમાન અબ્દુલ હકીમ મુસલમાન
આરોપી નં-21 મહેંદીહસન અબ્દુલ હબીબ અન્સારી
આરોપી નં-22 ઈમરાન અહેમદ સીરાજ અહેમદ હાજી પઠાણ
આરોપી નં- 26 મહંમદ અલી મહોરમ અલી અન્સારી
આરોપી નં-30 મહંમદ સાદ્દીક શેખ
આરોપી નં-35 રફીઉદ્દીન સરફુદ્દીન કાપડીયા
આરોપી નં-43 અનીક ખાલીદ શફીક સયૈદ
આરોપી નં-46 મોહંમદ નૌસાદ મોહંમદ ઈરશાદ સયૈદ
આરોપી નં-59 મોહંમદ અન્સારી
આરોપી નં-66 મોહંમદ સફીક અન્સારી
આરોપી નં-74 મોહમદ અબરાર બાબુખાન મણીયાર

કાલાવડમાં સહકારી મેડળીના પ્રમુખે- મંત્રી વિરૂદ્ધ ૬૦ લાખના ઉચાપતની ફરીયાદ નોંધાવતા ખળભળાટ

0

કાલાવડનાં નપાણીયા ખીજડીયા સહકારી મેડળીના પ્રમુખે- મંત્રી વિરૂદ્ધ ૬૦ લાખના ઉચાપતની ફરીયાદ નોંધાવતા ખળભળાટ

દેશ દેવી ન્યુઝ જામનગર 18. શ્રી નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના મંત્રી તરીકે ફરજ બજાવતા બીપીનભાઇ ચંપકભાઇ જોષી રહે – નપાણીયા ખીજડીયા ગામ વાળાએ પોતાની મંડળીના મંત્રી તરીકેની કાયદેસરની ફરજ દરમ્યાન પોતાના અંગત ફાયદા માટે ઠગાઇ કરવાના ઇરાદાથી મંડળીના ખેડુત ખાતેદારો ( સભાસદો ) પાસેથી પાક ધીરાણ પેટેના નાણાની વસુલાત કરી મંડળીની અલગ અલગ પહોચો આપી તેમજ તે પૈકીની અમુક પહોચોમા પોતાની જાતે ફેરફાર કરી ખોટી પહોચો બનાવી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું

તેમજ રોજમેળમા ખોટો મનધડત હીસાબ ઉધારી રોજમેળમા પાના નં -૬૧ મા સામાન્ય ખાતાવહી પાના નં -૧૧૫ થી “ શ્રી જમીન ખરીદ ખાતે બા.જે. ( બાબત જે ) મંડળીના ગોડાઉન માટે જમીન ખરીદ કરતા મંત્રી બીપીનભાઇ જોષીએ ( વાઉચર ) મુજબ ” વાઉચર નં -૬૬ રોકડા રૂ .૬૦,૦૦,૦૦૦ / – ની કોઇ પણ ઠરાવ કે મંજુરી વગર એન્ટ્રી કરી રૂ .૬૦,૦૦,૦૦૦ / – ( અંકે રૂપીયા સાઇઠ લાખ ) ની નાણાની ઉચાપત કરી મંડળીના મંત્રી તરીકે ગુનાહીત વિશ્વાસધાત કર્યો હતો

શ્રી નપાણીયા ખીજડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના મંત્રી આરોપી બીપીનભાઇ ચંપકભાઇ જોષી એ તા .૨૯ / ૧૨ / ૨૦૨૦ ના રોજ મંડળીના લેટર-પેડ ઉપર મામલતદાર સાહેબ કાલાવડ નાઓને સંબોધીને વિષય : શ્રી નપાણીયા ખીજ્ડીયા સેવા સહકારી મંડળી લીમીટેડના બોજા / ગીરો મુક્તી કરવા મળેલ નોટીશનો જવાબ ” તેમ વિષય રાખી મંડળીના લેટરપેડ ઉપર મામલતદાર સાહેબ ને પોતાનો બચાવ કરવાના ઇરાદાથી પોતાની રીતે ખોટુ લખાણ આપી તે લખાણમા પ્રમુખ તરીકે “ રાઘવ દેવશી ” નામની ફરીયાદીની ખોટી સહી કરી મંડળીનો સીક્કો મારી ખોટો દસ્તાવેજ બનાવી ખરા તરીકે ઉપયોગ કરતા આથી કાલાવડ પો.સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ આઇ.પી.સી. કલમ ૪૦૮ , ૪૬૪ , ૪૬૫ , ૪૬૭ , ૪૬૮ , ૪૭૧ , ૪૭૭ ( ક ) મુજબ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

રાજ્યના 6 મહાનગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવાયો, હવે લગ્ન માટે રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે

0

રાજ્યના 6 મહાનગરમાંથી નાઇટ કર્ફ્યૂ હટાવાયો, હવે લગ્ન માટે રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે

દેશ દેવી ન્યુઝ જામનગર 17. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને પ્રવર્તમાન સ્થિતિમાં કોવીડ એપ્રોપ્રીએટ બિહેવિયર અને તકેદારી સાથે કેટલાક નિયંત્રણો હળવા કરવાનો તેમજ કોરોના ગાઇડલાઈનના નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લીધેલા નિર્ણયો અનુસાર આપવામાં આવેલી છૂટછાટ અને નિયંત્રણો હળવા કરવામાં આવ્યા છે. આ જાહેરનામાની મુખ્ય બાબતોમાં રાજ્યના બે મહાનગરો અમદાવાદ અને વડોદરામાં રાત્રિ કર્ફ્યુ તા.18 ફેબ્રુઆરી થી તા.25 ફેબ્રુઆરી. દરમ્યાન દરરોજ રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.

રાજ્યમાં યોજાતા સામાજિક, રાજકીય, ધાર્મિક મેળાવડાઓ અને લગ્ન પ્રસંગોમાં ખુલ્લી જગ્યામાં આવા પ્રસંગો યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 75 ટકા અને બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની કુલ ક્ષમતાના 50 ટકા વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે. લગ્ન સમારોહ માટે હવે ડીજીટલ ગુજરાત પોર્ટલ ઉપર નોંધણી કરાવવાની રહેશે નહીં.

આજે કોર કમિટીની બેઠકમાં સ્કૂલ અને કોલેજો સંપૂર્ણ રીતે ઓફલાઇન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી.

જાનનગરના ”જુના નાગના” ગામના સરપંચને સસ્પેન્ડ કરતા ખળભળાટ

0

જુના નાગનાના સરપંચને પદ પરથી શા માટે હટાવવામાં આવ્યા…જાણો?

જામનગર:જુના નાગનાના સરપંચ હરિલાલ રણછોડભાઈ નકુમને સસ્પેન્ડ કરાયા.

ભ્રષ્ટાચારના આક્ષેપ સરપંચ વિરુદ્ધ સાબિત થતાં જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા આદેશ..

દેશ દેવી ન્યુઝ જામનગર 17. જામનગરના શહેરના નવાગામ ઘેડ પાછળ આવેલ જુના નાગના સરપંચ તરીકે સોંપવામાં આવેલ કાર્યો અને ફરજો બજાવવામાં સદંતર નિષ્કાળજી અને બેદરકારી દાખવી ગંભીર પ્રકારની ફરજચૂક તથા દોષીત માનસ સહ ગેરવર્તણુંક તેમજ ભ્રષ્ટાચાર, સરકારી નાણાની ઉચાપત કરેલ હોવાનું સાબિત થતા લેવાયું પગલું.

હરીલાલ રણછોડભાઈ નકુમ સરપંચ ગ્રામ પંચાયત, જુના નાગના, તા.જામનગર, તેઓને સરપંચ તરીકે સોંપવામાં આવેલ કાર્યો અને ફરજો બજાવવામાં સદંતર નિષ્કાળજી અને બેદરકારી દાખવી ગંભીર પ્રકારની ફરજચૂક તથા દોષીત માનસ સહ ગેરવર્તણુંક તેમજ ભ્રષ્ટાચાર, સરકારી નાણાની ઉચાપત કરેલ હોવાનું સાબિત થાય છે. જેથી આ કામે નીચે મુજબ હુકમ કરવામાં આવે છે.

મિહીર પી. પટેલ (IAS) જિલ્લા વિકાસ અધિકારી-જિ.પં.જામનગર, ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭(૧) ની જોગવાઈ મુજબ મળેલ સત્તા અને અધિકારની રૂએ ઉપરોક્ત વિગતે કરેલ ચર્ચા મુજબ સરપંચ હરીલાલ રણછોડભાઈ નકુમ, ગ્રામ પંચાયત-જુના નાગના તા.જામનગરને તાત્કાલિક અસરથી સરપંચ પદેથી દુર કરવા હુકમ કરવામાં આવે છે.

સરમત પાટીયા પાસે યુવાન ઉપર છરી વડે હુમલો: ભિષ્મરાજસિંહ સામે રાવ

0

સરમત પાટીયા પાસે યુવાન ઉપર છરી વડે હુમલોદેશ દેવી ન્યુઝ જામનગર 17. જામનગરના સરમત પાટીયા પાસે આવેલી સોનલકૃપા હોટલે ફરીયાદી તથા અન્ય ચા પીવા ઉભા હોય ત્યારે જુની અદાવતના કારણે ગામમાં રહેતો શખ્સ ઘસી આવ્યો હતો અને એક યુવક પર છરી વડે હુમલો કરી ઇજા પહોચાડી મારી નાખવાની ધમકી આપીને નાશી છુટયો હતો આ અંગે એક સામે ફરીયાદ નોંધાવવામાં આવતા સિકકા પોલીસે તપાસ હાથ ધરી છે.જામનગર નજીક સરમત ગામના અને હાલ રસુલનગરમાં રહેતા માછીમાર સિકંદર દાઉદભાઇ સેતા (ઉ.વ.27) એ ગઇકાલે સિકકા પોલીસ સ્ટેશનમાં સરમત ગામના ભિષ્મરાજસિંહ હકુભા જાડેજાની વિરુઘ્ધ આઇપીસી કલમ 326, 504, 506 (2) તથા જીપીએકટ 135(1) મુજબ ફરીયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યું છે કે ઇજા પામનાર દાઉદભાઇ મહમદભાઇ મેપાણી આશરે બે વર્ષ પહેલા સરમત ગામે રહેતા હતા ત્યારે આરોપીના પિતા સાથે મજુરી બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો જેનુ મનદુ:ખ રાખીને દાઉદભાઇ તથા ફરીયાદી સિકંદર અને અફઝલભાઇ ગઇકાલે સરમત પાટીયા પાસે આવેલી હોટલે ચા પીવા ઉભા હોય એ વખતે આરોપી ભિષ્મરાજસિંહ ત્યાં આવીને ફરીયાદીના ફઇના દીકરા દાઉદભાઇ મેપાણીને અપશબ્દો કહી પેટ, પડખાના ભાગે છરીનો ઘા મારી ઇજા પહોચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જામનગર શહેરના ગોકુલનગરમાં બકાલુ વેચતા કોળી યુવાનની હત્યાની કોશીશ :  મહિલા સહિત 3 સામે ફરિયાદ

0

જામનગરના ગોકુલનગર વિસ્તારમાં સામાન્ય બાબતે બે ભાઈઓ ઉપર છરી અને ધોકાના આડેધડ ઘા ઝીંકી જીવલેણ હુમલો : દંપતી સહિત ત્રણ સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર 17. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા દલવાડી સોસાયટીમાં અને બકાલાનો વ્યવસાય કરતા સુરેશ સવશીભાઈ સોનારા નામના યુવાનને અગાઉ વિરસિંહ રાઠોડ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. દરમિયાન બુધવારે રાત્રિના સમયે સુરેશ સોનારા તેની દુકાને જતો હતો તે દરમિયાન વિરસિંહ રાઠોડ નામના શખ્સે યુવાન ઉપર થૂંકતા યુવાન વેપારીએ ઠપકો આપ્યો હતો. આ ઠપકાનો ખાર રાખી વિરસિંહ રાઠોડ, તેનો પુત્ર જીતુ વિરસિંહ રાઠોડ અને પુત્રવધુ સહિતના ત્રણ શખ્સોએ એકસંપ કરી યુવાન ઉપર છરી વડે માથામાં પગમાં સાથળમાં આડેધડ ઘા ઝીંકી હુમલો કર્યો હતો.

હુમલામાં યુવાનને છોડાવવા વચ્ચે પડેલા તેના ભાઈ વિજય ઉપર વિરસિંહએ તલવાર વડે પડખામાં જીવલેણ ઘા ઝીંકયો હતો તેમજ મહિલાએ ધોકા વડે માર મારી પતાવી દેવાની ધમકી પણ આપી હતી.

દંપતી સહિતના ત્રણ શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં યુવાન ભાઈઓ ઘવાયા હતાં અને ત્યારબાદ તેમની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી ગયો હતો અને સુરેશના નિવેદનના આધારે દંપતી સહિત ત્રણ શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતાં. ઘવાયેલા ભાઈઓમાં વિજયને ગંભીર ઈજા પહોંચી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

જામનગર શહેર અને જિલ્લામાં મોડીરાત સુધી DJ વગાડતા 7 શખ્સોનો સૂર બગાડતી સીટી-બી ડિવિઝન

0

જામનગર શહેર અને જિલ્લામાં મોડીરાત સુધી ડી.જે. વગાડતા સાત શખ્સો વિરૂઘ્ધ કાર્યવાહી..

પોલીસ દંડાત્મક કાર્યવાહી કરતા ૭ બેન્ડબાજાનો સમાન થયો જમા..

 દેશ દેવી ન્યુઝ જામનગર 17. હાલ લગ્નગાળાની સીઝન ચાલી રહી છે અને રાજ્ય સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન અંતર્ગત જાહેર કરાયેલા નિયમોનું પાલન કરવા માટે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે.

દરમિયાન બુધવારે રાત્રિના સમયે જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સૂચનાથી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે મોડીરાત સુધી ડીજે સાઉન્ડ સીસ્ટમ વગાડતા લોકો સામે કાર્યવાહી અંતર્ગત બેડેશ્ર્વર વિસ્તારમાં અજય ધીરુ સવાસડિયા, ધરારનગર વિસ્તારમાં ભરત વેરશી ચારોલા, મહાપ્રભુજીની બેઠક પાસે શ્રીજી સોસાયટીમાં કાનજી ધનજી પરમાર, ધરારનગર -૨ માં માનવ પાર્ટી પ્લોટમાં દિપક શાંતિ કણઝારિયા, ધરારનગર-૨ માં હુશેની ચોક વિસ્તારમાં મુસાઈ દરજા ઓસમાણ ગની કમોરા, એમ.પી. શાહ ઉદ્યોગનગરમાં સાગર ચના મકવાણા અને દિગ્જામ સર્કલ પાસે ગણપતિનગરમાં સંજય રમેશ પરમાર સહિતના સાત શખ્સો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી બેન્ડવાજા જપ્ત સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના પટેલ કોલોની , નાગનાથ ગેઇટ નજીકની “સુરેશ ફરસાણ” ઝુલેલાલના મદિર સામે, સહિતની 4 ચોરીનો ભેદ ઉકેલતી LCB 

0

જગજીવન કોમ્પ્લેક્ષની 2 દુકાનોમાંથી 1.20 લાખ ઉઠાવ્યા હતાં.

LCB સ્ટાફના હિતેન્દ્રસિંહ જાડેજા , સંજયસિંહ વાળા તથા દિલીપભાઇ તલાવડીયાને મળેલ સંયુક્ત બાતમી આધારે ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીની કલાકમાં ઉકેલાયો.

જામનગરના પટેલ કોલોની , નાગનાથ ગેઇટ ” સુરેશ ફરસાણ, ઝુલેલાલના મદિર સહિતની 4 ચોરીનો ભેદ ઉકેલાયો 

સીસી ટીવીનું ડીવીઆર પણ ચોરી ગયો હતો: આરોપી બન્યો પોપટ..દેશ દેવી ન્યુઝ જામનગર 16. જામનગર શહેરમાં વિકાસગૃહ રોડ પર જગજીવન કોમ્પલેક્ષમાં આવેલ બે દુકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂા .1.46 લાખનો મુદ્દામાલ ચોરી કરી ગયાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે . બન્ને દુકાનમાંથી તસ્કરો સીસીટીવીનું ડીવીઆર ચોરી કરી ગયા હોવાનું પણ સામે આવ્યું હતું જે ચોરીના બનાવમાં ગણતરીની કલાકોમાં જ એલસીબીએ એક શખસને પકડી પાડી રોકડ રૂપિયા અને ડીવીઆર કબજે કર્યુ છે

આ ઉપરાંત તેણે અન્ય બે ચોરી કર્યા હોવાની કબુલાત કરતા ચાર ચોરીનો ભેદ ઉકેલાયો છે . જામનગરમાં વિકાસગૃહ રોડ ૫૨ જગજીવન કોમ્પલેક્ષમાં આવેલ જે.કે.ફૂડઝોન અને ન્યુ પટેલ સ્વિટ એન્ડ ફરસાણ માર્ટ નામની બન્ને દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી . જેમાં તા .13 મીના રાત્રે 11 વાગ્યાથી ગઇકાલે સવારના 6.30 વાગ્યાના ગાળા દરમિયાન કોઇ તસ્કરોએ દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ કરી લાકડા – લોખંડના ટેબલમાં રાખેલ જુદા – જુદા દરની રૂપિયા એક લાખ વીશ હજારની રોકડ રકમ અને સીસીટીવીનું ડીવીઆર હાથવગું કરી ચોરી કરી ગયા હતાં . ઉપરાંત બાજુમાં આવેલ કેવલ વિનોદભાઇ કંસારાની ન્યૂ પટેલ સ્વિટ એન્ડ ફરસાણ માટે નામની દુકાનમાંથી નવ હજારની કિંમતનો એક મોબાઇલ ફોન રૂપિયા ચાર હજારની કિંમતનુંસીસીટીવી કેમેરાનું ડીવીઆર તેમજ ટેબલના કાઉન્ટરમાંથી રૂપિયા 9 હજારની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં .

ચોરીની આ ઘટના બાદ એલસીબીએ તાત્કાલિક પોતાના બાતમીદારો દોડાવી તપાસ કરતા ગુલાબનગર બસ સ્ટેશન પાસેથી નરેશ ઉર્ફે લાલો ગોવિંદ પરમાર નામના શખસને પકડી પાડયો હતો જેની પૂછપરછમાં તેને પટેલ કોલોનીની બે ચોરી કરી હોવાની કબુલાત આપી હતી , પોલીસે તેના કબજામાંથી 56500 રોકડ , ફોન , ડીવીઆર મળી રૂા . 69500 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પ્રાથમિક પુછપરછમાં આ ચોરી ઉપરાંત તેણે નાગનાથ ચોક પાસે આવેલી સુરેશ ફરસાણ નામની દુકાનમાંથી રૂા 22 હજારની કરેલી ચોરી તેમજ ત્રણબતી પાસે ફરસાણની દુકાન ઉંચકાવી 5 હજારની ચોરીની કબુલાત આપી હતી .

error: Copying and use of the content of the website is considered as illegal activity.